________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ૨. તો પછી ભારતમાં સ્ત્રી શિક્ષણ નહોતું આવો ભ્રામક પ્રચાર કોણ કરે છે?
ભારતમાં અંગ્રેજોએ પોતાના શાસન દરમ્યાન સાચીશિક્ષણ વ્યવસ્થાનો નાશ કર્યા પછી શિક્ષણનો કૃત્રિમ શૂન્યાવકાશ સર્જીને પોતાની અંગ્રેજી કેળવણી દાખલ કરી ત્યારથી આવો અપપ્રચાર અંગ્રેજોએ તેમની શિક્ષા પદ્ધતિને અનુસરનારાદેશી અંગ્રેજોના માધ્યમથી કર્યો.આ બાબતના અંગ્રેજ ઓફિસરોએ જ લખેલા દસ્તાવેજી ઢગલાબંધ પુરાવા આજે આપણી પાસે છે. ૩. કન્યા કેળવણી તથા શિક્ષણના વિષયો શું શું હોવા જોઇએ?
જીવન ઉપયોગી દરેકવિષયો જેમકે શ્રેષ્ઠ રસોઈનું વિજ્ઞાન, ગૃહપાક શાસ્ત્ર, શ્રેષ્ઠ સંતતિની પ્રાપ્તિ, સંરક્ષણ અને સંવર્ધન શીખવતુંઅધિજનનશાસ્ત્ર, બાળકોને પ્રાથમિક શિક્ષણ કેવી રીતે આપવું તેનું આધ્યાપનિક શાસ્ત્ર, શરીર સંરચના અને આરોગ્ય અંગેનું સ્વસ્થવૃત્ત શીખવતું આયુર્વેદ, ઈશ્વરભક્તિ - સમર્પણ અને તન મનની પ્રસન્નતા આપતું યોગ શાસ્ત્ર, ભાષા - લેખન - ગણિત અને વિવિધલલિતકળાઓ સાથે પતિપરાયણતા,ક્ષમા, સ્નેહ, અતિથિ સત્કાર, પારિવારિક સદ્ભાવના, જેવા ગુણો ખીલવતું શિક્ષણ આપી શકાય. બાગકામ, પશુપાલન, જેવા શોખના વિષયો સાથે ઉપયોગી આધુનિક ભાષાવિજ્ઞાન - ટેકનોલોજી, શસ્ત્રાસ્ત્રની તાલીમ યોગ્ય વયે આપી શકાય. ૪. કન્યા કેળવણી કોણ કરે અને ક્યાં કરે?
કન્યા કેળવણી માતા, મોટી બેન કે કુલવૃદ્ધા જેવી પરિવારની જ સ્ત્રી સભ્ય કરતી, ભાષા - ગણિત - લેખન જેવું ઔપચારિક શિક્ષણ પિતા પણ આપે, ઔપચારિક શિક્ષણ -લલિતકળાઓ કેવિશેષવિદ્યાશાખાઓનું જ્ઞાન નજીકમાં જ ચાલતા વર્ગોમાંથી મેળવી લેવું અથવા નજીકમાં નીતિશાળા કે પાઠશાળામાંથી જ મેળવવાનું રહેતું. આમ કન્યા કેણવણી પિતાના ઘરે જ થવી જોઇએ તે માટે નિવાસી કન્યા છાત્રાલય કન્યા, ગુરુકુલ કેહોસ્ટેલ રક્ષણ અને
|| 8
||