________________
મેં વાંચ્યું તમે પણ વાંચો માનવજીવનનું સમગ્રત: પરિવર્તન
-જ. ૨. શા. નિસર્ગનું સાનિધ્ય વિદ્યા આદાન પ્રદાનનું કાર્ય અને નિસર્ગનો સંબંધ એકાંતિક નથી. મોટી વિદ્યાપીઠો, વિશિષ્ટ તપોવનો સદા સર્વદા નગર,ગામ કે વસતીથી દૂર રહેતા હતાં, વનો,અરણ્યો કે ઉપવનોની વચમાં સ્થિત આવા વિદ્યાધામોમાં તમામ પ્રકારે જીવનલક્ષી તાલીમ આપવાની વ્યવસ્થા પણ હતી. પૂર્વકાળમાં આવાંવિદ્યાધામોની સુલભતા અને બહુલતા પણ સહજ હતી.
સ્વાભાવિક છે કે શાંતિપૂર્ણરમ્ય સ્થાનોમાં વિદ્યાદાતા ગુરુજનો અને વિદ્યાતુરવિદ્યાર્થીઓ પવિત્ર,નિર્મળ આચારો અને ભાવનાઓથી સહજતાથી લેપાતા અને પરિણામે રાજ્ય અને પ્રજા માટે લાભકારી, હિતકારી કલ્યાણકર નવી પેઢીનું નિર્માણ અદ્ભુત સહજતાથી થતું હતું.
પરિવારની વચ્ચે રહીને વિદ્યા પ્રાપ્તિ થવી એ દુષ્કર છે. અનેક પ્રતિકૂળ અને અનુકૂળ અવરોધો આવવાની શક્યતાઓ ડગલે ને પગલે રહેવાની જ. વર્તમાનકાળે ટી.વી., વિડિયો, ફિલ્મો, અખબારો, કુસંગ પેદા કરનારું સાહિત્ય, કુસંસ્કારો પેદા કરનારી રમતો, તન અને મનને બગાડનારી ખાણી-પીણી જેવાં ઢગલાબંધ નિમિત્તો વધુ મોટી હોનારતો સર્જી શકે છે. એકમાત્ર ઉપાય છે, વિદ્યાર્થીને વિદ્યાપ્રાપ્તિના થોડાં વર્ષોના સમયગાળા માટે પરિવારથી અલિપ્ત રાખવાનો.
ભૂતકાળમાં વિદ્યાપીઠોઅને તપોવનો ઉપરાંત કેળવણીનું કાર્ય કરતી અન્ય સંસ્થાઓ કે વ્યવસ્થાઓ પણ સામાન્ય જનજીવનમાં ગોઠવાયેલી હતી. આવી સંસ્થાઓમાં ગુરુકુળો અને પાઠશાળાઓની મુખ્યતા હતી.
ગુરુકુળો કે ગુરુકુલો, જેને સંસ્કૃત ભાષામાં “ગુરુકુલમ્” શબ્દથી ઓળખવામાં આવે છે તે મહદંશે જે તે ગુરુના તપોવનમાં, આશ્રમમાં, ઘરમાં
|| 8
||