________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પાણી વેચાય, દવા વેચાય,શીલ વેચાય, દેહ વેચાય, ધર્મ વંચાય.જે વેચી શકાય એમ ન હોય એની કશી કિંમત નથી. એ જ અર્થશાસ્ત્રને કારણે યંત્રવાદ આવ્યો, મોટા ઉદ્યોગો આવ્યા, ક્રેડિટ કાર્ડ આવ્યું. આર્થિક મહાસત્તાઓ બની જેને પરિણામે મનુષ્ય બેકાર થતો ગયો, દરિદ્ર બનતો ગયો અને પોતાના ધંધાના માલિક થવાને બદલે બીજાની માલિકીના કારખાનામાં મજૂર બન્યો દેશ કદાચ અમીર બન્યો, લોકો ગરીબ બન્યા, દેશ સ્વતંત્ર થયો, પ્રજા પરતંત્ર બની. નકામું અને અનુત્પાદન ખર્ચ વધ્યું પણ સંતોષ અને સમાધાન નષ્ટ થઇ
ગયાં.
an
શાળા વગરનું શિક્ષણ અને ભાર વગરનું સાચું ભણતર
–સંજય વોરા
આજનું શિક્ષણ લઇને વિદ્યાર્થીઓ પોતાની ભાષાથી જ નહીં પણ પોતાના આત્મસન્માનથી પણ વિમુખ બની રહ્યા છે. જેઓ પરાઇ ભાષાના મોહમાં પડે છે તેઓ પોતાની આગવી જીવનશૈલીથી પણ દૂર ચાલ્યા જાય છે. - પ્રેમ સુબોધ
ચૈતાલીનો સ્વયંવર અને અનુચિત સ્ત્રી શિક્ષણ
-પં.કલ્પેશભાઇ સે. ધાણધારા
અમદાવાદની દિવ્ય જીવન સોસાયટીમાં રહેતાં સુખી પરિવારની એક દિકરી એનું નામ ચૈતાલી. નવા જમાનાની સુધરેલી અને સામાન્ય રીતે સોસાયટી ગર્લની ઇમેજ ધરાવતી કન્યાઓમાંની તે પણ એક હતી. આવી છોકરીઓ લગ્નની બાબતમાં સાવ બેદરકાર હોવાનો દેખાવ કરે છે. શિક્ષણ અને કારકીર્દીનું ગાણું ગાઇને એક બાજુ લગ્નની વાત ટલ્લે ચડાવી દે છે. તો બીજી બાજુ પોતાના મનની અપેક્ષા મુજબનો કોઇ પુરુષ બ્રહ્માએ બનાવ્યો છે
|| ૨૦ ||