________________
મેં વાંચ્યું તમે પણ વાંચો વૈજ્ઞાનિક ધુની અને કાર્યરત યુવાન જાહેર કરતો લાગ્યો. લોભીયો સમીર વ્યવહારું અને અર્થશાસ્ત્રમાં નિષ્ણાત લાગે છે. કલાદ્રષ્ટિ વગરનો તેજસ ઉદ્યમી સાહસી અને આત્મવિશ્વાસ ધરાવતો યુવાન લાગે છે તેનોલજ્જા ગુણ તેને સદાચારી જાહેર કરતો જણાય છે. પણ હવે ગુણાનુરાગીદૃષ્ટિ કેળવવાનો શો અર્થ?
એ યુવાનોએ તો પોતાની ઘરગૃહસ્થી ક્યારનીય સંભાળી લીધી છે. હવે બધાય યુવાનો તેને પસંદ પડવા માંડ્યા છે. પણ યુવાનને તે પસંદ પડતી નથી. કેમ કે કન્યાકાળ ક્યારનોય વહી ગયો છે અને પ્રૌઢાવસ્થાના એધાણ વર્તાવા માંડ્યા છે. આખરે સોસાયટી ગર્લન ગમતો હોવા છતાં સામાન્યમાં સામાન્ય યુવકને પરણી બેસે છે.એવી સંસારયાત્રામાં તેનું અંતર રોજ વલોવાતું હોય છે. પણ થાય શું? હાથના કર્યા હૈયે વાગ્યા ! શિક્ષણ અને કારકિર્દીની લ્હાયમાં (મોડા લગ્ન કરતી)જૈતાલી જેવી અનેક કન્યાઓનું જીવન સળગી
ચૂક્યું છે.
શ્રેષ્ઠ સંતતિની પ્રાપ્તિ માટે યૌવન કાળ વીત્યા પહેલા સંતાનોત્પાદન થઈ જવું જોઇએ એ માટે ઋતુ ધર્મમાં આવતા પહેલાં વિવાહ કરાવી સવેળા આણું કરાવવું જોઈએ અને તેમ કરવાથી જ એકપતિત્વ અને પતિદેવત્વના સંસ્કાર કન્યાના ચિત્તમાં પડે છે. પરંતુ અવ્યવહારું શિક્ષણના વધેલા વ્યાપના કારણે જ આજે સમાજમાં શિક્ષિતવર્ગને પતિદેવત્વની, એક પતિત્વની અને સ્ત્રી ઉપયોગી સાચી કેળવણીની જરૂર જણાતી હોવા છતાં તેને અનુસરી શકે તેમ નથી, જેનું દુષ્પરિણામ સ્ત્રીઓ બાળકો પરિવાર અને સમાજ ભોગવી રહ્યો છે. દરેક પરિવારે સ્ત્રી કેળવણી અંગે સાચી દિશામાં પગ ઉપાડવો પડશે કેમ કે અનિર્ણય (નિર્ણયનલેવો) પણ એક નિર્ણય હોય છે.
-પ્રેમ સુબોધ
o
| ૨૪ ||