________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
રાષ્ટ્રામ
-પં. ચન્દ્રશેખરવિજયજી મ. સા.
જેમ માનવતા અને ધાર્મિકતાનું જીવનમાં મહત્ત્વ છે તેમ રાષ્ટ્રીયતાનું રાષ્ટ્રધ્વજનું પણ જીવનમાં મહત્ત્વ છે. આ વાત ભારતીય પ્રજાની રગેરગમાં પ્રસરી હતી.
રાષ્ટ્ર ખાતર બહુ મોટા બલિદાનો અપાયા છે. આ જવાબદારી ચાર વર્ષોમાંના ક્ષત્રિય વર્ણ ઉપર નાખવામાં આવી હતી. ક્ષત્રિયોના લોહીમાં વંશવારસાગત રીતે રાષ્ટ્રદાઝ હતી. તેઓ યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામવાની વાતને બહુ મોટું નસીબ માનતા હતા. આથી જ યુદ્ધભૂમિ ઉપર એકદમ ધસી જતા અને વીરમૃત્યુને વરતા. એ રીતે મૃત્યુ પામેલા યુવકોના કુટુંબો મોટો આનંદ ઉત્સવ કરતાં.
ભારતના સ્વાતંત્ર્યના ઇતિહાસ ઉપર નજર કરીએ તો નાનાસાહેબ પેશ્વા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાના ફડનવીસ, વીર સાવરકર, સુભાષ બોઝ, ભગતસિંહ, ચન્દ્રશેખર આઝાદ, ચાફેકર બંધુઓ, ગુરુ ગોવિંદસિંહ વગેરે હજારો ભારતીય લોકોએ સામી છાતીએ ધસી જઇને બલિદાન આપ્યું હતું.
મૂલ્યોની રક્ષા માટે જૈનાચાર્ય કાલકસૂરિજીએ ઇતિહાસ સર્જ્યો હતો. હેમચન્દ્રસૂરિજીએ આર્હન્નીતિ ગ્રંથ લખ્યો હતો. રાજાઓના મંત્રી તરીકેના પદ ઉપર સેંકડો જૈનો આરૂઢ થયા હતા. તેમણે પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી રાષ્ટ્રની જબરી રક્ષા કરી હતી.
ભામાશાહે મહારાણા પ્રતાપને કટોકટીના સમયમાં પ્રચંડ બળ પુરું પાડ્યું હતું. મહારાજા ખારવેલ, સમ્રાટ સંપ્રતિ, ગુર્જરેશ્વર કુમારપાળ, મગધપતિ શ્રેણિક જૈન રાજવીઓ તરીકે યશસ્વી કામગીરી કરી હતી.
જો રાષ્ટ્ર સલામત છે તો તીર્થો,જિનાલયો, શ્રમણો અને શ્રમણીઓ, જ્ઞાનભંડારો વગેરે બધું ય સલામત છે.
|| ૬૬ ||