________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ૭. મુગ્ધાવસ્થામાં થતા મોહને પ્રેમ ન માનવો.
અત્યારે તારી ઉમર જ એવી છે કે તેને કોઈ પણ હેન્ડસમ છોકરો કે યુવકને જોતા જ એવો ભ્રમ થાય કે તું તેના પ્રેમમાં પડી છે. આ ભ્રમ ખૂબ ખતરનાક છે. તેને પ્રેમ માનવાની કોશિશ કદી ન કરવી. સાચો પ્રેમ કોને કહેવાય તે ઓળખવા માટે આ ઉમર ખૂબ કાચી છે.આ ઉમરે એક નહીં પણ અનેક પુરુષો માટે આ પ્રકારનો મોહ દિલમાં પેદા થાય તે શક્ય છે. આ મોહની જાણ તે પુરુષને થાય તેવી ચેષ્ટા કદી પણ ન કરવી. તેનું પરિણામ ખૂબ જ ખતરનાક આવી શકે છે. સ્વાથપુરુષો આવી ભોળી યુવતીઓને ફસાવવા માટે રાહ જોઇને જ બેઠા હોય છે. આવા પુરુષો સાથે કોઈ પણ જાતનો સંપર્ક સાધવો નહી કે તેમની નજીક ફરકવાની પણ કોશિશ ન કરવી. તેમને ભૂલી જવામાં જ તારું શ્રેય છે. આ ઉમરે કદી પ્રેમમાં પડી શકાય જ નહીં, એટલું યાદ રાખવું. ૮. લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાની અમારી જવાબદારી છે.
તારી જ્યારે લગ્ન માટે યોગ્ય ઉમર થશે ત્યારે યોગ્ય પાત્ર શોધી આર્ય દેશની મર્યાદા મુજબ તારાં લગ્ન કરાવી આપવાની અમારી જવાબદારી છે.આ બાબતની ચિંતા તારે કરવાની જરાય જરૂર નથી. માટે જે કોઈ પુરુષના સંપર્કમાં આવે તેમાં તારા ભવિષ્યના ભરથારને શોધવાની કોશિશ કરવી નહીં. તારા માટે તો દુનિયાના બધા જ પુરુષો ભાઈ કેપિતા સમાન જ હોવા જોઇએ. આ બધા પુરુષો પૈકી કયા પુરુષ સાથે લગ્ન કરીને તું સુખી થઈશ એ સમજવાનું તારું ગજું નથી. આ બાબતમાં કોઈ પણ નિર્ણય કરવાનું તું દુસ્સાહસ કરીશ તો દુઃખી જ થઇશ. માટે આવી કોઇ પણ ચિંતામાંથી મુક્ત થઈને તારે તારું મન તો હમેંશા અભ્યાસમાં જ પરોવવાનું છે. યોગ્ય સમયે, યોગ્ય પાત્ર સાથે મા – બાપ જ લગ્ન કરાવી આપશે એવો કાયમ વિશ્વાસ રાખીશ તો તારો પગ કદી કુંડાળામાં પડશે નહીં.
| ૨૬ ||