________________
મેં વાંચ્યું તમે પણ વાંચો થાય. તેનું કારણ એ છે કે આ જ્ઞાતિના પુરુષો બહુ કામ કરવામાં જ નથી માનતા. તેઓ પત્નીની કમાણી ઉપર મજા કરવામાં જ માને છે. આ સંયોગોમાં આ જ્ઞાતિની કન્યાઓને આધુનિક શિક્ષણ લેવું પડતું હોય તો તે તેમની ચોઈસ ન ગણી શકાય. આ તેમની મજબૂરી છે. આ રીતે દક્ષિણ ગુજરાતની અનાવિલ કન્યાઓ દહેજની રકમ એકઠી કરવા માટે જ નોકરી કરે છે. તેમણે એટલું બધું દહેજ આપવું પડે છે કે તે માટે નોકરી કરવી જ પડે. આ પણ ઈચ્છનીય પરિસ્થિતિ ન ગણાય.
અહીં આપણે સામાજિક રિવાજ કે આર્થિક મજબૂરીને કારણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી નારીની વાત નથી કરવી પણ જે સ્ત્રીઓ કારકિર્દી બનાવવા માટે ઇચ્છાપૂર્વક યુનિવર્સિટીનું શિક્ષણ લે છે તેમની વાત કરવી છે. તેમાંની મોટા ભાગની સ્ત્રીઓ પુરુષોની કોલેજોમાં ભણીને તેમના જેવું જ શિક્ષણ પ્રાપ્ત કરે છે અને પુરુષોના ક્ષેત્રમાં જ પ્રવેશી તેમની સાથે સ્પર્ધા કરે છે. આજે બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે, હોસ્પિટલમાં ડોક્ટર તરીકે, સ્કૂલમાં શિક્ષક તરીકે, કોલેજમાં પ્રોફેસર તરીકે, અખબારોમાં પત્રકાર તરીકે, સરકારી ખાતાઓમાં કર્મચારી તરીકે, કોર્ટોમાં વકીલ તરીકે અને એરોપ્લેનમાં હોસ્ટેસ તરીકે પણ સ્ત્રીઓ જોવા મળે છે. અગાઉ લશ્કર અને પોલીસ ખાતામાં પુરુષોની મોનોપોલી ગણાતી હતી તેમાં પણ સ્ત્રીઓએ પ્રવેશ કર્યો છે. આ બધાના મૂળમાં સ્ત્રી કેળવણી છે, એ સ્વાભાવિક હકીકત છે. તેના કારણે સમાજમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે તે પણ હકીકત છે.
અહીં સવાલ એ થાય છે કે સ્ત્રીને પણ પુરુષ જેવું જ શિક્ષણ આપી પુરુષ જેવી જ કારકિર્દી અપનાવવાની પ્રેરણા આપવી એ સમાજના અને સ્ત્રીના હિતમાં છે કે અહિતમાં? તેનો વિચાર સ્ત્રીશિક્ષણના પુરસ્કર્તાઓએ ક્યારેય કર્યો હોવાનું જણાતું નથી. કુદરતે સ્ત્રી અને પુરુષની શરીર રચના અલગ બનાવી છે, તેનો તો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી. સ્ત્રી ગર્ભધારણ કરી શકે છે અને બાળકને જન્મ આપી શકે છે. આ કામ પુરુષો કરી શકતા
|| 9
||