________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સિવાય કોઇની સાથે મોબાઇલ ઉપર વાત જ કરવી નહીં. ૫. છોકરાઓના પૈસાની ઝાકઝમાળમાં અંજાવું નહીં.
તું જે સ્કૂલમાં કે કોલેજમાં ભણે છે ત્યાં શ્રીમંત મા – બાપોના અનેક નબીરાઓ ભણવા માટે આવતા હશે અને બાપકમાઇનું પ્રદર્શન કરતા હશે. તેમની પાસે નવીનક્કોર મોટરકાર હશે. કેમેરાવાળો મોબાઇલ હશે અને આંગળીમાં હીરાની વીંટી પણ હશે. આ છોકરાઓનું બહોળું વર્તુળ હશે.જેમાં છોકરીઓ હશે. આ જૂથમાં ભણનારી છોકરીઓને ઝગમગતી ગાડીમાં ફરવા મળતું હશે. પિકનિકો અને પાર્ટીઓમાં આમંત્રણ મળતું હશે અને ડિસ્કોથેકમાં પણ છોકરાઓના ખર્ચે જવા મળતું હશે. આ બધાં જ પ્રલોભનોને વશ થવાની કદી ભૂલ કરવી નહીં. આ બધા મફતના લાભો મેળવવા જતી કન્યાઓએ પોતાના શરીરનો જ સોદો કરવો પડે છે. યાદ રાખજે, આ દુનિયામાં કોઇ ચીજ મફત મળતી નથી. માટે મફતમાં કંઇ મેળવવાની કોશિશ કરવી નહીં. તેની જે કિંમત ચૂકવવી પડશે તે ખૂબ જ આકરી હશે.
૬. સેક્સવિષયક મૂંઝવણોમાં માર્ગદર્શન
ઉંમર ઉંમરનું કામ કરે છે. અમુક ઉમર થાય એટલે સ્ત્રીપુરુષોના સંબંધો, ગર્ભાવસ્થા, સંતતિનિયમનનાં સાધનો, દૈહિક આકર્ષણ વગેરે અંગે પ્રશ્નો પેદા થાય એ આજના કાળમાં ખૂબ સ્વાભાવિક છે. સ્ત્રી રજસ્વલા થાય તે પછી આ સમસ્યાઓ વિશેષ પ્રકારે પેદા થાય છે. આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા તારી આ મમ્મી તૈયાર છે. હું જ્યારે તારી ઉમરની હતી ત્યારે મને પણ આ પ્રશ્નો થયા હતા અને મેં તેના જવાબો મારી રીતે પ્રાપ્ત કર્યા હતા. હવે હું એવું નથી ઇચ્છતી કે તું આ પ્રશ્નોના જવાબો કોઇ અજાણ્યા, અધકચરૂં જ્ઞાન ધરાવતા લોકો પાસેથી મેળવવાની કોશિશ કરે અને તારી જાતને નુકસાનીના ખાડામાં ઉતારી દે. આ બધા જ પ્રશ્નો તું કોઇ પણ જાતના સંકોચ વગર મને પૂછી શકે છે. તને સંપૂર્ણ સંતોષ થાય તે રીતે આ પ્રશ્નોના ઉત્તરો આપવાની હું કોશિશ કરીશ.
|| ૨૬ ||