________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
૧. અજાણ્યા પુરુષોનો ક્યારેય વિશ્વાસ ન કરવો. આજકાલના સમાજમાં સ્ત્રીઓને ફસાવનારા પુરુષોની સંખ્યા વધતી ગઇ છે. ભૂખ્યા વરુઓની જેમ તેઓ દરેક ક્ષેત્રમાં ફરતા હોય છે. તું જે સ્કુલ કે કોલેજમાં ભણતી હોય કે ઓફિસમાં કામ કરતી હોય ત્યાં પણ આવા ભૂખ્યા પુરુષો હોવાના જ. તેઓ મીઠી મીઠી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરવાના જ. આવા પુરુષોનો કદી પણ વિશ્વાસ ન કરવો. તેમની સાથેય ક્યારેય એકાંતમાં રહેવું નહીં. તેમની સાથે ક્યારેય એકલા બહાર ફરવા જવું નહીં. તેમની પાસેથી ફ્રી ગિફ્ટ ક્યારેય સ્વીકારવી નહીં. તેમની અંગત સમસ્યામાં સહાયરૂપ બનવાની કદી કોશિશ કરવી નહીં. તારી અંગત સમસ્યામાં કદી તેમની પાસે માર્ગદર્શન માંગવું નહીં. તેમની પાસે પૈસાની મદદ તો ક્યારેય માંગવી નહીં કે સ્વીકારવી નહીં. આવા પુરુષોના અહેસાન હેઠળ ક્યારેય આવવું નહીં. તેમના જૂથમાં ભણવાની ક્યારેય કોશિશ કરવી નહીં. ૨. શરીરની પવિત્રતાનો ક્યારેય ભંગ કરવો નહીં...
તને જે સ્ત્રીનું શરીર પ્રાપ્ત થયું છે તેને કોઇ પણ પુરુષના અનિચ્છનીય સ્પર્શથી અપવિત્ર થવા દેવું નહીં. સ્ત્રીના ચારિત્ર્યની જેટલી કિંમત છે, એટલી કિંમત સ્ત્રીના શરીરની પવિત્રતાની છે. સ્ત્રી માટે શીલ એક ઘરેણું છે. સ્ત્રીની શોભા જ તેનું શીલ છે. કોઇ પણ પુરુષ, કોઇ પણ સંયોગોમાં આ શરીરનો સ્પર્શ કરે અને તેની સાથે છેડછાડ કરે એ ચલાવી લેવું જ નહીં. આવી તક કોઇ પુરુષને ક્યારેય આપવી નહીં. દેહની આ પવિત્રતા આજીવન અને કમસે કમ લગ્ન સુધી તો ટકાવી જ રાખવી જોઇએ. લગ્ન અગાઉના શારીરિક સંબંધો વ્યભિચારનું બીજું નામ છે. સ્વાર્થી અને દગાખોર પુરુષો ઘણી વાર લગ્નનું વચન આપી ભોળી કન્યાઓ સાથે શરીરસંબંધો બાંધતા હોય છે. આવા પુરુષોની જાળમાં કદી પણ ફસાવું નહીં. કોઇ પણ પુરુષને કોઇ પણ રીતે શરીરનો સ્પર્શ કરવાની તક આપવી જ નહી.
|| ૩૬ ||