________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ટૂંકમાં પોતાના રાષ્ટ્રપ્રત્યેની દાઝએપ્રજાના હૈયેદૃઢ થયેલું મૂલ્યવાન
તત્ત્વ છે.
હા, એ વાત સાચી કે આજે જે રાષ્ટ્રના માધ્યમથી દુષ્ટ લોકો પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે તે રાષ્ટ્રની દાઝ હોવાની વાત બરોબર નથી. રાષ્ટ્ર એટલે પ્રજામાત્રનું કલ્યાણકારી રાષ્ટ્ર, નહીં કે થોડાકોનું હિત સાધતું રાષ્ટ્ર.એવા રાષ્ટ્ર પરત્વે દાઝ કેળવવાનો કોઈ અર્થ નથી.
ભારતવર્ષ એક જ એવું વિશ્વનું રાષ્ટ્ર છે જેની પ્રજા મોક્ષના લક્ષને અને સદાચારના પક્ષને હાડોહાડ વરેલી છે. આવી પ્રજાની રક્ષા અને તેની વંશપરંપરા અત્યન્ત જરૂરી છે. તેવી પ્રજાને રક્ષતું રાષ્ટ્ર ધરતી ઉપરથી નાબૂદ થાય એ કોઈ પણ સંયોગમાં ન ચલાવી શકાય તેવી વાત છે. હા, જો રાષ્ટ્રપણ પશ્ચિમના ઝેરી પવનની ઝપટમાં આવીને પોતાનું સ્વરૂપ વિકૃત કરી દે, તેની પ્રજા મોક્ષના લક્ષથી ભ્રષ્ટ બની જાય તો તેવા ભારત નામના રાષ્ટ્રની દાઝ રાખવાની વાત કદી કરી શકાય નહીં.
મને પ્રથમ નંદ રાજાના મહામંત્રી કલ્પકની રાષ્ટ્રદાઝયાદ આવે છે. ભવિષ્યમાં હતપ્રહત થનારા રાષ્ટ્રને બચાવવાની જવાબદારી પોતાના શિરે આવવાની છે એમ જાણીને તેમના આખા કુટુંબેભૂખમરાથી પ્રાણત્યાગ કરીને કલ્પક ને જીવાડી રાખ્યા હતા. અને કટોકટીના સમયે કલ્પકે મગધને દુશ્મનોના હાથમાં સપડાતું અટકાવીને ઉગારી લીધું પણ હતું.વિદેશીઓની ભેદી રીતે અને ભયાનકરૂપે ગોઠવાયેલ રાષ્ટ્રનાશક સુરંગોથી ઉગરવા માટે હાલ તો સમગ્ર ભારતીય લોકોએ, એક નહીં એકસો પાંચનો ન્યાય લગાડીને ખભેખભા મિલાવી દેવા જોઈએ.
જોકે રાષ્ટ્રના કોઇ કમનસીબે, જેમ રાષ્ટ્રદાઝવાળા મર્દો થયા છે. તેમ તેનાથી મોટી સંખ્યામાં રાષ્ટ્રના ગદારો,વિશ્વાસઘાતીઓ, અમીચંદો પણ પેદા થાય છે.
ઘણી મહાન ગણાતી રાજાશાહીનો સમય આપસની કાપાકાપીમાં
|
9 ||