Page #1
--------------------------------------------------------------------------
________________
RTGSTRવી
ભાગ ૨
પ્રવચનકાર આચાર્યદેવ શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
श्रीयुत संपतराज सं હe IIU Ur
महेसा
જાણીતા પ્રવચનકાર અને સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ શ્રાવણ શુક્લા ૧૨ વિ. સ. ૧૮ત્ના દિવસે (મહેસાણા-ગુજરાત)માં મણીભાઈ અને હીરાબેનના કુળદીપક રૂપે જન્મેલા મૂળચંદભાઈ જાઈની જેમ ઉધડતી જવાનીના ઉબરે ૧૮ વરસની ઉમરમાં વિ. સ. રજના પોષ વદ ૫ના દિવસે રાણપુર (સૌરાષ્ટ્ર)માં પોતાના પરમ શ્રદ્ધેય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરીને ભાનવિજયજી મહારાજ (વર્તમાનમાં આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી)નું શિષ્યત્વ સ્વીકારે છે. મુનિશ્રી ભદ્રગુમવિયજીના રુપે દીક્ષા જીવનના આરંભથી જ પોતાના ગુરુદેવોના માર્ગદર્શન તળે એમની અધ્યયન-અધ્યાપનની સુદીર્ધ યાત્રા આરંભાય છે. ૪૫ આગમોના સટીક અધ્યયન ઉપરાંત દાર્શનિક, ભારતીય અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન, કાવ્ય-સાહિત્ય વગેરે ‘માઈલસ્ટોન' વીતાવતી એમની યાત્રા સર્જનાત્મક ક્ષિતિજો તરફ વળી. ‘મહાપંથનો યાત્રી’ નામના પુસ્તકથી ૨૦ વરસની ઉમરે આરંભાયેલી એમની લેખનયાત્રા ૧છ જેટલા પુસ્તકોનું સર્જન કરીને પણ અનવરત-અથક ચાલે છે. જાતજાતનું મૌલિક સાહિત્ય, જ્ઞાનસાર-પ્રશમરતિ જેવા ગ્રંથો પર તત્ત્વજ્ઞાનની સર્વગ્રાહી વિવેચના, જૈન રામાયણ વગેરે લાંબી કથાઓ ઉપરાંત નાની નાની વાર્તાઓના સાહિત્યની સાથે કાવ્યગીતો, પત્રોના માધ્યમથી જીવનપર્શી સ્વચ્છ અને સ્વસ્થ માર્ગદર્શન... આમ સાહિત્યસર્જનની યાત્રા રોજબરોજ વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય છે. પ્રેમાળ સ્વભાવ પ્રસન્ન અને મૃદુ-મધુર આંતર-બાહ્ય વ્યક્તિત્વ અને સંધશાસન માટે બહુજનહિતાય- બહુજનસુખાય એવી વિવિધ પ્રવૃત્તિઓ એમના જીવનનું મહત્ત્વપૂર્ણ પાસુ છે. વિશેષ કરીને ઉગતી પેઢી અને નાના બાળકોના સંસ્કાર-સર્જનની પ્રક્રિયામાં એમની રુચિ છે— સંતુષ્ટિ છે. પ્રવચન, વાર્તાલાપ, સંસ્કાર શિબિર, જાપ-ધ્યાન અનુષ્ઠાન અને પરમાત્મ ભક્તિના વિશિષ્ટ આયોજનોના માધ્યમથી એમનું બહુમુખી વ્યક્તિત્વ એટલુંજ ઉદ્દાત્ત અને ઉન્નત બન્યું છે. ગુજરાત | રાજસ્થાન / મહારાષ્ટ્ર / તામિલનાડુ / આન્દ્ર / મધ્યપ્રદેશ પ્રદેશોમાં વિહારયાત્રા દ્વારા એમના હાથે અનેક ધર્મભાવનાના કાર્યો સંપન્ન થયા છે. ‘અરિહંત' (હિન્દી માસિક પત્ર) તથા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ: મહેસાણા દ્વારા એમનું સાહિત્ય હિન્દી - ગુજરાતી - અંગ્રેજી ભાષામાં નિયમિત પ્રગટ થતું રહે છે. કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે ૪-૫-૮૭ના દિવસે એમના ગુરુદેવે એમને આચાર્યપદ પ્રદાન કર્યું. ત્યારથી એઓ આચાર્ય શ્રી વિજય ભદ્રગુમસૂરીશ્વરજી મહારાજ તરીકે ઓળખાય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
શિબિલસુધારસી
ભાગ - ૨ પ્રિવચન નં. ૨૫ થી ૪૮].
અઢારમી સદીના સમર્થ સાહિત્યસર્જક મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત ગેય કાવ્યગ્રંથ “શાન્તસુધારસ પર
આધારિત પ્રવચનો.
પ્રવચનકારઃ આચાર્યશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ
Page #4
--------------------------------------------------------------------------
________________
ભાવાનુવાદઃ . ડો. પ્રહલાદભાઈ પટેલ (M.A., PH.D.)
વડનગર
* સંકલન/સંપાદન *
ભદ્રબાહુ વિજય
૦ પ્રકાશક ૦ શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ
કંબોઈનગર પાસે, મહેસાણા ૩૮૪ ૦૦૨ (ગુજરાત) ફોનઃ (૦૨૭૬૨) પ૦૬૪૮
પ્રથમ પ્રકાશન ફેબ્રુઆરી, ૧૯૯૭
પ્રતઃ ૫૦૦૦
મૂલ્યઃ રૂ. ૫૦/- [પચાસ રૂપિયા]
- ટાઇપસેટિંગ મેક ગ્રાફિકસ, અમદાવાદ ફોન: ૬૫૭૬૧૨૨
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
છેલ્લા ૩૫ વરસથી અનવરત ગુજરાતી-હિન્દી-અંગ્રેજી સાહિત્ય પ્રકાશન કરતી સંસ્થા શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું નામ, આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબના સાહિત્ય સર્જનની સાથે સાથે વધુ ને વધુ લોકપ્રિય બનતું ચાલ્યું છે.
દીર્ઘકથાઓ, કથાઓ, પ્રવચનો, પત્રસાહિત્ય, તત્ત્વજ્ઞાન વિવેચના અને બાળકો માટે વિવિધ સાહિત્યના સમૃદ્ધ પ્રકાશનો એક પછી એક લોકો સુધી પહોંચતા રહ્યા છે અને સમાદર પામ્યા છે.
અમારી સહયોગી સંસ્થા અરિહંત પ્રકાશનના માધ્યમથી દર મહિને અરિહંત હિન્દી માસિકપત્ર દ્વારા પૂજ્ય આચાર્યદેવનું નિત્યનૂતન સાહિત્ય બહોળા વાચકવર્ગ સુધી પહોંચે છે.
મોટા ભાગનું એ હિન્દી સાહિત્ય ગુજરાતીમાં રૂપાંતરિત થઈને પુસ્તકોના રૂપમાં પ્રગટ થાય છે અને ટ્રસ્ટના આજીવન સદસ્યોને તથા અન્ય વાચકોને નિયમિત ઉપલબ્ધ થાય છે.
પૂજ્ય ગુરુદેવના અન્ય સાહિત્યની જેમ પ્રવચનોનું સાહિત્ય, ખાસ કરીને સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોમાં અત્યંત લોકપ્રિય બન્યું છે.
‘શાંતસુધારસ’ ગ્રંથ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનો કર્યા - લખ્યા...એ આજે શબ્દસ્થ થઈને પુસ્તકરૂપે તમારા હાથમાં પહોંચે છે. મૂળભૂતરૂપે આ પ્રવચનો હિન્દીમાં લખાયા છે. ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું છે, વિદ્વાન પ્રોફેસર પ્રહલાદભાઈ પટેલે !
વડનગરના
આ પ્રવચનોનો સ્વાધ્યાય અવશ્યમેવ તમારા આત્માને-મનને પ્રસન્નતા આપશે.
આધિ- વ્યાધિ અને ઉપાધિના જંગલ જેવા સંસારમાં રહીને પણ સમત્વની સાધના કરનારા યોગી બનવાના મંગલ પ્રયત્નોમાં ઉપયોગી બનશે.
ટ્રસ્ટીગણ શ્રી વિ. ક. પ્ર. ટ્રસ્ટ
Page #6
--------------------------------------------------------------------------
________________
મનની વાત
મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત આ ‘શાન્તસુધારસ' ગ્રંથ, વર્ષોથી મારા સ્વાધ્યાયનો પ્રિયગ્રંથ છે. આ ગ્રંથ ઉપર બોલવું, વિવેચના કરવી, પ્રવચનો આપવા, લખવું, આ ગ્રંથને અવાર-નવાર ગાવો, ગાનમાં ડૂબી જવું...પંક્તિઓ ગણગણવી... આ બધું મારા માટે અપૂર્વક આલ્હાદક અને આંતરિક તૃપ્તિ આપનાર બન્યું છે.
૨૪ પ્રવચનોનો પહેલો ભાગ જ્યારે ઓકટોબર ૧૯૯૬માં પ્રકાશિત થયો ત્યારે કલ્પના પણ ન હતી કે બીજો ભાગ ચાર મહિનામાં જ તૈયાર થશે. શારીરિક અવસ્થતાનું સાતત્ય તત્ત્વચિંતનમાં તો ડૂબવા દે છે, પરંતુ એ ચિંતનને અક્ષરાંકિતા કરવા માટે જોઈએ એટલો સાથ નથી આપતું !
આમાંનાં ૨૫ થી ૩૬ પ્રવચનો ડુમસ (સૂરતથી ૧૮ કી.મી.દૂર)માં શ્રી નવીનભાઈ શ્રોફનાં બંગલામાં લખાયાં હતાં, એ વખતે અમે ત્રણ મહિના ત્યાં રહ્યાં હતા. ત્યાં ચંદુલાલ અંબાલાલ શાહ પરિવારે (ધીરૂભાઈ, ભૂપેન્દ્ર, જસવંત)-સારી સેવા ભક્તિનો લાભ લીધો હતો. મુંબઈના ભરત પાનાચંદ શાહે પણ સારો સહયોગ આપ્યો હતો.
આમ લેખનકાર્ય થોડું થોડું પણ આગળ વધતુ હતું, પરંતુ સૂરતથી અમદાવાદના વિહારમાં તબિયત બગડતાં પાછું બધું અટકી ગયું.
જુલાઈ-૭ (૧૯૯૬)ના અમદાવાદ જ્યારે આવ્યા ત્યારે તો તબિયત વધુને વધુ બગડતી જતી હતી. ચાતુર્માસ માટે અશોકભાઈ રતિલાલ કાપડિયાના શાંત - એકાન્ત વાતાવરણવાળા ખાલી બંગલામાં (શ્યામલ રો હાઉસ-BA) પ્રવેશ કર્યો ત્યારે પણ અંતરમાં મથામણ ચાલતી હતી કે હવે “શાન્ત સુધારસ’ ઉપર લખાશે કે નહીં? મારા અંતેવાસી મુનિ ભદ્રબાહુને હું કહેતોઃ “હવે હું નહીં લખી શકું અધુરું લખવાનું તું પુરું કરજે....મારી આંખો ભીની થઈ જતી. ત્યારે ભદ્રબાહુ ખૂબ દ્રઢતાથી કહેતોઃ “આપ જરૂર લખી શકશો. આપના ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની કૃપા છે.” એ મને ખૂબ હિંમત આપતો રહ્યો. પ્રસન્નતા આપતો રહ્યો. મને હસાવતો રહ્યો. અને મારા અંતેવાસી મુનિ પધરત્નવિજયજી મારી ખૂબ જ કાળજીપૂર્વક સેવા કરતા રહ્યા. સુશ્રાવક અશોકભાઈ કાપડિયા,સુશ્રાવિકા દેવીબેન તથા તેમનો પરિવાર તથા એમના પરિવારજનો ભક્તિ-વૈયાવચ્ચમાં તત્પર રહ્યા. ડૉકટરોએ પણ ખૂબ કાળજી લીધી અને લે છે.
આ બધાં પરિબળો તો બાહ્ય છે. સહુથી વિશેષ તો પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની અચિંત્ય કૃપા, શાસન-અધિષ્ઠાયક શ્રીમાણિભદ્રજી યક્ષરાજ તથા
Page #7
--------------------------------------------------------------------------
________________
શાસનદેવી પદ્માવતીજીના દિવ્ય આશીર્વાદ એ મારા માટે સંજીવની - જીવનરક્ષક ઔષધનું કામ કરે છે.
મારા પરમ ઉપકારી સ્વ. વાત્સલ્યમૂર્તિ સિદ્ધાન્તમહોદધિ આચાર્ય ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનું સતત પુણ્ય-સ્મરણ મને સર્જનાત્મક દુનિયામાં જીવવા માટે સંબલ પુરૂં પાડે છે.
મને ભરોસો ન હતો, આશા ન હતી કે આ બધું આ રીતે લખાશે. પરંતુ અશક્ય લાગતી વાત સાકાર બને છે, મુશ્કેલ લાગતું કામ સફળ થાય છે ત્યારે જે આનંદાનુભૂતિ થાય છે તે શબ્દોની પેલેપારની યાત્રા જેવો છે. અનુભવ
મારા સ્વાસ્થ્યની સતત ચિંતા કરતાં સાધ્વીજી સુલોચનાશ્રીજી પરિવાર તથા સાધ્વીજી હંસકીર્તિશ્રીજી પરિવારને પણ ભૂલી ન શકું ! મારી જીવનયાત્રામાં અને સર્જનયાત્રામાં તેઓ સાક્ષી-સહયોગી બન્યાં છે.
હજુ ‘શાન્તસુધારસ’ની છ ભાવનાઓ ઉપર લખવાનું બાકી છે, પરંતુ એ પણ પોષ સુદ પૂનમના શુભ દિવસે, મારા અંતેવાસી મુનિ ભદ્રબાહુએ શરૂ કરાવી દીધું ! ૪૯મું પ્રવચન લખાઈ ગયું અને ૫૦મું પ્રવચન લખવાનું શરૂ થઈ ગયું ! હવે તો વિશ્વાસ જાગ્યો છે કે ત્રીજો ભાગ પણ લખાઈ જશે વહેલો કે મોડો ! આ બધાનો યશ હું મારા શિષ્યોને, ભક્ત શ્રાવકોને અને મારા પ્રત્યે શુભ ભાવના ધરાવતા સૌને વહેંચી દઉં છું. આ શ્રુતજ્ઞાનની આરાધનાનું પુણ્ય, આ સહુને સમર્પી દઉં છું.
પરમાત્માને પ્રાર્થના કરું છું કે મારા અંતિમ શ્વાસ સુધી હું જ્ઞાનધ્યાનની આરાધનામાં પરમ આનંદ મેળવતો રહું અને એ આનંદ સૌને વહેંચતો રહું.
પ્રમાદ કે અજ્ઞાનના કારણે કોઈ પણ શબ્દ જિનાજ્ઞા-વિરુદ્ધ લખાઈ ગયો હોય, તેનો મિચ્છામિ દુક્કડં.
लहगुप्तसूकि
૩-૨-૯૭
અમદાવાદ.
પાન નં. : ૧૩૯, પંક્તિ નં. : ૨૨માં સુધારો ઃ "શાલિભદ્રજી તથા ધનાજીએ દીક્ષા લીધા પછી ઃ અમુક કાળ વીત્યા બાદ અનશન સ્વીકાર્યું હતું." આ પ્રમાણે વાંચવું.
Page #8
--------------------------------------------------------------------------
________________
કાલધર્મ
| મહોપાધ્યાય કરી વિનયવિજયજી જન્મ
: વિ. સં. ૧૬૧ની આસપાસ
: વિ. સં. ૧૭૩૮ માં રાંદેર (સુરત). " માતાનું નામ : રાજેશ્રી પિતાનું નામ : તેજપાલ ગુરુનું નામ : ઉપાધ્યાયશ્રી કીતિવિજયજી શ્રદ્ધેય આચાર્યપ્રવર : શ્રી વિજયપ્રભસુરિજી (ભગવાન મહાવીરની
ફરમી પાટે આવેલા આચાર્યશ્રી)
• સર્જનયાત્રા - ક્રમ ગ્રંથનું નામ
Taો, સંખ્યા ભાષા | વિષય
શ્લોક સંખ્યા ભાષા | ૧| અધ્યાત્મગીતા
૩૩૦ ગુજરાતી | અધ્યાત્મ ૨ અનમસ્કાર સ્તોત્ર || સંસ્કૃત | પરમાત્મ સ્તવના ૩| આદિજિન વિનંતિ પ૭ ગાથા ગુજરાતી | પરમાત્મ સ્તવના ૪| આનંદ લેખ
૨પર પદ્ય | સંસ્કૃત | વિજ્ઞપ્તિ પત્ર ૫) આયંબિલ ની સઝાય ૧૧ ગાથા ગુજરાતી તપ મહત્ત્વ ઇદૂત કાવ્ય
૧૩૧ | સંસ્કૃત ] સંદેશમય વિવરણ ૭ ઈરિયાવહી સઝાય ૨૬ ગાથા ગુજરાતી ક્રિયા વિવરણ ૮ ઉપધાન સ્તવન , ૨૪ ગાથા ગુજરાતી | ક્રિયા વિવરણ છે કલ્પસૂત્ર સુબોધિકા ટીકા | ૪૧૫૦ | સંસ્કૃત | કલ્પસૂત્ર ઉપર વિસ્તૃત
ટીકા ૧૦ ગુણસ્થાન ગર્ભિત '
ગુજરાતી | આત્મવિકાસનું વીરસ્તવન ૧૧ જિણચેઇથવણ .
| પ્રાકૃત | સ્તવના ૧૨ જિનચોવીશી
૧૨૦ ગુજરાતી | સ્તવના ૧૩ જિનપૂજન ચૈત્યવંદન ૧૨ ગુજરાતી | ક્રિયા વિવરણ ૧૪| જિન સહસ્ત્રનામ ૧૪૯ સંસ્કૃત | પરમાત્મા પ્રભાવ ૧૫) ધર્મનાથ સ્તવના
ગુજરાતી , રૂપકાત્મક કાવ્ય ૧૬ નયકર્ણિકા
સંસ્કૃત | જૈન ન્યાય (Logic) ૧૭ નમનાથ બારમાસી
ગુજરાતી | બાર મહિના વિવરણ ૧૮ નેમિનાથ ભ્રમર ગીતા
ગુજરાતી | ફાગુ કાવ્ય ૧૯ પ્રત્યાખ્યાન વિચાર
ગુજરાતી | પચ્ચષ્મણ વિચાર
|.
૭૩
વિવરણ
૧૩૮
Page #9
--------------------------------------------------------------------------
________________
૮૭
૨૧
(ક્રમ | ગ્રંથનું નામ
શ્લોકસંખ્યા ભાષા | વિષય ૨૦પાંચ સમવાય સ્તવન ૫૮ | ગુજરાતી પંચ કારણ વિવરણ ૨૧ પટ્ટાવલી સક્ઝાય
૭૨ | | ગુજરાતી
શ્રમણ પરંપરા ૨૨)પુષ્પપ્રકાશ સ્તવન
ગુજરાતી
| આત્મ આરાધના ૨૩ભગવતી સૂત્ર સજઝાય
ગુજરાતી સૂત્ર સ્તવના. ૨૪ મરુદેવા માતા સક્ઝાય
ગુજરાતી ૨૫ લોકપ્રકાશ
૨૦૬૨૧ | સંસ્કૃત તત્ત્વજ્ઞાન
ગાંથા ૨૬| વિજય દેવસૂરિ લેખ ૩૪ ગાથા | ગુજરાતી | વિજ્ઞપ્તિપત્ર ૨૭| વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ '૮ર પદ્ય મિશ્ર સંસ્કૃત વિજ્ઞપ્તિપત્ર ૨૮ વિજય દેવસૂરિ વિજ્ઞપ્તિ - | ગુજરાતી | વિજ્ઞપ્તિપત્ર વિનયવિલાસ ૩૭ પદ્ય મિશ્ર હિન્દી અધ્યાત્મ
(૧૭૦
ગાથા) ૩૦ વિહરમાન જિન વીશી ૧૧૬ ગાથા ગુજરાતી સ્તવના ૩૧ વૃષભતીર્થપતિ સ્તવન ૬ ગાથા | સંસ્કૃત સ્તવના ૩ર શાંતસુધારસ ૨૩૪ પદ્ય | સંસ્કૃત ૧૬ ભાવના
(૩પ૦
વિવરણ.
ગાથા) ૩૩ શાશ્વત જિન ભાસ
ગુજરાતી
સ્તવના ૩૪ શ્રીપાલ રાજા રાસ ૭૫૦ ગાથા ગુજરાતી કથા જીવનચરિત્ર ૩પ ષટુ ત્રિશન્જલ્પ સંગ્રહ | | સંસ્કૃત | વાદવિવાદ ૩૬ ષડાવશ્યક સ્તવન ૪૩ ગાથા | ગુજરાતી | ક્રિયા વિવરણ ૩૭| સીમંધર ચૈત્યવંદન ૩ ગાથા | ગુજરાતી સ્તવના ૩૮ સૂરત ચૈત્ય પરિપાટી ૧૪ ગાથા ગુજરાતી | ઇતિહાસ વિવરણ
(૧૨૭
પંક્તિ ) ૩૯| હેમ પ્રકાશ
૩૪000 | સંસ્કૃત વ્યાકરણ ૪૦ હેમ લઘુ પ્રક્રિયા ૨૫૦૦ | સંસ્કૃત | વ્યાકરણ ‘શ્રીપાલ રાસની રચના દરમિયાન ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજનો સ્વર્ગવાસ થઈ જાય છે. ત્યાર બાદ એમના સમકાલીન ઉપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજ શ્રીપાલ રાસની બાકીની ૫૦૨ ગાથાની રચના કરે છે અને એ રીતે | વિનયવિજયજીની છેલ્લી કૃતિ પૂર્ણ બને છે.
( '
'
Page #10
--------------------------------------------------------------------------
________________
? ? ? ? ?
મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી વિરચિત
- શ્રી શાન્તસુધારસ કાવ્ય ભાવના
શ્લોક સંખ્યા ગેય ગાથા. n પ્રસ્તાવના ૧. અનિત્ય ભાવના ૨. અશરણ ભાવના ૩. સંસાર ભાવના ૪. એકત્વ ભાવના પ. અન્યત્વ ભાવના ૬. અશુચિ ભાવના ૭. આશ્રવ ભાવના ૮. સંવર ભાવના
૯. નિર્જરા ભાવના ૧૦. ધર્મપ્રભાવ ભાવના ૧૧. લોકસ્વરૂપ ભાવના ૧૨. બોધિદુર્લભ ભાવના
i મૈથ્યાદિભાવ પ્રસ્તાવના ૧૩. મૈત્રી ભાવના ૧૪. પ્રમોદ ભાવના ૧૫. કરુણા ભાવના ૧૬. માધ્યચ્ય ભાવના
ઉપસંહાર - પ્રશસ્તિ
? ?
?
? છ છ
=
9 ૦ =
9 |
૧૦3
શ્લોક - ૧૦૬ ગેય ગાથા - ૧૨૮
૨૩૪ ગાથામય શ્રી શાંતસુધારસ કાવ્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
શિબિલીમ્સાીિ
પ્રવચન ૨૫
: સંકલના : પરપ્રવેશથી વિનાશ. આત્મામાં કર્મોનો પ્રવેશ. ભેદજ્ઞાન મેળવો. પુદ્ગલ રાગથી જ કષાય. પુદ્ગલ સંગના કારણે જ કામી-વિલાસી. પુદ્ગલ પ્રેમથી જ જન્મ-જરા અને મૃત્યુ. પુદ્ગલ પ્રેમથી જ કર્મબંધ. પુદ્ગલ રાગના કારણે જ ત્રિવિધ યોગ. પુદ્ગલ મોહના લીધે જ રૂપ અને કુરૂપ. પુદ્ગલ આસક્તિના લીધે જ ગરીબી-અમીરી. પુદ્ગલ વાસનાને કારણે જ સંસાર-પરિભ્રમણ. પુદ્ગલ પ્રેમના જ બધા નાટક. વિશુદ્ધ આત્મામાં પુદ્ગલ ભાવોનું આરોપણ. તમામ સંબંધો પુદ્ગલ રાગના કારણે જ. આત્મગુણોના ખજાનાને નિહાળ્યા કરો.
Page #12
--------------------------------------------------------------------------
________________
परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विस्य कर्माणुभिरस्य किं किं ज्ञानात्मनो नो समपादि कष्टम् ॥१॥ खिद्यते ननु किमन्यकथार्तः सर्वदैव ममतापरतन्त्रः । चिन्तयस्यनुपमान्कथयमात्मन्नात्मनो गुणमणीन्न कदापि ॥ २ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'ની પાંચમી “અન્યત્વ ભાવના'નો પ્રારંભ કરતાં કહે છે -
પરાઈ વ્યક્તિ ઘરમાં ઘુસે છે અને વિનાશ કરે છે.” - આ લોકોક્તિ પૂર્ણતયા ખોટી નથી. “જ્ઞાનથી સમૃદ્ધ અને શુદ્ધ આત્મામાં ઘુસી ગયેલાં કર્મોનાં પરમાણુઓએ કેવાં કેવાં ભયંકર કષ્ટોને નિમંત્ર્યાં છે?”
“હે મારા આત્મા! શેના માટે તું પરાઈ પંચાતમાં ફસાઈને અને મમતાને આધીન બનીને પીડાનો શિકાર બને છે? તું શા માટે તારી પાસે રહેલાં ગુણરત્નોને શોધીને એના ઉપર નજર નથી નાખતો? એમના અંગે કેમ વિચાર કરતો નથી ?” પરપ્રવેશથી વિનાશઃ
ગ્રંથકાર ઉપાધ્યાયજી એક લોકોક્તિ દ્વારા ગહન તત્ત્વજ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે. "પ્રવિણ તે વિનાશનં - આ લોકોક્તિ છે. ઘરમાં બીજાના પ્રવેશથી વિનાશ થાય છે. એટલે કે સજ્જનોના વેશમાં જો દુર્જન ઘરમાં આવી જાય. સાધુના વેશમાં ડાકુ આવી જાય, તો વિનાશ આવી જાય છે જ. વિનાશ એટલે દુઃખ, ત્રાસ, વેદના અને મૃત્યુ. i છાપાઓમાં વાંચીએ છીએ કે પતિનો મિત્ર સજ્જનના રૂપમાં ઘરમાં આવતો
જતો થયો, મિત્રની પત્ની સાથે દુરાચાર સેવન કર્યું! છોકરાનો મિત્ર ઘરમાં આવવા-જવા લાગ્યો અને મિત્રની બહેનને મોહમાં
ફસાવીને ધનસંપત્તિ લઈને ફરાર થઈ ગયો. v સારા દોસ્તના રૂપમાં યુવક ઘરમાં આવ્યો. છોકરાને યા તો છોકરીને ખરાબ
વ્યસનમાં ફસાવીને એનું જીવન બરબાદ કર્યું. "
એટલા માટે દુનિયામાં અનુભવી પુરુષો કહે છે કે બીજાં સ્ત્રી-પુરુષો પર, એમની મીઠી-મધુર વાણી સાંભળીને જલદી એમના ઉપર વિશ્વાસ ન કરો; એમનો સંપર્ક ન રાખો, એમને ઘરમાં પ્રવેશવા ન દો, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ જશો; નુકસાન થશે. આત્મામાં કર્મોનો પ્રવેશ:
આપણને તીર્થંકરભગવંતે કહ્યું છે - તું આત્મા છે, કર્મ તારાથી ન્યારાં છે. | ૨ |
જીવ
શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #13
--------------------------------------------------------------------------
________________
જ્યારથી તારું અસ્તિત્વ છે, ત્યારથી તારી સાથે કર્મ જોડાયેલાં છે. ક્ષીર-નીરની જેમ મળેલાં છે. આત્મા જો સૂર્ય સમાન છે તો કર્મ વાદળ સમાન છે. વાદળોએ સૂર્યને આચ્છાદિત કરી રાખ્યો છે.
આત્મામાં કર્મોનો જે પ્રવેશ છે, તે પરદ્રવ્યનો પ્રવેશ છે. જ્યાં સુધી આત્મામાં કર્મ રહેશે ત્યાં સુધી જન્મ-મૃત્યુનાં દુઃખો રહેશે. આધિ, વ્યાધિ-ઉપાધિ રહેશે જ. શોકસંતાપ રહેશે જ. અનાદિકાળથી આત્માએ જે દુઃખો સહ્યાં છે, જ્યાં જ્યાં દુઃખો સહ્યાં છે. તે બધાં કર્મને કારણે જ સહ્યાં છે. ભેદજ્ઞાન પ્રાપ્ત કરો :
એટલા માટે સૌથી પ્રથમ ભેદજ્ઞાન ભિન્નતાનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. હુંકમથી જુદો છું. કર્મો મારાથી ન્યારાં છે, એ જુદાઈનું જ્ઞાન ભેદજ્ઞાન” કહેવાય છે. પુદ્ગલના જે ગુણધર્મો છે - શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ ગુણધમોંથી હું-આત્મા ન્યારો છું - અન્ય છું. પુદ્ગલગીતા'માં શ્રી ચિદાનંદજીએ કહ્યું છે -
- પુદ્ગલથી ન્યારા સદા જે જાણ અફરસી જીવ,
તાક્ત અનુભવ ભેદજ્ઞાનથી, ગુરુગમ કરો સદીવ. ‘ગુરુગમ કરો સદીવ’ - મહત્ત્વપૂર્ણ વાત કહી છે ચિદાનંદજીએ. આત્મજ્ઞાની ગુરુનો સદા પરિચય કરતા રહો. એનાથી જ ભેદજ્ઞાન પ્રાપ્ત થશે. “જીવ પુદ્ગલથી, કમથી ન્યારો છે” એવો અનુભવ ભેદજ્ઞાનથી જ સંભવ છે અને એવું ભેદજ્ઞાન સગર-પરિચયથી જ શક્ય બને. જે આત્મા જ્ઞાની હોય એને જ ગુરુ સમજવો. આ વિષયમાં ‘ઉપનિષદ’ની એક વાત સંભળાવું.
એક વાર પાંચ-સાત ઋષિઓ તત્ત્વવિષયક ચર્ચા કરતા હતા. એક ઋષિ બોલ્યા : “આપણે પ્રતિદિન -ઉપદેશ આપીએ છીએ કે, “આત્મા અમર છે, આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, આત્મા વગર દુનિયામાં કશું નથી.” આપણામાંથી કોઈને આ વાતનો અનુભવ છે ખરો? અન્યથા આવી વાતો કરવાથી શો લાભ? બીજાઓએ પણ આ વાતની પુષ્ટિ કરી અને નિર્ણય કર્યો કે “ચાલો આપણે કોઈ આત્મજ્ઞાની ત્રઋષિની પાસે જઈએ, એ આપણને આત્માનુભવની બાબતમાં માર્ગદર્શન આપે.”
તે બધા ઉદ્દલક ત્રઋષિ પાસે ગયા. એ સમયે ઉદ્દલક ઋષિ આત્મજ્ઞાનીના રૂપમાં પ્રસિદ્ધ હતા. ઉલ્લક ઋષિએ ઋષિઓને આવતાં જ - જોઈને જાણી લીધું કે આ બધા મારી પાસે કેમ આવ્યા છે ? આત્માના અનુભવના વિષયમાં વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેઓ મારી પાસે આવ્યા છે, પરંતુ મારું એવું જ્ઞાન નથી. હું એમને એની અનુભૂતિ કરાવી શકું તેમ નથી. એટલા માટે હું આ ઋષિવરોને એવા આત્મજ્ઞાની પાસે મોકલું કે જેથી એમની જિજ્ઞાસા સંતોષાય અને તેમના મનનું સમાધાન થાય. [ અન્યત્વ ભાવના
૩]
Page #14
--------------------------------------------------------------------------
________________
જ્યારે એ ઓ આવ્યા ત્યારે ઋષિ ઉદ્દલકે તેમને નમસ્કાર કર્યા અને તેમને કહ્યું : “હે ઋષિવરો, આપ જે વિષયની જિજ્ઞાસા માટે આવ્યા છો એ આત્મજ્ઞાનના વિષયમાં આપને સંતોષ થાય એવું જ્ઞાન રાજા અશ્વપતિ સમજાવી શકશે, આપ એમની પાસે જાઓ.”
ઋષિઓને આશ્ચર્ય થયું કે વનમાં રહેનારા, નિરંતર આત્મચિંતન કરનારા, ઋષિ સ્વયં આત્માનુભવના વિષયમાં સમજાવી શકતા નથી અને એક સંસારી રાજા પાસે જવાનું કહે છે ! પરંતુ ઉદ્દલક ઋષિ જે કહે છે તે સત્ય જ હશે એમ સમજીને તેઓ અશ્વપતિ રાજા પાસે ગયા.
રાજા અશ્વપતિએ ઋષિઓની ભાવપૂર્વક પૂજા કરી, એમને માન આપ્યું અને તેમની સામે ધનના ઢગલા કર્યા અને કહ્યું “આપને જે યજ્ઞાદિ કરવાના હોય એ આ ધનથી કરી શકશો.” પરંતુ ઋષિઓએ ધનની સામે પણ ન જોયું. રાજાએ વિચાર્યુંઃ “અધર્મીનું ધન ઋષિવરો નથી લેતા, તેથી રાજાએ એમના મનના સમાધાન માટે કહ્યું : “ભગવનું, આ ન્યાયોપાર્જિત ધન છે. પ્રજા જે કર આપે છે તે ઉચિત કરનું આ ધન છે. હું ઉચિત રીતે પ્રજાનું પાલન કરું છું, પ્રજા પ્રેમથી કર આપે છે, તો આપ ગ્રહણ કરો.”
ઋષિઓએ કહ્યું : “રાજનું, અમારે ધનનું કોઈ પ્રયોજન નથી. અમને જાણવા મળ્યું છે કે આપ આત્મજ્ઞાની છો, અમારે આત્માનુભવ અંગે જાણવું છે અને એ માટે જ અમે બધા આપની પાસે આવ્યા છીએ.”
ઋષિઓએ તેમના આગમનનું સાચું પ્રયોજન જણાવી દીધું, પરંતુ જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એનું ઉચિત માન - વિનય-વિવેક ન કરી શક્યા. કારણ કે એમના મનમાં એ વાતનું અભિમાન હતું કે આપણે સંસારત્યાગી સંન્યાસીઓ છીએ અને આ રાજા, સંસારી જીવ છે.
રાજાએ કહ્યું: ‘હે ઋષિવરો, આ બાબતમાં હું કાલે “હા” અથવા “ના” કહીશ - આપને આત્માનુભવના વિષયમાં સમજાવવું કે નહીં.”
આમેય ઋષિવરો જ્ઞાની તો હતા જ. રાજાનો પ્રત્યુત્તર સાંભળીને તેમણે વિચાર કર્યો. રાજાએ આત્મજ્ઞાન આપવાની તત્પરતા કેમ ન બતાવી? શા માટે “હા' અથવા ‘ના’ની વાત કરી ? આપણી યોગ્યતામાં કોઈ ખામી છે !! એમને વાત સમજમાં આવી ગઈ. - “આપણે સંન્યાસી અને રાજા સંસારી. એટલે કે આપણે ઊંચા અને રાજા નીચો...! આ અભિમાન જ આપણી આત્મજ્ઞાનની પ્રાપ્તિની અયોગ્યતા સિદ્ધ કરે છે.”
તે બધા પોતાનું અભિમાન છોડીને, પોતાની મહત્તાનો ખ્યાલ ત્યજીને રાજા [૪]
| શાન્તસુધારસ ભાગ ૨)
Page #15
--------------------------------------------------------------------------
________________
અશ્વપતિ પાસે ગયા. રાજાએ તેમને તત્ત્વજ્ઞાન આપ્યું, આત્માનુભૂતિ કરવાનું માર્ગદર્શન આપ્યું.
આ ઋષિઓનો ગુરુગમ હતો. સદ્ગુરુ કોઈ પણ રૂપમાં, કોઈ પણ વેશમાં થઈ શકે છે. રાજાએ ઋષિઓને ભેદજ્ઞાન કરાવ્યું. પુદ્ગલ રાગ એ જ કષાય :
પ્રવેશ વિનાશમ્ ! આત્મામાં કર્મપુદ્ગલોનો પ્રવેશ છે, એટલા માટે ક્રોધ, માન, માયા અને લોભ - આ કષાયો આત્માને ઘોર દુઃખ આપે છે. આ ક્રોધાદિ કષાયો મોહનીય કર્મ છે. કર્મપુદ્ગલ છે. આત્માની સાથે મળીને, દોસ્ત બનીને દુશમનનું કામ કરે છે.
ક્રોધી, માની, માયી, લોભી, પુદ્ગલ રાગે હોય; - પુદ્ગલ સંગ વિના એ ચેતન શિવનાયક નિત જોય.
જ્યારે પુદ્ગલ સંગ છૂટી જશે ત્યારે ચેતન આત્મા શિવનગરનો વાસી -મુક્તિનો સ્વામી બની જશે, ત્યારે નહીં રહે ક્રોધ, નહીં રહેમાન, નહીં રહે માયા અને નહીં રહે લોભ ! આત્મા વીતરાગ બની જશે. બનવું છે વીતરાગ ? બનવું છે અકષાયી?, તો પુદ્ગલ રાગ ઓછો કરતા રહો. પુદ્ગલની આસક્તિ તોડતા રહો. પુગલ સંગથી જ કામી-વિકારીઃ ' જેવી રીતે પુદ્ગલ રાગથી જ જીવ કષાયી બને છે, એવી જ રીતે પુદ્ગલથી જ જીવ કામી-વિકારી (વાસનાવિવશ) બને છે. વિષયવાસના, પુદ્ગલ પ્રેમથી જ ઉત્પન્ન થાય છે. શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું, બધાં શરીર પૌદ્ગલિક હોય છે. મનુષ્યનાં શરીર ઔદારિક નામનાં પુદ્ગલોથી બને છે. શરીરનાં રૂપરંગ પણ પુદ્ગલની જ રચના છે. એક કવિએ ગાયું છેઃ
કોઈ ગોરા, કોઈ કાલા પીલા, નયણે નિરખન કી,
વો દેખી મત રાચો પ્રાણી, રચના પુદ્ગલ કી. શરીર અને શરીરનાં રૂપરંગ તો પૌદ્ગલિક જ છે. જીવના મનમાં જે જાતીય વાસના સેક્સી વૃત્તિ જાગે છે, તે પણ કર્મપુદ્ગલને કારણે જ જાગે છે. પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદ - આ ત્રણ કર્મભેદ મોહનીય કર્મના જ ભેદ છે. પુદ્ગલને સંગે જ આત્મા વિકારી - વિષયી બને છે.
નરનારી નપુંસક વેદી પુદ્ગલ કે પરસંગ
જાણ અવેદી સંદા જીવ એ. પુદ્ગલ વિના અભંગ. જે વિષયવાસના તોડવી હોય, અવેદી-અવિકારી બનવું હોય, તો પુદ્ગલ પ્રેમ અન્યત્વ ભાવના
૫ |
Page #16
--------------------------------------------------------------------------
________________
તોડવો જ પડશે. પુદ્ગલ પ્રેમે જ વિનાશ વેર્યો છે. વિષયાસક્તિથી કેટલાય જીવ દુર્ગતિમાં જાય છે અને દુઃખી થાય છે. વિષયાસક્તિને કારણે જ જીવ અવિચારીવ્યભિચારી બને છે. અવિચારી અને વ્યભિચારી જીવ આ સંસારમાં કયું દુઃખ પામતો નથી ?
પુદ્ગલ પ્રેમથી જ જન્મ-જરા અને મૃત્યુ ઃ
જેવી રીતે વિષયાસક્તિ પુદ્ગલ પ્રેમથી થાય છે એ રીતે જન્મ, જરા, મૃત્યુ પણ પુદ્ગલને કારણે જ થાય છે. જન્મ, જરા, મૃત્યુનાં દારુણ દુઃખ કર્મપુદ્ગલને કારણે જ થાય છે. જ્યાં સુધી જીવ આયુષ્યકર્મ બાંધતો રહે છે ત્યાં સુધી જન્મ-મૃત્યુ નિશ્ચિત હોય છે. આમ તો આત્મા અજર-અમર છે. જ્યારે આયુષ્યકર્મનો ક્ષય થાય છે ત્યાર પછી જીવને કદી જન્મ લેવો પડતો નથી. જન્મ નહીં તો જરા નહીં અને મૃત્યુ પણ નહીં.
જન્મ જરા મરણાદિક ચેતન નાનાવિધ દુઃખ પાવે. પુદ્ગલ સંગ નિવારત તિણ દિન, અજર અમર હો જાવે.
જો જન્મ લેવો ન હોય અને વૃદ્ધાવસ્થા ન જોઈતી હોય, મૃત્યુનું દુઃખ જોઈતું ન હોય, તો પુદ્ગલ પ્રેમ તોડવો જ પડશે. આ દૃષ્ટિએ તીર્થંકરોએ પુદ્દગલજન્ય સુખોનો ત્યાગ કરવાનું કહ્યું છે. સુખોનાં સાધનોનો મોહ આ દૃષ્ટિથી તોડવો પડશે. પુદ્ગલ પ્રેમથી જ કર્મબંધ :
જેવી રીતે જન્મ, જરા અને મૃત્યુ પુદ્ગલ પ્રેમથી થાય છે, એ રીતે કર્મોનું બંધન પણ પુદ્ગલ પ્રેમને કારણે જ થાય છે.
ભૂલતા નહીં, આપણી વાત અન્યત્વ ભાવનાની ચાલી રહી છે. આપણો આત્મા પુદ્ગલ કરતાં ‘અન્ય’ છે, જુદો છે, ભિન્ન છે - એ વાતનું ચિંતન કરવાનું છે. જેનાથી આપણો આત્મા ભિન્ન છે એ પુદ્દગલ દ્રવ્યને ભિન્ન ન માનતાં આપણે આપણું જ માની રહ્યા છીએ, એનાથી આપણો કેટલો અને કેવો વિનાશ થઈ રહ્યો છે એ સારી રીતે સમજશો તો ‘ભેદજ્ઞાન’ થશે.
પુદ્દગલ દ્રવ્યના પ્રેમથી જ પુદ્ગલ કર્મનો અને પાપકર્મોનો બંધ થાય છે. પુદ્ગલ ભાવો પ્રત્યે રાગદ્વેષ કરતો રહે છે જીવ અને કર્મબંધ પણ કરતો રહે છે. જીવ જાણે કે ન જાણે, કર્મબંધ તો થતો જ જાય છે.
પુદ્ગલ રાગ કરી ચેતનકું, હોત કર્મ કો બંધ, પુદ્ગલ રાગ વિસારત મનથી, નિરાગી નિબંધ,
આમ તો મૂળભૂત સ્વરૂપમાં આત્મ વીતરાગી છે, એટલા માટે તે નિર્બંધ હોય છે.
શાન્તસુધારસ : ભાગ ૨
Page #17
--------------------------------------------------------------------------
________________
એટલે કે કર્મબંધ નથી હોતાં. પરંતુ જ્યાં સુધી પુદ્ગલ સંગ છે, પુદ્ગલ પ્રેમ છે, ત્યાં સુધી કર્મોનો બંધ થતો જ રહેશે. v સ્વજનોથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે. v પરિજનોથી, મિત્રોથી-સ્નેહીથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે.
ધનવૈભવ, સંપત્તિથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે. પોતાના અગર બીજાનાં શરીરથી પ્રેમ કરે છે, કર્મબંધ થાય છે.
જીવ જેની ઉપર પ્રેમ કરે છે, રાગ કરે છે, એના ઉપર દ્વેષ પણ કરે છે. જ્યાં રાગ ત્યાં દ્વેષ! રાગદ્વેષથી કર્મબંધ થતો રહે છે. કર્મબંધથી જ કર્મ ઉદયમાં આવે છે. કર્મ ઉદયમાં આવવાથી જીવને સુખદુઃખ મળે છે. પુણ્યકર્મના ઉદયથી સુખ અને પાપકર્મના ઉદયથી દુઃખ મળે છે.
મોટા ભાગના લોકો કર્મબંધ’નું તત્ત્વજ્ઞાન જાણતા નથી, એટલા માટે અજ્ઞાન દશામાં તીવ્ર કોટિનાં પાપકર્મ બાંધી લે છે. પ્રદૂગલ પ્રેમને કારણે જ તેઓ પાપકર્મ બાંધે છે. કષાય પરવશ થઈને, વિષયવિવશ થઈને પાપકર્મ બાંધે છે અને પાપકર્મ ભોગવવા માટે નરકગતિમાં અથવા તિર્યંચગતિમાં જન્મ લે છે. નિમ્નકોટિની મનુષ્યગતિમાં પણ જન્મે છે. ત્યાં દુખ, ત્રાસ અને વેદનાઓ ભોગવે છે. પુદ્ગલ પ્રેમથી જ ત્રિવિધ યોગઃ
જેવી રીતે પુદ્ગલ પ્રેમથી કર્મબંધ થાય છે. એ જ રીતે મનોયોગ, વચનયોગ અને કાયયોગની પ્રાપ્તિ પણ પુદ્ગલથી જ થાય છે. શુદ્ધ સ્વરૂપમાં તો આત્મા અયોગી જ છે. પુદ્ગલ સંગથી જ સયોગી છે.
મન-વચન-કાયયોગ પુદ્ગલથી નિપજાવે નિતમેવ,
પુદ્ગલ સંગ વિના અયોગી થાય લહી નિજમેવ. કદાચ તમે કહેશો મનવચન-કાયાની પ્રાપ્તિ થવી એ તો સારી વાત છે ને? ના, જ્યાં સુધી આત્માની ‘અયોગી' સ્થિતિનું જ્ઞાન નથી હોતું, સિદ્ધ અવસ્થાનું જ્ઞાન નથી, ત્યાં સુધી સયોગી અવસ્થા સારી લાગતી રહેશે ! આત્માની મૂળ સિદ્ધાવસ્થાની અપેક્ષાથી આ સયોગી અવસ્થા ઉપાદેય નથી. આપણે અયોગી બનવાની આરાધના કરવાની છે. મુક્તિ પામવી, મોક્ષ મેળવવો એટલે અયોગી બનવું. | ‘મન’ એ મનોવર્ગણાનાં પુદ્ગલોનું બનેલું છે. જીવ એ બનાવે છે ! i “વચન છે તે ભાષાવર્ગણાનાં પુગલોથી બને છે. એ બનાવે છે જીવ.
[ અન્યત્વ ભાવના
[૭]
Page #18
--------------------------------------------------------------------------
________________
# ‘કાયા’ છે તે ઔદારિક વર્ગણાનાં પુદ્ગલોની બનાવટ છે. એને બનાવી છે જીવે !
આખું વિશ્વ પુદ્ગલોથી ભરેલું છે. આપણાં ચર્મચક્ષુથી આ પુદ્ગલ વર્ગણાઓ દેખાતી નથી; પરંતુ જ્યારે જીવાત્મા એ પુદ્ગલોને ગ્રહણ કરીને મન, વચન બનાવે છે, શરીર બનાવે છે, ત્યારે તે ઇન્દ્રિયગમ્ય બને છે. જો કે અન્ય-અન્ય કર્મોની સહાયતા પણ આમાં અપેક્ષિત હોય છે. પરંતુ આજે મારે એ તત્ત્વજ્ઞાન આપવું નથી. આજે તો ‘અન્યત્વ ભાવના’ જ સમજાવવી છે. ‘આપણો આત્મા મન, વચન અને કાયાથી ભિન્ન છે, અન્ય છે... એ વાત સમજાવવી છે. આ વાત સમજવાથી જ્યારે પણ મન, વચન, કાયામાં ક્ષતિ થશે, હાનિ થશે, કોઈક ગરબડ થશે, તો શોક નહીં થાય, સંતાપ નહીં થાય. આ જ ‘અન્યત્વ ભાવના’ના ચિંતનની ફલશ્રુતિ છે. પુદ્ગલ પ્રેમથી જ રૂપ-કુરૂપ :
જેવી રીતે મૂળ રૂપમાં તો આત્મા ‘અયોગી’ છે એ રીતે ‘અરૂપી’ પણ છે. શરીર નહીં તો રૂપ નહીં, રૂપ શરીર સાથે જોડાયેલું તત્ત્વ છે અને શબ્દ-રૂપ આદિ પુદ્ગલના જ ગુણ છે. કોઈ જીવ રૂપવાન હોય છે, તો કોઈ જીવ કુરૂપ હોય છે. તે કર્મપુદ્ગલને કા૨ણે જ હોય છે. રૂપની સાથે ચૈતન્યસ્વરૂપ આત્માને કશું-લેવાદેવા નથી.
ગુણવાન આત્માનું શરીર કાળું હોઈ શકે છે અને દુર્ગુણીનું શરીર ધવલ-ગોરું પણ હોઈ શકે છે ! સર્વ ‘ક્ષાયોપશમિક ગુણ’ આત્માના હોય છે. સર્વ ઔયિક ભાવ પૌદ્ગલિક હોય છે. જ્યારે આત્મા તમામ કર્મોથી મુક્ત થઈ જાય છે ત્યારે તમામ ક્ષાયોપશમિક ગુણ ક્ષાયિક બની જાય છે. ઔદિયક ભાવ નષ્ટ થઈ જાય છે. રૂપ સારું હોય યા ખરાબ પણ એ પૌદ્ગલિક છે.
પુદ્ગલ પિંદ્ર થકી નિપજાવે, ભલા ભયંકર 'રૂપ'. પુદ્ગલ કા પરિહાર કિયાથી, હોવે આપ ‘અરૂપ’.
“રૂપ-કુરૂપતા પુદ્ગલજન્ય છે, હું આત્મા એનાથી પર છું, હું અરૂપી છું” - આ તત્ત્વજ્ઞાન આત્મસાત્ કરી દેવામાં આવે તો જીવ અનેક રાગદ્વેષથી બચી જાય ! કર્મબંધથી બચી જાય, શોક-હર્ષનાં દ્વન્દ્વોથી બચી જાય ! રૂપને મહત્ત્વ ન આપતાં તમે ગુણોને મહત્ત્વ આપતા થશો.
પુદ્ગલ પ્રેમથી ગરીબી અને શ્રીમંતાઈ :
જે રીતે આત્મા રૂપ-કુરૂપથી અન્ય છે, ભિન્ન છે, અરૂપી છે, એ રીતે આત્મા પોતાની રીતે નિર્જસ્વરૂપમાં નથી તો ગરીબ કે નથી શ્રીમંત. ગરીબી અને
શાન્તસુધારસ : ભાગ ૨
८
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રીમંતાઈથી પર છે. "હું ગરીબી અને શ્રીમંતાઈથી પર છુંઅન્ય છું, જુદો છું" - આ અન્યત્વ ભાવનાનું ચિંતન છે. ગરીબી અને શ્રીમંતાઈ પુદ્ગલ નિર્મિત છે. પુણ્યકર્મના ઉદયથી શ્રીમંતાઈ હોય છે અને પાપકર્મના ઉદયથી ગરીબી હોય છે! પુણ્યકર્મ અને પાપકર્મ પૌદ્ગલિક હોય છે. આ દ્રષ્ટિએ ‘અન્યત્વ ભાવનાનું ચિંતન કરવાથી ગરીબીમાં ન હીનભાવના રહેશે કે ન શ્રીમંતાઈમાં અભિમાન રહેશે. દીનતાથી અને અભિમાનથી આ ભાવના બચાવી લેશે.
પુદ્ગલ પિંડ લોલુપી ચેતન, જગ મેં રાંક કહાવે.
પુદ્ગલ નેહનિવાર કે ચેતને, જગપતિ બિરુદ ધરાવે. જ્યારે મનમાં ધન, સંપત્તિ, વૈભવની ઇચ્છા જાગ્રત થાય છે અને તે ઇચ્છા અનુસાર મળતું નથી, ત્યારે મનુષ્ય પોતાને દીનહીન રંક માનવા લાગે છે. પરંતુ “ધન-સંપત્તિ પૌદ્ગલિક છે, મારે પૌલિક સુખ નથી જોઈતું, મારે તો અનંત આધ્યાત્મિક ગુણસમૃદ્ધિ જોઈએ છે કે જે મારી અંદર પડેલી છે.” આ ચિંતન ચેતનને ઉલ્લાસથી ભરી દે છે. તેની દીનતા-હીનતા ચાલી જાય છે. આ પુદ્ગલ પ્રેમથી સંસાર-પરિભ્રમણ
જેવી રીતે ગરીબી અને અમીરીનું કારણ પુદ્ગલ પ્રેમ છે, એ જ રીતે સંસારમાં ચાર ગતિમાં જીવનું પરિભ્રમણ પણ પુદ્ગલ પ્રેમને કારણે જ છે. પ્રવેશ યુક્ત વિનાશમ્ " આ સૂત્ર ભૂલવાનું નથી. આત્મામાં પરદ્રવ્યનો પ્રવેશ જ સર્વનાશનું કારણ છે. સર્વ દુઃખોનું કારણ છે. સંસાર-પરિભ્રમણનું કારણ પદ્રવ્ય છે એટલે કે પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ દ્રવ્યનો રાગ છે.
પુદ્ગલ રસ રાગી જગ ભટકત, કાલ અનંત ગમાયો.
કાચી દોય ઘડી મેંનિજગુણ, રાગ તજી પ્રકટાયો. સંસારમાં ભટકતાં અનંત કાળ ગુમાવ્યો. પુદ્ગલ પ્રેમથી રખડપટ્ટી અટકી નહીં, હવે આ જન્મમાં વિચારી લો. ચાર ગતિમાં ભટકતા જ રહેવું છે કે મુક્તિ પામવી છે? ભટકવાથી અટકી જવું હોય તો પુદ્ગલ પ્રેમથી અટકી જવું પડશે. પુદ્ગલ પ્રેમ ત્યજવો જ પડશે. પુદ્ગલ મમત્વ સાધારણ નથી. એક-બે પ્રકારનું નથી, અસંખ્ય પ્રકારનું છે, એક પણ બંધન રહી ગયું તો ખલાસ, રઝળપાટ રોકાશે નહીં. જેવું રાગનું બંધન હોય છે એવું દ્વેષનું પણ બંધન હોય છે. સમરાદિત્ય મહાકથામાં અગ્નિશમ તાપસને દ્વેષનું બંધન હતું ! રાજા ગુણસેન પ્રત્યે દ્વેષની ગાંઠ બંધાઈ ગઈ હતી. દ્વેષને કારણે સંસારમાં ભટકતો હતો. આમ તો તે તપસ્વી હતો. સંસારત્યાગી સંસારી હતો. એક એક મહિનાના ઉપવાસ કરતો હતો, ધ્યાનમાં રહેતો હતો, સંસારના કોઈ પુદ્ગલ પ્રત્યે એને મોહ ન હતો, મમતા ન હતી, પરંતું એકમાત્ર
અન્યત્વ ભાવના
Page #20
--------------------------------------------------------------------------
________________
ગુણસેન પ્રત્યે દ્વેષ હતો.
રાગનાં બંધન તૂટતાં ઘડી બે ઘડીમાં આત્મા વીતરાગ બની જાય છે, સર્વજ્ઞ બની જાય છે. “હું તમામ પુદ્ગલ દ્રવ્યોથી ૫૨ છું, ભિન્ન છું” એવી ભાવના ભાવતા રહેવાનું છે.
પુદ્ગલ પ્રેમથી જ તમામ નાટકો :
સંસારની બધી જ યોનિઓમાં દરેક ગતિમાં જીવોનાં જે નાટકો ચાલી રહ્યાં છે તે સર્વ નાટકો પુદ્ગલ પ્રેમને કારણે જ છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’માં કહ્યું છે કે -
पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् । भवचक्रपुरस्थोऽपि नामूढः परिखिद्यते 11
અમૂઢ બનીને પરદ્રવ્યનું – પુદ્ગલ દ્રવ્યનું નાટક જોતા રહેવાનું છે. મૂઢ દશામાં તો જીવે અનાદિકાળથી નાટક કર્યાં છે. પરદ્રવ્યને આ પર દ્રવ્ય છે” એવું જીવ સમજ્યો જ ન હતો. સ્વદ્રવ્યનું અને પરદ્રવ્યનું ‘ભેદજ્ઞાન’ ભવસ્થિતિ પરિપક્વ થતાં જ પ્રાપ્ત થાય છે. દૃષ્ટા બનવું છે, જ્ઞાતા બનવાનું છે...જોવું છે, પરંતુ રાગદ્વેષ ક૨વાના નથી. જાણવાનું છે, પણ રાગદ્વેષ કરવાના નથી.
પુદ્ગલ સંગ નાટક બહુ નટવત, કરતાં પાર ન પાયો. ભવસ્થિતિ પરિપક્વ થઈ ત્યારે સહેજે મારગ આયો.
પુદ્ગલ પ્રેમી જીવ વિકલ્પરૂપી મદિરાપાત્રમાંથી સદૈવ મોહમદિરાનું પાન કરતો રહે છે, નટની જેમ સાચે જ એ હાથ ઊંચા કરીને, તાળીઓ બજાવીને નાચે છે. પૌદ્ગલિક સુખ અને મોહમાયાના વિકલ્પોમાં આકંઠ ડૂબીને તે મર્દોન્મત્ત બને છે. તે ક્ષણાર્ધમાં તો તાળીઓ વગાડીને નાચે છે. સુધબુધ ગુમાવી બેસે છે. ક્ષણાર્ધમાં ખુશીથી પાગલ થઈ જાય છે, તો ક્ષણાર્ધમાં શોકમગ્ન બનીને ક્રંદન કરવા લાગી જાય છે. એક ક્ષણમાં મૂલ્યવંતાં કપડાં પહેરીને બજારમાં ફરવા નીકળી પડે છે, તો બીજી ક્ષણે વસ્ત્રવિહીન નગ્નાવસ્થામાં ધૂળ ચાટતો થયેલો દેખાય છે.
પૌદ્ગલિક સુખોની સ્પૃહામાં ભટકતો જીવ કોણ જાણે કેવો ઉન્મત્ત, પાગલ બનીને મસ્તી કરતો નજરે પડે છે. જ્યાં સુધી પૌદ્ગલિક સુખોની નાગચૂડમાંથી મુક્ત ન થવાય ત્યાં સુધી નિર્વિકાર જ્ઞાનાનંદમાં સ્થિર ભાવ આવવો અસંભવ છે.
જ્યાં સુધી જ્ઞાનાનંદમાં સ્થિર ન થાઓ ત્યાં સુધી પરમ બ્રહ્મમાં મગ્ન થવું કઠણ કામ છે અને પરબ્રહ્મમાં, વિશુદ્ધ આત્મસ્વરૂપમાં મગ્નતા સાધ્યા સિવાય આત્માના અનંત ગુણોની સમૃદ્ધિ પામવી અસંભવ છે.
૧૦
શાન્તસુધારસ : ભાગ ૨
Page #21
--------------------------------------------------------------------------
________________
આત્માનું વાસ્તવિક સિદ્ધસ્વરૂપ સ્ફટિકની જેમ વિમળ, નિર્મળ અને વિશુદ્ધ છે. એમાં પુલ ભાવનો સંબંધ આરોપિત કરીને, પરભાવનો સંબંધઆરોપિત કરીને અવિવેકી જીવ આકુળવ્યાકુળ જ થાય છે. વિશુદ્ધ આત્મામાં પુગલ ભાવોનો આરોપ
મૂળરૂપમાં શું આત્મા એકેન્દ્રિય છે? શું બેઈન્દ્રિય છે?પંચેન્દ્રિય છે? ના. ઇન્દ્રિયો પૌદ્ગલિક છે, આત્મા ચેતનસ્વરૂપ છે. કહેવાયું છે કે -
પુદ્ગલ કે વશ એકેન્દ્રિય બહુ પંચેરિયપણું પાવે.
લેશ્યાવંત જીવ એ જગમાં. પુદ્ગલ સંગ કહાવે. જીવનું શ્યામ રૂપ, એની બદસૂરતી, તેનાં વાંકાચૂકાં અંગ-ઉપાંગોને જોઈને મનમાં નફરત પેદા થાય છે, બરાબર એ જ રીતે એની ગૌરતા, સુંદરતા, સુઘડતાનું પ્રદર્શન પ્રીતિભાવ ઉત્પન્ન કરે છે, એ જીવની એક પ્રકારની જડતા નથી તો શું છે? આત્માનો સ્ફટિક રત્નની જેમ નિર્મળ, વિમલ અને વિશુદ્ધ છે. એનું સ્વરૂપ ન તો કાળું ગોરું છે, ન તો એની આકૃતિ સુંદર અથવા કુરૂપ હોય છે. આ તો બધાં પુદ્ગલ ભાવોનાં આત્મામાં પડેલાં પ્રતિબિંબ માત્ર છે. સર્વે સંબંધો પુદ્ગલ રાગથી :
સંસારના તમામ સંબંધો પુદ્ગલ પ્રેમથી પ્રેરિત હોય છે. આત્મા સ્વયં તો આ તમામ સંબંધોથી પર છે, ભિન્ન છે, તે કોઈના પિતા નથી કે પુત્ર નથી, ન તો કોઈની માતા છે કે ન સ્ત્રી-પત્ની છે. એ નતો કોઈનો ગુરુ છે કે ન કોઈનો શિષ્ય છે. હું સર્વ સંબંધોથી પર છું, અન્ય છું.” આ અન્યત્વ ભાવનાનું ચિંતન છે.
પુદ્ગલ રાગે વાર અનંતી. માત, તાત, સુત થઈયા,
કિસકા બેટા, કિસકા બાબા, ભેદ સાચે જબ લહિયા. “આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, આ મારો પતિ છે...” ઈત્યાદિ મમત્વ પુદ્ગલ રાગજનિત છે. આવું મમત્વ, એકબે જન્મમાં નથી કર્યું અનંત જન્મોમાં કર્યું છે. વિશુદ્ધ આત્માને આ સંબંધો સાથે કશી જ લેવાદેવા નથી. આ વાત સમજવાની છે. અંદરથી સમજવાની છે. વ્યવહારમાં બોલી નાખવાની નથી. નિશ્ચયનયની વાતો હૃદયમાં સ્થિર કરવાની હોય છે અને બહારની દુનિયામાં શુદ્ધ વ્યવહારનું પાલન કરવાનું હોય છે. જ્યારે વ્યવહારમાં અશુદ્ધિ આવી જાય, ત્યારે ભીતરના નિશ્ચયનયના ચિંતનમાં ડૂબીને સ્વસ્થ અને સ્વચ્છ બનવાનું છે.
[ અન્યત્વ ભાવના
છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
આત્મગુણોના ખજાનાને જોતા રહો ઃ
-
ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ કહે છે શા માટે તું પૌલિક ભાવોની પંચાતમાં ફસાય છે ? શા માટે મમત્વને આધીન થઈને પીડાઓ ભોગવે છે ? તું તારી અંદર રહેલા આત્મગુણોના રત્ન-ખજાનાને શા માટે જોતો નથી ?
હા, આત્મગુણો રત્નસમાન છે. આપણી અંદર એ રત્નગુણોનો ખજાનો છે. એક-બે-પાંચ...દશ ગુણરત્નો નથી, પૂરો ખજાનો છે. પુષ્કળ ગુણરત્નો છે. જુઓ, એ ખજાનાને ખોલીને જુઓ. આજ દિન સુધી પુદ્ગલના ખજાનાને બહારની દુનિયામાં જોતા રહ્યા. પુદ્ગલના ખજાનામાં કાચનાં રત્નો પડ્યા છે. દેખાય છે રત્ન, પણ હોય છે કાચના ટુકડા ! આપણે આજ સુધી એ કાચના ટુકડાઓને રત્ન માનીને એમની ઉપર મમત્વ કર્યું, મોહ કર્યો - વાસ્તવમાં જે આત્મગુણ છે એના તરફ જોયું પણ નહીં ! જોઈ પણ કેવી રીતે શકીએ ? જ્ઞાન જ ન હતું કે “હું આત્મા છું. શરીરમાં રહેલ આત્મા છું. મારા અનંત અવિનાશી ગુણ છે. આ શરીર... આ ઇન્દ્રિયો... આ રૂપ...આ નામ....એ તમામ સંબંધો...ધનદોલત એ સર્વથી હું ન્યારો છું.” હવે પૌદ્ગલિક વાતો કરવી નથી.
– હવે પૌદ્ગલિક સુખદુઃખમાં અટવાયું નથી.
હવે પૌદ્ગલિક પદાર્થોના વિષયમાં રાગદ્વેષ કરવા નથી.
હવે પૌદ્ગલિક સુખોની ઇચ્છા કરવી નથી.
હવે મારે આત્મગુણોનું ચિંતન કરવું છે.
આ રીતે ‘અન્યત્વ ભાવના'નું પ્રતિદિન ચિંતન કરતા રહેવાથી મન આકુળવ્યાકુળ નહીં બને. પુદ્ગલવિષયક આગ્રહ-દુરાગ્રહ છૂટી જશે.
જો એકત્વ ભાવના અને અન્યત્વ ભાવનાનું વારંવાર ચિંતન-મનન નહીં કરો તો શોક, સંતાપ અને હર્ષ-ઉન્માદનાં દ્વન્દ્વ સતાવતાં રહેશે. દીનતા-હીનતા, માન, અભિમાન ઇત્યાદિ દોષોમાં માનસિક સ્વાસ્થ્ય સારું નહીં રહે... એટલા માટે ભાવનાઓનું ચિંતન-મનન કરતા રહો.
આજે બસ, આટલું જ.
૧૨
શાન્તસુધારસ : ભાગ ૨
Page #23
--------------------------------------------------------------------------
________________
]િ]GUJરુટ્સ)
પ્રવચન ૨૬
[: સંકલના : • શું છે આપણું.... શું છે પારકું ? “ • પોતાની ભીતરમાં જવાનું છે.
હર્ષ-શોક, ભય, ખુશી -બધું પુગલના કારણે. ભેદવિજ્ઞાન મેળવો. નિર્મળ આત્માને જાણો. પૌદ્ગલિક પ્રેમના કારણે જ નરક-તિર્યંચગતિ.IN કલ્પવૃક્ષનું ભૂત. સ્વહિત માટે પુરુષાર્થ કરો. વાત એક દૃષ્ટિકોણ બે. ઈચ્છાઓથી મુક્ત બનવાનું છે. તત્ત્વજ્ઞાની સોક્રેટિસ. ઈચ્છામુક્તિથી આત્મહિત. પરપદાર્થોનો લોભ છોડો. અન્ય'ના પ્રત્યે આકર્ષણ - ખેંચાણ.
Page #24
--------------------------------------------------------------------------
________________
यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हुदा यत्प्राप्य पेनीयसे । स्निग्धो येषु निजस्वभावमलं, निर्लोट्य लालप्स्यसे, तत्सर्वं परकीयमेव भगवन, आत्मन्न किञ्चित्तव ॥ ३ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ ગ્રંથની અન્યત્વ ભાવનાનું વર્ણન કરતાં કહે છે કે હે આત્માનું, તું જેને માટે ભરપૂર પ્રયત્ન કરે છે, જાતજાતના ભયોથી આતંકિત રહે છે, કોઈ વાર તું ખુશીમાં નાચે છે, કોઈ વાર ઉદાસીન થઈ જાય છે અને વ્યાકુળ થઈ ઊઠે છે. નારાજીમાં હતાશ થઈ જાય છે, કોઈ વાર મનવાંચ્છિત પ્રાપ્ત કરીને જે પદાર્થોની પાછળ પાગલ બને છે તે સર્વે પદાર્થો પરાયા છે, કશું જ તારું નથી. શું નિજનું, શું પરનું
ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે કે તું કોને માટે અર્થ અને કામનો આટલો પુરુષાર્થ કરે છે? તું આટલો ભયાકાન્ત કેમ રહે છે? આટલી ખુશી, આટલી ઉદાસી - વ્યાકુળતા અને કોઈ વાર આટલી નારાજગી શા માટે? જે વસ્તુઓ માટે તું આટલું બધું કરી રહ્યો છે તે શું એ બધું તારું છે? ના. તારું નથી. તું તારો આત્મસ્વભાવ ભૂલીને, પરપદાર્થોની પાછળ, પૌદ્ગલિક પદાર્થોની પાછળ પાગલ બન્યો છે. યાદ રાખ, જે પરપદાર્થો છે તે તારા નહીં બની શકે !
જો જીવાત્મા આત્મસ્વભાવમાં લીન રહે તો હર્ષ-શોકનાં દ્વન્દ નહીં ઊઠે. ન તો : ઉદાસીનતા આવશે, ન વ્યાકુળતા રહેશે. તે રીતે ન નારાજગી રહેશે. જીવ શાન્ત, સ્વસ્થ અને નિરાકુલ રહેશે. જેમ જેમ આત્મભાવમાં લીનતા વધશે તેમ તેમ આત્માનન્દ, પરમાનન્દનો અનુભવ થશે. પરપદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવશે. પૌદ્ગલિક વૈષયિક સુખો પ્રત્યે રાગદ્વેષ ઓછા થઈ જશે.
મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે શું આપણું છે અને શું પારકું છે, એ વાત સારી રીતે સમજી લેવાની છે. જીવ અનંત જન્મોમાં આ વાત સમજ્યો નથી. સ્વયંને ભૂલીને પદ્રવ્યોને સમજવાનો ભરપૂર પ્રયત્ન કર્યો છે, આત્માનો, આત્માના ગુણોનો, આત્માની શક્તિનો વિચાર જ નથી કર્યો, પ્રાપ્ત કરવાની તો વાત જ શું? પરિણામ સ્વરૂપ ભય, શોક, હર્ષ, વિષાદ, ઉદાસી, વ્યાકુળતા, અશાન્તિનો શિકાર બની ગયો
છે,
આપણી અંદર જવાનું છેઃ
જ્યાં સુધી બહારની દુનિયામાં જોતા રહેશે ત્યાં સુધી ભય-શોક આદિ દ્વન્દ્રો [ ૧૪
જ શાન્ત સુધારસઃ ભાગ ૨ |
Page #25
--------------------------------------------------------------------------
________________
રહેવાનાં જ. બહારનાં પૌદ્ગલિક આકર્ષણ થતાં રહેશે. પૌદ્ગલિક મોહ અને મૂર્ચ્છને ઓછી કરવા માટેના કોઈ ઉપાયો બહારની દુનિયામાં નથી. એ ઓછી કરવાનો એકમાત્ર ઉપાય છે - આપણા આત્માની અંદર ચાલ્યા જવું. જે વ્યક્તિ પોતાની અંદર ગઈ છે, એનાં પૌદ્ગલિક-વૈયિક આકર્ષણો છૂટ્યાં છે.
સમ્યગ્દષ્ટિ થવું છે ? સમ્યગ્દર્શન પામવું છે ? તો પોતાની અંદર જવું જ પડશે. આત્માને જાણવો જ પડશે. આત્માભિમુખ થવું જ પડશે. જ્યાં સુધી ચેતન અને જડનું ભેદજ્ઞાન નહીં થાય અને આત્મરતિ નહીં હોય ત્યાં સુધી મનુષ્ય સમ્યગ્દષ્ટિ બની શકશે નહીં, એટલા માટે જીવ-અજીવ બંનેને જાણવા પડશે. “શ્રી દશવૈકાલિક સૂત્ર”માં કહેવામાં આવ્યું છે કે -
જો જીવે વિ ન યાણાઈ, અજીવે વિ ન યાણઈ । જીવાજીવે અયાણતો, કહું સો નાહિઈ સંમ્ ॥
જે જીવને નથી જાણતો, અજીવને નથી જાણતો, જીવ અને અજીવ બંનેને નથી જાણતો એ સંયમને કેવી રીતે જાણશે ? જીવ અને અજીવને ન જાણવા, આત્મા અને અનાત્માને ન જાણવા, જડ અને ચેતનને ન જાણવા એ માત્ર બહિરાત્મદશા છે. બહિરાત્મદશાનો અર્થ છે માત્ર પૌલિક, વૈયિક જીવન જીવવું. જે મનુષ્ય પુદ્ગલમાં મૂર્છિત રહે છે એનો દૃષ્ટિકોણ ભૌતિક હોય છે અને જે મનુષ્ય આત્માનુભવમાં જીવે છે એનો દૃષ્ટિકોણ આધ્યાત્મિક હોય છે. એવી વાત નથી કે આધ્યાત્મિક મનુષ્ય વિષયોનો ઉપભોગ કરતો નથી, કરે છે, પરંતુ એમાં આસક્ત થતો નથી, એમાં એકરૂપ નથી રહેતો; એની ચેતના ૫રભાવથી, પુદ્ગલ ભાવથી ૫૨ રહે છે. જે મનુષ્ય આત્માને નથી જાણતો, જેની આત્મામાં રતિ નથી હોતી તે માત્ર અવિવેકી અને અજ્ઞાની છે.
હર્ષ, ભય, શોક, ખુશી.... બધું જ પુદ્ગલના કારણે ઃ
જેની અંદર થોડોક પણ આત્મપ્રેમ પેદા થયો છે, જે પુદ્ગલની દુનિયાથી અસ્પૃષ્ટ આત્માનુભવની દુનિયામાં જવા ઇચ્છે છે, તેને માટે ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીની આ ‘શાન્તસુધારસ’ની રચના ખૂબ જ મૂલ્યવાન છે. આ રચના માત્ર આત્માર્થી જીવો માટે જ ઉપકારી છે એવું નથી, પરંતુ ભૌતિક, પૌદ્ગલિક પદાર્થોના રાગી જીવો માટે પણ એટલી જ ઉપકારક છે. આરોગ્યના ગ્રંથોમાં અનેક માનસિક બીમારીઓના હેતુ પૌદ્ગલિક રાગ, વિષય રાગ માનવામાં આવ્યો છે...એટલે કે માનસિક બીમારીની પાછળ ભય, શોક, કામ, ક્રોધ આદિ હેતુઓ છે. આ બધો વૈયિક રાગનો જ પરિવાર છે. મૂળ બીમારી છે - પૌદ્ગલિક પ્રેમ ! વૈષયિક રાગ ! અને રાગ છે તો દ્વેષ છે જ! પ્રિય છે તો અપ્રિય છે જ. ઇષ્ટ છે તો અનિષ્ટ હશે
અન્યત્વ ભાવના
૧૫
Page #26
--------------------------------------------------------------------------
________________
જ. બીમારીની જડ છે આ રાગદ્વેષ! આ પ્રિય-અપ્રિયની કલ્પના. ભેદવિજ્ઞાન પ્રાપ્ત કરોઃ "
ઉપાધ્યાયજીએ પૌદ્ગલિક ભાવોની સામે અંગુલિનિર્દેશ કરી દીધો છે કે તત્સવ પીવમેવ વિનિવત્ તવ ! તને જે કંઈ આંખોથી દેખાય છે, તે તમામ પારકું છે. તારું કશું જ નથી. પારકાંને પોતાનું માનવું એ મિથ્યાવૃષ્ટિ છે. એનું જ પરિણામ છે લડાઈ, કજિયા, મારામારી, લૂંટફાટ, હત્યા અને આતંક. .
જ્યાં સુધી માનવ આધ્યાત્મિક નહીં બને, અંદર નહીં જુએ, ત્યાં સુધી આ લડાઈ, ઝઘડા, શોક, ભય વગેરે દૂર થવાનાં નથી. એ બધાંને અટકાવવાનો એક જ શ્રેષ્ઠ ઉપાય છે – ભેદવિજ્ઞાન.
