________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જેવો ઘાટ ઘડાયો. એકબીજાને આપેલી ગિફ્ટોની આપ – લે કરવી પડી. આમ છતાં ચૈતાલી હિંમત હારે તો સોસાયટી ગર્લ શાની? પછી નિશીથ આવે છે. નિશીથનો પરિવાર પરિચિત છે. તેઓ સુખી સંપન્ન છે. નિશીથ પોતે પણ સંસ્કારી ધાર્મિક સ્વભાવનો અને કર્તવ્ય પરાયણ છે, આથી ગમે તો છે પણ જોઇએ તેવો દેખાવડો નથી માટે વિચારના અંતે “નેકસ્ટ વિકમાં જવાબ આપીશું’’ કહીને ના પાડશે તે નક્કી છે, આમ લટકતી તલવાર રાખીને નવા છોકરા જોવાનું ચાલું રાખ્યું. ચૈતાલીના સ્વયંવરમાં કતારબદ્ધ ઉભા રહેવાની રાજનની પણ મજબૂરી હતી. રાજનનો વિદ્યાવ્યાસંગી સ્વભાવ ચૈતાલીને ગમે છે. કોલેજમાં પણ તે પુસ્તકોમાં અને ચિંતનમાં રચ્યોપચ્યો રહેતો હતો તેની ચૈતાલીને જાણ હતી. આવો સદાચારી છોકરો કારકીર્દીમાં ટોચ ઉપર હોય તે સ્વાભાવિક હતું પણ તેની કપડાં પહેરવાની થોડી બેદરકારી ચૈતાલીને ખૂબ ખૂંચે છે. એક સંનિષ્ઠ કાર્યકરની જેમ પોતાના ધ્યેય ઉપર જ કેન્દ્રિત હોવાથી વસ્ત્રોમાં થોડો અવિવેક અવ્યવહારું લાગ્યા કરતો અને આ તો ચાલે જ કેવી રીતે ? તેવી ચૈતાલીની દૃઢ માન્યતા હોવાથી રાજનને પાણીચું પકડાવી દીધું. હવે સમીર આવે છે. તે સોહામણો છે અને ગમી જાય તેવો છે. ખોટા ખર્ચાન કરનારો, કરકસરીયો, ખરો વ્યવહારું માણસ છે એટલે રેસ્ટોરોમાં કલ્બોમાં કે પાર્ટીઓમાં ખર્ચો કરતા અચકાય છે. એથી ચૈતાલીને સમીર લોભીયો લાગ્યો. તેજસ વેપારી છે. નવી લાઇન શોધીને જાતમહેનતે આગળ આવેલો ધનાઢ્ય છે. આથી આખા પરિવારને તેજસ પસંદ છે પણ આપણા ચૈતાલીબેનને પસંદ ન પડ્યો. કેમ કે તેને મળેલા દરેક છોકરા તેની આંખ અને જુલ્ફોનાં વખાણ અચૂક કરતા હતાં અને આ તેજસ તેની સામે જ જોતો નહોતો. વેપારી છતાં તેજસ થોડો શરમાળ પ્રકૃતિનો હતો. આથી ચૈતાલી ને એમ લાગ્યું કે આનામાં જોવાની કલાદૃષ્ટિ જ નથી. શૃંગાર જેવી મહત્ત્વની બાબત જ આ માણસ સમજતો નથી. ગ્રીન કલરની ચોલી સાથે કયા કલરની પાઇપીન અને સાડી શોભે તે વાતનો સ્પષ્ટ નિર્ણય કરવાની ક્ષમતા તેજસમાં નથી. આવો શરમાળ અને અનિર્ણયી માનસ ધરાવતા છોકરા સાથે આખું જીવન કેમ
|| ૨૨ ||