________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સમયે કોઈ મુશ્કેલીમાં હો તો તમારી પરિચિત વ્યક્તિનો તમે સંપર્ક કરી શકો. પરંતુ આ સાધનનો લાભ ઉઠાવવાને બદલે તેનો ગેરલાભ વધુ ઉઠાવાય છે. ૩. આજકાલ મિડિયા એટલે કે સમાચાર પત્રો, મેગેઝીન તેમજ ટી.વી. ચેનલોએ પણ વિકૃત પરિસ્થિતિનું નિર્માણ કરવામાં એટલોજ ભાગ ભજવ્યો છે. દરરોજ સવારમાં આવતા વર્તમાન પત્રોમાં સમાચારો ઓછા અને બિભત્સ જાહેરાતો તેમજ ફોટાઓ વધુ હોય છે. જાણે આવા Erot સમાચારો વાંચવા માટે આપણે છાપું મંગાવતા હોઇએ એવું લાગે છે. પહેલા બાળકોને વર્તમાનપત્રો વાંચવાની ટેવ પાડવામાં આવતી, હવે તેમને છાપુંનવાંચવા માટે કહેવું પડે એમ છે. તેમાંય ચલચિત્રોવાળી પૂર્તિ તેમજ બીજી સ્પેશ્યલ પૂર્તિમાં તો સ્ફોટક સુરંગ જેવી આવી સામગ્રી પૂરી પાડવામાં આવે છે. યુવાનો તેમજ સારા ગણાતા પુરુષો પણ આ બધું જોઈ – વાંચીને ઉત્તેજિત ન થાય તો જ નવાઈ!તેમજ સારા યુવાનો પણ આ જોઈ વાંચીને અવળે રસ્તે ચડી જાયછે.ટી.વી.ચેનલોએ તો જાણે માઝા જ મૂકી છે. તેના ઉપર તો કોઈ રોકટોક જ નથી. જાહેરાતોથી માંડીને સિરિયલોમાં વલ્ગારીટી અને અભદ્ર વર્તન તેમજ વાણીનો આ માધ્યમો બેફામ ઉપયોગ કરે છે અને આપણી યુવા પેઢી તેમજ વડીલો, પુખ્તવયના સ્ત્રી-પુરુષો ખૂબ રસપૂર્વક આ લીલા નિહાળે છે. આખોય પરિવાર સાથે બેસીને આ નગ્ન તસ્વીરો તેમજ વલ્ગર વાર્તાલાપો જોતો અને સાંભળતો હોય છે. આવા મર્યાદા વગરના વર્તન અને વાતાવરણને કારણે બાળકોને તેમજ યુવાનોને વડીલો પ્રત્યે આદર,વિવેક કે મર્યાદાનું ભાન રહેતું નથી. ખરેખર તો આપણા સમાજે આ ટી.વી. ચેનલોનો સામૂહિક બાયકોટ કરવો જોઇએ. જેથી સ્વસ્થ અને ભદ્ર સમાજનું નિર્માણ થાય. ૪. કહેવાતા શિક્ષિત સમાજમાં આજકાલ શિક્ષણની બોલબાલા છે. આપણે આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે ગમે તે હદે જઈ શકીએ છીએ. ટ્યુશન ક્લાશ સવારે સાડા પાંચે શરૂ ત્યારેજ થઇ શકે, જ્યારે તે ક્લાસમાં ભણવા આવનાર વિદ્યાર્થી તૈયાર હોય અને તેના મા-બાપ પણ આ માટે તૈયાર હોય. હરિફાઇમાં ટકી રહેવા અને ઉચ્ચ ટકાવારી મેળવવા માટે