મારો એક પરિચિત શ્રીમંત યુવક છે. કરોડો રૂપિયા છે એની પાસે. તે પ્રભુપૂજા, સામાયિક આદિ ધર્મક્રિયાઓ પણ કરે છે. તો પણ તે વારંવાર માનસિક બિમારીનો શિકાર બની જાય છે. કોઈ વાર એને હર્ષોન્માદ ઘેરી લે છે તો કોઈ વાર ઉદાસીનતા ઘેરી લે છે. હર્ષોન્માદમાં તે હોશ ગુમાવી બેસે છે. ઉદાસીનતામાં આત્મહત્યા કરી લેવા તત્પર થઈ જાય છે. મને એની બિમારીનું કારણ લાગે છે - જડચેતનનું ભેદવિજ્ઞાન. આ “અન્યત્વ ભાવના' એનામાં દ્રઢ નથી થઈ. પુદ્ગલગીતા'માં ચિદાનંદજી કહે છે -
ઈમ વિવેક હિરિદે મેં ધારી, સ્વ પર ભાવ વિચારો.
કાયા-જીવ-જ્ઞાનવ્રુગુ દેખત, અહિ-કંચુકી જિમન્યારો. હૃદયમાં વિવેક એટલે કે ભેદજ્ઞાન ધારણ કરીને “સ્વ” અને “પર”નો વિચાર કરવો પડશે. આ જ જ્ઞાનદ્રષ્ટિથી શરીર અને જીવની જુદાઈ વિચારવી પડશે. જેમ સર્પ અને તેની કાંચળી ભિન-અલગ છે તેમ!
શ્રી ચિદાનંદજીએ ભેદજ્ઞાનને 'વિવેક' કહ્યો છે. સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય ભેદજ્ઞાનને બદલે વિવેક' શબ્દથી વધારે પરિચિત હોય છે. વ્યવહારમાં પણ વિવેક શબ્દનો વધારે ઉપયોગ થાય છે. તેમણે પુદ્ગલગીતામાં વિવેક સંબંધમાં ખૂબ સરસ વાતો કરી છે. તેઓ કહે છે -
રાગ ભાવ ધારત પુદ્ગલથી જે અવિવેકી જીવ
પાય વિવેક, રાગ તજી ચેતન, બંધ વિગત સદીવ. અવિવેકી જીવ, એટલે કે જેના હૃદયમાં ભેદજ્ઞાનનો પ્રકાશ હોતો નથી, તે પુદ્ગલ પ્રેમી હોય છે. તેઓ પુદ્ગલ ભાવના રાગી હોય છે. પરંતુ જે વિવેકી હોય છે, જેના હૃદયમાં ભેદવિજ્ઞાનનું અજવાળું થઈ જાય છે, તે પુદ્ગલ પ્રેમને ત્યજી દે છે અને [ ૧૬ બિન | શાનસુધરસ ભાગ ૨)
Page #27
--------------------------------------------------------------------------
________________
નિબંધન બની જાય છે. નિર્મળ આત્માને જાણોઃ
આપણે મૂળભૂત વાત ઉપર આવીએ. મૂળભૂત વાત છે - નિર્મળ આત્મતત્ત્વને જાણવું. આત્માને જાણવો એટલે કે સર્વ જાણી લેવું. આત્માને જાણવો એટલે દુનિયાના તમામ દગાઓથી બચવું. મિથ્યા છળ અને પ્રપંચોથી બચવાનું છે. આત્માને જાણવાનો છે અને મિથ્યા દ્રષ્ટિકોણનો પરિત્યાગ કરવાનો છે. એટલા માટે ગ્રંથકાર કહે છે કે આત્માને જુઓ, આત્મા સાથે વાત કરો.
જ્યારે મનુષ્ય પોતાના આત્મા સાથે વાત કરવા લાગે છે ત્યારે પોતાની મેળે જ મૌન સધાઈ જાય છે. જ્યાં સુધી આપણે આત્મા સાથે વાત કરવાનું જાણતા નથી ત્યાં સુધી મૌન સારું લાગતું નથી, અને ત્યાં સુધી ધર્મધ્યાન, આત્મધ્યાન અને પરમાત્મધ્યાન પણ સારું લાગતું નથી, સ્વયંને જોતા નથી ત્યાં સુધી આ બધું સારું નથી લાગતું. આચાર્ય અમૃતચંદ્રજીએ કહ્યું છે - *
भावयेद् भेदविज्ञानमिदमच्छिन्नधारया । तावद् यावद् पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठिते ॥
ત્યાં સુધી અવિચ્છિન્ન ધારાથી ભેદવિજ્ઞાનની ભાવના કરવી જોઈએ કે જ્યાં સુધી જ્ઞાન પદાર્થચેતના (પૌદ્ગલિક જ્ઞાન)થી શ્રુત થઈને આત્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત ન થાય.”
હું શરીરથી અલગ ભિન્ન છું” આ અનન્ય ભાવનાનું એક ચિંતન છે, એ વાતની અનુભૂતિ થવી જોઈએ.
दुष्टाः कष्टकदर्थनाः कति न ताः सोढास्त्वया संसृती, तिर्यङ्नारकयोनिषु प्रतिहतश्छिन्नो विभिन्नो मुहुः । सर्व तत्परकीय दुर्विलसितं विस्मृत्य तेष्वेव हा रज्यन्मुह्यसि मूढतानुपचरन्नात्मन्न किं लज्जसे ॥ ४ ॥
પરપદાર્થોની, પૌગલિક પદાર્થોની આસક્તિને કારણે જીવને આ સંસારમાં 'કેટલાં દુઃખ પડ્યાં છે એ બતાવતાં કહ્યું છે કે -
હે આત્મનું, એ બતાવ કે આ વિશ્વમાં એવી કઈ પીડા છે, વિટંબણા છે કે જેનો તે અનુભવ ન કર્યો હોય ! પશુ અને નરકગતિમાં તેં માર ખાધો છે. વારંવાર તને કાપવામાં આવ્યો છે. તારા ટુકડેટુકડા કરવામાં આવ્યા છે. આ સર્વ પરપદાર્થોની આસક્તિની ઈન્દ્રજાળ છે અને આટલો કરુણ અંજામ વિસારીને ફરી પાછો એ ભાવમાં પગ મૂકી રહ્યો છે? મૂઢ બનતો જાય છે? બેશરમીની પણ હદ હોય છે ! અન્યત્વ ભાવના દ
૧૭ ]
૧૭.
Page #28
--------------------------------------------------------------------------
________________
પૌગલિક પ્રેમથી જ નરક-તિર્યંચગતિઃ પુદ્ગલગીતામાં કહ્યું છે “પુદ્ગલરાગે નરકવેદના અનંતીવાર વેદી.”
તાડન-મારન-છેદન-ભેદન-વેદન બહુવિધ પાઈ,
ક્ષેત્રવેદના આદિ દઈને વેદભેદ દરસાઈ પહેલાં તમને મેં નરકગતિનાં દુઃખો બતાવ્યાં, જીવે નરકની આવી વેદના એક વાર નહીં બે વાર નહીં, અનંત વાર ભોગવી છે. કયાં કારણે ભોગવી છે?પુદ્ગલ પ્રેમને કારણે. પરંતુ અહીં જીવ એ ભૂલી જાય છે. અહીંયાં પુણ્યકર્મના ઉદયથી કેટલાંક વૈષયિક સુખો મળે છે, પરંતુ ભૂતકાલીન નરકતિર્યંચગતિનાં દુઃખોને ભૂલી જાય છે. ગ્રંથકાર જીવને એ દુઃખો યાદ કરાવે છે. તે ત્રાસ, વેદનાઓ યાદ કરાવે છે. ફરીથી નરક-તિર્યંચગતિમાં જવું નથી, ફરી વાર ત્યાંનાં ઘોર દારુણ દુઃખ સહન કરવાં નથી તો પુદ્ગલ રાગ ત્યજી દેવો પડશે.
ગ્રંથકાર ઉપાધ્યાયજી ઉપાલંભભયસ્વરમાં કહે છે જે પુદ્ગલ પ્રેમને કારણે તે આટલાં બધાં દુઃખ સહન કયાં, તો પછી ફરીથી પુદ્ગલ પ્રેમમાં પાગલ બની રહ્યો છે. તને શરમ નથી આવતી ? ભૂતકાલીન કડવા અનુભવોને કારણે મનુષ્ય કંઈક બોધ પ્રાપ્ત કરવો જોઈએ. એક ભૂલ બે વાર કરવી, વારંવાર કરવી, એ બુદ્ધિમત્તા નથી; મૂર્ખતા છે. કલ્પવૃક્ષનું ભૂત
પુદ્ગલ પ્રેમ સંબંધી એક ઉપનયકથા સંભળાવું છું. ખૂબ સરસ કથા છે. ગરમીના દિવસો હતા. એક મુસાફર જઈ રહ્યો હતો. ખૂબ તરસ, ભૂખ અને થાકથી તે વ્યાકુળ થઈ ગયો હતો. ઘટાદાર વૃક્ષ હતું. વૃક્ષની નીચે સરસ છાયા હતી. શીતળ પવન વાતો હતો. મુસાફર ઝાડ નીચે જઈને બેઠો. એણે શીતળ વાયુને કારણે શાન્તિ અનુભવી. તે વિચાર કરે છે. આજુબાજુ જો પાણી હોત તો કેટલું સરસ!
વિચાર આવતાંની સાથે જ ચાંદીના ઘડામાં પાણી લઈને એક સુંદર સ્ત્રી ત્યાં પ્રકટ થઈ. મુસાફર તો આશ્ચર્યચકિત થઈ ગયો! અતિશય ખુશ થયો. તેણે વિચાર કર્યો. “હું ભૂખ્યો છું. કશુંક ખાવાનું મળી જાય તો ખાઈને પાણી પી લઉં!”
મુસાફર આવો વિચાર કરે છે ત્યાં ચાંદીની થાળીમાં મિષ્ટ ભોજન લઈને એક સેવિકા પ્રકટ થઈ. મુસાફર તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તે આનંદમાં નાચવા લાગ્યો. તેણે ભોજન કર્યું, પેટ ભરીને પાણી પીધું, પછી વિચાર કર્યો : ભોજન પછી વામકુક્ષી કરવાની સગવડ મળી જાય તો થોડોક આરામ કરી લઉં!”
ઈચ્છા કરતાંની સાથે જ એક સુંદર પલંગ, એમાં સુંદર પાથરણું અને [ ૧૮ ]
| શાન્ત સુધારસ : ભાગ ૨
Page #29
--------------------------------------------------------------------------
________________
મચ્છરદાની પ્રકટ થઈ ગયાં ! સાથમાં પંખો લઈને એક દાસી ઉપસ્થિત થઈ. મુસાફર તો આશ્ચર્યમૂઢ બનીને જોતો જ રહ્યો. અચાનક તેના મનમાં એક નવો વિચાર આવ્યો - “કલ્પના કરું છું તે બધું મળી જાય છે, તો આ વૃક્ષમાં કોઈ ભૂત તો નિવાસ નહીં કરતું હોય?”
વિચાર આવ્યો તેટલામાં જ એક ભયાનક આકૃતિવાળું ભૂત પ્રકટ થઈ ગયું મુસાફર ગભરાયો. તેને પરસેવો વળી ગયો. તેણે વિચાર કર્યો: “શું આ ભૂત મને ખાઈ જશે?” ખલાસ થઈ ગયું ! એ ભૂત પ્રવાસીને ખાઈ ગયું ! પ્રવાસ પૂર્ણ થઈ ગયો. પૌગલિક પ્રેમે જીવની આવી દશા કરી છે. અનંત ઈચ્છાઓ જીવને નરકનિગોદમાં ઘસડીને લઈ જાય છે. તે ઘોર દુઃખ અને ત્રાસ ભોગવે છે અને તેનો સર્વનાશ થઈ જાય છે. સ્વહિત માટે પુરુષાર્થ કરોઃ
પૌદ્ગલિક પ્રેમ, વૈષયિક રાગ, પરભાવ આસક્તિનાં અતિ દુઃખદ પરિણામ સમજ્યા પછી શું તમે પુદ્ગલ પદાર્થો પ્રત્યે વિરક્ત બનશો? જો થોડીક પણ બુદ્ધિમત્તા હોય તો વિરક્ત બનો અને પુદગલ પદાર્થોની ઈચ્છાઓ ઓછી કરતા જાઓ. જીવનમાં પરપદાર્થોની ઓછામાં ઓછી આવશ્યકતાઓ રાખો. આ તો માયાવી દુનિયા છે. ભૂતના કલ્પવૃક્ષ જેવી છે. એટલા માટે ગ્રંથકાર કહે છે -
ज्ञानदर्शनचारित्रकेतनां चेतनां विना । सर्वमन्यद्विनिश्चित्य यतस्व स्वहिताप्तये ॥ ५ ॥
જ્ઞાનમય; દર્શનમય, ચારિત્રમય ચેતના (આત્મા) સિવાય તમામ પદાર્થો પરાયા છે, અન્ય છે.” તું આ વિચારને દ્રઢ કરીને પોતાના આત્મહિતમાં આત્મકલ્યાણ માટે પ્રયત્ન કર.'
જે આત્માથી પર છે, ઈન્દ્રિયોનો વિષય છે, પુદ્ગલ પદાર્થ છે, એમનો. ભોગોપભોગ તો જીવન માટે કરવો જ પડે છે, પરંતુ એમાં રાગી બનવાનું નથી, આસક્ત બનવાનું નથી. જ્ઞાની એ જ છે કે જે આત્માને જાણે છે અને જ્ઞાની રાગરહિત અને વિરાગસહિત હોય છે.
આપણા આગમગ્રંથોમાં કહ્યું છે : મનિ. શ્રમણ-શ્રમણી શરીરના સૌન્દર્યને વધારવા માટે ભોજન નથી કરતાં, આહાર નથી લેતાં; તો પછી પ્રશ્ન થાય કે મુનિ ભોજન શા માટે કરે છે? ભોજનનો ઉદ્દેશ શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે માત્ર શરીર ધારણ કરવા માટે - શરીર નિવહ માટે, સંયમજીવનની નિબંધ પાલના માટે અને સુધાવેદનાના શમન માટે મુનિ વિરક્ત ભાવથી ભોજન કરે છે. | અન્યત્વ ભાવના
૧૯ |
Page #30
--------------------------------------------------------------------------
________________
મુનિએ દોષરહિત ભિક્ષા લાવવાની હોય છે અને રાગદ્વેષ કર્યા વગર, નિંદાપ્રશંસા કર્યા વગર ભોજન કરવાનું હોય છે. આમ તો જે જ્ઞાની હોય છે તેવા તમે પણ જ્ઞાની બની શકો છો. તમારું ભોજન-લક્ષ્ય એવું બની શકે છે. તમે સુંદર મકાનમાં રહો, પરંતુ તમારું લક્ષ્ય આત્મહિતનું, આત્મકલ્યાણનું આરાધન બનવું જોઈએ. શરીરમાં રોગ ઉત્પન્ન થતાં તમે દવા પણ લઈ શકો છો. તમારો ઉદ્દેશ સાધના માટે શરીરને સ્વસ્થ રાખવાનો છે. આત્માની અંદર જ્ઞાનની જ્યોત જલતી રહેશે તો પૌદ્ગલિક પદાર્થોના ભોગોપભોગમાં રાગદ્વેષ નહીં જાગે. વાત એક - દૃષ્ટિકોણ છે?
ભૂખ લાગવી એક વાત છે. જ્ઞાનીને ભૂખ લાગે છે તેમ અજ્ઞાનીને પણ ભૂખ લાગે છે, પરંતુ બંનેના વિચારવાનો દ્રષ્ટિકોણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાની વિચારે છે કે ભૂખ એક બીમારી છે. એના ઉપચાર માટે ભોજન કરવાનું છે. જ્ઞાની વ્યક્તિનો ભોજન પ્રત્યે ચિકિત્સાત્મક દ્રષ્ટિકોણ હશે, જ્યારે અજ્ઞાનીનો દ્રષ્ટિકોણ રચનાત્મક પદ્ધતિનો હશે. તે તો વિચારશે કે “ભોજન સ્વાદિષ્ટ હોવું જોઈએ, મધુર હોવું જોઈએ.”
જ્ઞાની અને અજ્ઞાનીના દ્રષ્ટિકોણ તદ્દન વિભિન્ન હોય છે. અજ્ઞાનીનો દ્રષ્ટિકોણ હોય છે સ્વાદનો, શરીરપુષ્ટિનો, શરીરવધનનો અને જ્ઞાનીનો દ્રષ્ટિકોણ હોય છે માત્ર ઉપચારનો !
શ્રી આચારાંગસૂત્રમાં એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે : “અપ્પા સહ પરિબ્બા " જે જ્ઞાની છે, દ્રષ્ટા છે, તે ભોગ કરે છે. ખાનપાન, શયનાદિ સમગ્ર વ્યવહારોનું આચરણ કરે છે, પરંતુ એના પ્રત્યે એનો દ્રષ્ટિકોણ અજ્ઞાનીના દ્રષ્ટિકોણ કરતાં ભિન્ન છે. એક સામાન્ય મનુષ્ય જેવો વ્યવહાર કરે છે તેનાથી ભિન્ન રીતનો વ્યવહાર જ્ઞાની કરશે. જીવનવ્યવહારોમાં એ જ્ઞાનને અનુસૂત કરશે, એનો સમગ્ર જીવનવ્યવહાર જ્ઞાનમય બનશે. ઈચ્છાઓથી મુક્ત થવાનું છેઃ
માત્ર વિચારવાનું જ નથી કે “આત્મા જ્ઞાનમય છે, દર્શનમય છે, ચારિત્રમય છે.” જીવનવ્યવહારોમાં જ્ઞાન-દર્શન-ચારિત્રને ઉતારવાનાં છે. એ ત્યારે જ શક્ય બનશે કે જીવન જીવવામાં ઈચ્છાઓ ઓછી થશે, મૂચ્છ નહીં રહે. તીવ્ર ઈચ્છાને મૂચ્છ કહે છે. મૂચ્છને પરિગ્રહ કહેવામાં આવે છે. પરિગ્રહનો ત્યાગ કરવો એટલે કે મૂચ્છનો ત્યાગ કરવો. ‘સમયસાર’માં કહ્યું છે -
[ ૨૦
| શાન્તસુધારસ ભાગ ૨
Page #31
--------------------------------------------------------------------------
________________
अपरिग्गहो अणिच्छो भणिदो, णाणीय णेच्छदे धम्मं ।
अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सोहोदि ॥ કેવું સમીકરણ બતાવ્યું છે ? ઈચ્છા અજ્ઞાન છે, અનિચ્છા જ્ઞાન છે. અનિચ્છા જ અપરિગ્રહ છે. જે અપરિગ્રહી છે તે જ ધર્મનો જ્ઞાતા છે. આ વાત ગંભીરતાથી સમજવાની છે. જે “અન્યતું” છે, આત્માથી ભિન્ન છે, જડ પૌગલિક છે, એની ઇચ્છા ન કરવી. ભોગ-ઉપભોગ કરવો પડે તો કરવો, પરંતુ ઇચ્છા ન કરવી.
કેટલાંક ઉદાહરણો દ્વારા આ વાત સમજાવું છું. i ભોજન માત્ર હાથથી આવે અને મુખમાં જાય તો તે જ્ઞાનીનું ભોજન છે અને
ભોજન મનમાં રહે તો તે અજ્ઞાનીનું ભોજન છે. મનમાં ભોજન હોવું એટલે કે તે વિચારે કે આજે મોસમ સરસ છે. હલવો ખાવો જોઈએ. વડાં-પકોડાં ખાવાં
જોઈએ.... એ બતાવે છે કે એના મનમાં ભોજન છે. ' • જ્ઞાની મહેલમાં રહી શકે છે, પરંતુ એના મનમાં દિમાગમાં મહેલ નથી હોતો,
જ્યારે અજ્ઞાનીના મનમાં હોય છે. ભલેને તે ઝૂંપડીમાં રહેતો હોય. એના મનમાં મહેલના વિચારો ચાલતા રહેશે. જ્ઞાની મહેલમાં રહેતો હશે, પણ એના વિચારો.... વન, પર્વત વગેરેની બાબતમાં ચાલતા રહેશે. ગિરિ-ગુફાઓમાં જઈને ધર્મધ્યાનમાં નિમગ્ન થવાના ચાલતા હશે. જ્ઞાની સ્વજનોની વચ્ચે રહેતો હશે, પરંતુ એના મનમાં એકત્વના વિચારો ચાલતા રહેશે - “સંયમી બનીને, સિંહની જેમ એકલા જ જંગલમાં ક્યારે વિહાર કરીશ? મૌન બનીને ક્યારે કાયોત્સર્ગમાં રાતદિવસ પસાર કરીશ? વગેરે.'
અજ્ઞાની મનુષ્ય એકલો હશે તો તે પરિવાર વધારવાનો વિચાર કરશે - હું લગ્ન કરીશ. મારે બાળકો થશે. તેમનાં પણ લગ્ન કરીશ. તેમને ય બાળકો થશે” વગેરે વિચારો કરતો રહેશે. એના મનમાં પરિવાર વસી જશે.
આપણી વાત ચાલતી હતી ઇચ્છાઓ - ભૌતિક ઈચ્છાઓ કરવા અંગેની તીવ્ર ઈચ્છાઓથી મુક્ત થવાની. જીવનમાં જે અનાસક્તિ આવશ્યક છે એની ઇચ્છા ન કરવાની. તત્વજ્ઞાની સોક્રેટિસ:
એક દિવસે કેટલાક શિષ્યો સોક્રેટિસને એક મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં લઈ ગયા. એ દુકાનમાં કલા-કારીગરીની અનેક સુંદર વસ્તુઓ હતી સોક્રેટિસ સ્ટોરમાં ફર્યા. અનેક વસ્તુઓ જોઈ, પ્રશંસા કરી, પ્રસન્ન થઈને દુકાનની બહાર નીકળી ગયા. શિષ્યોએ પૂછ્યું: ‘આ બધું જોતાં તમારાં મનમાં કેવા વિચારો આવ્યા?”
| અન્યત્વ ભાવના
[૨૧]
Page #32
--------------------------------------------------------------------------
________________
સોક્રેટિંસે કહ્યું: “આપણા દેશના કલાકારોની કલા-કારીગરી જોઈને આનંદ થયો.” શિષ્યોએ પૂછ્યું: “આપને કોઈ વસ્તુ લેવાની ઈચ્છા ન થઈ ?”
સોક્રેટિસે જવાબ આપ્યો : “ના, મારે જે વસ્તુની આવશ્યકતા જ ન હોય તે લેવાની ઈચ્છા જ કેમ થાય?” શિષ્યોએ કહ્યું: “સુંદર વસ્તુ લેવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે ને ?”
સોક્રેટિસનો જવાબ હતોઃ “આપણા દેશમાં વૈદ્યો ખૂબ સારી દવાઓ બનાવે છે, પરંતુ જેની જરૂર ન હોય તે દવા ગમે તેટલી સારી હોય, તો પણ શું તમે. એ દવા લેશો?" સોક્રેટિસે તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉતાર્યું હતું. ઇચ્છામુક્તિથી આત્મહિત :
'ગ્રંથકારે કહ્યું છે: "તસ્વ હતા . આત્મહિતાર્થે પ્રયત્ન કર. . આત્મહિત થાય છે અનિચ્છાથી, ઇચ્છાઓના અભાવથી, અનુરાગાત્મક ઈચ્છા ન કરવાથી. જ્ઞાની પુરુષ અનાવશ્યક પદાર્થોને કામમાં લેશે, ઉપયોગ કરશે, પરંતુ એના પ્રત્યે અનુરાગ નહીં સેવે. ભવિષ્ય માટે પદાર્થોની આકાંક્ષા પણ નહીં કરે. - હવે કર્મબંધની વૃષ્ટિએ એક વાત કરી દઉં, પ્રવૃત્તિની સાથે કર્મનો બંધ થાય છે. જ્ઞાનીનો બંધ લૂખો સૂકો જ હોય છે. એ ઉદયમાં આવશે તો એના વિપાક ગહન નહીં હોય. એ સહજ ઉદયમાં આવીને ક્ષીણ થઈ જશે. અજ્ઞાની મનુષ્ય ચીકણો કર્મબંધ કરે છે એનો ગહનવિપાક ભોગવવો પડે છે. વર્તમાનમાં પ્રાપ્ત પદાર્થપ્રત્યે અનુરાગ ન હોવો અને ભવિષ્યની આકાંક્ષા ન હોવી - એ જ્ઞાનીનું લક્ષણ છે.
જ્ઞાનીનું બીજું લક્ષણ છે -અલેપ! જ્ઞાનીને લેપ નથી થતો, તે તો અલિપ્ત જ રહે છે. “જ્ઞાનસારમાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છેઃ હિતો નિશ્વિનાત્મા, નિરવ વ્યવહાલત . નિશ્ચયવૃષ્ટિથી આત્મા અલિપ્ત હોય છે, જેમ કે આકાશ કાદવથી લિપ્ત થતું નથી.
"आकाशमिव पंकेन नासी पापेन लिप्यते ।" આચાર્યશ્રી કુંદકુંદાચાર્યે “સમયસારમાં આ જ વાત બીજા ઉદાહરણ દ્વારા સમજાવી છે - ,
णाणी रागप्पजहो । सबदब्बेसु कम्ममज्झगदो, णो लिप्पदि रजएण हु काममझे जल कयणं । अप्पाणी पुण स्तो सबदव्येसु कम्ममझगदो, लिप्पदि कम्मरण करमम्मझे जल लोहं ॥
૨૨
*
* * *''- +::::
ની શાન્ત સુધારસ : ભાગ ૨
:
Page #33
--------------------------------------------------------------------------
________________
કાદવમાં સોનું અને લોખંડ બંને પડ્યાં છે. બંનેની પ્રકૃતિ અલગ-અલગ હોય છે. કાદવમાં પડેલા સોનાને કાટ લાગતો નથી, તે તો બિલકુલ સાફ રહેશે, પરંતુ લોઢા ઉપર કાટ લાગી જશે. આમ સોનાની અને લોખંડની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. એ જ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય છે. ઘટના સમાન હોય છે, જ્ઞાની અલિપ્ત રહેશે જ્યારે અજ્ઞાની લેવાશે.
જ્ઞાનીની ઓળખાણ માટે ત્રણ વાતો કહી - ઉપચાર બુદ્ધિ, ઈચ્છાઓનો અભાવ અને અલિપ્તતા. આ ત્રણ તત્ત્વો એવાં છે કે જ્ઞાનીની જીવનયાત્રાને નિરપવાદ બનાવે છે. જ્ઞાની અને અજ્ઞાનીનો ભેદ બતાવી દે છે. પરપદાર્થોનો લોભ છોડો:
હા, એક વાત સમજવી કે જીવ અનાદિકાળથી અજ્ઞાની જ રહ્યો છે. એને જ્ઞાની બનવું પડશે. ભીતરમાં જ જ્ઞાન છે. ભીતરમાં જ જ્ઞાનદશા છે. પ્રકટ કરવાનો પુરુષાર્થ કરવાનો હોય છે. આ પુરુષાર્થમાં વિઘ્ન નાખનારાં અનેક તત્ત્વો હોય છે. એક તત્ત્વ છે - લોભ. અજ્ઞાનજનિત હોય છે લોભ, વૈષયિક સુખોનો લોભ, પદગલિક પદાર્થોનો લોભ જીવાત્માને આત્મહિતની દિશામાં અગ્રેસર નથી થવા દેતો. લોભથી રાગદ્વેષના તીવ્ર અધ્યવસાય પેદા થાય છે. ભય અને આકાંક્ષાની તીવ્રતા પેદા થાય છે. વર્તમાન કાળમાં પૂર્વકાળની અપેક્ષાએ લોભ વધારે પ્રમાણમાં વધી ગયો છે એમ લાગે છે. '
લોભ વધવાથી ભય વધે છે, અનેક સમસ્યાઓ પેદા થાય છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉપદ્રવ વધી જ જાય છે. શારીરિક ઉપદ્રવ છે અગ્નિમંદતા. અગ્નિમંદતાથી ભૂખ ઓછી થઈ જાય છે. ભોજનરચિ મરી જાય છે. દુનિયાની વિચિત્રતા પણ કેવી છે! જેની પાસે ધનના ઢગલા છે એનો અગ્નિ મંદ હોય છે અને જેમનો અગ્નિ તેજ હોય છે તે લોકોને ભોજન મળતું નથી ! કેવો વિરોધાભાસ છે આ?!
માનસિક ઉપદ્રવ હોય છે ચિંતાઓનો. લોભી તો ચિંતાગ્રસ્ત જ રહેશે. જે ધન એની પાસે હશે એની રક્ષાની ચિંતા સતાવે છે અને નવું ધન પ્રાપ્ત કરવાની ચિંતા જાગે છે. એનાથી એના મનનાં અધ્યવસાયક્રૂર બને છે અને તે સત્વર રૌદ્ર ધ્યાનમાં પહોંચી જાય છે. અત્યંત પ્રતિ આકર્ષણઃ
આત્માથી જે અન્યત્ - અન્ય છે, પર છે, ભિન્ન છે એવા પૌલિક પદાથોનું આત્માને અનાદિકાળથી આકર્ષણ છે. જીવનયાત્રામાં આ આકર્ષણ અને વિકર્ષણ
[ અન્યત્વ ભાવના |
૨૩]
Page #34
--------------------------------------------------------------------------
________________
ચાલતું રહે છે. એક જ વસ્તુ પ્રત્યે આકર્ષણ અને વિકર્ષણ ચાલતું રહે છે. આકર્ષણે અને વિકર્ષણે જીવનમાં અનેક સમસ્યાઓ પેદા કરી છે.. પદાર્થો પ્રત્યે આકર્ષણ, સત્તા પ્રત્યે આકર્ષણ, ભોજન વસ્ત્રાદિ પ્રત્યે આકર્ષણ ! વ્યક્તિ પ્રત્યે આકર્ષણ... ચારે તરફ આકર્ષણ જ આકર્ષણ.... પછી વિકર્ષણ અને પાછળથી ઘર્ષણ ! આકર્ષણ અને વિકર્ષણ સાથે ઘર્ષણ જોડાયેલું જ છે,
પુણ્યનો ઉદય આકર્ષણનું નિમિત્ત છે, પાપનો ઉદય વિકર્ષણનું પ્રબળ કારણ હોય છે. પછી થતું રહે છે - ઘર્ષણ ! આ ઘર્ષણમાં ખરેખર આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. આત્માની - ચૈતન્ય સ્વરૂપની વિસ્મૃતિ થતાં ધર્મ અવતરિત થતો નથી. એ આત્મહિતની સાધના કરી શકતો નથી.
પુણ્યકર્મોના ઉદયથી મળનારાં સુખોનું આકર્ષણ મોટું હોય છે, ભયાનક હોય છે. આ આકર્ષણ ગમે તેમ કરીને દૂર કરવું જોઈએ. પુણ્યકર્મજનિત એક પણ સુખનું આકર્ષણ ન રહેવું જોઈએ, તે પછી જ મનુષ્ય આત્મભાવમાં સ્થિરતા પ્રકટ કરી શકે છે. પુણ્યકર્મજનિત સુખોનું આકર્ષણ કપાઈ જશે કે તરત જ પાપકર્માનિત દુઃખો સહન કરવાની શક્તિ પણ પ્રાપ્ત થશે. હા, શક્તિ પ્રાપ્ત કરવી જ પડશે, નહીંતર દુઃખોનો કાય૨ મનુષ્ય ભૌતિક સુખો પ્રત્યે આકર્ષિત થશે જ. દુઃખ સહન કરવાની શક્તિ આત્મામાંથી પ્રકટે છે. આધ્યાત્મિક ચેતનામાંથી પ્રાપ્ત થાય છે. “મારા આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે.” - આ વિશ્વાસ મનુષ્યને મોત સામેય નિર્ભય બનાવે છે. દુઃખ-ઝંઝાવાતમાં પણ મેરુવત્ અડગ બનાવે છે. આત્માથી અન્યત્ છે, ભિન્ન છે, ૫૨ છે, એનું આકર્ષણ તોડવું જ પડશે. મન-વચન-કાયાથી આકર્ષણ તોડવું પડશે, તો જ આત્મકલ્યાણનો - આત્મહિતનો સાચો પુરુષાર્થ પ્રાપ્ત થશે. આવો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય વધે એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ.
૨૪
શાન્તસુધારસ : ભાગ ૨
Page #35
--------------------------------------------------------------------------
________________
શિllઊંઝુરિસી
પ્રવચન ૨૭
: સંકલના : | પોતાનું ઘર. પરપરિણતિના ચાર આકર્ષણ. મૃત્યુ પછી ક્યાં જવું છે? શરીર પ્રત્યેનો અભિગમ શરીરથી હું અલગ છું... ભેદજ્ઞાન. સ્વજન-પરિજનોથી તું જુદો છે. અન્યત્વ ભાવનાનું હૃદયસ્પર્શી ચિંતન. નિઃસંગ અને નિરાકાંક્ષ બનો. મનથી પણ તું જુદો છે.
કોઈ કોઈનું નથી. • આપણો આત્મા જ આપણો ઉદ્ધાર કરશે.
Page #36
--------------------------------------------------------------------------
________________
विनय निभालय निजभवनम्, તનુ-ધન-સુત-સહન સ્વપ્નનાતિપુ, किं निजमिह कुगतेरवनम् ॥ १ ॥ विनय. येन सहाश्रयसेऽतिविमोहा - दिदमहमित्यविभेदम्ं । तदपिशरीरं नियतमधीरं, त्यजति भवन्तं धृतखेदम् ॥ २ ॥ जन्मनि जन्मनि - विविध परिग्रह-मुपचिनुषे च कुटुम्बम् । तेषुभवन्तं परभवगमने, नानुसरति कृशमपि शुम्बम् ॥ ३ ॥ त्यज ममतापरितापनिदानं, परपरिचयपरिणामम् ।
भजनिःसङ्गतया विशदीकृत-मनुभवसुखरसमभिरामम् ॥ ४ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજ્યજી ‘શાન્તસુધારસ’ ગ્રંથમાં પાંચમી ‘અન્યત્વ ભાવના’ ‘શ્રી’ રાગમાં ગાય છે અને કહે છે -
૧. ઓ વિનય, સ્વયં તારા ઘરની સારી રીતે સંભાળ રાખ. શરીર, ધન, સ્વજન, પરિવાર - આ બધાંમાંથી કોણ તને દુર્ગતિમાં જતાં બચાવી શકશે ? આમાંથી સાચા અર્થમાં તારું કોઈ છે ?
૨. જેને તું પોતાનું સમજીને ધારણ કરે છે એ શરીર પણ અતિચંચળ છે. તને એ ખિન્ન બનાવીને, શિથિલ અને પરાસ્ત કરી દેશે.
૩. હર જન્મમાં વિવિધ પ્રકારના પરિગ્રહ તું એકત્ર કરે છે. કુટુંબકબીલા રચે છે અને જ્યારે પરલોકની યાત્રાએ ચાલવાનો વખત થાય છે ત્યારે બધું જ અહીં પડ્યું રહે છે. એક નાનકડો ભાગ પણ તારી સાથે આવતો નથી.
૪. આસક્તિ અને આવેશને વધારનારા મમત્વને છોડી દે. એને માટે પરાઈ વસ્તુના સંપર્કને ત્યજી દે. તેનાથી દૂર રહે. નિઃસંગ અને નિરાકાંક્ષ થઈને અનુભવ રસના સુખને પ્રાપ્ત કર.
નિજ ઘર ઃ
ઉપાધ્યાયજી પોતાના ઘરને સંભાળવાની પ્રેરણા આપે છે. એટલે કે સ્વયં પ્રત્યે જોવા કહે છે. “હું શાશ્વત્ આત્મા છું, જ્ઞાનદર્શનમય છું, ચેતનામય છું.” “ો મે સાક્ષઓ અપ્પા, નાળવંસળવાળો "
જ્ઞાનદર્શનમય શાશ્વત્ આત્મા સ્વયંનું ઘર છે, અનાત્મભાવ પરઘર છે. અનાદિકાળથી જીવ પરઘરને જ જોતો રહ્યો છે. પરઘર જ એને પસંદ આવ્યું છે. પોતાના - નિજ ઘરને ભૂલી જ ગયો છે. શ્રી સીમંધર સ્વામીની સ્તવના કરતાં શાન્તસુધારસ : ભાગ ૨
૨૬
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
પરઘર જોતાં રે ધર્મ તમે કરો, નિજઘર ન લો રે ધર્મ જેમ નવિ જાણે રે મૃગ કસ્તુરિયો મૃગમદ પરિમલ મર્મ
શ્રી સીમંધર સાહેબ સાંભલો.. કહે છે કસ્તુરી મૃગની નાભિમાં કસ્તુરી હોય છે. મૃગને એની ગંધ આવે છે, ગમે છે, પરંતુ એ નથી જાણતો કે આ ગંધ મારી અંદરથી જ આવે છે ! એ તો સુગંધી શોધવા દશે દિશામાં ભટકતો હોય છે, પણ એને સુગંધ નથી મળતી. છે પોતાની અંદર જ અને શોધે છે બહાર ! છે પોતાના જ ઘરમાં અને શોધે છે બહારના ઘરમાં !
જેમ તે ભૂલો રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ, તેમ જગ કેરે બાહિર ધર્મન, મિથ્યાવૃષ્ટિ રે અંધ...
શ્રી સીમંધર સાહેબ સાંભલો... જેમ સર્વ મૃગોમાં કસ્તુરી મૃગ શ્રેષ્ઠ હોય છે તેમ સમગ્ર સૃષ્ટિમાં મનુષ્ય પ્રાણી શ્રેષ્ઠ છે. પરંતુ તે પરઘરમાં, પરપરિણતિમાં ધર્મને શોધે છે! જે પરઘરમાં રહે છે અને પરઘરમાં જ 'ધર્મ' શોધે છે તે મિથ્યાવૃષ્ટિ' કહેવાય છે. જે નિજઘરને પોતાના ઘરને જુએ છે, પોતાના ઘરમાં આવે છે, તે હોય છે સમ્યવૃષ્ટિ.
આત્મપરિણતિ આપણું ઘર છે, પરપરિણતિ પારકું ઘર છે. ચાર આકર્ષણ પરપરિણતિનાં:
શા માટે જીવાત્મા પરાયા ઘરમાં રહે છે ? પોતાના ઘરમાં શા માટે નથી રહેતો? કોઈક કારણ તો હોવું જોઈએ ને? પારકા ઘરનાં ચાર આકર્ષણો છે - શરીર, ધન, સ્વજન અને પરિવાર-પરિજન. આ ચારનું આકર્ષણ તીવ્ર છે જીવને. આ ચારે વાતોને જીવ સર્વસ્વ માને છે. આ ચાર વાતો સિવાય એને બીજું કશું દેખાતું નથી.
મુંબઈમાં અમારું ચાતુમસ હતું. એક ૪૦-૪૫ વર્ષની સંપન્ન વ્યક્તિએ વાતવાતમાં પૂછ્યું- “મહારાજશ્રી, હું મંદિરમાં જાઉં છું તો પણ મારા મનમાં શાન્તિ નથી, આવું કેમ?”
મેં પૂછ્યું: “મંદિરમાં શા માટે જાઓ છો ? અને ત્યાં શું શું જુઓ છો ? ત્યાં શું દેખાય છે?” તેણે સાચા મનથી કહ્યું: “મહારાજશ્રી ! સાચી વાત કહું છું કે સંસારના પ્રશ્નો ઉકેલવાની ભાવનાથી જ મંદિરમાં જાઉં છું. અમે તો સંસારી છીએ. વિવિધ સમસ્યાઓમાં ફસાવું પડે છે. કોઈ વાર આર્થિક સમસ્યા, તો કોઈ વાર પારિવારિક સમસ્યા, સામાજિક સમસ્યા, શારીરિક સમસ્યા.. મનમાં શ્રદ્ધા છે કે પરમાત્માનાં
અન્ય ભાવના
( ૨૭]
Page #38
--------------------------------------------------------------------------
________________
દર્શનથી, પરમાત્માના પૂજનથી, એના નામસ્મરણથી અને ધ્યાનથી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે.”
મેં કહ્યું કે તમે તમારા મનમાં પરમાત્માને લઈને મંદિરમાં નથી જતા. તમારા મનમાં ધન, સ્વજન, પરિવાર, સમાજ અને શરીરને લઈને જાઓ છો ! તમારો પ્રેમ એ બધી બાબતો સાથે છે; પણ પરમાત્મા સાથે નહીં. પરમાત્માને તો તમે સ્વાર્થસિદ્ધિનું સાધન જ માનો છો. તમને શાન્તિ નહીં મળે ! ચિત્તસ્થિરતા નહીં મળે. બીજી વાત, મંદિરમાં પરમાત્માની મૂર્તિ જ જુઓ છો ને?
એ ભાઈ બોલ્યાઃ “ના જી, સુંદર સ્ત્રીઓ તરફ પણ દ્રષ્ટિ જાય છે. બીજાંનો સુંદર વસ્ત્રો અને અલંકારો પણ જોઉં છું. આવી ભૂલો ઘણી વાર થાય છે.”
મેં કહ્યું : તો પછી શાન્તિ નહીં મળે. જ્યાં સુધી આત્મા અને પરમાત્માનું ભાવાત્મક મિલન નહીં થાય ત્યાં સુધી શાન્તિ, સમતા, સમાધિ અને પ્રસન્નતાની આશા જ ન રાખતા. મંદિરમાં જવા માત્રથી જ, ઉપાશ્રયમાં જવાથી, તીર્થસ્થાનોમાં પરિભ્રમણ કરવાથી અને બાહ્ય ધર્મક્રિયાઓ કરવા માત્રથી શાન્તિ, સમતા-સમાધિ નહીં જ મળે. મૃત્યુ પછી ક્યાં જવું છે?
ગ્રંથકાર ઉપાધ્યાયજી પૂછે છે: “શરીર ધન, સ્વજન, સમાજ આ બધામાંથી તને દુર્ગતિમાં જતાં કોણ બચાવી શકશે?”
આ પ્રશ્ન ઉપર કદી ગંભીરતાથી વિચાર કર્યો છે ખરો? વિચારવું જરૂરી છે, કારણ કે મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી જીવનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. ત્યારે “મારો જન્મ કઈ ગતિમાં થશે?" આ પ્રશ્ન આપણા મનમાં ઊવો જ જોઈએ. જેવી રીતે મૃત્યુ નકકી છે. પુનર્જન્મ નિશ્ચિત છે. એ રીતે શરીર, ધન, સ્વજન, પરિજનોનું મમત્વ દુર્ગતિમાં લઈ જનાર છે એ વાત પણ નિશ્ચિત છે.
આ મમત્વ, આ આસક્તિ જીવને તિર્યંચગતિમાં અથવા નરકગતિમાં લઈ જઈ શકે છે. એટલા માટે પરલોકવૃષ્ટિ” ખુલવી જરૂરી છે.
જ્ઞાની પુરુષ પરઘરમાંથી નિજઘરમાં આવવાનો ઉપદેશ આ દ્રષ્ટિએ આપે છે. તેઓ નથી ઈચ્છતા કે આપણે શારીરિક મમત્વને કારણે દુર્ગતિમાં ચાલ્યા જઈએ અને તેનાં દુઃખો સહન કરીએ. તેમનાં પૂર્ણજ્ઞાનમાં એમણે જોયું છે કે શરીરાદિ મમત્વ લઈને જેઓ મય છે તે બધાં દુર્ગતિમાં ગયાં છે, જાય છે અને જશે.
આ અપેક્ષાથી પ્રતિદિન પરલોકનું ચિંતન કરવાનું છે. “હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છું. એટલે કે આ મનુષ્યગતિમાં આવ્યો છું તો કઈ ગતિમાંથી આવ્યો
[ ૨૮
શાન્તસુધારસ ભાગ ૨)
Page #39
--------------------------------------------------------------------------
________________
છું અને ક્યાં જઈશ? - મૃત્યુ બાદ કઈ ગતિમાં જઈશ? આ જીવનમાં હું શું કરી રહ્યો છું?” આ પ્રશ્નો આપણી જાતને પૂછવાના છે. તમે પૂછો છો ખરા? ક્યાંથી પૂછશો?તમે તો શરીર, ધન, સ્વજન અને સમાજના મમત્વમાં એટલા બંધાયેલા છો. કે આત્માનો વિચાર જ તમને આવતો નથી ! પરલોકનું તમે વિચારતા જ નથી !
પહેલાં પણ મેં તમને કહ્યું છે કે જીવનયાત્રામાં શરીર, ધન, સ્વજન અને સમાજની ઉપયોગિતા છે. રાગ-દ્વેષ કર્યા વગર એનો ઉપયોગ કરી લેવાનો છે. વિશેષ રૂપે આત્મહિતના માટે ઉપયોગ કરી લેવાનો છે. એમની ઉપર મમત્વ રાખવાનું નથી, આસક્તિ રાખવાની નથી. જેમ શરીર બીમાર પડે ત્યારે સ્વાથ્ય માટે દવાનો ઉપયોગ કરી લો છો ને? એ જ રીતે. શરીર પ્રત્યેનો અભિગમ :
અજ્ઞાની મનુષ્ય વિચારે છે, માને છે કે “શરીર એ જ હું છું. મન એટલા માટે અતિમોહથી. અતિરાગથી બચવાનું છે - સંભાળવાનું છે. તે સમજે છે કે દુનિયાનાં તમામ વૈષયિક સુખ શરીરથી - ઈન્દ્રિયથી જ ભોગવી શકાય છે. એ સુખ ભોગવતો રહે છે. જે સુખ એને મળ્યાં છે તે સુખ ભોગવતો જાય છે - તે પણ અતિમોહને કારણે, અતિ આસક્તિને કારણે તે ભોગવવાનાં પરિણામોનો વિચાર નથી કરી શકતો - ભોગોનું પરિણામ રોગ છે' - એ સત્ય એ નથી જાણતો, નથી સ્વીકારતો. “શરીર વૈષયિક સુખ ભોગવવાનું સાધન છે” એવું માનીને તે પાંચેય ઈન્દ્રિયોથી ભોગ ભોગવે છે. પરિણામ સ્વરૂપ શરીર શિથિલ બની જાય છે, રોગગ્રસ્ત અને શક્તિહીન બની જાય છે.
શરીર જ હું છું - શરીર અને આત્માને એક માનવાં તે મિથ્યાત્વ છે – અજ્ઞાન છે અને આ અજ્ઞાન અને મિથ્યાત્વ તીવ્ર રાગ કરાવે છે. શરીર પ્રત્યેનો રાગ એ સર્વ અનર્થોનું મૂળ છે. જ્યાં સુધી શરીર પ્રત્યે રાગ રહેશે, ત્યાં સુધી ઈન્દ્રિય-વિષયો પ્રત્યે પણ રાગ રહેશે, રાગ હશે તો બ્રેષ-વૃણા થશે, ઝઘડા થશે, યુદ્ધ થશે. બધાં અનર્થો ઉદ્ભવશે. શરીરથી હું ભિન્ન છું...ભેદજ્ઞાનઃ
અનર્થોથી બચવું હોય, દુઃખોથી બચવું હોય, તો શરીર પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. મોડ૬ શરીરાત - હું શરીરથી જુદો છું.’ આ જ્ઞાની પુરુષનો અભિગમ છે. “હું શરીર નથી, આત્મા છું.” - શરીર જડ છે, શરીર વિનાશી છે, હું ચેતન છું, હું અવિનાશી છું - આ અભિગમને ભેદજ્ઞાન કહે છે. આ જ્ઞાન થતાં શરીર પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છે.
અન્યત્વ ભાવના
૨૯ |
Page #40
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરે કહ્યું -
शरीरमाहु नावोत्ति, जीवो वुच्चइ नाविओ ।
संसारो अण्णओ वुत्तो, जं तरंति महेसिणो ॥ શરીર નૌકા છે, જીવ નાવિક છે. સંસાર સમુદ્ર છે. જ્યાં સુધી સંસારસમુદ્રને કિનારે પહોંચી જઈએ નહીં ત્યાં સુધી નૌકાને છોડી શકાતી નથી. આ અપેક્ષાએ શરીરને આપણું માનવું એ ખોટું નથી.
આ સત્યને આપણે ગંભીરતાથી સમજીએ. જ્ઞાની પુરુષ કહે છે, “આ શરીર મારું છે. એ વ્યવહારદ્રષ્ટિએ સત્ય છે. “આ શરીર મારનથી.” એ નિશ્ચયદ્રષ્ટિથી સત્ય છે. જ્ઞાની પુરુષોની બંને દ્રષ્ટિએ સત્ય છે. શરીર મારું છે. આ ધારણા ઉપયોગી છે. શરીર વગર કોઈ કામ ચાલતું નથી. શરીરને આપણું માનવું એ એક ઉપયોગિતા છે. એટલા માટે એને ભવસાગર તરવા માટેની નૌકા કહી..
પરંતુ અજ્ઞાની મનુષ્ય શરીરને પોતાનું માનીને કેટલાં દુઃખ પેદા કરે છે? તે શરીર માટે શું શું નથી કરતો ? હિંસા કરે છે, જૂઠું બોલે છે, પરિગ્રહ પણ કરે છે. શરીરને કારણે બીજાંને પણ દુઃખ આપે છે. શરીરમાં રોગ પેદા કરે છે. શરીરમાં જંઘડપણ આવે છે અને મૃત્યુ પણ શરીરની સાથે જોડાયેલું છે.
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીના શરીર પ્રત્યેના ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. શરીર મારું છે. આ એક સ્થળ સત્ય છે. સૂક્ષ્મ સત્ય છે - આ સ્થૂળ ધારણાને તોડી નાખવી જરૂરી છે.
અન્યત્વ ભાવનાના ચિંતનથી અનુભવ કરવાનો છે કે “હું શરીર નથી, શરીરથી જુદો ચૈતન્ય આત્મા છું. હું જ્ઞાનસ્વરૂપ છું, દર્શનસ્વરૂપ છું. વીતરાગતા મારું સ્વરૂપ છે. હું અનામી-અરૂપી છું.”
જ્યાં સુધી અન્યત્વ ભાવનાથી નિશ્ચયની ચેતના જાગ્રત નહીં થાય ત્યાં સુધી શરીરની મૂચ્છનહીં તૂટે, ધર્મની ચેતના નહીં જાગે. આત્મામાં - નિજઘરમાં જવાની પહેલાં શરીરની મૂચ્છ તોડવી પડે છે. જેનદર્શનમાં આને “ભેદવિજ્ઞાન' કહે છે. વેદાન્ત દર્શનમાં દેહાધ્યાસથી મુક્તિ' કહી છે- દેહને જ આત્મા માનવો દેહાધ્યાસ' કહેવાય છે.
શરીરની મૂચ્છ તોડો, દેહાધ્યાસ છોડો અને ચેતન, આપણા ઘેર ચાલો. નિજ ભવનમાં ચાલો. તમારું ઘર છે - તમારો આત્મા. ત્યાં પહોંચ્યા પછી પાછા પરઘરમાં જવાનું બનતું નથી. વિશ્વાસ કરો, તમારા પોતાના ઘરમાં પરમ આનંદ છે, તમારું ઘર શાશ્વત્ છે, સુંદર છે. સદૈવ નવું છે.
[ ૩૦
શાન્ત સુધારસઃ ભાગ ૨
Page #41
--------------------------------------------------------------------------
________________
સ્વજન-પરિજનોથી તું ભિન્ન છે :
જેમ જીવ શરીરથી ભિન્ન છે એ રીતે સ્વજનોથી પણ ભિન્ન છે, પર છે, જુદો છે. પરંતુ સ્વજનોનો સંબંધ જન્મની સાથે જ શરૂ થાય છે. જન્મ થતાં જ માતા-પિતાનો સંબંધ સ્થાપિત થઈ જાય છે. જન્મ આપનાર માતા-પિતા કહેવાય છે. જે માતાપિતાએ આપણને જન્મ આપ્યો તે જ માતા-પિતા બીજાં છોકરા-છોકરીઓને જન્મ આપે તે આપણાં ભાઈ-બહેન' કહેવાય છે. જ્યારે બાળક મોટું થાય છે અને કોઈક છોકરી સાથે લગ્ન કરે છે. તો તે તેની પત્ની ક્લેવાય છે. પતિપત્નીનો એક નવો સંબંધ જોડાય છે. પિતાના ભાઈ કાકા કહેવાય છે. માતાના ભાઈ મામા કહેવાય છે. પિતાના પિતા દાદા કહેવાય છે. માતાના પિતાને નાના કે “દાદા' કહેવાય છે.
આવા સંબંધોની જાળ વિસ્તરતી જાય છે. સ્વજનો પ્રત્યે કર્તવ્ય નિર્ધારિત થાય છે. કર્તવ્યપાલનને વ્યવહાર ધર્મ કહે છે. પરસ્પર સ્નેહની અપેક્ષા રહે છે. સહયોગસહકાર અપેક્ષિત રહે છે. વિનય-વિવેક અપેક્ષિત રહે છે. પરંતુ જ્યારે પરસ્પર સ્નેહ નથી રહેતો ત્યારે દ્વેષ, ઈર્ષા, તાણ, લડાઈ, ઝઘડા વગેરે અનિષ્ટો ઊભાં થાય છે.
સ્વજન-પરિજનના પારસ્પરિક સંબંધોમાં પ્રાયઃસ્વાર્થ પ્રવિષ્ટ થઈ જ જાય છે. એમાં પણ મુખ્યતયા કારણ તો રુચિભેદ જ હોય છે. એક પરિવારમાં દશ વ્યક્તિઓ સાથે રહે છે, દરેકને પોતપોતાની અભિરુચિ હોય છે. સૌની રુચિ એક સમાન નથી હોતી. એક વ્યક્તિ અમુક ઇચ્છે છે તો બીજી વ્યક્તિ જુદું જ ઈચ્છે છે. રુચિનાં મુખ્ય બે કેન્દ્રો હોય છે - અર્થ અને કામ, કંચન અને કામિની. આ રચિભેદને કારણે, સ્વાર્થને કારણે પરિવારમાં કટુતા... ટ્રેષ, ઝઘડાનો પ્રવેશ થાય છે. રૂચિભેદ કહો, વિચારભેદ કહો મનભેદ કહો, એનાથી પારિવારિક ભાવના ખંડિત થાય છે.
પારકાને પોતાનાં માનવાની અનાદિકાલીન ભૂલ આ જન્મમાં કરવાની નથી.” આવો વૃઢ સંકલ્પ કરવો પડશે. આ રીતે અન્યત્વ ભાવનાનું ચિંતન કરો. અન્યત્વ ભાવનાનું હૃદયસ્પર્શી ચિંતનઃ
હું (આત્મા) જેનાથી ભિન્ન છું, એની સાથે મેં આત્મીયતા બાંધવાની ભૂલ કરી છે. જે કદી મારાં નથી બન્યાં એવાં તત્ત્વોને આપણાં મારાં માનવાની ભૂલ કરી છે. પરદ્રવ્યો સાથે મમતાનાં પ્રગાઢ બંધનોમાં હું બંધાઈ ગયો છું.
અલબત્ત, પરને પોતાનો માનવાની ભૂલ આજકાલની નથી. આ ભૂલ હું અસંખ્ય વર્ષોથી કરતો આવ્યો છું. કારણ કે મેં પરવ્યક્તિમાં સુખની કલ્પનાઓ બાંધી લીધી
‘મને સ્વજનો સુખ આપશે, પરિજનો સુખ આપશે, વૈભવ-સંપત્તિમાં મને સુખ
[ અન્યત્વ ભાવના
છે. ૩૧ |
Page #42
--------------------------------------------------------------------------
________________
મળશે. સારું સ્વાચ્ય, શરીર મને સુખ આપશે.' આવી કલ્પનાઓ કરીને હું ગયો, સ્વજનો પાસે, સ્વજનોની સાથે રહ્યો, એમની સાથે પ્રેમ કર્યો મને લાગ્યું કે આ સ્વજન, માતા-પિતા, પુત્ર, પત્ની, ભાઈ-બહેન કેટલા પ્યાર છે! કેટલો પ્યાર વરસાવે છે? હું તેમની સાથે એકરૂપ થઈ ગયો.
પરંતુ માતા-પિતાનું અવસાન થયું ત્યારે એમના વિરહની વેદનાએ મારા હૃદયને ચીરી નાખ્યું. જ્યારે પુત્ર અવિનીત, સ્વચ્છંદી અને ઉદ્ધત્ત થઈ ગયો ત્યારે મેં હૃદયમાં પારાવાર દુઃખ અનુભવ્યું. જ્યારે ભાઈ અને ભાભીએ વર્તન બદલ્યું, મૌન રહેવા લાગ્યાં અને ઝઘડવા લાગ્યા ત્યારે મારું મને ઉદ્વિગ્નતાથી ભરાઈ ગયું. જ્યારે પત્નીના ઝઘડા વધ્યા, એનું અયોગ્ય આચરણ વધવા લાગ્યું ત્યારે સંતાપની કોઈ સીમા ન રહી.
મને લાગ્યું કે સ્વજન કરતાં પરિજન ક્યાંય સારાં છે.” મિત્રો વધાર્યા, મિત્રોની સાથે હરવાફરવા, ખાવાપીવામાં મને મજા પડવા લાગી. મેં મારા મનમાં વિચાર કર્યો “સાચા સ્નેહી તો આ મિત્રો જ છે.” મિત્રોની સાથે સહવાસમાં અને નોકરચાકરોની સેવાભક્તિ જોઈને હું મારી જાતને સુખી માનવા લાગ્યો. પરંતુ
જ્યારે એક મિત્રે મારી પાસે પાંચ હજાર માગ્યા અને મેં ન આપ્યા તો તેણે મારી સાથે ઝઘડો કર્યો અને ગાળો દીધી તેમજ દોસ્તી તોડી નાખી. ત્યારે હું આખી રાત રોતો રહ્યો, અસીમ વેદનામાં મારું દિલ કસકતું રહ્યું. જે નોકર ઉપર મને વિશ્વાસ. હતો તે નોકર જ્યારે ઘરમાં ચોરી કરીને ભાગી ગયો ત્યારે પરિજનો સંબંધી મારી તમામ ધારણાઓ વેરવિખેર થઈ ગઈ.
મને મારી સંપત્તિ ઉપર પૂરો વિશ્વાસ હતો. સ્વજન-પરિજનની સાથે સંબંધોની કૃત્રિમતા સમજ્યા પછી પણ વૈભવસંપત્તિ પરનો વિશ્વાસ ડગ્યો નહતો. રહેવા માટે સુવિધાપૂર્ણ બંગલો હતો, નાની મજાની ગાડી હતી. ખર્ચ કરવા માટે પૂરતા રૂપિયા. હતા. એકલો જ રહેતો હતો. સારી હોટલમાં ખાવાનું ખાઈ લેતો હતો. એક પાર્ટ ટાઈમ નોકર આવીને બંગલાનું કામ કરી જતો હતો. વ્યવસાયમાં અને આનંદમાં જીવનયાત્રા ચાલી રહી હતી અને એક દિવસે કોઈએ મારા બંગલાને આગ લગાડી દીધી ! મારું સર્વસ્વ ભસ્મીભૂત થઈ ગયું, હું શોકસાગરમાં ડૂબી ગયો. વ્યથામાં હું એકલો એકલો દુઃખી થઈ ગયો હતો.
મારું સર્વસ્વ ચાલ્યું ગયું, તો પણ મારું શરીર તંદુરસ્ત હતું, સશક્ત હતું, મને મારા શરીર ઉપર પૂરો ભરોસો હતો. મારી તંદુરસ્તી અને સૌષ્ઠવયુક્ત શરીર જોઈને બીજાને બળતરા થતી હતી. પરંતુ ગરીબીની ચુંગાલમાં ફસાયેલો હું એક હવાઉજાસ વગરના ઓરડામાં રહેતો હતો. ત્યારે એક દિવસે મારું અડધું અંગ એકાએક જકડાઈ ગયું - મને લકવો થઈ ગયો. મારી આંખો આંસુઓથી છલકાઈ ગઈ. મારું [ ૩૨
શાના સુધારસઃ ભાગ ૨)
Page #43
--------------------------------------------------------------------------
________________
હૃદય અકથ્ય વેદનાથી ભરાઈ ગયું. મારું શરીર આ રીતે રોગથી ઘેરાઈ જશે એવી તો મને સ્વપ્નમાં પણ કલ્પના ન હતી. આ સમયે મને એક પરમ સત્યનું કિરણ મળ્યું. મારા કાનોમાં એ ઝંકૃત થવા લાગ્યું -
अन्योऽहं स्वजनात्, परिजनात् विभवात्, शरीकाच्चेति । હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું. અન્ય છું.
આ ચાર તત્ત્વોની સાથે મારો સંબંધ કર્મજન્ય છે. આંખો બંધ કરીને, મનને સ્વસ્થ અને શાંત કરીને મેં આ પરમ સત્યને સમજવા કોશિશ કરી - સ્વજનપરિજનો પ્રત્યે મને દુઃખ હતું તે દૂર થઈ ગયું, રાગ તો પહેલેથી જ તૂટી ચૂક્યો હતો, હવે દ્વેષ પણ ન રહ્યો. વૈભવસંપત્તિની ચંચળતા/અસ્થિરતા અને દુઃખદાયિતા મારી સમજમાં આવી ગઈ. સંપત્તિનો રાગ ઊતરી ગયો. શરીર પ્રત્યેનો મારો અભિગમ બદલાઈ ગયો. શોક-ઉદ્વેગ દૂર થયો અને મારો આત્મા નિર્મળ બનવા લાગ્યો. નિઃસંગ અને નિરાકાંક્ષ બનો :
આ રીતે અન્યત્વ ભાવનાનું પ્રતિદિન ચિંતન કરતાં પરપદાર્થોની આકાંક્ષાઓઆશાઓ ઓછી કરવાની છે. જે વસ્તુ - પરપદાર્થ - આપણી સાથે પરલોકમાં આવવાનાં નથી, અહીં જ પડી રહેવાનાં છે, એમની આકાંક્ષા શા માટે કરવી ? એમની અપેક્ષા પણ શા માટે કરવી ? એમનો આ જીવનમાં વધારે ઉપયોગ પણ શા માટે કરવો ?
ઉપાધ્યાયશ્રી સકલચંદ્રજી ‘અન્યત્વ ભાવના'ની સજ્ઝાયમાં ગાય છે
મન-વચન તનુ સવિ ઇન્દ્રિયો, જીવથી જૂજુઆ હોય રે, અપર પરિવાર સબ જીવથી, તું સદા ચેતન ! જોય રે. ચેતના જાગી સહચારિણી
–
“હે ચેતના ! આ જીવથી મન, વચન, કાયા અન્ય છે. ‘ખૂનુ' એટલે કે જુદાં છે. અન્ય, આખો પરિવાર પણ જુદો છે. એવું વિચારવાનું છે.”
કહેવાનું તાત્પર્ય એ છે કે મનથી તું પણ જુદો છે, વચનથી પણ તું જુદો છે અને કાયાથી પણ તું જુદો જ છે ! કુટુંબ પરિવારથી તું જુદો છે. એવું વિચારીને નિઃસંગ, નિરાકાંક્ષ બનવાનું છે.
મનથી પણ તું જુદો છે :
મનથી પણ આસક્તિમાં જોડાવાનું નથી. મનથી પણ આત્મા ભિન્ન છે, એવું કદી વિચાર્યું છે ? તનથી જુદાઈનો વિચાર કર્યો હશે. પરિવારથી જુદાઈનો વિચાર
અન્યત્વ ભાવના
૩૩
Page #44
--------------------------------------------------------------------------
________________
કર્યો હશે. પરંતુ “મનાથી હું જુદો છું એવું ય વિચારવાનું છે. આમેય જ્યાં સુધી ‘કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી મન છે. કેવળજ્ઞાનીને વિચારવાનું જ નથી, પછી મનની આવશ્યકતા જ રહેતી નથી. મન માત્ર વિચારવાનું સાધન છે. જો કે મૂલ્યવાન સાધન છે. ઇન્દ્રિયો કરતાં પણ વધારે મૂલ્યવાન છે. ઘણું ઘણું પુણ્ય ખર્ચા પછી જ મન મળે છે. પરંતુ એ આત્માથી ભિન! એટલા માટે મનનું મમત્વ પણ રાખવાનું નથી. મનનો ઉપયોગ સારા વિચારોમાં, ઉચ્ચ કક્ષાના ચિંતનમાં કરવાનો
સર્વ જગ જીવ ગણ જૂજુઆ, કોઈ કુણનો નવી હોય રે, કર્મવશે સર્વનિજનિજ તણે, કર્મથી નવિ તય કોઈ રે...
ચેતના જાગી સહચારિણી.... હે આત્મનું, આ જગતમાં સર્વ જીવોને ય પોતાનાથી ભિન્ન જ સમજવાના છે. આ જગતમાં કોઈ કોઈનું નથી, સર્વ જીવો પોતપોતાનાં કર્મોને વશ અહીં સ્વજન - પરિજનના રૂપમાં મળ્યાં છે. પુનઃ કર્મવશ જ અલગ થઈ જવાનાં છે. આ કમાંથી કોઈ ભવસાગર તરી નથી શકતું.
ગ્રંથકાર ઉપાધ્યાયજી પણ કહે છે - पथि-पथि विविध पथैः पथिकैः सह कुरुते कः प्रतिबन्धनम् । निजनिज कर्मवशैः स्वजनैः सह सह किं कुरुषे ममताबन्धनम् ॥
વિનય, નિમાય નિરમવનમ્ / ૧ / હે ચેતન, સફરમાં, જીવનયાત્રામાં સહયાત્રી થઈ જતાં પ્રવાસીઓની સાથે સ્નેહનો સંબંધ બાંધવાથી શો ફાયદો ? પોતપોતાના કર્મોને સહારે જીવનારાં સ્વજનોની સાથે અનુરાંગનાં બંધન શા માટે જોડવાં?
આ જીવનયાત્રા છે - જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રા છે. આ યાત્રામાં આપણી સાથે બીજા યાત્રીઓ પણ જોડાય છે. તેમની સાથે માત્ર મૈત્રીભાવના રાખવાની છે, પરંતુ હૃદયથી સ્નેહનો નાતો બાંધવાનો નથી, કારણ કે આ યાત્રા ચાલી રહી છે. યાત્રામાં કોઈ મળે છે તો કોઈ છૂટું પડે છે. નેહ તો એની સાથે રાખવો જોઈએ કે જે આપણાથી વિખુટું પડતું ન હોય, અને જે કર્મવશ જીવ હોય છે, તે સ્વાધીન-સ્વતંત્ર નથી હોતા. એ પોતપોતાનાં કમોને આધીન હોય છે. એકમાં જ જીવોને બીજા જીવો સાથે જોડે છે અને વિયુક્ત કરે છે ! જો આપણે એવાં હમસફર જીવનયાત્રીની સાથે મમત્વ બાંધી લીધું તો જ્યારે જીવને વિયોગ આવી જશે ત્યારે દુઃખી દુઃખી થઈ જશે. એટલા માટે સમજીને ચાલો. કોઈ કોઈનું નથી. આપણે કોઈનાં નથી. કોઈ આપણું નથી. સૌ પોતપોતાના ઘરને સંભાળો ! પોતપોતાના
૩૪
શાસ્તસુધારસ : ભાગ ૨
Page #45
--------------------------------------------------------------------------
________________
આત્માને સંભાળો.
ચિંત કર આપ તે આપણી, મત કર પારકી આશ રે, આપણું આચર્યું અનુભવ્યું વિચારી પરવસ્તુ ઉદાસ રે..
ચેતના જાગી સહચારિણી. " પારકું એટલે પારકું. પારકાની આશા-અપેક્ષા ન કરવી. બીજાંની ચિંતા કરવાનું છોડી દે, વિચાર તો આપણો કરવાનો છે. આ જીવનમાં કેવાં કેવાં આચરણ કર્યા, કેવા કેવા અનુભવો ક્ય. પરદ્રવ્ય - પરદ્રવ્યની સાથે કેવી રીતે સંબંધ બાંધ્યા? કેટલા સંબંધો બાંધ્યા? કેટલા સંબંધો તૂટ્યા? આ બધું વિચારીને પરદ્રવ્યો પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરવાનો છે. બીજા જીવો સાથે પણ મમત્વ બાંધવાનું નથી. પોતાના જ ઘરને સંભાળવાનું છે! સૂતેલી પોતાની ચેતના જ્યારે જાગી જ છે તો હવે એની સાથે પોતાના જ ઘરમાં રહેવાનું છે.
"વિન, નિમાય નિગમવનમ્ ." પોતાના ઘરને સંભાળવાનું છે. અનાદિકાળથી ચેતના સૂતેલી હતી. પ્રમાદની પ્રગાઢ નિદ્રામાં સૂતેલી હતી. હવે તે સદ્ગરની કૃપાથી જાગી છે, તો પછી પરઘરમાં શા માટે રહેવાનું છે? જ્ઞાની, કૃપાવંત પુરુષો કહે છે - હવે પોતાના ઘરમાં આવો, પોતાના ઘરમાં રહો, પોતાની સહચારિણી ચેતના જ પરમ સુખ આપશે, શાશ્વત્ સુખ આપશે. આત્મા જ આત્માનો ઉદ્ધાર કરશે ? ઉપાધ્યાયશ્રી સકલચંદ્રજી કહે છે કે -
કો કિણે જગ નવિ ઉદ્ધ, ઉદ્વરે આપણો જીવ રે, ધન્ય જે ધર્મ આદર કરે તે વસે મોક્ષ સમીવ રે...
ચેતના જાગી સહચારિણી આરાધનાના માર્ગમાં, મોક્ષમાર્ગની આરાધનામાં પણ આ વિચારીને ચાલો કે આપણા આત્માનો ઉદ્ધાર આપણા આત્માએ જાતે જ કરવાનો છે. બીજી કોઈ વ્યક્તિ આપણને આ સંસારમાંથી પાર ઉતારશે નહીં, એટલા માટે આત્મધર્મને જ હૃદયમાં સ્થાન આપો. આત્મધર્મ જ આપણને મુક્તિની નિકટ લઈ જશે. પારકી આશા સદા નિરાશા - સ્વયં જાગૃત બનીને સ્વયંનો ઉદ્ધાર કરવાનો છે.
જૂજવે જૂજવા આતમા, દેહ, ધન-જન થકી ધ્યાન રે. તે નવિ દુખં મન ઉપજે, જેહને ચિત્ત જિન જ્ઞાન રે..
ચેતના જાગી સહચારિણી.... [ અન્યત્વ ભાવના
૩૫]
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. કોઈ આત્મા બીજા આત્મા સાથે જોડાયેલો નથી. દેહથી, દ્રવ્યથી અને બીજા લોકોથી તો આત્મા ભિન્ન છે જ. આ વાત શ્રી જિનેશ્વરદેવોએ કહેલી છે. એટલે કે પૂર્ણજ્ઞાની, સર્વજ્ઞોની કહેલી છે. આ વાતનું - “હું સ્વતંત્ર, સ્વાધીન આત્મદ્રવ્ય છું” - ધ્યાન કરવાનું છે. નિશ્ચિત બનીને ધ્યાન કરવાનું છે. નિશ્ચયનયથી દરેક આત્મા સ્વતંત્ર છે. સ્વાધીન છે. સર્વ દ્રવ્યોથી પર છે.
મનોરં સર્વ પ્યોઃ | આ રીતે અન્યત્વ ભાવનાનું ચિંતન કરનાર આત્મા કદી દુઃખી થતો નથી, કદી. અશાન્ત નથી બનતો. પરદ્રવ્યને, પરપદાર્થને બીજા જીવોને આપણા માનવાથી જ દુઃખ થાય છે, અશાન્તિ થાય છે. જુદાઈનો મંત્રજાપ કરવો પડશે ! આ મંત્ર છે - બન્યો.૬ સર્વદ્રવ્યંખ્યોઃ i હૃદયમાં જુદાઈની કલ્પના દૃઢ કરતા રહો. બહારથી તો સર્વની સાથે રહેવાનું છે. સર્વ જડચેતન દ્રવ્યોની સાથે જીવવાનું છે, પરંતુ હૃદયમાં ચેતના સહચારિણી કહેતી રહે કે ‘તું સર્વથી ભિન્ન છે, પોતાના ઘરમાં રહે, પોતાનું ઘર સંભાળ, પોતાનો ઉદ્ધાર પોતે જ કરવાનો છે. જે પોતાના ઘરમાં રહે છે, તેનો તો ઉદ્ધાર થાય જ છે. એ ભવસાગર તરી જાય છે. એ પરમ સુખ અને પરમ શાન્તિ પામે જ છે.’
પરદ્રવ્યના સંયોગ-વિયોગમાં દુઃખ છે, અશાન્તિ છે, એવું માનીને આત્મભાવમાં રમણ કરવા માટે આ અન્યત્વ ભાવના’ અને ‘એકત્વ ભાવના ખૂબ જ ઉપયોગી છે. આત્મશાન્તિ પામવા માટે પુનઃ પુનઃ આ ભાવનાઓ ગાવાની છે, ગાતા રહો અને ચિંતન કરતા રહો. અહીં તહીં ભટકવાની જરૂર નથી.
આજે બસ, આટલું જ.
૩૬
શાન્ત સુધારસ : ભાગ ૨
ક
Page #47
--------------------------------------------------------------------------
________________
વીધારી
પ્રવચન ૨૦
: સંકલના :
પ્રેમરહિત સાથે પ્રેમ કરવો નહીં. સમરાદિત્ય કેવળીના નવ ભવ.
પ્રેમરહિત પુદ્ગલ જાળ. સંયોગ-વિયોગનું વિષચક્ર.
ભરત ચક્રવર્તી અને ૯૯ ભાઈઓ. ૯૯ ભાઈઓ ભગવાન ઋષભદેવ પાસે. ભગવાન ઋષભદેવની ભવ્ય પ્રેરણા. એક મોટી સમસ્યા. ‘શાન્તસુધારસ’નું અમીપાન કરો. અન્યત્વ ભાવનાથી જ સ્વસ્થતા. જિનપતિનો સહારો શોધો.
સંયોના વિયોમાન્તાઃ |
Page #48
--------------------------------------------------------------------------
________________
प्रणयविहीने दधदभिषंगं, सहते बहुसंतापम् । त्वयि निष्प्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ॥ ६ ॥ त्यजसंयोगं नियतवियोगं कुरु निर्मलमवधानम् । नहि विदधानः कथमपि, तृप्यसि, मृगतृष्णाघने रसपानम् ॥ ७ ॥ भज जिनपतिमसहायसहायं, शिवगतिसुगमोपायम् । पिब गदशमनं परिहतवमनं, शान्तसुधारसमनपायम् ॥ ८ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્તસુધારસ' ગ્રંથમાં અન્યત્વભાવનાનું ગાન કરતાં કહે છે? ૬. તારા પ્રત્યે જેને પ્રેમ નથી, પોતાપણું નથી, એને પ્રાપ્ત કરવાની કોશિશ કરીશ,
તો અપાર પીડા તને ઘેરી વળશે. પુદ્ગલની માયાજાળ આવી જ પ્રેમહીન છે. તું નકામો એની પાછળ પાગલ થઈને પીડાથી બળી રહ્યો છે. ૭. જે જુદાઈના જંગલમાં ભટકાવનાર છે એવા મિલનને તું પહેલેથી જ છોડી દે. તારી એકાગ્રતાને પારદર્શી બનાવ. રણના ઝાંઝવાના જળને હોઠે લગાડવાથી
તૃષા છીપશે નહીં, ઊલટી વધારે પ્રબળ બનશે. ૮. વિશ્વમાં જેનું કોઈ નથી એને સહાય કરનાર પરમાત્માનું તું ધ્યાન ધર, આ જ મોક્ષપ્રાપ્તિનો એક સરળ ઉપાય છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપને શાન્ત
કરનાર ‘શાન્તસુધારસનું તું પાન કર. પ્રેમરહિતને પ્રેમ ન કરવો :
ઉપાધ્યાયજીએ ખૂબ અગત્યની વાત કરી દીધી છે જેનો તમારા પ્રત્યે પ્રેમ ન હોય, એની સાથે તમે પ્રેમ ન કરો અને જો કરશો તો અંતહીન પીડા સહન કરવી પડશે.” આ વાત કેટલી સાચી છે એ સમજવા માટે સમરાદિત્ય મહાકથા’ના નવ ભવો ઉપર નજર કરો.
