________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
વડીલોને વૃદ્ધાશ્રમમાં જ ધકેલી દેવા પડે છે. જે સ્ત્રીઓ નોકરી કરતી હોય તેઓ પોતાના પતિનું ઓછું ધ્યાન રાખી શકે છે, જેને પરિણામે ઘરમાં કજિયા વધે છે અને મામલો છૂટાછેડા સુધી પહોંચી જાય છે.
વળી કારકૂન, શિક્ષક, ડોક્ટર, ઇન્સ્પેક્ટર, પત્રકાર, વકીલ વગેરે કોઇ પણ ભૂમિકા નિભાવવા માટે સ્ત્રીએ ઘરની ચાર દિવાલોનું સંરક્ષણ છોડી બહાર નીકળવું પડે છે અને હાડમારીઓ વેઠવી પડે છે. આ પ્રક્રિયામાં સ્ત્રી ઓફિસોમાં જાતીય કનડગત અને શોષણનો આસાનીથી ભોગ બને છે. આ બધાનું મૂળ સ્ત્રીને તેની કુદરતી અને સામાજિક ભૂમિકાથી વિરુદ્ધ શિક્ષણ આપવામાં છે. અમે એવું કહેવા જરાય નથી માંગતા કે સ્ત્રીને કોઇ કેળવણી ન આપવી જોઇએ કે અભણ જ રાખવી જોઇએ. અમારા કહેવાનો આશય એટલો જ છે કે જે શિક્ષણ અને કારકિર્દીનું નિર્માણ માત્ર પુરુષજાતની જરૂરિયાતોને જ લક્ષમાં રાખીને કરવામાં આવ્યું છે તેને સ્ત્રીને ભોળવીને કે બળજબરીથી તેને માથે ઠોકી બેસાડવી જોઇએ નહીં. આમ કરવાથી સ્ત્રી સરવાળે દુ:ખી જ થાય છે અને તેની વિશિષ્ટ શક્તિઓનો લાભ મેળવવાથી આપણો સમાજ વંચિત જ રહી જાય છે.
અહીં ફરીથી એ સવાલ આવીને ઊભો રહી જાય છે કે પંદર વર્ષની કન્યાને ક્યું શિક્ષણ આપવું કે જેથી તેના વ્યક્તિત્વનો પૂર્ણ વિકાસ થાય અને સમાજને પણ તેનો લાભ થાય. તેનો જવાબ બે રીતે આપી શકાય. પહેલી શરત એ છે કે જે અભ્યાસક્રમો માત્ર પુરુષોને જ લક્ષમાં રાખી ઘડવામાં આવ્યા છે તો ડિગ્રી કોલેજો, તબીબી કે એન્જિનિયરિંગ કોલેજો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્સ્ટિટયુટમાં તો સ્ત્રીને ભણવા માટે ન જ મોકલવી જોઇએ. તેના સિવાયના વિકલ્પોનો જ વિચાર કરવો જોઇએ. તેના સિવાય એક નહીં પણ ૬૪ વિકલ્પો છે. આ વિકલ્પો એટલે પ્રાચીન આર્ય ગ્રંથોમાં સ્ત્રીઓ માટે જે ૬૪ કળાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તે છે. આ ૬૪ કળાઓનું શિક્ષણ મેળવનાર સ્ત્રી વિદુષી કહેવાય છે અને સમાજના દરેક ક્ષેત્રમાં તે આદરનું સ્થાન પ્રાપ્ત કરે છે.
|| ૧૭ ||