________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સ્ત્રી શિક્ષણ
-બદ્રિશાહ તુલધરિયા સમાજનો મુખ્ય આધાર છે ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમરૂપી પૃથ્વીના સ્ત્રી અને પુરુષ બે ધ્રુવ છે. આ બે ધ્રુવોની શક્તિથી જગતની ધારણા થાય છે. ગૃહસ્થાશ્રમનાબેધ્રુવોની માનસિકંઅને શારીરિક રચનામાં ભલે થોડું સાદૃશ્ય હોય પરંતુ અનેક વાતોમાં અંતર પણ ઘણું છે. આ જ અંતરને કારણે તેમનામાં ભિન્ન ભિન્ન પ્રકારની વિશેષતા થઈ ગઈ છે. પહેલાં કહેવાઈ ગયું છે તેમ પુરુષની વિશેષતા હોય છે તેજ અને ત્યાગમાં, સ્ત્રીઓની વિશેષતા હોય છે ક્ષમા અને પ્રેમમાં. સ્ત્રી પુરુષોમાં રહેલા તેમના વિશેષ ગુણોને સમૃદ્ધ કરીને પુરુષોને કર્મયોગી બનાવવા અને સ્ત્રીઓને પતિપરાયણ બનાવવી તે અધ્યાપનનું મુખ્ય લક્ષ્ય મનાય છે. તેથી સ્ત્રીઓ અને પુરુષો માટે અધ્યાપન શૈલી ભિન્ન ભિન્ન પ્રકારની હોવી જોઈએ. પુરુષોનું અધ્યાપન થવું જોઇએ તેજોમય અને ત્યાગમય સનિકર્ષો વચ્ચે અને સ્ત્રીઓનું અધ્યાપન થવું જોઈએ ક્ષમામય અને પ્રેમમય સનિકર્ષો વચ્ચે. ભગવતી અનસૂયાના કહેવા અનુસાર...
સ્ત્રી શિક્ષણ સંબંધી આ સિદ્ધાંતની સાથે માનવઠ્ઠયના વલણનો વિચાર કરીને એ માનવું પડે છે કે સ્ત્રી શિક્ષણ પાઠશાળાઓમાં થઈ શકે નહીં. સ્ત્રીશિક્ષણ માટે પિતૃગૃહ સિવાય બીજું કોઈ પણ સ્થાન ઉપયુક્ત હોઈ શકે નહીં. આપણા અધ્યાપન શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓમાં ક્ષમા અને પ્રેમના સંસ્કારોનું સિંચન કરવા માટે દેવાર્શન, વ્રતધારણા, કથાશ્રવણ, ગૃહસ્થ કર્માભ્યાસ એ જ મુખ્ય ઉપાય છે. આ ઉપાયોથી બાલિકાઓમાં પતિપરાયણતાના સંસ્કાર ઉત્પન્ન થાય છે.જૂનાં મોટા ઘરોમાં આજે પણ આવું શિક્ષણ આપવામાં આવે છે.
|| ૪૨ ||