પ્રથમ ભવ હતો અગ્નિશમ અને રાજા ગુણસેનનો. આ બાજુ ગુણસેન યુવરાજમાંથી રાજા બન્યો, આ બાજુ અગ્નિશમી તપોવનમાં તાપસ બનીને ઘોર તપશ્ચર્યા કરવા લાગ્યો. હજારો વર્ષ વ્યતીત થઈ જાય છે. રાજા ગુણસેન અગ્નિશમને ભૂલી ગયો હતો. અગ્નિશમાં પણ ગુણસેનને ભૂલી ગયો હતો. ફરીથી વસંતપુરના બાહ્ય તપોવનમાં ‘સુપરિતોષ' નામના તપોવનમાં બંનેનું મિલન થયું હતું. તાપસ અગ્નિશમના ત્રણ-ત્રણ માસખમણના પારણા રાજા ગુણસેને ચુકાવી દીધાં હતાં. અર્થાત્ એક યા બીજા કારણે રાજા તપસ્વીને પારણું કરાવી ન શક્યા. અગ્નિશમને ગુણસેન પ્રત્યે રજમાત્ર સ્નેહન હતો. તે ઘોર દ્વેષમાં બળતો હતો અને
[ ૩૮
શાન્તસુધારસઃ ભાગ ૨ |
Page #49
--------------------------------------------------------------------------
________________
તેણે નિર્ણય કર્યો - “રે દુષ્ટ, તારા પાપથી ભલેને આ જન્મમાં ભૂખ્યો મરી જાઉં, પરંતુ આવનાર જન્મોમાં હું તને મારી તપશ્ચર્યાના પ્રભાવથી ત્રાસ-દુઃખ આપીને મારતો રહીશ.”
અગ્નિશમનો ગુણસેન પ્રત્યે પ્રેમ-સ્નેહ રહ્યો ન હતો. પરંતુ રાજા ગુણસેનનો અગ્નિશમાં પ્રત્યે સ્નેહ હતો ! પરિણામ શું આવ્યું ? અગ્નિશમાં મરીને વિદ્યુતકુમાર દેવ બન્યો. તેણે ધ્યાનસ્થ ગુણસેનની ઉપર આગ જેવી ધૂળ વરસાવી. રાજર્ષિનો દેહ બળી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું.
બીજા ભવમાં – ગુણસેન બને છે રાજા સિંહ અને અગ્નિશમાં બને છે રાજકુમા૨ આનંદ. પિતાપુત્ર બને છે. પિતાને પુત્ર ઉપર સ્નેહ હોય છે, જ્યારે પુત્રને પિતા ઉપર દ્વેષ થાય છે, ઘોર શત્રુતા ઊભી થાય છે. રાજકુમાર વિદ્રોહ કરે છે. પિતા-રાજાને કારાગારમાં નાખી દે છે. પાછળથી હત્યા કરી નાખે છે.
ત્રીજા ભવમાં - એ બંને જણા માતા અને પુત્ર બને છે. અગ્નિશમનો જીવ માતા અને ગુણસેનનો જીવ પુત્ર ! માતાનું નામ જાલિની અને પુત્રનું નામ શિખીકુમાર. માતાને પુત્ર પ્રત્યે પ્રેમ ન હતો, જ્યારે પુત્રને માતા પ્રત્યે સાચો સ્નેહ હતો. શિખીકુમાર દીક્ષા લે છે અને મુનિ બને છે. તો પણ માતા પ્રત્યે નિવ્યજિ વાત્સલ્ય ધારણ કરીને એના નગરમાં, એની હવેલીમાં આવે છે, એના હાથે ભિક્ષા ગ્રહણ કરે છે અને જાલિની વિષપ્રયોગ કરીને શિખીકુમાર મુનિને મારી નાખે છે.
ચોથા ભવમાં - પતિપત્ની બને છે. ગુણસેન પતિ બને છે અને અગ્નિશમનો જીવ પત્ની બને છે. ધનકુમાર અને ધનશ્રી. એક વાર તો સમુદ્રયાત્રા દરમ્યાન ધનશ્રી, ધનકુમારને સમુદ્રમાં ધક્કો મારી દે છે. પરંતુ સમુદ્રમાં પડતાંની સાથે જ એક લાકડાનું પાટિયું હાથ આવી ગયું અને એને સહારે તે બચી ગયો. પરંતુ પુનઃ જ્યારે ધનકુમાર સાધુ બન્યો તો ધનશ્રીએ એને જીવતો સળગાવી દીધો હતો.
પાંચમા ભવમાં – તે બે જણા ભાઈઓ બન્યા - જય અને વિજય. ગુણસેનનો જીવ જય અને અગ્નિશમનો જીવ વિજય. જયને વિજય માટે પ્રેમ હતો, જ્યારે વિજયના મનમાં જય પ્રત્યે દ્વેષ હતો. બંને જણા કાલન્દી નગરીમાં રાજકુમાર હતા. પિતાના મૃત્યુ પછી જયકુમાર રાજા બને છે.
જયકુમા૨ દીક્ષા લે છે અને વિજય રાજા બને છે. વિજયરાજા ધ્યાનસ્થ જયમુનિ ઉપર તલવારનો ઘા કરીને તેમને મારી નાખે છે.
છઠ્ઠા ભવમાં - એ બંને પતિપત્ની બને છે. ધરણ અને લક્ષ્મી. ધરણ શ્રેષ્ઠીપુત્ર હતો, ધરણને લક્ષ્મી પ્રત્યે પ્રેમ હતો, લક્ષ્મીને ધરણ પ્રત્યે દ્વેષ હતો ! ધરણ ચારિત્ર સ્વીકારે છે. લક્ષ્મી ધરણમુનિ ઉપર ખોટો આક્ષેપ કરે છે, બદનામ કરે છે. પરંતુ દેવ
અન્યત્વ ભાવના
૩૯
Page #50
--------------------------------------------------------------------------
________________
મુનિ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને તેમને નિર્દોષ સાબિત કરે છે. લક્ષ્મી જંગલમાં સિંહનો ભક્ષ્ય બની ગઈ. ધનકુમાર મુનિ એક માસનું અનશન સ્વીકારીને મૃત્યુ બાદ અગિયારમા દેવલોકમાં દેવ બન્યા.
સાતમા ભાવમાં -તે બંને પિતરાઈ ભાઈ બન્યા. કાકાના પુત્રો ભાઈ -સેન અને વિષેણ. બંને રાજકુમાર હોય છે. સેનકુમાર ગુણનનો જીવ હતો, વિષેણ અગ્નિશમનો જીવ હતો! સેને તો દીક્ષા લઈ લીધી હતી. વિજેણે સેનમુનિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દેવીએ એની રક્ષા કરી હતી. વિષેણને માનવભક્ષી શબરોએ મારી નાખ્યો હતો. સેનમુનિએ અનશન કર્યું અને નવમાં રૈવેયક દેવલોકમાં ઉત્પન્ન થયા.
આઠમા ભાવમાં - રાજા ગુણસેનનો જીવ ગુણચંદ્ર બને છે અને અગ્નિશમનો જીવ વૈતાઢ્ય પર્વત ઉપર વાણવ્યંતર નામનો વિદ્યાધર પુત્ર બને છે. ગુણચંદ્ર રાજા દીક્ષા લે છે. વાણવ્યંતર વિધાધર એના પ્રત્યે દ્વેષ રાખે છે. મુનિ ધ્યાનસ્થ ઊભા હતા, વાણવ્યંતર વિદ્યાધરે એની ઉપર પથ્થરની શિલાનો પ્રહાર કર્યો. મુનિ ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા. ઘોર વેદના સહન કરી. પાછળથી ગુણચંદ્ર મુનિ સમાધિમૃત્યુ પામે છે. વાણવ્યંતર ઘોર રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. મુનિ સર્વાર્થસિદ્ધ’ નામના અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
નવમા ભાવમાં - ગુણસેન રાજાનો જીવ સમરાદિત્ય' નામનો રાજા બને છે અને અગ્નિશમનો જીવ ગિરિસેન નામનો ચંડાળ બને છે. સમરાદિત્ય ચારિત્ર ગ્રહણ કરે છે અને કેવળજ્ઞાની બને છે. પરંતુ એની પહેલાં ગિરિમેન ચંડાળે દ્વેષભાવથી મુનિને સળગાવ્યા હતા. ક્ષેત્રદેવતા વેલંધર આગ હોલવી નાખે છે. સમરાદિત્ય કેવળજ્ઞાની બની જાય છે. નવ ભવની કથા પૂર્ણ થાય છે. પ્રેમરહિત પુદ્ગલ જાળઃ
જેમનો આપણા પ્રત્યે પ્રેમ નથી હોતો એના પ્રત્યે આપણે પ્રેમ ન કરવો - સ્નેહ ન બતાવવો. પ્રેમરહિત મનુષ્ય પ્રત્યે પ્રેમ બતાવવાથી કેવાં ઘોર દુઃખ સહન કરવાં પડે છે, કેવાં મરણાત્ત કપટ સહન કરવો પડે છે, એ વાત સમરાદિત્ય મહાકથા તમે વાંચશો તો ખબર પડશે. તેવી રીતે જે જડ પદાર્થોનો, પુદ્ગલોને સહારે આપણા પ્રત્યે પ્રેમ નથી હોતો એમના પ્રત્યે પ્રેમ રાગ...સ્નેહ કરવો નહીં. એ કરવાથી પણ જીવાત્માને દુઃખી જ થવું પડે છે.
જડ પુદ્ગલોમાં નથી હોતો રાગનો ભાવ, નથી હોતો દ્વેષનો ભાવ કે નથી હોતો સ્નેહનો ભાવ. અજ્ઞાની જીવ એ પુદ્ગલોની સાથે પાગલની જેમ સ્નેહ કરે છે અને દુઃખી થાય છે. | ૪૦
શાન્તસુધારસઃ ભાગ ૨
Page #51
--------------------------------------------------------------------------
________________
જીવાત્મા ચેતન છે, જડ છે પુગલ. જડ પુદ્ગલોથી ચેતન આત્મા ભિન્ન છે. આ સમજીને પુદ્ગલ ભાવથી પ્રેમ ન કરવો. પુદ્ગલ મારાથી પ્રેમ નથી કરતાં તો હું પુદ્ગલોથી પ્રેમ શા માટે કરું? મારે નથી કરવો પ્રેમ એમની સાથે!' આમ વિચારવું એ એક ઉત્તમ દ્રષ્ટિકોણ છે. જે આપણી સાથે પ્રેમ ન કરે, તેની સાથે આપણે પ્રેમ ન કરવો જોઈએ.
આમ તો પર-આત્મદ્રવ્યથી પણ પ્રેમ ન કરવો. જે જીવ આપણી સાથે પ્રેમ કરે છે, એમની સાથે પણ આપણે પ્રેમ - નેહ કરવાનો નથી. આપણા આત્માથી જે ભિન્ન છે એવા જડ પદાર્થો અને ચેતન દ્રવ્યોથી પ્રેમ કરવો નહીં. સર્વપદ્રવ્યો પ્રત્યે ઉદાસીન ભાવ ધારણ કરવાનો છે. નિજભવનમાં, સ્વભાવમાં, સ્વરૂપમાં જ રમણતા કરવાની છે. સંયોગ-વિયોગનું વિષચક્રઃ
પરદ્રવ્ય જે જડ-ચેતન છે એમના સંયોગની ઇચ્છાનો ત્યાગ કરવા માટે ગ્રંથકાર પ્રેરણા આપે છે.
"त्यज संयोगं नियतवियोगम् ।" જે પદાર્થોનો વિયોગ નિશ્ચિત છે એમનો સંયોગ કરવો જ નહીં. અજ્ઞાનદશામાં એવો સંયોગ થઈ ગયો તો છોડી દેવાનો છે. એવું નકકી સમજી લેવાનું કે જે પદાર્થોના સંયોગમાં સુખ માન્યું હશે, એ પદાર્થોના વિયોગમાં દુઃખ થવાનું જ. અવશ્ય દુઃખ થશે. પ્રિયજડ-ચેતન પદાર્થોનો વિયોગ ન થાય. એ પદાથ આપણાથી વિખુટા ન પડી જાય એટલા માટે મનુષ્ય કેટલું આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરે છે ! કેવાં યુદ્ધો ખેલે છે? કેવાં મહાયુદ્ધો કરે છે?
આ રીતે બીજાંની પાસે રહેલા, બીજાંના અધિકારમાં પડેલા જડ-ચેતન પદાર્થો આપણને પ્રિય લાગે છે. એ પદાર્થોને આપણા બનાવવાની તીવ્ર ઈચ્છા જાગૃત થાય છે ત્યારે કેવો ઘોર સંઘર્ષ ઉત્પન્ન થાય છે? પહેલાં મનમાં સંઘર્ષ જન્મે છે, પછી બહાર સંઘર્ષ ઊભો થાય છે. એમાં પણ જો બંને શક્તિશાળી હોય તો બંનેના મનમાં પદ્રવ્યોની તીવ્ર મમતા હોય તો એ સંઘર્ષ ચરમ સીમા સુધી પહોંચી જાય છે. ભરત ચક્રવર્તી અને ૯૯ ભાઈઓઃ
ભગવાન ઋષભદેવ પોતાના સો પુત્રોને વિશાળ સામ્રાજ્ય વહેંચી દઈ અને નિસંગ નિરપેક્ષ થઈને અણગાર બની ગયા હતા. પાછળથી ભરત, જે સો ભાઈઓમાં જ્યેષ્ઠ હતો, એનું ચક્રવર્તી બનવાનું નિશ્ચિત હતું. એને માટે ૯૯ ભાઈઓ જેઓ સ્વતંત્ર રાજા હતા, તેમને પોતાની આજ્ઞામાં લાવવા આવશ્યક વાત હતી. એ સિવાય ચક્રવર્તી બની શકાય તેમ ન હતું. ચક્રવર્તીપદ પણ પૌદ્ગલિક હોય [ અન્યત્વ ભાવના
૪૧ ]
Page #52
--------------------------------------------------------------------------
________________
છે, કર્મજન્ય હોય છે અને જેટલું કર્મજન્ય હોય છે એ સર્વ પદ્ગલિક હોય છે - પરભાવ હોય છે ! ભરત કોઈ પણ સંજોગોમાં ચક્રવર્તી બનવા ઈચ્છતો હતો.
તેણે પોતાના ૯૯ ભાઈઓની પાસે રાજદૂતો મોકલી દીધા, કારણ કે ૯૯ ભાઈ ભરતના રાજ્યાભિષેકમાં ઉપસ્થિત થયા ન હતા. એમને બોલાવવા માટે દરેકની પાસે એક એક દૂત મોકલી દેવામાં આવ્યો. દૂતોએ જઈને કહ્યું : “જો તમે નિર્ભયતાથી રાજ્ય કરવા ઇચ્છતા હો તો ભરત મહારાજાની સેવા કરો.' બાહુબલી સિવાય ૯૮ ભાઈઓ એકત્ર થયા, ભરતના સંદેશા ઉપર વિચારવિમર્શ કર્યો અને દૂતોને સંદેશાનો પ્રત્યુત્તર આપતાં કહ્યું -
“પિતાજીએ ભરતને અને અમને સૌને રાજ્ય વહેંચીને આપ્યું છે. હવે ભારતની સેવા કરવાથી તે અમને શું આપશે? શું એ મહાકાળના આક્રમણને રોકી શકશે? શું એ મનુષ્યના દેહને જર્જરિત કરી નાખનારી જરા રાક્ષસીને રોકી શકશે? શું એ મનુષ્યના જીવનમાં આવનારી વ્યાધિઓની પીડાને દૂર કરી શકશે? અથવા એના મનમાં ઉત્તરોત્તર રાજ્યતૃષ્ણા વધી રહી છે એ તૃષ્ણાનો નાશ કરી શકશે? જો એ આવું કશું કરી ન શકતો હોય તો પછી એ સેવ્ય અને અમે સેવકો કેવી રીતે બનીએ? એની પાસે વિશાળ રાજ્ય છે, વિપુલ સંપત્તિ છે; તો પણ એને સંતોષ નથી અને અસંતોષથી તે બળપ્રયોગ કરીને અમારા રાજ્ય પડાવી લેવાનો પ્રયત્ન કરશે, તો એને યાદ કરાવજો કે અમે પણ એક પિતાના પુત્રો છીએ, અમે બધા એકત્ર થઈને એની સાથે યુદ્ધ કરી શકીએ છીએ, એના દાંત ખાટા કરી શકીએ છીએ. પરંતુ હે દૂતો, અમે અમારા પિતાજીનો અભિપ્રાય લીધા સિવાય, તમારા માલિકની સાથે અને અમારા જયેષ્ઠભાઈની સાથે યુદ્ધ કરવા ઈચ્છતા નથી.”
દૂતો ચાલ્યા ગયા. ૯૮ ભાઈઓ અષ્ટાપદ પર્વત ઉપર સમવસરણમાં બિરાજિત ભગવાન ઋષભદેવની પાસે ગયા. મસ્તકે અંજલિ રચીને તેમણે પરમાત્માની સ્તુતિ-સ્તવના કરી અને પછી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. તેમણે ભગવંતને વિનયથી કહ્યું: ૯૯ ભાઈઓ ઋષભદેવની પાસે
હે ભગવન્! આપે ભરતને અને અમને યોગ્યતા અનુસાર ભિન્ન ભિન્ન દેશોનાં રાજ્ય વહેંચીને આપ્યાં હતાં. અમે તો અમારા રાજ્યોથી સંતુષ્ટ છીએ. પ્રજાનું પાલન સારી રીતે કરીએ છીએ. પરંતુ અમારા મોટા ભાઈ પોતાના રાજ્યથી અને બીજાંનાં છીનવી લીધેલાં રાજ્યોથી તૃપ્ત થયા નથી. જે રીતે તેમણે બીજાંનાં રાજ્યો છીનવી લીધાં છે, તે રીતે અમારા રાજ્યો પણ છીનવી લેવા ઈચ્છે છે.
અમારી પાસે દૂતો મોકલીને અમને આજ્ઞા કરે છે કે તમે તમારાં રાજ્યોનો ત્યાગ કરો અને મારી સેવા કરો.”
[ ૪૨
જ
| શાન્ત સુધારસઃ ભાગ ૨]
Page #53
--------------------------------------------------------------------------
________________
ભગવાન ઋષભદેવની પ્રેરણા :
ભગવાને પોતાના ૯૮ પુત્રોને કહ્યું ઃ “વિવેકી પુરુષોએ અત્યંત દ્રોહી શત્રુઓની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. એવા શત્રુઓ છે - રાગ, દ્વેષ, મોહ અને કષાયો - એ શત્રુઓ જન્મજન્માન્તરથી દુઃખ આપનારા છે. રાગ સતિના માર્ગમાં લોઢાની શૃંખલાની જેમ અવરોધક છે; દ્વેષ નરકાવાસમાં લઈ જનારો પ્રચંડ શત્રુ છે; મોહ જીવોને સંસારસાગરમાં ડૂબાડનારો છે અને કષાય દાવાનળની જેમ જીવોને બાળનાર છે. આ જ શત્રુઓ છે. આ શત્રુઓની સાથે યુદ્ધ કરીને વિજય પામવો જોઈએ. અંતરંગ શત્રુઓ સામે વિજય પામ્યા પછી બહારના શત્રુઓ રહેતા નથી. જીવ શિવ બની જાય છે. એને શાશ્વત્ પૂર્ણાનંદમય પદની પ્રાપ્તિ થઈ જાય છે.
રાજ્યલક્ષ્મી કરતાં મોક્ષલક્ષ્મી મહાન છે. રાજ્યલક્ષ્મી તો દુર્ગતિમાં લઈ જનારી છે. અત્યંત પીડાકારી હોય છે અને અલ્પકાલીન હોય છે. હે વત્સો, દેવલોકમાં તમે દૈવી સુખ પ્રાપ્ત કર્યાં હતાં. એ સુખોથી પણ તમારી તૃષ્ણાઓ પૂર્ણ થઈ ન હતી, તો પછી મનુષ્યલોકમાં તુચ્છ, અસાર અને અનિત્ય સુખોથી તૃષ્ણા કેવી રીતે પૂર્ણ થશે ? રાજ્યલક્ષ્મીથી એ તૃષ્ણા કેવી રીતે સંતુષ્ટ થશે ? તમે બધા વિવેકી છો, તમારે તો અમંદ આનંદસ્વરૂપ સંયમ સામ્રાજ્ય ગ્રહણ કરવું જોઈએ કે જેનાથી પૂર્ણાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય.”
૯૮ પુત્રોએ સંયોગ-સ્વરૂપ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો અને ચારિત્રધર્મનો સ્વીકાર કરીને આત્મભાવને નિર્મળ કર્યો. ભરત પ્રત્યે એમના મનમાં રજમાત્ર દુર્ભાવ ન થયો. આત્મભાવ અત્યંત વિશુદ્ધ બન્યો અને તે બધા સર્વજ્ઞ, વીતરાગ બની ગયા.
ઉપાધ્યાયજીએ કહ્યું છે "ત્યનો સંયોનું નિયતનિયોગમ્ ।" સર્વ સંયોગજન્ય સુખોનો ત્યાગ કરો. નહીંતર, એ સુખો જ તમને દુઃખી ક૨શે. કહેવામાં આવ્યું છે કે संयोगमूला जीवेण पत्ता दुःखपरंपरा ।
तम्हा संजोगसंबंधं सव्व तिविहेण वोसिरियं ॥
દુઃખોની પરંપરાનું કારણ શું છે ? સમજો છો ? કોઈ કહે છે ઃ મને મારાં કર્મ દુઃખ આપી રહ્યાં છે. કોઈ કહે છે ઃ મને મારા પાપગ્રહો દુઃખી કરી રહ્યા છે. પાડોશી દુઃખ આપી રહ્યો છે. અમુક વ્યક્તિ દુઃખ આપે છે. આ બધાને જૂઠું પણ કેવી રીતે માનવું ? પરંતુ આપણે જો આ બાહ્ય સચ્ચાઈમાં ગૂંચવાઈ જઈશું તો દુઃખથી કદીય છૂટી શકીશું નહીં. એટલા માટે મૂળભૂત સચ્ચાઈને સમજવી આવશ્યક છે કે ન તો ગ્રહો દુઃખ આપે છે, ન પાડોશી દુઃખ આપે છે, ન કોઈ કર્મ દુઃખ આપે છે. દુઃખ આપી રહી છે આપણા સંયોગની કલ્પના. એટલા માટે સંયોગજન્ય સુખોનો ત્યાગ કરવાનો
ન
છે.
અન્યત્વ ભાવના
૪૩
Page #54
--------------------------------------------------------------------------
________________
એક મોટી સમસ્યા :
એક મોટી સમસ્યા એ છે કે આ સંયોગજન્ય સુખોની કલ્પનાઓમાં આપણે આપણા આત્માને ભૂલી ગયા છીએ. આપણે પ્રત્યેક વાતમાં પૌગલિક પરિદ્રવ્યને જ જોઈએ છીએ. સ્વદ્રવ્ય - આત્માને જોતા જ નથી, તો પછી આત્મામાં સ્થિરતા કેવી રીતે કરી શકીએ? આત્મભાવમાં રમણ કેવી રીતે કરી શકીએ ? એટલા માટે દુઃખમુક્તિ પામવા માટે કહેવાયું છે કે મન-વચન-કાયાથી તમામ સંયોગ-સંબંધોનો ત્યાગ કરી દો. યાદ રાખો સંયોગજન્ય સુખ ભોગવવું એટલે દુઃખોને નિમંત્રણ આપવા બરાબર છે. આ બોધ આવશ્યક છે. જો પુણ્યકર્મના ફળને અધિકાધિક ભોગવવું હોય તો પાપકર્મના ફળને ય ભોગવવાની તૈયારી હોવી જોઈએ.
જેઓ આત્મભાવમાં નથી રહેતા, જેઓ કેવળ અનાત્મભાવમાં, પૌગલિક ભાવમાં રમણતા કરે છે એ લોકો દુનિયાના કરોડપતિઓના સુખભવ જોઈને બોલી ઊઠે છે - કેટલા સુખી લોકો છે ! કેટલી વિપુલ સંપત્તિ ! કેટલી સુખ સાહ્યબી ! કેટલું સુખી જીવન ! પરંતુ વાસ્તવિકતા તદ્દન જુદી હોય છે. એ કરોડપતિઓ - અબજોપતિઓને જઈને પૂછો - “તમે નિર્ભય છો? નિશ્ચિત અને નિરાકુલ છો ?” જવાબ મળશે - “ના, અમે નિશ્ચિત નથી. હજારો ચિંતાઓ અમને સતાવે છે. નિર્ભય નથી, અનેક ભય વ્યથિત કરે છે. સાચા અર્થમાં અમે સુખી નથી. ભયરહિત નથી, પણ ભયસહિત છીએ. સ્વાધીન નહીં, પરંતુ પરાધીન છીએ. અમારું મન અશાંતિની આગમાં સળગી રહ્યું છે. અમે ઉદ્વિગ્ન છીએ.”
કોઈક વાર સ્વપ્નમાં દેવરાજ ઈન્દ્ર મળી જાય તો પૂછી લેજો કે હે દેવરાજ, તમે સુખી છો ને? તમારું મન સદેવ શાંત, પ્રશાન્ત, પ્રસન્ન અને પ્રફુલ્લિત રહે છે ને? તમારા મનમાં ઈષ, રોષ, રાગ આસક્તિ. આ વાતો અશાંતિ તો ઉત્પન્ન નથી કરતી ને? ઈન્દ્રનો શું જવાબ મળે છે એ ધ્યાનથી સાંભળજો અને એની ઉપર વિચાર કરો. સંયોગમૂલક સુખોની કરુણ કથા સાંભળીને વિરક્ત બનજો. શાન્ત સુધારસનું પાન કરોઃ
પૌદ્ગલિક સુખસાધનોની વૃત્તિ-પ્રવૃત્તિથી મુક્તાત્મા મહાપુરુષોને પૂછો કે એમનો સુખવૈભવ કેવો છે? એમના અનુપમ સુખની અભિવ્યક્તિ એ શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકે. પ્રશમસુખની અદ્ભુત અનુભૂતિની અભિવ્યક્તિ, શબ્દોમાં થઈ જ ન શકે. જેમને કોઈ પણ સંજોગજન્ય બાહ્ય સુખ પામવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખને દૂર કરવાની અભિલાષા નથી, બહારના સુખદુઃખની કલ્પનાઓથી મુક્ત રહેનારા સાધુપુરુષ જે આંતરિક સુખનો અનુભવ કરે છે, એ સુખનો આસ્વાદ ચક્રવર્તી યા દેવેન્દ્ર પણ નથી કરી શકતો.
જે કોઈ મનુષ્યને શાન્તસુધાનો, પ્રશમસુખનો અનુભવ પ્રાપ્ત કરવો હોય એને
[]
શાન્તસુધારસ ભાગ ૨)
Page #55
--------------------------------------------------------------------------
________________
સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત થવું જ પડશે. કોઈ પણ પ્રકારની જરા સરખી પણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. મનથી એ અંગે વિચારવાનું જે નહીં. વાણીથી એને અંગે બોલવાનું જ નહીં અને કાયાથી એ બાબતે કોઈ ક્રિયા કરવાની નહીં. એનું મન ડ્રવ્યું હશે શાન્તસુધારસના સુખમાં ! એની મસ્તી અવિનાશી હોય છે - પ્રશમસુખના સાગરમાં નથી રહેતી આધિ, વ્યાધિ અને ઉપાધિ ! નથી રહેતા શોકઉદ્વેગ!
મન, વાણી અને શરીરને સદેવ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા જોઈએ વિશિષ્ટ જ્ઞાન ! વિશિષ્ટ જ્ઞાન એટલે પુસ્તકોનું શાસ્ત્રોનું જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, પરિણતિ જ્ઞાન. આત્માના પ્રદેશમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવો જોઈએ. આવા જ્ઞાની પુરુષ જ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રહીને પ્રશમસુખના સાગરમાં મસ્તી માણી શકે છે.
આત્મજ્ઞાની પુરુષ કદી પણ મનનાં દુઃખોથી દુઃખી થતો નથી, વિકલ્પોની જાળમાં ફસાતો નથી. રાગદ્વેષની ભડભડતી આગમાં તે કદી બળતો નથી. એનું આત્મજ્ઞાન એને સાંસારિક પ્રવૃત્તિઓથી મુક્ત કરાવીને નિવૃત્તિપથે લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં શાન્તસુધારસનું પાન કરવામાં આવે છે. પ્રશમસુખનો ભરપૂર અનુભવ થાય છે. એટલા માટે શાન્તસુધારસના પ્રશમસુખના પ્રાર્થી મનુષ્યને બહારની પ્રવૃત્તિઓની પીડાથી મુક્ત થઈને મન, વચન, કાયાની સાથે આત્મજ્ઞાનઆત્મધ્યાનના માધ્યમથી નિવૃત્તિની ગુફામાં પહોંચી જવું જોઈએ. અન્યત્વ ભાવનાથી જ સ્વસ્થતા : - જે આત્મસાધક અન્યત્વ ભાવનાના ચિંતનથી સ્વજન-પરિજનની ચિંતા અને શરીરસંપત્તિની ચિંતા છોડી દે છે, એ જ આત્મસાધક સ્વસ્થ રહી શકે છે. જે સ્વજનાદિનું મમત્વ ત્યજી દીધું. પછી એનાં દુઃખ-દુર્ભાગ્યની ચિંતા ન કરવી જોઈએ. એ સ્વજન-પરિજનોને યાદ પણ ન કરવાં જોઈએ. તેમને ભૂલી જવાનાં છે. તદ્દન ભૂલી જવાનાં છે. મનને એ સર્વ ચિંતાઓથી મુક્ત બનાવી દેવાનું છે.
પરંતુ આ સર્વ ચિંતા કરવાની આદત આજકાલની નથી. અનાદિકાલીન છે. અનાદિકાલીન ખરાબ આદતોથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કેટલો હોવો જોઈએ? પ્રબળ અને સતત પ્રયત્નને સહારે જ બૂરી આદતોથી વ્યક્તિ છુટકારો પામી શકે છે. એ પ્રયત્ન છે - આત્મચિંતનનો. એ પ્રયાસ છે અન્યત્વ ભાવનાનો. આત્મચિંતનમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. - આ રીતે ચિંતન કરો કે
આ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં મારા આત્માએ કેટલાં દારણ શારીરિક અને માનસિક દુઃખો અનુભવ્યાં છે? વૈષયિક સુખોમાં નિરંતર આળોટતો જીવાત્મા કદીય તૃપ્ત થયો જ નથી. સદેવ અતૃપ્ત જ રહ્યો છે- કદીય સંતૃપ્ત થયો જ નથી. વિષયોની મૃગતૃષ્ણામાં દોડતો જ રહ્યો.
૪૫
અન્યત્વ ભાવના
Page #56
--------------------------------------------------------------------------
________________
" न हि विदधानः कथमपि तृप्यसि मृगतृष्णाघनरसपानम् ।" ‘રણના ઝાંઝવા-મૃગજળને હોઠે લગાડવાથી તરસ છીપતી નથી, ઊલટી વધારે પ્રબળ બને છે. વિષયોની મૃગતૃષ્ણામાં મરતો રહ્યો, જનમતો રહ્યો, હજુ પણ એ ચક્રનો અંત નથી આવ્યો. આજે હું માનવ છું. મને માનયજીવન મળ્યું છે. આ જીવનમાં મારે આ અતૃપ્તિની આગ બુઝાવી દેવાની છે. મને સમગ્ર વિશ્વનું દર્શન થઈ ચૂક્યું છે. વિશ્વની યથાર્થતાને મેં ઓળખી લીધી છે. મોક્ષમાર્ગનો અવબોધ મને પ્રાપ્ત થયો છે. હવે હું એવો આંતર-બાહ્ય પુરુષાર્થ કરું કે મારું ભવભ્રમણ અટકી જાય, આત્મા સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ જાય.”
આ રીતે આત્મચિંતનના અનંત આકાશમાં ઊંચે ને ઊંચે ઊડતો સાધક આત્મા સૌથી પહેલાં ત્રણ આંતરશત્રુઓ ઉપર વિજય પામે છે -
રાગ ઉપર આક્રમણ કરીને રાગવિજેતા બને છે.
દ્વેષ પર આક્રમણ કરીને દ્વેષવિજેતા બને છે. # કામવાસના પર આક્રમણ કરીને કામવિજેતા બને છે. જિનપતિનો સહારો લો :
રાગદ્વેષ અને કામવાસના ઉપર વિજય પામવો અતિ દુષ્કર છે, છતાં પણ વિજય તો મેળવવાનો છે. એટલા માટે જિનપતિની - જિનેશ્વરની સહાય લેવી. દુનિયામાં જિનપતિ જ પરમ સહાયક તત્ત્વ છે. મુક્તિ-મોક્ષ પામવા માટેનો આ જ સરળ ઉપાય છે.
રાગ-દ્વેષ અને કામ - આ ત્રણ અનાદિના જ્વર છે. ટાઇફોઇડ, ન્યૂમોનિયાના જ્વર કરતાંય આ જ્વરો ભયંકર છે. સ્વજનાદિની ચિંતાનો ત્યાગી અને આત્મચિંતનનો અનુરાગી સાધક આ ત્રણે જ્વરોને મટાડવા માટે શક્ય તમામ ઉપાયો કરે છે. વિશેષતઃ પરમાત્માની શરણાગતિનો ઉપાય કરે છે. જિનેશ્વરનો સહારો લે છે.
ત્રિવિધ જ્વરના તાપમાં શેકાતો-પરેશાન થતો મનુષ્ય પળભર પ્રસન્નતા - શાંતિ પામતો નથી. એકાદ ક્ષણ પણ ખુશી અનુભવી શકતો નથી. ત્રણ-ત્રણ પ્રકારના તાવમાં તડપતો મનુષ્ય પળભર માટે પ્રસન્નતા પામે તો પણ કેવી ? સ્ત્રીના રાગમાં તડપતા અને બળતા મનુષ્યની બેચેની શું તમે કદી જોઈ નથી ?
પૈસા પાછળ પાગલ બનેલા અને ચિત્કારતા મનુષ્યની દયનીય સ્થિતિનો અંદાજ શું તમે નથી લગાવ્યો ? શરીરની મમતામાં હેરાન થતા અને આંસુ વહેવડાવતા મનુષ્યની લાચારી તમે નથી જોઈ ? પ્રદીપ્ત વાસનાઓથી વિવશ બનીને તીવ્ર કામવાસનાથી વ્યાકુળ બનીને નિઃસાર અને નિઃસત્ત્વ થઈને વગર મોતે મરનારા જીવોને શું તમે નથી જોયા ?
૪૬
શાન્તસુધારસ : ભાગ ૨
Page #57
--------------------------------------------------------------------------
________________
આપણા આત્માએ પણ અનંત જન્મોમાં આ દારુણ વેદનાઓ ભોગવી છે. હવે જો એમનાથી છૂટકારો પામવો હોય, આ જીવલેણ જ્વરોથી મુક્ત થવું હોય, તો આત્માની સ્વભાવ દશાના ચિંતન-મનનમાં લીન બનો. આ જ્ઞાની પુરુષો અદ્ભુત સ્વસ્થતાથી જીવનયાત્રા કરતા રહે છે - જેઓ સમગ્ર પરિચિંતાઓથી મુક્ત છે અને આત્મચિંતનમાં ડૂળ્યા છે, એમના ત્રણે વિષમજ્વરો શાન્ત થઈ ગયા છે. પરમાત્માનો સહારો લેતાં, આવી અવસ્થા પામવા માટે પુરુષાર્થી બનો. સંયોગો વિયોગાત્તવાળા :
આજે આપણે અન્યત્વ ભાવનાનું વિવેચન સમાપ્ત કરીશું, એટલા માટે આ ભાવનાની સારભૂત વાતો યાદ કરી લઈએ છીએ.
જ્યારે તમારી પ્રિય વસ્તુ યા વ્યક્તિનો વિયોગ થાય ત્યારે તમારે શોક ન કરવો જોઈએ. “સંયોગ અનિત્ય છે' - આ વિચારને સારી રીતે દ્રઢ કરવો. પ્રિયજનનો સંયોગ, વૈભવસંપત્તિનો સંયોગ, શરીરનો સંયોગ. આ તમામ સંયોગો અનિત્ય છે. અલ્પકાલીન છે. જે અનિત્ય હોય છે એનો વિયોગ થાય જ છે. આ વિચારને દ્રઢ કરવો. રોગથી શરીર ઘેરાઈ જાય, યૌવન અલવિદા કે, મોતની છાયા નજરે આવવા લાગે, એ સમયે શોકાતુર ન થઈ જવું. આંખો અશ્રુથી ભરી ન દેવી. આ સંસારમાં આ બધું સહજ અને સ્વાભાવિક જ છે. એટલા માટે સ્વસ્થ રહેવું.
તમે જ્ઞાતા બનો. તમારી આસપાસ જે કંઈ બની રહ્યું છે, અને જ્ઞાનદ્રષ્ટિથી જોતા રહો, જાણતા રહો. રાગદ્વેષ એમાં ભેળવ્યા વગર જોવું, રાગદ્વેષને પાર કરીને જાણવું.
જેવી રીતે પ્રિય વસ્તુમાં રતિ કરવાની નથી, એ જ રીતે અપ્રિય વિષયોમાં અરતિ કરવાની નથી. અપ્રિય-અનિષ્ટ વિષયોના સંયોગમાં ઉદ્વિગ્ન બનવું નહીં, ઉદ્વિગ્નતા પણ અસ્વસ્થતા જ છે. અસ્વસ્થતા માનસિક દુઃખ છે.
આ વાત સારી રીતે સમજી લો કે પૌગલિક વિષયોમાં ન તો સારપ છે, ન ખરાબી છે. જીવાત્મા એમાં સારાખોટાની કલ્પના કરતો રહે છે. આ કલ્પનાઓ પણ સ્થિર નથી રહેતી - સારો વિષય ખરાબ લાગે છે, ખરાબ વિષય સારો લાગે છે! આ તાત્ત્વિક સમજને હૃદયસ્થ કરનારા તત્ત્વજ્ઞાનીઓ અરતિ - ઉદ્વેગમાં પોતાની જાતને ભેળવતા નથી. આવા તત્ત્વજ્ઞાનીઓ જ શાન્તસુધારસનું નિરંતર પાન કરતા રહે છે. તમે પણ શાન્તસુધારસનું પાન કરનારા બનો એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ.
અન્યત્વ ભાવના
Page #58
--------------------------------------------------------------------------
________________
શGિGUટ્સી
પ્રવચન ૨૯
: સંકલના : • દેહાસક્તિ તોડવી આવશ્યક છે. • મનુષ્યમન - અશુચિથી નફરત.
શરીર સૌન્દર્યનો અતિ પ્રચાર. શરીરઃ દારૂનું માટલું, શરાબનો ઘડો.
શરીરઃ કચરા-ઉકરડાંનો ઢગલો. • શરીરઃ લસણ જેવું વાસ મારતું.
શરીર દુષ્ટ માણસ જેવું. શરીરઃ દગાબાજ, એનો વિશ્વાસ ન કરો.
કાયાઃ કાચી માટીનો પિંડ. • અશુચિદર્શનથી પ્રતિબોધ મલ્લીકુમારી.
Page #59
--------------------------------------------------------------------------
________________
सच्छिद्रो मदिराघटः परिगलत्तल्लेशसङ्गाशुचिः शुच्याऽऽमृद्य मृदा बहिः स बहुशो धौतोऽपि गंगोदकैः । नाधत्ते शुचितां यथा तनुभृतां कायो निकायो महान्, बीभत्साऽस्थिपुरीषमूत्ररजसा नाऽयं तथा शुद्धयति ॥ १॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ' ગ્રંથમાં “અશુચિ ભાવનાનું વર્ણન કરતાં જણાવે છે કે “છિદ્રયુક્ત ઘડામાં શરાબ ટપકતી હોય અને આવા અસ્વચ્છ ગંદા ઘડાને માટીથી સારી રીતે સાફ કરવામાં આવે, ગંગાના જળથી ધોવામાં આવે, તો પણ તે પવિત્ર બનતો નથી. એ જ રીતે ગંદાં હાડકાં, મળમૂત્ર, શ્લેખ, ચામડી અને રક્તથી ખરડાયેલું આ શરીર ઘણાબધા પ્રયત્નો કરવા છતાં પણ શુદ્ધ થતું નથી. દેહાસક્તિ તોડવી આવશ્યક
મોક્ષની આરાધનામાં વિશુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં મુખ્યરૂપથી ચાર અવરોધક તત્ત્વો છે - સ્વજનમોહ, પરિજનમોહ, ધનાસક્તિ અને દેહાસક્તિ. જ્યાં સુધી આ ચાર અવરોધો દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સાચા અર્થમાં મોક્ષની આરાધના થઈ શકતી નથી. વિશુદ્ધ આત્મસ્વરૂપ પામવાનો વિચાર પણ મનમાં નથી આવતો. એટલા માટે એકત્વ તેમજ અન્યત્વ ભાવનાઓ દ્વારા સ્વજનપરિજન, ધન અને દેહની આસક્તિ તોડવાના ઉપાયો બતાવ્યા.
પરંતુ ચાર પ્રકારની આસક્તિમાં સૌથી વધારે આસક્તિ શરીરની હોય છે. જ્યારે મનુષ્ય વિરાગી - વિરક્ત બને છે, ત્યારે તે સ્વજન-પરિજનોનો ત્યાગ કરી દે છે. ધન, સંપત્તિ અને વૈભવનો ત્યાગ કરી દે છે. પરંતુ શરીર તો રહે જ છે. સાધુ, મુનિ, મહર્ષિને શરીરની સાથે જ જીવવાનું હોય છે. સાધુ પણ શરીરનો ત્યાગ કરી શકતો નથી.
શરીરની સાથે જીવવું અને શરીરની આસક્તિ ન રાખવી સરળ વાત નથી. દેહાસક્તિ તોડવી અતિ દુષ્કર કામ છે. આથી આ વિશેષ રીતે “અશુચિ ભાવના'નું ચિંતન બતાવ્યું છે. આ અશુચિ ભાવના દ્વારા દેહાસક્તિ તોડવાની છે. શરીરનું મમત્વ તોડવાનું છે. શરીરનો મોહ નષ્ટ કરવાનો છે. મનુષ્યમન - અશુચિથી નફરતઃ
મનુષ્યમનનો સ્વભાવ છે કે તે ગંદકીથી નફરત કરે છે. ગંદા પદાર્થો પ્રત્યે તેના મનમાં પ્રેમ-રાગ નથી હોતો. શરીરનો પ્રેમ તોડવા માટે જ્ઞાની પુરુષોએ મનુષ્યના શરીરની અંદર જે ગંદકી ભરેલી પડી છે, અશુચિતા ભરી પડી છે, તે બતાવવા
અશુચિ ભાવના
૪૯
Page #60
--------------------------------------------------------------------------
________________
માટેનો ભરપૂર પ્રયત્ન કર્યો છે; જેને જોઈને મનુષ્યને શરીર પ્રત્યે નફરત થાય. શરીરનો રાગ નષ્ટ થાય.
ન
આમ જોતાં મનુષ્યમનને સૌંદર્ય પ્રિય હોય છે. સારાં રૂપ-૨સ-ગંધ પ્રિય હોય છે. શરીર સુંદર હોય, ગૌર વર્ણ હોય, સારી સુગંધ હોય, હલનચલન અને આકૃતિ સારી હોય, પ્રકટ રૂપે કોઈ રોગ ન હોય.... તો મનુષ્યને એ શરીર પ્રિય લાગે છે. પછી એ શરીર પોતાનું હોય યા તો બીજાંનું હોય. કવિવરોએ શરીર સૌંદર્ય ઉપર કાવ્યો લખ્યાં છે. લેખકોએ શરીર-શૃંગારનાં વર્ણન કર્યાં છે. શિલ્પીઓએ પથ્થરોમાં એ સૌંદર્યને મૂર્તિમંત કર્યું છે.
આ શરીરને બે દૃષ્ટિએ જોવામાં આવ્યું છે - બહારથી અને અંદરથી. પૌદ્ગલિક દૃષ્ટિથી અને આધ્યાત્મિક દૃષ્ટિથી. જ્ઞાની પુરુષોએ -વિરક્ત પુરુષોએ શરીરના બાહ્ય સૌંદર્યને ક્ષણિક, અલ્પકાલીન અને રોગભયોથી આક્રાન્ત બતાવ્યું ! શરીર સૌંદર્યના રાગને જ સંસારના અનર્થોનું મૂળ બતાવ્યું. એમાં પણ મનુષ્ય સ્ત્રીના શરીરના સૌંદર્ય પ્રત્યે આસક્ત ન થવા હજારો ગ્રંથો લખાયા છે. સુંદર સ્ત્રી ભલેને પોતાની હોય યા પરાઈ હોય; એ અનેક અનર્થો, ઝઘડા, યુદ્ધ, ઈર્ષા, શંકા વગેરેને જન્મ આપે છે. કારણ કે દુનિયામાં અજ્ઞાની અને રાગી-દ્વેષી લોકો વધારે હોય છે. તેઓ હંમેશાં ‘મેજોરીટી’માં બહુમતિમાં હોય છે જ્ઞાની પુરુષો સદૈવ આ દુનિયામાં 'માયનોરીટી'માં - લઘુમતિમાં હોય છે. એટલા માટે જે રીતે અજ્ઞાની-મોહાન્ધ લોકોએ સ્ત્રીસૌંદર્યની પ્રશંસા કરી છે એ જ રીતે જ્ઞાની-વિરાગી પુરુષોએ સ્ત્રીશરીરમાં અશુચિ, ગંદકી બતાવીને ઘોર નિંદા કરી છે. ઘોર ઘૃણા-નફરત કરી છે.
શરીર સૌંદર્યનો અતિ પ્રચાર ઃ
અંતિમ શતાબ્દીમાં વિશ્વના દેશોમાં દિનપ્રતિદિન શરીર સૌંદર્યના વિવિધ ઉપાયોનો પ્રસાર વધ્યો છે. પહેલાં આ પ્રચાર-પ્રસારનાં બે જ માધ્યમો હતાં - એક સિનેમાં, બીજું હતું છાપું. છાપાઓમાં જેવિજ્ઞાપનો છપાય છે તેમાં સ્વાભાવિકતાથી નહીં, પરંતુ કૃત્રિમતાથી શરીર સૌંદર્ય વધારે બતાવવામાં આવે છે. વિજ્ઞાપનમાં વધારેમાં વધારે ‘સ્ત્રીશરીર'નો ઉપયોગ કરવામાં આવે છે. સ્ત્રીશરીરના સૌંદર્યપ્રદર્શનના અતિરેકમાં સ્ત્રીશરીરને નગ્ન બતાવવામાં આવે છે. કેટલું કુત્સિત અને ઘૃણાપાત્ર છે આ કૃત્ય ?!
વર્તમાન દેશકાળમાં જ્યાં સંયુક્ત રાષ્ટ્રસંઘથી પ્રારંભીને નાના નાના ગામડાઓમાં પણ સ્ત્રીની ઉન્નતિની વાતો, સ્ત્રીના સમાન અધિકારની વાતો, સ્ત્રીસન્માનની વાતો, સ્ત્રીની ઇજ્જતની રક્ષાની વાતો જોરશોરથી થઈ રહી છે. એ જ દેશકાળમાં આજે સ્ત્રીનું ભયાનક શોષણ કરવામાં આવે છે. જુઓ છાપાઓમાં,
શાન્તસુધારસ : ભાગ ૨
૫૦
Page #61
--------------------------------------------------------------------------
________________
જુઓ સિનેમાઘરોમાં, અને હવે તો ઘેરઘેર ઘૂસેલાં ટી.વી. જુઓ. ટી.વી.ના પડદા ઉપર, સિનેમાના પડદા ઉપર સ્ત્રી શરીરને કેટલું બીભત્સ...નિર્લજ્જ બતાવવામાં આવે છે ? અને દુનિયાની કરોડો સ્ત્રીઓ તીવ્ર રસથી એ જોતી હોય છે ! પુરષો તો જોશે જ! ન તો પ્રજા આને રોકે છે, ન સરકાર પ્રતિબંધ મૂકે છે. સ્ત્રી શરીરમાં આસક્ત લોકો જ સરકારમાં ઊજળા વસ્ત્ર પહેરીને સજ્જન હોવાનો દંભ કરીને | બેઠેલા હોય છે !
શરીર સૌંદર્યનો આ ભરપૂર પ્રચાર-પ્રસાર જે દેશ-દુનિયામાં થઈ રહ્યો છે, એ અનેક માધ્યમો દ્વારા થઈ રહ્યો છે. ત્યાં મારે મનુષ્યદેહની અંદર જે ગંદકી ભરી છે. જે અશુચિ ભરી પડી છે, એની વાતો કરવી છે. કદાચ તમે બુદ્ધિશાળી લોકો મારી વાત ઉપર હસશો, કોઈ મને મૂર્ખ પણ માની બેસે! માનો, જે માનવું હોય તે માનો. મારે તો આધ્યાત્મિક દ્રષ્ટિથી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે વાસ્તવિક છે એ બતાવવું છે. ભલે થોડાક લોકો મારી વાત સમજે - આમ પણ જ્ઞાની લોકો દુનિયામાં થોડાક જ હોય છે ને? શરીર - મદિરાનો ઘડોઃ
ઉપાધ્યાયજીએ શરીરને મદિરાના - શરાબના ઘડાની ઉપમા આપી છે. એ પણ છિદ્રવાળો ઘડો ! છિદ્રવાળા ઘડામાંથી શરાબ ટપકતી રહે છે. શરાબથી ભરેલો ઘડો જેવી રીતે અસ્વચ્છ, ગંદો હોય છે; એવી રીતે શરીર પણ ગંદું હોય છે. ગંદા ઘડાને ગંગાજળથી સાફ કરવામાં આવે અથવા માટીથી સાફ કરવામાં આવે, તો પણ પવિત્ર નથી બનતો. એ રીતે શરીર ગંદાં હાડકાં, મળમૂત્ર, શ્લેખ, ચામડી, રક્ત એવા અપવિત્ર પદાર્થોથી લિપ્ત છે. એને સાફ કરવા ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ એ શુદ્ધ નહીં થાય. ગંદકી દૂર થતી જ નથી. પ્રશ્નઃ આજકાલ તો શરાબ સારી બાટલીઓમાં આવે છે.
ઉત્તરઃ આ દેશી શરાબની વાત છે. ગેરકાયદેસર શરાબ બને છે ને? એ પીને વધારે લોકો મરે છે. છાપાઓમાં વાંચો છો ને? વધારે શરાબ પીનારાના મુખમાંથી દુર્ગધ પણ આવે છે. આવા લોકો હોશ ખોઈને જમીન ઉપર આળોટે છે. મિથ્યા બકવાસ કરે છે. એવા ગરીબ લોકો ઘડાનો શરાબ પીએ છે. એ ઘડો તમે જોજો. જો કદાચ મળી જાય તો ગંગાજળથી ધોજો ! અગર તો નળના પાણીથી ધોજો, જોજો પછી, એની બદબૂ જાય છે ખરી?
સંભવ છે કે આજકાલ એવી દવાઓ નીકળી છે કે જેથી શરાબની બાટલીઓ - શરાબના ઘડાઓ સાફ કરવામાં આવે છે. પરંતુ શરીરની અંદર જે મળમૂત્ર વગેરે ગંદા પદાર્થો ભર્યા છે એ સાફ ન કરી શકાય. કારણ કે મનુષ્ય જે પાણી પીએ છે, [ અશુચિ ભાવના
૫૧]
Page #62
--------------------------------------------------------------------------
________________
ભોજન કરે છે, એનાથી મળમૂત્રાદિ ગંદા પદાર્થોનું નિર્માણ થતું જ રહે છે. સાત ધાતુઓ બનતી જ રહે છે.
सयलकुहियाण पिंडं किमिकुलकलियं अउव्वदुग्गंधं ।
मलमुत्ताण गेहं देहं, जाणेह असुइमयं ॥' તું આ શરીરને અપવિત્ર સમજ. આ શરીર કુત્સિત નિંદનીય વસ્તુઓનો સમુદાય છે, કૃમિ વગેરે જીવોથી-કીડાઓથી ભરેલો છે. અત્યંત દુર્ગધમય છે, મળમૂત્રનું ઘર છે.
स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिवारं वारं बत ! समलतनुं चन्दनै रर्चयन्ते । मूढात्मनो वयमपमलाः प्रीतिमित्याश्रयन्ते, नो शुद्धयन्ते कथमवकरः शक्यते शोद्धमेव ॥ २ ॥ મૂર્ખમનુષ્ય વારંવારનાન કરીને શરીરને સ્વચ્છ બનાવે છે. ચંદનનો લેપ કરીને પોતાની જાતને પવિત્ર સમજે છે. પરંતુ આ એની નરી ભ્રમણા જ છે. કચરાના ઢગલાને સ્વચ્છ કરી શકાતો નથી. શરીર - ગંદકી-કચરાનો ઢગલો :
શરીરને સ્વચ્છ-નિર્મળ રાખવા માટે મનુષ્ય દિવસમાં વારેવારે સ્નાન કરે છે. વારંવાર શરીર ગંદું થાય છે એટલા માટે વારેવારે સ્નાન કરવું પડે છે ને? ગંદાદુગંધમય શરીરને સુગંધી બનાવવા માટે પ્રાચીન કાળમાં ચંદનનું વિલેપન કરવામાં આવતું. આજકાલ એને અત્તર - સેન્ટ' વગેરેના પ્રયોગથી સુગંધિત કરવામાં આવે છે. શરીર અને વસ્ત્રો ઉપર “સેન્ટરનો “” કરવામાં આવે છે. કેટલોક સમય સુગંધમય બની જાય છે, પરંતુ પાછળથી દુર્ગંધમય બની જાય છે. કચરાનો ઢગલો - અપવિત્ર વસ્તુઓ ક્યાં સુધી સુગંધિત રહી શકે ? કચરાના ઢગલાને કદી સ્વચ્છ, નિર્મળ બનાવી શકાય? જો કરી શકાતો હોય તો એને કચરાનો ઢગલો કહી શકાય ?
ભલેને તમે સ્નાન કરો, સુગંધિત પદાર્થોથી શરીરને સુવાસિત કરો, પરંતુ આ સમજી લો કે શરીરની અંદર અશુચિ - ગંદા પદાર્થો ભર્યા પડ્યા છે.
બાહ્યરૂપે શરીરને વ્યાવહારિક ભૂમિકા ઉપર સ્વચ્છ કરવું પડે છે. એટલા માટે સ્નાનાદિ કરીએ છીએ. સંસારના વ્યવહારોમાં અને ધર્મના પણ બાહ્ય વ્યવહારોમાં શરીરની બાહ્ય સ્વચ્છતા અપેક્ષિત માનવામાં આવી છે. પરંતુ એનાથી દેહાસક્તિ - શરીરરાગ વધવો ન જોઈએ. કોઈ વાર દુશ્મનને પણ ખવડાવવું-પીવડાવવું પડતું પર
છે. શાન્તસુધારસઃ ભાગ ૨
Page #63
--------------------------------------------------------------------------
________________
હોય છે. સરભરા કરવી પડતી હોય છે! સંસારના વ્યવહારો એવા જ હોય છે, પરંતુ એનાથી શત્રુને મિત્ર માનવાની ભૂલ કરવાની નથી.
कर्पूरादिभिरर्चितोऽपि लशुनो नो गाहते सौरभं, नाजन्मोपकृतोऽपि हन्त ! पिशुनः सौजन्यमालम्बते । देहोप्येष तथा जहाति न नृणां स्वाभाविकी विनतां, नाभ्यक्तोऽपि विभूषितोऽपि बहुधा पुष्टोऽपि विश्वस्यते ॥ ३ ॥ શરીરને લસણની ઉપમા આપતાં ઉપાધ્યાયજી કહે છે - લસણને કપૂર વગેરે સુગંધયુક્ત પદાર્થોમાં રાખવામાં આવે તો પણ એની બદબૂ જતી નથી. દુષ્ટ આદમી ઉપર જિંદગીભર ઉપકાર કરતા રહો છતાં પણ એ સુધરશે નહીં. એ જ રીતે આ માનવ શરીર એને ગમે તેટલું શણગારો, સજાવો, હૃષ્ટપુષ્ટ બનાવો, તો પણ તે તેની સ્વાભાવિક દુર્ગધ નહીં છોડે ! શરીર - લસણ સમું દુગંધયુક્ત : i શરીર શરાબના ઘડા જેવું ગંદું છે. i શરીર કાદવ-કચરા જેવું અપવિત્ર છે.
શરીર લસણ જેવું દુર્ગંધમય છે.
આ રીતે શરીરને ત્રણ ઉપમાઓ આપીને તેના પ્રત્યે વિરક્ત-અનાસક્ત બનવા માટેનો ઉપદેશ આપ્યો છે. શરીરને લસણની ઉપમા આપવાની સાથે સાથે એક બીજી વાત કહી દીધી છે. દુર્જન મનુષ્ય ઉપર જિંદગીભર ઉપકાર કરતા રહો, તો પણ એ સૌજન્યશીલ નહીં બને, કૃતજ્ઞ નહીં બને, કતબ જ રહેશે. ઉપકારનો બદલો અપકારમાં જ ચૂકવશે. એ રીતે આ શરીર ઉપર ગમે તેટલા ઉપકાર કરતા રહો, એને સજાવો, શણગારો, હષ્ટપુષ્ટ કરો. પણ વિશ્વાસપાત્ર નથી બનતું; અવસર આવતાં જ તે દગો દેશે.
બંને વાતો ગંભીરતાથી વિચારવી પડશે. લસણ જેવું દુર્ગધમય છે આ શરીર અને દુર્જન જેવું અવિશ્વસનીય છે. . રોગી શરીર દુર્ગંધમય હોય છે. રોગી શરીર જ નિર્બળ અને નિર્વીર્ય હોય છે.
"ો નમયનું જે શરીર દ્વારા વૈષયિક સુખો ભોગવવામાં આવે છેતે શરીર રોગાક્રાન્ત થઈને દુગંધમય થઈ જાય છે. હોસ્પિટલોમાં જઈને રોગીઓને જોજે.
[ અશુચિ ભાવના
૫૩]
Page #64
--------------------------------------------------------------------------
________________
શરીર - દુષ્ટ માણસ જેવું:
દુષ્ટ-દુર્જન ઉપર જિંદગીભર ઉપકાર કરતા રહો, છતાં પણ દુર્જન પોતાની દુર્જનતા છોડશે નહીં, સાચી વાત છે ને ? આ વાત આજકાલની નથી. શ્રમણ, ભગવાન મહાવીરના સમયની છે. ભગવાને ગોશાલક ઉપર કેટલા ઉપકારો કર્યા હતા? ગોશાલક અનેક વાર પોતાનાં અનેક અયોગ્ય આચરણોથી લોકોના કોપને પાત્ર બન્યો હતો. ભગવાને એને બચાવ્યો હતો. ભગવાને જ એને તેજલેશ્યાની મહાન શક્તિ આપી હતી. એ શક્તિનો દુરુપયોગ તેણે ભગવાન ઉપર જ કર્યો હતો. દુર્જન હતો ને ? દુષ્ટ હતો ! શરીરનું પણ એવું જ છે. એને સાવો, સ્વચ્છ કરો, હૃષ્ટપુષ્ટ કરો; પણ તે તો પાપ જ કરતો રહેશે. આત્માને અશુદ્ધ જ કરતો રહેશે. હૃષ્ટપુષ્ટ બનેલું શરીર આત્માને કામાસક્ત બનાવે છે, ભોગાસક્ત બનાવે છે. વૈષયિક સુખભોગો તરફ ખેંચે છે. આ જ તો શરીરનો અપકાર છે. આત્માને વધારેમાં વધારે નુકસાન તો પાપોથી જ થાય છે અને વધારેમાં વધારે પાપ “શરીર કરે છે.
અતિ અલ્પ માણસોના વિષયમાં એવું જોવામાં આવે છે કે એમના હૃષ્ટપુષ્ટ શરીરનો ઉપયોગ તપશ્ચર્યામાં થાય છે, પરમાર્થ-પરોપકારનાં કાર્યોમાં થાય છે, સંયમધર્મની આરાધનામાં થાય છે. જેમ કે ઇન્દ્રભૂતિ ગૌતમ. આપણે જેમને ગૌતમ સ્વામીના નામે યાદ કરીએ છીએ. એમનું શરીર હૃષ્ટપુષ્ટ હતું. તેઓ શ્રમણ બન્યા અને બબ્બે ઉપવાસને પારણે – બબ્બે ઉપવાસની તપશ્ચર્યા કરતા રહ્યા ! પરમ ગુરુદેવ ભગવાન મહાવીર સ્વામીની સેવા-ભક્તિ કરતા રહ્યા. લોકોને ધમપદેશ આપતા રહ્યા. સંયમધર્મનું વિશુદ્ધ પાલન કરતા રહ્યા. પરંતુ આવાં વૃષ્ટાંત સોમાં એક-બે જ મળે છે. વધારે પ્રમાણમાં તો આ શરીર ભોગાસક્ત-પાપાસક્ત બનીને આત્માને દુઃખી જ કરે છે. એટલા માટે શરીરની મમતા છોડવાની છે અને શરીરની અશુચિતાની વિચારણા કરવાની છે. શરીરને માત્ર જીવનયાત્રાનું સાધન જ માનવાનું છે. દગાબાજ શરીર ઉપર વિશ્વાસ કરવાનો નથી. શરીર દગાબાજ - વિશ્વાસ ન કરો:
શરીર કેવું દગાબાજ છે એ કેટલાંક ઉદાહરણો આપીને સમજાવું. એક ભાઈ મારી પાસે આવ્યા. વિરક્ત બન્યા હતા. ઉંમર હશે અંદાજે ૪૦-૪૫ વર્ષની. શરીર નીરોગી હતું. બોલ્યાઃ “મારે એક વરસ પછી દીક્ષા લેવી છે. એક વર્ષમાં દુકાન-ઘર-પત્ની-પુત્ર વગેરેની વ્યવસ્થા કરી દઉં છું.” મેં કહ્યું - "તમારી ભાવના સારી છે. અને શીધ્ર-સારા કાર્યમાં વિલંબઠીકનહીં.”છ મહિના પછી મેં સાંભળ્યું કે તે શરીરને લકવો થઈ ગયો છે. તેઓ તેમની સંયમિત જીવન [૫૪] .
" | શાન્તસુધારસ : ભાગ ૨)
Page #65
--------------------------------------------------------------------------
________________
જીવવાની ભાવનાને સફળ બનાવી શક્યા નહીં. તેમના શરીરે તેમને દગો દીધો. એક ભાઈ આવ્યા. પર્યુષણના દિવસો હતા. તેમણે કહ્યું: “આગળના પર્યુષણમાં મારી ઈચ્છા મા ખમણની - એક માસના ઉપવાસ કરવાની છે. હું અવશ્ય કરીશ.” તેમનું શરીર હૃષ્ટપુષ્ટ હતું. ઉંમર ૩૫-૪૦ વર્ષની હતી. પરંતુ ત્રણ મહિના પછી તેમને કેન્સર થઈ ગયું અને પર્યુષણ પહેલાં જ મૃત્યુ પામ્યા! શરીરે
એમને પણ દગો દીધો. - એક ભાઈની ઇચ્છા ઉપધાન તપ કરવાની અને કરાવવાની હતી. શ્રીમંત હતા
અને તંદુરસ્ત પણ. પરંતુ શરીરે એમને દગો દીધો. તે બીમાર પડ્યા. તેમના દીકરાઓ એમને અમેરિકા લઈ ગયા અને ત્યાં એમનું મૃત્યુ થયું. એક યુવાન એટલા માટે લગ્ન કરતો ન હતો કે એને એની મનપસંદ છોકરી મળતી ન હતી. જ્યારે મનપસંદ છોકરી મળી તો છોકરાના શરીરમાં અસાધ્ય રોગ પેસી ગયો. શરીર સડી ગયું. શરીરમાં કીડા પડી ગયા. એના શરીરે પણ
એને દગો જ દીધો ને ? 1 એક સુખી પરિવારની છોકરીને દીક્ષા લેવી હતી. સાધ્વી થવું હતું. વિરક્તિ તો
હતી જ. શરીર પણ સારું નીરોગી હતું. પરંતુ એક દિવસે એની આંખોમાં - બળતરો શરૂ થઈ. બે દિવસમાં જ આંખો ચાલી ગઈ ! અંધ થઈ ગઈ. શરીરે | દગો દીધો અને તે સાધ્વી ન બની શકી.
આવા તો અનેક ઉદાહરણો છે. એટલા માટે શરીર ઉપર વિશ્વાસ ન કરો. જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધીમાં સુકૃત કરી લો, ધર્મ-આરાધના કરી લો. કાયા - કાચી માટીનો પિંડઃ
જયસોમ મુનિવર નામના અધ્યાત્મમાર્ગના કવિએ ‘અશુચિ ભાવનાને એક ભાવપૂર્ણ કાવ્યમાં વ્યક્ત કરી છે - .
છઠ્ઠી ભાવના મન ઘરો જીલ! અશુચિભરી એ કાયા રે, શી માયા રે માંડી, કાયા પિંડશું એ... શી માયા રે... ૧ નગર ખાલ પરે નિત વહે કફ મલ-મૂત્ર ભંડાર રે તિમ દ્વારા રે નર નવ દ્વાદશ નારીના એ.. શી માયા રે... ૨ દેખી દુર્ગધ દૂરથી, તું મુહ મચકોડે માણે રે નવિ જાણે રે તિણ પુદ્ગલ નિજ તનુ ભર્યું રે... શી માયા રે... ૩ માંસ રુધિર મેદરસે અસ્થિ મજ્જા નર બીજે રે, શું રીઝે રે ? રૂપ દેખી દેખી આપણું રે.. શી માયા રે.. ૪
અશુચિ ભાવના
પપ |
Page #66
--------------------------------------------------------------------------
________________
મિ વાલાદિક કોથલી, મોહરાયની ચેટી રે. ' એ પેટી રે ચમડી, ઘણા રોગની રે... શી માયા રે. ૫ ગભવિાસ નવ માસમાં, કૃમિ પર મલમાં વસિયો રે તું રસિયો રે ઊંધે માથે ઈમ રહ્યો એ શી માયા રે... ૬ કનકકુંવરી ભોજનભરી, તિહાં દેખી દુર્ગધ બૂક્યો રે
અતિ બૂડ્યા રે, મલ્લિમિત્ર, નિજ કર્મશું એ.. શી માયા રે. ૭ કવિ કહે છે, “હે આત્મા, તું વિચાર કર કે આ કાયા અશુચિ છે. ગંદા પદાથથી ભરેલી છે. કાચી માટીના પાત્ર જેવી કાયાની સાથે શું માયા બાંધે છે? શું પ્રેમ બાંધે છે? કાયામાં પ્રીતિ કરવા જેવું છે શું? કશું જ નથી. પુરુષના શરીરમાં નવ દ્વાર છે. જ્યારે સ્ત્રીના શરીરમાં બાર દ્વાર છે. આ દ્વારોમાં અશુચિ - ગંદકી વહેતી રહે છે. એવી કાયા પર માયા શા માટે કરવી?
અરે મર્મજીવ!તું વિચારતો નથી કે આવા જદુર્ગધમય પદાર્થોથી જ તારું શરીર ભરેલું છે! આ શરીર માંસ, રૂધિર, મેદ, રસ, હાડકાં, મજ્જા અને વીર્ય આદિ ગંદા પદાર્થોથી ભરેલું છે. આવા ગંદા પદાર્થોથી ભરેલા તારા પોતાના શરીરના બાહ્ય રૂપને જોઈને કેમ ખુશ થાય છે? શા માટે આનંદિત થાય છે? આ શરીર એક કોથળી છે. એમાં કૃમિ-કીડા વગેરે અનેક જંતુઓ ભરેલાં છે, આવા શરીર ઉપર શો મોહ કરવો? કાયા તો મોહરાજની દાસી છે. અનેક રોગોથી ભરેલી છે. માત્ર એની ઉપર કાળી-ગોરી ચામડીનું એકલું આવરણ છે. આવી કાયાની માયા ન કર.
સુજ્ઞ આત્મા, જરા યાદ કર તારા ગર્ભાવસ્થાના દુખપૂર્ણ નવ મહિનાઓને! જે રીતે મળમૂત્રમાં કીડા વગેરે રહે છે એવી રીતે તું માતાના ઉદરમાં ઊંધે માથે લટક્યો હતો. કેટલાં દુઃખ પામ્યો હતો ! માતાના ઉદરમાં કેટલી ગંદકી ભરેલી હોય છે?
મલ્લિનાથ ભગવાન જે પૂવવસ્થામાં મલ્લીકુમારી હતા. તેમણે પોતાના પૂર્વભવના છ મિત્રો જે આ ભવમાં છ દેશના રાજાઓ હતા એમને પ્રતિબોધિત કર્યા હતા - આ અશુચિંભરી કાયાના માધ્યમ દ્વારા. સંક્ષેપમાં આ કથા તમને સંભળાવું
અશુચિદર્શનથી બોધઃ
પહેલાં ભગવાન મલ્લિનાથના પૂર્વભવની વાત સાંભળી લો. “મહાવિદેહ ક્ષેત્રમાં સલિલાવતી વિજય નામના પ્રદેશમાં વીતશોકા નગરી હતી. ત્યાં બલ’ નામનો રાજા હતો. પુત્ર મહાબલકુમાર હતો. પુત્ર મહાબલકુમારનો રાજ્યાભિષેક કરીને રાજા બલે દીક્ષા લઈ લીધી.
૫૬
ફક
બહારતા ૨ |
Page #67
--------------------------------------------------------------------------
________________
હજારો વર્ષો વીતી જાય છે. રાજા મહાબલ જે મલ્લિનાથનો જીવ હતો, તેણે પણ પોતાના મિત્રો સાથે દીક્ષા લઈ લીધી. સાતે જણાએ પરસ્પર નિર્ણય કર્યો હતો - આપણે સાતે એકસરખાં તપ કરીશું.
તેમણે ૨૦ સ્થાનક તપ શરૂ કર્યું. મહાબલ મુનિએ વિચાર કર્યો: સંસારમાં હું રાજા હતો. મારા આ મિત્રો કરતાં ઉચ્ચ સ્થાને હતો. તો અહીં મારે તપશ્ચર્યામાં પણ ઉચ્ચસ્થાન ઉપર રહેવું જોઈએ.” તેમણે મુનિ મિત્રોથી છાની રીતે વિશેષ તપ શરૂ કર્યું. મિત્રોની સાથે કપટ કર્યું. આશય સારો હતો છતાં પણ કપટ તો હતું જ, પરિણામે તેમણે ‘સ્ત્રીવેદ' નામનું કર્મ બાંધી લીધું. દીર્ધકાળનું આયુષ્ય પૂરું થયું. સાતે મિત્રોનો કાળધર્મ થયો. અનુત્તર દેવલોકમાં જયન્ત’ નામના વિમાનમાં દેવ બન્યા.
દેવલોકનું આયુષ્યકર્મ પૂર્ણ થતાં મહાબલ મુનિ આ ભરતક્ષેત્રમાં મિથિલા નગરીમાં રાજા કુંભને ત્યાં પુત્રીરૂપે જન્મ ધારણ કરે છે. તેમનું નામ “મલ્લીકુમારી રાખવામાં આવ્યું. જન્મથી ત્રણ જ્ઞાન હતાં - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. તેમણે અવધિજ્ઞાનના પ્રકાશમાં પૂર્વના છ મિત્રોને ભિન્ન ભિન્ન રાજ્યોમાં રાજ્ય કરતા જોયા.
ભવિષ્યમાં એમને પ્રતિબદ્ધ કરવાની દ્રષ્ટિએ, ભવિષ્યમાં થનારી વિચિત્ર ઘટનાના સમાધાન માટે તેમણે બગીચામાં એક મહેલ બનાવ્યો. મહેલના મધ્યભાગમાં પોતાની જ સુવર્ણમયી મૂર્તિ બનાવી. મૂર્તિ અંદરથી પોલી બનાવી. મસ્તક ઉપર કમળ આકારનું ઢાંકણું બનાવ્યું. મહેલના એમધ્યભાગમાં પ્રવેશ કરવા માટે ૬ દરવાજા બનાવ્યા. દરેક દરવાજેથી પ્રવેશ કરનાર એ સુવર્ણમયી મલ્લીકુમારીની પ્રતિમા જોઈ શકે. મૂર્તિ એવી બની હતી કે જોનારને જીવંત મલ્લીકુમારી જ લાગે.
સમય આવતાં મલ્લીકુમારીએ પ્રયોગ શરૂ કર્યો. રોજ ભોજન પછી એક કોળિયો એ મૂર્તિમાં નાખતી હતી. એ ભોજન મૂર્તિની અંદર સડતું હતું. ધીરે ધીરે અસહ્ય દુર્ગધ પેદા થાય છે. પરંતુ મૂર્તિનું દ્વાર બંધ રહે છે, એથી દુર્ગધ બહાર નથી આવતી. અવસર આવે ત્યારે જ ઢાંકણું ખોલવાનું હતું. - એક મિત્ર કોશલદેશનો રાજા પ્રતિબદ્ધ હતો. - એક મિત્ર અંગદેશનો રાજા ચન્દ્રચ્છ હતો. - એક મિત્ર કુણાલદેશનો રાજા રૂપી હતો. - એક મિત્ર કુરુદેશનો રાજા અદીનશત્રુ હતો. • એક મિત્ર પંચાલદેશનો રાજા જિતશત્રુ હતો. [ અશુચિ ભાવના
૫૭.
Page #68
--------------------------------------------------------------------------
________________
- એક મિત્ર કાશીદેશનો રાજા શંખ હતો.
ભિન્ન ભિન્ન કારણોથી-નિમિત્તોથી આ સર્વે રાજાઓને મલ્લીકુમારી પ્રત્યે આકર્ષણ પેદા થાય છે. તે સર્વે મલ્લીકુમારી સાથે લગ્ન કરવા તત્પર થાય છે. પોતપોતાના દૂતોને તેઓ મિથિલાના રાજા કુંભરાજા પાસે મોકલે છે. પ્રત્યેક દૂત કુંભરાજાની સભામાં જઈને પોતાનો પરિચય આપે છે અને મલ્લીકુમારીની માગણી કરે છે.
