________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ૩. મૂંઝવણમાં મા બાપ પાસે જ માર્ગદર્શન માગવું.
જીવનની ઘટમાળમાં અનેક મૂંઝવણો પેદા થવાની તે નક્કી છે. તારે આવનારી કોઈ પણ મૂંઝવણમાં માર્ગદર્શન મેળવવા માટે હંમેશા મા-બાપ ઉપર જ ભરોસો રાખવો.જીવનમાં નાની મોટી ભૂલો દરેકની થતી જ હોય છે. નાનકડી ભૂલોમાં જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે. આ કારણે જ નાનકડી ભૂલ થઈ જાય ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે મિત્રો કે સહપાઠીઓ પાસે દોડી જવાને બદલે કોઇ પણ કટોકટીને પહોંચવા માટે સક્ષમ મા-બાપ પાસે જ માર્ગદર્શન મેળવવું જોઇએ. સેક્સ, પ્રેમ, સંબંધો, લગ્ન વગેરે બાબતોની ચર્ચા પણ બહારના લોકો સાથે કરવાને બદલે સૌથી પહેલાં માતા - પિતા સાથે જ કરવી જોઇએ. મા – બાપ હંમેશા પોતાનાં સંતાનોનું હિત ઇચ્છતાં હોવાથી તેઓ સાચી જ સલાહ આપશે. આ વાત અન્ય લોકો માટે કહી શકાય નહીં. માટે મા – બાપને જ તારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનાવજે. ૪. મોબાઇલનો મર્યાદિત ઉપયોગ ન કરવો.
બેટા, અમે તને જે મોબાઇલ ફોન આપ્યો છે તેનો ઉપયોગ અમારી સાથે સંપર્કનો સેતુ જાળવી રાખવા માટે જ કરવો.મોબાઇલનો ઉપયોગ મિત્રો સાથે ગપ્પાં મારવા માટે અને ફાલતુ વાતો કરવા માટે હરગિજ કરવો નહીં. એક દીકરી તરીકે આ કાળમાં અમને તારી ચિંતા થતી હોય તે માટે જ તારી સાથે ગમે ત્યારે વાત કરી શકાય તે માટે જ અમે તને મોબાઇલ આપ્યો છે.આ મોબાઇલ ફોન દ્વારા તું ગમે તેવી મુશ્કેલીની ક્ષણે કે મૂંઝવણની ઘડીએ અમારો તાત્કાલિક સંપર્ક સાધી શકે એટલા માટે આ મોબાઇલ ફોન છે. તેનો નંબર સ્કૂલ કે કોલેજમાં સાથે ભણતા કોઈ પણ છોકરાને ક્યારેય આપવો નહીં. આ રીતે નંબર આપવાથી તેનાં અનેક અનિચ્છનીય પરિણામો આવી શકે છે. કદાચ અનિચ્છાએ આપવો પડે તો એકાદ નંબર બદલી ને આપવો મોબાઇલ ફોનનાં અગણિત ભયસ્થાનો છે. આ ભયસ્થાનોથી બચવું હોય તો મમ્મી પપ્પા
// રૂ૭ ||