________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કે મકાનમાં ચાલતાં હતાં, તપોવનો અને આશ્રમોમાં ચાલતાં ગુરુકુળો કરતાં, નગર, પુર કે ગામોમાં ગુરુનાં ઘરો કે મકાનોમાં ચાલતાં ગુરુકુળોની સંખ્યા અનેકગણી હતી.ગામોની વસ્તીના પ્રમાણમાં અને વિદ્વાન બ્રાહ્મણ ગુરુજનોની ઉપલબ્ધિ પ્રમાણે એક થી વધુ અને મોટાં નગરોમાં સેંકડોથી વધુ સુધીની સંખ્યામાં ગુરુકુળો ચાલતાં હતાં, જ્યાં વિદ્યાર્થીઓ વર્ષો સુધી ગુરુની પાસે રહી, ગુરુની સેવા કરવા સાથે જ્ઞાનપ્રાપ્તિ કરતા હતા. ગુરુનાં નાનાં-મોટાં રોજિંદા કાર્યો કરવાં તે ગુરુની સેવા કરી એમ ગણાતું હતું.
ભારતમાં લાખોની સંખ્યામાં, ગામોગામ પાઠશાળાઓ હતી,જ્યાં આઠ વર્ષની વય સુધીનાં પ્રત્યેક બાલક-બાલિકા લખતાં, વાંચતાં અને હિસાબ કરતાં શીખી જતાં, પંડિત સુંદરલાલલિખિત અને અંગ્રેજ સરકારે વર્ષો સુધી જેની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તે ગ્રંથ “ભારતમાં અંગ્રેજી રાજ્યમાં જણાવેલી ઇ. સ. ૧૬૦૦ પહેલાના અંગ્રેજ વિદ્વાન અને ઇતિહાસકારની, નોંધ પ્રમાણે ઇ. સ. ૧૫૦૦ની આસપાસનાં વર્ષોમાં એકલા બંગાળમાં એસી હજાર પાઠશાળાઓ હતી, દર એંસી બાળકો દીઠ એક કે દર ચારસો માણસની વસતી દીઠ એક પાઠશાળા હતી. આ પાઠશાળાઓ દેશી પંચાયતો, મંદિરો, ધાર્મિક સંસ્થાઓ, શ્રીમંતો દ્વારા ચલાવાતી કે ગામલોકો ભેગા મળીને ચલાવતા. પાઠશાળાઓની વ્યવસ્થા બે પ્રકારે રહેતી, તે નક્કી કરેલા સ્થાનમાં ચાલતી અથવા બ્રાહ્મણ ગુરુના ઘરમાં ચાલતી દિવસના નિર્ધારિત કલાકો માટે વિદ્યાર્થીઓ પાઠશાળામાં આવીને ભણી જતા, તેઓ ચોવીસ કલાક ત્યાં રહેતા નહિ.
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને શક્ય હોય ત્યાં સુધી નીતિશાળા પ્રાકૃતિક, શાંત, રમ્ય અને પવિત્ર સ્થાનમાં રાખવામાં આવે. આમ છતાં ક્ષેત્ર, ગુરુ, વિદ્યાર્થી અને સંચાલકોની પરસ્પર અનુકુળતા અને આવશ્યકતા પ્રમાણે પ્રાચીન પદ્ધતિની કોઈ પણ વ્યવસ્થા સ્વીકારી શકાય....
-પ્રેમ સુબોધ
|| ૪૭ ||