કુંભારાજા સ્તબ્ધ થઈ જાય છે. એક સાથ છ છ રાજાઓના દૂતો મલ્લીકુમારીનું માગું કરે, આ અતિ આશ્ચર્યકારક ઘટના છે. કુંભરાજાને એ છ દૂતો ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. દૂતોનો તિરસ્કાર કરીને રવાના કરી દીધા ! દૂતો પોતપોતાના રાજાઓ પાસે ચાલ્યા ગયા. બધા રાજાઓ પણ ક્રોધમાં અગન જેવા કાળઝાળ થઈ ગયા. તેમણે યુદ્ધ કરીને મલ્લીકુમારીને પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. પોતપોતાની સેનાઓ લઈને તેઓ મિથિલા ઉપર આક્રમણ કરવા પહોંચી ગયા.
રાજા કુંભ પણ પોતાની વિશાળ સેના લઈને મિથિલા બહાર મેદાનમાં આવી પહોંચ્યા. યુદ્ધ શરૂ થયું. પરંતુ કુંભરાજા એકલા હતા અને સામે છ છ રાજાઓ હતા. તેમની અતિ વિશાળ સેના હતી. કુંભરાજા નગરમાં પાછા આવ્યા. નગરના બધા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. પરંતુ કુંભરાજાને ચિંતા ખૂબ સતાવવા લાગી.
મલ્લીકુમારીએ રાજાને આશ્વાસન આપતાં કહ્યું “પિતાજી, આપ ચિંતા ન કરો. તમે આ છ રાજાઓની પાસે ગુપ્ત રીતે અલગ અલગ દૂત મોકલો અને સંદેશો મોકલો કે “તમને મલ્લીકુમારી આપીશ.” અને પછીથી એ રાજાઓને ભિન્ન ભિન્ન માર્ગેથી નગરમાં પ્રવેશ કરાવી મારા આ ઉદ્યાનના મહેલમાં લઈ આવજો. બસ, પછી એ રાજાઓને હું સંભાળી લઈશ.”
આ રીતે કરવામાં આવ્યું. છ રાજાઓને મલ્લીકુમારીના મહેલમાં લાવવામાં આવ્યા. અલગ અલગ દ્વારથી લાવવામાં આવ્યા. બધાએ મલ્લીકુમારીની પ્રતિમા જોઈ એના સૌંદર્યથી બધા મુગ્ધ થઈ ગયા. એટલામાં મલ્લીકુમારીએ ચતુરાઈ મૂર્તિની ઉપરનું ઢાંકણું ખોલી નાખ્યું અને મહેલમાં દુર્ગધ દુર્ગંધ ફેલાઈ ગઈ. માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગધ હતી એ! રાજાઓએ પોતપોતાના ઉત્તરીય વસ્ત્રોથી નાક બંધ કર્યા અને મુખ ફેરવીને ઊભા રહ્યા.
મલ્લીકુમારીએ પૂછ્યું “કેમ? શું થયું?નાક બંધ કરીને મુખ ફેરવીને કેમ ઊભા છો?”
બધા રાજાઓએ કહ્યું: ‘આ ભયંકર, તીવ્ર દુર્ગધ સહન થતી નથી. ખબર નહીં આ દુર્ગધ ક્યાંથી આવી રહી છે ?”
[ ૫૮
શાન્ત સુધારસ ભાગ ૨
Page #69
--------------------------------------------------------------------------
________________
મલ્લીકુમારીએ કહ્યું: “આ દુર્ગધ આ મૂર્તિમાંથી આવી રહી છે. જે મૂર્તિને તમે સાક્ષાત્ મલ્લીકુમારી માનીને એનું સૌંદર્ય નિહાળી રહ્યા હતા, એના રૂપમાં મુગ્ધ બન્યા હતા, એ આ મૂર્તિ છે. મેં એની ઉપરનું ઢાંકણું દૂર કર્યું અને દુર્ગધ આવવા લાગી. હું દરરોજ આ પ્રતિમામાં ભોજન પિંડ નાખું છું. ઉત્તમ ભોજનનો પિંડ નાખું છું. ભોજન અંદરથી સડે છે. અને દુર્ગધ ઉત્પન્ન થાય છે. હે રાજેશ્વરો, તમે વિચાર કરો. આપણું આ ઔદારિક શરીર છે. એમાં શું ભર્યું પડ્યું છે? બધા ગંદા પદાર્થો ભર્યા પડ્યા છે. હાડકાં, માંસ, રુધિર, મલ, મૂત્ર, મજા આદિ સાત ધાતુઓ છે. બધું જ ગંદુ અને બીભત્સ ભરેલું છે. આવી કાયા ઉપર કેવી રીતે રાગ-મોહ કરવાનો? મનુષ્યના એ ભોગસુખ તુચ્છ અને ગંદા છે.”
મલ્લીકુમારીના શબ્દો સાંભળતાં તો રાજાઓને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ. સૌના મનમાં શુભ પરિણામ, શુભ અધ્યવસાય પ્રકટ થયા. તેમને મલ્લીકમારીની વાત યથાર્થ લાગી. મલ્લીકુમારીએ પૂછ્યું- “હે નરેશ્વરો! ચારિત્રધર્મ સ્વીકારીશ, આપ સૌની શું ઇચ્છા છે?”
રાજાઓએ કહ્યું: ‘અમે પણ આપની સાથે જ ચારિત્ર લઈશું.' રાજા વિરક્ત બન્યા હતા. મલ્લીકુમારી પ્રત્યે મોહ રહ્યો ન હતો. પૂજ્યભાવ પ્રકટ થઈ ગયો હતો. કુંભરાજાની ક્ષમા માગીને બધા રાજાઓ પોતપોતાના નગરે ચાલ્યા ગયા.
મિથિલાનું સંકટ દૂર થઈ ગયું. મલ્લીકુમારીએ કુંભારાજાને પોતાનો પૂર્વભવ સંભળાવ્યો. છ રાજાઓ કેમ આકર્ષિત થયા, એનું કારણ બતાવ્યું અને પોતાના ચારિત્રગ્રહણની વાત સંભળાવી.
અશુચિ ભાવના ના માધ્યમથી પોતાના શરીર પ્રત્યે અને બીજાના શરીર પ્રત્યે વિરક્ત-વિરાગી બનો, એ જ શુભ ભાવના.
આજે બસ, આટલું જ.
શO:
[ અશચિ ભાવના
૫૯ |
Page #70
--------------------------------------------------------------------------
________________
તીર્થધરી
પ્રવચન ૩૦
: સંલના :
♦ શરીર પવિત્રને અપવિત્ર બનાવે છે. દેહદર્શન : બે દૃષ્ટિકોણ.
ભગવાન બુદ્ધ અને રાણી ક્ષેમા.
ભગવાન બુદ્ધનો ઉપદેશ. શુચિવાદ : શરીરનો, આત્માનો.
ભાવશૌચનો આદર કરો.
ધર્મ એ જ વિશ્વમાં પવિત્ર છે. ક્ષમા ઇત્યાદિ ૧૦ પ્રકારના ધર્મ.
Page #71
--------------------------------------------------------------------------
________________
यदीयसंसर्गमवाप्य सद्यो भवेच्छुचीनामशुचित्वमुच्चैः । अमेध्ययोनेर्वपुषोऽस्य शौचसंकल्पमोहोऽयमहो ! महीयान् ॥ ४ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્ત સુધારસ' ગ્રંથમાં “અશુચિ ભાવના બતાવતાં કહે છેઃ “જે શરીર તેના સંપર્કમાં આવનારી પવિત્ર વસ્તુઓને પણ મલિન કરી દે છે, એમાં પવિત્રતાની કલ્પના કરવી એ મહાન અજ્ઞાનતા છે, મૂઢતા છે. શરીર પવિત્રને અપવિત્ર કરે છે?
પવિત્રને અપવિત્ર કરે છે આ શરીર, શુદ્ધને ય અશુદ્ધ કરે છે આ શરીર અને નિર્મળનેય મલિન કરે છે આ શરીર!
પરમાત્માના મંદિરમાં જ્યારે અચાનક કોઈ બાળકને મળમૂત્રથી લપેટાયેલું જોયું, તો આ શરીરની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. પવિત્ર મંદિરોને અપવિત્ર કરનાર આ શરીર હતું.
એકદમ ધોઈને ઉજ્વળ બનાવેલાં કપડાંથી સવારે શરીરને સજાવ્યું હતું, પરંતુ સાંજ સુધીમાં એ શરીરે એ વસ્ત્રોને પરસેવાથી અને મેલથી ગંદાં કરી નાખ્યાં. ત્યારે ખ્યાલ આવ્યો કે શરીરને ઉપરથી પહેરાવેલું કે શરીરની અંદર રહેલું કોઈ પણ દ્રવ્ય શુદ્ધ ન રહી શકે. કોઈ પણ વસ્તુ સ્વચ્છ-નિર્મળ ન રહી શકે. ' અરે, શરીરને દિવસમાં વારંવાર નવડાવવામાં આવે, તો પણ તે શુદ્ધ રહે છે? રહી શકે. એ સ્વચ્છ અને શુદ્ધ ન રહી શકે, તે પવિત્ર ન રહી શકે કે નિર્મળ પણ ન રહી શકે. આવા શરીર ઉપર શા માટે રાગ કરવો? શા માટે આસક્તિ રાખવી? તો પણ આ શરીર આપણું હોય કે પરાયું હોય, તે શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય - “જ્ઞાનસારમાં મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ સ્ત્રીના સૌંદર્યસભર શરીર પ્રત્યે આકર્ષિત થતા પુરુષમનને સંબોધિત કરતાં કહ્યું છે કે -
बाह्यदृष्टिः सुधासारघटिता भाति सुंदरी ।
तत्त्वदृष्टेस्तु सा साक्षाद् विण्मूत्रपिठरोदरी ॥ તત્તવૃષ્ટિવાળા મહાપુરુષો નારીદેહની સુકોમળ ધવલ ત્વચાની અંદર જુએ છે અને વિષ્ટા, મૂત્ર, રુધિર, માંસ અને હાડકાં સિવાય કશું એમને જણાતું નથી. એમને જોવા માત્રથી વૈરાગ્ય પેદા થાય છે. દેહદર્શન -બે દ્રષ્ટિ :
બહિર્દષ્ટિ લોકોએ - કવિઓએ નારીના શરીરની પ્રશંસા કરી છે. કોઈ કવિએ લખ્યું છે, “જગત્ નિમતિ બ્રહ્માએ અમૃતનો સાર માત્ર નારીદેહને બનાવ્યો છે.” કનૈષધીયચરિત્ર'ના કર્તા કવિ હર્ષે કહ્યું છે - દ્રૌપદી એવી અસાધારણ સુંદરી હતી કે - અશુચિ ભાવના
.
૬૧ |
Page #72
--------------------------------------------------------------------------
________________
જેની કાયાનું ગઠન બ્રહ્માએ ચંદ્રના ગર્ભ ભાગમાંથી કર્યું હતું ! આથી ચંદ્રનો મધ્યભાગ કાળો દેખાય છે. દરેક પ્રસિદ્ધ કવિએ નારીદેહનું વર્ણન કરવામાં પોતાની કલમ અને કલ્પનાની કસોટી કરી દીધી છે. કહેવાયું છે કે અસારસંસારમાં જો કોઈ સારભૂત હોય તો માત્ર સારંગલોચના મૃગનયના સુંદરી જ છે. નારીનું આ મનોહારી દર્શન બાહ્યદૃષ્ટિવાળા મનુષ્યોનું દર્શન છે.
બહિદષ્ટિ મનુષ્ય નારીને માત્ર શારીરિક ઉપભોગનું સાધન માનીને એની સાથે બીભત્સ વ્યવહાર કરે છે. જ્યારે તત્ત્વષ્ટિ મનુષ્ય “નારીનો આત્મા પણ મોક્ષમાર્ગની આરાધના કરી શકે એટલો ઉત્તમ છે.” એવી પવિત્ર દ્રષ્ટિ રાખીને એના શારીરિક, કમનીય અવયવોનું મમત્વ છોડવાના આશયથી નારીદેહને વિષ્ટા, મૂત્રની હાંડલી, નરકનો દીવો અને કપટની કાલકોટરીના રૂપમાં જુએ છે અને આ દેહદર્શન અયોગ્ય પણ નથી.
નારીદેહના સૌંદર્યનું અને એની ભાવભંગિમાની અલૌકિકતાનું વર્ણન એ લોકોએ કર્યું છે કે જેઓ સર્વથા કામી, વિકારી અને શારીરિક વાસનાના ભૂખ્યા વરુઓ હતા. આજે પણ બહિર્દષ્ટિ મનુષ્ય, નારીનાં રૂપસૌંદર્ય અને ફેશન પરસ્તીની પ્રશંસા કરતાં થાકતા નથી. એમાં નારીજાતિનું માન, સન્માન નથી, પરંતુ ઘોર અપમાન છે.
નારીદેહના દર્શનથી ઉત્પન્ન સહજ વાસનાને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે એની શારીરિક બીભત્સતાનો વિચાર કરવો અતિઆવશ્યક છે, મહત્ત્વપૂર્ણ પણ છે; પરંતુ એની સાથે એ ન ભૂલો કે નારીદેહમાં અત્યંત ગુણમય આત્માવાસ કરે છે.. નારીને “રત્નકક્ષિ' પણ કહેવામાં આવી છે. આ કોઈ ખોટી વાત નથી, પરંતુ નારીદેહના દર્શનથી મનમાં મોહાસક્તિ પેદા ન થાય એવું દર્શન કરવાનું કહ્યું છે અને આ દર્શન અન્તર્દષ્ટિ વગર સંભવ નથી.“જ્ઞાનસારમાં તત્ત્વવૃષ્ટિ-અષ્ટકમાં કહ્યું
लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यदृग् ।
तत्त्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् ॥ બાહ્યવૃષ્ટિ મનુષ્ય સૌંદર્ય-તરંગના માધ્યમથી શરીરને પવિત્ર જુએ છે, જ્યારે તત્ત્વવૃષ્ટિ મનુષ્ય એને જ કૂતરાઓને-કાગડાઓને ખાવાયોગ્ય કૃમિથી ભર્યું ભર્યું ભોજન માને છે.”
બાહ્યદ્રષ્ટિથી શરીર સૌદર્યથી સુશોભિત, સ્વચ્છ અને નિર્મળ લાગે છે, જ્યારે તત્ત્વદ્રષ્ટિ પુરુષને એ જ શરીર કાગડા, કૂતરાંને ખાવાયોગ્ય કૃમિઓથી ભરેલું ભક્ષ્ય માત્ર લાગે છે. કોઈ માણસ શરીરને જોઈને રાગી બને છે, તો બીજો એ જ શરીરને
[ ૬૨
શાન્તસુધારસ ભાગ ૨ |
Page #73
--------------------------------------------------------------------------
________________
જોઈને વિરાગી પણ બને છે. બહિદ્રષ્ટિ મનુષ્ય શરીરની સેવા કરે છે, સંભાળ રાખે છે, જ્યારે તત્ત્વદૃષ્ટિ મનુષ્ય શરીરના માધ્યમથી પોતાની મહત્તા સમજે છે અને સ્વયંને શરીરના બંધનમાં જકડેલો - તુચ્છ જીવ માને છે.
શારીરિક સૌંદર્ય, તેની શક્તિ, એના લાવણ્ય અને આરોગ્યને મહત્ત્વ આપનાર બાહ્યવૃષ્ટિ મનુષ્ય શરીરમાં સર્વત્ર વ્યાપ્ત આત્માના સૌંદર્યને જોતો નથી, જોઈ શકતો નથી તેમજ આત્માની અપાર શક્તિને સમજી શકતો નથી. એની સાથે આત્માના અવ્યાબાધ આરોગ્યની એને રજમાત્ર કલ્પના નથી હોતી. અરે, મુલાયમ, મોહક ત્વચાની નીચે રહેલી બીભત્સતાને તે જોઈ શકતો નથી. એની દ્રષ્ટિ તો માત્ર બાહ્યત્વચા ઉપર જ કેન્દ્રિત હોય છે. એ લૂખી ત્વચાને મુલાયમ બનાવવા, આકર્ષક બનાવવાના પ્રયત્નોમાં રાચતો હોય છે. ગંદી ચામડીને સાફસુથરી બનાવવા માટે આકાશપાતાળ એક કરે છે. બહિરાત્મદશામાં આવું જ થાય છે.
પરંતુ અંતરાત્મા-તત્ત્વવૃષ્ટિ પુરુષ હંમેશાં શરીરની અંદર જ નિહાળે છે અને કંપી ઊઠે છે. એમાં માંસ, રુધિર, મલ અને મૂત્ર બહાર નીકળીને વહેતાં લાગે તો જોઈન શકાય એવું બીભત્સ દૃશ્ય ઊભું થાય. તત્ત્વદ્રષ્ટિ પુરુષ શરીરની રોગી અવસ્થાનો વિચાર કરે છે, વૃદ્ધાવસ્થાની કલ્પના કરે છે અને અંતમાં નિશ્રેષ્ટ દેહનું દર્શન કરે છે - એની આસપાસ એકઠા થયેલા કાગડા અને કુતરાંને જુએ છે. તેઓ શરીરના અણુઅણને તોડી-ખેંચી રહ્યા છે. અનાયાસ એ આંખો બંધ કરી દે છે. જે શરીરને પ્રતિદિન મેવા-મિષ્ટાન ખવડાવી પિવડાવીને પુષ્ટ કર્યું - દરરોજ નવડાવ્યું - સજાવ્યું અને સુશોભિત કર્યું તે આખરે કાગડાઓની તીક્ષ્ણ ચાંચોના પ્રહાર સહવા માટે - કૂતરાઓની દાઢ તળે ચાવવા માટે?..
માનવ, આ શરીરને લાકડાંની ચિતા ઉપર લાચાર, મજબૂર, નિદ્માણ હાલતમાં પડેલું જુએ છે, ક્ષણાર્ધમાં એ અગ્નિની જ્વાળાઓમાં, લાકડાંની સાથે બળીને રાખ થઈ જાય છે. માત્ર કલાક - બે કલાની મુદતમાં લાકડાં સાથે બળીને રાખનો ઢગલો થઈ જાય છે અને વાયુના ઝપાટા પળ બે પળમાં એ રાખને અહીંતહીં ઉડાડી દઈને નામશેષ કરી નાખે છે.
શરીરની આ અવસ્થાની વાસ્તવિક કલ્પના તત્ત્વવૃષ્ટા પુરુષ જ કરી શકે. એનાથી શરીરનું મમત્વ તૂટી જાય છે. એનું મન અવિનાશી આત્મા પ્રત્યે પૂર્ણતયા આકર્ષિત થાય છે. આત્મદર્શન પામવા માટે તે પોતાનાં વૈષયિક, ભૌતિક સુખચેનને તિલાંજલિ આપી દે છે. શરીરને દુર્બળ અને કુશ બનાવી દે છે. શરીર સૌંદર્યની એને પરવા હોતી નથી. પાપોને આધારે એ આ શરીરને ભૂલમાંય પુષ્ટ કરતો નથી કે વિકસવા દેતો નથી. તે તો નિષ્કામ વૃત્તિ ધારણ કરીને શરીરને ટકાવવા માગે છે અને એ પણ પોતાના આત્માના હિતાર્થે તત્તવૃષ્ય જ્ઞાની પુરુષનું આ જ વાસ્તવિક [ અશુચિ ભાવના |
| ૩]
Page #74
--------------------------------------------------------------------------
________________
શરીર દર્શન છે. ભગવાન બુદ્ધ અને રાણી ક્ષેમા :
મગધ સમ્રાટ રાજા બિંબિસારની રાણી ક્ષેમાને ભગવાન બુદ્ધ શરીર પ્રત્યે નિર્મોહી બનાવી હતી એ આ “અશુચિ ભાવના'ના માધ્યમ દ્વારા જ બનાવી હતી. જૈન પરંપરામાં આ વાત નથી મળતી. જો કે બૌદ્ધ પરંપરામાં આ વાત પ્રસિદ્ધ છે. હું તમને આ વાત બૌદ્ધ પરંપરાની કથા પ્રમાણે સંક્ષેપમાં કહું છું. '
રાજકુમારી ક્ષેમા અપૂર્વ સુંદરી હતી. સુવર્ણવણ હતી. રૂપની રાશિ હતી. મગધ સમ્રાટ બિંબિસારની સાથે વિવાહિતા બનીને રાજગૃહે આવી ત્યારે મહારાણી કૌશલદેવી અગ્રમહિષી - મુખ્ય રાજરાણી હતી. છતાં પણ મગધ સમ્રાટે ક્ષેમાને કૌશલદેવીની સમકક્ષ અઝમહિષીનું પદ આપ્યું. આ એના અપૂર્વ સૌંદર્યને કારણે જ બની શક્યું. આખા અંતઃપુરમાં ક્ષેમા જેવી અપૂર્વ રૂપસુંદરી બીજી કોઈ ન હતી. સ્વયં સમ્રાટ પણ એના અંતઃપુરની આસપાસ આંટા મારતો હતો. સમ્રાટની આ આસક્તિ ક્ષેમાના અપૂર્વ સૌંદર્યને લીધે જ હતી.
આ સમય દરમ્યાન સમ્રાટ ભગવાન બુદ્ધના સંપર્કમાં આવ્યો. સંપર્ક લોઢા અને પારસના મિલન જેવો નીકળ્યો. જીવનના ૩૧મા વર્ષે આ વિરલ ક્ષણ આવી હતી. મહાત્મા બુદ્ધના માર્ગદર્શનમાં જ્યારે એણે અન્તરાત્મદશા પ્રાપ્ત કરી તો તેનું સમગ્ર જીવન જ બદલાઈ ગયું. હવે એનામાં પહેલાં જેવી નિરંકુશ શાસકોની ઉડતા રહી ન હતી. હવે પહેલાંની જેમ દૂર દેશોની નગરવધુઓની પાછળ દોડનાર કામુક બિંબિસાર રહ્યો ન હતો. પોતાના આ પરિવર્તનને જોઈને એને પોતાને જ પ્રસન્નતા. થતી હતી, સંતુષ્ટિ થતી હતી.
સમ્રાટને પોતાના પરિવાર માટે ખૂબ પ્રેમ હતો. એ ઇચ્છતો હતો કે પરિવાર ભગવાન બુદ્ધના પરિચયમાં આવે અને વિકાર-વિમુક્તિનું જ્ઞાન પામે. મહારાણી ક્ષેમા એને બેહદ પ્રિય હતી, આથી એ ઈચ્છતો હતો કે એ બુદ્ધના સાનિધ્યમાં આવે અને ધર્મ પામે. એ પ્રેરણા પણ આપતો હતો. પરંતુ એ જાણતો હતો કે ક્ષેમાને બુદ્ધ પ્રત્યે વિતૃષ્ણા છે - નફરત છે! બુદ્ધ જે શરીરની ભત્રેના કરતા હતા. રૂપની નિંદા કરતા હતા, એટલા માટે ક્ષેમાને બુદ્ધ પ્રત્યે ધૃણા હતી. કારણ કે પોતે રૂપગર્વિતા હતી. રાણી એક વાર પણ બુદ્ધનો ઉપદેશ સાંભળવા ગઈ ન હતી.
બિંબિસારે એક વાર એ ભાવનાથી બુદ્ધ ભગવાનને મહેલમાં નિમંત્રિત ક્ય કે રાજપરિવારના લોકો બુદ્ધના સંપર્કમાં આવે, તેમનો ઉપદેશ સાંભળે અને ધર્મ પામી શકે. બુદ્ધ રાજમહેલમાં આવ્યા, પરંતુ રાણી ક્ષેમા દૂર રહી. તે બુદ્ધની પાસે ન ગઈ. બિંબિસારે બુદ્ધને વેણુવનમાં સ્થિરતા કરાવી હતી. રાજપરિવારના લોકો અને ૪
શાન્ત સુધારસ ભાગ ૨
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રજાજનો બુદ્ધનો ધર્મોપદેશ સાંભળે અને શાન્તિ પ્રાપ્ત કરે એ માટે બુદ્ધ ત્યાં દરરોજ પ્રતિદિન ધર્મોપદેશ આપ્યા કરતા હતા. પરંતુ મહારાણી ક્ષેમા એક વાર પણ ત્યાં ઉપદેશ સાંભળવા ગઈ ન હતી.
ક્ષેમાના આ વ્યવહારથી સમ્રાટ દુઃખી હતો. એ ઈચ્છતો હતો કે ક્ષેમા બુદ્ધનો ઉપદેશ સાંભળે, ધર્મ પામે અને આત્મકલ્યાણ સાધી લે, તો પણ સમ્રાટે કદી ક્ષેમાં ઉપર દબાણ કર્યું ન હતું. એણે એક ઉપાય વિચાર્યો. ક્ષેમાને ગીત-સંગીત પ્રિય હતું. સારા સંગીતકારો અને ગાયકો ક્ષેમાના મનોરંજન માટે અંતઃપુરમાં બોલાવવામાં આવતા હતા. સમ્રાટે વેણુવનની મનોરમતા ઉપર કેટલાંક ગીતો લખાવ્યાં અને કેટલાક સારા સંગીતકારો, ગાયકોને એ ગીતો ક્ષેમાને સંભળાવવા મોકલ્યાં. વેણુવનનું અતિ સુંદર-નંદનવન જેવુ વર્ણન સાંભળીને તેના મનમાં ઈચ્છા થઈ કે તે વેણુવનની સહેલગા કરવા જાય; પરંતુ એવા સમયે કે બુદ્ધ ભિક્ષા લેવા માટે બહાર ગયા હોય. સમ્રાટે એવી જ વ્યવસ્થા કરી. ક્ષેમા વેણુવન પહોંચી. ત્યાંની નૈસર્ગિક શોભા - સૌંદર્ય જોઈને અને શાન્તિપ્રદ વાતાવરણ નિહાળીને તે પ્રભાવિત થઈ. જેવું સાંભળ્યું હતું એનાથીય વધારે સુંદર -મનોહારી એણે વેણુવનને જોયું. તે વિચાર કરે છે: "ક્યાં રાજમહેલ અને ક્યાં આ વન ! રાજમહેલોનું શ્વાસ રૂંધનારું વાતાવરણ, ઈષ અને દ્વેષથી ભર્યુંભર્યું, પૂર્ણ અશાન્તિમય વાતાવરણ અને ક્યાં આ પ્રકૃતિની ઉન્મુક્ત મધુરિમા અને તપોવનની અગાધ શાન્તિ !”
લેમાએ જોયું કે અનેક સ્થળોએ વૃક્ષોની નીચે અથવા તો પુષ્પમંડપ નીચે શ્રમણયોગીઓ ધ્યાન કરી રહ્યાં છે. અનેક યુવક શ્રાવકો હતા. ક્ષેમાએ વિચાર કર્યોઃ “આ ઉંમર ધ્યાન કરવા યોગ્ય નથી. આ ઉંમરે તો કામોપભોગ કરવો જોઈએ. ધ્યાન વૃદ્ધાવસ્થા માટે જ ઠીક છે, એ લોકો પોતાની જવાનીને નિરર્થક નષ્ટ કરી રહ્યા છે.” આ વિચારોમાં રાચતી ક્ષેમા ગંધકુટીની પાસે પહોંચી ગઈ. બુદ્ધ નગરમાંથી પાછા ફરીને આવી ગયા હતા અને એક ઝાડ નીચે બેઠા હતા. ક્ષેમા જેમને ટાળવા માગતી હતી તેમની જ સામનો થઈ ગયો. બુદ્ધ નજર ઊંચી કરીને ક્ષમા તરફ જોયું. બુદ્ધની આંખોમાં કરૂણા ભરી હતી. ક્ષેમા તો સદેવ પુરુષોની આંખોમાં વાસના જ જોતી હતી. જ્યારે અહીં તો બુદ્ધની આંખોમાં વાસનાનું નામોનિશાન જ ન હતું.
બુદ્ધે ક્ષેમાને જોઈને ઉપેક્ષાથી પોતાની આંખો ફેરવી લીધી. રૂપગર્વિતા ક્ષેમાનું રૂપ-અભિમાન ઘવાયું. આજે એણે પહેલી વાર જોયું - કોઈ પુરુષે એક નજરે જોઈને પોતાની આંખો ફેરવી લીધી ! એનાથી આ સહન ન થયું. બુદ્ધ જોયું કે મારી પાસે અનેક જન્મનું પુણ્ય અર્જિત છે - પુણ્યનો ઉદય છે. ક્ષેમાની એ સમયની માનસિક સ્થિતિ જોતા શબ્દો દ્વારો ધર્મ સમજાવી શકાય તેમ ન હતું. આ વિચારીને બુદ્ધ પોતાના ઋદ્ધિ-બળનો પ્રયોગ કર્યો. [ અશુચિ ભાવના
ફોન
૬૫]
Page #76
--------------------------------------------------------------------------
________________
ક્ષેમાએ જોયું કે બુદ્ધની સમીપમાં જ એક અત્યંત રૂપવતી દેવાંગના ઉપસ્થિત થઈને બુદ્ધની સ્તુતિ કરી રહી છે. એનું રૂપ-સૌંદર્ય જોઈને ક્ષમા આશ્ચર્યચકિત થઈ ગઈ ! તેણે કદી આવું રૂપ જોયું ન હતું. અનુપમ નારીસૌંદર્યની સજીવ પ્રતિમા ! અંગેઅંગ લાવણ્યથી ભરપૂર ! અરે, હું તો આની પરિચારિકા બનવાને માટે પણ યોગ્ય નથી ! જેની સેવામાં આવી અપ્સરાઓ હાજર હોય એ બુદ્ધ) મારી સામે આંખ ઉઠાવીને શા માટે જુએ? એ અપ્સરાનો આવો રૂપ-સૌંદર્યનો સમુચ્ચય વિસ્મિત-મુગ્ધ બનીને જોતી રહી. જોતી જ રહી !
થોડી વારમાં એ નવયૌવના ધીરેધીરે પ્રૌઢા થઈ ગઈ, સૌંદર્યની એની આભા ઢળવા લાગી. જોતજોતામાં આ શું થયું? એ અપ્સરાના મુખ ઉપર જ નહીં, તેના આખા શરીર ઉપર કરચલીઓ જ કરચલીઓ. હાડકાંનો માળો ! જ્યાં અહીંતહીં ઊપસેલી બદસુરત નસો અને એની ઉપર કરચલીઓ જ કરચલીઓ.
ક્ષેમા કંપી ઊઠી. એ તો અપ્સરાનું રૂપપરિવર્તન જોતી જ રહી. હાડપિંજર જેવી એ નારીની કમર નમતી જતી હતી. એ લાકડીને ટેકે ઊભી રહી હતી. દુર્બળતાને કારણે એના હાથપગ કાંપતા હતા. આખું શરીર ધ્રુજતું હતું. અરે ! આ તો લાકડીના ટેકાથી પણ ઊભી રહી શકતી નથી, નમતાં નમતાં તે નીચે પડી. શરીરનાં બારે ય છિદ્રોમાંથી અપવિત્રતા બહાર આવવા લાગી. મળમૂત્રથી એનું શરીર લિપ્ત થઈ ગયું. મુખમાંથી કફ નીકળવા લાગ્યો. મુખમાંથી રુધિર પણ વહેવા લાગ્યું. નાકમાંથી શ્લેખ પણ નીકળવા લાગ્યું. તૂટક તૂટક શ્વાસ ચાલવા માંડ્યો. અરે જુઓ, હવે તો. શ્વાસ પણ અટકી ગયો...આહ..! સાચે જ ઢગલો થઈ ગઈ. મરી ગઈ!
‘આવા સુંદર રૂપની પણ આ જ પરિણતિ ?” ક્ષેમાના મનમાં એકાએક વિજઝબકારો થઈ ગયો !” શું મારી પણ આ જ દશા થશે? મારું રૂપ-લાવણ્ય પણ આવું જ જર્જરિત થઈ જશે? હું પણ આવી જનિષ્માણ થઈ જઈશ?” ક્ષેમાના મનમાં તીવ્ર નિર્વેદ ઉત્પન્ન થયો. તે પોતાના શરીર પ્રત્યે અનાસક્ત - વિરક્ત બની ગઈ. તે ગંભીર થઈ ગઈ પોતાના જીવન પ્રત્યે. એકાએક એના અનેક જન્મોનું સંચિત પુણ્ય જાગી ઊઠ્ય - ધર્મભાવના જાગૃત થઈ ગઈ. બુદ્ધે જાણી લીધું - હવે ક્ષેમાની મનઃસ્થિતિ ધર્મ સાંભળવા-સમજવા યોગ્ય બની છે. ભગવાન બુદ્ધનો ઉપદેશ:
બુદ્ધે કરુણાભર્યા શબ્દોમાં કહ્યું- “મા, જો, આ શરીરને જો. જે સડી ગયું છે, ટપકી રહ્યું છે. ગંદુ છે, બદસૂરત છે. મૃત છે. મૂઢમાણસ જ આ શરીર ઉપર મોહિત થાય. ચિત્તને એકાગ્ર કર, આ વાસ્તવિકતાને સમજ. શરીર પ્રત્યે નિર્વેદી બન, અનાસક્ત બન. સમજ કે જેવું આ શરીર છે તેવું જ તારું શરીર છે. અશુચિનો - [ ક
બ બ શાન્તસુધારસ ભાગ ૨)
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #77
--------------------------------------------------------------------------
________________
ગંદકીનો ઢગલો છે આ શરીર. આ નશ્વર શરીર પ્રત્યે અનાસક્ત બન. પરમવિશુદ્ધ, અવિનાશી આત્મા પ્રત્યે સન્મુખ થા - આત્મ તરફ વળ, સમ્યગુ ધ્યાન કર, તારા, અભિમાનનાં મૂળ ઉખાડીને ફેંકી દે, અને નિવણની પરમ શાન્તિ પામવા પુરુષાર્થ કરી લે.
બુદ્ધની કરૂણા એની અંદરના પાપોને ધોવા લાગી!ચિત્ત ઉપશાન્ત થઈને દેશના ધારણ કરવા લાગ્યું. અંદર ચિંતન-મન્થનનો ક્રમ પ્રારંભાયો. સ્વયં ભગવાન દ્વારા સમ્યફ કલ્યાણકારી માર્ગનો નિર્દેશ મળ્યો; અનેક જન્મોના પુણ્યનું ફળ મળ્યું. ક્ષમા ભાવવિભોર બનીને બુદ્ધનાં ચરણોમાં પડી. હવે એની સમજમાં આવ્યું કે કામમોહમાં ડૂબેલી રહેવાથી મહાકાણિક ભગવાનથી દૂર રહીને તે પોતાના જ સુખથી વંચિત રહી છે. બુદ્ધની કરુણામાં સ્નાન કરીને તે સમ્રાટ બિંબિસારની પાસે ગઈ અને એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.
પાછળથી ક્ષેમા સમ્રાટની અનુમતિ લઈને બુદ્ધની પાસે પ્રવજ્યા ગ્રહણ કરે છે. સર્વ ભિક્ષુણીઓમાં બુદ્ધ અને મહાપ્રજ્ઞાવતીના અગ્રપદથી વિભૂષિત કરે છે. શુચિવાદઃ શરીરનો - આત્માનો :
શુચિનો અર્થ છે - પવિત્રતા. પવિત્રતાના બે પ્રકારો છે - લૌકિક અને લોકોત્તર, અથતુ શરીરની પવિત્રતા અને આત્માની પવિત્રતા. લૌકિક પવિત્રતાના અનેક પ્રકાર માનવામાં આવ્યા છે. કોઈ અગ્નિથી વસ્તુને પવિત્ર કરે છે, કોઈ ધૂપથી, કોઈ રાખથી, કોઈ માટીથી, કોઈ પાણીથી, તો કોઈ છાણ દ્વારા, તો કોઈ વળી દર્ભના ઘાસથી પદાર્થોને પવિત્ર કરે છે. - પરંતુ જે શરીર રક્તપિત્ત જેવા રોગોથી ગ્રસ્ત છે, શરીરમાંથી રક્ત અને પિત્ત નીકળતું રહે છે, એવા શરીરને પાણીથી પવિત્ર કરવાની વાત મિથ્યા છે - ખોટી હોય છે. આમેય જે શરીરની અંદર મળમૂત્ર, રક્ત, માંસ, શ્લેષ્મ, કફ આદિ ગંદા પદાર્થો ભરેલા પડ્યા છે. એની ઉપર માત્ર ચામડીનું કવર જ છે, એની જ શોભા છે. આવી કાયા ઉપર મોહિત થવું મનુષ્યનો વિભ્રમ છે.
લોકોત્તર પવિત્રતા છે - આત્માની. કર્મમળ ધોઈને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવું એ સાચી પવિત્રતા છે. એ પવિત્રતા પામવા માટે રત્નત્રયીની આરાધના કરવી જોઈએ. એટલે કે સમ્યફ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરવી જોઈએ. આ રત્નત્રયીથી અમૂર્ત-અરૂપી આત્માના સ્વભાવને મલિન કરનાર મિથ્યાત્વ, કષાય, ( રાગદ્વેષ આદિ દોષોનો નાશ થાય છે અને આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જ સાચો આધ્યાત્મિક શુચિવાઇ છે. શરીરને વારંવાર પાણીથી સાફ કરવું એ અસતું શુચિવાદ છે.
| અશુચિ ભાવના
૬૭]
Page #78
--------------------------------------------------------------------------
________________
ભાવશૌચનો આદર કરો:
શ્રમણ જીવનમાં જે દશવિધ યતિધર્મ બતાવવામાં આવ્યા છે એમાં એક ધર્મ છે - શૌચ. લોભતૃષ્ણાનો ત્યાગ કરવો એ જ શૌચ છે, પવિત્રતા છે. લોભ તમને અપવિત્ર બનાવી દે છે. તૃષ્ણા તમને ગંદા બનાવી દે છે. આંતરિક પવિત્રતા - વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચયી બનો. માત્ર બાહા શરીરશુદ્ધિ કરીને જ ધન્યતા ન અનુભવો. આંતરિક વિશુદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શૌચધર્મ છે.
પ્રશ્ન સાધુજીવનમાં પણ દ્રવ્યશૌચ બતાવ્યું છે ને ? એની ઉપેક્ષા તો ન કરવી. જોઈએ.
ઉત્તરઃ દ્રવ્ય, ઉપકરણ, ખાનપાન અને શરીરને લઈને જે શુદ્ધિ કરવામાં આવે છે તે એ પ્રકારે કરવી જોઈએ કે જેનાથી ભાવશૌચને ક્ષતિ ન પહોંચે. દ્રવ્યશૌચમાં વિવેક જોઈએ. ભાવશૌચનો અર્થ છે - નિલભતા-અનાસક્તિ એ યાદ રાખવું.
લોભ ધોઈ નાખવો, લોભનું પ્રક્ષાલન કરવું એનું નામ છે ભાવશૌચ. આ ભાવશૌચને ટકાવી રાખવા માટે મોક્ષમાર્ગના પથિકોને જે વિશેષ સાવધાની રાખવાની છે એનું અહીં પ્રાસંગિક નિદર્શન કરું છું.
પ્રથમ સાવધાની છે - શિષ્ય-શિષ્યાની લાલચમાં પડવું નહીં. શ્રમણ ભગવાન મહાવીરે જે જે પુરુષોને, સ્ત્રીઓને અને નપુંસકોને દીક્ષા આપવાની ના પાડી છે એમને દીક્ષા ન આપવી. જો તમે શિષ્યલોભમાં ડૂબી ગયા તો તમારા ભાવશૌચને ક્ષતિ પહોંચશે. અયોગ્યને - અપાત્રને દીક્ષા આપવામાં આવતી નથી. પાત્ર યોગ્ય જીવને પણ “આને હું મારો શિષ્ય કરું' એવા મમત્વથી દીક્ષા ન આપવી. જ્યાં સુધી શિષ્યમોહ દૂર ન થાય ત્યાં સુધી ગુરુ બનવાનું વિચારવાનું જ નહીં !
બીજી સાવધાન - સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધનામાં સહાયક ઉપકરણો તમારે તમારી પાસે રાખવાં જરૂરી છે, પરંતુ એની ઉપર આસક્તિ ન થઈ જાય એને માટે તમારે જાગૃત રહેવું પડશે. સંગ્રહવૃત્તિ પેદા ન થાય એની પણ તમારે સાવધાની રાખવી પડશે. એ ઉપકરણો ‘અધિકરણો’ન થઈ જાય (અધિકરણ એટલે પાપનાં સાધનો) એને માટે સાવધાન-જાગૃત રહેવું પડશે. આ જ ભાવશૌચ છે.
સાધુ-સાધ્વીએ પોતાના દેહને ટકાવવા માટે જ ભિક્ષાવૃત્તિથી જીવનયાપન કરવાનું છે. ૪ર દોષો ટાળીને આહારપાણી ગ્રહણ કરવાના હોય છે. આ દ્રવ્યશૌચનું પાલન છે. ભિક્ષા લેતી વખતે, આહાર કરતી વખતે રાગદ્વેષ કરવો નહીં, એ ભાવશૌચનું પાલન છે. જો ભિક્ષામાં મળેલા પદાર્થો ઉપર રાગ કર્યો અથવા દ્વેષ કર્યો તો ભાવ-પવિત્રતા નષ્ટ થઈ જાય છે.
ચોથી સાવધાની એ છે કે શરીરશુદ્ધિ કરતી વખતે એ ધ્યાન રાખવું કે શરીર [ ૬૮ -
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપર ક્યાંય મમત્વ ન જાગે. દેહશુદ્ધિ અને વસ્ત્રપ્રક્ષાલન જેટલી જિનાજ્ઞા હોય તેટલું થાય એ જરૂરી છે.. ભાવશૌચને ક્યાંય આંચ ન આવે એટલી જ દેહશુદ્ધિ કરવાનું કહેલું છે. સાધુ-સાધ્વીએ શરીરસ્નાન તો કરવાનું જ નથી. સાધુ-સાધ્વીનું ભાવસ્નાન તો બ્રહ્મચર્ય છે. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન કરવાથી ભાવપવિત્રતા અખંડ રહે છે. મોક્ષના આરાધકે ધ્યાન રાખવાનું કે એને માટે બાહ્યશુદ્ધિ એટલી મહત્ત્વની નથી કે જેટલી આત્મશુદ્ધિ. શરીરશુદ્ધિનું લક્ષ્ય આત્મશુદ્ધિને ભૂલાવી દે છે. મુમુક્ષુ આત્માએ જીવનની એક-એક ક્ષણ આત્મશુદ્ધિની આરાધનામાં વિતાવવાની હોય છે. આત્મશુદ્ધિને નુકસાન ન થાય એ રીતે સંયમ સહાયક શરીરનો ખ્યાલ રાખવાનો છે.
પાંચમી સાવધાની ખાસ સાધુ-સાધ્વી માટે છે. એમને એવા મકાનમાં રહેવાનું છે કે એની ઉપર મમત્વ બંધાઈ ન જાય. એક જ સ્થાન ઉપર એમને હંમેશાં રહેવાનું તો હોતું નથી. મકાન સારું કે ખોટું એનો ખ્યાલ પણ રાખવાનો નથી. કોઈ મકાન ઉપર પોતાનો અધિકાર પણ રાખવાનો નથી. એમાં નિબંધન થઈને જીવવાનું છે. કદી કોઈ મકાનમાં વધારે સમય રહેવું પડે તો એ રીતે રહેવાનું છે કે મકાનની સાથે લાગણી ન બંધાય - મમત્વન થાય.
ભાવશૌચ માટે છઠ્ઠી સાવધાની એ છે કે મુમુક્ષુએ સમાજ સાથેના સંપર્કમાં બને તેટલું ઓછું આવવું. સમાજસંપર્ક રાગનું કારણ ન થવું જોઈએ. કોઈ પણ જીવાત્માની સાથે મમત્વ ન બંધાઈ જાય એની પૂરી સાવધાની રાખવી રહી. રાગીતેષી જીવોના સંપર્કમાં ક્યાંક મુમુક્ષુ જીવ રાગી ન બની જાય એને માટે જાગૃત રહેવાનું છે. પોતાની વિચારસૃષ્ટિમાં રાગ-દ્વેષ અને મોહનાં ભૂત ભટકવા ન લાગે એ અંગે સતર્ક રહેવું પડે. આ ભાવશૌચનો ધર્મ છે. આ સાચો શૌચવાદ!
આ રીતે ભાવાત્મકપવિત્રતાનો ખ્યાલ કરવાનો છે. દૈહિક સ્વચ્છતાનો, શારીરિક પવિત્રતાનો ખ્યાલ ખોટોછે. બાહ્ય શુચિવાદમિથ્યા છે. ગ્રંથકાર કહે છે -
इत्यवेत्य शुचिवादमतथ्यं पथ्यमेव जगदेकपवित्रम् ।
शोधनं सकलदोषमलानां धर्ममेव हृदये निदधीथाः ॥ ५॥ ધર્મ જ વિશ્વમાં પવિત્રતમ છેઃ
શારીરિક શુચિવાદને ખોટો સમજીને, તમામ દોષોનું પ્રક્ષાલન કરનારો ધર્મ જ વિશ્વમાં પવિત્રતમ છે. એ ધર્મને પોતાના હૃદયમાં ધારણ કરવો જોઈએ. પ્રશમરતિ ગ્રંથમાં દશવિધ ધર્મ આ રીતે બતાવ્યા છે.
સેક્યઃ શાનિર્વત-માર્ગ-શીર સંવત્યા !
सत्यतपो ब्रह्माकिञ्चन्यानीत्येष धर्मविधिः ॥ १६७ ॥ [ અશુચિ ભાવના
૯ ]
Page #80
--------------------------------------------------------------------------
________________
ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સંયમ, ત્યાગ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અંકિચનતા - આ ધર્મવિધિનું સેવન કરવું જોઈએ. આ દવિધ ધર્મને હૃદયમાં ધા૨ણ ક૨વાનો છે. સંક્ષેપમાં આ ધર્મવિધિનું સ્વરૂપ બતાવું છે.
૧. ક્ષમા ઃ કોઈ તમને ગાળ બોલે, કોઈ તમારું અપમાન કરે, તમારી ઉપર પ્રહાર કરે, તો તમારે સહન કરી લેવાનું. ગાળ બોલનાર પ્રત્યે, અપમાન કરનાર પ્રત્યે અને પ્રહાર કરનાર પ્રત્યે તમે જુઓ, તો પણ કરુણાથી છલકતી નજરથી જુઓ. એમના પ્રત્યે રોષ યા તો ગુસ્સો - નારાજગી કે દુર્ભાવ રાખવો નહીં. ક્ષમા કરવાની શક્તિ વધારતા રહો.
૨. માર્દવ : માનકષાય ઉપર વિજય પ્રાપ્ત કરો. મૃદુ બનો. હૃદયને કોમળ, મુલાયમ બનાવો. માન-અભિમાન હૃદયને કઠોર બનાવી દે છે. કઠોર દિલમાં સદ્ગુણોના બીજાંકુર પ્રકટ થતા નથી. તમે તમારી નમ્રતાને યથાવત્ રાખવા . પ્રયત્નશીલ રહો. એટલા માટે તમે તમારા પોતાના જ દોષો જોતા રહો અને બીજાંના ગુણ જોતા રહો. ‘હું અનંત-અનંત દોષોથી ભરેલો છું.' - આ ખ્યાલ તમને વિનમ્ર બનાવશે.
૩. આર્જવ : સ૨ળ બનો. બાળક જેવી સ૨ળતા જીવંત રાખવી એ એક મહાન ધર્મ છે. બાળક કેટલું નિર્દોષ હોય છે ? એ રીતે જ તમે ગુરુજનો સમક્ષ બાળક બનીને જેટલા દોષ કર્યા હોય તે એ જ સ્વરૂપે વ્યક્ત કરો. કોઈ પણ પાપને અંદર છુપાવી ન રાખો. આ પ્રકારની સરળતા તમને પ્રસન્ન રાખશે, અનેક પાપોથી તમને બચાવશે.
૪. શૌચ પવિત્ર બનો. લોભ તમને અપવિત્ર બનાવી દે છે, તૃષ્ણા તમને મલિન બનાવે છે, એટલા માટે લોભ-તૃષ્ણાનો ત્યાગ કરો. આંતરિક વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચયી બનો, માત્ર શરીરની શુદ્ધિ કરીને જ કૃતાર્થ ન બનો.
પ. સંયમ : હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી નિવૃત્ત થાઓ. પાંચેય ઇન્દ્રિયોનો નિરોધ કરો. ચાર કષાયોને ઉપશાન્ત કરો અને મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવી આ સંયમ છે. આ સંયમધર્મનું દૃઢતાપૂર્વક પાલન કરતા કરો.
૬. ત્યાગ : કોઈ પણ જીવાત્માની હત્યા ન કરો. કોઈ પણ જીવને બંધનમાં ન નાખો. જીવો સાથે દયાપૂર્ણ વ્યવહાર રાખો. ત્યાગનું આ એક પાસું છે. બીજું પાસું છે સંયમી સાધુપુરુષોને કલ્પનીય ભોજન, વસ્ત્ર, પાત્ર વગેરે આપતા રહો. દેવુંઆપવું એટલે ત્યાગ કરવો.
૭. સત્ય : હિતકારી બોલો, સ્વ અને પરને માટે જે હિતકારી હોય એવું બોલો.
શાન્તસુધારસ : ભાગ ૨
08
Page #81
--------------------------------------------------------------------------
________________
કેટલીક એવી વાતો હોય કે જે તમારે માટે હિતકારી હોય, પરંતુ બીજાંને માટે અહિતકારી હોય, એવી વાતો ન કરો. વિસંવાદી વાતો ન કરો, અસત્ય ન બોલો, સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો.
૮. તપ તપ કરતા રહો; તમારા કર્મો નષ્ટ થશે. બાહ્યતાની સાથે આવ્યંતર તપની માત્રાને પણ જોડી દો. અલબત્ત, બાહ્યતા આત્યંતર તપમાં પહોંચવા માટે જ છે. બાહ્યતપ આવ્યંતર તપમાં સહાયક હોવું જોઈએ.
૯ બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિહરવા માટે તમારે અબ્રહ્મ મૈથુનથી નિવૃત્તિ લેવી પડશે. મન, વચન, કાયાથી મૈથુનનો ત્યાગ કરવો પડશે. બ્રહ્મચર્યનું પાલન તમારા તન, મનને તંદુરસ્ત રાખશે અને તમે પરમ બ્રહ્મની લીનતામાં દિનપ્રતિદિન આગળ વધી શકશો.
૧૦. અકિંચન્યઃ અપરિગ્રહી બનો. મૂચ્છનો ત્યાગ કરો, મમતા-આસક્તિનો ત્યાગ કરો. કોઈ પણ પુદ્ગલ પદાર્થ પર મમત્વ ન થઈ જાય એ વાતની પૂરી સાવધાની રાખીને જીવન જીવો.
આમ તો આ દશવિધ ધર્મ શ્રમણ-શ્રમણીની આરાધના છે, પરંતુ ગૃહસ્થ પણ પોતાની યોગ્યતા અને ભૂમિકા અનુસાર આની આરાધના કરી શકે છે. ભૂતકાલીન પાપોને નષ્ટ કરવા માટે વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ અને પ્રસન્નતાપૂર્ણ બનાવવા માટે ધર્મના આ દશ પ્રકાર અદૂભુત ઉપાય છે. આ ધમવિધિને હૃદયમાં ધારણ કરીને સુખશાન્તિ અને ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરતા રહો એ જ મંગલ કામના.
આજે બસ, આટલું જ.
[ અશુચિ ભાવના
અશચિ ભાવના
]
૭૧
Page #82
--------------------------------------------------------------------------
________________
શીળસ@ારી
પ્રવચન ૩૧
૦ મનકમળમાં પરમાત્માનું ચિંતન.
કમળનું ફૂલ - કોમળ અને નિર્લેપ. મયણાસુંદરીનું હૃદય. જિનમંદિરમાં દંપતીની નિર્લેપતા. શ્રીપાલની કમળવત્ કોમળતા. શ્રીપાલની નિર્લેપતા અને કોમળતા. શ્રીપાલની વિદેશયાત્રા. ભરૂચમાં ધવલશેઠ સાથે મુલાકાત. શ્રીપાલ રત્નદ્વીપમાં. ધવલે શ્રીપાલને સમુદ્રમાં ધક્કો માર્યો. શ્રીપાલને દૈવી સહાય, કોંકણદેશમાં. શરીરને સુગંધિત કરવા માટેના કૃત્રિમ ઉપાયો છોડો. અશુચિ ભાવનાની સાર્થકતા ક્યારે ?
Page #83
--------------------------------------------------------------------------
________________
भावय रे वपुरिदमतिमलिनं, विनय ! विबोधय मानसनलिनम् । पावनमनुचिन्तय विभुमेकं, परममहोदयमुदित विवेकम् ॥ १॥ दम्पतिरेतोरुधिर विवर्ते, किं शुभमिह मलकश्मल गर्ने । भृशमपि पिहितं सवति विस्पं को बहुमनुतेऽवस्करकूपम् ॥ २ ॥ भजति सचन्द्रं शुचि ताम्बूलं, कर्तुं मुखमारुतमनुकूलम् । तिष्ठति सुरभि कियन्तं कालं, मुखमसुगन्धि जुगुप्सितलालम् ॥ ३ ॥ असुरभिगन्धवहोऽन्तरचारी आवरितुं शक्यो न विकारी । वपुस्पजिघ्रसि वारंवारं हसति बुधस्तव शौचाचारम् ॥ ४ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ ‘શાન્તસુધારસ' ગ્રંથમાં આશાવરી' રાગમાં અશુચિ ભાવના ગાઈ છે. આજે આપણે આ ભાવનાના ચાર પદ્યો ઉપર જ વિવેચન કરીશું, બાકીના ચાર ઉપર કાલે કરીશું. પહેલાં તો આ ચાર પદોના અર્થ બતાવી
દઉં.
૧. હે વિનય! આ શરીર ગંદુ છે, મલિન છે, એ વાત તું સાફ સાફ રીતે સમજી લે.
તારા મન-કમળને વિકસિત કર અને જે આત્મતત્ત્વરૂપ પરમાત્મા છે, જે કલ્યાણકારી છે. પ્રકૃષ્ટ વિવેકથી યુક્ત છે, તેનું તું ચિંતન કર. ૨. સ્ત્રીપુરુષના રજ-વીર્યથી નિર્મિત મળ અને ગંદકીના ઢગલાથી આ શરીરમાં સારું - શું હશે? હોઈ શકે? એને સારી રીતે આવૃત્ત કરવા છતાંય એમાંથી ગંદા પદાર્થો
ઝરવાના જ. આવા ગંદા દુર્ગંધભર્યા કૂવાને કયો બુદ્ધિમાન માણસ સારો કહેશે ? ૩. મુખમાંથી સુવાસ આવતી રહે એટલા માટે પાનમાં બરાસ વગેરે સુગંધયુક્ત
પદાર્થો નાખીને માણસ ખાય છે, પરંતુ આ મુખ જ દુર્ગંધભર્યા લાળ જેવાં તત્ત્વોથી લિપ્ત છે, પછી મુખમાં સુવાસભય શ્વાસ કેટલો સમય ટકી શકે ? ૪. શરીરમાં વ્યાપ્ત દુર્ગંધમય વાયુ દબાવવાથી દબાતો નથી, ઢાંકવાથી ઢંકાતો નથી; તો પણ તું આ શરીરને વારંવાર સૂંઘે છે, જીભથી ચાટે છે. આ રીતે શરીરને પવિત્ર બનાવવા, માનવાની વિચારણા કરી રહ્યો છે પ્રયત્નો કરી રહ્યો છે, એના પર બુદ્ધિમાન લોકો હસી રહ્યા છે. તારી મશ્કરી કરી રહ્યા છે. મનકમળમાં પરમાત્માનું ચિંતનઃ
જેવી રીતે માનવશરીરમાં ગંદકી ભરી છે એ જ શરીરમાં મન રહેલું છે. ગ્રંથકાર ઉપાધ્યાયજી ગંદકીની ઉપેક્ષા કરીને મન તરફ ધ્યાન આપવા પ્રેરણા આપે છે. જે મનની આજ સુધી ઉપેક્ષા કરી છે, એનો જે સદુપયોગ કરવો જોઈએ એ નથી કર્યો. [ અશુચિ ભાવના
૭૩ ]
Page #84
--------------------------------------------------------------------------
________________
હવે એનો ઉપયોગ કરી લેવાની વાત કરે છે. તન કરતાં મન વધારે મૂલ્યવંતું છે. તન ગમે તેટલું સુંદર હોય, બળવાન હોય, પરંતુ મન વિક્ષિપ્ત હોય, પાગલ હોય તો? મનુષ્યની કોઈ કિંમત થતી નથી, તો પણ માણસ મનની સંભાળ રાખતો નથી. ગંદા શરીરની સંભાળ વધારે રાખે છે.
આ તનની રચના જ ગંદા પદાર્થોમાંથી થયેલી છે. સ્ત્રીપુરુષનાં રજ અને વીર્યથી શરીર નિર્મિત થાય છે. શરીર-રચના માતાના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થતાં જ શરૂ થાય છે. સૌથી પ્રથમ માતા દ્વારા લેવામાં આવેલા અને પેટમાં આવીને બીભત્સ - ગંદા થયેલા આહારનાં પુદ્ગલો ગ્રહણ કર્યા હતાં, એ પુદ્ગલો દ્વારા શરીર-રચના કરવાની શરૂઆત કરી હતી. આ રીતે શરીરનાં મૂળભૂત દ્રવ્યો ગંદાં અને બીભત્સ હતા. જુગુણિત પદાર્થો દ્વારા જ આ શરીરની રચના થઈ છે. સમજી લો કે આ શરીર ગંદા, બીભત્સ અને જુગુપ્સાભર્યા પદાર્થોનો એક કૂવો જ છે. જો તમે બુદ્ધિશાળી હશો તો આ શરીર ઉપર પ્રેમ નહીં કરી શકો.
પરંતુ આ શરીરમાં એક સાર- ઉપયોગી તત્ત્વ છે અને તે છે -મન, એ છે હદય. એ છે ચિત્ત. હવે મન ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. એને સ્વચ્છ કરતા રહો. એને નિર્મળ કરતા રહો. એની પવિત્રતા જાળવી રાખો. હૃદય-કમળને વિકસિત કરો અને એમાં પુનઃ પુનઃ પરમાત્માનું ધ્યાન કરતા રહો, વારંવાર ચિંતન કરતા રહો. હૃદયકમળમાં પરમાત્માનું ધ્યાન કરવાથી આત્મભાવ પવિત્ર-નિર્મળ બને છે.
તમે લોકોએ કમળનું ફૂલ જોયું છે? કમળ સરોવરમાં ઉત્પન્ન થાય છે. સરોવરની નીચે કાદવમાં જન્મે છે, પાણીમાં વિકસે છે અને કાદવ-પાણીથી ઉપર રહે છે. આ જ કમળપુષ્પની એક વિશેષતા છે. એ રીતે જ્ઞાની પુરુષ કહે છે - “મનુષ્યમુમુક્ષુએ જલકમલવતું જીવવું જોઈએ.”મનુષ્ય સંસારમાં જન્મે છે. સંસારમાં રહે છે, પરંતુ સંસારથી નિર્લેપ થઈને જીવવું જોઈએ. કમળનું પુષ્પ - કોમળ અને નિર્લેપ?
ઉપાધ્યાયજી કહે છે, “વિકસિત કમળ જેવા હૃદયમાં પરમાત્માનું ધ્યાન ધરો.” પછી હૃદયને કમળ જેવું નિર્લેપ અને કોમળ બનાવો, તે પછી એમાં પરમાત્માનું ધ્યાન થઈ શકશે. હૃદય દુર્વાસનાઓથી લિપ્ત ન હોવું જોઈએ અને તે કઠોર પણ ન હોવું જોઈએ.
જે હૃદયમાં પરમાત્માનું ધ્યાન કરવાનું છે, પરમવિશુદ્ધ આત્માનું ચિંતન કરવાનું છે અને જે હૃદયમાં પરમાત્માની સ્થાપના કરવાની છે, એ હૃદય કેટલું સ્વચ્છ, નિર્મળ, કોમળ અને નિર્લેપ હોવું જોઈએ? નિર્મળ હદયમાં કરેલું પરમાત્માનું ધ્યાનચિંતન આત્માને પરમાત્મા બનાવી શકે છે, એ નિર્વિવાદ વાત છે. આ વાત હું તમને
૭૪
| શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #85
--------------------------------------------------------------------------
________________
‘મયણાસુંદરી’ અને ‘શ્રીપાલ'ના માધ્યમથી સમજાવું. તમારે મૂળભૂત વાત યાદ રાખવાની કે હૃદયકમળમાં કરેલું પરમાત્માનું ધ્યાન, ચિંતન શ્રીપાલ અને મયણાસુંદરીની અપૂર્વ આધ્યાત્મિક ઉન્નતિમાં અસાધારણ કારણ બન્યું હતું.
શ્રીપાલ અને મયણાસુંદરીનાં હ્રદય - કમળ જેવાં કોમળ હતાં અને નિર્લેપ હતાં. આ વાત હું તમને પહેલાં બતાવવા માગું છું.
મયણાસુંદરીનું હૃદય ઃ
મયણાસુંદરી અવંતી દેશ (માળવા)ના રાજા પ્રજાપાલની પુત્રી હતી. એની માતાનું નામ હતું રૂપસુંદરી. મયણાની શિક્ષા-દીક્ષા ‘સુબુદ્ધ' નામના આચાર્યની પાસે થઈ હતી. તે ૬૪ કલાઓમાં નિપુણ બની; જૈનદર્શનમાં કુશળ બની, ષડૂદ્રવ્ય, સપ્તનય, નવતત્ત્વ, અષ્ટકર્મ, દશવિધ ધર્મ, શ્રાવક જીવનનાં બાર વ્રતો, ૧૧ પ્રતિમાદિ વિષયોમાં પારંગત બની. જે રીતે એના અધ્યાપક સુબુદ્ધ શાન્ત હતા, જિતેન્દ્રિય હતા, જિનમત પારંગત હતા, એ જ રીતે મયણા મણ શાન્ત, વિનીત, જિતેન્દ્રિય, સમ્યગ્દષ્ટિ અને શીલવતી હતી. સૌથી વિશેષ વાત હતી - ૫૨ગુણ દર્શનની. પરદોષ દર્શનરૂપ ક્રૂરતા એનામાં ન હતી. દુઃખ આપનાર પ્રત્યે પણ એનામાં દ્વેષ પેદા થતો ન હતો. એવા લોકો પ્રત્યે પણ એનું હૃદય કઠોર બની શકતું ન હતું, એ કોમળ ભાવથી જ એમના પ્રત્યે જોતી હતી, વિચારતી હતી.
એના લગ્નની ચર્ચા દરમ્યાન એના પિતા - રાજા પ્રજાપાલ સાથે મયણાની તાત્ત્વિક ચર્ચા થઈ ગઈ હતી. રાજસભામાં રાજાએ એને પૂછ્યું હતું - “તે જો વોતુ, તુમ્યું વા રોજતેત્ર ઃ ? તને કેવો વર જોઈએ ? તને કયો વર પસંદ છે?” ત્યારે મયણાએ પ્રથમ તો લજ્જાને કારણે જવાબ જ ન આપ્યો. રાજાએ ફરીથી પૂછ્યું તો જવાબ આપ્યો : “હે તાત ! આ તો મારે માટે શરમની વાત છે; ઉચ્ચ કુળની બાળાનો વર તો પિતા પસંદ કરે છે અને એને જ બાળા પસંદ કરે છે. છતાં પણ વરની પસંદગીમાં માતા-પિતા નિમિત્ત માત્ર જ હોય છે. વાસ્તવમાં તો પૂર્વજન્મમાં બાંધેલો સંબંધ જ કારણભૂત હોય છે. જેણે જેવાં શુભ-અશુભ કર્મો ઉપાર્જિત કર્યાં હોય એ બધાં કર્મો નિશ્ચિતરૂપે ભોગવવાં પડે છે... પુણ્યશાળી કન્યાને હીનકુળમાં આપવામાં આવે તો પણ તે સુખી થાય છે અને પુણ્યહીન કન્યાને ઉચ્ચકુળમાં આપવામાં આવે તો પણ તે દુઃખી થાય છે.”
ન
“હે પિતાજી ! આપ તો સમજદાર છો, તમારે એવો ગર્વ કરવો ન જોઈએ કે - મારી જ કૃપાથી મનુષ્ય સુખી થઈ શકે છે અને અવકૃપાથી દુઃખી થાય છે. પુણ્યવંત ઉપર જ તમે કૃપાવંત થાઓ છો. પુણ્યહીન ઉપર આપ કૃપા ન કરી શકો.”
રાજાને પોતાની પુત્રીની આ વાત ગમી નહીં, પ્રિય ન લાગી અને એનાં લગ્ન એક અશુચિ ભાવના
૩૫
Page #86
--------------------------------------------------------------------------
________________
કુષ્ઠરોગી ‘ઉંબર રાણા સાથે કરી દીધાં. એ સમયે મયણાના હૃદયમાં પિતા-રાજા પ્રત્યે કોઈ દ્વેષભાવ પેદા ન થયો. માતા-મામા વગેરે પરિજનોને ખૂબ જ દુઃખ થયું. તે બધાં રડવાં લાગ્યાં, પરંતુ મયણા સ્વસ્થ રહી. તત્ત્વજ્ઞાનને સહારે એણે પોતાના મનનું સમાધાન કરી લીધું હતું. તેણે પિતાનો દોષ જોયો જ નહીં. એના હૃદયની કોમળતા અખંડ રહી. ક્રૂરતા - કઠોરતાનો હૃદયમાં પ્રવેશ જ ન થઈ શક્યો..
તમે લોકો ગંભીરતાથી વિચારો. સંસારમાં લોકો લગ્ન કરે છે વૈષયિક સુખ ભોગવવા માટે. વિષયસુખ - ભોગસુખમાં આસક્તિ હોવાથી સ્ત્રીપુરુષના લગ્ન સંબંધો થતા હોય છે. મયણાસુંદરી યુવતી હતી, રૂપવતી હતી, રાજકુમારી હતી... તેણે કુષ્ઠરોગી યુવકનો પતિના રૂપમાં સ્વીકાર કર્યો. શું એ યુવક સાથે મયણાસુંદરી વિષયસુખ ભોગવી શકે ? એ યુવકને સ્પર્શ પણ કરી શકે ? ઉંબર રાણાના શરીરમાંથી રક્ત, પરું વગેરે બીભત્સ પદાર્થો નીકળતા હતા. કુષ્ઠરોગ એ ચેપી રોગ છે - આ મયણા જાણતી હતી. પરંતુ વૈષયિક સુખ પ્રત્યે તે નિર્લેપ હતી, અનાસક્ત હતી. કમળપુષ્પની જેમ એનું હૃદય નિર્લેપ હતું. વાસનાવૃત્તિથી તે મોહિત ન હતી. વાસનાવૃત્તિ ઉપર એનો સંયમ હતો! જ્યારે સ્વયં એના પતિ ઉંબર રાણાએ રાત્રિના સમયે મયણાને કહ્યું હતું ત્યાદિ પરે નાં વિદ્યૌવનું સt 5 | “હે સુંદરી! તું બીજા કોઈ પણ સુંદર પુરુષ પાસે જા અને તારા યૌવનને સફળ કર. અહીં તો તને મારા સંગમાં કુષ્ઠરોગ થઈ જશે.”
પતિના આ વિવેકપૂર્ણ શબ્દો સાંભળીને મયણાની આંખો ભરાઈ ગઈ. તે બોલીઃ “હે નાથ! ફરીથી આવી વાત ન ઉચ્ચારતા. સીન્દ્ર વિય મહિલ્મ વિભૂષi - સ્ત્રીઓ માટે શીલ જ અલંકાર છે. હું શીલવ્રતનું પાલન કરીશ, તમે તો મૃત્યુપર્યત મારા પતિ છો. તમે જ મારું શરણ છો.”
આ હતી મયણાસુંદરીના હૃદયની નિર્લેપતા અને કોમળતા. આવું હૃદય કમળ બની શકે છે, એમાં પરમાત્મા વિરાજિત કરી શકાય છે અને પરમાત્માનું ધ્યાનચિંતન થઈ શકે છે. મયણાસુંદરીનું હૃદય આ રીતે કોમળ અને નિર્લેપ હતું. એમના જીવનની કેટલીક ઘટનાઓથી એમના હૃદયની કોમળતા અને નિર્લેપતા સિદ્ધ થાય છે. આવી કેટલીક ઘટનાઓ બતાવું છું. આ પહેલાં મયણા અને ઉંબર રાણાને ધ્યાન, કરવાની કળા શીખવનારા ગુરુદેવની પાસે જઈએ. એથી ય પહેલાં ભગવાન આદિનાથના મંદિરમાં મયણા અને ઉંબર રાણાની સાથે ચાલીએ. જિનમંદિરમાં દંપતીની નિર્લેપતા:
જિનમંદિરમાં પ્રવેશ કરતી મયણા “પ્રસન્નવદના” છે. તેના મુખ ઉપર પ્રસન્નતા છે, ગ્લાનિ નથી, સંતાપ નથી કે નથી ત્રાસ ! નિર્દભ પ્રસન્નતા છે અને ભગવાન ૭૬ છે.
શાન્તસુધારસઃ ભાગ ૨
Page #87
--------------------------------------------------------------------------
________________
આદિનાથને પ્રણામ કરીને મધુર સ્વરમાં પ્રાર્થના કરે છે. પ્રાર્થના-સ્તુતિના કેટલાક શ્લોકો સાંભળો -
त्वं मे मातापिता-भ्राता, बन्धु स्वामी सुहृद्गुरुः । गतिमतिर्जीवितव्यं, शरणं च नमोऽस्तु ते ॥ घोररोगार्दिता येऽत्र, ये च दुःखैः प्रपीडिताः । ते सर्वे सुखितां यान्ति, त्वत् पादाब्जप्रसादतः ॥ भवार्णवे जरा-मृत्युरोग दुःखोर्मिसंकुले । मज्जतां यानपात्राभस्त्वमेव जिन ! दृश्यते ॥ સરળ શ્લોકો છે. તમે ભાવાર્થ સમજી શકશો. આ સ્તુતિમાં ક્યાંય પણ મયણાસુંદરીએ પોતાના દુઃખની વાત કરી નથી. પોતાના દુઃખને દૂર કરવાની વાત કરી નથી. આ કેટલી મહાન નિર્લેપતા? શારીરિક સુખ અને સંબંધો પ્રત્યે નિર્લેપતા હોય તો જ પોતાના ભગવાનની સ્તુતિમાં દુઃખમુક્તિની યાચનાથી બચી શકાય છે, અન્યથા ભગવાનની સમક્ષ પોતાનાં દુઃખોનું રુદન થઈ જ જાય છે.
મંદિરમાંથી નીકળીને મયણા ઉંબર રાણા સાથે બાજુમાં આવેલા ઉપાશ્રયમાં - જાય છે. ત્યાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી ધર્મોપદેશ આપતા હતા. બંને જણાં ત્યાં બેસી જાય છે. ઉપદેશ પૂર્ણ થતાં ગુરુદેવે મયણાને પૂછ્યું : વત્યે ! નરોત્તમ ? આચાર્યદવ મયણાને ઓળખતા હતા. પૂછ્યું આ ઉત્તમ પુરુષ કોણ છે?” સાંભળીને મયણાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, મયણાનું હૃદય કોમળ હતું. રોતાં રોતાં તેણે સમગ્ર વૃત્તાંત ગુરુદેવને કહી સંભળાવ્યો. અંતમાં તેણે કહ્યું:
नान्यन्मम दुःखं हि किञ्चन ।
परं मिथ्यादृशो जैन धर्म निन्दन्ति तन्महत् ॥ હે ગુરુદેવ, મને બીજું કોઈ દુઃખ નથી, પરંતુ મિથ્યાવૃષ્ટિ લોકો જૈનધર્મની નિંદા કરે છે તે મોટું દુઃખ છે.” મયણાને ગુરુદેવ સમક્ષ રડવું આવ્યું તેનું કારણ આ હતું, નહીં કે તેને કુષ્ઠરોગી પતિ મળ્યો હતો તે. ગુરુદેવે મયણા અને ઉંબર રાણાની પાત્રતા જોઈને શ્રી સિદ્ધચક્ર મહામંત્રની આરાધના બતાવી હતી. દંપતીએ પોતાના હદયકમળમાંથી શ્રી નવપદની સ્થાપના કરીને એની આરાધના કરી હતી અને ઉંબર રાણાનો કુષ્ઠરોગ મટી ગયો હતો. નગરના લોકો જૈનધર્મની નિંદા કરતા બંધ થઈ ગયા હતા, પ્રશંસા કરતા થઈ ગયા હતા.
[ અશુચિ ભાવના
૭૭]
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રીપાલની કમળવત્ કોમળતા :
હવે ચાલો ઉંબર રાણાની પાસે. શ્રી નવપદની, સિદ્ધચક્રની આરાધનાના પ્રભાવે ઉંબર રાણા નીરોગી બની ગયો હતો. આ ઉંબર રાણા મૂળ તો રાજકુમાર જ હતો. અંગદેશની રાજધાની હતી ચંપાનગરી. ત્યાંનો રાજા હતો સિંહરથ અને રાણી હતી કમપ્રભા અને એમનો પુત્ર હતો શ્રીપાલકુમાર. જ્યારે કુમાર બે વર્ષનો હતો, ત્યારે રાજા સિંહરથનું અવસાન થયું હતું. રાજ્યભક્ત મહામંત્રી મતિસાગરે કુમારને રાજ્યસિંહાસન ઉપર બેસાડ્યો હતો, પરંતુ રાજકુમારના કાકા અજિતસેન રાજ્ય લોભી હતો. તેણે રાજકુમારનો વધ કરવાનું ષડયંત્ર રચ્યું. આ વાતની મહામંત્રીને ખબર પડી. તેણે રાજમાતા કમલપ્રભાને પયંત્રની વાત કરી, કમલપ્રભા પુત્રને લઈને રાત્રિના સમયે જંગલમાં ભાગી છૂટી. જંગલમાં ૭૦૦ કુષ્ઠરોગીઓનું ઝુંડ જોયું, રાણી તો ગભરાઈ ગઈ, રડવા લાગી, ત્યારે એ કુષ્ઠરોગીઓએ રાણીને “બહેન” કહીને આશ્વાસન આપ્યું અને કુમારની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારી લીધી. છે કે તેમની સાથે રહેવાથી કુમારને કુષ્ઠરોગ થઈ ગયો, પણ તે બચી ગયો. રાણી કમલપ્રભા બીજા રાજ્યમાં ચાલી ગઈ, તે પણ બચી ગઈ. આ બાજુ અવંતીનો રાજા બની ગયો અજિતસેન !
કોઢિયા લોકોએ કુમારને પોતાનો રાજા બનાવ્યો. રાજાનું નામ રાખ્યું - ઉંબર રાણા. જ્યારે તે યૌવનમાં આવ્યો, તો કોઢિયાઓએ એનું લગ્ન કરવાનું વિચાર્યું, અને ઉજ્જૈન નગરીમાં રાજકુમારી મયણાસુંદરી મળી ગઈ. રાણાને રાણી મળી ગઈ ! 900 કોઢિયાઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. એ લોકો ઉજ્જયિની નગરીની બહાર ડેરા નાખીને પડ્યા હતા. જ્યારે ઉંબર રાણા (શ્રીપાલ) નીરોગી બન્યો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો - હું નીરોગી બન્યો, તો મારા પ્રાણરક્ષક, મારા ઉપકારી ૭૦૦ કુષ્ઠરોગીઓ પણ નીરોગી બનવા જોઈએ.”
