________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
♦ દુર્જન થી હમેંશા દૂર રહેવું.
બીજી શેરીમાં ગરબો ગાવા તથા મેળામાં, રમતના જાહેર સ્થળ આદિમાં જવું નહિ. (નવરાત્રિમાં તો જવાય જ નહીં)
નદી કિનારે (જાહેર સ્થળે) ન્હાવા તથા કપડા ધોવા જવું નહિ. તેમ કરતા બે શ૨મ પણું ગણાય.
૨૪. ઉપડતે પગે ચાલ ચાલીજે, હુન્નર સહુ શીખીજે જી, સ્નાન સુવન્ને રસોઇ કરીને, દાન સુપાત્રે દીજે જી॥૨૪॥ સ્ફુર્તિથી ચાલવું. પગ ઘસડીને ચાલવું નહિ.
દરેક પ્રકારની કળાઓમાં પારંગત થવું.
વસ્ત્ર સહિત સ્નાન કરીને, સુવસ્ત્રો પહેરીને રસોઇ કરવી તથા સુપાત્રદાન કરવું.
૨૫. શૌક્ય તૈણા લઘુ બાળક દેખી, મ ધરો ખેદ હૈયામેજી, તેહની સુખ શીતલ આશિષ, પુત્ર તણા ફળ પાવે જી ॥૨૫॥ શૌક્યના નાના બાળકો જોઇને દિલમાં દુઃખ લગાડવું નહિ કારણ. કે. તેમના આશિર્વાદથી જ પુત્રનું સુખ પ્રાપ્ત થાય છે.
૨૬. બાર વરસ બાળક સુર પડિમા, એ બે સરીખા કહીએજી, ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદ કરે દુઃખ લહીએ જી।।૨૬।। ૧૨ વર્ષ સુધી બાળક તથા દેવ પ્રતિમા એક સમાન માનવાં, તેમની ભક્તિ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે. તથા બાળકની સેવામાં કંટાળો લાવવાથી પરિણામે દુઃખ પ્રાપ્ત થાય છે.
૨૭. નરનારી બેઉને શિખામણ, મુખ લવરી નવી હસીએજી, નાતી સગાના ઘર છોડીને, એકલડા નવી વસીએજી ॥૨૭॥ હવે બંનેને અનુલક્ષીને શિખામણ આપવામાં આવે છે.
|| ૬૬ ||