________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
દુષ્ઠર બનાવાયેલું પતિદેવતા
-જ. ૨. શા. ૧. વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં યુવાન વયે સહશિક્ષણથી થતી હાનિનો વિચાર શા માટે નથી કરવામાં આવતો?કન્યાવિવાહ ઉપર કાયદાથી પ્રતિબંધ મૂકી સ્ત્રીને અધિષ્ઠાનવિહીન રાખવી અને શિક્ષણના નામે અનેક પુરુષોના સહવાસમાં ધકેલી દેવી એ સ્ત્રીના માનસ ઉપર મોટો અત્યાચાર નથી? એ સતત અધિષ્ઠાન શોધતી ફરે અને એને અધિષ્ઠાનવિહીન રાખવી, લગ્ન કરતાં એને રોકવી અને ચારિત્ર્ય પતન થાય તો એને ધિક્કારવી – આ વિરોધાભાસ કદી ન સમજાય એવો છે. શિક્ષણ તો ઉન્નતિ પ્રતિ લઈ જનારું હોય, પણ એનાથી અવનતિ કેમ સર્જાય છે?આધુનિકતા અને પ્રગતિના વિકાસના અને સુસભ્યતાના મહાદંભમાં આપણે આપણી નવી પેઢીને શા માટે દુષ્પરિણામોના ચક્કરમાં ફસાવી કે ધકેલી રહ્યા છીએ? ૨. નોકરીના ક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રી સહકર્મચારી તરીકે સાથે કાર્ય કરે તો પરણેલા સ્ત્રીપુરુષોનાં ચિત્ત દૂષિત થવાનાં જ અને આપણા વર્તમાન સાહિત્યની મોટાભાગની નવલકથાઓ અને નવલિકાઓનું સર્જન, ટીવીની શ્રેણિઓ (સિરિયલો)નું સર્જન પણ મુખ્યત્વે આ જ મુદાને આધાર બનાવીને કરાઈ રહ્યું છે. વાસ્તવમાં તો વર્તમાન વાસ્તવિક સ્થિતિનું એમાં પ્રતિબિંબ જ છે અને ફિલ્મી નટનટીઓવાર તહેવારે છડી પોકારતા કહેતા હોય છે કે અમે તો સમાજમાં જે બને છે તે જ દેખાડીએ છીએ. પરંતુ સમાજમાં આવું બનવાના મૂળ કારણો પતિદેવત્વના અને બ્રહ્મચર્યના આચારપાલનના અભાવમાં અને એઆચારોના પાલનનેદુષ્કર બનાવનારી આપણે ઉભી કરેલી અવ્યવસ્થામાં પડ્યાં છે એ આપણે અત્યંત સ્પષ્ટપણે સ્વીકારવું જ પડશે.
- પ્રેમ સુબોધ
| 8 ||