તેણે મયણાસુંદરીને કહ્યું. મયણા અતિપ્રસન્ન થઈ. “ઉપકારીના ઉપકારને ન ભૂલવો એ કૃતજ્ઞતા’ નામનો મહાન ગુણ છે. અવસર આવતાં ઉપકારી ઉપર પ્રત્યુપકાર કરવો એ શ્રેષ્ઠ ગુણ છે.” શ્રીપાલમાં આ ગુણ જોઈને મયણા હર્ષવિભોર થઈ ગઈ.
સિદ્ધચક્ર મહામંત્રના પૂજનનું જળ લઈને તે બંને જણાં ૭૦૦ કોઢિયાઓના મુકામ ઉપર ગયાં અને બધાંની ઉપર એ જળ છાંટી દીધું. તે બધા નીરોગી થયા. ૭00 કોઢિયાઓને પણ નીરોગી જોઈને ઉંબર રાણા હર્ષથી ગદ્ગદિત થઈ ગયો. તેની આંખોમાંથી હર્ષનાં આંસું વહેવા લાગ્યાં. ૭૦૦ કોઢિયાઓએ કહ્યું "કુમાર! જિંદગીભર તમે જ અમારા રાજા રહેશો અને અમે તમારી સેવા કરીશું.” આ હતી
( ૭૮
શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #89
--------------------------------------------------------------------------
________________
કુમારના હૃદયની કોમળતા. કોમળ હૃદયમાં જ બીજાંનાં દુઃખને દૂર કરવાની કરુણા પેદા થાય છે. કોમળતા વગર કરુણા સંભવિત ન બને. શ્રીપાલની નિર્લેપતા અને કોમળતા :
આપણી વાત ચાલે છે કમળવત્ હૃદયને નિર્લેપ અને કોમળ બનાવીને એમાં પરમાત્માનું ધ્યાન ધરવાની. જેવું કમળ નિર્લેપ અને કોમળ હોય છે એવું જ હૃદય નિર્લેપ અને કોમળ હોવું જોઈએ, અને તો જ તેમાં ૫રમાત્માનું ધ્યાન - ચિંતન થઈ શકે. આ વિષયમાં હું તમને મયણાસુંદરી અને શ્રીપાલનું શાસ્ત્ર-પ્રસિદ્ધ દૃષ્ટાંત કહી રહ્યો છું. એ દંપતીનાં હૃદય કેવાં કોમળ અને નિર્લેપ હતાં ! અને તેથી જ તો તેઓ પરમાત્માનું ધ્યાન કરી શક્યાં. શ્રીપાલની વિદેશયાત્રા :
નીરોગી થયા પછી કેટલોક સમય તે ઉજ્જયિનીમાં રહે છે. ત્યાં શ્રીપાલની માતા કમલપ્રભાનું મિલન થાય છે. મયણાનાં માતા-પિતાની સાથે સારા સંબંધો સ્થાપિત થાય છે. સુખશાંતિથી સમય પસાર થાય છે. એક દિવસે કોઈક નિમિત્તે શ્રીપાલની ઇચ્છા વિદેશ જવાની થાય છે. માતા અને પત્નીની શુભ કામનાઓ મેળવીને શ્રીપાલ એકલો જ ઉજ્જયિનીમાંથી ચાલી નીકળે છે.
ઉત્તમ પુણ્યશાળી મનુષ્યોને આકસ્મિક ભૌતિક લાભ પ્રાપ્ત થાય છે. માર્ગમાં એક વિદ્યાસાધક પુરુષ મળે છે. શ્રીપાલની સહાયતાથી એને સહજ રીતે વિદ્યાપ્રાપ્તિ થાય છે. એ વિદ્યાસાધક શ્રીપાલને બે વિદ્યાઓ આપે છે - એક હતી જલતારિણી અને બીજી હતી શસ્ત્રવારિણી.
ત્યાંથી આગળ વધતાં એક ગુફામાં એક ધાતુવાદી સુવર્ણસિદ્ધિ કરી રહ્યો હતો. એ એને મળ્યો. શ્રીપાલના સાન્નિધ્યમાત્રથી જ એને સુવર્ણસિદ્ધિ થઈ જાય છે. એ ધાતુવાદી શ્રીપાલને આગ્રહ કરીને કેટલુંક સોનું આપે છે. કુમાર એ સોનું લઈને ભૃગુકચ્છ પહોંચે છે. ભૃગુકચ્છ એ વર્તમાન ભરૂચ - ગુજરાતનું એક નગર. ભરૂચમાં ધવલશેઠનું મિલન :
ભરૂચમાં શ્રીપાલ સાથે કૌશામ્બી નગરીના ધનાઢ્ય ધવલશેઠનું મિલન થઈ જાય છે. મારે ધવલશેઠ અને શ્રીપાલ સંબંધી તમને કેટલીક વાતો કહેવી છે. શ્રીપાલની નિર્લેપતા અને કોમળતા એની સાથે ધવલશેઠની દુષ્ટતા, કઠોરતા અને દુર્જનતા પણ કહેવી છે. ભરૂચથી જ શ્રીપાલના ધવલશેઠ ઉપર ઉપકારો શરૂ થઈ જાય છે. તેનાં વહાણ પાણીમાં ચાલતાં ન હતાં, દૈવી ઉપદ્રવ હતો, શ્રીપાલના સિદ્ધચક્રના ધ્યાનથી વહાણો ચાલવા લાગ્યાં. શ્રીપાલે ધવલના વહાણમાં જ વિદેશયાત્રા શરૂ કરી.
અશુચિ ભાવના
૭૯
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રીપાલે ધવલશેઠ ઉપર ઉપકાર કર્યો છતાં ધવલે શ્રીપાલ પાસેથી વહાણનું ભાડું લીધું ! ૧. ભરૂચ પછી ‘બબ્બરકુલ” નામના દ્વીપ ઉપર જહાજ રોકાયાં. મહાકાલ' નામના રાજાએ ધવલને પકડીને બાંધી દીધો. કુમારે મહાકાલ રાજાની સાથે યુદ્ધ કરીને એને હરાવ્યો અને ધવલને મુક્ત કરાવ્યો. રાજા મહાકાલે કુમારનું પરાક્રમ, રૂપ અને બુદ્ધિ આદિ જોઈને તેની સાથે પોતાની પુત્રી મદનસેનાનું લગ્ન કરાવ્યું અને વિપુલ સંપત્તિ આપી. આ જોઈને ધવલશેઠ ઈષનો માર્યો બળવા લાગ્યો. ૨. ત્યાંથી ધવલ અને શ્રીપાલનાં જહાજ સમુદ્રમાર્ગે આગળ વધ્યાં. તે બે જણા “રત્નદીપ’ પહોંચ્યા. ત્યાં ધવલે સારો વેપાર કર્યો. શ્રીપાલ રત્નસંચયા” નામની નગરીમાં જાય છે. ત્યાંનો રાજા હતો કનકધ્વજ. તેની પુત્રીનું નામ હતું મદનમંજૂષા. શ્રીપાલનું લગ્ન મદનમંજૂષા સાથે થાય છે. કુમાર પોતાની બે પત્નીઓ સાથે રહે છે, ત્યાં રાજાના સૈનિકો ધવલશેઠને બાંધીને લાવે છે. ધવલે
ત્યાં વેપાર કર્યો હતો, પરંતુ રાજાને કર આપ્યો ન હતો. રાજાએ ધવલનો વધ કરવાની સજા સંભળાવી ! પરંતુ શ્રીપાલના કહેવાથી રાજાએ ધવલને બંધનમુક્ત કર્યો અને સજા માફ કરી. રાજા કનકધ્વજે શ્રીપાલને વિપુલ સમૃદ્ધિ આપી. શ્રીપાલ અને ધવલની યાત્રા આગળ વધી. શ્રીપાલની બે દેવાંગના જેવી પત્નીઓ અને અનેક પ્રકારની સમૃદ્ધિ જોઈને ધવલના મનમાં ઘોર પાપનો વિચાર ઉદ્ભવ્યો. તે વિચાર કરે છે -
શ્રીપાલની બંને પત્નીઓ મારી થઈ જાય અને ગમે તે રીતે તેની તમામ સંપત્તિ મારી થઈ જાય તો હું કૃતાર્થ થઈ જાઉં - નહીંતર મારો જન્મ વ્યર્થ છે.”
તેના ચાર મિત્રોમાંથી ત્રણ મિત્રોએ તેને સાચી સલાહ આપી. પરંતુ તેણે માન્યું નહીં. એક મિત્રે તેના આ દુષ્ટ વિચારમાં અનુમોદન આપ્યું અને શ્રીપાલને સમુદ્રમાં ફેંકી દઈને એની બે પત્નીઓ અને તમામ સંપત્તિ પોતાની કરી લેવાનું પયંત્ર રચ્યું. આ રીતે કપટ કરીને શ્રીપાલને સમુદ્રમાં નાખી દીધો.
પરંતુ પુણ્યશાળીની રક્ષા એનું પુણ્ય કરે છે. જે મનુષ્યના હૃદયમાં ધર્મ હોય છે, એની રક્ષા ધર્મ કરે છે. શ્રીપાલ સમુદ્રમાં પડ્યો, પરંતુ નવપદના સ્મરણ સાથે પડ્યો - એક મોટા મગરમચ્છની પીઠ ઉપર પડ્યો. મગરમચ્છ એને કોંકણદેશના કિનારે લઈ ગયો. શ્રીપાલ કિનારે ઊતર્યો અને કિનારાથી થોડેક દૂર ચંપકવૃક્ષની નીચે જઈને સૂઈ ગયો. બસ આ જ વાત મારે તમને કહેવાની છે.
- જહાજમાં એની બે પત્નીઓ છે. - વિપુલ સંપત્તિ છે. [ ૮૦
શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #91
--------------------------------------------------------------------------
________________
- મિત્રે વિશ્વાસઘાત કર્યો છે.
તો પણ શ્રીપાલને ચંપકવૃક્ષની નીચે નિદ્રા આવી જાય છે. જે તે સ્ત્રી અને સંપત્તિમાં આસક્ત હોત તો આવી સ્થિતિમાં એને ઊંઘ આવત? એ રીતે જે ધવલ શેઠને બબ્બે વાર મોતમાંથી બચાવ્યો અને એણે જ દગો દીધો - વિશ્વાસઘાત કર્યો. એવી સ્થિતિમાં ઊંઘ આવે ખરી? પરંતુ શ્રીપાલનું હૃદય કમળપુષ્પની જેમ નિર્લેપ હતું. કંચન અને કામિની પ્રત્યે નિર્લેપ હતું. એ જ રીતે તેનું હૃદય કમળસમાન કોમળ હતું! એટલા માટે તેના હૃદયમાં ધવલશેઠ પ્રત્યે દ્વેષ ન જન્મ્યો.
શ્રીપાલનું હૃદય - કમળ સમું નિર્લેપ હતું અને કોમળ હતું એ વાતમાં હવે તો કોઈ શંકા નથી ને? આવા હૃદયમાં તેણે પરમાત્મતત્ત્વનું - પરમેષ્ઠિતત્વનું - સિદ્ધચક્રનું ધ્યાન કર્યું હતું. પ્રતિદિન કર્યું હતું ! એટલા માટે દૈવી તત્ત્વો એનું સાન્નિધ્ય કરતાં હતાં. નિર્લેપ અને કોમળ હૃદયમાં પરમાત્મતત્ત્વનું ધ્યાન કરવું પડશે.
શ્રીપાલને ત્યાંથી કોંકણદેશની રાજધાની થાણામાં લઈ જવામાં આવે છે. ત્યાં વસુપાલ રાજાની પુત્રી મદનમંજરી સાથે તેનું લગ્ન થાય છે. આ બાજુ જહાજમાં શ્રીપાલની બંને પત્નીઓની રક્ષા દેવી ચક્રેશ્વરી કરે છે. જહાજ થાણા બંદરે પહોંચે છે. ત્યાં ધવલશેઠ શ્રીપાલને રાજસભામાં જુએ છે અને ગભરાઈ જાય છે. તો પણ એની દુષ્ટવૃત્તિ જતી નથી. તે શ્રીપાલને બદનામ કરવા માટે કાવતરું કરે છે. ધવલ પકડાઈ જાય છે અને રાજા એનો વધ કરવા માટે હુકમ કરે છે. શ્રીપાલ ધવલને છોડાવે છે. તેને પોતાના મહેલમાં લઈ જાય છે. ત્યાં એને એની બે પત્નીઓ મળે છે. ત્રીજી પત્ની મદનમંજરી છે. ત્રણ-ત્રણ પત્નીઓની સાથે શ્રીપાલ વિપુલ ભોગ-સુખો ભોગવે છે. ધવલ આ બધું જોઈને ખૂબ જ બળે છે.
કુમારની હત્યા કરવા માટે ધવલ મહેલના સાતમા માળે ચડી જાય છે, પરંતુ ત્યાંથી અકસ્માતુ જમીન ઉપર પડીને મરી જાય છે અને સાતમી નરકે ઉત્પન્ન થાય છે. આ પરિણામે હતું ધવલના હૃદયની કઠોરતાનું અને વિષયસ્પૃહાનું - વિષયલોલુપતાનું. કઠોર અને વિષયલોલુપ હૃદયમાં પરમાત્માનું ધ્યાન થઈ શકતું નથી. એટલા માટે હૃદયને કોમળ - કમળપુષ્પ જેવું નિર્લેપ બનાવવું જોઈએ. એમાં પરમાત્માનું ધ્યાન કરો. શરીરે દુર્ગધમય છે: ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ કહે છે - શરીર ગંદકીથી ભર્યું છે.
શરીરમાંથી ગંદા પર્દાથ ઐવિત થાય છે. I શરીર ગંદકીનો કૂવો છે. [ અશુચિ ભાવના
Page #92
--------------------------------------------------------------------------
________________
| શરીર દુર્ગધથી ભર્યું છે.
આવા શરીર પ્રત્યે રાગ શા માટે કરવો? શું મોહિત થવું? કેમ પ્રેમ કરવો? શરીર આપણું હોય કે બીજાનું હોય, સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, દુગંધમય શરીર સ્નેહ-પ્રેમ કરવા યોગ્ય નથી.
દુર્ગંધમય શરીરને સુગંધમય બનાવવા માટે મનુષ્ય ગ પાનમાં સુગંધી મસાલા નાખીને ખાય છે. I શરીર ઉપર સુગંધમય અત્તર વગેરે છાંટે છે. | વસ્ત્રો ઉપર સુગંધી પદાર્થો છાંટે છે.
પરંતુ એ ક્યાં સુધી રહે છે? જ્યાં પાન ખલાસ થયું, અત્તરની અસર પૂરી થઈ, વસ્ત્રો ઉપરનો “એ” ખલાસ થયો, શરીર અને વસ્ત્રો પરસેવાથી લથપથ થયાં કે ફરીથી દુર્ગધ શરૂ! શરીરનો સ્વભાવ જ દુગંધમય છે. એને સુગંધમય બનાવવાની ભ્રમણામાં ન રહો શરીરને સુગંધિત બનાવવાના કૃત્રિમ ઉપાયો ત્યજોઃ
તમે લોકો જો શરીરને આ રીતે કૃત્રિમ ઉપાયોથી સુગંધિત બનાવવાનો પ્રયત્ન કરતા હો તો જ્ઞાની પુરુષની નજરમાં હાસ્યાસ્પદ છો. વિશેષ રૂપે તો હાસ્યાસ્પદ ત્યારે જ બનો છો કે કૃત્રિમ ઉપાયો દ્વારા સુગંધિત બનેલા શરીરને ચાહો છો. (ચુંબન કરો છો). વારંવાર સુંઘો છો. પુરુષ સ્ત્રીના શરીરને સુંઘે છે, ચાટે છે. સ્ત્રી પુરુષના શરીરને સૂંઘે છે, ચાટે છે. આ માત્ર મોહાલ્પતા છે. અજ્ઞાનતા છે.
શરીરને સુગંધિત બનાવવાની તમામ રીતોને જ્ઞાની પુરુષો બાલચેષ્ટા જ સમજે છે. જ્ઞાની પુરુષોનો શરીર તરફનો જે અભિમત છે, દ્રષ્ટિકોણ છે, એને સમજવાનો પ્રયાસ કરો. ગંભીરતાથી વિચારો, નહીંતર આ મનુષ્ય જીવન નિરર્થક શરીરસેવામાં જ વ્યર્થ પૂરું થઈ જશે. અશુચિ ભાવનાની સાર્થકતા ક્યારે?? અશુચિ ભાવનાની સાર્થકતા બતાવતાં “કાર્તિકેય અનુપ્રેક્ષામાં કહ્યું છે - जो परदेहविरत्तो णियदेहे ण य करे दि अणुरायं । अप्पसरूवि सुरत्तो, असुइत्ते भावणा तस्स ॥ ८७ ॥ જે મનુષ્ય પરદેહ પ્રત્યે વિરક્ત હોય છે અને પોતાના શરીર ઉપર પણ અનુરાગ કરતો નથી, જે મનુષ્ય આત્મસ્વરૂપમાં સુરક્ત બને છે એની અશુચિ ભાવના સાર્થક થાય છે.
[ ૮૨
શાન્ત સુધારસ ભાગ ૨)
Page #93
--------------------------------------------------------------------------
________________
અશુચિ ભાવનાની સાર્થકતા ત્રણ રીતે બતાવી છે. ' I બીજાંના શરીર પ્રત્યે વિરક્તિ. . પોતાના શરીર પ્રત્યે પણ વિરક્તિ. . વિશુદ્ધ આત્મસ્વરૂપમાં અનુરક્તિ!
અનાદિકાળથી સ્વ-પરદેહ પ્રત્યે જીવાત્માને અનુરક્તિ છે. એને સ્થાને હવે વિરતિ પામવાની છે. વિશુદ્ધ આત્મતત્ત્વની જે ઉપેક્ષા કરવામાં આવી છે, એમાં હવે સ્થિર થવાનું છે - અનુરક્તિ પામવાની છે. દેહભાવ છૂટવો જોઈએ, આત્મભાવ પામવો જોઈએ. બે વાતો છે, દેહભાવની આસક્તિ છૂટવાથી આત્મભાવમાં અનુરક્તિ આવે છે, આત્મભાવમાં અનુરક્તિ આવતાં દેહભાવની આસક્તિ છૂટી જાય છે. આ બંનેમાંથી પહેલાં જે કરવાનું હોય તે કરો. પણ આ રીતે ‘અશુચિ ભાવનાથી દેહભાવ પ્રત્યે વિરક્તિ પામવાની છે.
જ્યારે જ્યારે કોઈપણ શરીરનું રૂપ-લાવણ્ય અને સૌષ્ઠવ આપણા મનને આકર્ષિત કરે, મોહિત કરે, સ્પર્શ માટે લાલાયિત કરે, ત્યારે એ સમયે “અશુચિ ભાવનાથી એ શરીરને જોવું પડશે. શરીરની અંદર પળ બે પળ જોવું પડશે. અંદર ભરેલી અશુચિને જોશો કે તરત જ મનનું આકર્ષણ, મોહ અને આસક્તિ તૂટી જશે. આસક્તિ તૂટવાથી તરત જ એ શરીરમાં વ્યાપ્ત વિશુદ્ધ આત્મસ્વરૂપને - જ્યોતિરૂપ જોવાનો પ્રયત્ન કરવો. આત્મા શરીરવ્યાપી હોય છે. પ્રારંભિક અવસ્થામાં એ આત્માને જ્યોતિસ્વરૂપ જુઓ. દીવાની સ્થિર જ્યોત જોઈ છેને? એ જ્યોતનાં દર્શન કરતા રહો. મન નિર્વિકાર - અનાસક્ત બનશે. અંદર શાન્તિ - સમતાનો અનુભવ થશે.
થોડી ક્ષણો માટે, થોડી સેકંડો માટે એવો અનુભવ કરતા રહો. પ્રતિદિન કરતા રહો. એમાં જ અશુચિ ભાવનાની સાર્થકતા છે.
આજે બસ, આટલું જ.
[ અશુચિ ભાવના |
અશુચિ ભાવના
| ૮૩ ]
૮૩.
Page #94
--------------------------------------------------------------------------
________________
વીસુધારી
પ્રવચન ૩૨
' : સંકલના :
એક શૌચવાદી બ્રાહ્મણ.
શરીરમાં સારભૂત તત્ત્વ. મોક્ષપુરુષાર્થનું શ્રેષ્ઠ સાધન ઃ મનુષ્યશ૨ી૨. મોક્ષપુરુષાર્થ માટે કેવો મનુષ્યદેહ શ્રેષ્ઠ ?.
સ્વસ્થ શરીરનો સદુપયોગ કરી લો. એક ખેડૂતની વાત.
સાત પ્રકારની આરાધના કરી લો. ધર્મ-મોક્ષપુરુષાર્થમાં પ્રમાદ ન કરો.
આગમ ઃ જળાશય.
Page #95
--------------------------------------------------------------------------
________________
द्वादश-नव रन्ध्राणि निकामं, गलदशुचीनि न यान्ति विरामम् । यत्र वपुषि तत्कलयसि पूतं मन्ये तव नूतनमाकूतम् ॥ ५ ॥ अशितमुपस्करसंस्कृतमन्नं जगति जुगुप्सां जनयति हन्नम् । पुंसवनं धैनवमपि लीढं, भवति विगर्हितमति जनमीढम् ॥ ६ ॥ केवलमलमय पुद्गलनिचये, अशुचीकृतशुचि भोजनसिचये । वपुषिविचिन्तय परमिह सारं, शिवसाधनसामर्थ्यमुदारम् ॥ ७ ॥ येन विराजितमिदमतिपुण्यं तच्चिन्तय चेतन ! नैपुण्यं । विशदागममधिगम्य निपानं, विरचय शान्तसुधारसपानम् ॥ ८ ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’માં ‘અશુચિ ભાવના’નું સમાપન કરતાં કહે છે -
૫. શરીરનાં બાર (સ્ત્રીનાં) અને નવ (પુરુષનાં) છિદ્રોમાંથી સતત અશુચિ - ગંદા પદાર્થો નીકળતા રહે છે. એ શરીરને તું પવિત્ર માનવાની જીદ લઈને બેઠો છે. લાગે છે કે આ તારો કોઈ નવો જ દૃષ્ટિકોણ છે, નવી જ પદ્ધતિ છે.
૬. સારી રીતે તૈયાર કરેલું સ્વાદિષ્ટ અને સરસ ભોજન પણ વિષ્ટા થઈને જુગુપ્સાઘણા ઉત્પન્ન કરે છે. ગાયનું પવિત્ર મનાતું દૂધ પણ મૂત્ર બનીને ગંદકી ફેલાવે છે.
૭. આ શરીર કેવળ મળથી વ્યાપ્ત પરમાણુઓનો ઢગલો માત્ર છે. સુંદર-સરસ ભોજન યા તો મન લોભાવનારાં વસ્ત્રોનેય અપવિત્ર કરનારું છે. પરંતુ આ શરીરમાં જો કંઈ પણ સારભૂત તત્ત્વ હોય તો તે છે - મોક્ષમાર્ગની આરાધના કરવાનું સામર્થ્ય. તું આ અંગે વિચાર કર.
૮. આ (અપવિત્ર) શરીરને મહાપુણ્યશાળી કહી શકાય એવી કળાની બાબતમાં વિચાર કર. મહાપવિત્ર એવા આગમશાસ્ત્ર રૂપ જળાશયને કિનારે બેસીને તું શાન્તસુધારસનો આસ્વાદ કર. તારું શરીર તો પવિત્ર થશે જ, મન પણ પાવન થઈ જશે.
એક શૌચવાદી બ્રાહ્મણ :
જે મનુષ્ય શરીરની અંદર જોતો નથી, શરીરની અંદર ભરેલી ગંદકીને જોતો નથી, શરીરનાં છિદ્રો દ્વારા શરીરમાંથી બહાર નીકળતી ગંદકીને જોતો નથી અને માત્ર બાહ્ય પવિત્રતા, બાહ્ય શરીરશુદ્ધિને લક્ષ્ય બનાવીને જીવે છે, તે કેટલો હાસ્યાસ્પદ - ઉપહાસપાત્ર બને છે એ વિષયમાં એક કથા સંભળાવું છું - તમે પણ એ બ્રાહ્મણની કથા સાંભળીને હસશો.
અશુચિ ભાવના
૮૫
Page #96
--------------------------------------------------------------------------
________________
જટાશંકર શૌચવાદી બ્રાહ્મણ હતો. શરીરની બાહ્ય પવિત્રતાનો અતિ આગ્રહી હતો. એટલા માટે તે દિવસમાં ૮/૧૦ વાર સ્નાન કરતો હતો. કોઈ હરિજન એને સ્પર્શી જતો તો તે સ્નાન કરી લેતો. જે રસ્તેથી હરિજન, ચાંડાલ, અંત્યજ... ઇત્યાદિ હીન જાતિના લોકો પસાર થતા હતા એ રસ્તે થઈને જટાશંકર પસાર થતો ન હતો. જો ભૂલમાં ચાલતો તો સ્નાન કરી લેતો. કોઈક અપવિત્ર વસ્તુમાં પગ પડી જતો તો પણ એ સ્નાન કરી લેતો હતો.
એક દિવસ એને વિચાર આવ્યો : “દરેક ગામમાં ગંદકી હોય છે. લોકો પણ ગંદા... રસ્તા ય ગંદા. કેવી રીતે પવિત્ર રહી શકાય ? એટલા માટે મારે એવી જગાએ જઈને રહેવું જોઈએ કે જ્યાં ગંદકી ન હોય, કોઈ અપવિત્ર મનુષ્ય ન હોય, કોઈ અપવિત્ર રસ્તો ન હોય, સર્વત્ર શુદ્ધિ હોય, પવિત્રતા હોય.” તેણે સમુદ્રની વચ્ચે કોઈ નિર્જન દ્વીપ ઉપર જઈને રહેવાનો વિચાર કર્યો અને સમુદ્રમાર્ગથી એવા એક દ્વીપ ઉપર જઈ ચડ્યો.
જટાશંકર ત્યાં ખૂબ હર્ષિત થયો. દ્વીપ ઉપર ફરવા લાગ્યો. ક્યાંય એને મનુષ્ય અથવા પશુ જોવા ન મળ્યાં. જમીન ઉપર કોઈ જીવનાં પદચિહ્નો દેખાયાં નહીં. તેણે વિચાર કર્યો : “અહીં હું પૂર્ણતયા શૌચધર્મનું પાલન કરી શકીશ.” પરંતુ જ્યારે મધ્યાહ્નનો સમય થયો, તરસ અને ભૂખ લાગી ત્યારે તેને ચિંતા થઈ. “પાણી ક્યાં મળશે ? ભોજન ક્યાં મળશે ?” એણે પવિત્રતાની ધૂનમાં આ મહત્ત્વપૂર્ણ વાતોનો
વિચાર જ કર્યો ન હતો.
આવું બને છે. જ્યારે મનુષ્યના ચિત્ત ઉપર કોઈ વાતનું ભૂત સવાર થઈ જાય છે ત્યારે તે મહત્ત્વની વાતો ભૂલી જાય છે. જેમ તમારા લોકોના દિમાગ ઉપર અર્થ અને કામનું ભૂત સવાર થઈ ગયું છે ને ? એટલા માટે તો ધર્મ અને મોક્ષની વાત ભૂલી ગયા જેવું જ છે ને ? અને ભૂતોને ભગાડવાનું સરળ કામ નથી હોતું. અતિ મુશ્કેલીથી ભૂતોને ભગાડી શકાય છે - જો તેમને ભગાડવાં હોય તો ! તમને તો એ બંને ભૂતો અતિપ્રિય લાગે છે.
જટાશંકરને શરીરની બાહ્ય શુચિનું ભૂત વળગેલું હતું. “હું આનિર્જન દ્વીપ ઉપર આહાર-પાણી ક્યાંથી લાવીશ” - એ મહત્ત્વપૂર્ણ વાત એ ભૂલી ગયો હતો. તે પહેલાં તો પાણી શોધવા લાગ્યો. દ્વીપ ઉપર ભટકવા લાગ્યો. ભાગ્યથી એક સ્થળે પાણીનું ઝરણું મળી ગયું. તેણે પેટ ભરીને પાણી પીધું અને એ ઝરણાની પાસે જ પોતાનો મુકામ નિશ્ચિત કર્યો.
હવે પ્રશ્ન રહ્યો ભોજનનો. અહીં તો વૃક્ષોનાં ફળોનો આહાર મળી શકતો હતો, પરંતુ એવા પરિચિત ફળ મળે તો ને ? તે દ્વીપ ઉપર ભટકવા લાગ્યો. સૂર્ય અસ્તાચળ
શાન્તસુધારસ : ભાગ ૨
८५
Page #97
--------------------------------------------------------------------------
________________
તરફ જઈ રહ્યો હતો. જટાશંકરને તીવ્ર ભૂખ સતાવી રહી હતી. ફળ મળતાં ન હતાં. તે નિરાશ થઈ ગયો હતો. એટલામાં પશ્ચિમ દિશામાં એક માર્ગ અને દેખાયો, એ ત્યાં ગયો અને માર્ગ ઉપર પડેલાં મોટાં મોટાં ફળ એણે જોયાં. તેણે એક ફળ ચાખ્યું, મીઠું લાગ્યું ! ભૂખ પણ ખૂબ જ લાગી હતી. તેણે પેટ ભરીને ફળ ખાધાં. તે તૃપ્ત થઈ ગયો. તેણે વિચાર કર્યો. આ બાજુ પાણી પણ મળી ગયું અને ફળ પણ મળી ગયાં. તરસ અને ભૂખનો પ્રશ્ન હલ થઈ ગયો. હવે તે શાંતિથી ત્યાં રહેવા લાગ્યો. દરરોજ ઝરણાનું પાણી પીએ છે અને એ માર્ગ ઉપર પડેલાં તાજાં ફળ ખાય છે. માનતો હતો. કે અહીં મારા શૌચમાર્ગનું સારી રીતે પાલન થઈ રહ્યું છે.
એક દિવસ એ માર્ગ ઉપર જઈને એ ફળ ખાતો હતો એટલામાં ત્યાં અંદાજે ૮૧૦ ઊંટસવારો જતા નજરે પડ્યા. ઊંટસવારોએ બ્રાહ્મણને ફળ ખાતો જોયો અને એ લોકો હસવા લાગ્યા. બ્રાહ્મણે પૂછ્યું - “તમે લોકો શા માટે હસો છો?” ઊંટ સવારોએ કહ્યું - રે બ્રાહ્મણ ! તું ઊંટના પોદરા - ઊંટની વિષ્ટા ખાય છે. એટલા માટે હસવું આવે છે !'
બ્રાહ્મણના હાથમાંથી ફળ જમીન ઉપર પડી ગયું. “શું આ ઊંટની વિષ્ટા છે? હું તો સ્વાદિષ્ટ ફળ સમજીને રોજ ખાઉં છું. સ્વાદિષ્ટ પણ છે.” ઊંટસવારે કહ્યું : “આગળ આ દ્વીપ ઉપર શેરડીનાં મોટાં ખેતરો છે. અમારાં ઊંટ શેરડી ખાય છે એટલા માટે એની વિષ્ટા મીઠી હોય છે.” - ઊંટસવારો તો હસતા હસતા ચાલ્યા ગયા, પરંતુ જટાશંકર રડી પડ્યો. અરેરે! હું તો સંપૂર્ણ રીતે અશુચિમય બની ગયો.. અપવિત્ર બની ગયો. આ દુનિયામાં ક્યાંય પવિત્રતા નથી. આનાથી તો મારું ગામ સારું હતું. પશુની વિષ્ટા, તો ખાવી પડતી ન હતી.' જટાશંકર પોતાના ગામમાં પાછો ફર્યો. શરીરમાં સારભૂત તત્વઃ
આમ તો શરીર ગંદકીથી, અપવિત્રતાથી ભરેલું છે. એના સંપર્કમાં આવનારા પદાર્થોને પણ તે ધૃણાસ્પદ બનાવી દે છે. મિષ્ટાન્નને વિણ અને દૂધને મૂત્ર બનાવી દે છે. પરંતુ એમાં એક સારભૂત તત્ત્વ છે - તે છે મોક્ષમાર્ગની આરાધના કરવાનું સામર્થ્ય. આ દ્રષ્ટિથી - આ અભિગમથી તીર્થકર ભગવંતોએ મનુષ્યદેહની પ્રશંસા કરી છે. મનુષ્યજન્મની શ્રેષ્ઠતા બતાવી છે. ગંદકીથી, અશુચિથી ભરેલા શરીરની જે રીતે નિંદા કરી છે, એ રીતે જ પ્રશંસા પણ કરી છે.
એક અપેક્ષાએ નિંદા કરી છે તો બીજી અપેક્ષાએ પ્રશંસા પણ કરી છે. શરીરનો મોહ- દેહાસક્તિ તોડવાની દ્રષ્ટિથી નિંદા કરી છે. જ્યારે ધર્મપુરુષાર્થ કરવાની અપેક્ષાએ માનવદેહની પ્રશંસા કરી છે. જ્ઞાની પુરુષોએ એ સત્ય પ્રાપ્ત કર્યું છે કે જ્યાં [ અશુચિ ભાવના
આ [ ૮૭ ]
Page #98
--------------------------------------------------------------------------
________________
સુધી મનુષ્યની દેહાસક્તિ તૂટતી નથી ત્યાં સુધી શરીરનો ધર્મપુરુષાર્થમાં ઉપયોગ થઈ શકતો નથી. મોક્ષની આરાધનામાં શરીર ઉપયોગી બનતું નથી. એટલા માટે દેહાસક્તિ તોડવા માટે અશુચિ ભાવનાનો ઉપયોગ બતાવ્યો. અશુચિ ભાવનાના પુનઃ પુનઃ ચિંતનથી દેહાસક્તિ તૂટી જાય છે. સાથે સાથે આ ચિંતન કરવાની પ્રેરણા આપે છે કે -
“वपुषि विचिन्तय परमिहसारं,
શિવનાથનસમર્ધ્વમુલારમ્ “માનવદેહમાં મોક્ષપ્રાપ્તિની આરાધનાનો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે” - આ વાત ઉપર, આ સત્ય ઉપર ગંભીરતાથી વિચારવાનો ઉપદેશ આપે છે. વિવિયે એટલે કે વિશેષરૂપથી ચિંતન કરવાનું કહ્યું છે. આપણે વિશેષ રૂપે ચિંતન કરીશું. મોક્ષપુરુષાર્થનું શ્રેષ્ઠ સાધન - મનુષ્યશરીરઃ
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, અનાદિ નિગોદથી સર્વાર્થસિદ્ધ - અનુત્તર દેવલોક સુધી જે જીવસૃષ્ટિ છે તે અનંત છે. આ અનંત જીવસૃષ્ટિમાં મનુષ્ય ઉચ્ચતમ સ્થાને રહેલો છે. શ્રેષ્ઠ સ્થાને છે. મનુષ્ય જીવન મળવું કેટલું દુર્લભ છે એ વાત પહેલાં બતાવું. ભલે મનુષ્યદેહ દેવોના શરીરની અપેક્ષાએ અશુચિપૂર્ણ હોય, ગંદકીથી ભરેલો હોય, છતાં પણ મોક્ષપુરુષાર્થની દ્રષ્ટિએ મનુષ્યદેહ જ શ્રેષ્ઠ છે - ઉત્તમ છે. મોક્ષપુરુષાર્થ મનુષ્યદેહ દ્વારા જ સંભવ છે - દેવોના શરીર દ્વારા નહીં.
કઈ કઈ યોનિઓમાં, કઈ કઈ ગતિઓમાં આપણો જીવ જન્મમૃત્યુ કરતો રહ્યો અને ત્યાં ન તો ધર્મપુરુષાર્થ થઈ શક્યો કે ન મોક્ષપુરુષાર્થ થઈ શક્યો. આ વાત સાંભળી લો.
પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય અને વાયુકામાં (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુમાં) જીવે અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ વ્યતીત કયો છે. આપણા જીવે ત્યાં એટલા સમય સુધી ઘોર દુઃખ સહન કર્યા છે, અવ્યક્ત દશામાં!
જેમ કે સાધારણ વનસ્પતિકાય (નિગોદ)માં આપણા જીવે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વ્યતીત કયો છે! ત્યાં આપણે એક શરીરમાં અનંત જીવો સાથે રહ્યા હતા. ત્યાં અકથ્ય અને અસહ્ય વેદના સહન કરી હતી. - બેઇન્દ્રિયમાં, તેઈન્દ્રિયમાં અને ચઉરિન્દ્રિયમાં આપણો જીવ લાખો-કરોડો વર્ષો
સુધી જન્મમૃત્યુ પામતો રહ્યો હતો. ત્યાં જીવને સ્પર્શ-જિહુવા, ઘાણ અને આંખ - ક્રમશઃ બે-ત્રણ-ચાર ઈન્દ્રિયો હોય છે. શ્રવણેન્દ્રિય નથી હોતી અને મન નથી હોતું. એટલે ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ અસંભવ જ હોય છે. અર્થપુરુષાર્થ
૮૮
શાન્ત સુધારસ: ભાગ ૨
Page #99
--------------------------------------------------------------------------
________________
પણ નથી હોતો. ત્યાં થોડોક કામપુરુષાર્થ હોય છે.
પંચેન્દ્રિયપણું આપણા જીવે પ્રાપ્ત કર્યું, પરંતુ તિર્યંચગતિમાં પ્રાપ્ત કર્યું ! ત્યાં પણ હજારો - લાખો વર્ષો સુધી દારુણ દુઃખ પામ્યો. તિર્યંચગતિમાં પણ દરેક જીવને મન હોતું નથી. કેટલાક જીવોને હોય છે તો કેટલાકને નથી હોતું. ત્યાં પણ ધર્મમોક્ષપુરુષાર્થ ક૨વા યોગ્ય શરીર અને મન નથી હોતાં.
આપણો જીવ નરકગતિમાં પણ ઉત્પન્ન થયો હતો - સાતે નરકોમાં જન્મ-મ૨ણ કર્યાં છે અને ત્યાંનાં અતિ દારુણ દુઃખ ભોગવ્યાં છે. ત્યાં તો ધર્મ-મોક્ષપુરુષાર્થની વાત જ થઈ શકે તેમ નથી.
દેવગતિમાં....ભવનપતિ નિકાયમાં, વ્યંતર નિકાયમાં, જ્યોતિષ દેવલોકમાં અને વૈમાનિક દેવલોકમાં (ગ્રેવેયક દેવલોક સુધી) આપણો જીવ ઉત્પન્ન થયો. ત્યાંનાં દિવ્ય સુખ ભોગવ્યાં. અસંખ્ય વર્ષ ત્યાં જીવ્યો, પરંતુ મોક્ષપુરુષાર્થચારિત્રધર્મનો પુરુષાર્થ કરી શક્યો નહીં. મોક્ષપુરુષાર્થ ત્યાં થઈ જ શકતો નથી. ત્યાંનાં દિવ્ય સુખ દેવોને ભોગવવાં જ પડે છે, જેમ નરકમાં જીવોને દુઃખ, કષ્ટ સહન કરવાં પડે છે એ જ રીતે.
આ રીતે શુભાશુભ કર્મોને કારણે જીવોને સંસારની આ ગતિઓમાં - યોનિઓમાં જન્મ-મરણ કરતા જ રહેવું પડે છે - પરિભ્રમણ કરવું જ પડે છે કે જ્યાં ધર્મ-મોક્ષ· પુરુષાર્થની સંભાવના જ હોતી નથી.
મોક્ષપુરુષાર્થ માટે કેવો મનુષ્યદેહ શ્રેષ્ઠ ? :
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ માનવશરીરમાં મોક્ષધર્મની આરાધના કરવાનું સામર્થ્ય બતાવ્યું - સાચી વાત કરી; પરંતુ આ સામર્થ્ય બધાં માનવશરીરમાં હોતું નથી. માંનવશરીર પણ અનેક પ્રકારના હોય છે. દેશકાળની દૃષ્ટિથી, બળ અને બુદ્ધિની દૃષ્ટિથી, શુભ-અશુભ કર્મોની દૃષ્ટિથી માનવદેહ અનેક પ્રકારના હોય છે.
અનાર્ય દેશમાં કે જ્યાં ધર્મ-અધર્મનું જ્ઞાન હોતું નથી, વિવેક નથી હોતો ત્યાં મનુષ્ય જન્મ પામવા છતાં મોક્ષપુરુષાર્થ થઈ શકતો નથી.
આર્ય દેશમાં કે જ્યાં ધર્મ-અધર્મનું જ્ઞાન મળી શકે છે, વિવેક પણ જાગૃત થઈ શકે છે. પરંતુ માનવશરીર જ અપૂર્ણ મળ્યું હોય તો મોક્ષપુરુષાર્થ થઈ શકતો નથી. જન્મથી અંધત્વ હોય, વિકલાંગપણું હોય, જન્મથી વિક્ષિપ્ત મન હોય... તો મોક્ષમાર્ગની આરાધના થઈ શકતી નથી. મોક્ષમાર્ગની આરાધના માટે મન અને પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા જોઈએ.
આ ભરતક્ષેત્રમાં કાળની દૃષ્ટિએ ચોથો આરો, કેટલેક અંશે પાંચમો આરો જ
અશુિચ ભાવના
૮૯
Page #100
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગની આરાધના માટે ઉપયુક્ત થાય છે. કારણ કે તીર્થંકર અને તીર્થંકરોનું ધર્મશાસન આ કાળમાં જ મળે છે. મોક્ષમાર્ગની આરાધના માટે જીવોને આ આલંબન જોઈએ જ.
આ રીતે મોક્ષમાર્ગની આરાધના કરવા માટે શ્રેષ્ઠ શરીરબળ અને શ્રેષ્ઠ મનોબળ જોઈએ, શ્રેષ્ઠ સંઘયણબળ (શરીરક્તિ) અને શ્રેષ્ઠ અધ્યવસાય (મનોબળ) વગર ‘કર્મક્ષય’નો પુરુષાર્થ થઈ શકતો નથી.
મોક્ષમાર્ગની આરાધનામાં શુભકર્મોનો ઉદય અપેક્ષિત હોય છે, જેમ કે – પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા - શુભ કર્મોના ઉદયથી મળે છે.
# તત્ત્વશ્રવણ કરાવનારા સદ્ગુરુઓનો યોગ પુણ્યકર્મના ઉદયથી જ મળે છે. – મોક્ષમાર્ગની આરાધનામાં પાપકર્મોનો ‘ક્ષયોપશમ' પણ અપેક્ષિત છે. જેમ કે
# તત્ત્વશ્રવણ કરાવનારા સદ્ગુરુ મળવા છતાં પણ તત્ત્વરુચિ, તત્ત્વશ્રદ્ધા ત્યારે જ થાય છે, જ્યારે દર્શનમોહનીય' કર્મનો ક્ષયોપસમ થાય.
॥ તત્ત્વશ્રદ્ધા હોવા છતાં પણ તત્ત્વાનુસાર સંયમધર્મનો પુરુષાર્થ ત્યારે જ થાય છે કે જ્યારે ‘ચારિત્રમોહનીય' કર્મનો ક્ષય થાય.
સ્વસ્થ શરીરનો સદુપયોગ કરી લો :
સદાય યાદ રાખો કે માનવશરીરની અવસ્થાઓ પરિવર્તનશીલ છે. જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયો કાર્યરત છે, અક્ષત છે, નીરોગી છે; ત્યાં સુધી અહિંસા, સંયમ અને તપનો પુરુષાર્થ કરી લો. જ્યાં સુધી બળ-શક્તિ-વીર્યથી શરીર સશક્ત છે ત્યાં સુધી જ્ઞાન-ધ્યાન અને પરમાર્થનો પુરુષાર્થ કરી લો. એક ક્ષણનોય પ્રમાદ ન કરો.
જ્યારે વૃદ્ધાવસ્થા આવશે, રોગોથી શરીર ઘેરાઈ જશે ત્યારે ઇચ્છતા હશો તો પણ તમે મોક્ષપુરુષાર્થ નહીં કરી શકો. વૃદ્ધાવસ્થા અને રોગોનું આક્રમણ શરીરને મોક્ષમાર્ગની આરાધના માટે અક્ષમ-અસમર્થ બનાવી દેશે.
મનુષ્ય જીવનની, મનુષ્યદેહની દુર્બળતાને સમજો. અનંત અનંત જીવોની સૃષ્ટિમાં સૌથી ઓછા છે મનુષ્યો. તિર્યંચગતિના જીવો અનંત છે. દેવગતિમાં અસંખ્ય જીવો હોય છે અને નર્કમાં પણ અસંખ્ય. પરંતુ મનુષ્યો તો ગણતરીના જ હોય છે. એમાં આપણો સમાવેશ થયો છે. આપણને મળેલા મનુષ્યદેહનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. મનુષ્ય જે વસ્તુને દુર્લભ સમજે છે એનું મૂલ્યાંકન પણ ખૂબ સારી રીતે કરે છે. એનો દુરુપયોગ તો નહીં જ કરે. જેને - જે વસ્તુને તમે દુર્લભ નહીં સમજતા હો એની ઉપેક્ષા કરતા હશો. અથવા તમે એને તુચ્છ સમજીને દુરુપયોગ કરતા હશો.
૯૦
શાન્તસુધારસ : ભાગ ૨
Page #101
--------------------------------------------------------------------------
________________
એક ખેડૂતની વાર્તાઃ
પેલા ખેડૂતની વાત તો તમે કદાચ સાંભળી હશે. એ પોતાના ખેતરમાં ખેતી કરતો હતો. એને એક વાર ઉપર શ્રીફળ મૂકીને રેશમી વસ્ત્રથી બાંધેલો એક ઘડો મળ્યો. ખેડૂતે ઘડો ઉઘાડ્યો. એમાં જોયું તો ચળકતા પથ્થરના ટુકડા ભરેલા હતા. તેણે કરેલી કલ્પના રાખ થઈ ગઈ. એની કલ્પના હતી કે એમાં સોના-ચાંદીની મહોરો હશે. હવે એણે એક એક ચમકતો પથ્થરનો ટુકડો ઉપાડ્યો અને પક્ષીઓને ઉડાડવા. માટે ફેંકવા લાગ્યો.
બપોરે એનો નાનો પુત્ર ત્યાં આવ્યો. તેણે પણ ચમકતો પથ્થર ઉપાડ્યો અને રમવા લાગ્યો. રમતાં રમતાં તે તેના ઘર તરફ ચાલ્યો. સાંજનો સમય હતો, ગામનો એક ઝવેરી ફરવા નીકળ્યો હતો, તેણે ખેડૂતના છોકરાના હાથમાં પથ્થર જોયો, તેણે એ બાળકને થોડાક સિકકા આપીને પથ્થર લઈ લીધો. ઝવેરી તેની દુકાને ગયો. એ પથ્થરની તપાસ - પરીક્ષા કરી. વાસ્તવમાં એ હીરો હતો. તેની કિંમત સવા લાખ રૂપિયા થઈ. બીજે દિવસે ઝવેરીએ પેલા ખેડૂતને ઘેર જઈને પૂછ્યું: “શું તારી પાસે આવા ચમકતા બીજા પથ્થરો છે?”ખેડૂતે લાપરવાહીથી જવાબ આપ્યો, “હા, હતા. તો ઘણા જ, પરંતુ મેં ફેંકી દીધા. અરે, પથ્થરો કાંઈ ભેગા કરવાની વસ્તુ છે?
ઝવેરીએ કહ્યું: અરે ખેડૂત! તું મૂર્ખ છે. તું આ પથ્થરોનું મૂલ્ય જાણે છે? આ પથ્થરો નથી, પરંતુ હીરા છે!” આમ કહીને ઝવેરીએ ખેડૂતને પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા અને ચાલી નીકળ્યો. - હવે ખેડૂત પોતાની જાતને જતિરસ્કારવા માંડ્યો - “હાય, હું કેવો બુદ્ધ? આવા મૂલ્યવાન હીરાઓને પથ્થર સમજીને ફેંકી દીધા !” આ ખેડૂતે હીરાઓને પથ્થર માની લીધા. એ મૂર્ખ હીરાઓનું મૂલ્ય સમજી ન શક્યો. હાથમાં રહેલા હીરાઓને ખોઈ બેઠો. શું આપણે પણ આવી જ ભૂલ તો નથી કરી રહ્યા ને? માનવશરીરને માટીના મૂલે ફેંકી દેવાની ભૂલ ન કરી બેસીએ ! નહીંતર પશ્ચાત્તાપની અગનજ્વાળામાં શેકાવું પડશે. માનવશરીરની મહત્તા જાણનારા તીર્થકરોએ -અવતારોએ માનવતનને અમૂલ્ય હીરો કહ્યું છે. માનવતનથી સાત પ્રકારની ઘર્મઆરાધના કરી લો
અને પુણ્યના ઉદયથી મનુષ્યદેહ મળ્યો છે. આપણને મળેલા એ મનુષ્યદેહથી સાત પ્રકારનો ધર્મપુરુષાર્થ કરી લેવો જોઈએ: ૧. કર્મ અને દોષજાળનો ઉચ્છેદ કરીને ઉદ્યમશીલ બનો. ૨. દર્શન - જ્ઞાન - ચારિત્ર - તપ - સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત બનો.
[ અશુચિ ભાવના
૯૧ ]
Page #102
--------------------------------------------------------------------------
________________
૩. હિંસા - અસત્ય, પરધનહરણ, મૈથુન અને મમત્વથી વિરક્ત બનો ! ૪. જિનકથિત અર્થના સદ્ભાવથી ભાવિત બનો. પ. અપૂર્વ મનશુદ્ધિ પામનારા બનો. ૬. વૈરાગ્યપૂર્ણ માર્ગ ઉપર સ્થિર રહો. ૭. સ્વહિતાર્થે મુક્તિસુખમાં મનથી ડૂબેલા રહો.
આ સાત પ્રકારનો ધર્મપુરુષાર્થ કરનાર જાગ્રત મનુષ્ય પોતાના જીવનનાં વીતેલાં વર્ષો ઉપર નજર નાખે છે. એ વર્ષોમાં જે ભૂલો થઈ હોય, જે પ્રમાદ થયો હોય, જે અતિચાર લાગ્યા હોય, એ બધું જ એના અંતઃકરણને વ્યથાથી ભરી દે છે. વર્તમાન કાળમાં પણ જાણ્યે-અજાણ્યે દોષ લાગતા હોય, પ્રમાદ થતો હોય, એનાથી પણ એનું મન ભારે ભારે બની જાય છે.
એ વિચારે છેઃ આ મારો કેવો પ્રમાદ ? મારો આટલો સમય જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના વગર વીતી ગયો... કેટલું મોટું નુકસાન મને થાય છે ?” ધર્મ-મોક્ષપુરુષાર્થમાં પ્રમાદ ન કરો:
વીતી ગયેલો સમય પાછો આવતો નથી”, આ સત્યને સારી રીતે સમજનાર મનુષ્ય સમયના દુરુપયોગને ખૂબ મોટું નુકસાન માને છે. અપ્રમત્ત જીવનનો આદર્શ સામે રાખીને મોક્ષમાર્ગ ઉપર કદમ માંડતાં સાધકને અલ્પ પ્રમાદ પણ કેવી રીતે પ્રિય લાગી શકે? નિદ્રા, વિકથા અને વિષય-કષાયને જીવલેણ દુશ્મન સમજનાર સાધક એ દુશ્મનોનો સંગ પળ માટે ય કેવી રીતે કબૂલ કરી શકે ?
કોઈ વાર હાલતાં ચાલતાં એ નિદ્રા વગેરે દુશ્મનોથી ચાર આંખો થઈ જાય - આંખો મળી જાય અને પૂર્વકાલીન મૈત્રી યાદ આવી જાય તો પળ બે પળની હસી મજાક - વાતવિનોદ થઈ પણ જાય, પરંતુ તરત જ એને સ્મરણ થઈ જાય છે - હોશ આવી જાય છે કે “આ દોસ્ત નથી, પરંતુ દુશ્મન છે.” બસ, આ જ સાચા રસ્તા પર પાછો ફરે છે. પોતાના આત્મભાવમાં પાછો ફરે છે. જે ભૂલ થઈ ગઈ હોય છે એ એને બેચેન બનાવી દે છે. તે પ્રમાવો છે ? - આ મારો કેવો પ્રમાદ છે?
સાધક-આરાધક જો જ્ઞાની હોય, શાસ્ત્રજ્ઞ હોય, તો તે જાણે છે કે દેવલોક ઇન્દ્ર પણ કેમ ન હોય, જીવનની વીતી ગયેલી ક્ષણો એને પુનઃ પ્રાપ્ત થતી નથી. ખોયેલાં રાજ્ય અને તાજ પાછાં મળી શકે છે. ખોયેલી તંદુરસ્તી પાછી પ્રાપ્ત થાય છે. ઈજ્જતની ઈમારત પણ નવા સ્વરૂપે ઊભી થઈ શકે છે. પરંતુ વીતી ગયેલા દિવસો, વીતેલી ક્ષણો પાછી ફરીને આવતી નથી.
જે પળ પાસે હોય, જે સમય આપણો હોય, એ વર્તમાનની ક્ષણોનો સદુપયોગ [ કર
સુધારસઃ ભાગ ૨)
Page #103
--------------------------------------------------------------------------
________________
કરવા માટે સદા જાગ્રત રહો. જીવનની એક એક ક્ષણ..... એક એક પળ જ્ઞાન-દર્શનચારિત્રની આરાધનામાં પ્રતિબિંબિત થાય એટલા માટે જ્ઞાની પુરુષ સદેવ પ્રયત્નશીલ રહે છે. પ્રબુદ્ધ પુરુષ એ જાણે છે કે – “ભૂતકાળ વીતી ચૂક્યો છે, ભવિષ્યની તો કલ્પના માત્ર છે, હાથમાં જે વર્તમાનની પળ છે, એ પળને અતિ મૂલ્યવાન સમજીને તે પોતાના વર્તમાનને સદેવ આનંદમય બનાવે છે.”
જે મનુષ્ય વર્તમાન ક્ષણનો આરાધક હોય છે, તે માણસ જ મનુષ્યજન્મની, માનવતનની દુર્લભતાને સારી રીતે સમજે છે. કેવળ અતીતની અંધકારમય ગલીઓમાં ભટકતો, રુદન કરતો અને ભવિષ્યની સોનેરી કલ્પનાઓની મખમલી સેજ ઉપર સૂનારો માણસ માનવદેહની મહત્તાને શું સમજે? સદેવ જાગ્રત, પ્રતિપળ જિંદગીને ભરી ભરી બનાવીને જીવનાર આત્મા જ વર્તમાનને સમજી શકે છે. તેની અતીતની મનોયાત્રા અને અનાગતની આંતરયાત્રા પણ વર્તમાનની ક્ષણોને સાધનામય બનાવવા માટે જ હોય છે.
ધર્મપુરુષાર્થ માટે જ જિંદગી જીવનાર મહાપુરુષો પેલા ધર્મપુરુષાર્થનાં સાધનો પ્રત્યે જાગ્રત બની જાય છે. તેઓ જાણે છે કે આરોગ્ય, આયુષ્ય, બળ, વીર્ય અને સાનુકૂળ સંજોગો હોય ત્યાં સુધી ધર્મપુરુષાર્થ કરી શકાય છે. આ સાધનોની વિનશ્વરતા અને ક્ષણભંગુરતાનો એમને પૂરેપૂરો ખ્યાલ હોય છે. - “કોઈ પણ ક્ષણે નળનું પાણી આવવું બંધ થઈ શકે છે” આ જાણનાર સ્ત્રીપુરુષ
પાણીનો સંગ્રહ કરવામાં જરાય પ્રમાદ કરતાં નથી. - “હજુ નળ ચાલુ છે, બધાં કામ છોડીને પાણી ભરી લો.” કેમ કે પાણી વગર જીવનવ્યવહાર નથી ચાલી શકતો. આ વાત મનમાં બેસી ગઈ હોય છે. જ્યાં કોઈ પણ સમયે વીજળી (Light) ચાલી જાય છે ત્યાં “જ્યાં સુધી લાઈટ છે ત્યાં સુધી ઘરકામ પતાવી લો, વાંચવું-ભણવું હોય તો ભણી લો – કારણ, આ બધું અંધારામાં નહીં બને.” ચંચળ-અનિશ્ચિત વસ્તુ જ્યાં સુધી પાસે હોય છે, ત્યાં સુધી એનો ઉપયોગ કરી લેવામાં મનુષ્ય સાવધાન હોય છે. “હજુ અમુક વસ્તુ સસ્તી છે, ખરીદી લો. પછી કોણ જાણે મોંઘવારીની દોડમાં તેલ મળે કે ના મળે ! સસ્તાની દોડ ક્ષણિક હોય છે. જ્યાં સુધી હોય, ત્યાં સુધીમાં કામ કરી લો.”
હજુ શરીર નીરોગી છે. કોઈ પણ પ્રકારનો રોગ નથી. પાંચેય ઇન્દ્રિયો કાર્યક્ષમ - છે. કોઈ ઇન્દ્રિય શિથિલ નથી, તો ધર્મપુરુષાર્થ કરી લો. તપશ્ચર્યા કરી લો. સેવા
ભક્તિ કરી લો. જ્ઞાન-ધ્યાનની આરાધના કરી લો. શરીરમાં જ્યારે રોગ ઉત્પન્ન થઈ જશે. જ્યારે ઇન્દ્રિયો શિથિલ બની જશે, ત્યારે ધર્મપુરુષાર્થ બની શકશે નહીં. આ
[ અશુચિ ભાવના
. ૯૩ |
Page #104
--------------------------------------------------------------------------
________________
વાસ્તવિકતાથી તમે લોકો પૂર્ણ પરિચિત તો છો ને? તમારી કલ્પનામાં સનત ચક્રવર્તી જેવાં પાત્રો છવાયેલા રહેવાં જ જોઈએ ! - સ્નાન કરતી વખતે શરીરમાં એક પણ રોગ હતો નહીં અને જ્યારે રાજસભામાં
જઈને રાજસિંહાસન ઉપર બેઠા, તેટલામાં જ એક સાથે સોળ રોગ પેદા થઈ ગયા. અત્યારના વર્તમાન સમયમાં પણ આવા એક સાથે આવીને ઘેરી લે છે ને ? બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, અલ્સર, દમ, લિવરની બીમારી, શિરોવેદના, પેટનો દુઃખાવો, વગેરે. રાત્રે સૂતા હતા ત્યારે તદ્દન સારું... કોઈ રોગ નહીં અને
જ્યારે સવારે જાગ્યા તો ગળું તદ્દન બંધ, નથી તો બોલી શકાતું કે નથી કશું ગળાથી નીચે ઉતારી શકાતું! દુકાનમાંથી નીકળ્યા અને ઘર સુધી આવ્યા ત્યાં સુધી કોઈ તકલીફ નહીં. ઘરનો દાદરો ચડતાં જ હૃદયરોગનો હુમલો ! કારમાં બેઠા તો હસતા હસતા અને જ્યારે નીચે ઊતર્યા તો મુખ ઉપર નિર્જીવતા તરી રહી હોય યા પ્રાણ વગરનું શરીર જ હાથમાં આવે. •
આરોગ્ય ચંચળ અને આયુષ્ય પણ ચંચળ. ક્યારે કાળની થપ્પડ લાગે અને આ શરીર છોડવું પડે એ અજ્ઞાની જીવાત્માને ક્યાં ખબર પડે છે? જ્ઞાની જીવાત્મા સમજે છે.... મોતનો કોઈ ભરોસો નથી. કોણ જાણે કઈ ઘડીએ આવી ચડે અને શરીરમાંથી પ્રાણોને ચોરી જાય! એટલા માટે તે આત્મહિતની આરાધનામાં પ્રતિપળ જાગ્રત રહે છે. આરોગ્ય અને આયુષ્યની જેમ શરીર-બળ પણ ચંચળ હોય છે-ક્ષણિક હોય છે.
જ્યાં સુધી દેહમાં શક્તિ હોય, બળ હોય, સામર્થ્ય હોય ત્યાં સુધી આત્મશુદ્ધિનો પુરુષાર્થ કરી લેવો જોઈએ.
આ તમામ વાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે - વીયલ્લાસની, આંતર ઉલ્લાસની, હૃદયના ઉલ્લાસની. જ્યાં સુધી પ્રવર્ધમાન અધ્યવસાય હોય ત્યાં સુધી સબળ ધર્મપુરુષાર્થ કરી લેવી જોઈએ, કારણ કે ઉત્સાહ પણ અસ્થાયી-ચંચળ હોય છે. તમે લોકો મૂડ' કહો છો ને? મૂડ એટલે ઉત્સાહ. મૂડ કાયમ ટકતો નથી. આરોગ્ય હોય, જીવન હોય, બળ હોય, સમુચિત સામગ્રી ઉપલબ્ધ હોય, તો પણ જો વિર્ષોલ્લાસ ન હોય - આંતરિક ઉત્સાહ ન હોય, તો ધર્મપુરુષાર્થ કરી શકાતો નથી. અલબત્ત, જ્યારે આંતર ઉત્સાહનો ફુવારો ફૂટે છે ત્યારે પ્રમાદ ટકી શકતો નથી. સહજભાવે ધર્મપુરુષાર્થ થઈ જાય છે. કોઈ અવરોધ ટકી શકતો નથી. ઉત્સાહ, ઉમંગનો ઉદધિ અવરોધોની ઉપેક્ષા કરતો, વિઘ્નોને ઉખાડીને ફેંકી દે છે. પોતપોતાના નિર્ધારિત લક્ષ્ય તરફ જીવનને ગતિશીલ બનાવી રાખવાનું છે. આગમ - જળાશયઃ
આ ‘અશુચિ ભાવનાને પૂર્ણ કરતાં ઉપાધ્યાયજી કહે છે આ અપવિત્ર
| ૪ |
આ
| શાન્તસુધારસ : ભાગ ૨)
Page #105
--------------------------------------------------------------------------
________________
અશુચિમય શરીરને “મહાભાગ્યશાળી' કહી શકાય એવી કળાંની બાબતમાં તું વિચાર કર.
આવી કળા જિનાગમોમાં છે - શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે એટલા માટે એવાં શાસ્ત્રોનાં સરોવરો પાસે, એ સરોવરોને કિનારે બેસવું પડશે. એટલે કે શાસ્ત્રોનું અધ્યયન - પરિશીલન કરતાં એવી દિવ્યકળા પ્રાપ્ત કરી શકાશે, શાંતસુધાનો આસ્વાદ કરી શકશો. એનાથી માનવતન અને મન બંને પાવન થશે. જિનઆગમ એટલે કે જિનવચન. જિનવચનોનું એવું દિવ્ય જળાશય છે કે જેના જળપાન તો શાન્તસુધાનો અનુભવ કરાવે છે, પરંતુ એ જળાશયને સ્પર્શ કરતો પવન પણ પરમશાન્તિનો અનુભવ કરાવે છે.
‘જ્ઞાનસાર’માં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે -
अज्ञानाऽहिमहामन्त्रं स्वाच्छन्द्यज्वरलंघनम् । धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुर्महर्षयः ॥
ઋષિશ્રેષ્ઠોએ શાસ્ત્રોને, આગમને અજ્ઞાનરૂપ સર્પનું વિષ ઉતારનાર મહામંત્ર, સ્વચ્છંદતારૂપ્ જ્વરને ઉતારનાર ઉપવાસ સમાન અને ધર્મરૂપ ઉદ્યાનને નવપલ્લવિત રાખવા માટે નીક સમાન કહ્યાં છે.
એનું તાત્પર્ય એ છે કે આગમરૂપ મહામંત્રનો જાપ કરો, તો સ્વચ્છંદતાનો જ્વ૨ ઊભી પૂંછડીએ ભાગી જશે અને આગમરૂપ સુધાની નીકને ખુલ્લી મૂકી દો, તો ધર્મોદ્યાન - આત્મોદ્યાન નવપલ્લવિત થઈ જશે.
જો આ તથ્યોને પરિલક્ષિત કરીને, આગમગ્રંથોનો, જિનવચનોનો અધ્યાય શરૂ કરશો, તો નિઃસંદેહ તમારો આત્મા અપૂર્વ પરિવર્તન પામશે. ઝેર ઊતરી જતાં, જ્વર દૂર થઈ જતાં અને ધર્માંધ્યાન ફાલ્યોફૂલ્યો જોઈને તમને જે આનંદ થશે એની કલ્પના કરો. ધર્માંધ્યાન નવપલ્લવિત થતાં તમારાં દિલ-દિમાગ ખીલી ઊઠશે. આખો જમાનો તમને હસતો-રમતો નજરે પડશે. ૫રમ શાન્તસુધાનું પાન કરતાં આ માનવજીવનની સાર્થકતા અનુભવશો.
આગમ - જેનો અર્થ સ્વયં તીર્થંકર ભગવંતોએ બતાવ્યો છે એને ગણધર ભગવંતોએ લિપિબદ્ધ કર્યો છે અને પૂર્વાચાર્યોએ જેના અર્થને લોકભોગ્ય બનાવ્યો છે, તેનું નિરંતર - નિયમિતરૂપે અધ્યયન-મનન-ચિંતન કરવું જોઈએ.
આ રીતે આજે ‘અશુચિ ભાવના'નું વિવેચન પૂર્ણ કરું છું. હવે સાતમી ‘આસ્રવભાવના’ ઉ૫૨ પ્રવચન શરૂ થશે.
આજે બસ, આટલું જ.
અશ્િચ ભાવના
૯૫
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૩૩
: સંકલના : જીવ - સરોવર, આસ્રવ - નીક, કર્મ - પાણી. ૦ આસ્રવ ભાવનાનું ચિંતન.
ચાર આસ્રવ. આમ્રવની વ્યાખ્યા. યોગ શુભ – અશુભ. પ્રસ્તુતમાં ચાર આસવ. આસ્રવ પહેલો મિથ્યાત્વ. આસવ બીજોઃ અવિરતિ. પાંચ અવત. કષાય - ક્યારે કર્માસ્ત્રવ માટે હેતુભૂત બને છે ?
કષાયોના મૂળ. ૦ મમકાર અને અહંકાર. મિથ્યાત્વ વગેરેનો ટૂંકો પરિચય.
કર્મબંધના પ્રકાર. ૦ કર્મપુદ્ગલો આવે છે ક્યાંથી?
Page #107
--------------------------------------------------------------------------
________________
यथा सर्वतो निर्झरैरापतद्भिः प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः । तथैवानवैः कर्मभिः संभृतोऽङ्गी, भवेद् व्याकुलश्चञ्चलः पङ्किलश्चः ॥१॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્તસુધારસ' ગ્રંથમાં સાતમી ‘આસ્રવ ભાવનાનો પ્રારંભ કરતાં જણાવે છે કે - જેવી રીતે ચારે બાજુથી વેગથી વહેતાં ઝરણાં તળાવને પૂર્ણતયા ભરી દે છે, એ જ રીતે જીવાત્મા અનેક પ્રકારના આસ્ત્રવોથી ઊભરાઈ જાય છે, આકુળવ્યાકુળ, અસ્થિર અને ગંદો બને છે.
यावत्किञ्चिदिवानुभूय तरसा कर्मेह निर्जीयते, तावच्चामवशत्रवोऽनुसमयं, सिञ्चन्ति भूयोऽपि तत् । हा, कष्टं कथमानव प्रतिभटाः शक्या निरोद्धं मया ? संसारादतिभीषणान्मम हहा ! मुक्ति कथं भाविनी ? ॥२॥ થોડોક પુરુષાર્થ કરીને જલદી જલદીથી કેટલાંક કમ દૂર કરીએ છીએ, એટલામાં તો આસવરૂપ શત્રુ હુમલો કરીને પ્રતિક્ષણ-પ્રતિપળ કમથી આત્માને ભરી દે છે - આ કેવી વિટંબણા છે ? આ આસવોને રોકવા પણ કેવી રીતે ? આ ભયાનક સંસારમાંથી છૂટકારો પણ કેવી રીતે પામવો? मिथ्यात्वाऽविरतिकषाय-योगसंज्ञाश्चत्वारः सुकृतिभिराम्रवाः प्रदिष्टाः । कर्माणि प्रतिसमयं स्फुटरमीभिर्बध्नन्तो भ्रमवशतो भ्रमन्ति जीवाः ॥३॥
મહામનીષી પુરુષોએ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ નામના ચાર આસ્રવ બતાવ્યા છે. આ આસ્ત્રવો દ્વારા હરપળ, હરક્ષણ જીવાત્મા કર્મોના કાદવમાં ફસાઈ જાય છે અને સંસારની ભૂલભુલામણીમાં ભટકતો રહે છે.
इन्द्रियाऽवतकषाययोगजाः पञ्चपञ्च चतुरन्विताम्रयः । । पञ्चविंशतिरसत्क्रिया, इति नेत्रवेदपरिसंख्ययाप्यमी ॥ ४ ॥
ઈન્દ્રિય- અવ્રત - કષાય અને યોગમાંથી ૪૨ પ્રકારના આસવો ઉત્પન્ન થાય છે - પાંચ ઈન્દ્રિયો, પાંચ અવ્રતો, ચાર કષાયો, ત્રણ યોગ અને ૨૫ અસત્ ક્રિયાઓ. જીવ - સરોવર, આસવ - નીક, કર્મ-પાણીઃ
તમે કદી મુંબઈનાં મોટાં તળાવો - વૈતરણા, તાનસા વગેરે જોયાં છે? વરસાદના દિવસોમાં જ્યારે ચારેકોરથી વહેતાં ઝરણાં વહીને તળાવમાં પડે છે - તે દ્રશ્ય કદી જોયું છે? જો જો કોઈક વાર, અને એ સમયે તમારા જીવાત્માની તુલના કરજો.
જીવાત્મા સરોવર-તળાવ જેવો છે..... એમાં આસ્રવો દ્વારા કમજળ પડતું જ રહે છે. પાણી પડતું હોય છે ત્યારે તળાવ ચંચળ અને ગંદું થઈ જાય છે. આકુળવ્યાકુળ
[
આસવ ભાવના
૯૭ |
૭
Page #108
--------------------------------------------------------------------------
________________
થઈ જાય છે. બરાબર એ જ પ્રકારની સ્થિતિ જીવાત્માની થાય છે.
અનાદિ કાળથી આ ક્રમ ચાલ્યો આવે છે. થોડીક મહેનત કરીને જલદી જલદી જીવ - તળાવમાંથી કર્મોનું પાણી બહાર કાઢી નાખે છે. એટલામાં તો આ આસવો તળાવમાં બીજાં કર્મોનાં પાણી ભરી દે છે! જાણે કે આસવો આત્માના ઘોર શત્રુઓ હોય એ રીતે વર્તી રહ્યા છે. શું કરવું? કેવી રીતે આસવોને રોકવા? અને જ્યાં સુધી આસવોને રોકવામાં ન આવે ત્યાં સુધી જીવની સંસારમાંથી મુક્તિ કેવી રીતે થાય?
જ્યારે જ્યારે આ વિષયમાં ચિંતન-મનન કરું છું ત્યારે ગહન વિષાદમાં ડૂબી જાઉં છું. આત્મચિંતનમાં ડૂબી જાઉં છું. આસ્રવ ભાવનાનું ચિંતન :
એક તો કર્મોથી બંધાયેલો છું અને નવાં નવાં કર્મોથી બંધાતો જાઉં છું. ગત જન્મોમાં જ્યારે મારો આત્મા ઘોર મિથ્યાત્વનાં કાળાં વાદળોથી ઘેરાયેલો હતો, ત્યારે તે અનંત અનંત કર્મોથી ભરાઈ ગયો હતો.
વર્તમાન જીવનમાં પરમ કૃપાનિધિ પરમાત્માની અસીમ કૃપામારી ઉપર વરસી, વત્સલતાના સાગર જેવા સદ્ગુરુઓના આશીર્વાદિ વરસ્યા અને ઘોર મિથ્યાત્વનાં વાદળો દૂર થવા લાગ્યાં. સમ્યગુદર્શનનો ઝગમગતો સૂર્ય મારી આત્મભૂમિને પ્રકાશિત કરતો રહ્યો. સર્વજ્ઞ શાસન નિદર્શિત તત્ત્વોથી કરાવવામાં આવેલા વિશ્વદર્શન પ્રત્યે મારા દિલમાં શ્રદ્ધાનાં દીપકો પ્રજ્વલિત થઈ ઊઠ્યા, તો પણ મારાં પાપાચરણો છૂટી શક્યાં નહીં!
હેય-ઉપાદેયનો બોધ થવા છતાં પણ હું ત્યાજ્યનો ત્યાગ કરી ન શક્યો, સ્વીકાર્યનો સ્વીકાર કરી ન શક્યો. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ ઈત્યાદિ પાપો આચરતો રહ્યો અને નવાં નવાં પાપકર્મો બાંધતો રહ્યો. જે પાપોનું આચરણ હું કરતો ન હતો. એ પાપોની અપેક્ષાઓ પણ મારી અંદર દબાયેલી પડી રહ્યા જેવી જ હતી. હું પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ કરી ન શક્યો. આ “અવિરતિ’ નામનું આસ્રવદ્વાર ખુલ્લું રહ્યું અને એ દ્વારથી કર્મોનો પ્રવાહ આત્મ-સરોવરમાં અવિરત વહેતો જ
રહ્યો.
વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો અને નિર્ગસ્થ ગુરુઓનો અનુગ્રહ થયો મારી ઉપર અને આત્મવીર્ય ઉલ્લસિત થયું અને મેં પ્રતિજ્ઞાપૂર્વક પાપોનો ત્યાગ કર્યો. હું સર્વવિરતિ ધારણ કરનાર શ્રમણ બન્યો. શ્રમણ જીવનનો સ્વીકાર કર્યો, અવિરતિનું આસવ-દ્વાર બંધ થઈ ગયું, પરંતુ પ્રમાદને આધીન બનીને હું ફરીથી ભટકાઈ પડ્યો. નિદ્રા અને વિકથાના પ્રમાદમાં ફસાઈ ગયો. જ્ઞાન-ધ્યાનમાં મારું મન લાગ્યું નહીં. સ્વાધ્યાય અને વૈયાવચ્ચ આદિ સંયમયોગોમાં પ્રમાદી બનતો ગયો.
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #109
--------------------------------------------------------------------------
________________
વિનયવિવેક અને સંયમના પાલનમાં શિથિલ બન્યો. ઓહ....! કેટલો પ્રમાદ? અપ્રમત્ત ભાવોને પામવાનું લક્ષ્ય જ ભૂલી ગયો ! અપ્રમત્ત જીવનનું આકર્ષણ જ ન રહ્યું. પ્રમાદી - સુખશીલ જીવન મને પસંદ પડી ગયું. મિથ્યાત્વ અને અવિરતિના દુર્ગમ મોરચા ઉપર ઉલ્લેખનીય વિજય પામનારો હું પ્રમાદના મોરચે હારતો જાઉં છું. મારી આત્મ-ભૂમિ ઉપર કર્મશત્રુઓનો અધિકાર જામતો જાય છે. મારે હવે જાગૃત થવું જોઈએ. મેં જાગૃત થઈને નિદ્રા ઓછી કરી. વિકથાઓનો ત્યાગ કર્યો. ઈન્દ્રિયોના વિષયો પણ ઓછા કર્યા. તપ અને ત્યાગ કરવા લાગ્યો. સ્વાધ્યાય પણ કરું છું.
