________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સુરલોકે સુખ સઘળા પામો, પણ નહિ એવો દાહડો ll સંઘ યાત્રામાં રસ્તામાં જે પણ સંઘો આવે તેમને જમાડવા જોઈએ, કહેવાય છે કે દેવલોકમાં બધા સુખો પ્રાપ્ત થાય છે પણ આવુ પુણ્ય પ્રાપ્ત કરવાનો
અવસર મળતો નથી. ૩૫. તીરથ તારણ શિવસુખકારણ, સિદ્ધાચલ ગિરનારજી,
પ્રભુ ભક્તિ ગુણ શ્રેણે ભવજલ, તરીએ એક અવતારે જીકપા. શિવસુખ (મોક્ષ) આપનાર અને સંસારથી તારનારી તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલની તથા શ્રી ગિરનારજી તીર્થની ભાવપૂર્વક ભક્તિસહિત યાત્રા
કરી અનેક ગુણો ખીલવનાર મનુષ્યનો એક ભવમાં મોક્ષ થાય છે. ૩૬. લૌકિક લોકોત્તર હિતશિક્ષા, છત્રીશી એ બોલીજી
પંડિત શ્રીગુભવીર વિજય મુખ,વાણી મોહનવેલીજી૩૬ll સર્વ જનના હિતાર્થે શ્રી શુભવીર વિજયજી દ્વારા આ હિતશિક્ષા છત્રીશી ની રચના કરવામાં આવી છે.
-પ્રેમ સુબોધ
૦ વીર શાસન પત્રિકા ના ૨૦-૯-૧૯૩૫ના અંકમાં પૃષ્ઠ ૭૭૦ પર |
લખેલ છે કેટર્કીશ સરકારે એક યાદી બહાર પાડી, એવો હુકમ બહાર પાડ્યો છે કે ૧૪ વર્ષથી નાની છોકરી અને ૧૮ વર્ષથી નાના છોકરાને સીનેમા દેખાડી શકાશે નહીં વર્તમાનમાં જૈનો એ આવો કોઈ નિયમ બહાર પાડવો જોઈએ જેથી જૈનોના ઘરે જ બની રહ્યું એ ન બને.
- જયાનંદ
| ૬s ||