________________
મેં વાંચ્યું તમે પણ વાંચો નીચ લોકો સાથે સ્નેહ ન રાખવો • જીવનમાં કલંક લાગવાથી ઘરનો, ધનનો તથા જીવનનો નાશ થાય છે. ૪. કામ વિના પર ઘર નવી જઈએ, આળ ગાળ ન દીજેજી
બળીયા સાથે બાથ ન ભરીએ, કુટુંબ કલહ નવી કિજેજી જા કોઈ કામ વગર બીજાના ઘરે જવું નહિ, કોઇના ઉપર આળ (લંક) મુકવું નહિ, તથા ગાળ ન આપવી. આપણાથી વધારે બળવાન સાથે લડવું નહિ,કુટુંબમાં કલહ (ક્લેશ –
ઝગડો) કરવો નહિ. ૫. દુશ્મન શું પરનારી સાથે, તજીએ વાત એકાંતેજી
માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીએ રાતેજી પી ૦ દુશ્મન તથા પરનારી સાથે એકાંતમાં વાત કરવી નહિ.
માતા બહેન (બધી સ્ત્રી) સાથે રસ્તે ચાલતા તથા રાત્રે વાત કરવી નહિ. ૬. રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહીએ જી
માતા - પિતા ગુરુ વિણ બીજાને, ગુહ્યની વાત ન કરીએજી ||૬| રાજા, સ્ત્રી, તથા ઘરનો સોની (જેની પાસે દાગીના બનાવતા હોય) નો વિશ્વાસ કરવો નહિ. • માતા-પિતા અને ગુરુ સિવાય બીજા કોઈને ગુપ્ત વાત ન કરવી. ૭. અણજાણ્યાં શું ગામ ન જઈએ, ઝાડ તણે નવી વસીએજી
હાથી - ઘોડા-ગાડી જતા, દુર્જનથી દૂર ખસીએજી છા • અજાણ્યા ગામમાં જવું નહિ. (જ્યાં આપણું જાણીતું કોઇ ન હોય તે
ગામમાં જવું નહી)
| ૬૦ ||