આમ છતાં મારી ઉપર કષાયોનું ગજબનું પ્રભુત્વ છે ! કશુંક પણ ન ગમતું થાય છે અને હું ધ્રુજી ઊઠું છું. ક્રોધની સામે ક્ષમાનો ભાવ ટકતો નથી. રોષ અને રીસ તો જાણે કે સ્વાભાવિક જ થઈ ગયાં છે. માન-અભિમાનનો તો પાર જ નથી. કોઈ મારું જરાક પણ અપમાન કરે તો હું સળગી ઊઠું છું. અભિમાન બેહદ , માયા-કપટ સાથ છોડતાં નથી. મનમાં અલગ - વાણીમાં અલગ અને આચરણમાં કંઈક જુદું જ. લોભદશાની પ્રબળતાએ મને માયાવી બનાવી દીધો છે. આવા ક્રોધ, માન, માયા અને લોભને કારણે અનંત અનંત કર્મોનો પ્રવાહ મારા આત્મામાં નિરંતર વહેતો આવે છે. મારે આ પ્રવાહને જલદીથી રોકવો જોઈએ.
પરંતુ રોકું કેવી રીતે? મન આર્તધ્યાનનો સંગ છોડે તો જ રોકી શકું ને? મન આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરતું નથી. પાપના વિચારોમાંથી મન મુક્ત થતું નથી. પાપવિચારો કરે છે મને અને એની સજા ભોગવવી પડે છે આત્માને! પાપવિચારો કરી કરીને હું કેવાં ચીકણાં અને ભારે કર્મ બાંધી રહ્યો છું? આ મારું કેવું દુર્ભાગ્ય છે? પાપવિચારો કોઈ કોઈ વાર મારી વાણીને પણ અસત્ય અને અભદ્ર કરી મૂકે છે. હું બોલવાનું બોલી બેસું છું, પછી ભલેને મારે પાછળથી પસ્તાવું પડે. હું ક્ષમા પણ માગી લઉં, પરંતુ હું વાણીને સંયમમાં રાખી શકતો નથી એ એક સત્ય હકીકત છે. આને લીધે હું નવાં નવાં પાપકર્મો બાંધતો જાઉં છું.
કાયાથી, પાંચે ઈન્દ્રિયોના માધ્યમથી પણ હું એવાં ખોટાં કાર્યો કરતો જાઉં છું, જેને લીધે અનંત અનંત પાપકર્મો બંધાતાં જાય છે દરરોજ. હરક્ષણ આ રીતે નવાં કેટલાંય કમ હું બાંધી રહ્યો છું. એ વિચાર મને કંપાવી જાય છે.
જાણું છું કે તમામ દુઃખોનું મૂળભૂત કારણ પાપકર્મો જ છે. દુખ નથી ઇચ્છતો, તો પણ પાપાચરણ છોડી શકતો નથી. પાપ કરતો જાઉં છું. તો પછી દુઃખોથી મારો છુટકારો થઈ પણ કેવી રીતે શકે ? મારું મન સુદ્રઢ બને, પરમાત્માની અને ગુરુજનોની મારી ઉપર એવી કૃપા વરસે કે હું આ આસવ-દ્વારોને બંધ કરવા માટે સમર્થ થઈ જાઉં અને નવાં બંધાતાં કર્મોનો પ્રતિકાર કરી શકું.
આસવ ભાવના
૯૯
Page #110
--------------------------------------------------------------------------
________________
ચાર આસ્રવ : મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ :
‘આસ્રવ ભાવનાનું ચિંતન કેવી રીતે કરવું એ તમને બતાવ્યું - સંભળાવ્યું. હવે આસવોનો પરિચય કરાવવો છે. આ ગ્રંથ ઉપર જે પ્રથમ પ્રવચન આપ્યું હતું, એમાં પાંચ આસવોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. ગ્રંથકારે પ્રથમ શ્લોકમાં જ પંચાક્રવારે કહ્યું છે. “આ ભવ વનમાં પાંચ આગ્નવોનાં વાદળો વરસે છે” એમ કહ્યું છે. અહીં આ આસ્રવ ભાવનામાં ચાર આસવો બતાવ્યા છે. અહીં ‘પ્રમાદને અલગ નથી બતાવ્યો, એનો સમાવેશ “અવિરતિમાં કરવામાં આવ્યો છે. આસવની વ્યાખ્યા :
‘આસ્રવ ની વ્યાખ્યા આ રીતે કરી છે. આમ તો ‘તત્ત્વાર્થસૂત્રમાં આસવની વ્યાખ્યા થવામનઃ શર્મયોઃ સ માવઃ | કાય, વાફ અને મનની ક્રિયા યોગ છે અને તે જ આશ્રવ છે. વયન્તરાય કર્મના ક્ષયોપમલમથી યા ક્ષયથી તથા પુદ્ગલોના આલંબનથી થનારા આત્મપ્રદેશોના પરિસ્પંદો (કંપન વ્યાપાર)ને યોગ, કહે છે.
આલંબન ભેદથી એના ત્રણ ભેદ છે - કાયયોગ, વચનયોગ અને મનોયોગ. ઔદારિકાદિ શરીરવર્ગણાનાં પુદ્ગલોના આલંબનથી પ્રવર્તમાન યોગ કાયયોગ’ બને છે. મતિજ્ઞાનાવરણ, અક્ષર-મૃતાવરણ આદિ કર્મોના ક્ષયોપશમથી ઉત્પન્ન આંતરિક વચનલબ્ધિ થતાં ભાષાવર્ગણાના આલંબનથી ભાષાપરિણામની અભિમુખ આત્માનો પ્રદેશ - પરિસ્પંદન “વચનયોગ થાય છે. નોઈદ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ આંતરિક મનોલબ્ધિ થતાં મનોવર્ગણાના આલંબનથી મનઃપરિણામની અભિમુખ આત્માના પ્રદેશ કંપન ‘મનોયોગ થાય છે.
આ ત્રણ પ્રકારના યોગને જ આસવ કહે છે. કારણ કે યોગ દ્વારા જ આત્મામાં કર્મોનું આસ્રવણ થાય છે. જેવી રીતે જળાશયમાં જળનો પ્રવેશ કરાવનાર નાળા વગેરેના મુખ આસ્રવ અર્થાતુ વહનનું નિમિત્ત થવાથી આસવ કહેવાય છે, એ જ રીતે કમસિવનું નિમિત્ત થવાથી આસ્રવ કહેવાય છે. યોગ - શુભ અને અશુભ શુભ યોગ પુણ્યકર્મનો આસ્રવ છે. અશુભ યોગ પાપકર્મનો આસ્રવ છે. કાયયોગાદિ ત્રણે યોગ શુભ પણ છે અને અશુભ પણ છે. યોગના શુભત્વ અને અશુભત્વનો આધાર ભાવનાની શુભાશુભતા ઉપર છે. શુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ
[૧૦૦
૧૦૦
| શાનસુધારસ ભાગ ૨)
શાન્તસુધારસ : ભાગ ૨
Page #111
--------------------------------------------------------------------------
________________
શુભ અને
અશુભ ઉદ્દેશથી પ્રવૃત્ત યોગ અશુભ હોય છે.
હિંસા, ચોરી, અબ્રહ્મ આદિ કાયિક વ્યાપાર અશુભ કાયયોગ છે અને દયા, દાન, બ્રહ્મચર્યપાલન આદિ શુભ કાયયોગ છે. સાવધ ભાષણ, મિથ્યા ભાષણ, કઠોર ભાષણ આદિ અશુભ વચનયોગો છે. બીજાંની બુરાઈનું તથા તેમના વધ આદિનું ચિંતન ક૨વું અશુભ મનોયોગ છે. જ્યારે બીજાંની ભલાઈનું ચિંતન કરવું આદિ તત્ત્વચિંતન, બીજાંના ઉત્કર્ષથી પ્રસન્ન થયું એ શુભ મનોયોગ છે.
પ્રસ્તુતમાં ચાર આસ્રવ ઃ
આમ તો આસ્રવોની (બંધની) સંખ્યા સંબંધમાં ત્રણ પરંપરાઓ જોવા મળે છે. એક પરંપરા અનુસાર કષાય અને યોગ - આ બે જ આસ્રવો છે. બીજી પરંપરા અનુસાર મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - આ ચાર આસ્રવ માનવામાં આવે છે. ત્રીજી પરંપરામાં ઉક્ત ચાર આસ્રવોમાં પ્રમાદ’ ઉમેરીને પાંચ આસવોનું વર્ણન છે. સંખ્યા અને તેમનાં કારણ, નામોનો ભેદ દેખાવા છતાં પણ તાત્ત્વિક દૃષ્ટિથી આ પરંપરાઓમાં કોઈ અંતર નથી. ‘પ્રમાદ’ એક પ્રકારનો અસંયમ જ છે. એટલા માટે તે અવિરતિ યા કષાયની અંતર્ગત આવી જાય છે. આસ્રવ પહેલો - મિથ્યાત્વ :
હવે ચાર આસ્રવોનો પરિચય કરાવું છું. યાદ રાખો કે જીવ-સરોવરમાં આ ચાર આસવ-દ્વારોથી કર્મોનું જળ વહી આવે છે. આસ્રવ ભાવના દ્વારા, આસ્રવ-દ્વારોને બંધ કરવાની તીવ્ર ઇચ્છા પેદા કરવાની છે અને એ દિશામાં પ્રયત્ન કરવાનો છે. આ દૃષ્ટિએ પ્રથમ મિથ્યાત્વ-દ્વારનો પરિચય કરી લઈએ.
મિથ્યાત્વનો અર્થ છે - મિથ્યાદર્શન. જે સમ્યગ્દર્શન કરતાં વિપરીત છે. આ વિપરીત દર્શન બે પ્રકારે ફલિત થાય છે ઃ ૧. વસ્તુવિષયક યથાર્થ શ્રદ્ધાનો અભાવ અને ૨. વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાન. પ્રથમ અને બીજામાં એટલું જ અંતર છે કે પ્રથમ બિલકુલ મૂઢ દેશામાં પણ થઈ શકે છે, જ્યારે બીજું વિચાર દશામાં જ થાય છે. અભિનિવેશને કારણે વિચારશક્તિનો વિકાસ થવા છતાં પણ જ્યારે કોઈ એક જ દૃષ્ટિને પકડવામાં આવે ત્યારે અતત્ત્વમાં પક્ષપાત થઈ જાય છે આ સૃષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. આ ઉપદેશજન્ય હોવાને કારણે અભિગૃહિત કહેવામાં આવે છે.
/
તમામ એકાન્તિક કદાગ્રહ અભિગૃહિત મિથ્યાદર્શન છે. જો કે તે મનુષ્ય જેવી વિકસિત જાતિમાં જ હોઈ શકે છે. બીજું અનભિગૃહિત મિથ્યાદર્શન કીડા, પતંગિયાં આદિ મૂર્છિત ચેતનાવાળી જાતિઓમાં જ હોય છે.
આસવ ભાવના
૧૦૧
Page #112
--------------------------------------------------------------------------
________________
આસવ બીજો - અવિરતિઃ
બીજો આસવ છે ‘અવિરતિ’ નામનો. અવિરતિ એટલે દોષોમાંથી વિરતિ ન થવી. અવિરતિ - અવ્રતના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે. એટલે કે પાંચ પ્રકારના અવતોને કારણે જીવ કમના કાદવમાં ફસાયેલો રહે છે. અવ્રતના પાંચ પ્રકાર આ પ્રકારના છેઃ ૧. હિંસા, ૨. અસત્ય ભાષણ, ૩. ચોરી, ૪. મૈથુન-પ્રવૃત્તિ અને પ. પરિગ્રહ. આજે સંક્ષેપમાં આ પાંચે વ્રતો સમજાવું છું.
૧. હિંસા: પ્રમાદથી થનાર પ્રાણવધને હિંસા કહેવામાં આવે છે. આ જીવોને મારી નાખું.” એવો સંકલ્પ કરવો એ સ્થળ હિંસા છે. “સંકલ્પ' હિંસા છે - કોઈ પણ જીવને એના ઈષ્ટ સ્થાનમાં જતાં રોકવો, બાંધી રાખવો. - ચાબુક યા દોરડા વગેરેથી મારવો - ફટકારવો. - કાન, નાક, ચામડી વગેરે અવયવોને કાપવા - છેદવા. - પશુ યા મનુષ્ય પર એની શક્તિ કરતાં વધારે ભાર વહન કરાવવો. - કોઈના ખાવાપીવામાં અંતરાય ઊભો કરવો. - આ બધા હિંસાના જ પ્રકારો છે.
૨. અસત્ય પ્રમાદથી યા ઇરાદાપૂર્વક મૃષાકથન કરવું એને અસત્ય કહે છે. જે વસ્તુનું અસ્તિત્વ હોય એનો ઇન્કાર કરવો એને અસત્ય કહે છે. જે વસ્તુ જે રૂપમાં હોય, એનાથી જુદી રીતે એનું નિરૂપણ કરવું, એનું નામ છે અસત્ય કથન. વાત , સાચી હોવા છતાં બીજાંના દિલને ઠેસ પહોંચાડે એવી હોય, એને પણ અસત્ય કથન માનવામાં આવ્યું છે. જેમ કે - - સાચીખોટી વાતો કરીને કોઈને ખોટી સલાહ આપવી. - રાગદ્વેષથી પ્રેરિત થઈને પતિ-પત્ની, ભાઈ-ભાઈ, પિતા-પુત્ર વગેરેને અલગ
કરવા, એમની સાચી પણ ગુપ્ત વાત પ્રકટ કરવી, ખોટા આરોપ લગાડવા, ખોટું નાણું છાપવું, ખોટી સહીઓ કરવી, બનાવટી દસ્તાવેજ કરવા, ખોટી નોટો
છાપવી, ખોટાં નિશાન કરવાં. - કોઈની પણ મિલકત પચાવી પાડવી. - પરસ્પરના સંબંધો તૂટી જાય એ ઇરાદાથી એકબીજાની ચાડીચુગલી કરવી,
કોઈની ગુપ્ત વાત પ્રકટ કરીને એની નિંદા કરવી. - આ બધી બાબતો બીજા આસવના જ પ્રકારો છે.
૩. ચોરી ચોરી એટલે કે અદાદાન. એને ‘સ્તેય' પણ કહે છે. આપ્યા વગરનું [૧૦૨
" | શાન્તસુધારસ : ભાગ ૨)
Page #113
--------------------------------------------------------------------------
________________
લેવું એનું નામ ચોરી. જે વસ્તુ પર બીજાનો અધિકાર હોય, પછી એ વસ્તુ ભલેને તણખલા જેવી કેમ ન હોય. એના માલિકની રજા વગર -ચોરી કરવાના આશયથી લેવી એને ચોરી કહે છે. સ્થૂળ ચોરીનો અર્થ છે - દુનિયામાં, રાજ્યમાં, સમાજમાં, જેને ચોરી માનવામાં આવે છે - એ ચોરી કહેવાય છે. જેમ કે - - કોઈને ચોરી કરવા માટે પ્રેરિત કરવો, બીજાં દ્વારા પ્રેરણા કરાવવી, ચોરીના
કાર્યમાં સહમતિ આપવી એ ચોરી જ છે. - ચોરીનો માલ ખરીદવો, લેવો, રાખવો, એ પણ ચોરી જ છે. - દેશના આયાત-નિકાસના કાનૂનોનું ઉલ્લંઘન કરવું, ચોરીમાં ભાગ લેવો, એ
ચોરી જ છે. ખોટાં માપતોલ - ખોટાં ત્રાજવાં વગેરેથી ચીજવસ્તુની લેણાદેણી કરવી, એ
ચોરીનો એક પ્રકાર જ મનાય છે. - અસલ વસ્તુની નકલ કરીને વેચવી - જેમ કે કપડું હોય આપણા દેશનું અને છાપ
લગાડવી જાપાનની - આ બધા જ ચોરીના પ્રકારો છે.
૪. મૈથુન-પરસ્ત્રીગમનઃસ્ત્રીપુરુષની રતિક્રિયામાં મૈથુન’ શબ્દ રૂઢ થઈ ગયો છે. સ્વત્રી સાથે મૈથુન સેવન - પરસ્ત્રીની સાથે મૈથુન સેવન એ ચોથું અવ્રત છે. આ અવ્રતમાં બીજી વાતો સમજી લો. - કન્યાદાનના ફળની ઇચ્છાથી અથવા સ્નેહસંબંધથી અન્ય સંતતિનાં લગ્ન વગેરે
કરાવવાં.
કોઈ બીજા પુરુષે થોડા સમય માટે પૈસા આપીને રાખેલી વેશ્યા વગેરે સ્ત્રીનો એ આ સમયમાં ઉપભોગ કરવો. - વેશ્યા, વિરહિણી સ્ત્રી, અનાથ સ્ત્રી, જે અન્ય કોઈ પુરુષને આધીન ન હોય,
એનો ઉપભોગ કરવો તે પણ મૈથુનનું અવ્રત છે. - સૃષ્ટિવિરુદ્ધ રતિક્રિયા કરવી. - વારંવાર કામેચ્છાનું ઉદ્દીપન કરવું - આ બધા મૈથુનના જ પ્રકારો છે.
૫. પરિગ્રહઃ આ પાંચમું અવ્રત છે. આમ તો પરિગ્રહનો અર્થ “મૂચ્છ કરવામાં આવે છે. 'તત્વાર્થસૂત્રમાં મૂચ્છ' અર્થ કરવામાં આવ્યો છે, પરંતુ પ્રશમરતિમાં રતિ-એરતિ અર્થ કરવામાં આવ્યો છે. રતિ એટલે ખુશી, અરતિ એટલે નારાજી, જે મનુષ્ય ધનધાન્ય, સોના-ચાંદી, ઝવેરાત, ઘર-દુકાન-જમીન વગેરે સ્થાવર-જંગમ સંપત્તિમાં મૂચ્છી (આસક્તિ) રાખે છે, તેને પ્રત્યેક પળ, પ્રત્યેક ક્ષણ રતિ-અરતિ થતી જ રહે છે. - આ જ પરિગ્રહ છે.
[ આસવ ભાવના
૧૦૩]
Page #114
--------------------------------------------------------------------------
________________
આ પાંચ અવ્રત એટલે કે “અવિરતિના પ્રકાર છે. આ રીતે ચાર પ્રકારના મુખ્ય આસ્ત્રવોમાંથી મિથ્યાત્વ, અવિરતિ અને યોગ - આ ત્રણ આસ્રવ તમને બતાવ્યા, સમજાવ્યા. હવે ચોથો આસવ જે કષાય છે, એને વિસ્તારથી બતાવવા ઈચ્છું છું, પરંતુ કષાયોનું વર્ણન કરતા પહેલાં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો બતાવવા માગું છું. કિષાય કર્માસ્તવમાં હતુ ક્યારે બને છે? : '
ચાર કષાયોને બે વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યા છે - રાગ અને દ્વેષમાં. માયા અને લોભનું યુગલ ‘રાગ’ છે અને ક્રોધ-માનનું યુગલ દ્રષ’ છે. જ્યારે રાગ' શબ્દ સાંભળો ત્યારે માયા અને લોભની કલ્પના આવવી જોઈએ. માયા અને લોભનું આચરણ થતાં તરત જ “મેં રાગ કર્યો એ વાત સમજમાં આવવી જોઈએ. એ રીતે ‘ષ' શબ્દ કર્ણપટ ઉપર આવતાં જ ક્રોધ અને માન કલ્પનામાં ઊપસી આવવા જોઈએ. જ્યાં ક્રોધ ત્યાં અભિમાન, જ્યાં અભિમાન ત્યાં ક્રોધ હશે જ. ક્રોધ અને માનની પ્રગાઢ મૈત્રી હોય છે. આ રીતે આપણે કષાયોને “રાગદ્વેષ' કહીને ઓળખી
શકીએ.
આ રાગદ્વેષ (કષાય) એકલા જ કર્માસ્ત્રમાં નિમિત્ત-હેતુ નથી બનતા; મિથ્યાત્વ, અરતિ, પ્રમાદ અને મન, વચન, કાયાના યોગ - આ ચાર આસ્રવ જ્યારે રાગદ્વેષના સહાયક - સહયોગી બને છે ત્યારે કમર્સિવમાં નિમિત્ત બને છે. પ્રશમરતિ’માં ભગવાન ઉમાસ્વાતિએ કહ્યું છે -
मिथ्यादृष्ट्यविरमण-प्रमाद योगास्तयोर्बलं दृष्टम् ।
तदुपगृहीतावष्टविध कर्मबन्धस्य हेतू तौ ॥ ३३ ॥ મિથ્યાત્વ આદિ સહાયક મંડળને સહારે રાગદ્વેષે (કષાય) આત્મભૂમિને. ભયજનક - ડરામણું જંગલ બનાવી રાખ્યું છે. એકલા રાગ અને દ્વેષ કર્મોના આસવ.. કર્મબંધનના હેતુ બની શકતા નથી. આ સહાયક મંડળના જોરે એમનું અસ્તિત્વ ટક્યું છે. સહાયક મંડળ ન હોય તો કદાચ રાગદ્વેષ પણ ન હોય. કષાયોનાં મૂળ:
જ્યારે કષાય-આંસવની વાત કરવી છે, તો કષાયોનાં મૂળ પણ સમજી લેવાં જોઈએ. કષાયોને આત્મભૂમિમાંથી ઊખેડીને ફેંકી દેવા માટે તેના મૂળનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. કષાયોને મૂળમાંથી નષ્ટ કરી નાખ્યા પછી તેમનો ફરીથી ઉદ્ભવ શક્ય નથી. કેટલોક સમય ક્રોધ ન કરવાથી, માયા અને લોભ ન કરવાથી કામ નહીં પતે. માત્ર કષાયોનો ઉપશમ કરવાથી આત્મા અકષાયી નહીં બની શકે. એનાં તો મૂળિયાં જ ઊખાડી નષ્ટ કરી નાખવાં પડશે. એટલા માટે જ ભગવાન ઉમાસ્વાતિજીએ કષાયોનાં જડમૂળ બતાવ્યાં છે - મમકાર અને અહંકાર. -
“ममकारराहंकारावेषां मूलं पदद्वयं भवति ।" માયા અને લોભનું જડમૂળ છે - મમકાર, ક્રોધ અને માનનું જડમૂળ છે - ૧૦૪ [
| શાન્તસુધારસ : ભાગ ૨ |
Page #115
--------------------------------------------------------------------------
________________
અહંકાર. મમત્વ અને અહંકારની જડો આપણી આત્મભૂમિના ઊંડાણમાં ફેલાયેલી છે. વટવૃક્ષની જડો કદી નિહાળી છે? કેટલી ગહન અને જમીનમાં ચારેકોર ફેલાયેલી નજરે પડે છે? એના કરતાં ય વધારે ગહન અને વધુ ફેલાયેલી મમત્વ અને વાસનાઓની જડો આત્મભૂમિમાં છે..
મમત્વની વાસના શું કોઈ એક જ પ્રકારની છે? નહીં, અનેક પ્રકારની છે. “આ મારું” એ વાસના કેટલા વિષયોને આવરીને ઊભી છે? સ્વજન મારાં, પરિજનો મારો, ધનસંપત્તિ મારી, કુટુંબપરિવાર મારો! જે જે વિષયોને પોતાના માન્યા, તેમનું
મમત્વ બંધાઈ ગયું. આવા ભિન્ન ભિન્ન મમત્વ-માધ્યમોથી માયા ઉત્પન્ન થાય છે, | લોભ પેદા થાય છે, એ જ લોભ છે અને એની રક્ષા માટે છે -માયા.
જડો બતાવી દીધી. જાણી લીધી ને? હવે એ જડોને રાખવી યા તો કાપી નાખવી એ સૌ સૌની ઈચ્છા પર નિર્ભર છે. ક્રોધ અને માનની જડ છે - અહંત્વ. “હું” નિજત્વનો - પોતાપણાનો ખ્યાલ “હું” - આવો વિચાર કેટલો ખતરનાક - ભયાનક છે? તું નીચ મને ગાળો ભાંડે છે? ‘તું અધમ મને મારવા ધારે છે?’ એટલામાં ક્રોધ ધખી ઊઠ્યો ! “મારું અપમાન? મને શું સમજે છે?” આ ઊભું થયું અભિમાન !
અહ”ની કલ્પનાથી જ ક્રોધ અને માન પેદા થાય છે. એટલા માટે ક્રોધ-માનની જડ છે - અહંકાર.
મમકાર કહો કે રાગ !
અહંકાર કહો કે દ્વેષ!
रागद्वेषावित्यपि तस्यैवान्यस्तु पर्यायः । રાગદ્વેષ મમકાર - અહંકારના જ પર્યાયો છે. આ રાગદ્વેષની જડો આત્માના અતિ ઊંડાણમાં ફેલાયેલી છે. એટલી મજબૂતાઈથી એ જડો જામી ગઈ છે કે એમને ઉખાડીને ફેંકી દેવી એ કોઈ મામૂલી વાત નથી - સરળ કાર્ય નથી.
જ્યાં સુધી રાગદ્વેષની જડો જામેલી છે, ત્યાં સુધી કષાયોનાં ઝેરી વૃક્ષો હયાભર્યા રહેશે. મમત્વ અને અહંત્વની કામનાઓ- વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે, તીવ્ર છે.
ત્યાં સુધી કષાયોની કાલિમા રહેશે જ. એટલા માટે મમકાર અને અહંકારની વાસનાઓને વીણીવીણીને બહાર ફેંકી દેવી પડશે અને ત્યારે જ કષાયોનો નાશ થશે. કષાયોને સમૂળ ઉચ્છેદવા માટે રાગદ્વેષ એટલે કે અહત્વ અને મમત્વને ભયાનક હાર આપવી પડશે. મેં હમણાં જ તમને બતાવ્યું કે એકલા રાગદ્વેષ આત્માનું કંઈ પણ બગાડી શકતા નથી. એમની સહાયક મંડળી - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગ - એમની સહાયથી નુકસાન પહોંચાડે છે.
ચાલો, એ સહાયકોનો ફરીથી સંક્ષેપમાં પરિચય કરાવી દઉં. કષાયોનો - ક્રોધ માન, માયા, લોભનો પરિચય અને એમના પ્રભાવોનું વર્ણન આજે નહીં તો કાલે કરીશ.
[
આસ્રવ ભાવના
૧૦૫]
Page #116
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વાદિનો સંક્ષિપ્ત પરિચય: ૧. મિથ્યાત્વનું એક જ કામ છે - જીવાત્માને સુદેવ, સુગુરુ, સદ્ધર્મની ઉપર રાગ ન
કરવા દેવો. કુદેવ, કુગુરુ અને કુધર્મ ઉપર રાગ કરાવવો, જિનોક્ત તત્ત્વો ઉપર આત્મા શ્રદ્ધાન્વિત ન બની જાય એની પૂરી કાળજી આ મિથ્યાત્વ રાખે છે. ૨. બીજો સહાયક છે - અસંયમ એટલે અવિરતિ. રંગ અને રૂપથી ખૂબ જ સુંદર, દરેક મુગ્ધ-મોહિત થઈ જાય, દરેક જણ લલચાઈ જાય, એવું ગજબનું આકર્ષણ છે એમાં. મહા જાદુગર જેવી છે આ સ્ત્રી ! આખા દેવલોક ઉપર એનું વર્ચસ્વ છે. સમગ્ર નરકભૂમિ ઉપર એનું સામ્રાજ્ય છે. માનવલોક ઉપર પણ એણે વર્ચસ્વ જમાવી દીધું છે. એ ખૂબ જ સતર્ક રહે છે. કોઈને પણ હિંસા-પાપ વગેરે છોડવા દેતી નથી. કોઈ વ્રત, નિયમ યા પ્રતિજ્ઞા લેવા દેતી નથી. હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવા નથી દેતી. રાગદ્વેષની કેબિનેટમાં આ સ્ત્રી તેનું પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. ૩. સહાયક મંડળીનો ત્રીજો સભ્ય છે - પ્રમાદ, તેનું કાર્યક્ષેત્ર અતિ વ્યાપક છે. ખૂબ લાંબું પહોળું છે. રાગદ્વેષને પૂર્ણ સહયોગ આપીને આઠ પ્રકારનાં કર્મોના બંધનનું મહાન કાર્ય સંપાદન કરાવનાર પ્રમાદભાઈ બોલવામાં અતિ મિષ્ટ અને મધુર છે. દેશકથા, રાજકથા, સ્ત્રીકથા અને ભોજનકથાનો એ ભાઈ ખજાનો છે. ભૌતિક વિષયોના આકર્ષણના ખેંચાણની કોઈ ખામી નથી, કોઈ સીમા નથી. પાંચ ઇન્દ્રિયોની સાથે સ્વચ્છેદ વિહાર કરવામાં ખૂબ કુશળ છે, ઊંઘવામાં તો
એમનો જોટો નથી. આ પ્રમાદભાઈ પણ રાગદ્વેષના જીગરી મિત્ર છે. ૪. સહાયક મંડળના ચોથા સભ્ય છે - યોગ. તે પોતાના તન, મન અને વચન - ત્રણે માધ્યમોથી રાગદ્વેષને પૂરો સહકાર આપે છે. આઠેય પ્રકારનાં કર્મોના બંધનનું ભગીરથ કાર્ય આ યોગો દ્વારા રાગદ્વેષ ખૂબ સરળતાથી કરાવી શકે છે. ગંદા અને હલકટ વિચારો, કર્કશ અને કટુવચનો તેમ જ હિંસા - જૂઠ વગેરે પાપોનું આચરણ !
આ ચંડાળ ચોકડીના પૂરા સહયોગથી રાગદ્વેષ કર્મોના આસવમાં નિમિત્ત બને છે. અર્થાત્ આત્મામાં જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને યોગ હોય છે ત્યાં સધી રાગદ્વેષ દ્વારા ગાઢ કર્મોનો આસવ થતો રહે છે. જ્યાં સુધી જીવાત્મા સર્વજ્ઞ ભાષિત તત્ત્વાર્થ ઉપર શ્રદ્ધાવાન નથી બનતો, ત્યાં સુધી રાગદ્વેષ પ્રબળતર રહે છે અને એને કારણે પ્રચુર કમસિવ થતો રહે છે. અવિરતિનો ઉદય આત્માને પાપત્યાગની મનોવૃત્તિ પેદા થવા દેતો નથી. પાપત્યાગની પ્રવૃત્તિ કરવા દેતો નથી. એટલા માટે આત્મા નિરંતર અનંત કમથી મલીન બનેલો જ રહે છે, એને હોશ રહેતો નથી, સદ્બુદ્ધિ નથી રહેતી કે મારામાં આટલાં ગાઢ અને ચીકણાં કમનો આસવ થઈ રહ્યો છે. મન, વચન, કાયાના યોગ તો આ ત્રણેનું અનુસરણ કરે છે. ત્રણે આસવોને માનસિક, શાબ્દિક અને શારીરિક શક્તિ આપે છે અને એ શક્તિથી [ ૧૦૬
શાન્તસુધારસઃ ભાગ ૨
Page #117
--------------------------------------------------------------------------
________________
- તાકાતથી આત્મા અનંત કર્મોનો આસ્રવ કરતો રહે છે. અર્થાત્ આત્મા અનંત કર્મબંધન કરે છે. કર્મબંધના પ્રકાર :
આસવ-દ્વારોથી જે કમ આત્મામાં આવે છે, એ સમયે એમાં ચાર અંશોનું નિર્માણ થાય છે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ (રસ) અને પ્રદેશ. ૧. કર્મપુદ્ગલોમાં જ્ઞાનને આવરિત કરવાનો, દર્શનને રોકવાનો, સુખદુઃખ આપવાનો વગેરે જે સ્વભાવ બને છે એ સ્વભાવનિમણિ જ પ્રકૃતિ બંધ છે. ૨. સ્વભાવ બનવાની સાથે જ એ સ્વભાવથી અમુક કાળ સુધી દૂર ન થવાની મર્યાદા પણ પુદ્ગલોમાં નિર્મિત થાય છે. આ કાલમદિાનું નિમણિ જ સ્થિતિબંધ છે. ૩. સ્વભાવનિમણિની સાથે જ તેમાં તીવ્રતા, મંદતા આદિ રૂપમાં ફલાનુભવ કરાવનારી વિશેષતાઓ બંધાય છે. આ રસબંધ છે. ૪. ગ્રહણ કરવા છતાં ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણત થનાર કર્મપુદ્ગલ રાશિ સ્વભાવાનુસાર અમુક અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે, આ પરિમાણવિભાગ જ પ્રદેશ-બંધ છે.
બંધના આ ચાર પ્રકારોમાંથી પ્રથમ અને અંતિમ બંને પ્રકાર યોગના આશ્રિત છે. કેમ કે યોગ (મન, વચન, કાયા)ના તરતમ ભાવ પર જ પ્રકૃતિ અને પ્રદેશબંધનો તરતમ ભાવ અવલંબિત છે. બીજો અને ત્રીજો પ્રકાર કષાય ઉપર આધારિત છે. કારણ કે કષાયની તીવ્રતા-મંદતા પર જ સ્થિતિ અને રસબંધની અલ્પાધિકતા અવલંબિત હોય છે. કર્મપુદ્ગલો ક્યાંથી આવે છે?
કદાચ તમે જાણવા ઇચ્છતા હશો કે આ કર્મપુદ્ગલો આસવ-દ્વારોથી આત્મામાં આવે છે તે ક્યાંથી આવે છે? હા કામણ-વર્ગણાનાં અનંત-અનંત જુગલો ચૌદ રાજલોકમાં ઠાંસીઠાંસીને ભરેલાં છે. અનંત-અનંત જીવાત્માઓ એક પળનો વિશ્રામ લીધા સિવાય પ્રતિસમયે અનંત-અનંત કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે, તો પણ કામણવણાનો સંગ્રહ કદીય ઓછો થતો નથી.
મન-વચન અને કાયાથી કોઈ પણ સૂક્ષ્મ યા શૂળ, નાની યા મોટી પ્રવૃત્તિ કરી કે આઠે પ્રકારનાં કર્મપુદ્ગલો આત્મામાં આવ્યાં સમજો. આ કર્મયુગલોનો સારો યા ખરાબ અનુભવ કષાયના માધ્યમથી થાય છે. આત્મપ્રદેશોની સાથે રહેલ કર્મપુદ્ગલોની સુખાત્મક અને દુઃખાત્મક સંવેદનાઓ આ કષાયો વગર થઈ શકતી નથી.
શુભ વિચાર-વાણી અને આચરણથી આત્મપ્રદેશોની સાથે શુભ કર્મોનો બંધ થાય છે. અશુભથી અશુભ, સુખદુઃખનો અનુભવ કષાય કરાવે છે. કષાયોનો ક્ષય થયા પછી એ પ્રદેશબદ્ધ કર્મપુદ્ગલો આત્મામાં સુખદુઃખની સંવેદનાઓ પેદા નથી કરી શકતાં.
આજે બસ, આટલું જ. [ આસવ ભાવના
૧૦૭
Page #118
--------------------------------------------------------------------------
________________
શતારી
પ્રવચન ૩૪
સંક્લના
આસ્રવોના ૪૨ પ્રકા૨. ૨૫ અસત્ ક્રિયાઓ.
પ્રમુખ આસ્રવ-કષાય.
પ્રથમ છે - ક્રોધ કષાય.
બીજો છે - માન કષાય.
સંસારના ક્ષેત્રમાંયે અભિમાની નિષ્ફળ બને છે.
નમ્રતાની સરિતા, વિનયનું નંદનવન.
ત્રીજો છે - માયા કષાય.
ચોથો છે - લોભ કષાય. લોભ બધા પાપોનું મૂળ છે. સંસારમાર્ગના નિર્માતા. દુર્ગતિમાં ખેંચી જનારા કષાયો.
Page #119
--------------------------------------------------------------------------
________________
इंद्रियाऽव्रतकषाययोगजाः पंचपंच चतुरन्विताम्रयः । पंचविंशतिरसत्क्रिया इति, नेत्रवेदपरिसंख्ययाऽप्यमी ॥ ४ ॥ इत्याम्रवाणामधिगम्य तत्त्वं, निश्चित्य सत्त्वं श्रुतिसन्निधानात् । एषां निरोधे विगलद्विरोथे सर्वात्मना दाग यतितव्यमात्मन् ॥ ५ ॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ' ગ્રંથમાં સાતમી “આસ્રવ ભાવનાનું વર્ણન કરતાં હવે ૪૨ પ્રકારના આસ્રવ બતાવે છે. આસવોના ૪૨ પ્રકાર :
પ ઈન્દ્રિય પ અવત (અવિરતિ) ૪ કષાય ૩ યોગ ૨૫ અસત્ ક્રિયાઓ. આમ ૪૨ આસવો છે.
૪૨ આસ્રવ - કાલે તમને પ અવત અને ૩યોગ સંબંધી જણાવી દીધું છે. આજે * પહેલાં ૨૫ ક્રિયાઓ બતાવી દઈશ, તે પછી કષાય અને ઇન્દ્રિયો અંગેના વિષયમાં વિસ્તારથી વિવેચન કરીશ. ૨૫ અસતુ ક્રિયાઓ:
આમ તો આ ક્રિયાઓનો સમાવેશ “યોગ'માં થઈ શકે છે, પરંતુ વિશેષ બોધ હેતુથી આ ક્રિયાઓ અલગ બતાવવામાં આવે છે. ૧. પ્રથમ ક્રિયા છે કાયિકી કાયાને, શરીરને પ્રમત્તભાવથી પ્રવર્તિત કરવાં. ૨. બીજી ક્રિયા છે અધિકરણિકી હિંસાકારી સાધનોને ગ્રહણ કરવાં. ૩. પ્રાષિકી ક્રિયા ક્રોધના આવેગથી થતી ક્રિયા. ૪. પારિતાપિની ક્રિયા સ્વપરને પરિતાપ કરનારી - સતાવનારી ક્રિયા. પ. પ્રાણાતિપાતિની ક્રિયા પ્રાણીઓને પ્રાણથી વિમુક્ત કરનારી ક્રિયા. ૬. આંભિકી ક્રિયા: કાપવા- કૂટવા અને ઘાત કરવામાં સ્વયં રત રહેવું અને બીજાં
પાસે એવી ક્રિયા કરાવવી અને એવી ક્રિયા થતી જોઈને પ્રસન્ન રહેવું. ૭. સાતમી ક્રિયા છે પારિગ્રાહિક ધનધાન્યાદિ પરિગ્રહ પ્રાપ્ત કરવામાં અને પ્રાપ્ત
પરિગ્રહની રક્ષા માટે કરવામાં આવતી ક્રિયા. ૮. આઠમી ક્રિયા છે માયા પ્રત્યયિક કપટથી બીજાંને ઠગવાની ક્રિયા. આસ્રવ ભાવના
છે
- ૧૦૯ |
Page #120
--------------------------------------------------------------------------
________________
૯. નવમી ક્રિયા છે મિથ્યાદર્શન-પ્રત્યયિકી જિનવચન ઉપર અશ્રદ્ધા કરવાથી તેમ
જજિનાજ્ઞાથી વિપરીત પ્રરૂપણા કરવાથી લાગનારી ક્રિયા. ૧૦. દશમી ક્રિયા છે અપ્રત્યાખ્યાનિકી ક્રિયાઃ અવિરતિને કારણે પચ્ચકખાણ ન
કરવાથી તથા પાપવૃત્તિથી નિવૃત્ત ન થવાથી લાગનારી ક્રિયા. ૧૧. વૃષ્ટિની ક્રિયા રાગવશ રમણીય રૂપ દેખનારી ક્રિયા. ૧૨. સ્પર્શન ક્રિયા રાગવશ સ્ત્રીપુરુષને અથવા પ્રિય વસ્તુને સ્પર્શ કરવાથી જે
ક્રિયા લાગે છે તે ક્રિયા. ૧૩. પ્રાતિત્યકી ક્રિયા બીજાંનો વૈભવ જોઈને ઈષ્ય કરવાથી લાગનારી ક્રિયા. ૧૪. સામેતોપનિપાતિકી ક્રિયા આપણા અશ્વાદિ (વાહન કાર વગેરે) જોવા
આવેલા લોકો જે પ્રશંસા કરે, તે સાંભળીને હર્ષિત થવાથી લાગનારી ક્રિયા
અથવા ઘી-તેલ આદિ ભાજનોને ખુલ્લા રાખવાથી લાગનારી ક્રિયા. ૧૫. નૈષ્ટિકી ક્રિયા અધિકારીના આદેશથી હિંસાકારી યંત્ર-શસ્ત્રાદિ
બનાવવાથી લાગનારી કિયા. ૧૬. સ્વસ્તિકી ક્રિયાઃ નોકરયોગ્ય કાર્ય અભિમાનથી જાતે કરવાથી લાગનારી
ક્રિયા. ૧૭. આનયનિકી ક્રિયા બીજા કોઈ પાસે વસ્તુ મંગાવવાથી લાગનારી ક્રિયા. ૧૮. વિદ્યારિણી ક્રિયાઃ જીવ-અજીવનું વિદારણ કરવાથી જે ક્રિયા લાગે છે અથવા
બીજાંના દોષ જે એમાં ન હોય) પ્રકટ કરીને એમનાં માન-સન્માનનો નાશ
કરવાથી લાગનારી ક્રિયા. ૧૯. અનાભોગિકી ક્રિયા ઉપયોગ વગર પ્રમાદથી ઊઠતા-બેસતા રહેવું અથવા
ગમનાગમન કરવાથી જે ક્રિયા લાગે છે, તે ક્રિયા. ૨૦. અનવકાંક્ષા પ્રત્યયિકા કિયાઃ આ લોક-પરલોક વિરુદ્ધ કાર્ય કરવાથી અથવા
જિનોક્ત વિધિમાં અનાદર કરવાથી લાગનારી ક્રિયા. ૨૧. પ્રાયોગિકી ક્રિયા મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિથી લાગનારી ક્રિયા. ૨૨. સામુદાયિકી ક્રિયા કોઈ પણ પાપકાય એવી રીતે કરવો કે જેથી આઠ કર્મોનું
સામુદાયિક રૂપે ગ્રહણ થાય. ૨૩. પ્રેમિકી ક્રિયા : માયાવશ યા લોભવશ બીજાંમાં પ્રેમ ઉત્પન્ન કરવાથી
લાગનારી ક્રિયા. ૨૪. વૈશ્વિકી ક્રિયા ક્રોધથી યા તો માનથી એવાં ગર્વપૂર્ણ વચનો બોલવાં કે જેથી
બીજાંના મનમાં દ્વેષ ઉત્પન્ન થાય. ( ૧૧૦
સુધારસઃ ભાગ ૨)
Page #121
--------------------------------------------------------------------------
________________
૨૫. ઇપિથિકી ક્રિયા : કેવળજ્ઞાનીને માત્ર કાયયોગથી જે કર્મબંધ થાય છે તે ક્રિયા. આ ક્રિયા સાંપરાયિકી કર્મના આસ્રવનું કારણ નથી. બાકીની બધી ૨૪ ક્રિયાઓ કષાયપ્રેરિત હોવાને કારણે સાંપ૨ાયિક કર્મના બંધનું કારણ છે. અહીં આ સર્વ ક્રિયાઓનો નિર્દેશ સાંપાયિકી કર્મસ્રવ બાહુલ્યની દૃષ્ટિથી કરવામાં આવ્યો છે.
·
પ્રમુખ આસ્રવ - કષાય :
હવે આજે ચાર કષાયોનું જ વિવેચન કરવું છે. કષાયોના ભયંકર વિષાકો બતાવવા છે. કષાય-આસ્રવ દ્વારા જીવ અનંત કર્મોનું બંધન તો કરે જ છે, પરંતુ આ જીવનમાં કષાયોથી પરસ્પરની પ્રીતિનો, વિનયનો, વિશ્વાસનો અને ગુણસમૃદ્ધિનો નાશ થાય છે. પ્રથમ છે - ક્રોધ કષાય ઃ
દાહજ્વરની અતિ ભયંકર પીડાનો કદી તમે અનુભવ કર્યો છે ? અગર તો દાહજ્વરથી પીડિત કોઈ વ્યક્તિને તમે જોઈ છે ? અસહ્ય પીડા અને ભયંકર પરિતાપથી તડપતા મનુષ્યને જોઈને કોઈ અંતઃસ્પર્શી વિચાર આવ્યો છે કદી ?
ક્રોધની વેદના અતિ ભયંકર અને અસહ્ય હોય છે. ક્રોધી મનુષ્યનું જીવન અશાંતિની આગમાં શેકાતું હોય છે. એ અશાંતિની આગ ન તો ચંદનનાં શીતળ વિલેપનથી શાન્ત થઈ શકે કે ન તો ચંદ્રની શીળી ચાંદનીથી. એટલું જ નહીં, પરંતુ ક્રોધી પોતે જ અગનગોળા જેવો હોય છે. જેને એ સ્પર્શે છે, તેને ય સળગાવે છે. જેને એણે સ્પર્શ કર્યો તો સમજી લેવાનું કે તે પણ સળગી ગયો જ !
# એટલા માટે તો ક્રોધીનો કોઈ મિત્ર હોતો નથી, એ જાતે ય કોઈનો મિત્ર બની શકતો નથી ને ! એની સાથે મૈત્રી - દોસ્તી રાખે પણ કોણ ? ક્રોધીનો કોઈ ચાહક હોતો નથી. એ પોતે જ કોઈને ચાહતો નથી. ક્રોધી મનુષ્ય પોતાના પરિવાર માટે સદાય સંતાપકારી રહે છે. મિત્રો માટે પરિતાપ કરનારો બને છે.
॥ ક્રોધી મનુષ્યની આસપાસ સદાય ઉદ્વેગભર્યું વાતાવરણ જ રહે છે. સૌનાં દિલ દિમાગ ભારે ભારે લાગે છે. જ્યાં સુધી ક્રોધી મનુષ્ય ઘરમાં રહેશે ત્યાં સુધી ઘરવાળાંનાં મન ઉદ્વિગ્ન રહેશે, એ જ્યાં સુધી દુકાનમાં હશે ત્યાં સુધી દુકાનના માણસો અશાન્ત - ઉદાસ નજરે પડશે.
# ક્રોધી માણસ ન તો સ્વયં સુખી રહે છે, ન તો બીજાંને સુખ આપી શકે છે. એ આપી પણ કેવી રીતે શકે ? કારણ એની પોતાની પાસે જ જ્યારે સુખ નથી તો પછી અન્ય માણસોને તો આપી પણ કેવી રીતે શકે ? તે જાતે દુઃખી રહે છે અને
આસવ ભાવના
૧૧૧
Page #122
--------------------------------------------------------------------------
________________
પાસે રહેનારાંને પણ દુખી બનાવે છે. ક્રોધમાંથી પેદા થાય છે વેર. એક વ્યક્તિ પ્રત્યે વારંવાર ક્રોધ, ગુસ્સો કરવાથી વેરની ગાંઠ બંધાઈ જાય છે. આ વેરની ગાંઠ કેન્સરની ગાંઠ કરતાં પણ ભયંકર હોય છે. કેન્સરની ગાંઠ એક વાર પ્રાણ હરે છે, પરંતુ વેરની ગાંઠતો જનમજનમ ભાવપ્રાણોને હરી લે છે. ' ક્રોધી માણસ મોક્ષમાર્ગ ઉપર ચાલી શકતો નથી. કારણ કે મોક્ષમાર્ગ સમતાધારીનો માર્ગ છે. ક્રોધી કેવી રીતે શમ-સાગરને પાર કરી શકે ? તીવ્ર ક્રોધથી અભિભૂત વ્યક્તિ ક્ષમાદિ ધમની આરાધના કરવામાં સમર્થ બની શકતી નથી. તે તો હિંસા વગેરે પાપોમાં પ્રવૃત્ત થઈને દુર્ગતિની ગહન ખીણમાં પડે છે. તમે શું સુભૂમ ચક્રવર્તીનું નરક પતન નથી સાંભળ્યું? પરશુરામની અધોગતિ નથી સાંભળી? મોક્ષપ્રાપ્તિ એ જ આત્મા કરી શકે કે જેમાં સમતાનું સામર્થ્ય હોય, જેમાં ક્ષમાભાવની ક્ષમતા હોય વાતવાતમાં ક્રોધ. ગુસ્સો....રોષરીષ કરનારો જીવાત્મા મોક્ષપ્રાપ્તિ ન કરી શકે. મોક્ષાદિ તો દૂર રહ્યાં, સંસારનાં ભૌતિક સુખ પણ એને માટે અપ્રાપ્ય જેવાં બની જાય છે. 1 તો પછી જીવન જીવવા માટે ક્રોધનો સહારો લેવો? જે ક્રોધ આત્માની અધોગતિ
કરે છે, આત્માનું બધી રીતે પતન કરે છે, તેનો સંગ શા માટે કરવો ? જે ધખધખતા અંગારાઓ કરતાં પણ વધારે ભયંકર છે એનો સ્પર્શ પણ શા માટે ? કરવો? પોતે બળવું અને બીજાંનેય બાળવાં?સ્વયં અશાન્ત બનવું અને બીજાંને પણ અશાંતિ આપવી? ક્રોધમાં જો હોશ ગુમાવીને વેરની ગાંઠ બાંધી લીધી તો બધું જ લુંટાઈ ગયું સમજવું. આટલું જાણ્યા-સમજ્યા પછી પણ જો તમે ક્રોધનો ત્યાગ નહીં કરો તો સમજી લેજો કે તમે જિંદગી સંપૂર્ણ રીતે હારી ગયા. બની શકે કે તમારી અજ્ઞાનમૂલક માન્યતા તમને ક્રોધ કરવા પ્રેરિત કરે યા મજબૂર કરે, ક્રોધનાં કેટલાંક સારાં પરિણામ પણ બતાવે, પરંતુ અંતતોગત્વા એનાં પરિણામ
ભયાનક અને દુખદ જ સિદ્ધ થશે. બીજો છે - માન કષાય: -
જો તમે જ્ઞાની હો, શાસ્ત્રજ્ઞ હો, તો તમારે ગર્વ ન કરવો જોઈએ. જ્ઞાની પાસે દુનિયા નમ્રતાની અપેક્ષા રાખે છે. પ્રજા શાસ્ત્રજ્ઞ પાસે પણ વિનમ્રતાની અપેક્ષા રાખે છે. શિષ્ટ, સજ્જન પુરુષ, સમજદાર વ્યક્તિ તમને નમ્રતાની મૂર્તિ અને કોમળતાથી ભય ભય જોવા ઈચ્છશે. જો તમે અભિમાન કરશો તો તમારા વ્યક્તિત્વ પર કલંક
૧૧૨
શાન્તસુધારસ: ભાગ ૨
Page #123
--------------------------------------------------------------------------
________________
લાગી જશે. લોકો કહેશેઃ “શું આ જ્ઞાની છે? જ્ઞાની અને અભિમાનનું પૂતળું? જ્ઞાનથી તો ગર્વનો ત્યાગ કરવો જોઈએ. અભિમાન ત્યજી દેવું જોઈએ, એને બદલે જ્ઞાની બનીને અભિમાન અપનાવ્યું?”
અભિમાની જ્ઞાની પુરુષ જ્ઞાનને કલંકિત કરે છે. સ્વયં કલંકિત બને છે અને જનસમાજની નજરમાં પોતાના વ્યક્તિત્વને, પોતાની પ્રતિભાપૂર્ણ પ્રજ્ઞાને નીચે પાડે છે. જ્ઞાનના મહત્ત્વને પણ હાનિ પહોંચે છે. જ્ઞાનનું જે પરિણામ આવવું જોઈએ, જે ફળ મળવું જોઈએ, એ જ્યારે નથી મળતું તો જ્ઞાનનું અવમૂલ્યન સ્વયં
જણાઈ આવશે. . શું તમે શીલવાન છો? (શીલ એટલે કે જિનશાસનની પવિત્ર ધર્મક્રિયાઓ). તમે
શીલની ગરિમા, શીલની મહત્તા વધારવા માગો છો ? જો હા, તો અભિમાનનો ત્યાગ કરો. ગર્વને દફનાવી દો. અભિમાનથી ઉત્પન્ન થયેલો અવિનય તમારા શીલને દૂષિત બનાવી દેશે. પછી ભલેને તમે ઉચ્ચ કોટિની ધર્મક્રિયાઓ કરતા હો, ભલેને શાસ્ત્રવિહીન ધર્માનુષ્ઠાન કરતા હો, તમારું અભિમાન આ જિનધર્મભાષિત પવિત્ર ધર્મક્રિયા પ્રત્યે અંતઃકરણમાં બહુમાન અને પ્રીતિનો ભાવ પેદા થવા નહીં દે. અભિમાની મનુષ્ય વિનયશીલ તો હશે જ નહીં. વિનયહીન વ્યક્તિ માણસોના હૃદયમાં આદરભર્યું સ્થાન પામી શકતો નથી. તે વ્યક્તિ સર્વજનપ્રિય બની શકતી નથી.
તમે એવું વિચારી રહ્યા છો કે “અભિમાની બનીને પણ અમે તો ધર્મની કલ્યાણમયી આરાધના કરી શકીશું?” શું તમે એવું વિચારી રહ્યા છો કે “ગર્વિષ્ઠ બનીને ય અમે તો ધનવાન બની જઈશું?” શું એવી કલ્પનામાં તો નથી ખોવાઈ જતા ને કે “અભિમાની બનીનેય અમે તો રૂપવતી-લાવણ્યમતી નવયૌવનાઓની સાથે મીઠા સંબંધ બાંધી શકીશું?” ગૂંચવાશો નહીં, આ તો માયા-મૃગજળ જેવી ગૂંચવણો છે. ભ્રમણાઓની ભૂલભુલામણીઓ છે. આથી વધારે કશું નથી. શું તમે નથી જાણતા કે ધર્મનું મૂળ વિનય છે? વિયમૂળે ધો – વિનય નહીં, નમ્રતા નહીં, તો પછી ધર્મ કેવો? મૂરું નાતિ તો શાલા ? મૂળ વગરનું કોઈ વૃક્ષ જોયું છે ? અભિમાનીમાં નમ્રતા-વિનય ક્યાંથી? અભિમાન વિનયનું ઘાતક છે. વિનય નહીં તો ધર્મ નહીં સંસારના ક્ષેત્રમાં પણ અભિમાની નિષ્ફળ :
શું અર્થોપાર્જન કરવામાં અભિમાની મનુષ્ય સફળ બને છે ? શ્રીમંતોને
આસ્રવ ભાવના
૧૧૩
Page #124
--------------------------------------------------------------------------
________________
અભિમાની મનુષ્ય પ્રિય લાગે છે ? તે લોકો તો નમ્ર-વિનયી અને મધુરભાષી મનુષ્યને જ પસંદ કરે છે. જેઓ શ્રીમંતોના પ્રીતિપાત્ર બને છે, તેઓ સરળતાથી - સહજ રીતે ધનોપાર્જન કરી શકે છે. અરે વેશ્યા પણ અભિમાની માણસને નાપસંદ કરે છે ! ઘરની સ્ત્રી પણ અભિમાની માણસને ચાહતી નથી. વિનમ્ર અને વિનીત. વ્યક્તિ જ સંસારના ક્ષેત્રમાં સફળ બની શકે છે. અરે, એ તો જરા બતાવો કે અભિમાની બનીને કોના અંતઃકરણમાં તમે સ્થાન પ્રાપ્ત કર્યું? પછી જિંદગીમાં બાકી શું રહ્યું? ધર્મ નહીં ધન નહીં, ભોગસુખ નહીં! તો પછી અભિમાન શા માટે કરવું? ગર્વની ગંદી ગલીઓમાં શા માટે ભટકવું? નમ્રતાની સરિતા, વિનયનું નંદનવન:
નમ્રતાની સરિતાના કિનારા ઉપર વિનયનું નંદનવન મહેકે છે. પધારો, આ નિંદનવનની રમ્ય ધરા ઉપર આપના જીવનને પ્રતિક્ષણ પ્રસન્નતાનાં ફૂલોથી સજાવી દઈએ. શા માટે અભિમાનનો છેડો પકડીને બેઠા છો? જો તમે પ્રજ્ઞાવંત - બુદ્ધિમાન હો, ગુણદોષનો, સારા-ખોટાનો ખ્યાલ કરનારા હો, તો તમારે ગર્વને તિલાંજલિ આપવી જોઈએ. અભિમાનની આગથી તમારી જાતને બચાવવી જોઈએ. જો તમે વિનીત અને વિનમ્ર બનશો તો બીજાંના હૃદયમાં તમે અને તમારું જ્ઞાન સ્થાન પામી શકશો. તેમના હૃદયમાં જ્ઞાન અને જ્ઞાનીજનો માટે અનોખું સ્થાન પ્રાપ્ત થશે. તમારી પવિત્ર ધર્મક્રિયાનું ગૌરવ વધશે. તમારી નમ્રતા સાચા અર્થમાં ધાર્મિક બનાવશે. અર્થોપાર્જન, ભોગસુખની પ્રાપ્તિ ઈત્યાદિ ગૃહસ્થ જીવનના ક્ષેત્રમાં પણ નમ્રતા , સહાયક બનશે.
ગર્વ ત્યજો, અભિમાન ભૂલી જાઓ. ભલે સન્માન મળે યા અપમાન મળે. ભલે સુખની શીતળતા મળે કે દુઃખની અગનજાળ મળે, પરંતુ અભિમાનને તો તમારા આત્મમંદિરમાં ભૂલમાં પણ પ્રવેશ આપશો નહીં. ત્રીજો છે - માયા કષાયઃ
માયા માટે પ્રશમરતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે: “માયાવી મનુષ્ય ભલેને માયાજાનિત કોઈ પણ અપરાધ યા ગુનો ન કરતો હોય, પરંતુ માયાદોષથી ઉપહત. બનેલો એ જીવ સાપની જેમ અવિશ્વસનીય બને છે.”
સાપ ભલેને શાન્ત સૂતો હોય, પરંતુ એ વિશ્વસનીય નથી હોતો. એનો વિશ્વાસ કરીને એને સ્પર્શ કરવો એ કંઈ બુદ્ધિમત્તા નથી. જેવી રીતે સાપે સમગ્ર વિશ્વનો - આખી માનવજાતનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે, એનો કોઈ ભરોસો કરતું નથી, એ જ રીતે માયાવી, કપટી વ્યક્તિ પણ સમાજ માટે અવિશ્વસનીય બની ગયો છે. તમે માયા-કપટ કરીને, છલકપટ કરીને તમારા વ્યક્તિત્વને નીચે પાડ્યું હોય તો તમારી
[૧૧૪
. .
શાન્તસુધારસઃ ભાગ ૨
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠાને ડાઘ લગાડ્યો છે. દુનિયાની નજરોમાં તમે માયાવી-કપટી બનીને આવ્યા, સમાજની નજરોમાં છેતરપિંડી કરનાર બની ગયા, તો પછી કોણ તમારો વિશ્વાસ કરશે? .
ભલે તમે બે યા ત્રણ વાર માયા કરી હશે, કપટ કર્યું હશે અને એનાથી તમે ધનસંપત્તિ પણ કમાઈ લીધી હશે. તમારો કોઈ સ્વાર્થ સિદ્ધ કરી લીધો હશે, પરંતુ તમારાં કરતૂતો દુનિયાની સામે આવી ગયાં હશે, તો દુનિયા તમને બેઈમાન જ માનશે. પછી ભલેને તમે છલકપટ છોડી દો, પરંતુ તમારા વિકૃત બનેલા વ્યક્તિત્વને બદલવું કદાચ મુશ્કેલ બની જશે. લોકો વિચાર કરશે - આ ભલે અત્યારે સરળ હોવાનો દેખાવ કરતો હોય, પરંતુ એની સરળતામાં પણ દંભ છુપાયો છે. સરળતાનો દેખાવ કરીને, દુનિયાના ભોળા માણસોને વિશ્વાસમાં લઈને એ એક દિવસે બધાંને દગો દેશે. એનો કપટી સ્વભાવ સુધરશે નહીં. આ તો સો ઉંદર મારીને બિલ્લી હજ કરવા નીકળી છે.' આમ અનેક વિચારો તમારે માટે લોકોમાં ફેલાશે.
તમે દુનિયાની ઉપેક્ષા - અવગણના કરી શકતા નથી. “મારે દુનિયા સાથે શું લેવાદેવા? મને કોઈની ય પરવા નથી; લોકોનો વિશ્વાસ હોય યા ન હોય આ બધાં સાથે મારે શું સંબંધ?” બની શકે કે ગુસ્સામાં તમે આવા શબ્દો બોલી નાખો. પરંતુ સંસારમાં અન્ય મનુષ્યોનો વિશ્વાસ સંપાદન કર્યા સિવાય ચાલી શકતું નથી. હા, અવિશ્વાસની કાલિમાથી કલંકિત જીવન જીવનારા માણસો પણ તમને મળી જશે. પરંતુ જ્યારે તમે એમના જીવનની ગહનતામાં - એમના અંતસ્તલમાં નજર કરશો, તો અશાન્તિ, ક્લેશ અને પ્રવચના સિવાય તમને કશું મળશે નહીં. આવું જીવન જો તમને પસંદ હોય તો ચાલતા રહો માયા-કપટના માર્ગ ઉપર; પરંતુ ધ્યાન રાખજો - અત્યંત અશાંતિની આગમાં બળતા રહેશો!
તમે તમારા પારિવારિક જીવનમાં, પરિવારના સદસ્યો સાથે માયા-કપટની જાળ બિછાવશો, અને જો તેમને તમારી આ માયાજાળની ખબર પડી ગઈ, તો તમે તમારા જ પરિવારનો વિશ્વાસ ખોઈ બેસશો. પત્ની, પુત્ર, પુત્રી વગેરે તમામ સ્વજનો તમારા પ્રત્યે શંકાની નજરથી જોવા લાગશે. પરિવારના પ્રેમ-સ્નેહમાં ઓટ આવી જશે. અરે, તમારો જ પરિવાર તમને નફરત કરવા લાગશે.
સમાજની સાથે તમે દગાબાજી કરી વ્યાપાર અને ધાર્મિક સંસ્થાઓના હિસાબકિતાબમાં ગોલમાલ કરી, તમારી આ દગાબાજીનો પડદો ઊપડી ગયો; સમાજની નજરમાં તમે દગાબાજ-મકકાર બની ગયાં; તો તમારા પ્રત્યે હજારો લોકોની નફરત, વરસશે. તમને ગાળો બોલશે, કદાચ તમારે માટે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે. પછી ભલેને તમે માયા-દંભ કરવાનું છોડી દેશો, તો પણ દુનિયાની નજરમાં તો તમે અવિશ્વાસપાત્ર જ બની જશો.
તમે તમારી જ ભૂલનો શિકાર બની જશો. બનવાજોગ છે કે બીજાં ઉપર દોષારોપણ કરીને તમે તમારા મનને સમજાવતા રહેશો; પરંતુ એટલા માત્રથી જ [ આસ્રવ ભાવના છે
૧૧૫
Page #126
--------------------------------------------------------------------------
________________
તમારી અવિશ્વાસની “ઈમેજ” દૂર નહીં થાય. માયા-કપટ અને દંભથી ભરેલા તમારા ભૂતકાળને દુનિયા નહીં ભૂલૈ. માયાવી ગૃહસ્થ હોય યા સાધુ હોય - કોઈ પણ હોય - માયાનું આવરણ સૌના મનમાં માત્ર અશાંતિ જ ઉત્પન્ન કરશે. અશાંત મનુષ્ય ધર્મની કલ્યાણમયી આરાધના પણ સાચા અર્થમાં કરી શકતો નથી. મનુષ્ય પોતાનાં પાપાચરણોને આવૃત્ત કરવા માટે ભલે માયાનો સહારો લે, પરંતુ એનું પાપાચરણ એના આત્માને આખરે તો ચંચળ અને અશાંત જ બનાવશે, એટલું જ નહીં, માયાવીના માથે અનેક આપત્તિઓ ઘેરાયેલી રહે છે. ક્યારે એ કઈ આપત્તિના પંજામાં ફસાઈ જાય એ કહી શકાય નહીં.
આટલી ભયાનક માયાને કયો બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના જીવનમાં સ્થાન આપશે ? માયાનો સહારો કોણ લેશે? એટલા માટે તમને લોકોને કહું છું કે માયા છોડી દો. સરળતા અને નિર્મળતા સ્વીકારો. સરળતાની છાયા, નિર્મળતાનો સાથ તમને અનંત સંપત્તિનાં એ શિખરો પર સ્થાપિત કરશે કે જે સુખશાન્તિના સદાસ્થાયી નિધાનરૂપ છે. ચોથો છે - લોભ કષાય :
હવે તમને ચોથા લોભ કષાય અંગે બતાવું છું. લોભનો વિપાક બતાવતાં પ્રશમરતિ'માં કહ્યું છે -
सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ॥ તમામ વિનાશોનું આશ્રયસ્થાન લોભ છે. તમામ કષાયોનું નિવાસસ્થાન લોભ છે.
જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં નુકસાન કરનારાં તત્ત્વો છે, તે તમામે તમામ લોભના આશ્રયસ્થાનમાં આરામ કરી રહ્યાં છે. અન્યત્ર ક્યાંય પણ આ તત્ત્વોને આશ્રયસ્થાન મળતું નથી. ચોરોનું, પરસ્ત્રી લંપટોનું અને વેરની ગાંઠ બાંધનારાઓનું આશ્રયસ્થાન લોભ છે. લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર મળી જશે, પરસ્ત્રી લંપટોને અન્ય સ્થળે શોધવાની જરૂર નથી. લોભના વિશ્રામગૃહમાં જ મળી જશે. ક્રૂરતાને ભલા, ક્યાં શોધશો? લોભની સાથે જ એ તમને મળી જશે. બધાં જ દુઃખ-દર્દ અને પીડાઓની પાસે પહોંચવાનો સીધો અને ખૂબ સારો રસ્તો, પછી બધાં જ વ્યસનો તમને લોભના રાજમાર્ગ ઉપર જ મળશે. રાજમાર્ગ છે ને? એટલે સૌને એ રાજમાર્ગ ઉપર ચાલવાની રજા છે, સૌને હકક છે. કોઈની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી, નિયંત્રણ નથી. પરસ્ત્રી-ગમન, ચોરી, જુગાર, શિકાર, મદ્યપાન, વચનવિકાર, કપટલીલા - આ બધાં જ દુર્બસનો લોભના મુખ્ય માર્ગ ઉપર મજાથી ચાલી રહ્યાં છે. લોભદશા આત્મામાં પ્રબળ બનતાં જ મહાવિનાશકારી પાપોનું આગમન થઈ જશે. ભયંકર વ્યસનોનો અડ્ડો - ડેરાતંબૂ તમારી આત્મભૂમિ [૧૧૬
સુધારસ ભાગ ૨
Page #127
--------------------------------------------------------------------------
________________
જામી જશે.
લોભ માત્ર ધન યા સંપત્તિનો જ નથી હોતો, પરંતુ સુખ માત્રનો લોભ હોય છે. પાંચ ઈન્દ્રિયોના તમામ વિષયોના સુખનો લોભ હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના પ્રિય - મનપસંદ સુખોનો લોભ હોય છે. સુખોને પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત સુખોનો ઉપભોગ કરવાની તીવ્ર વાસના હોય છે. આ વાસના જ જીવોને વ્યસનોનો ગુલામ બનાવી દે છે. પરંતુ આવો લોભી જીવ - વ્યસનોનો ગુલામ બનેલો જીવ સુખશાન્તિ પ્રાપ્ત કરી શકે ? પ્રસન્નતા અને પ્રીતિ પ્રાપ્ત કરી શકે? ના, જરા પણ નહીં.
જે લોભદશાને પનારે પડ્યો, એ નતો કોઈ સુખ પામી શકે છે કે ન કોઈ શાન્તિપ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. એનું સમગ્ર જીવન દુઃખદર્દ અને વેદનાથી ભરાઈ જાય છે. પીડા અને પરિતાપ સિવાય એને કશું મળતું નથી. શું તમે જાણો છો? "વિપાકસૂત્ર'ના પેલા શ્રેષ્ઠીપુત્ર ઉજિઝતકને? વૈષયિક સુખોની તીવ્ર લાલસાએ એને વ્યસનોનો ગુલામ બનાવી દીધો હતો. એ શરાબી બન્યો, જુગારી બન્યો, માંસભક્ષી અને વેશ્યાગામી પણ બન્યો હતો. કામધ્વજા નામની વેશ્યાની સાથે ભોગસુખમાં ડૂબી ગયો, પરિણામ શું આવ્યું? ફળ શું પ્રાપ્ત થયું? “
નગરના રાજાએ વેશ્યાને પોતાના ઉપભોગ માટે પસંદ કરી. ઉક્ઝિતકને એની પાસે ન આવવા કડક સૂચના આપવામાં આવી. પરંતુ વેશ્યાના સુખનો ગુલામ બનેલો એ વેશ્યા પાસે ગયા સિવાય કેવી રીતે રહી શકે ? ચોરીછૂપીથી એ ગયો. રાજાના સૈનિકોએ એને પકડી લીધો. રાજાના આદેશથી એના સૈનિકોએ -ઉક્ઝિતકને ઘોર યાતના આપી અને અંતમાં શૂળી ઉપર ચડાવી દીધો. કેટલું કરુણ અને યાતનાપૂર્ણ એનું મોત થયું? - પચ્ચીસ વર્ષનો એ અતિસુંદર નવયુવક હતો; સુખોપભોગની તીવ્ર લાલસાને કારણે શૂળી ઉપર મોત મળ્યું. મરીને એ પહેલી નરકમાં ગયો. વિચાર કરો. આવા દારુણ લોભને જિંદગીમાં સ્થાન આપવું, એનો સહારો લેવો શું યોગ્ય છે? આવા લોભને પનારે પડીને શું સુખશાન્તિ પામી પણ શકાય? લોભ સમસ્ત પાપોની જડ છે:
અજ્ઞાની જીવ સુખ પામવા માટે લોભનો સહારો લે છે. જાણે કે એ જીવવા માટે ઝેરનો પ્યાલો પી રહ્યો છે. પોતાની જાતને સુરક્ષિત કરવા માટે સિંહની ગુફામાં સ્થાન મેળવી રહ્યો છે. શીતળતા પામવા માટે તે ધખધખતા અંગારાઓ ઉપર ડગ માંડી રહ્યો છે. એને કોણ સમજાવે?વિનાશકારી તત્ત્વોને એ પોતાના પરમ હિતકારી સમજી બેઠો છે. દગાબાજને એ વિશ્વાસપાત્ર સમજે છે, એને કોણ બચાવે?
લોભ તમામ પાપોની જડ છે. લોભી કયું પાપ નથી કરતો? એ તો કોઈ પણ પાપાચરણ માટે તૈયાર હોય છે. એ તો પાપને પાપ માને છે જ ક્યાં? એને તો બસ ઈન્દ્રિયોનાં વિષયસુખ જ નજરમાં આવે છે. પરંતુ બિચારો જીવ સુખોનો ઉપભોગ [ આસ્રવ ભાવના
૧૧૭]
Page #128
--------------------------------------------------------------------------
________________
કરે ન કરે એટલામાં તો ભયંકર દુઃખદર્દની જ્વાળાઓ એને ઘેરી લે છે. દુર્ગતિનાં ભયંકર દુઃખો વિનષ્ટ કરી નાખે છે.
ધ્યાન રાખો, સુખ પામવા માટે લોભની પાસે ન જાઓ. બનવા જોગ છે કે દૂરથી તમને સુખ દેખાતું હોય, પરંતુ તે માત્ર તમારી ભ્રમણાની માયાજાળ હોય. તમે વિચારી પણ ન શકો એવાં ભયંકર દુઃખો સુખની ઓટમાં છુપાઈને બેઠાં હોય છે. ક્યાંક એવું ન થાય કે “દુવિધા મેં દોનું ગયે માયા મિલી ન રામ'. સુખની શોધ આપણને દુખની ભયંકર ઊંડી ખાઈમાં ધકેલી ન દે. સંસારમાર્ગના નિર્માતા:
આ રીતે આ ક્રોધ, માન, માયા અને લોભ જીવાત્માઓના દુઃખના કારણભૂત હોવાથી નરક વગેરે સંસારનો ભયંકર માર્ગનું નિર્માણ કરનારાં છે.
ભીષણ સંસારનો રસ્તો ભયંકર છે. નરકગતિ અને તિર્યંચગતિ સંસારની ભયાનક ગતિઓ છે. નરકગતિ આપણા માટે પરોક્ષ છે, પરંતુ તિર્યંચગતિ તો પ્રત્યક્ષ છે. પશુ-પક્ષી અને કીડાઓનું જીવન તો આપણી સામે જ છે. એમની જિંદગીને ઘેરી વળેલાં દુઃખનાં ઘનઘોર વાદળો તમને નજરે નથી પડતાં ? કતલખાનામાં ક્રૂરતાથી કતલ થતાં આ નિદોંષ જાનવરોની કંપારી ઉત્પન્ન કરનારી ચીસ તમને સંભળાતી જ નથી? શિકારીની અગન ઓકતી બંદૂકોથી વીંધાયેલા, તીરથી ઘાયલ થયેલા અને જમીન ઉપર પડેલા તેમજ દદથી તડપતા કોઈ પંખીની વેદનામય અવસ્થા તમે નથી જોઈ?
કોઈ નદી યા સરોવરને કિનારે બેસીને માછીમાર જ્યારે તેની જાળમાં ફસાયેલી માછલીઓને પથ્થર ઉપર પટકી-પટકીને મોતને ઘાટ ઉતારે છે, એ વખતનું ધ્રુજાવી નાંખતું દ્રશ્ય શું તમે નથી જોયું?
જીવતાં માસૂમ વાછરડાંને ગરમાગરમ પાણીમાં ડૂબાડીને તેમની ચામડી ઉતારી લેનારાઓના કારનામાં શું તમે નથી સાંભળ્યાં ? તિર્યંચ યોનિની સંસારની ભીષણતાના તો આ બે-ચાર નમૂનાઓ છે. આમ તો માત્ર આટલી જ નહીં, પણ આનાથી ય વધારે યાતનાઓથી ભર્યો તિર્યંચોનો સંસાર છે!
નરકગતિનું વર્ણન સાંભળ્યું છે ને? ભલેને એ દર્દ-પીડા અને પરિતાપોથી ભરેલો સંસાર આજ આપણે આપણી નજરથી ન જોઈ શકીએ, પરંતુ પ્રત્યક્ષદર્શી જ્ઞાનવૃષ્ટિના માધ્યમથી જ્ઞાની પુરુષોએ આપણને બતાવ્યું છે. તમારે એ નજરે જોવું છે? આંખોથી જોવાનો આગ્રહ ન રાખો. આપણે એ ભયંકર વેદનાને જોઈ પણ નહીં શકીએ. આપણું માનવહૃદય એ ભયંકર નરકવાસની વેદનાઓને સહી શકશે નહીં. દિલ અને દિમાગ બેહોશ થઈ જશે. કદાચ આપણે ધરતી પર પટકાઈ પડીશું ! અરે, આપણે તો કતલખાનામાં થતી પશુઓની કતલને જોવાય શક્તિમાન નથી, તો પછી આટલાં ભાવુક હૃદયવાળાં આપણા માટે નરકવાસની કાતિલ વેદનાઓને અને [૧૧૮
સુધારસ : ભાગ ૨)
Page #129
--------------------------------------------------------------------------
________________
નૃશંસ હત્યાઓને જોવી કેટલે અંશે શક્ય બને? એટલા માટે જોવાની ઉત્કંઠાને દબાવીને એ વેદનાઓને શાસ્ત્રોના માધ્યમથી જાણી લેવી એ જે ઉચિત છે.
