________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
કન્યા કેળવણી : મૂંઝવણ અને માર્ગ
-દીપિકાબેન ધાણધારા ૧. શું ભારતમાં સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખીને ઘર ફુકડી બનાવવામાં આવતી હતી એ વાત સાચી?
ઋષિ શાસિત ભારતની સ્પષ્ટ માન્યતા હતી કે ભારતની તમામ પ્રકારની ઉન્નતિનું મૂળ “ઘર” છે. ચાર પ્રકારની વર્ણાશ્રમ વ્યવસ્થાનો મૂળ આધાર પણ ગૃહસ્થાશ્રમ જ માનવામાં આવતો.આથી ગૃહિણીને કન્યાવસ્થામાં જ સર્વશ્રેષ્ઠ ગાઈથ્ય શિક્ષણ મળતુ. માટે જ અન્ય પુરુષોનો અતિ પરિચય થાય તેવા વ્યાપાર ધંધા કે નોકરી તથા સહશિક્ષણથી દૂર રાખવી આવશ્યક ગણાતું, આવી કેળવાયેલી સ્ત્રીને જ ઘર કહેવાતું, ગૃહિણી ગૃહમુચ્યતે ઉક્તિ આપીને ઋષિઓએ સ્ત્રીને પુરુષ સમોવડી નહી પણ પુરુષ કરતાં પણ શ્રેષ્ઠ ગણી છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત, રમત્તે તત્ર દેવતા જ્યાં સ્ત્રીઓ પૂજાય છે, ત્યાં દેવતાઓ વાસ કરે છે. સ્ત્રી ગૌરવની આનાથી વિશેષ કીર્તિગાથા વિશ્વની કિંઈ સંસ્કૃતિમાં જોવા મળશે? બાકી વેલો વાડ વગર ન ચડે!વાડ એ વેલાનું બંધન નહી પણ ઉન્નતિ અને રક્ષણ કરનાર જ છે. આથી “ન સ્ત્રી સ્વાતચમહતિ” સૂત્ર પણ સ્ત્રીની ઉન્નતિ અને રક્ષણ માટે જ છે. “સ્વચ્છંદપણે વર્તતી કોઈ સ્ત્રીએ ક્યારેય કોઈ મહાપુરુષને જન્મ નથી આપ્યો” એ ન ભૂલવું જોઇએ, સ્ત્રીને સ્વાતન્ય મળતા જ તેના ભ્રષ્ટ થવાનો પ્રારંભ થઈ જાય છે. એમ સમજી દરેક સ્ત્રી આનંદ પૂર્વક ગૃહસ્થ કર્મોનો અભ્યાસ કરી નિરંતર તેમાં જ રમમાણ રહેતી. આથી તેને ઘરકૂકડી નહી પણ ઘરની દેવીની જેમ રાખવામાં આવતી. સ્ત્રી શિક્ષણનો પ્રારંભ આદિ પુરુષ ઋષભદેવ ભગવાને તેમની દિકરી બ્રાહ્મી અને સુંદરી ને ભાષા - લિપિ અને ગણિત વગેરે શીખવીને કર્યો છે.
| ૪રૂ II