________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ઝાડ નીચે વસવાટ કરવો નહિ.
હાથી, ઘોડો, ગાડી, અને દુર્જન રસ્તે જતા હોય ત્યાંથી દૂર ખસી જવું. ૮. રમત કરતા રીસ ન કરીએ, ભય મારગ નવિ જઇએજી.
બે જણ વાત કરે જિંહા છાની, સિંહા ઉભા નવી રહીએ જી ॥૮॥ જ્યારે રમત કરતા હોઇએ ત્યારે રીસ ન કરવી. (મજાકમાં ખોટુંલગાડવું નહી)
તથા ભયવાળા માર્ગે જવું નહિ.
બે જણા ખાનગી વાત કરતા હોય ત્યાં ઉભા રહેવું નહિ.
૯. હુંકારા વિણ વાત ન કરીએ, ઇચ્છા વિણ નવી જમીએ જી. ધન વિદ્યાનો મદ પરિહરીએ, નમતા સાથે નમીએ જી ૯
♦ કોઇ વાત કરતું હોય ત્યારે હુંકારો તો જરૂર આપવો. મનની ઇચ્છા ન હોય તો જમવું નહિ.
ભણતરનો તથા સંપત્તિનો મદ (અહંકાર) કરવો નહિ.
♦ જે આપણી સાથે નમ્રતાથી વર્તે તેની સાથે નમ્રતાથી વર્તન કરવું.
૧૦. મૂરખ જોગી રાજા પંડિત, હાંસી કરી નવી હસીએ જી
હાથી વાઘ સર્પ નર વઢતા, દેખીને દૂર ખસીએ જી ॥૧૦॥
♦ મૂર્ખ, યોગી (તપસ્વી), રાજા (સત્તાધારી), તથા પંડિત આ લોકોની મશ્કરી કરીને હસવું નહિ.
હાથી, વાઘ, સાપ તથા માણસો લડતા હોય ત્યાંથી દૂર ખસી જવું, ઉભા રહેવું નહિ.
૧૧. કૂવા કાંઠે હાંસી ન કરીએ, કેફ કરી નવી ભમીએ જી વરો ન કરીએ ઘર વેચીને, જુગટડે નવી રમીએ જી ॥૧૧॥
|| ૬૧ ||