આવી દુઃખપૂર્ણ નરકતિર્યંચગતિનો રસ્તો પણ એટલો જ ડરાવનારો છે. એટલો જ ભયંકર છે. એટલો જ દુખપૂર્ણ અને ક્લેશમય છે. એ રસ્તો છે - હિંસા અને જૂઠનો, ચોરીનો, વ્યભિચારનો અને પરિગ્રહનો અથતુ હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર અને પરિગ્રહના રસ્તા ઉપર ચાલીએ તો સીધા જ નરકનતિર્યંચ યોનિમાં પહોંચી જઈએ. વચ્ચે ભૂલા પડવાનો - ભટકાઈ જવાનો સવાલ જ નથી. રસ્તો તો કેવી રીતે ભૂલાય? આ માર્ગ બતાવનારા ક્રોધ, માન, માયા, લોભ સાથે જ રહે છે! આ માર્ગનું નિર્માણ કરનારા તેઓ પોતે જ છે. રસ્તાનો નિર્દેશ કરનારા પણ તેઓ જ છે. રસ્તામાં સાથીદાર બનીને ચાલનારા પણ તેઓ જ છે, તો પછી ભટકવાની વાત જ
ક્યાં રહી? દુર્ગતિમાં પહોંચાડનારા કષાયો :
દુર્ગતિના રસ્તાનું પ્રવર્તન કરનારા આ કષાયો છે. મનુષ્યોને, આવોને, આ રસ્તા ઉપર ચાલવાની સતત પ્રેરણા આપનારા આ કષાયો જ છે અને દુર્ગતિમાં સારી રીતે પહોંચાડનારા પણ તે જ છે. - શું ક્રોધે પરશુરામને ક્ષત્રિય-હત્યાનો ઉપદેશ ન આપ્યો? અને તેમને નરકમાં ન - ધકેલ્યાં? - અભિમાને શું રાવણને યુદ્ધના મેદાનમાં ન મોકલ્યો? અને ખરાબ રીતે પરાજિત
થઈને સીધો જ નરકમાં ન મોકલ્યો? - માયાએ રુક્તિ રાજાને હૃદયની અશુભ ભાવનાઓને છુપાવવાનો ઉપદેશ
આપીને તેને નરક અને તિર્યંચ યોનિમાં ન ભટકાવ્યો? લોભે મમ્મણ શેઠને કયણતાના પાઠન શિખવાડ્યા? રૌદ્રધ્યાન શીખવીને એને સાતમી નરકે પહોંચાડ્યો ન હતો ? ક્રોધના આદેશો, અભિમાનની પ્રેરણાઓ, માયાની સલાહો અને લોભની લાલચોમાં ફસાયેલો - ભ્રમિત બનેલો જીવ હિંસા, જૂઠ અને દુષ્ટ આચરણના ભયાનક રસ્તે ચાલી નીકળે છે. નરક અને તિર્યંચ ગતિના ભીષણ સંસારમાં પોતાની જાતને હોમી દે છે. અનંત યાતનાઓ સહન કરતા જીવો પ્રત્યે ક્રોધ, માન, માયા, લોભને જરા પણ દયા યા તો સહાનુભૂતિ નથી. એમને બરાબર ઓળખો.
આત્મામાં કર્મોનો સતત પ્રવાહ આ કષાયોના આસવ-દ્વારો દ્વારા થઈ રહ્યો છે. કષાયોનાં આ આસવ-દ્વાર બંધ કરવાં જ પડશે. એટલા માટે ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાનો સહારો લેવો જ પડશે. આજે બસ, આટલું જ.
[
આસવ ભાવના
. ૧૧૯]
Page #130
--------------------------------------------------------------------------
________________
શાGિGીસાફરી
પ્રવચન ૩૫
ન : સકલના :
કુગુરુઓના ચક્કરમાં ફસાસો નહીં. • કુગુરુઓનો વિશેષ ઉપદેશ. • અવિરતિ વિષયલોલુપતાનું કારણ. મિથ્યાત્વની સાથે અવિરતિ. ઈન્દ્રિયપરવશતા - દારુણ આસ્રવ. સ્પર્શનેન્દ્રિય પરવશ હાથી. રસનેન્દ્રિય પરવશ માછલી.
ધ્રાણેન્દ્રિય પરવશ ભ્રમર-ભમરો. • ચક્ષુરિન્દ્રિય પરવશ પતંગિયું.
શ્રવણેન્દ્રિય પરવશ હરણ. ઇન્દ્રિયો સદૈવ અતૃપ્ત.
ભા.
Page #131
--------------------------------------------------------------------------
________________
परिहरणीया रे ! सुकृतिभिरामवा, हृदि समताभवधाय । प्रभवन्त्येते रे ! भशमच्यखला विभुगुणविभववधाय ॥१॥
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્ત સુધારસની સાતમી “આસ્રવ ભાવના “ધનશ્રી રાગમાં ગાય છે. તેઓ કહે છે શ્રેયાર્થી આત્માને હૃદયમાં સમત્વ ધારણ કરીને કર્મબંધના પ્રબળ કારણરૂપ આસવોનો ત્યાગ કરવો જોઈએ. જો એ આસવો નિરંકુશ બની ગયા તો ગુણોના વૈભવને વેરવિખેર કરી નાખશે.
कुगुरुनियुक्ता रे ! कुमतिपरिप्लुताः शिवपुरपथमपहाय। प्रयतन्तेऽमी रे ! क्रियया दुष्टया प्रत्युत शिवविरहाय ॥ २ ॥ દંભી અને પાખંડી ગુરુઓના ચકકરમાં ફસાઈને યા પોતાની ખોટી બુદ્ધિનો શિકાર બનીને જીવાત્મા મોક્ષનો સાચો માર્ગ છોડી દઈને અશુદ્ધ અને અશુભ ક્રિયાઓમાં ગૂંચવાઈ જાય છે, અને આ રીતે મોક્ષથી ઠીકઠીક દૂર ફેંકાઈ જાય છે.
ત્યાગ, પ્રતિજ્ઞા યા અનુશાસન માટે જરા પણ ઉત્સુક નહીં એવાં પ્રાણી આવેગને આધીન બનીને આ લોક અને પરલોકમાં કર્મોને કારણે ઉત્પન ભીષણ દુઃખોના પાશમાં ફસાઈ જાય છે.
મથુરા રે! શમાવવો, વિષયવિનોદરા , - હસ્ત ! સ્ત્રમને રે! વિવિઘા તેના બત! પરાતિવિરસેન ! ૪ .
હાથી, માછલી, ભ્રમર, પતંગ અને હરણ -આ પ્રાણીઓ પોતપોતાના મનપસંદ પદાર્થોની પાછળ પાગલ બનીને ભટકે છે અને પીડાનો શિકાર બની બેસે છે. પરિણામસ્વરૂપ મોતની ગહન ખીણમાં પડી જાય છે. કુગુરુઓના ચક્કરમાં ફસાસો નહીં?
મોક્ષમાર્ગમાં ગુરુતત્ત્વનું ખૂબ મહત્ત્વ છે. મોક્ષમાર્ગની આરાધનામાં ડગલેપગલે ગુરનું માર્ગદર્શન અપેક્ષિત છે - જે સાચો રાહ બતાવે તે સદ્ગુરુ કહેવાય છે અને જે ખોટો માર્ગ બતાવે તે કુગુરુ કહેવાય છે. જો કે સદ્ગુરુની પ્રાપ્તિમાં મનુષ્યનું પુણ્યકર્મ જ મુખ્ય રૂપમાં કારણ હોય છે. પરંતુ એમાંય મનુષ્યની બુદ્ધિની આવશ્યકતા રહે છે.
આમ તો સદ્ગુરુની પસંદગીનો તો પ્રશ્ન જ નથી ઊઠતો, પસંદગી હંમેશાં બુદ્ધિથી જ કરવામાં આવે છે અને બુદ્ધિ કોઈ વાર દગો દે છે. એટલા માટે તો એક મહાત્માએ કહ્યું છે - મારગ સાચો કોણ બતાવે? જાકું જાઈકે પૂછીએ તે તો અપની અપની ગાવે...
મારગ સાચો કોણ બતાવે? [ આસવ ભાવના
૧૨૧]
Page #132
--------------------------------------------------------------------------
________________
“મારા પ્રશ્નોનો સાચો ઉત્તર આપનારને જ હું ગુરુ માનીશ” - આવી વાત કરનારાઓ પોતાના જ પ્રશ્નોમાં ગૂંચવાઈ જાય છે. કારણ કે પોતાના જ પ્રશ્નો લઈને બુદ્ધિશાળી માણસ જે જે ગુરુઓની પાસે જાય છે, તે કહે છે: “જે હું કહીશ, તે જ સત્ય છે.” એક પ્રશ્નના અલગ અલગ ઉત્તરો મળે છે. બુદ્ધિ ગૂંચવાઈ જાય છે. તત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી.
દુર્ભાગ્યને કારણે જો દંભી અને પાખંડી ગુરુમળી ગયા અને તે પોતાના સ્વાર્થની પૂર્તિને નજર સામે રાખીને તમારા પ્રશ્નોના ઉત્તર જે તમને પ્રિય હશે. પસંદ હશે.. એવો જ આપશે! આવા ગુરુઓ ખૂબ ચતુર હોય છે. પાખંડમાં પારંગત હોય છે. એ જાણી લે છે કે એમની પાસે આવનાર મનુષ્યની અભિરુચિ કેવી છે? અભિરુચિ જાણીને જ પ્રશ્નોના ઉત્તરો આપે છે. આવનાર મનુષ્ય સંતુષ્ટ થઈ જાય છે અને એ કુગુરુને સદ્ગુરુ માની લે છે અને એની સ્વાર્થપૂર્તિમાં એ નિમિત્ત બની જાય છે.
વિશેષ રૂપે મેં જોયું છે કે લોકો ક્રિયામાર્ગ પસંદ નથી કરતા, જેમને ધર્મક્રિયાઓ પ્રત્યે અરુચિ હોય છે, ત્યાગ અને તપની અભિરૂચિ નથી હોતી, એવા લોકો દંભી અને પાખંડી ગુરુઓના ચકકરમાં ફસાઈ જાય છે.
બીજી વાત, જે લોકો સુખશીલ હોય છે, આરામપ્રિય હોય છે, એવા લોકો દંભી અને પાખંડી ગુરુઓના ચક્કરમાં ફસાઈ જાય છે. દુનિયામાં - ભારતમાં એવા કેટલાક સંપ્રદાયો છે, પંથો છે, આશ્રમો છે, જ્યાં ધર્મના નામે રંગરાગ અને ભોગવિલાસ ચાલે છે. જ્યાં આત્મધર્મના નામે વિષયકષાયોને પુષ્ટ કરનારી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. ત્યાં મોક્ષમાર્ગની કોઈ આરાધના થતી નથી. કુગુરુઓનો વિશેષ ઉપદેશ:
એક વાત સ્પષ્ટ રીતે સાંભળી લો. મોક્ષમાર્ગ-જ્ઞાન ક્રિયાત્મક છે. જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ | એકલું જ્ઞાન યા તો એકલી ક્રિયા મોક્ષમાર્ગ નથી. જ્ઞાનની ઉપેક્ષા કરીને ક્રિયા કરનારા મોક્ષમાર્ગ ઉપર નથી હોતા. વધારે પ્રમાણમાં કુગુરુઓ ધર્મક્રિયાઓનો નિષેધ કરે છે, પાપક્રિયાઓનો નિષેધ નથી કરતા, કારણ કે તમને લોકોને પાપક્રિયાઓ પસંદ હોય છે.
તે લોકો કહે છેઃ v પ્રતિક્રમણની ક્રિયા આવશ્યક નથી.
સામાયિકની ક્રિયા જરૂરી નથી. પરમાત્માના મંદિરમાં જવાની જરૂર નથી. | પૌષધદ્રત કરવું વ્યર્થ છે. [૧૨૨L કોડ
, શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #133
--------------------------------------------------------------------------
________________
| બ્રહ્મચર્યપાલન આવશ્યક નથી. . રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી નથી.
કંદમૂળ-અભક્ષ્યનું ભોજન કરી શકો છો.
આ તમામ વિધિનિષેધ આત્મધર્મ માટે ઉપયોગી નથી હોતા, બસ આત્મધમી બનો. આત્મદર્શન કરો. આત્મદર્શન થતાં બધું જ મળી જાય છે.
કુગુરુઓ કદી કહેશે નહીં કે ' v પાપોનો ત્યાગ કરો, પુણ્યકર્મ કરો. | મૈથુનનો ત્યાગ કરો, બ્રહ્મચર્યનું પાલન કરો.
એ તો એવી વાત સમજાવશે કે જડ જડને ભોગવે છે. આત્મા તો અભોક્તા છે. આત્મા સ્વપર્યયોનો જ ભોક્તા છે. આવા ઉપદેશને કારણે વિષયલોલુપ જીવોને વિષયાનંદ પામવામાં કોઈ અફસોસ રહેતો નથી. આવા જીવ મોક્ષમાર્ગથી દૂર-સુદૂર ચાલ્યા જાય છે. પાપક્રિયાઓના રાગી બની જાય છે. નથી રહેતો વિષય-વૈરાગ્ય. નથી જાગતો મોક્ષપ્રેમ.
આવા કુગુરુઓના મોટા મોટા આશ્રમો હોય છે. ત્યાં આનંદપ્રમોદનાં અનેક સાધનો ઉપલબ્ધ હોય છે. એશઆરામની પૂરી સગવડો હોય છે. વિશેષ રૂપે એવાં સ્થાનોમાં શ્રીમંત-ધનવાન લોકો જાય છે.
જે લોકોનું ઘોર મિથ્યાત્વ ઉદયમાં હોય છે એમને સાચી વાત સમજાતી નથી. લાખ પ્રયત્નો કરવા છતાં પણ સાચો મોક્ષમાર્ગ સમજી શકતા નથી. એવા લોકોને એમની નિયતિ પર છોડી દેવા જોઈએ. મિથ્યાત્વનો આસવ વિશેષ રૂપે આત્માને નુકસાન કરે છે. હું એવા કેટલાક બુદ્ધિમાનોને જાણું છું, ઓળખું છું, જે લોકો કરઓના ફંદામાં ફસાયા છે અને ધર્મથી-મોક્ષમાર્ગથી દૂર-દૂર ચાલ્યા ગયા છે. પરંતુ જ્યાં સુધી એમનો પુણ્યોદય થતી નથી ત્યાં સુધી એ લોકો સાચા માર્ગે પાછા ફરી શકતા નથી. આવા લોકોને સમજાવવા નિરર્થક છે. એમને પોતાના ધનનું, બળનું, બુદ્ધિનું અભિમાન તો હોય જ છે, પરંતુ હું આત્મજ્ઞાની છું. એવું આત્મઘાતી અભિમાન પણ પીડતો હોય છે. અભિમાનીને સત્ય સમજાવી શકાતું નથી. આવા જીવોનો ગુણવૈભવ વેરવિખેર થઈ જાય છે. તે લોકો ગુણવૃષ્ટિથી દરિદ્ર બની જાય છે. અવિરતિ વિષયલોલુપતાનું પ્રમુખ કારણ?
અવિરતિ એવો કમર્સિવ છે કે જીવાત્મા મન, વચન, કાયાથી પાપ ન કરે તો પણ પાપકર્મોનું આગમન આત્મામાં ચાલતું રહે છે. એટલે કે કર્મબંધ થતો રહે છે. તમે વિચારશો કે પાપ ન કરવા છતાં પણ પાપકર્મોનું બંધન કેવી રીતે થાય?” થાય
આસ્રવ ભાવના
૧૨૩
Page #134
--------------------------------------------------------------------------
________________
છે ! પાપ ન કરવાની તમે પ્રતિજ્ઞા નથી કરી; આત્મસાક્ષીથી. પરમાત્માસાક્ષીથી, ગુરુસાક્ષીથી પ્રતિજ્ઞા નથી કરી ત્યાં સુધી પાપકર્મો આત્માને લાગે જ છે.
આ વાતને વ્યાવહારિક રીતે સમજવા માટે બે ઉદાહરણો સદાય યાદ રાખો. ૧. તમારા ઘરમાં ‘લાઈટ કનેક્શન' (વીજળીનું જોડાણ) છે, પરંતુ તમે ‘લાઈટ’નો ઉપયોગ કરતા નથી. બહારગામ ચાલ્યા ગયા, તો પણ તમારે ‘લાઈટ’નો ‘ટેક્ષ’ તો ભરવો જ પડે છે !
૨. એ રીતે તમારા ઘરમાં પાણીનો નળ છે. ‘કનેક્શન' લીધેલું છે. હવે પાણીનો ઉપયોગ નથી કરતા, તો પણ તમારે પાણીનો ટેક્ષ તો ભરવો જ પડે છે. જો ટેક્ષ ન ભરવો હોય તો કનેક્શન કપાવી નાખવું પડે છે.
પાપોનું ‘કનેક્શન’ કપાવી નાખો. પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો, એ કનેક્શન કપાવી નાખવા બરાબર છે. પાપત્યાગની પ્રતિજ્ઞા ન કરવી ‘અવિરતિ’ છે. અવિરતિનો આસ્રવ આ દૃષ્ટિએ ખતરનાક છે.
તમે માંસભક્ષણ નથી કરતા, પરંતુ તમે માંસભક્ષણ ન કરવાની પ્રતિજ્ઞા ન કરી હોય, તો તમને માંસભક્ષણનું પાપ તો લાગતું જ રહે છે.
તમે શરાબ પીતા નથી, પરંતુ તમે શરાબ ન પીવાની પ્રતિજ્ઞા ન કરી હોય, તો શરાબ પીવાનું પાપ તો લાગે જ છે. આ રીતે સર્વ પાપો વિશે સમજવું. જાણી લેવું.
મિથ્યાત્વની સાથે અવિરતિ :
જો મિથ્યાત્વની સાથે અવિરતિ હોય તો જીવાત્મા પાપ ત્યાગ કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે' એ વાત માનતો નથી. પાપ કરવા યોગ્ય માને છે. જ્યારે સમ્યક્ત્વની સાથે અવિરતિનો ઉદય થાય છે, તો મનુષ્ય પાપોને પાપરૂપ માને છે, પરંતુ ત્યાગ કરી શકતો નથી. પાપોનો ત્યાગ ન કરી શકવાનું દુઃખ એના હૃદયમાં હોય છે.
સમ્યક્ત્વ જીવાત્માને પાપ-પુણ્યની, ધર્મ-અધર્મની ભેદરેખા બતાવે છે. પાપ ત્યાગ કરવા યોગ્ય છે, પુણ્ય કરવા યોગ્ય છે, ધર્મ કરવા જેવો છે, અધર્મ ત્યજવા યોગ્ય છે ત્યાજ્યનો ત્યાગ ન કરવાનું આંતરદુઃખ અનુભવતો હોય છે.
તમે પૂછશો કે છોડવા યોગ્ય, ત્યાગ કરવા યોગ્યનું જ્ઞાન હોવા છતાં મનુષ્ય શા માટે ત્યાગ નથી કરતો ? આનાં બે કારણો છે - પ્રથમ કારણ તો જીવની વિષયપરવશતા છે. વિષયલોલુપતા છે. બીજું કારણ છે - અવિરતિનો ઉદય.
તમે જાણો છો કે સમ્યક્ત્વનું ચોથું ગુણસ્થાનક હોય છે અને વિરતિનું પાંચમું
શાન્તસુધારસ : ભાગ ૨
૧૨૪
Page #135
--------------------------------------------------------------------------
________________
અને છઠ્ઠ ગુણસ્થાનક હોય છે. પાંચમું ગુણસ્થાનક દેશવિરતિનું અને છઠ્ઠ સર્વવિરતિનું હોય છે. પાંચમા ગુણસ્થાનકે રહેલ આત્માઓ આંશિક રૂપે ત્યાગ કરી શકે છે, જ્યારે છઠ્ઠા પર રહેલ આત્માઓ સર્વપાપોનો ત્યાગ કરી સાધુ-સાધ્વી બની શકે છે.
આ તત્ત્વજ્ઞાન સમજવું અતિ આવશ્યક છે, કારણ કે સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય એવું સમજે છે કે “સાચી વાત સમજીને મનુષ્ય પોતાના જીવનમાં કેમ જીવતો નથી? તો પછી સાચી સમજદારીનું શું મહત્ત્વ ? આનું સમાધાન છે -
સાચી જાણકારીવાળો સમ્યગુદ્રષ્ટિ આત્મા પાપોનો ત્યાગ ન કરી શકવાની પોતાની કમજોરી સમજતો હોય છે, એના મનમાં દુઃખ હોય છે. બીજા લોકો - જેઓ પાપત્યાગ કરે છે તેમને જોઈને તે આનંદિત થઈ જાય છે ! અનુમોદના કરે છે. આ વાતને પુષ્ટ કરનાર બે દ્રષ્ટાંતો યાદ રાખવા જેવાં છે. એક દ્રષ્ટાંત છે શ્રીકૃષ્ણ મહારાજાનું અને બીજું છે સમ્રાટ શ્રેણિકનું. બંને રાજા હતા. શ્રીકૃષ્ણ, ભગવાન નેમિનાથના પરમ ભક્ત હતા. તેઓ પાપપુણ્યનો ભેદ જાણતા હતા. ગ્રહણ કરવા યોગ્ય અને ત્યાગ કરવા યોગ્ય પણ જાણતા હતા !જાણતા હતા, પરંતુ પોતે પોતાના જીવનમાં જીવી શકતા ન હતા. તીર્થકરોનો ઉપદેશ સાંભળવા છતાં પણ એમના મનમાં વિરતિધર્મનું પરાક્રમ ઉલ્લસિત થતું ન હતું. એટલા માટે તેઓ સમ્યગુદ્રષ્ટિ હોવા છતાં પણ જીવનમાં પાપોનો ત્યાગ કરી શકતા ન હતા. ચારિત્રધર્મ - વિરતિધર્મનો સ્વીકાર કરી શક્યા નહીં.
પરત રાજકુમારોને, રાણીઓને ચારિત્રધર્મ સ્વીકારતાં રોક્યાં નહીં. ચારિત્રધર્મ સ્વીકારવા દીધો ! પ્રસન્નચિત્તે સ્વીકાર કરવા દીધો! વિરતિધર્મની આરાધના વગર જીવની કદીય મુક્તિ થવાની નથી.” આ વાત તેઓ સારી રીતે સમજતા હતા અને માનતા હતા, પણ તેઓ સ્વયં વિરતિધર્મની આરાધના કરી શક્યા ન હતા.
અવિરતિના આસવને સારી રીતે સમજવાનો છે. આ આસવનાં વિનાશકારી પરિણામોને સમજવાનાં છે. આ આસ્રવ જીવોને દુર્ગતિમાં લઈ જઈ શકે છે અને દુઃખી કરી દે છે. ઈક્રિયપરવશતા - દારુણ આવઃ
વિષયાસક્તિ જીવને ઈજિયપરવશ બનાવી દે છે. વિષયાસક્ત મનુષ્ય સ્વચ્છેદ બનીને વિષયભોગ કરે છે અને પોતાનો વિનાશ કરે છે. એટલે કે પાપકમોંથી આત્મા બંધાઈ જાય છે. જ્યારે એ પાપકર્મોનો ઉદય થાય છે ત્યારે જીવને ભયાનક દુઃખો ભોગવવાં પડે છે. પ્રસ્તુતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયમાં પાંચ પશુઓનો નિર્દેશ ગ્રંથકારે કર્યો છે.
[
આસ્રવ ભાવના
૧૨૫]
Page #136
--------------------------------------------------------------------------
________________
- સ્પર્શેન્દ્રિયના વિષયમાં હાથી
રસનેન્દ્રિયના વિષયમાં માછલી - ધ્રાણેજિયના વિષયમાં ભ્રમર - ચક્ષુરિન્દ્રિયના વિષયમાં પતંગિયું - શ્રવણેન્દ્રિયના વિષયમાં હરણ.
એક એક વિષયમાં આસક્ત જીવ પોતાનો સર્વનાશ કરે છે, તો પછી પાંચે ઇન્દ્રિયોને પરવશ જીવ, એનું શું થશે? આજે હું તમને એક એક વિષયની પરવશતા અંગે ગ્રંથકારે જે એક એક પશુનું ઉદાહરણ આપ્યું છે, એ કંઈક વિસ્તારથી બતાવવા ઈચ્છું છું. તમે લોકો ધ્યાનથી સાંભળજો. સ્પર્શેન્દ્રિય પરવશતા - હાથી :
હાથણીઓમાં પણ વેશ્યા જેવી હાથણીઓ હોય છે, જે હાથીને ખુશ કરવામાં ખૂબ કુશળ હોય છે. કોઈ હાથણી હાથીના શરીર સાથે પોતાનું શરીર ઘસે છે, કોઈ એને કાનથી પંખો નાખે છે, તો કોઈ એની ઉપર પાણીનો છંટકાવ કરે છે. કોઈ એની ઉપર ફૂલ ફેકે છે. કોઈ એની આગળપાછળ, તો કોઈ નજીકમાં ચાલે છે. સ્વચ્છેદરૂપે ક્રિીડા કરતાં એ હાથીને પિંજરામાં પૂરી દેવામાં આવે છે. પછી તો બસ, મહાવત એની ઉપર અંકુશ લઈને ચડી બેસે છે. વારંવારના અંકુશ પ્રહારોથી હાથી પરવશ બની જાય છે અને દુઃખનો તીવ્ર અનુભવ કરે છે. હાથણીની તીવ્ર આસક્તિ હાથીને પરવશ બનાવી દે છે. સ્પર્શેન્દ્રિય સુખોમાં આસક્ત મનુષ્ય પણ આ રીતે પરવશ બનીને દારુણ દુઃખ પામે છે.
સ્પર્શના અસંખ્ય વિષયોમાં જ્યારે જીવાત્મા લુબ્ધ બની જાય છે ત્યારે એને એ ખબર નથી પડતી કે તે વિનાશના ધાર ઉપર પગ માંડી રહ્યો છે.
પુરુષને જેમ સ્ત્રીના શરીરસ્પર્શની આસક્તિ ઘેરી લે છે તેમ સ્ત્રીને પુરુષના સ્પર્શની કામના બાળે છે. આ સ્પર્શસુખમાં આસક્ત બનેલ જે જીવાત્માઓ રાતદિન મન-વાણી અને વર્તનથી સ્પર્શસુખમાં લીન બને છે તેમણે પોતાના જ હાથે પોતાનું પતન - પોતાનો વિનાશ કરવો કબૂલ્યો છે.
શપ્યા, આસન, અંગમર્દન, ચુંબન, આલિંગનાદિ, સ્નાન, વિલેપન ઈત્યાદિ સ્પર્શમાં આસક્ત, સ્પર્શનાં સુખથી મોહિત બુદ્ધિવાળા મૂઢ જીવો હાથીની જેમ બંધન પામે છે. રસનેન્દ્રિય પરવશ માછલી :
કોઈ વાર તમે તળાવ, સરોવર, બંધ યા નદીના પાણીમાં ઊછળતી-કૂદતી. ૧૨૬
શાન્ત સુધારસઃ ભાગ ૨ |
Page #137
--------------------------------------------------------------------------
________________
-
માછલીઓને જોઈ છે ? પાણીની સપાટી ઉપર આવતી, પળ - બેપળ બહાર જોતી, ફરી પાછી પાણીમાં ડૂબકી મારતી, વીજળીની જેમ એક પળ માટે ઉપર આવતી અને પછી અદૃશ્ય થતી એ માછલીઓને જોઈ છે ? આ માછલીઓ માત્ર એક જ રસનેન્દ્રિયને પરવશ હોય છે. અન્ય ઇન્દ્રિયો એમને હોય છે, પરંતુ પરવશતા તો એક રસનેન્દ્રિયની જ હોય છે. આ પરવશતા - ૨સનેન્દ્રિયની લાલચ એમના મોતનો સંદેશો લઈને આવે છે.
જેવી રીતે એ માછલીઓને પોતાના રસના વિષયની શોધ હોય છે, એ રીતે દુનિયાના કેટલાય માણસોને માછલીઓની ખોજ હોય છે; કારણ કે માછલી તેમનો ખોરાક હોય છે. તેમની ૨સના માછલી ઉપર જ લાલાયિત હોય છે. માછલીને જોતાંની સાથે જ તેને પકડવા તેઓ પાણીમાં જાળ બિછાવે છે. લોઢાના તીક્ષ્ણ કાંટા ઉપર માંસનો ટુકડો યા લોટની ગોળી લગાડી, તેને દોરાથી બાંધીને કાંટાને પાણીમાં નાખે છે. જેવી માછલી એ માંસના ટુકડાને અથવા તો લોટ ખાવા માટેની લાલચમાં કાંટાને મુખમાં દબાવે એટલામાં જ કાંટો એના તાળવાને વીંધી નાખે છે.
માછીમારને આની ખબર પડતાં જ દોરીને ઉપર ખેંચી લે છે, માછલી એનો શિકાર બની જાય છે. જાળમાં એક સાથે અનેક માછલીઓ આવી જાય છે. કારણ સમજો છો ને ? રસનેન્દ્રિયને પ્રિય અને મિષ્ટ વિષયની લોલુપતા ! એ લોલુપતા જ એને મારી નાખે છે. “મને તો અત્યંત સ્વાદિષ્ટ, રસપૂર્ણ અને વૈવિધ્યયુક્ત ખાવાનું જ પસંદ આવે છે, શરબત વગર તો ચાલે જ કેવી રીતે ? ભાઈ, ચા-કોફી તો મારે જોઈએ જ, શરાબ પણ આપણને તો જોઈએ. માંસ પણ કોઈ કાઈ વાર ચાલે.” આવો આગ્રહ હોય. આવાં ભોજન અને પેય પદાર્થોની આસક્તિ હંમેશાં રહેતી હોય, આ જ લાલચ સદાય દિમાગમાં - દિલમાં છવાયેલી રહેતી હોય, તો તે ‘વિષયાસક્તિ’ - ‘વિષયવૃદ્ધિ’ કહેવાય છે. ઘ્રાણેન્દ્રિય પરવશ ભ્રમર-ભમરો :
ચાલો, હવે ઘ્રાણેન્દ્રિય પરવશ ભ્રમરની વાત કરીએ. સ્નાન, વિલેપન અને સુગંધિત દ્રવ્ય-ચૂર્ણોની ગંધથી ભ્રમિત મનવાળો મનુષ્ય ભ્રમરની જેમ નાશ પામે છે.
ચાલો, એક અતિરમણીય, મહેંકભર્યા બગીચામાં જઈએ. અનેક પ્રકારના વિવિધરંગી અસંખ્ય ફૂલ જ્યાં ખીલ્યાં છે, બગીચાની મધ્યમાં એક સરોવર છે - કમળપત્રોથી સુશોભિત અને કમળનાં ખીલેલાં પુષ્પોથી ભર્યું ભર્યું ! સામે જુઓ, કેટલું સુંદર દૃશ્ય છે ! કમળ ઉપર ગુંજારવ કરતા ભમરાઓ ઊડી રહ્યા છે. કેટલાક ભમરાઓ તો કમળની સુવાસ લેવા કમળની મધ્યમાં બેસીને સુગંધ-સાગરમાં લીન થઈ રહ્યા છે.
આસવ ભાવના
૧૨૭
Page #138
--------------------------------------------------------------------------
________________
આ ભ્રમરોને અહીં ખેંચી લાવે છે કોણ, તે જાણો છો ? આ કમળોની સુવાસ! સુવાસ એમને ખેંચી લાવીને કમળોની પાંખડીઓ ઉપર બેસાડે છે. કેટલું સુંદર દ્રશ્ય હોય છે? તમને અતિપ્રિય લાગે છે કે આ વૃશ્ય? ખૂબ જ સુંદર.
આ બધાની વચ્ચે બાગનો માળી આવી પહોંચે છે. તે કમળનું એક કરમાયેલું પુષ્પ લઈને આવ્યો છે. માળી એ કમળની એક એક પાંખડીને અલગ અલગ કરે છે. મારી દ્રષ્ટિ એ પુષ્પમાં રહેલા ભ્રમર ઉપર પડી. ભ્રમરતો મરી ગયો હતો. કલ્પનાની આંખે તમે પણ જુઓ.
આ કરૂણ અંજામ છે પેલી ગંધપ્રિયતાનો, ગંધરસિકતાનો. કમળની સુગંધમાં પાગલ બનેલ ભમરાને એટલાય હોશ ક્યાંથી કે સાંજે એ પાંખડીઓ બંધ થઈ જશે અને પોતે એમાંથી નીકળી નહીં શકે અને પ્રાણ ચાલ્યા જશે.
આપણી સામે બે દ્રશ્યો છે. એક તો સરોવરમાં પુષ્પ ઉપર ઊડતા ભ્રમરો અને બીજું છે - ચિર નિદ્રામાં સૂતેલા ભ્રમરોનું. આ બે દ્રશ્યો છે. આમાં માનવજીવનની આધ્યાત્મિકતા છુપાયેલી છે. સાંભળી લો એ રહસ્ય.
અરે ભાઈ, તમે જડ પુદ્ગલોની ગંધમાં આસક્ત ન બનો. શું તમારે સુગંધિત જળથી સ્નાન કરવું છે? તમારા આવાસમાં સુગંધ ભરપૂર ધૂપ-દીપ બળતા રાખવા છે? સુવાસિત પુષ્પોના ગજરા તમારા હાથોમાં સદાય રાખવા છે? સુગંધથી મહેંકતા તેલ અને અત્તરો શરીર ઉપર છાંટીને સુગંધ-સાગરમાં ડૂબકી લગાવવી છે? પરંતુ સાચું તો એ છે કે તમે વિનાશના મહાસાગરમાં ડૂબી જશો !' પ્રશ્નઃ તો શું અમારે સુગંધ ન જ લેવી?
ઉત્તરઃ ગ્રંથકાર એમાં આસક્ત થવાની મના કરે છે, મનને એમાં લીન કરવાની ના પાડે છે. સહજ અને સ્વાભાવિક સુવાસ જો આવતી હોય તો કોઈ ગટર યા ગંદા નાળા પાસે જઈને ઊભા રહેવાની જરૂર નથી. ભલેને ગમે તેવી સુવાસ મળે, કદાચ એ મનને આહલાદ પણ આપી જાય, તો પણ એ સુવાસમાં મન બંધાવું ન જોઈએ. વારંવાર સુગંધી પદાર્થોમાં મન રમવું ન જોઈએ. જો મન એ પદાર્થોમાં ખોવાઈ ગયું, તો પછી આત્મરમણતા યા પરમાત્મરમણતા જીવનમાં નહીં આવી શકે. ચક્ષુરિન્દ્રિય પરવશ પતંગિયુંઃ
હવે ચક્ષુરિન્દ્રિય પરવશ પતંગિયાની વાત કરીએ. પાગલપતંગિયાને તમે કદી જોયું છે? વીજળીના પ્રકાશના ભપકામાં કદાચ પતંગિયાં જોવા નહીં મળે, પરંતુ કોઈક ગ્રામપ્રદેશમાં ચાલ્યા જઈએ તો ત્યાં આપણને રાતના સમયે થી યા તો તેલના દવાઓની આસપાસ પતંગિયાં ચકકર મારતાં નજરે પડશે. એ દવાની જ્યોતની ચારેબાજુ મસ્ત બનીને બે-ચાર પતંગિયાં અવશ્ય ફરી રહ્યાં હશે. ૧૨૮
શાન્ત સુધારસઃ ભાગ ૨ |
Page #139
--------------------------------------------------------------------------
________________
એ દીવાની જ્યોતમાં આપણને કોઈ સુંદરતા યા સૌન્દર્યભર્યા વાતાવરણની ખબર નથી પડતી. આપણને એ જ્યોતમાં કોઈ સૌન્દર્ય નજરે પડતું નથી. જ્યારે પતંગિયાને તો એ જ્યોતમાં અપૂર્વ સૌંદર્યનાં દર્શન થાય છે અને એ સુંદર જ્યોતને ચૂમવા આગળ વધે છે. પરંતુ જેવું તે જ્યોતને સ્પર્શ કરે છે કે તરત જ દીપજ્યોત એને બાળીને રાખ કરી નાખે છે.
આ રીતે જ્યારે કોઈ પુરુષ કોઈ સૌન્દર્યવતી નારીની લોભામણી ચાલ જુએ છે અને તેનું મન ચંચળ બની જાય છે. લાવણ્યવતી લલનાની મદમાતી આંખોમાં સ્નેહલ સ્નિગ્ધતા અને પ્યારભર્યો આદર પામે છે, તો તેનું મન-મસ્તક નાચી ઊઠે છે. એ કમનીય કાન્હાનું ચંદ્ર સમું મુખ જોઈને તેના અન્ય અંગો ઉપર નજર પડતાં જ પુરુષનું હૃદય હાલી ઊઠે છે. એ ચંદ્રમુખી મુગ્ધાના સાંકેતિક હાસ્યને પ્રાપ્ત કરીને એની તરફ બળપૂર્વક ખેંચાતો જાય છે. અનિમેષ નેત્રોથી - એકીટસે એના તરફ એ પુરુષ જોતો જ રહે છે.
અને એ નિયમ તો છે જ કે જેને જોયું એને સ્પર્શવાની ચાહના ઉત્પન્ન થશે જ; રૂપનો રાગ, સ્પર્શની ઇચ્છા પેદા કરશે જ. પરંતુ એ સમયે તો એ વાત યાદ નથી રહેતી કે જેનું રૂપ આપણને આનંદ આપે, જેનું દર્શન આપણને પ્રસન્નતા અર્ધે, એનો સ્પર્શ પણ આનંદ જ આપે, પ્રસન્નતા જ આપે એવો કોઈ નિયમ નથી હોતો. ભલેને સ્ત્રીનું બાહ્યરૂપ કામી પુરુષને આનંદ આપે, પણ એ સ્ત્રીનો સ્પર્શ તો બાળશે જ.
અરે, સ્પર્શની વાત છોડો, સ્ત્રીનું રૂપદર્શન પણ વાસનાવિવશ પુરુષના ચિત્તને બાળી મૂકે છે, દઝાડી મૂકે છે. તેનો સર્વનાશ કરી નાખે છે. ચક્ષુરિન્દ્રિયની પરવશતા ! જો માત્ર એક જ ઇન્દ્રિયની પરવશતા પતંગિયાને બરબાદ કરી મૂકે છે તો પછી મનુષ્ય ? જે પાંચ ઇન્દ્રિયોનો ગુલામ બનીને બેઠો છે તેના સર્વનાશની કલ્પના કરો. શ્રવણેન્દ્રિય પરવશ હરણ :
હવે શ્રવણેન્દ્રિય પરવશ હરણની વાત કરીને આજે પ્રવચન પૂર્ણ કરીશ. જ્યારે હરણ સરળતાથી પકડાતાં ન હતાં ત્યારે હરણના માંસના લોલુપ માણસોએ હરણનો શિકાર સરળતાથી થઈ શકે તે માટે તેમણે હરણની એક કમજોરીનો લાભ ઊઠાવ્યો. હરણને સંગીતના સૂર અતિપ્રિય લાગે છે.
એ સૂરોથી ખેંચાયેલું હરણનું જૂથ મંત્રમુગ્ધ જેવું બનીને સૂરો તરફ ચાલ્યું આવે છે. સૂરોની પાછળ છૂપાયેલા યમદૂત જેવા શિકારીઓને એ જોઈ શકતું નથી. સંગીતના સૂર એમને એટલા બધા પ્રિય લાગે છે... હરણોની આ સંગીતપ્રિયતાનો ગેરલાભ ઉઠાવ્યો બુદ્ધિશાળી મનાતા મનુષ્ય.
આસવ ભાવના
૧૨૯
Page #140
--------------------------------------------------------------------------
________________
ગીત અને સંગીત - આ શ્રવણેન્દ્રિયનો પ્રિય, મનપસંદ વિષય છે. એ મનપસંદ વિષયમાં જ્યારે ભલુંભોળું હરણ લીન બને છે, સૂરોની રસમાધુરીમાં મસ્ત બનીને ડૂબકી લગાવે છે, ત્યારે ક્રૂર શિકારી એના પ્રાણ હરી લે છે.
હા, આ સંસાર પણ એવો જ છે. એક શ્રવણેન્દ્રિય પરવશતા હરણનો પ્રાણ લે છે, તો પછી મનુષ્ય? એ તો પાંચ ઈન્દ્રિયોને પરવશ છે! હે માનવ! જો એક ઇન્દ્રિયની. પરવશતા પણ મોતનું વાતાવરણ ઊભું કરી દેતી હોય તો પછી તારું શું થશે? તું તો પાંચે ય ઇન્દ્રિયોનો ગુલામ બની બેઠો છે. ઇન્દ્રિયો સદૈવ અતૃપ્તઃ
અસંખ્ય જડ-ચેતન વિષયોમાં ફેલાયેલી ઇન્દ્રિયોની લોલુપતા આ રીતે શાન્ત થશે જ નહીં. જેમ જેમ તમે એમને વિષયો આપતા જશો તેમ તેમ એમની અતૃપ્તિની તૃષા વધતી જ જશે. અગ્નિમાં લાકડાં અને ઘી નાખતા રહેવાથી તો તે વધારે તેજ બનશે, હોલવાશે નહીં! ઉપાધ્યાય યશોવિજયજીએ ‘જ્ઞાનસાર’માં કહ્યું છે? बिभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च काङ्क्षसि । ।
तदेन्द्रियजयं कर्तु, स्फोरय स्फार पौरुषम् ॥ જો તું સંસારમાંથી મુક્ત થવા ઇચ્છતો હોય અને મોક્ષપ્રાપ્તિની અભિલાષા રાખતો હોય, તો તારી ઈન્દ્રિયો પર વિજય પામવા માટે પ્રચંડ પુરુષાર્થ કર. .
આજે બસ, આટલું જ.
[૧૩૦ પ
. .
. શાન્તસુધારસ ભાગ ૨)
Page #141
--------------------------------------------------------------------------
________________
2llodáka
પ્રવચન 36
: સંકલના :
કષાયોથી બચીને રહો. અશુભ યોગોને રોકો. કેટલાક અશુભ યોગો. પુણ્યકર્મનો ઉદય.
પુણ્યોદયના બે પ્રકાર. પાપાનુબંધી પુણ્યનો ઉદય. પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય છે ? ♦ શુભ કર્મ મોક્ષપ્રાપ્તિમાં બાધક. શાલિભદ્ર.
♦ અનશનકાળમાં સતત શાંતસુધારસનું પાન. દેવગુરુની શક્તિ વિષે નિઃશંક બનો. સમતામૃતનું પાન કરવું છે ? સ્વચ્છ અને સ્વસ્થ બુદ્ધિ.
ઉપસંહાર.
Page #142
--------------------------------------------------------------------------
________________
उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे नियतमनन्तशो जन्मजरामरणेषु ॥ ५ ॥ પરમ ઉપકારી, ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ'માં “આસવ ભાવનાના ગેય કાવ્યમાં આગળ વધતાં ગાય છેઆવેશ અને આવેગના પંજામાં ખરાબ રીતે ફસાયેલાં પ્રાણી નરકની યાત્રા ઉપર ચાલ્યાં જાય છે અને અનંત-અનંત જન્મ-મરણના ચકકરમાં ભટકાતાં-ફરતાં રહે છે.
મનસા વીવા રે, ૪પુષ વંઘમાં યતિળિ | * उपलिप्यन्ते रे तत आम्रवजये यततां कृतमपरेण ॥ ६ ॥ મન-વાણી અને કાયાથી ચંચળ-અસ્થિર પ્રાણી પાપના બોઝથી દબાઈને - નમીને કર્મરૂપ કાદવથી ખરડાઈ જાય છે. એટલા માટે હે આત્મન્ ! અન્ય તમામ કાય બાજુ ઉપર રાખીને, અન્ય સર્વ વાતો ગૌણ કરીને તું આસવો ઉપર વિજય પ્રાપ્ત કર.
शुद्ध योगा रे यदपि यतात्मनां प्रवन्ते शुभकर्माणि । कांचननिगडांस्तान्यपि जानीयात् हतनिर्वृति शर्माणि ॥ ७ ॥ સંયમી અને વિશદ્ધ આત્માઓના શુદ્ધ-શુભ યોગ પણ સારાં કમને જોડે છે. વધારે છે. જ્યારે મોક્ષ માટે તો આ શુભ કમ પણ જંજીર જ બને છે. ઠીક છે, જંજીર સોનાની હોય યા લોઢાની, જંજીર તો જંજીર જ છે. મોલવું સવપામનાં જે થિયમાથા
- शान्तसुधारस पानमनारतं, विनय ! विधाय विधाय ॥८॥ * ઓ વિનય! સવરૂપ પાપોને રોકવા માટે તું તારી સ્વચ્છ અને સ્વચ્છ બુદ્ધિને પ્રયુક્ત કરે અને સાથે જ થાક્યા વગર શાન્તસુધારસનું પાન કર. કષાયોથી બચીને રહોઃ
ક્રોધ, મન, માયા અને લોભ - આ ચાર કષાયો છે. કષાયોથી બચવાનું છે. કષાય-આસવોને તમને વિસ્તારથી સમજાવ્યા છે, એટલા માટે આજે કષાયોના વિષયમાં વિવેચન કરવાનું નથી. કષાયોમાં ફસાયેલા જીવ અનંત સંસારમાં જન્મમરણ કરે છે અને વર્ણનાતીત દુઃખ-ત્રાસ સહન કરતા રહે છે. એટલા માટે ગમે તેમ કરીને કષાયો ઉપર અનુશાસન કરવાનું છે. કષાયોને ઉદયમાં આવવા દેવાના નથી. કષાયોને અંદર ને અંદર શાન્ત કરતા રહો, દબાવતા રહો, નષ્ટ કરતા રહો. વચનોમાં અને આચરણમાં આવવા ન દેશો.
(૧૩૨
૧૩૨
.
| શાન્તસુધારસ ભાગ ૨
શાન્તસુધારસ : ભાગ ૨
Page #143
--------------------------------------------------------------------------
________________
સર્વપ્રથમ અશુભ યોગોનો વિરોધ કરો:
જો તમારું મન ચંચળ હશે, વાણી સાવધ હશે અને કાયા અસ્થિર હશે, તો તમારો આત્મા કર્મોના કાદવથી ખરડાયેલો જ રહેશે, કમોથી બંધાયેલો જ રહેશે. અશુભ યોગોના આસવ ઉપર વિજય પામવાનો પુરુષાર્થ કરવાનો છે.
શુભ યોગ પણ આસવ છે, પરંતુ એ વિષયમાં પાછળથી સમજાવીશ. પહેલાં અશુભ યોગ સમજાવવાનો છે. ગ્રંથકારે અશુભ યોગોને લોઢાની જંજીર કહી છે, શભ યોગોને સોનાની જંજીર કહી છે. પહેલાં લોઢાની જંજીર તોડવાની છે, પછી સોનાની. કેટલાક અશુભ યોગો : v પ્રથમ અશુભ યોગ છે - અસંયમ. મન-વચન-કાયાનો અસંયમ. . બીજો અશુભ યોગ છે - રાગ અને દ્વેષ. | ત્રીજી અશુભ યોગ છે - શલ્ય. માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વ શલ્ય.
ચોથો અશુભ યોગ છે - ગારવ. રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ. v પાંચમો અશુભ યોગ છે - વિરાધના. જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના અને . ચારિત્ર વિરાધના.. i છઠ્ઠો અશુભ યોગ છે - સંજ્ઞાઓ. આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને
પરિગ્રહ સંજ્ઞા. v સાતમો અશુભ યોગ છે - વિકથાઓ. સ્ત્રીકથા, ભોજનકથા. દેશકથા અને
રાજકથા. . આઠમો અશુભ યોગ છે - દુધ્વનિ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. - નવમો અશુભ યોગ છે - લેક્ષાઓ. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા.. - દશમો અશુભ યોગ છે - આઠ મદ. જાતિનો મદ, કુળનો, રૂપનો, બળનો મદ,
લાભનો મદ, બુદ્ધિનો મદ, જ્ઞાનનો મદ, લોકપ્રિયતાનો મદ.
સર્વપ્રથમ જે “અસંયમ’ બતાવ્યો તે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો સમજવો.
આ તમામ અશુભ આસવો છે. એમનાથી આત્મામાં અશુભ પાપકર્મો નિરંતર આવતાં રહે છે અને ચોંટતા રહે છે. પાપક અશુભ આસવો દ્વારા આત્મામાં આવે
છે અને આત્માને બાંધતા રહે છે. એટલા માટે જો પાપકમાંથી બચવું હોય તો અશુભ - યોગોથી બચવું જ પડશે.' [ આસવ ભાવના
છે.
૧૩૩]
Page #144
--------------------------------------------------------------------------
________________
પાપકર્મોનું ફળ તો જાણો જ છો ને? દુઃખ, ત્રાસ અને વેદના, ક્લેશ, અશાન્તિ અને સંતાપ. જો જીવનમાં દુઃખ ઇચ્છતા ન હો તો પાપકર્મો ન બાંધો. પાપકર્મોથી બચવું હોય તો અશુભ આસ્રવોથી બચવું જ પડશે. ગમે તે ઉપાય કરો, પરંતુ આસવોથી બચતા રહો.
સભામાંથી આસવોથી બચવું અમને તો અશક્ય લાગે છે. મહારાજશ્રી અશક્ય કશું જ નથી. આસ્રવોથી બચવા માટેનો દૃઢ સંકલ્પ જોઈએ. “સંવર ભાવના'માં ઉપાયો બતાવવામાં આવશે. ઉપાયો તો છે, ઉપાયનો અમલ કરવો આવશ્યક છે. નિરાશ થવાનું નથી, ઉત્સાહિત થઈને ઉપાયો કરવા પડશે. શુભ યોગોથી પણ આસ્રવ થાય છે?
જેવી રીતે અશુભ યોગોથી પાપકર્મોનો આસ્રવ થાય છે એવી રીતે શુભયોગોથી પણ પુણ્યકર્મોનો આત્મામાં આસ્રવ થાય છે. જેવી રીતે પાપકમાંથી દુઃખ, ત્રાસ મળે છે, જીવોને દુર્ગતિઓમાં જન્મ-મરણ કરવાં પડે છે, એવી રીતે પુણ્યકમોના ઉદયથી જીવોને સુખનાં સાધનો મળે છે અને સ્વર્ગ આદિ સદ્ગતિઓમાં જન્મ મળે છે. હજારો, લાખો, કરોડો વર્ષ - અસંખ્ય વર્ષો સુધી ભૌતિક-વૈષયિક સુખો મળે છે. કેટલાંક વૈષયિક સુખ ભોગવવાં જ પડે છે. આ અપેક્ષાએ શુભ કર્મોનો આસવ મોક્ષમાર્ગમાં બાધક બને છે.
આ વાત સાપેક્ષ દ્રષ્ટિથી સમજવાની છે. જે રીતે પુણ્યકમનો ઉદય મોક્ષમાર્ગમાં બાધક બને છે એમ પુણ્યકર્મોનો ઉદય મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક પણ બને છે. અરે, પુણ્યકર્મોના ઉદય વગર મોક્ષમાર્ગની આરાધના સંભવી શકતી જ નથી! પુણ્યકર્મનો ઉદય મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક . પ્રથમ પુણ્યોદય તો છે મનુષ્ય જીવનનો. જીવાત્માને મનુષ્ય જીવનની પ્રાપ્તિ
પુણ્યકર્મના ઉદયથી થાય છે. i બીજો પુણ્યોદય છે મનુષ્ય-શરીરની પૂર્ણતા. એટલે કે ઇન્દ્રિયોની પૂર્ણતા. | ત્રીજો પુણ્યોદય છે મોક્ષમાર્ગની આરાધના માટે સક્ષમ શરીરની અને સક્ષમ
મનની પ્રાપ્તિ. મોક્ષમાર્ગને સમજનારું મન પુણ્યકર્મના ઉદયથી જ મળે છે. ચોથો પુણ્યોદય છે સરુની પ્રાપ્તિ. મોક્ષમાર્ગની આરાધનામાં સદ્ગુરુનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. પાંચમો પુણ્યોદય છે સારા સંસ્કારી પરિવારની પ્રાપ્તિ. એવો પરિવાર કે જે મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બને.
૧૩૪
1 શાન્ત સુધારસ: ભાગ ૨
Page #145
--------------------------------------------------------------------------
________________
એવાં અનેક સાધનો પુણ્ય સાપેક્ષ હોય છે, એ અપેક્ષાએ પુણ્યકર્મ ઉપાદેય હોય છે, ઉપયોગી હોય છે, મોક્ષમાર્ગની આરાધનામાં આવશ્યક હોય છે. પરંતુ આ પુણ્યોદય પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય જોઈએ. પુણ્યોદયના બે પ્રકારઃ - પુણ્યોદયના બે પ્રકાર હોય છે - પુણ્યાનુબંધી પુણ્યોદય અને પાપાનુબંધી પુણ્યોદય. જે પુણ્યકર્મનો ઉદય થતાં સુખસંપત્તિ થવાથી જીવાત્માને સદ્બુદ્ધિ જાગે, સત્કાર્ય કરવાની ભાવના જાગે, એને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે અને જે પુણ્યકર્મનો ઉદય થતાં જીવાત્માને દુબુદ્ધિ જાગે, પાપકર્મ કરવાની ઈચ્છા થાય અને સુખસામગ્રીનો દુરુપયોગ કરે એને પાપાનુબંધી પુણ્યનો ઉદય કહે છે.
આજકાલ વધારે પ્રમાણમાં પાપાનુબંધી પુણ્યનો ઉદય દેખાય છે. કાળનો પ્રભાવ હોય યા તો જીવદ્રવ્યોની યોગ્યતા-અયોગ્યતાનો પ્રભાવ હોય, પરંતુ વધારે પ્રમાણમાં પાપાનુબંધી પુણ્યનો ઉદય જણાય છે. પાપાનુબંધી પુણ્યનો ઉદય થતાં પ શાતાવેદનીય કર્મનો ઉદય થતાં શરીર નીરોગી અને સશક્ત મળે છે. એવા - શરીરનો ઉપયોગ તપ-ત્યાગ અને સેવા-પરોપકારના કાર્યમાં કરવા નહીં દે, પરંતુ ભોગવિલાસમાં અને બીજા જીવોનું પીડન કરવામાં કરશે. જ્ઞાન-ધ્યાનમાં નહીં કરે, પરંતુ ગીત-સંગીત અને નૃત્યાદિ વિલાસી પ્રવૃત્તિમાં કરશે. સૌભાગ્ય પુણ્યકર્મનો, યશનામ કર્મનો ઉદય થશે ત્યારે તે પોતાનાં યશ-કીર્તિ વધારવાનો પ્રયત્ન કરશે. ધર્મશાસનની ઉન્નતિનાં કાર્ય નહીં કરે. દાન આપશે,
પરોપકાર પણ કરશે, પરંતુ પોતાનો યશ વધારવા કરશે. - સત્તાનું સિંહાસન મળશે, પરંતુ બીજા જીવોનું - પ્રજાનું હિત નહીં કરે. પોતાના જ
સ્વાથની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ કરશે. તમે લોકો આ જોઈ રહ્યા છો ને? જે લોકો ચૂંટણીમાં જીતી જાય છે. પ્રધાન બની જાય છે. તે પછી તેઓ પ્રજાને યાદ કરે છે? ના, તેઓ તો પોતાના સ્વાર્થોની સિદ્ધિ માટે પ્રયત્નશીલ બની જાય છે. સુસ્વર’ નામના પુણ્યકર્મના ઉદયથી તેમનો અવાજ લોકપ્રિય અને મધુર બની જાય છે. પરંતુ તેનો ઉપયોગ તેઓ પ્રભુભક્તિમાં - ગુરૂતુતિમાં નહીં કરે. એનો ઉપયોગ તેઓ ધન કમાવામાં, યશ-કીર્તિ કમાવામાં કરશે.
૪૨ પ્રકારનાં પુણ્યકર્મ હોય છે. જે પાપાનુબંધી પુણ્યનો ઉદય હશે તો એ મનુષ્ય એ પુણ્યકર્મોના માધ્યમથી નવાં પાપકર્મો જ બાંધતો રહેશે. તે સુખનાં સાધનોનો
આસવ ભાવના
૧૩૫
Page #146
--------------------------------------------------------------------------
________________
ઉપયોગ પાપકર્મોમાં જ કરશે. એટલા માટે પાપાનુબંધી પુણ્ય તો હેય છે. ત્યાજ્ય જ છે. ઉપાદેય હોય છે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થતાં
જો કે ગ્રંથકાર ઉપાધ્યાયજીએ પ્રસ્તુતમાં શુભ કર્મોને સોનાની બેડી બતાવીને એનો પણ ત્યાગ કરવાનું કહ્યું છે. છતાં પણ આ વાતને અપેક્ષાથી સમજવાની છે. શુભ કર્મોનો ત્યાગ ત્યારે કરવાનો છે કે જ્યારે શુદ્ધ ભાવમાં રમણતા પ્રાપ્ત થાય. જૂનું ઘર ત્યારે જ છોડાય કે જ્યારે નવું ઘર તૈયાર થાય. નવું તૈયાર થયું હોય અને જૂનું તોડી નાખવામાં આવે યા છોડી દેવાય તો શું થાય?મનુષ્ય ઘરવિહોણો બની જશે અને મૂર્ખ કહેવાશે. એ રીતે જો જીવાત્મા વિશુદ્ધ આત્મભાવમાં રમણતા કરવાનું શીખ્યો પણ ન હોય અને જો શુભ ભાવોનો, શુભ ક્રિયાઓનો ત્યાગ કરી દે તો તે મૂર્ખ કહેવાશે. તે અશુભ ભાવોમાં જ રમમાણ રહેશે. એટલા માટે વિવેકપૂર્ણ વાત એ છે કે મનુષ્ય વિશુદ્ધ આત્મસ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરતો રહે અને શુભ ભાવ અને ક્રિયાઓ કરતો રહે, તો તે અશુભ ભાવ અને અશુભ ક્રિયાઓથી બચતો રહેશે. કેટલાંક ઉદાહરણોથી આ વાત સમજાવું છું.
એક મહાનુભાવનો પુણ્યોદય થયો. લાખો-કરોડો રૂપિયા મળ્યા. તેણે પોતાની માને પૂછ્યું: “મા, પહેલાં બંગલો બનાવવો છે કે જિનમંદિર?' માએ કહ્યું બેટા, પહેલાં જિનમંદિર બનાવ, પછી ઉપાશ્રય બનાવ, તે પછી તારી જે ઈચ્છા હોય તે બનાવજે.' છોકરાએ ભવ્ય શિખરબંધી મંદિર બંધાવ્યું, ઉપાશ્રય બનાવ્યો... પાછળથી બંગલો બંધાવ્યો. એક ભાઈ ચૂંટણીમાં જીતી ગયા. પોતાના ચૂંટણી વિસ્તારમાં જઈને તેમણે લોકોને પૂછ્યું પહેલાં તો તમને બધાને કઈ કઈ સુવિધાઓ જોઈએ છે? લોકોની ઈચ્છા અનુસાર રોડ, લાઈટ અને ખેતી ઉપર ધ્યાન આપ્યું અને સારા લાભ કરાવ્યા. તે ભાઈ ત્રણ ચૂંટણીઓ સુધી સતત જીતતા રહ્યા. i એક ભાઈ શારીરિક દ્રષ્ટિથી સ્વસ્થ હતા, નીરોગી હતા, સદ્ગુરુનો પરિચય
હતો. તેમણે તપશ્ચર્યાની પ્રેરણા પ્રાપ્ત કરી. સુખી, સમૃદ્ધ હોવા છતાં ઉપવાસ, આયંબિલ, વગેરે તપશ્ચર્યા કરતા હતા. શરીરનો સદુપયોગ કરતા હતા. પરોપકારનાં કાર્યો કરતા રહેતા હતા. 1 એક બહેને મુંબઈમાં હોસ્પિટલ માટે એક કરોડનું દાન આપ્યું, પણ પોતાનું નામ ન આપ્યું. ટ્રસ્ટી લોકોનો અતિ આગ્રહ થતાં પોતાના આરાધ્ય પરમાત્માનું નામ આપ્યું!
આ તમામ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયનાં દ્રશંતો છે. એ સારી રીતે સમજો. ૧૩૬
- શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #147
--------------------------------------------------------------------------
________________
નવા કરવાથી અને
આમ તો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય થતાં મનુષ્યને એ પુણ્યથી પ્રાપ્ત સુખસાધન સામગ્રીની ઉપર ગાઢ આસક્તિ નથી થતી, મમત્વ નથી થતું. ચક્રવર્તી રાજાની સમૃદ્ધિ હોવા છતાં પણ તે સરળતાથી ત્યાગ કરીને સાધુ-સંન્યાસી બની શકે છે, જ્યારે પાપાનુબંધી પાપનો ઉદય થતાં સુખ-સમૃદ્ધિનો ત્યાગ નથી કરી શકતો. ત્યાગ કરવાની ઇચ્છા ય મનમાં ઉત્પન્ન થતી નથી. પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાયઃ
આવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે - - નિષ્કપટ ભાવથી, પરમાત્મ-ભક્તિ કરવાથી, - નિઃસ્વાર્થ ભાવથી, ઉલ્લસિત હૃદયથી - ગુરુસેવા કરવાથી અને - સુકૃત-સત્કાર્ય કર્યા પછી ભીતરમાં ખૂબ ખુશી અનુભવવાથી.- આપણી અંદર
મનમાં ખૂબ અનુમોદના કરવાથી. - કિર્તિ-પ્રશંસાની અપેક્ષા રાખ્યા સિવાય ધર્મ કરતા રહો. દાન આપતા રહો.
શીલનું પાલન કરતા રહો. તપ કરતા રહો. પરમાર્થ અને પરોપકાર કરતા રહો. આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે.
સભામાંથી અમારા માટે તો ખૂબ જ મુશ્કેલ કામ છે. અમે તો આ જન્મમાં કીર્તિ-પ્રશંસા-અભિનંદન ઇચ્છીએ છીએ.
મહારાજશ્રી તો પછી પુણ્યાનુબંધી પુણ્યની ઇચ્છા છોડી દો. શુભ કર્મ મોક્ષપ્રાપ્તિમાં બાધક:
શુભ યોગનો આસ્રવ શુભ કર્મોને આત્મા સાથે જોડે છે. શુભ કર્મો સાથે આત્મા જોડાય છે અને જ્યાં સુધી આત્માની સાથે શુભ કર્મ યા અશુભ કર્મ જોડાયેલાં રહે છે, ત્યાં સુધી આત્મા મુક્ત બનતો નથી. એટલે કે એનો મોક્ષ થતો નથી. આ અપેક્ષાએ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ ઉપાદેય બનતો નથી. એટલે કે એની પણ ઈચ્છા રાખવાની નથી.
આ વિષયને એક શાસ્ત્રીય ઉદાહરણથી સમજાવું છું. વાત તો પ્રચલિત છે, પરંતુ એમાં ગહન સત્ય છુપાયેલું છે. એ સત્ય પ્રકટ કરું છું. શાલિભદ્ર - પૂર્વજન્મ અને પશ્ચાદ્ભવઃ
શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહી નગરીમાં શાલિભદ્ર થયો. ગોભદ્ર શ્રેષ્ઠી અને ભદ્રા શેઠાણીના એ પુત્ર હતા. તમે જાણો છો કે પૂર્વજન્મમાં ગોવાળ હતા. જંગલમાં એ ગોવાળ-પુત્ર ઘેટાં-બકરાં ચરાવવા જંગલમાં રોજ જાતે [ આસ્રવ ભાવના
૧૩૭]
Page #148
--------------------------------------------------------------------------
________________
હતો, ત્યાં એ દરરોજ એક વૃક્ષની નીચે એક મુનિરાજને ધ્યાનમાં ઊભેલાયા બેઠેલા જોતો હતો. તો તેમને એ દૂરથી પ્રણામ કરતો હતો. એ બાળકને મુનિરાજ ગમી ગયા. મનથી એ મુનિરાજને પ્રેમ કરતો હતો.
એક મહિનો નીકળી ગયો અને એક દિવસે એ ગોવાળ બાળકે એ મુનિરાજને પોતાની ઝુંપડી આગળથી પસાર થતા જોયા. જોતાની સાથે જ એનાં રોમ-રોમ વિકસ્વર થઈ ગયાં. હર્ષથી ઉન્મત્ત જેવો બનીને તે દોડ્યો અને મુનિરાજને પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યો.
એ દિવસે એણે રડીને પોતાની મા પાસે ખાવા માટે ખીર બનાવડાવી હતી. હજું એણે ખીર ખાધી ન હતી. થાળીમાં પડી હતી. એની માતા પાણી ભરવા કૂવા ઉપર ગઈ હતી. આ બાળકનું ખીર ખૂબ જ પ્રિય ભોજન હતું, પરંતુ એનાથી વધારે પ્રિય મુનિરાજ હતા. આ છોકરાને ખબર ન હતી કે એ દિવસે મુનિરાજને એક માસના ઉપવાસનું પારણું હતું. છોકરાએ પૂર્ણ હર્ષથી ખીર મુનિરાજના પાત્રમાં નાખી દીધી. મુનિરાજ “ધર્મલાભ આપીને ચાલતા થયા. છોકો આનંદથી નાચવા લાગ્યો. પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું અને નિકાચિત કર્યું!
એ જ રાત્રે છોકરાનું મૃત્યુ થઈ જાય છે. એનો જન્મ રાજગૃહીમાં શાલિભદ્રના રૂપે થાય છે. હવે પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા કેવું પરિવર્તન અને ઊર્વીકરણ થાય છે જીવનનું, એ બતાવું - • ગોવાળમાંથી ઉચ્ચ વૈશ્યકુળમાં જન્મ થયો. - ગરીબીમાંથી શ્રીમંતપણામાં આવી ગયો - ગર્ભશ્રીમંત બન્યો.
જ્યાં એક અજાણ્યા તપસ્વી-મુનિ સાથે પ્રેમ કર્યો હતો. અહીં આ જન્મમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જાતે મળ્યા. - ત્યાં સહજતાથી,પ્રિય ભોજન ખીરનો ત્યાગ કર્યો, અહીં એણે અમાપ-અગણિત
સંપત્તિનો ત્યાગ કર્યો. - બધું જ ભવ્ય, અપૂર્વ સુખદાયી અને નિરાપદ મળ્યું!
અને એક સામાન્ય નિમિત્ત મળતાં. પ્રેમપૂર્ણા માતાનો ત્યાગ કર્યો.
૩૨ પ્રેમસભર પત્નીઓનો પણ ત્યાગ કર્યો v ભવ્ય મહાલયનો પરિત્યાગ કર્યો. | અમાપ વૈભવ-સંપત્તિનો ય ત્યાગ કર્યો. . ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. [ ૧૩૮)
શાના સુધારસ ભાગ ૨)
Page #149
--------------------------------------------------------------------------
________________
અતિ ઉગ્ર તપશ્ચયનો માર્ગ ગ્રહણ કર્યો. . શરીરની માયા-મમતાનો ત્યાગ કર્યો. i અનશન સ્વીકાર્યું. તમામ સહજતાથી થયું, નિરપેક્ષ ભાવે થયું.
પરંતુ જે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું હતું, તે પૂર્ણરૂપે ભોગવવામાં આવ્યું ન હતું, એ ભોગવ્યા સિવાય આત્મા કર્મરહિત ન થઈ શકે અને મુક્તિ ન પામી શકે. એટલા માટે મૃત્યુ પછી તેને “સવર્થસિદ્ધિ' નામના અનુત્તર દેવલોકમાં જન્મ લેવો પડ્યો.
૩૩ સાગરોપમનો અસંખ્યકાળ એ દેવલોકમાં વ્યતીત કરશે, પુણ્યનો ક્ષય કરતા રહેશે, પછી મનુષ્યજન્મ પામશે. શેષ કમનો ક્ષય કરીને તે મોક્ષ પામશે. પુણ્યની સોનાની કડી તૂટી જશે અને સિદ્ધ-બુદ્ધ મુક્ત બની જશે.
બધું જ સહજતાથી થયું. ન કોઈ વિન, ન કોઈ અંતરાય પુણ્યાનુબંધી પુણ્યના ઉદયની આ વિશેષતા છે. મળે છે સહજતાથી છૂટી જાય છે પણ સહજતાથી. અનશનકાળમાં સતત શાજાસુધારસનું પાન: *
વૈભારગિરિ ઉપર શાલિભદ્ર મુનિએ અનશન કર્યું હતું. એમની સાથે એમના બનેવી ધનાજી પણ હતા. તે પણ શાલિભદ્ર સાથે જ સાધુ બન્યા હતા. બંનેએ સાથે જ અનશન કર્યું હતું. “અનશન' એટલે ખાવું-પીવું બંધ ! અને આ તો ‘પાદપોપગમન અનશન હતું. એટલે કે શરીર જે સ્થિતિમાં હોય. એ સ્થિતિમાં રાખવાનું. પડખું-પાસુ પણ બદલવાનું નહીં હાથપગ પણ ઊંચાનીચા કરવાના નહીં અને મનમાં વિશુદ્ધ ધ્યાન કરવાનું. કોઈ સંકલ્પ-વિકલ્પ ન કરવાના. સતત શાન્તરસનો અનુભવ કરતા રહેવાનું.
સભામાંથી આવી માનસિક સ્થિતિ અને આત્મધ્યાનથી સિદ્ધિ એમણે ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત કરી હશે?
મહારાજશ્રી પ્રશ્ન મહત્ત્વપૂર્ણ છે. દીક્ષાના બીજા જ દિવસે તેમણે અનશન કર્યું હતું. તો પછી આવી ઉચ્ચતમ આત્મસ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી હશે? નિરંતર ધર્મધ્યાન અને શાન્તસુધારસનું પાન કેવી રીતે કર્યું હશે? મને આ પ્રશ્નનું એક જ સમાધાન મળ્યું છે, તે છે પરમાત્માની અચિંત્ય કૃપા! દિવ્ય કૃપા. એમના ગુરુ સ્વય તીર્થંકર પરમાત્મા હતા.
ગુરુકૃપાના દિવ્ય અનુભવ વિરલ આત્માઓ જ કરી શકે છે. ત્રણ વાતો જોઈએ શિષ્યમાં - - ગુરુ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, • ગુરુ પ્રત્યે પૂર્ણ શરણાગતિ.
. ૧૩૯]
Page #150
--------------------------------------------------------------------------
________________
ગુરુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ.
એ રીતે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, શરણાગતિ અને સમર્પણ ભાવ જોઈએ; ત્યારે એ શિષ્ય ઉપર ગુરુકૃપા, પરમાત્મકૃપા અવતરિત થાય છે. કેટલાક આત્માઓમાં સહજરૂપથી આ ત્રણ વાતો જોવા મળે છે. જન્મ-જન્માન્તરના સંસ્કારો હોય છે. દેવગુરુની શક્તિમાં નિઃશંક બનો :
શ્રદ્ધા, સમર્પણ અને શરણાગતિ ત્યારે જ આવે છે કે જ્યારે જીવાત્મા નિઃશંક હોય છે. દેવગુરુની શક્તિમાં નિઃશંક બને ત્યારે જ વિકલ્પોથી મન મુક્ત થાય છે અને શાન્તસુધા૨સનો અનુભવ કરે છે. એ નિઃશંકતા પણ આવે છે કે જ્યારે મનુષ્યની બુદ્ધિ સ્વચ્છ અને સ્વસ્થ હોય. આસ્રવોને રોકવા માટે આ એક વિધાયક માર્ગ છે. બુદ્ધિમાં શંકા અને અસ્થિરતા ન હોવી જોઈએ.
શાલિભદ્ર મુનિ અને ધન્ય મુનિએ અનશન વ્રતમાં પરમ શાન્તિનો અનુભવ કેવી રીતે કર્યો હશે, એ વાત હવે સમજ્યાને ? શાલિભદ્ર અને ધનાજીને દીક્ષાને બીજે દિવસે ભદ્રામાતા અને શાલિભદ્રની ૩૨ પત્નીઓ વંદન કરવા આવ્યાં હતાં. તેમણે ભગવાન મહાવીરને ધન્યમુનિ તથા શાલિભદ્રમુનિએ પૂછ્યું હતું. ભગવાન મહાવીરે કહ્યું હતું કે બંને જણા વૈભારગિરિ ઉપર ગયા છે અને એમણે અનશન વ્રત ધારણ કર્યું છે. ત્યારે ભદ્રામાતા પોતાની પુત્રવધુઓ સાથે વૈભારગિરિ ઉપર ગયા હતા; ત્યાં તેમણે શાલિભદ્ર મુનિ અને ધન્ય મુનિને પાષાણની શિલા ઉપર સૂતેલા જોયા. આંખો બંધ હતી. બંને પરમાત્માના ધ્યાનમાં લીન હતા. માતાએ શાલિભદ્રને બોલાવ્યા, પરંતુ તેમણે સાંભળ્યું જ નહીં. તે કેવી રીતે સાંભળે ? તેઓ તો નિરંતર પરમાત્માના ધ્યાનમાં લીન હતા. તેમણે આંખો ખોલીને માતા યા પત્નીઓ સામે જોયું પણ નહીં.
આ ત્યારે જ સંભવ બને કે જ્યારે આત્મા શાન્તિના, સમતાના સમુદ્રમાં ઊંડો ડૂબી જાય. તમે લોકો કલ્પના પણ ન કરી શકો ! તમે લોકો આ રીતે માત્ર ૧૨ નવકારમંત્ર પણ ન જપી શકો. મન સ્થિર રહેતું નથી. તન સ્થિર રહેતું નથી. શ્રદ્ધા નથી. શરણાગતિ નથી. સમર્પણ નથી. પરમ શાન્તિ પ્રત્યે નિઃશંક નથી, પછી દેવગુરુની કૃપાને પાત્ર કેવી રીતે બની શકો ? બુદ્ધિ સ્થિર નથી, સ્વસ્થ નથી, પછી સમતામૃત પાન કેવી રીતે કરી શકો ? ન કરી શકો.
સમતામૃતનું પાન કરવું છે ? :
પહેલી વાત તો એ છે કે તમારો પોતાનો સંકલ્પ છે સમતામૃત પાન કરવાનો? પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ છે ? એકાન્તમાં તમારા આત્માને પૂછ્યું છે ? સ્વસ્થ અને સ્થિર બુદ્ધિથી કદીય આસવોને રોકવાનો વિચાર આવે છે ? આસવોને રોકવા
શાન્તસુધારસ : ભાગ ૨
૧૪૦
Page #151
--------------------------------------------------------------------------
________________
પડશે, તેમના દ્વાર બંધ કરવા પડશે, ત્યારે જ સમતા ભાવ આવી શકશે. આસ્રવદ્વાર બંધ નથી થતાં, પુણ્યકર્મ અને પાપકર્મ આત્મામાં આવતાં રહે છે, તે મન, વચન, કાયાને ચંચળ અને અસ્થિર બનાવે છે. આથી સમતાનો અનુભવ થઈ શકતો નથી.
