________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કારણ કે વાસ્તવમાં વિદ્યાર્થીને વેકેશન મળતું જ નથી. વિદ્યાર્થીના કેલેન્ડરમાં રવિવાર જેવું કશું જ નથી. કેમ કે પરીક્ષા પૂર્ણ થતાં જવેકેશન બેચ, કેશ કોર્સના દબાણ હેઠળ તે આવી જાય છે. ગુમાસ્તાધારા હેઠળ અઠવાડિયે એક વાર મજૂરી કરતા બિચારા આ બાળમજૂરોનું નસીબ ગુમાસ્તાધારા કરતાંય બે ડગલાં આગળ છે.
-પ્રેમ સુબોધ
પં. વીરવિજયજી મહારાજ કૃત
હિતશિક્ષા છત્રીશી
-પૂ.આ. વિ. કુલચંદ્રસૂરીશ્વરજી (કે. સી.) મ. સા. ૧. સાંભળજો સજ્જન નરનારી, હિત શિખામણ સારીજી
રીસ કરે દેતા શિખામણ, ભાગ્યદશા પરવારીજી ll૧ સુણજો સજ્જન રે, લોક વિરુદ્ધ નિવાર સું, જગતવડો વ્યવહાર સું, કોઇ શિખામણ આપે ત્યારે ખોટુ લગાડવું નહિ. લોક થી વિરુદ્ધ આચરણ કરવું નહિ, કારણકે. જગતમાં સૌથી મોટો
વ્યવહાર છે. ૨. મૂરખ બાલક જાચકવ્યસની, કારૂ ને વળી નારૂજી
જો સંસારે સદા સુખ વંછો, તો ચોરની સંગત વારૂજી પર મૂર્ખ (ગાંડો), બાળક, માંગનાર, વ્યસન કરનાર, ગામે ગામ ફરનારા,
અને હલકી કોમના લોકો, અને ચોરની સંગત (સંગ) કરવી નહિ. ૩. વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચ શુનેહ ન ધરીએ રે
ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિત ને પરિહરીએ ફા વેશ્યા સાથે વ્યાપાર ન કરવો,
| ૪૬ ||