________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
ટીનએજર ડીડરીને ઇસ અમૂલ્ય શિખામણો
-સંજયભાઈ વોરા
વિખ્યાત લેખિકા શોભા ડે ને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારાં ટીનએજર સંતાનો શું ન કરે એવું તમે ઇચ્છો છો ? ત્યારે તેણે ખૂબ અસંદિગ્ધ ભાષામાં જણાવ્યું હતું કે “તેઓ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ તરીકે રાત્રે સાથે રહે કે બાળકોના બેડરૂમમાં બેસીને સ્મોકિંગ કરે કે માબાપની હાજરીમાં દારૂ પીએ તે મને જરાય પસંદ નથી. તમે ગમે તેટલા સ્વતંત્ર હો તો પણ વડીલો પ્રત્યે
વિનય તો રાખવો જ જોઇએ.દિવસના અંતે તો હું એક રૂઢિચુસ્ત મધ્યમ વર્ગની મહારાષ્ટ્રીયન સ્ત્રી છું અને રહીશ. આજે હું જે કંઇ છું તેનો યશ રૂઢિચુસ્ત વાતાવરણમાં થયેલા મારા ઉછેરને ફાળે જ જાય છે.’શોભા ડે જેવી અત્યંત બોલ્ડ અને આધુનિક ગણાતી સ્ત્રી પણ જ્યારે પોતાનાં સંતાનોના ઉછેરની વાત આવે ત્યારે આટલી બધી સજાગ થઇ જતી હોય છે ત્યારે પોતાને આધુનિક ગણાવતી ઉચ્ચ મધ્યમ વર્ગની અને મધ્યમ વર્ગની મમ્મીઓએ તો ખાસ વિચારવા જેવું છે. દિલ્હીની પબ્લિક સ્કૂલમાં ભણતી એક છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે જાતીય સંબંધો બાંધવા તૈયાર થઇ જાય અને તેની વિડિયો ફિલ્મ ઊતરે તેનો પણ વિરોધ ન કરે એ કિસ્સો આવી તમામ મમ્મીઓને ચોંકાવી દેવા માટે પૂરતો છે. આજના સેક્સપ્રચૂર વાતાવરણમાં ઉછેર પામતા ટીનએજરો કઇ હદે જઇ શકે છે, તેનો આ એક પુરાવો છે. આ કિસ્સાને કારણે પ્રત્યેક સંવેદનશીલ મમ્મીઓ પોતાની દીકરીઓ માટે સચિંત થઇ ગઇ છે. આવી એક ચિંતાગ્રસ્ત આધુનિક મમ્મીએ પોતાની ટીનએજર દીકરીને જે દસ શિખામણો આપી છે તે દરેક મમ્મીએ આપવા જેવી છે અને દરેક કન્યાએ પાળવા જેવી છે.
|| ૩૬ ||