________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સર્વગ્રાહી શિક્ષણનું સાચું સ્વરૂપ
જે શિક્ષણથી બ્રહ્મ કર્મમાં રતનિસ્પૃહ બ્રાહ્મણ શિક્ષકો પકવી શકાય, પ્રજા-ધર્મ અને ન્યાયના રક્ષણ માટે મૃત્યુને પડકારતા યુદ્ધપ્રિય રાજાઓ પકવી શકાય, દેશના અર્થતંત્રને સમૃદ્ધ મજબૂત અને સ્વતંત્ર બનાવનારા નીતિમાન વ્યાપારી પકવી શકાય, વિવિધ કળા – કારીગરી અને વ્યવસાયમાં નિપુણ સ્વનિર્ભર સુથાર, લુહાર, મોચી, કુંભાર, શિલ્પી, દરજી, વણકર, સેવક, પકવી શકાય તે સર્વગ્રાહી શિક્ષણ કહેવાય છે.
શિક્ષણની ચિંતા
-ઈન્દુમતી કાટદરે આપણે શિક્ષણને પૈસા સાથે જોડી દીધું છે. પુસ્તકો, સાધનસામગ્રી અને શાળા કોલેજની ફી એટલી ઉંચી થવા લાગી છે કે સામાન્ય લોકો ભણી જ ન શકે. ખરેખર તો શિક્ષણને પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. શિક્ષણનો સંબંધબુદ્ધિ સાથે છે. પરંતુ આપણે એને બજારની વસ્તુ બનાવી દીધી છે. એનું એક વિપરીત પરિણામ એ આવ્યું છે કે હવે શુદ્ધ જ્ઞાનના વિષયો ભણનારા વિદ્યાર્થીઓ બહુ જૂજ જોવા મળે છે. વ્યાવસાયિક અભ્યાસક્રમોની સંખ્યા, વિવિધતા અને પ્રભાવ એવાં વધી ગયાં છે કે સાહિત્ય,કલા,વિજ્ઞાન, સામાજિક શાસ્ત્રો વગેરે ભણવાની અને ખરેખર જ્ઞાનવાન થવાની કોઈની ખ્વાહીશ રહી નથી.વાત એટલે સુધી વણસી છે કે હવે એને શિક્ષણ કહેવાનું જ બંધ કરી દેવું જોઇએ, એને વ્યવસાયની તાલીમ જ કહેવું જોઈએ.
આપણે એવું અર્થશાસ્ત્ર ભણાવીએ છીએ તે એકે એક બાબત આપણે માટે વેચવા અને ખરીદવાની વસ્તુ બની ગઇ છે. જ્ઞાન વેચાય, અન્ન વેચાય,
|
૬ ||.