________________
મેં વાંચ્યું તમે પણ વાંચો નથી. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તો પિતા વગર રહી શકે છે, પણ માતા વગર રહી શકતું નથી આધુનિક તબીબો પણ બે વર્ષ સુધી બાળકને માતાનું દૂધ જ આપવું જોઈએ એવું ભારપૂર્વક કહે છે. આ કારણે પણ બાળક માટે માતાની હાજરી અનિવાર્ય છે.વળી માતા જે રીતે બાળકનું સંસ્કરણ કરી શકે તે રીતે પિતાન કરી શકે તે પણ હકીકત છે. શું આપણે સ્ત્રી માટે આદર્શ કેળવણી અને કારકિર્દીનો વિચાર કરીએ છીએ ત્યારે આ બધાં કુદરતી પાસાંઓનો વિચાર કરીએ છીએ ખરા?આ કુદરતી પાસાઓ ઉપરાંત આપણા સમાજની કેટલીક વાસ્તવિકતાઓ છે, જેમાં ફેરફાર થઈ શકે તેમ નથી અને જેનો ઈન્કાર પણ કરી શકાતો નથી. આ વાસ્તવિકતા એ છે કે પુરુષપ્રધાન સમાજમાં ઘરના સંચાલનની અને રસોઈપાણીની તેમ જ વૃદ્ધ માતાપિતાની દેખરેખની જવાબદારી મુખ્યત્વે સ્ત્રીએ જ ઉપાડવી પડે છે. શું સ્ત્રીઓને આધુનિક કેળવણી આપતી વખતે તેની આબધી ભૂમિકાઓનો વિચાર કરવામાં આવ્યો હતો ખરો? તેનો સ્પષ્ટ જવાબ નકારમાં મળે છે. શું સ્ત્રી એકાઉન્ટન્ટ, ડોક્ટર, ઈન્સ્પેક્ટર, વકીલ, શિક્ષક, પ્રોફેસર કે પત્રકાર બને ત્યારે એક પત્ની તરીકે માતા તરીકે અને પુત્રવધુ તરીકે તેણે જે જવાબદારીઓ અદા કરવાની હોય તેમાંથી તે છટકી શકે છે ખરી? તેનો જવાબ પણ સ્પષ્ટ નકારમાં મળે છે.
સ્ત્રીનું એક અલાયદું વ્યક્તિત્વ છે. સ્ત્રી કોમળતા અને વાત્સલ્યનો ભંડાર છે. સ્ત્રીના આ વિશિષ્ટ ગુણોની પતિઓને જરુર છે, બાળકોને જરૂર છે,વડીલોને જરૂર છે, પરિવારને જરૂર છે અને આખા સમાજને જરૂર છે. સ્ત્રી જો પુરુષો જેવું જ શિક્ષણ લઈ પુરુષો જેવી જ નોકરી કરવા માંડશે તો બે અનર્થ થશે - એક, પુરુષોમાં બેકારી વધશે અને બે, સમાજમાં સમસ્યાઓ વધશે. સ્ત્રી જો નોકરી છોડી દેશે તો પુરુષો તેની જગ્યાએ આસાનીથી ગોઠવાઈ જશે પણ સ્ત્રી જો પરિવારની જવાબદારી છોડશે તો પુરુષ તે નિભાવવામાં નિષ્ફળ જ જશે.જે કુટુંબની સ્ત્રી નોકરી કરવા જાય તેનાં બાળકોને ઘોડિયાઘરમાં અને
|
9
||