________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ૯. આર્થિક ચિંતા તારે કરવાની નથી.
ઘરની આર્થિક પરિસ્થિતિ ગમે તેટલી વિષમ હોય તો પણ તારે કદી તેની ચિંતા કરવાની નથી. અમે તેમાંથી માર્ગ કાઢવા માટે સક્ષમ છીએ.અમે એવું ઇચ્છીએ છીએ કે પૈસા કમાવાની બિલકુલ ચિંતા અને બોજ વગર તું તારું ધ્યાન વિદ્યાની પ્રાપ્તિમાં કેન્દ્રિત કર. તારું ભણતર પુરું થઈ જાય તે પછી અમે તારો ઉપયોગ પૈસા કમાવાના મશીન તરીકે નહીં કરીએ પણ યોગ્ય સ્થાન ગોતીને તારા હાથ પીળા કરવાની જ ઉતાવળ કરીશું. તારા માથે મા બાપનું ભરણપોષણ કરવાનો બોજો અમે હરગિજ લાદવા માંગતા નથી. એટલે જ નોકરી માટે કે પૈસા રળવા માટે તારે કોઈની લાચારીપડે કે કોઈ કોમ્પ્રોમાઈઝ કરવું પડે એવી પરિસ્થિતિ જ અમે પેદા થવા દેવા માંગતા નથી. આ માટે જ અમે તને તમામ પ્રકારની આર્થિક ચિંતાઓથી મુક્ત રાખવા માંગીએ છીએ. ૧૦. કટોકટીમાં પણ અમને જ યાદ કરજે.
તું જો અગાઉની બધી જ શિખામણો માનીને તેનો બરાબર અમલ કરીશ તો જીવનમાં લગભગ કટોકટીની ક્ષણ આવશે જ નહીં અને તારી જિંદગી અત્યંત આસાન બની રહેશે. તેમ છતાં ભૂલથી પણ ઉપરની શિખામણોનો ભંગ કર્યો અને કોઈ કટોકટી ભરી પરિસ્થિતિમાં આવી જવાનું થાય તો એવો વિચાર નહીં કરતી કે, હવે મમ્મીને આ વાત કેવી રીતે કરવી? બેટા, અમે તારી ભૂલોને માફ કરવા અને તને મદદ કરવા હંમેશા બેઠા જ છીએ. માટે કટોકટીમાં હતાશ બનીને કોઈખોટું પગલું ભરવાનો વિચાર કદી નકરતી. અમારું વાત્સલ્ય અમને તારી ભૂલની ઉપેક્ષા કરાવડાવીને તેને કારણે પેદા થયેલી કટોકટીમાંથી માર્ગ કાઢવાની તાકાત આપશે. તું અમારું જ લોહી છે, માટે અમે કદી તારો સાથ નહીં છોડીએ એવાત તું હંમેશ માટે યાદ રાખજે.
-પ્રેમ સુબોધ
|| ૪૦ ||