આસવોને રોકવા પડશે - ગમે તેમ કરીને રોકવા પડશે. આસવોને અટકાવવાનો ઉપાય વિચારો.
સભામાંથી અમે લોકો તો અર્થકામની જ ચિંતા કરતા રહીએ છીએ. કદી આવોનો વિરોધ કરવાનું વિચાર્યું જ નથી !
મહારાજશ્રી : એટલા માટે ધર્મક્રિયાઓ કરવા છતાં પણ તમે શાન્તિ-સમતા પામતા નથી. શાન્તિ-સમતા પામવાનો ઉપાય માત્ર ધર્મક્રિયા નથી, આસવોને રોકવા એ છે. ધર્મક્રિયા અને ધર્મધ્યાન કરતાં કરતાં તમે આસ્રવ-નિરોધ’ કરતા રહો. એ બધી ભાવનાઓ આસવ-નિરોધ કરવામાં સહાયક બનશે. - જ્યાં સુધી ‘શાન્ત સુધારસ' ગ્રંથ ઉપર પ્રવચન સાંભળો છો ત્યાં સુધી તો તમે અનિત્ય ભાવની ભાવનાથી શરૂ કરીને ‘આસવ ભાવના' સુધી સાત ભાવનાઓ ઉપર પ્રતિદિન ચિંતન કરતા રહો. રાત્રિ કે દિવસનો કોઈ સમય નિશ્ચિત કરો. ભાવનાઓના ચિંતનથી પણ શાન્તિ મળશે, સમતા મળશે, સ્વસ્થતા મળશે, અન્યથા માત્ર સાંભળવાથી કોઈ વિશેષ ઉપલબ્ધિ નહીં થાય. સ્વચ્છ અને સ્વસ્થ બુદ્ધિઃ
ઉપાધ્યાયજી મહારાજે આસવ-નિરોધને માટે અને શાન્તસુધારસના પાન માટે બુદ્ધિને પરિમાર્જિત કરવાનો ઉપાય બતાવ્યો છે. બુદ્ધિ પરિમાર્જિત થશે ભાવનાઓ દ્વારા. આમ તો એક ભાવના પણ બુદ્ધિને પરિમાર્જિત કરવા માટે પર્યાપ્ત થાય છે. એક એક ભાવનાની અનુપ્રેક્ષાથી, જે જે સ્ત્રીપુરુષોની બુદ્ધિ સ્વચ્છ અને સ્વસ્થ બની, તે લોકો ‘આસ્રવ-નિરોધ’ કરવા સમર્થ બન્યાં અને પરમ શાન્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ બન્યાં. - બુદ્ધિનો દુરુપયોગ બંધ કરો. બુદ્ધિનો દુરુપયોગ કરનારાઓનું નૈતિક પતન થાય છે, ધાર્મિક અને આધ્યાત્મિક પતન થાય છે. મેં તમને અનેક આસવોનાં નામ બતાવ્યાં છે, એકાદ પણ આસ્રવ જીવનો વિનાશ કરવામાં સમર્થ બને છે. કેટલાં વૃષ્ટાંત બતાવું?
[
આસ્રવ ભાવના
કાર
.
૧૪૧]
Page #152
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર: ૪૨ આસવોનાં નામ ફરીથી સાંભળી લો -
૫ ઈન્દ્રિયો પ અવ્રત ૪ કષાય ૩ યોગ ૨૫ અસક્રિયાઓ
૪૨ આસવોના નિરોધને “સંવર' કહે છે. આઠમી ભાવના ‘સંવર ભાવના છે. હવે કાલથી “સંવર ભાવના'ના વિષયમાં પ્રવચન શરૂ કરીશ. પરંતુ એની પહેલાં મારે આસવોથી બચવું છે, આસવ-દ્વાર બંધ કરવાં છે.' એવો દ્રઢ નિર્ણય કરવો પડશે. નહીંતર હું બોલતો જઈશ, તમે લોકો સાંભળતા જશો, આસવોનો પ્રવાહ વહેતો રહેશે, આત્મા આસ્રવોથી ભરાતો જશે અને પરિણામ? જવેદ્ વ્યાજુ વંવ પરિશ્ય આત્મા આકુળવ્યાકુળ થાય છે. અસ્થિર અને ગંદો થાય છે.
આ રીતે આજે ‘આસવ ભાવનાનું વિવેચન પૂર્ણ કરું છું. આજે બસ, આટલું જ.
[ ૧૪ર દિશા
શાન્તસુધારસ: ભાગ ૨
Page #153
--------------------------------------------------------------------------
________________
શિllOGીટ્ટી
પ્રવચન ૩૦ ૧. સંવર ભાવના
: સંકલના : • સંવરની પરિભાષા.
આસવ-નિરોધના ઉપાયો. ગુપ્તિ, સમિતિ, ધર્મ-અનુપ્રેક્ષા પરીષહ જય ચરિત્ર. ઈન્દ્રિયનિગ્રહ. | વિષયપરવશતા. 'અસંયમ.
સંયમ. • વૈરાગ્યના ઉપાયો.
Page #154
--------------------------------------------------------------------------
________________
येन येन यः इहाम्रवरोधः सम्भवेन्नियतमौपयिकेन ।
आद्रियस्व विनयोद्यतचेतास्तत्तदान्तरदृशा परिभाव्य ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “સંવર ભાવનાનો પ્રારંભ કરતાં જણાવે છે કે જે જે ઉપાયો દ્વારા આસવોને રોકી શકાતા હોય, એ તમામની યોગ્ય રીતે સમીક્ષા કરીને તું એ ઉપાયોનો આદર કર, તે ઉપાયોને જીવનમાં અપનાવી લે.” સંવરની પરિભાષા શ્રી તત્ત્વાર્થસૂત્ર'માં સંવરની પરિભાષા -
મારવનિરોધક સંવ | આસવનો નિરોધ એ સંવર છે. - પરિભાષા આ રીતે બતાવવામાં આવી છે. આસવનો નિરોધ અર્થાતુ પ્રતિબંધ કરવો એ જ સંવર છે. આસવોનો નિરોધ જેટલા અંશે થશે, એટલે અંશે ‘સંવર’ કહેવાશે. મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ આસવ-નિરોધ - સંવર પર જ નિર્ભર છે. ગુણસ્થાનોની વૃદ્ધિ પણ “સંવર' પણ આધારિત છે. આસવ-નિરોધના ઉપાયો :
ગુપ્તિ સમિતિ
ધર્મ
અનુપ્રેક્ષા પરીષહ જય ચારિત્ર
P = 3 ૪ = |
ગુપ્તિઃ
સૌ પ્રથમ આપણે ‘ગુપ્તિ'ના વિષયમાં વાત કરીશું. (કાયિક, વાચિક અને માનસિક ક્રિયા અથાત્ યોગનો તમામ રીતે નિગ્રહ કરવો એ જ ગુપ્તિ નથી, પરંતુ પ્રશસ્ત નિગ્રહ જ ગુપ્તિ બનીને સંવરનો ઉપાય બને છે. પ્રશસ્ત નિગ્રહનો અર્થ છે - સમજી-વિચારીને તથા શ્રદ્ધાપૂર્વક જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અર્થાત્ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે વાળવાં.
[૧૪]
| શાનસુધરસ ભાગ ૨)
Page #155
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપમાં યોગના ત્રણ ભેદ છે એટલા માટે નિગ્રહરૂપ ગુપ્તિના ત્રણ ભેદ થાય
I કોઈ પણ વસ્તુ લેવા-મૂકવામાં અથવા બેસવા-ઊઠવામાં, હાલવા-ચાલવામાં
કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક હોય એ પ્રકારે શારીરિક વ્યાપારનું નિયમન કરવું કાયગુપ્તિ છે. બોલવાના પ્રત્યેક પ્રસંગે વચનનું નિયમન કરવું અગર તો મૌન ધારણ કરવું વચનગુપ્તિ છે. દુષ્ટ સંકલ્પ અને સારા-ખોટા મિશ્ર સંકલ્પનો ત્યાગ કરવો અને સારા સંકલ્પોનું
સેવન કરવું એ મનોગુપ્તિ છે. સમિતિના ભેદઃ
... इर्याभाषणादान निक्षेपोत्सर्गाः समितयः । સમ્યગુ ઈય, સમ્યગુ ભાષા, સમ્યગુ એષણા, સમ્યગુ આદાન-પ્રદાન-નિક્ષેપ અને સમ્યગુ ઉત્સર્ગ - આ પાંચ સમિતિઓ છે. તમામ સમિતિઓ વિવેકયુક્ત પ્રવૃત્તિરૂપ હોવાથી સંવરનો ઉપાય બને છે. એટલા માટે પ્રત્યેક સમિતિને સમજી લો. ૧, ઈસમિતિ કોઈ પણ જીવને ક્લેશ ન થાય એવી રીતે સાવધાનીપૂર્વક ચાલવું. - ૨. ભાષા સમિતિ સત્ય, હિતકારી, પરિમિત અને સંદેહરહિત ભાષા બોલવી.
૩. એષણા સમિતિ જીવનયાત્રામાં આવશ્યક નિર્દોષ સાધનો એકઠાં કરવામાં - સાવધાનીપૂર્વકની પ્રવૃત્તિ કરવી. ૪. આદાન-પ્રદાન નિક્ષેપ સમિતિઃ વસ્તુમાત્રને સારી રીતે જોઈને અને પ્રમાર્જિત
કરીને જ ઉપયોગી વસ્તુઓ લેવા-મૂકવી. પ. ઉત્સર્ગ સમિતિ જીવરહિત જમીન પર, જોઈ-તપાસીને અને પ્રમાર્જિત કરીને જ
અનુપયોગી વસ્તુઓ તથા મળ-મૂત્ર વગેરેનું વિસર્જન કરવું. ધર્મના ભેદઃ उत्तमः क्षमामार्दवार्जव शौच सत्य संयम तपःत्यागाकिंचन्यब्रह्मचर्याणि धर्मः ।
ક્ષમા, માદેવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય - આ દશ ઉત્તમ પ્રકારના ધર્મો છે. હવે આપણે સંક્ષેપમાં આ દશ ધર્મો ઉપર વિવેચન કરીશું, ધ્યાનથી સાંભળો.
ક્ષમા કોઈ તમને ગોળ દે, કોઈ તમારું અપમાન કરે, તમારી ઉપર પ્રહાર કરે, તો તમે સહન કરી લો; ગાળ દેનાર તરફ, અપમાન કરનાર તરફ અને પ્રહાર કરનાર [ સંવર ભાવના
૧૪૫ |
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રત્યે તમે જુઓ તો પણ કરુણાભરી નજરથી જુઓ. એમના પ્રત્યે રોષ યા ગુસ્સોનારાજગી યા તો દુર્ભાવ ન રાખો. સહન કરવાની અને ક્ષમા કરવાની શક્તિ વધારતા રહો.
:
માર્દવ ઃ માનકષાય ઉપર વિજય મેળવો. મૃદુ બનો. હૃદયને કોમળ - મુલાયમ બનાવો. માન-અભિમાન હૃદયને કઠોર બનાવી દે છે. કઠોર હૃદયમાં સદ્ગુણોનાં બીજ અંકુરિત થતાં નથી. તમે તમારી નમ્રતાને યથાવત્ રાખવા માટે પ્રયત્નશીલ રહો. એ માટે તમે પોતાના દોષોને જોતા રહો, બીજાંના ગુણ જુઓ. “હું અનંત અનંત દોષોથી ભરેલો છું.” - આ ખ્યાલ તમને વિનમ્ર બનાવી દેશે.
આર્જવ ઃ સ૨ળ બનો. બાળક જેવી સરળતા જીવંત રાખો. આ એક મહાન ધર્મ છે. બાળક કેટલું નિર્દોષ હોય છે ?! એ જેવું આચરણ કરે, પોતાની માતાને બધું જ કહી દે છે, એ જ રીતે તમે પણ ગુરુજનો સમક્ષ બાળક બનીને કોઈ પણ રૂપે, ગમે તે રીતે જેટલા દોષ લાગ્યા હોય - કર્યા હોય, તે તમામ એં જ રૂપમાં એમની આગળ વ્યક્ત કરી દો. કોઈ પણ પાપને અંદર છુપાવો નહીં. આ પ્રકારની સ૨ળતા તમને પ્રસન્ન રાખશે. અનેક પાપોથી તમને બચાવી લેશે.
શૌચ : શૌચનો અર્થ છે પવિત્ર બનવું. લોભ તમને અપવિત્ર બનાવી દે છે. તૃષ્ણા તમને ગંદા બનાવે છે, એટલા માટે લોભ-તૃષ્ણાનો ત્યાગ કરો. આંતરિક પવિત્રતા -વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે કૃતનિશ્ચયી બનો. માત્ર શરીરશુદ્ધિ કરીને કૃતાર્થ ન બનો; પરંતુ આંતર વિશુદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ શૌચધર્મ છે.
સંયમ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી અટકી જવું; પંચેન્દ્રિયોનો નિરોધ કરવો; ચાર કષાયોને ઉપશાંત કરવા અને મન-વચન-કાયાની અશુભ વૃત્તિઓને રોકવી એનું નામ છે સંયમ. દૃઢતાપૂર્વક સંયમધર્મનું પાલન કરતા રહેવું જોઈએ.
ત્યાગ છઠ્ઠોધર્મ છેત્યાગનો. કોઈપણ જીવાત્માની હત્યા ન કરો. કોઈ જીવાત્માને બંધનમાંનબાંધો. જીવો સાથે દયાપૂર્ણ વ્યવહાર કરો. ત્યાગનું આ એક પાસું છે. જ્યારે બીજુંપાસુ છે - સંયમી પુરુષોને કલ્પનીય ભોજન, વસ્ત્ર,પાત્ર આદિઆપવાં. સાધુ પણ અન્ય સાધુઓને પ્રાસુક ભોજન વગેરે અર્પે. આપવું એટલે ત્યાગ !
સત્ય : હિતકારી બોલો; આ સાતમો ધર્મ છે. પોતાને માટે તેમજ પારકા માટે જે હિતકર હોય તેવું જ બોલો. કેટલીક વાતો એવી હોય છે કે જે તમારે માટે હિતકારી હોય, પરંતુ અન્યને માટે અહિતકર હોય, એવી વાતો ન કરો. વિસંવાદી વાતો ન કરો. અસત્ય ન બોલો. સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો. સત્ય બોલતાં ન ડરો.
તપ તપ કરતા રહો, તમારાં કર્મો નષ્ટ થશે. પરંતુ એકાંગી તપસ્વી ન બનો.
શાન્તસુધારસ : ભાગ ૨
૧૪૬
Page #157
--------------------------------------------------------------------------
________________
ૐ બાહ્ય તપની સાથે આપ્યંતર તપની આરાધનાને જોડી દો. અલબત્ત બાહ્ય તપ આત્યંતર તપમાં પહોંચવા માટે જ છે. બાહ્ય તપ આપ્યંતર તપમાં સહાયક હોવું જોઈએ.
બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિરહવા માટે તમારે અબ્રહ્મનું સેવન - મૈથુનથી નિવૃત્તિ લેવી પડશે. મૈથુન-ત્યાગ મનથી પણ ક૨વો પડશે. એટલે કે મૈથુનના વિચારો પણ કરવાના નથી. એવા સ્થાનમાં જ વસવું જોઈએ કે જેથી આવા બ્રહ્મચર્યનું તમે સરળતાથી પાલન કરી શકો. ભોજન પણ એને અનુરૂપ જ કરો. તપશ્ચર્યા પણ એવી જ કરો. અધ્યયન પણ એવું... દર્શન, શ્રવણ-વાંચન બધું જ એવું હોવું જોઈએ; જેથી તમે બ્રહ્મચર્યનું પાલન સારી રીતે કરી શકો. બ્રહ્મચર્યનું પાલન તમારા તન-મનને તંદુરસ્ત બનાવશે અને તમે પરબ્રહ્મની લીનતામાં દિનપ્રતિદિન આગળ વધી શકશો.
આકિંચન્ય ઃ આ દશમો યતિધર્મ છે. એનો અર્થ થાય છે - અપરિગ્રહી બનવું. જો તમે શ્રમણ-શ્રમણી હો તો તમારે સંયમનાં ઉપકરણો સિવાય કશું જ ન તો ગ્રહણ કરવાનું કે ન તો એનો. સંગ્રહ કરવાનો. કોઈ પણ પુદ્ગલ દ્રવ્ય ઉપર મમતા ન બંધાઈ જાય એ વાતની પૂરી સાવધાની રાખીને વર્તવાનું-જીવવાનું છે.
ધર્મના આ દશ પ્રકારો આમ તો સંસારત્યાગી શ્રમણ-શ્રમણીની આરાધના માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ ગૃહસ્થ પણ યોગ્યતા અને ભૂમિકા અનુસાર એની આરાધના કરી શકે છે. ભૂતકાલીન પાપોને નષ્ટ કરવા માટે અને વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ અને પ્રસન્નતાપૂર્ણ બનાવવા માટે ધર્મના આ દશ પ્રકારો અદ્ભુત ઉપાયો છે.
બાર અનુપ્રેક્ષા :
અશુભ વિચારોથી મનને મુક્ત કરવા મને ખૂબ ખરાબ વિચારો આવે છે’ એમ રડવા માત્રથી મન અશુભ વિચારોથી મુક્ત નહીં થાય. એને માટે તો શુભ-પવિત્ર વિચાર કરવાનો અભ્યાસ કરવો પડશે.
આ અભ્યાસને જ અનુપ્રેક્ષા કહે છે. અહીં બાર પ્રકારની અનુપ્રેક્ષા - ભાવનાઓ બતાવવામાં આવી છે. આજે આપણે આ બાર અનુપ્રેક્ષાઓનો સંક્ષેપમાં વિચાર કરીશું.
અનિત્યતા : પ્રથમ અનુપ્રેક્ષા છે અનિત્યતા. “આ સંસારમાં સર્વ સ્થાન અને સર્વભાવ અનિત્ય છે. કશું જ નિત્ય નથી. કશું જ શાશ્વત્ નથી.” - આ વિષય ઉપર ચિંતન કરવું જોઈએ.
અશરણતા : “જન્મ, જરા અને મૃત્યુના બંધનમાં જકડાયેલા જીવને આ
સંવર ભાવના
૧૪૭
Page #158
--------------------------------------------------------------------------
________________
સંસારમાં કોઈ બચાવનાર નથી. જીવ અશરણ છે.” - એ રીતે અશરણતાનું ચિંતન કરતા રહેવું જોઈએ.
એકત્વઃ “હું એકલો જ છું. એકલો જ ઉત્પન્ન થાઉં છું. સુખદુઃખનો અનુભવ પણ એકલો જ કરું છું અને એકલો જમરું છું.” - આ રીતે દિનપ્રતિદિન ચિંતન કરવું જોઈએ.
અન્યત્વઃ “હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવસંપત્તિથી અને શરીરથી જુદો છું, એમાં મારું કશું જ નથી.” વારંવાર આ વાતનું રટણ કરવાનું છે.
અશુચિતા: “આ શરીર બીભત્સ પદાર્થોથી ભરેલું છે - શરીરમાં બધું જ અપવિત્ર અને ગંદકી ભરેલી છે.” આ રીતે શરીરની અપવિત્રતાની બાબતમાં વિચારવાનું છે.
સંસારઃ “આ શરીરના સંબંધો પરિવર્તનશીલ છે. માતા મરીને બેટી બને છે, બહેન બને છે, પત્ની બને છે. સંસારની પરિવર્તનશીલતાનું ચિંતન કરતા રહો.
આસવઃ “મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગ અને પ્રમાદના દરવાજાઓમાંથી કર્મ આત્મામાં વહી આવે છે. આત્મા કમોથી બંધાય છે.” - આ રીતે આસવની અનુપ્રેક્ષા કરતા રહો.
સંવરઃ “આસવોના દ્વારોને સમ્યક્ત, વિરતિ, ક્ષમાદિ ધર્મ અપ્રમાદ આદિ દ્વારા બંધ કરી દઉં, તો કર્મ આત્મામાં આવતાં અટકી જશે.” આ રીતે સંવરના વિષયમાં વિચારતા રહો. - નિર્જરાઃ “આસવ-દ્વારોને બંધ કર્યા પછી આત્મામાં રહેલાં કર્મોનો નાશ કરવા માટે તપશ્ચર્યા કરું.” એવી ભાવનાની સાથે બાર પ્રકારનાં તપ કરવાં જોઈએ. કર્મોને. નષ્ટ કરવા માટે ત્યાગતપ-ધ્યાનની આરાધના કરો.
લોકવિસ્તાર આ અનુપ્રેક્ષામાં ચૌદ રાજલોકનું ચિંતન કરવાનું છે. ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં આપણા જીવે કેવાં અને કેટલાં જન્મ-મરણ કયાં, એ વિષયમાં વિસ્તૃત અનુપ્રેક્ષા કરતા રહો.
ધર્મચિંતન ભવ્ય જીવોના ઉપકાર માટે સર્વજ્ઞ પરમાત્માએ કેટલો નિર્દોષ અને પરિપૂર્ણ ધર્મ બતાવ્યો છે, એનું હૃદયસ્પર્શી ચિંતન કરતા રહેવાનું છે.
બોધિદુર્લભતા મનુષ્યજન્મ, કર્મભૂમિ, આદિશ, ઉચ્ચકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા - આ બધું મળવા છતાં પણ સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે તે વિષયની અનુપ્રેક્ષા કરતા રહો.
શુભ-પવિત્ર વિચાર-અનુપ્રેક્ષા કરવાનાં આ બાર કેન્દ્રબિંદુ છે. કોઈ પણ એક
[ ૧૪૮TA
T
| શાન્તસુધારસ ભાગ ૨)
Page #159
--------------------------------------------------------------------------
________________
કેન્દ્રબિંદુને લક્ષ્ય કરીને તમે અનુપ્રેક્ષા શરૂ કરો. તમારું મન પવિત્ર થશે. કર્મોના બંધનમાંથી તમે બચી જશો. આત્મભાવ નિર્મળ થશે. દરરોજ આ બાર પ્રકારની અનુપ્રેક્ષા કરતા રહેવાનું છે.
હવે ૨૨ પરીષહો બતાવું. આ વિશેષ રૂપે સાધુ-સાધ્વી માટે “સંવરના શ્રેષ્ઠ ઉપાયો છે. આસવોને રોકવા માટેનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ૨૨ પરીષહો:
પહેલાં રર પરીષહોનાં નામ સાંભળી લો - સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દેશમશક, અચલ, અરતિ, સ્ત્રી, ચય, નૈષધિથી, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન - આ ૨૨ પરીષહો છે.
સુધા પરીષહ ક્ષુધા સમાન કોઈ વેદના નથી. તપસ્વી મુનિભૂખ લાગતાંય ફળ ઈત્યાદિ તોડતો નથી. બીજાં પાસે તોડાવતો નથી...અનુમોદના પણ કરતો નથી. સુધા લાગવા છતાં પણ સાધુ નવકોટિ શુદ્ધ આહારની જ ઈચ્છા રાખે છે. અત્યંત કૃશ શરીરવાળો સાધુ, ચિત્તની આકુળતાથી રહિત થઈને સંયમ માર્ગે વિચરતો રહે
છે.
'પિપાસા તૃષાની ભલેને ગમે તેવી વેદના હોય, તો પણ સ્વીકૃત મર્યાદાની વિપરીત પાણી ન વાપરતાં સમભાવપૂર્વક વેદનાને સહન કરવી.
શીત યા ઉષ્ણ: ઠંડી યા તો ગરમીથી ભલેને ગમે તેવાં કષ્ટ પડે, તો પણ તેમના નિવારણ અર્થે કોઈ પણ અકથ્ય વસ્તુનું સેવન ન કરીને સમભાવપૂર્વક એ વેદનાઓને સહન કરવી.
દેશમશક : ડાંસ, મચ્છર આદિ જંતુઓના ઉપદ્રવોને ખિન થયા સિવાય સમભાવપૂર્વક સહન કરવા. નગ્નતા (અચેલ) નગ્નતાને સમભાવપૂર્વક સહન કરવી.
અરતિ અંગીકૃત માર્ગમાં અનેક મુશ્કેલીઓને કારણે અરુચિનો પ્રસંગ આવતાં એ સમયે અરુચિ ન લાવતાં એમાં ઘેર્યપૂર્વક સ્વસ્થ રહેવું.
સ્ત્રી પુરુષ સાધકે પોતાની સાધનામાં વિજાતીય આકર્ષણ પ્રત્યે લલચાવું ન જોઈએ. એવી રીતે સ્ત્રી સાધિકાએ પુરુષ પ્રત્યેના ખેંચાણથી બચવાનું છે.
ચય સ્વીત ધર્મ જીવનને પુષ્ટ રાખવા માટે અસંગ થઈને ભિન્ન ભિન્ન સ્થાનોમાં વિહાર કરવો અને કોઈ પણ એક સ્થાનમાં નિયતવાસ કરવો ન જોઈએ. પદયાત્રા ચાલુ રહેવી જોઈએ.
નધિક સાધનાને અનુકૂળ, એકાંત સ્થાનમાં મર્યાદિત સમય સુધી આસન [ સંવર ભાવના |
| ૧૪૯]
સંવર ભાવના
૧૪૯
Page #160
--------------------------------------------------------------------------
________________
લગાવીને બેઠેલા સાધક ઉપર જો કદાચ ભયનો પ્રસંગ આવી જાય, તો એને અકંપિત ભાવથી જીતવો અથવા આસનથી વ્યુત-પતિત ન થવું જોઈએ.
શય્યા : કોમળ યા કઠોર, ઊંચી યા નીચી - ગમે તેવી જગા સહજ ભાવથી મળે ત્યાં સમભાવપૂર્વક શયન કરવું.
આક્રોશ : કોઈ પાસે આવીને કઠોર યા અપ્રિય વચનો કહે, તો પણ એ
સમભાવથી સાંભળવાં, રોષ ન કરવો.
વધ ઃ કોઈના દ્વારા મારઝૂડ કરવામાં આવે છતાં એને સમતાથી સહન કરનારને ‘કર્મનિર્જરામાં ઉપકારી' સમજવાં.
યાચના : દીનતા યા અભિમાન ન રાખતાં સહજ ધર્મયાત્રાને ચલાવવા યાચકવૃત્તિ સ્વીકારવી.
અલાભ ઃ યાચના કરવા છતાં પણ જો અભીષ્ટ વસ્તુ ન મળે તો પ્રાપ્તિને સ્થાને અપ્રાપ્તિને જ સાચું તપ માનીને સંતોષ રાખવો.
રોગ : વ્યાકુળ થયા સિવાય કોઈ પણ રોગને સહન કરવો.
તૃણસ્પર્શ : સંથારામાં યા અન્યત્ર તૃણ આદિની તીક્ષ્ણતા અથવા કઠોરતા અનુભવાય તો મૃદુશય્યા જેવી પ્રસન્નતા રાખવી.
મલ : શારીરિક મેલ ભલેને ગમે તેટલો હોય, તો પણ એનાથી ઉદ્વિગ્ન થવું નહીં અને સ્નાન આદિ સંસ્કારોની ઇચ્છા ન કરવી.
ન
સત્કાર ઃ ગમે તેટલો સત્કાર મળે છતાં પણ એનાથી પ્રસન્ન ન થવું અને સત્કાર ન મળતાં ખિન્ન ન થવું.
પ્રજ્ઞા : ચમત્કારિણી બુદ્ધિ હોવા છતાં પણ એનો ગર્વ ન કરવો અને એવી બુદ્ધિ ન હોવાનો ખેદ ન કરવો.
.
અજ્ઞાન: વિશિષ્ટ શાસ્ત્રજ્ઞાનથી ગર્વિત ન થવું અને એના અભાવે આત્મહીનતાનો ભાવ ન રાખવો.
અદર્શન ઃ સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થતાં વિવેકપૂર્વક શ્રદ્ધા રાખવી અને પ્રસન્ન રહેવું.
આ રીતે તમને લોકોને સંક્ષેપમાં ૨૨ પરીષહોનું સ્વરૂપ બતાવ્યું. કર્મીનર્જરામાં સમભાવથી પરીષહોને સહન કરવા ખૂબ જ આવશ્યક છે. હવે પાંચ ચારિત્રોનો સંક્ષેપમાં સ્વરૂપ પરિચય કરાવું છું.
પાંચ ચારિત્ર :
પાંચ ચારિત્રોનાં નામ આ પ્રમાણે છે :
૧૫૦
શાન્તસુધારસ : ભાગ ૨
Page #161
--------------------------------------------------------------------------
________________
૧. સામાયિક ચારિત્ર. ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર. ૩. પરિહારવિશુદ્ધિ ચારિત્ર. ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. પ. યથાખ્યાત ચારિત્ર. હવે એક-એક ચારિત્રનું સંક્ષિપ્ત વિવેચન કરું છું.
સામાયિક ચારિત્રઃ “સમભાવમાં સ્થિર રહેવા માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો એ સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપનીય આદિ શેષ ચાર ચારિત્ર સામાયિકરૂપ તો છે જ, તો પણ આચાર અને ગુણની કેટલીક વિશેષતાઓના કારણસર આ ચારેયનું સામાયિકથી જુદી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ઇત્વરિક અથતુ કેટલાક સમય માટે, અથવા યાવતકથિત અર્થાત્ સંપૂર્ણ જીવન માટે જે પહેલાં પહેલાં મુનિદીક્ષા લેવામાં આવે છે તે સામાયિક.
છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રથમ દિક્ષા પછી વિશિષ્ટ કૃતનો અભ્યાસ કરી લીધા. પછી વિશેષ શુદ્ધિ માટે જીવનપર્યત પુનઃ જે દીક્ષા (વડી દીક્ષા) લેવામાં આવે છે અને પ્રથમ દિક્ષામાં દોષાપત્તિ આવવાથી એનો છેદ કરીને ફરી નવા સ્વરૂપે જે દિક્ષાનું આરોપણ કરવામાં આવે છે, તે છેદોપસ્થાપનીય ચારિત્ર છે.
પરિહારવિશુદ્ધિ ચાસ્ત્રિઃ જેમાં વિશિષ્ટ પ્રકારના તપઃપ્રધાન આચારનું પાલન કરવામાં આવે છે, તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે.
સૂક્ષ્મ સંપરાય ચારિત્રઃ જેમાં ક્રોધ આદિ કષાયોનો ઉદય નથી થતો, માત્ર લોભનો અંશ અતિ સૂક્ષ્મરૂપમાં હોય છે તે સૂક્ષ્મ સંપરા ચારિત્ર.
યથાખ્યાત ચારિત્રઃ જેમાં કોઈ પણ કષાયનો બિલકુલ ઉદય રહેતો નથી તે થયાખ્યાત ચારિત્ર છે. * :
આ રીતે ‘સંવરના ૫૭ પ્રકારો છે. આસવો રોકવાના આ સિદ્ધ ઉપાયો છે. કર્મબંધનથી બચવા માટે આ ઉપાયોનો આશ્રય લેવો જ પડશે. કર્મબંધનથી બચવા માટે બીજા કોઈ ઉપાયો નથી અને દરરોજ સંવરભાવનાની અપેક્ષા કરવાથી આત્મા જાગૃત રહે છે. “મારે કર્મોના આસવોથી બચવાનું છે - આ વિચાર જીવંત રહે છે. આપણા જીવનમાં આ પ૭માંથી કોઈ પણ ઉપાય સંભવિત હોય તેને કાર્યાન્વિત કરો. જીવનમાં ઉતારવાનો અભ્યાસ કરશે. ૫૭માંથી જેટલા ઉપાયો શક્ય હોય એમને જીવનમાં સ્થાન આપો.
ઉપાધ્યાયથી વિનયવિજયજી સંવર ભાવનાના બીજા શ્લોકમાં કંઈક વિશેષ
Page #162
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શન આપે છે -
संयमेन विषयाविरतत्त्वे, दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमार्तमथ रौद्रमजलं चेतसः स्थिरतया च निरुंध्याः ॥
ઈન્દ્રિયો વિષય અને અસંયમના આવેગોને સંયમથી દબાવી દે. સમ્યકત્વથી મિથ્યાત્વને એટલે કે ખોટા આગ્રહોને અવરુદ્ધ કર. આર્ત અને રોદ્ર ધ્યાનને સ્થિર ચિત્તથી નિયંત્રિત કરી દે.” ઇન્દ્રિયનિગ્રહ - વિષય પરવશતા - અસંયમઃ |
પાંચ ઇન્દ્રિયોની પરવશતાથી મનુષ્ય વિવેકશૂન્ય બનીને જે જે વિચારો અને ભાવનાઓ આચરે છે તેનાથી તીવ્ર પાપકર્મનું બંધન થાય છે. ધ્યાનથી સાંભળો. પંચેન્દ્રિયની પરવશતા કેટલી દુઃખદાયિની છે !
પેલું ભોળું હરણ, પેલું પાગલપતંગિયું, મુગ્ધ ભમરો, પેલું માછલું અને હાથી શા માટે મોતના ખોળામાં જઈને બેસે છે? સ્વચ્છંદી ઇન્દ્રિયોની વિષયમાં આસક્તિ ! વિષયરોગ જીવાત્માઓને વિષય તરફ લઈ જાય છે. જીવ એમાં ફસાઈ જાય છે અને ખરાબ મોતે મરી જાય છે. વિચાર કરો, આત્માને સાક્ષી બનાવીને પોતાની જાતને જુઓ - તપાસો. એક-એક વિષયની પરાધીનતા એમના પ્રાણ હરી લે છે. એમને ભયંકર પીડાઓ આપે છે. તો પછી મનુષ્યની તો દશા જ કેવી થાય?! આની કદી ય કલ્પના પણ કરી છે?
પાંચ-પાંચ ઇન્દ્રિયોને પરવશ માનવી, જો તમે તમારા આત્માને વશમાં રાખી ન શકતા હો, તમે તમારા મનને ઇન્દ્રિયજન્ય સુખોમાં આસક્ત થતું રોકી ન શકો, તો એનો કેવો અને કેટલો વિનાશ થઈ શકે એ વાત ગંભીરતાથી વિચારી લેવી જોઈએ. આત્મા, મન અને ઇન્દ્રિયો એકમેક બનીને પારસ્પરિક ગાઢ સહકારથી જ્યારે વિષયોની ભૂલોમાં રંગરેલીઓ મનાવે છે ત્યારે જીવાત્મા એટલો મૂઢ બની જાય છે, એટલો લુબ્ધ અને ક્ષુબ્ધ બની બેસે છે. એને એ વિચારવાનો સમય જ રહેતો નથી કે “મારા ભાવપ્રાણોનું નિકંદન નીકળી રહ્યાં છે! એટલા માટે ગ્રંથકાર કહી રહ્યા છે કે ઈન્દ્રિયોનો સંયમથી નિગ્રહ કર, વિષયોની આસક્તિ સંયમથી તોડ અને અસંયમને સંયમથી અનુશાસિત કર. સંયમ :
સંયમનો આ સંદર્ભમાં અર્થ છે - અનુશાસન. ‘ઇન્દ્રિયોનું અનુશાસન કરવું પડશે. વિષયલોલુપતાનું અનુશાસન કરવું પડશે. અસંયમી આચાર-વિચારોનું અનુશાસન કરવું પડશે. કામ સરળ તો નથી જ. ખૂબ જ મુશ્કેલ છે. તો પણ કરવું
[૧૫ર
શાન્તસુધારસઃ ભાગ ૨
Page #163
--------------------------------------------------------------------------
________________
તો પડશે જ. ઇન્દ્રિયોનું અનુશાસન ન કરનારા મોટા મોટા તપસ્વી અને જ્ઞાની પણ સાધનાભ્રષ્ટ થયા છે. એક ઇન્દ્રિયની લોલુપતા પણ સાધકનું પતન નોંતરી દે છે, એટલા માટે ઇન્દ્રિયો પરનું અનુશાસન સખત હોવું જોઈએ. જો વિષય-વિરાગ હશે, વિષયો પ્રત્યે અનાસક્તિ હશે, તો જ ઇન્દ્રિય સંયમ સરળ બનશે. વૈરાગ્યના ઉપાયો વિષય-વૈરાગ્યના કેટલાક ઉપાયો પ્રશમરતિમાં ભગવાન ઉમાસ્વાતિજી બતાવે
છે.
देश कुल देह-विज्ञानायुर्बल भोगभूतिवैषम्यम् ।
दृष्ट्वा कथमिह विदुषां भवसंसारेरतिर्भवति ॥ દેશ, કુળ, શરીર, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવની વિષમતા જોઈને વિદ્વાનોને આ ભવસંસારમાં કેવી રીતે પ્રીતિ થઈ શકે ?
આ આઠ વાતોમાં વિષમતાનાં દર્શન કરતા રહો. વૈરાગ્યભાવ તાજો રહેશે. ઈન્દ્રિયો પર સહજ રીતે વિજય પ્રાપ્ત થશે. આઠ વિષમતાઓનું વર્ણન અને મિથ્યાત્વ પર સમ્યકત્વથી કેવી રીતે વિજય મળે તથા આર્તધ્યાન - રૌદ્રધ્યાન પર કેવી રીતે નિયંત્રણ થાય - આ તમામ વાતો આગળ પર બતાવીશ. આજે બસ, આટલું જ.
સંવર ભાવના
૧૫૩
Page #164
--------------------------------------------------------------------------
________________
શિllGઝુલ્ફારસી
પ્રવચન ૩૮ ૨. સંવર ભાવના
: સંકલના :
• વૈરાગ્યનાં કારણોઃ ૧. દેશની વિષમતા ૨. કુળની વિષમતા ૩. દેહની વિષમતા ૪. વિજ્ઞાનની વિષમતા ૫. આયુષ્યની વિષમતા ૬. બળની વિષમતા !
૭. ભોગની વિષમતા ૮. વૈભવની વિષમતા IAS ૦ મિથ્યાત્વ અને સમ્યકત્વ. ૦ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. ૦ આર્તધ્યાનનાં ચાર લક્ષણો. 0 રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો. • ચિત્તની સ્થિરતાઃ ધર્મધ્યાન. ૦ ક્ષમાથી ક્રોધને નિગૃહિત કરો. • નમ્રતાથી માનને નિગૃહિત કરો. • સરળતાથી માયાને નિંગૃહિત કરો. ૦ સંતોષથી લોભને નિગૃહિત કરો. • પરમ સંતોષ પામવાનાં ત્રણ ઉપાયો. • ત્રણ ગુપ્તિઓથી અશુભ યોગોને જીતી લો. • સ્થિર જીવાત્મા મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. • જિનવચનોથી યોગશુદ્ધિ અને નિર્વાણ.
Page #165
--------------------------------------------------------------------------
________________
संयमेन विषयाविरतत्त्वे दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमार्तमथ रौद्रमजस्रं चेतसः स्थिरतया च निरुंध्याः ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્ત સુધારસ'માં સંવર ભાવનાની પ્રસ્તાવનામાં કહે છે: “ઇન્દ્રિયો વિષય અને અસંયમના આવેગોને સંયમથી દબાવી દે. સમ્યકત્વથી મિથ્યાત્વને અને આત-રૌદ્રધ્યાનને સ્થિર ચિત્તથી નિયંત્રિત કર.” વૈરાગ્યનાં કારણો :
કાલે મેં બતાવ્યું હતું કે ઇન્દ્રિયનિગ્રહ, વિષયલોલુપતા અને અસંયમને દબાવવા માટે - નાશ કરવા માટે વૈરાગ્ય’ શ્રેષ્ઠ ઉપાય છે અને વૈરાગ્ય પામવા માટે આઠ પ્રકારની વિષમતાઓનું ચિંતન આવશ્યક છે.
આજે સૌ પ્રથમ તો એ વિષમતાઓ બતાવીશ. ૧. દેશની વિષમતા :
પ્રથમ વિષમતા છે - દેશની. સમગ્ર વિશ્વના દેશ-પ્રદેશ એકસરખા નથી હોતા. એક દેશ ધનધાન્ય અને નદીસરોવરોથી હર્યોભર્યો હોય, સુંદર હોય, તો બીજો પ્રદેશ દુષ્કાળ, નિર્ધનતા અને પથ્થરોથી ઘેરાયેલો દુઃખમય હોય. કોઈ દેશમાં શાન્ત, પ્રસન્ન, ઉદાર અને પ્રેમભરી પ્રજા જિંદગીને મજાથી જીવતી હોય છે, તો કોઈ દેશમાં પ્રજા અશાન્તિ, ક્લેશ, સંકીર્ણતા અને વેરવિરોધની ભભકતી આગમાં શેકાતી હોય છે. કેવી વિષમતા છે ધરતીના ભિન્ન ભિન્ન ભાગોમાં? વિચારજો, શાન્ત ચિત્તે વિચારજો..
જીવનાં શુભ-અશુભ કેમ એને સારા-ખોટા દેશમાં જન્મ આપે છે. આજે ભલે તમે સારા દેશમાં હો, પરંતુ સદાય માટે સારા દેશમાં જન્મ મળે જ એવો નિયમ નથી. કોઈ વાર તમારો જન્મ કાશમીરમાં થાય, તો કોઈક વાર આફ્રિકાનાં જંગલોમાં પણ થઈ શકે છે. કોઈ વાર તમે ભારતની પવિત્ર ધરતી ઉપર પેદા થાઓ, તો કોઈ વાર હિંસા-કૂરતાભય ઇજિપ્ત, ઈઝરાયેલ જેવા દેશોમાં પણ જન્મ ધારણ કરો. એવા દેશમાં જન્મવું પડે, રહેવું પડે. કોઈ પણ દેશ વચ્ચે સમાનતા નથી. ૨. કુળની વિષમતા:
બધા જીવાત્માઓને એકસરખાં - સમાન કુળમાં જન્મ મળતો નથી. કોઈ ઉચ્ચ કુળમાં પેદા થાય છે, તો વળી કોઈ નીચ કુળમાં જન્મે છે. કોઈ ઉચ્ચ કુળમાં જન્મ પામીને ખરાબ કર્મો કરે છે, તો કોઈ નીચ ગોત્રમાં જન્મીને પણ ઉત્તમ કાર્ય કરે છે, સંસારની આ અપરિહાર્ય વિષમતા છે. આ વિષમતાને ન તો ‘સામ્યવાદ દૂર કરી શકે છે કે ન તો સમાજવાદ દૂર કરી શકે છે. જાતિ અને કુળની વિષમતા જોઈને [ સંવર ભાવના
૧૫૫]
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ઞાવંત પુરુષને આ સંસાર પ્રત્યે અનુરાગ પેદા થતો નથી. ૩. દેહની વિષમતા :
કોઈની કાયા સુલક્ષણી હોય છે, તો કોઈની ખરાબ લક્ષણવાળી ! કોઈનું શરીર બેડોળ, તો કોઈનું સુંદર. શું આ વિષમતા બાવળના શૂળની જેમ ભોંકાય એવી નથી? એક માણસ સુંદર, સુડોળ અને મનમોહક લાગે છે, તો બીજો માણસ કુરૂપ, બેડોળ અને જોવામાં-દેખાવમાં પસંદ પડતો નથી. માનવ-માનવ વચ્ચેની આ વિષમતા શું બુદ્ધિશાળી માણસને અકળાવી દેતી નથી? આ વિષમતા જોઈને કોની ઉપર રાગ કરવો અને કોની ઉપર દ્વેષ કરવો? વિષમતા પ્રત્યે વૈરાગ્ય જ પેદા થાય
૪. વિજ્ઞાનની વિષમતા :
એક બુદ્ધિશાળીપુરુષ વિશ્વનાં તત્ત્વોનું સૂક્ષ્મચિંતન,મનન અને પર્યાલોચનકરી લે છે. નવા નવા ભૌતિક-આધ્યાત્મિક આવિષ્કારોથીવિશ્વને આશ્ચર્યચકિત કરી દેછે, તો બીજો માણસ અજ્ઞાનના ગહન તિમિરમાં અથડાતો પોતાના પડછાયાને ય ઓળખી શકતો નથી. એક માણસ પોતાની સ્મૃતિ અને ધારણાની અપાર શક્તિથી હજારો ગ્રંથોને યાદ રાખી લે છે, તો બીજો માણસ પોતાના નામ સુદ્ધાં ને ભૂલી જાય છે! જીવજીવ વચ્ચેની આ કેવી અસહ્ય અસમાનતા છે? કેટલી કરુણ વિષમતા છે? ૫. આયુષ્યની વિષમતાઃ
પાંચમી વિષમતા છે : આયુષ્યની. એક જીવાત્માનું દીર્ઘ આયુષ્ય હોય છે, તો બીજાનું અલ્પ હોય છે. એક વ્યક્તિ સો વર્ષ પૂરાં કરે છે, તો બીજો વળી માતાના ઉદરમાં જ મરી જાય છે. એક વૃદ્ધાવસ્થામાં જીવન વિતાવે છે, તો બીજો જવાનીમાં જ મરી જાય છે. બધા જીવોનો જીવનકાળ સમાન નથી હોતો આ સંસારમાં. બુદ્ધિમાનોનું કાળજું ચીરી નાખે એવી આ સંસારની વિષમતા છે, પછી આવા સંસાર માટે પ્રેમ કેવી રીતે વરસે ? જીવ-જીવ વચ્ચેના જીવનકાળની અસમાનતાનું ચિંતન, ભવવૈરાગ્ય ઉત્પન્ન કરે છે. ૬. બળની વિષમતા :
એક માણસની પાસે અસાધારણ શરીરશક્તિ હોય છે, તો બીજો માણસ પોતાના શરીરનો ભાર પણ ઉપાડી નથી શકતો. એક માણસ હજારો શત્રુઓનો સામનો કરી શકે છે, જ્યારે બીજો માણસ એકાદ દુશમનનેય જીતી શકતો નથી. માણસ-માણસ વચ્ચે બળની અસમાનતા તો છે જ. દેવ અને માણસ, મનુષ્ય અને જાનવર, જાનવર અને નરક. ચાર ગતિના જીવોમાં પણ ભારે વિષમતા છે. | ૧૫૬
આ શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #167
--------------------------------------------------------------------------
________________
જીવોની શારીરિક શક્તિ સમાન નથી હોતી. આ અસમાનતા પ્રજ્ઞાવંત પુરુષો માટે વૈરાગ્યનું કારણ બની બેસે છે. ૭. ભોગની વિષમતા:
સાતમી વિષમતા છે ભોગની. જેમ કે બે વ્યક્તિઓની પાસે પાંચે ઈન્દ્રિયોના વિષયસુખ એક સમાન હોય છે, પરંતુ બંને એ સુખોને એકસરખી રીતે ભોગવી શકતા નથી. એક મનુષ્ય એ સુખોને થાક્યા વગર ભોગવતો જ રહે છે, જ્યારે બીજો માણસ ભોગવ્યાં ન ભોગવ્યાં અને સુખોથી થાકી જાય છે. ઇચ્છા હોવા છતાં પણ સામે પસંદગીનું ભોજન હોય તો પણ ખાઈ શકતો નથી. સામે સ્વર્ગનું રૂપ અને યૌવન હોવા છતાં પણ એને એ ન તો જોઈ શકે છે, ન તો એને સ્પર્શ કરી શકે છે. સુખભોગમાં પણ કેટલી વિષમતા હોય છે? એ રીતે ભોગસુખોને પ્રાપ્ત કરવામાં પણ વિષમતા! એકની પાસે વિપુલ પ્રમાણમાં ભોગસામગ્રી હોય છે, જ્યારે બીજાની પાસે અતિઅલ્પ પણ સુખસામગ્રી હોતી નથી. આ રીતનું વૈષમ્ય દર્શન આત્મામાં વૈરાગ્યને જાગૃત કરે છે. ૮. વૈભવની વિષમતા :
આ આઠમી વિષમતા છે. એક મનુષ્યની પાસે હીરા-મોતી, સોનું-ચાદી અને બાગ-બગીચાનો પાર નથી હોતો, બીજા માણસની પાસે ખાવા માટે બે ટંકની રોટી પણ હોતી નથી અને સૂવા માટે બે ગજ જમીન પણ નથી હોતી. એક માણસ મખમલની ગાદી પર આળોટતો હોય છે, જ્યારે બીજાની પાસે તૂટેલી કંથાગોદડી પણ નથી હોતી. એકની પાસે પહેરવા સુંદર મૂલ્યવાન વસ્ત્રોનો પાર હોતો નથી, તો બીજાની પાસે શરીર ઢાંકવા માટે કપડાનો ટુકડો નથી હોતો. કેવી મન દુભાવનારી અકળાવનારી આ વિષમતા છે ! વિવેક મનુષ્યને ભલા આ સંસાર ઉપર રાગ કેવી રીતે થશે?
આ રીતે વૈરાગ્યને દૃઢ કરતાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરો, વિષય-આસક્તિને દૂર કરો. અસંયમને દબાવી દો. ગ્રંથકારે બીજી વાત કરી છે. મિથ્યાત્વને સમ્યક્તથી દૂર કરો. મિથ્યાત્વ અને સમ્યકત્વઃ મિથ્યાત્વ પરિભાષા કરતાં ‘ગુણસ્થાનક ક્રમારોહ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે
अदेवागुरुर्वधमेषु या देवगुरुधर्मधीः । तन्मिथ्यात्वं भवेद्रव्यक्तं अव्यक्तं मोहलक्षणम् ॥ જે વાસ્તવમાં પરમાત્મતત્ત્વ નથી એને પરમાત્મતત્ત્વ માનવું, જે સાચું ગુરુતત્ત્વ
સંવર ભાવના
૧૫૭
Page #168
--------------------------------------------------------------------------
________________
નથી એને ગુરુતત્ત્વ માનવું અને જે સાચા સ્વરૂપમાં ધર્મનથી એને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે.
જ્યારે આ મિથ્યાત્વનો ક્ષયોપશમ થાય છે ત્યારે આત્મામાં સમ્યકત્વ ગુણ પ્રકટ થાય છે. મિથ્યાત્વનો ક્ષયોપશમ અનેક રીતે થાય છે, પરંતુ એમાં અસાધારણ કારણ હોય છે સદ્ગુરુનો પરિચય. એવાં અનેક દૃષ્ટાંતો ભૂતકાળમાં હતા અને વર્તમાનકાળમાં પણ છે કે સદ્ગરનો પરિચય થતાં મનુષ્યને વાસ્તવિક પરમાત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. સાચા સદ્દગુરુનો અવબોધ થાય છે અને સાચા ધર્મનું જ્ઞાન થાય છે. સરુના પરિચયમાં રહેવાથી સાચા દેવ-ગુરુ-ધર્મ ઉપર શ્રદ્ધા રહે છે. આને સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન કહેવાય છે.
સમ્યકત્વનો ગુણ સુરક્ષિત રાખવા માટે પાંચ વાતો, પાંચ ગુણ - આત્મામાં દ્રઢ રહેવાં જોઈએ - શ્રદ્ધા, મોક્ષરાગ, સંસારવૈરાગ્ય, અનુકંપા અને ઉપશાન્ત ભાવ.'
હવે ગ્રંથકાર કહે છે સ્થિર ચિત્તથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને નિયંત્રિત કરો. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનઃ આર્તધ્યાનની પરિભાષા તત્ત્વાર્થસૂત્ર' માં આ રીતે આપવામાં આવી છે -
आर्तममनोज्ञानां संप्रयोगे तद्वियोगाय स्मृति समान्वाहारः । । અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં એના વિયોગને માટે સતત ચિંતા કરવી એ પ્રથમ આર્તધ્યાન છે. દુઃખ આવી પડતાં એના નિવારણની સતત ચિંતા કરવી એ બીજું આર્તધ્યાન છે. i પ્રિય વસ્તુનો વિયોગ થતાં તેની પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી ત્રીજું આર્તધ્યાન
I અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પ કરવો યા સતત ચિંતા કરવી એ ચોથું
આર્તધ્યાન છે. આર્તધ્યાનનાં ચાર લક્ષણોઃ ‘શ્રી ઔપપાતિક સૂત્ર'માં આર્તધ્યાનનાં ચાર લક્ષણો બતાવ્યાં છે - ૧. વાયા - જોરથી અવાજ કરીને રડવું. ૨. સોમળયા: દીનતા કરવી. ૩. તિપાયા - આંખમાંથી આંસુ પાડવાં. ૪. વિન્ટવાયી - વારે વારે કઠોર શબ્દો બોલવા. .
૧૫૮
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #169
--------------------------------------------------------------------------
________________
રૌદ્રધ્યાનની પરિભાષા તત્ત્વાર્થસૂત્રમાં આ રીતે બતાવી છે - .
હિંસાડનૃતત્તે વિષયરક્ષો રોગ હિંસા, અસત્ય, ચોરી અને વિષયરક્ષણ માટે સતત ચિંતા કરવી ‘રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો:
શ્રી ઔપપાતિક સૂત્રમાં રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો બતાવ્યાં છે - ૧. કછોલે - નિરંતર હિંસા, અસત્ય, ચોરી આદિ કરવા. ૨. વજુવો - હિંસાદિ સર્વ પાપોમાં પ્રવૃત્તિ કરવી. ૩. માળો - અજ્ઞાનથી, કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ પાપોમાં ધર્મબુદ્ધિથી
પ્રવૃત્તિ કરવી. ૪. ગામરવંતો - આમરણાંત થોડોક પણ પશ્ચાત્તાપ કર્યા વગર કાલસૌકરાદિ
કસાઈની જેમ હિંસાદિમાં પ્રવૃત્તિ કરવી. પ આર્તધ્યાનનું ફળ પરલોકમાં તિર્યંચગતિની પ્રાપ્તિ છે.
રૌદ્રધ્યાનનું ફળ છે નરકગતિની પ્રાપ્તિ. ચિત્તની સ્થિરતા - ધર્મધ્યાન:
ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છે કે સ્થિર ચિત્તે આર્તધ્યાન-રૌદ્રધ્યાનને રોકવા પ્રયત્ન કરો. એ પ્રયત્ન છે ધર્મધ્યાનનો. “શ્રી આવશ્યક સૂત્રમાં ધર્મધ્યાન કરવા ઇચ્છુક આત્મની યોગ્યતાનું પ્રતિપાદન આ રીતે કરવામાં આવ્યું છે -
जिणसाहूगुणकित्तण-पसंसणा-विणय-दाण संपन्नो ।
सुअसील संजमरओ. धम्मज्झाणी मुणेयव्वो ॥ ૧. શ્રી જિનેશ્વરદેવના ગુણોનાં કીર્તન-પ્રશંસા કરો. ૨. શ્રી નિગ્રંથ મુનિવરોનાં ગુણોનાં કીર્તન-પ્રશંસા કરો. ૩. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં નિરત રહો, પ્રાપ્ત શ્રુતજ્ઞાનથી આત્માને ભાવિત
કરવાનું લક્ષ્ય રાખો. ૪. શીલ-સદાચારના પાલનમાં તત્પર રહો. પ. ઇન્દ્રિયસંયમ અને મનલ્સયમ કરવામાં લીન રહો.
આ રીતે મનઃસ્થિરતાથી, ચિત્તની પવિત્રતાથી આત-રૌદ્રધ્યાનને અવરુદ્ધ કરી શકો છો.
[
સંવર ભાવના
|
_
_
_ ૧૫૯ |
૧૫૯
Page #170
--------------------------------------------------------------------------
________________
હવે ચાલો સંવર ભાવનાની પ્રસ્તાવનાના ત્રીજા શ્લોક ઉપર વિવેચન કરીએ. क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं हन्या मायामार्जवेनोज्वलेन ।
लोभं वारांराशिरौद्रं निरुंध्याः सन्तोषेण प्राशुंना सेतुनेव ॥ ३ ॥ ક્ષમા દ્વારા ક્રોધને, નમ્રતા દ્વારા માનને, પારદર્શી સરળતા દ્વારા માયાને અને સંતોષરૂપ સેતુ દ્વારા સાગર જેવા વિશાળ લોભને નિગૃહિત કરો. ક્ષમાથી ક્રોધને નિગૃહિત કરો :
શા માટે તમે ક્રોધી બનો છો ? શા માટે કોઈ પણ જીવાત્મા સાથે વેરદુશ્મનાવટની ગાંઠ બાંધો છો ? તમને ખબર છે કે એનાથી તમે તમારી જાતને જ નુકસાન કરી રહ્યા છો ? તમારું મન બેકાબૂ બની જાય છે. તમારું લોહી ઉકળી ઊઠે છે. એની અસર તમારી વાણી ઉપર પડે છે અને તમારા આચરણ ઉપર પણ પડે છે. તમે ન બોલવાનું બોલી બેસો છો. ન કરવાનું કરી બેસો છો. એનાથી તમારી માનવતા લજ્જિત થાય છે. એટલા માટે ક્રોધ ઉપર વિજય મેળવવાનો છે. ક્ષમા દ્વારા વિજય પામવાનો છે.
ક્ષમા ધર્મને આત્મસાત્ કરો. તમારા અપરાધીને પણ ક્ષમા આપો. ક્ષમાની શક્તિ ઉપર વિશ્વાસ રાખો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કેવા કેવા ગુનેગારોને પણ ક્ષમા આપી હતી ? એ શું તમે જાણતા નથી ? ભગવાને કહ્યું છે -
यः उपशाम्यति अस्ति तस्याराधनं,
यो नोपशाम्यति नास्ति तस्याराधनं, तस्मादात्मनोपशमितव्यम् ।
જે ક્ષમા આપે છે, કષાયોને ઉપશાન્ત કરે છે એ આરાધક છે; જે કષાયોને ઉપશાન્ત નથી કરતો તે આરાધક નથી. એટલા માટે મોક્ષના આરાધક બનવા માટે આત્માને ઉપશાન્ત કરો.
ક્ષમા ગુણરત્નોની પેટી છે. ક્ષમાની પેટીમાં ગુણરૂપી રત્નો ભર્યાં પડ્યાં છે. એ પેટીને કદી ગુમાવી નહીં બેસતા ! એ પેટીને સદૈવ પાસે રાખો.
નમ્રતાથી માનને નિગૃહિત કરો :
અભિમાનનો નિગ્રહ નમ્રતાથી થાય છે. અભિમાની મનુષ્ય ગુરુજનોનો અનાદર કરે છે. અહંકારથી ઉન્મત્ત જીવ અન્ય જીવોનો તિરસ્કાર કરે છે. આત્મકલ્યાણના પથ ઉપર એવા અભિમાની માણસો ચાલી શકતા નથી. આત્મા સાથે એમનો કોઈ સંબંધ રહેતો નથી. એમનો સંબંધ હોય છે આત્માથી ભિન્ન એવી બહારની દુનિયા સાથે.
૧૬૦
શાન્તસુધારસ : ભાગ ૨
Page #171
--------------------------------------------------------------------------
________________
માનથી, અભિમાનથી અન્ધ બનેલ જીવ આત્મતત્ત્વને સમજી શકતો નથી. પરમાત્મતત્ત્વ સાથે એનો સોગંદ ખાવા જેટલો ય સંબંધ હોતો નથી. એ મોક્ષમાર્ગ ઉપર તો ઠીક સંસારમાર્ગ ઉપર પણ સુખશાન્તિ અને સમૃદ્ધિ પામી શકતો નથી.
એટલા માટે કહું છું કે અભિમાન છોડી દો. ૫૨૫દાર્થ લઈને કોઈ પણ પ્રકારનું અભિમાન કરવા જેવું નથી. સ્વોત્કર્ષ અને પરાપકર્ષ દ્વારા તું પ્રગાઢ પાપ બાંધીશ. સાધનાના માર્ગમાંથી ભ્રષ્ટ થતાં વાર નહીં લાગે. અભિમાની જીવાત્મા મોક્ષમાર્ગનો પથિક થઈ જ શકતો નથી. એટલા માટે નમ્રતાથી અભિમાનનો નિગ્રહ કરો.
વિનમ્રતાથી અભ્યસ્ત રહેવા માટે સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરતા રહો. સ્વદોષ દર્શનથી સ્વઉત્કર્ષ ગળી જશે અને પરગુણ દર્શનથી પરાપકર્ષની કલ્પનાઓ તૂટી જશે. સ્વઉત્કર્ષની તીવ્ર લગની અને પરાપકર્ષની ઉત્કટ ભાવના તમને વિનમ્ર બનવા નહીં દે. સ્વઉત્કર્ષની ભાવનામાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. પરાપકર્ષની ભાવના તિરસ્કારને જન્મ આપે છે.
હૃદયમાંથી અહંકાર અને તિરસ્કાર દૂર થતાં જ મૃદુતાનું સંચરણ થશે તમારી અંદર. મૃદુતા-નમ્રતા તમારી અંદર દિવ્ય અને પવિત્ર વિચારોને જન્મ આપશે. તમારા હૃદયમંદિરને સ્વચ્છ, સુંદર અને આકર્ષક બનાવી દેશે. શ્રેષ્ઠ ગુણસમૃદ્ધિ પ્રકટ થશે. સરળતાથી માયાને નિગૃહિત કરો :
માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં તમામ આંતરગુણ સમૃદ્ધિ-સંપત્તિ બળીને રાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. આંતરવિકાસનાં દ્વાર બંધ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ન ધર્મમારાપયત્યશુદ્ધાત્મા - અશુદ્ધ-માયાવી જીવ ધર્મની આરાધના કરી શકતો નથી.
એટલા માટે આર્જવથી - સરળતાથી માયાને નષ્ટ કરો. માયા ઉપર સંયમ રાખો. ગુરુજનો સમક્ષ ભવસાગરની પાર લઈ જનારા સદ્ગુરુની આગળ સરળ બનો. જે સદ્ગુરુઓ - સત્પુરુષોને સહારે તમારે સંસારની કેદમાંથી છૂટવાનું છે, આત્માને વિશુદ્ધ બનાવવાનો છે, એમનાથી તમે તમારી માનસિકતા છુપાવવાનો પ્રયત્ન ન કરો. તમે એવા સત્પુરુષો પ્રત્યે એટલા તો શ્રદ્ધાવાન રહો જ કે ‘તમે એમની સમક્ષ જે કંઈ આત્મનિવેદન કરશો તે વાતો તેમના સાગર જેવા પેટમાં સમાઈ જશે.'
એ ગીતાર્થ પુરુષો સદાય સરળ, માયારહિત જીવો પ્રત્યે સ્નેહપૂર્ણ દૃષ્ટિથી જુએ છે. ઉત્તમતાની નજરે જુએ છે.
સંવર ભાવના
૧૬૧
Page #172
--------------------------------------------------------------------------
________________
નિમયી - સરળ જીવાત્મા જ સાચી અને યોગ્ય શરણાગતિ સ્વીકારી શકે છે. માયાવી જીવાત્મા ગુરુતત્ત્વની યા તો પરમાત્મતત્ત્વની શરણાગતિ સ્વીકારી શકતો નથી. શરણાગતિ વગર સમર્પણનો ઉચ્ચતમ ભાવ પ્રકટ થઈ શકતો નથી, સમર્પણ વગર ધર્મપુરુષાર્થ થઈ શકતો નથી, એટલા માટે ગ્રંથકાર કહે છે : સરળ બનો, સરળતાથી માયાને કાબૂમાં લઈ શકશો. સંતોષથી લોભને નિહિત કરોઃ
ગ્રંથકારે લોભને મહાસાગર કહ્યો છે. એ મહાસાગર પાર કરવા માટે સંતોષના સેતુ-બંધ (પુલ) પર ચાલવું પડશે. આમ તો પ્રશમરતિ'માં કહેવામાં આવ્યું છે કે લોભ તમામ વિનાશોનું આશ્રયસ્થાન છે. તમામ અપાયોનું નિવાસસ્થાન છે. લોભ સમગ્ર પાપોનું મૂળ છે. લોભી કયું પાપ નથી કરતો? એ તો તમામ પાપાચરણ માટે તૈયાર જ હોય છે. એ પાપને પાપ માને છે જ ક્યાં? એને તો બસ ઈન્દ્રિયોનાં વિષયસુખો જ નજરે પડે છે. ધ્યાન રાખો, સુખ પામવા માટે લોભની પાસે જશો નહીં. લોભની ભૂલભુલામણીમાં સીધા નીચે નરકમાં જ પહોંચી જશો.
એટલા માટે ગ્રંથકાર લોભ પર નિગ્રહ રાખવા કહે છે. લોભનો નિગ્રહ સંતોષ દ્વારા થાય છે, તૃપ્તિથી થાય છે, એટલા માટે ક્ષણિક લોભનો ત્યાગ કરીને શાશ્વતું તૃપ્તિની પ્રાપ્તિ માટે મંગલ પુરુષાર્થના શ્રીગણેશ કરો.
આ મનુષ્ય જીવનમાં કાલાન્તરમાં કદીય વિનાશ ન પામે એવી પૂર્ણ તૃપ્તિનો - સંતોષનો અનુભવ કરવાનો છે. આવો થોડોક પણ અનુભવ થતાં વિષયોની અલ્પકાલીન તૃપ્તિનો લોભ નહીં રહે. શાન્તરસના અદ્વિતીય અનુભવથી આત્માને જે અતીન્દ્રિય - અગોચર તૃપ્તિ થાય છે, સંતોષ થાય છે, તે જિન્દ્રિયના માધ્યમથી પડ્રસના ભોજન દ્વારા પણ નથી થતો. પરમ સંતોષ પામવાના ત્રણ ઉપાયો :
સંસારમાં વિષયલોભમાં જેતૃપ્તિનો આભાસ થાય છે તે તો કલ્પના માત્ર જ છે. વાસ્તવિક સંતોષ તો મિથ્યાજ્ઞાનરહિત આત્માને થાય છે. એટલા માટે આત્માનુભવનો પરમ સંતોષ પ્રાપ્ત કરવા માટે ત્રણ ઉપાયો કરો -
૧. ગુરુચરણનું શરણ. ૨. જિનવચનનું શ્રવણ. ૩. સમ્યતત્ત્વનું ગ્રહણ.
આ શરણ, શ્રવણ અને ગ્રહણમાં જેટલો પુરુષાર્થ કરશો એટલો જ આત્મસંતોષ પ્રાપ્ત કરશો. આત્મતત્ત્વ પ્રત્યે પ્રીતિભાવ ઉત્પન્ન થશે, અનુત્તર ધર્મશ્રદ્ધા જાગૃત
| શાન્ત સુધારસઃ ભાગ ૨ |
૧૬૨
Page #173
--------------------------------------------------------------------------
________________
થશે, આરંભ-સમારંભોનો ત્યાગ થશે: સંસારમાર્ગનો વિચ્છેદ થતો રહેશે અને પૂર્ણાનંદ, સંતોષ, તૃપ્તિ પ્રતિ પ્રયાણ થશે. હવે સંવર ભાવનાની પ્રસ્તાવનાના ૪થા શ્લોક ઉપર વિવેચન કરું છું. गुप्तिभिस्तिसृभिरेवमजय्यान् त्रीन्विजित्य तरसाधमयोगान् । साधुसंवरपथे प्रयतेथा, लप्स्यसे हितमनीहितमिद्धम् ॥ મન, વચન, કાયાના દુર્જય જેવા અશુભ યોગોને ત્રણ ગુપ્તિઓ દ્વારા અતિ શીધ્ર જીતીને તું સુંદર સંવરપથ પર વિચરણ કર. એનાથી તને ઈચ્છિત મુક્તિ અવશ્ય મળશે. ત્રણ ગુપ્તિઓથી અશુભ યોગોને જીતી લોઃ
કાયિક, વાચિક અને માનસિક ક્રિયા અથતુિ યોગનો પ્રશસ્ત નિગ્રહ જ ગુપ્તિ છે. ગુપ્તિ સંવરનો ઉપાય બને છે. પ્રશસ્ત નિગ્રહનો અર્થ છે - સમજી-વિચારીને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલો સ્વીકાર. અર્થાતુ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાને ઉન્માર્ગથી રોકવા અને સન્માર્ગે વાળવાં. યોગના સંક્ષેપમાં ત્રણ ભેદ છે. એટલા માટે નિગ્રહરૂપ ગુપ્તિના પણ ત્રણ ભેદ છે - ૧. કોઈ પણ વસ્તુ લેવામાં યા મૂકવામાં અગર તો બેસવા-ઊઠવા કે ચાલવા
ફરવામાં કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક હોય. એ રીતે શારીરિક વ્યાપારનું નિયમન
કરતા રહો. આ મનોગુપ્તિ છે. ૨. બોલવાના પ્રત્યેક પ્રસંગ ઉપર વચનનું નિયમન કરવું અગર તો મૌન ધારણ
કરવું, એ વચનગુપ્તિ છે. ૩. દુષ્ટ સંકલ્પ અને સારા-ખોટા મિશ્ર સંકલ્પોનો ત્યાગ કરવો તથા સારા સંકલ્પોનું સેવન કરવું મનોગુપ્તિ છે.
જો સુંદર સંવરપથ ઉપર વિચરણ કરીને મુક્તિ સુખ પામવું હોય તો મન, વચન, કાયાના યોગો ઉપર ત્રણ ગુપ્તિથી વિજય પામવાનો જ છે. મુક્તિ પામવાનો સંકલ્પ છે ને? શીધ્રાતિશીધ્ર સંસારથી મુક્તિ પામવા માટે હૃદયમાં તમન્ના છે ને? અંતર્મુખ થઈને થોડુંક વિચારજો.સંવરપથ ઉપર ચાલવું સરળ નથી. વૃઢ સંકલ્પ વગર મનુષ્ય સંવરપથ ઉપર ચાલી શકતો નથી. મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો અને શુભ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેવું જોઈએ.
एवं रुद्धष्वमलहृदयैराम्रवेष्वाप्तवाक्यश्रद्धाचञ्चत्सितपटपटुः सुप्रतिष्ठानशाली । शद्धर्योगैजवनपवनैः प्रेरितो जीवपोतः स्रोतस्तीत्वा॑ भवजलनिधेर्याति निर्वाणपुर्याम् ॥
સંવર ભાવના
Page #174
--------------------------------------------------------------------------
________________
આ રીતે સ્વચ્છ હૃદય દ્વારા આસ્રવોના દ્વારોને બંધ કરીને સ્થિર થયેલું જીવાત્મારૂપી જહાજ, પ્રાજ્ઞ પુરુષોનાં વાક્યોમાં શ્રદ્ધારૂપ ઝળહળતા શઢથી સુસજ્જ બનીને શુદ્ધ યોગરૂપી હવાથી તરતું તરતું નિર્વાણપુરી સુધી પહોંચી જાય છે. પ્રતીકાત્મક રીતે ગ્રંથકારે મોક્ષપ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે.
જહાજ = જીવાત્મા (સ્થિર જીવાત્મા)
શઢ = જિનવચનોમાં શ્રદ્ધા
હવા = શુદ્ધ યોગ
સ્થિર જીવાત્મા મોક્ષપ્રાપ્તિ કરી શકે છે ઃ
જીવાત્મામાં સ્થિરતા ત્યારે જ આવે છે કે જ્યારે તે આસ્રવોના દ્વાર બંધ કરી દે છે અને તેનું હૃદય સ્વચ્છ થાય છે. જ્યાં સુધી આસ્રવોના (અશુભ) દ્વાર ખુલ્લાં રહેશે ત્યાં સુધી હ્રદય સ્વચ્છ નહીં બને. આસ્રવોના દ્વાર આમ તો અનાદિકાળથી ખુલ્લાં છે. એ દ્વારોને બંધ ક૨વાં સરળ કામ નથી. પરંતુ જ્ઞાની પુરુષોનાં વચનોમાં શ્રદ્ધા બેસે છે ત્યારે તે સરળ બની જાય છે - જિનવચનોથી આત્મા ભાવિત બની જાય છે ત્યારે જ તે સરળ બને છે.
.
જે સમયે ભરત ચક્રવર્તીએ પોતાના ૯૯ ભાઈઓને પોતાને આધીન થવા સંદેશો મોકલ્યો કે “તમે બધા મારી આજ્ઞા માનો, હું ચક્રવર્તી થવાનો છું. ” ૯૯ ભાઈઓનાં પોતપોતાનાં સ્વતંત્ર રાજ્ય હતાં. તે બધા ભરતને આધીન થવા માગતા ન હતા. બાહુબલીને છોડીને ૯૮ ભાઈઓ એકઠા થયા અને ભરતની આજ્ઞા ઉપર વિચાર કર્યો.
પહેલાં તો ઉત્તેજિત ૯૮ ભાઈઓએ ભરતની સાથે યુદ્ધ કરીને પોતાનાં રાજ્યોની સ્વતંત્રતા અખંડિત રાખવાનો વિચાર કર્યો. પરંતુ પાછળથી પિતા તીર્થંકર પરમાત્મા ઋષભદેવની આ વિષયમાં સલાહ લઈને ‘શું કરવું’ એનો નિર્ણય ક૨વાનો વિચાર કર્યો. ૯૮ ભાઈઓ ભગવાન ઋષભદેવ પાસે પહોંચ્યા અને આખીય વાત જણાવી. ભગવાને ૯૮ પુત્રોને સારી રીતે સાંભળ્યા પછી કહ્યું : “બહારના શત્રુઓ સામે લડતા રહેશો તો અંદરના શત્રુ કામ, ક્રોધ, લોભ આદિની સાથે ક્યારે યુદ્ધ કરશો ? તેમને પરાજિત કરીને શાશ્વત્ વિજય ક્યારે પામશો ?”
“સંસારમાં તો એક શત્રુ પછી બીજો શત્રુ ઉત્પન્ન થતો જ રહેશે. જિંદગી યુદ્ધોમાં વ્યતીત કરશો તો મુક્તિ કેવી રીતે પામશો ? કોનું રાજ્ય ? કોની સ્વતંત્રતા ? આત્માને કર્મ બંધનોથી મુક્ત કરો.”
૧૪
શાન્તસુધારસ : ભાગ ૨
Page #175
--------------------------------------------------------------------------
________________
૯૮ ભાઈઓ ઉપર જિનવચનોની ઊંડી અસર થઈ. તેઓ એ જ સમયે સંસારનો ત્યાગ કરીને સાધુ બની ગયા. તેમણે આત્મસ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કર્યો, કારણ કે જિનવચનોથી એમના મન, વચન, કાયાના યોગ પણ શુદ્ધ થયા હતા. તે બધા કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને નિવણિપુરીમાં પહોંચી ગયા. જિનવચનોથી યોગશુદ્ધિ અને નિર્વાણ :
ગ્રંથકારે ખૂબ જ માર્મિક વાત કરી છે. મનને પવિત્ર, પ્રસન્ન અને વિશુદ્ધ કરવા માટે જિનવચનોથી ભાવિત થવું જ પડશે. મનોયોગને શુદ્ધ કરવા માટે આ જ શ્રેષ્ઠ ઉપાય છે. એ રીતે વચનયોગની શુદ્ધિ અને નિર્મળતા પ્રાજ્ઞ પુરુષોના વચનોથી જ થશે. કામયોગનું નિયંત્રણ પણ પુરુષોની વાણી સાંભળતા રહેવાથી થાય છે.
યોગ શુભ અને શુદ્ધ થતાં તમારું આત્મ-જહાજ મુક્તિપુરી સુધી પહોંચી જશે. એક જ પ્રશ્ન મોટો છે - મુક્તિ પામવા માટેની તીવ્ર તમન્ના હૃદયમાં જાગી છે ખરી ? વિચારજો .
આજે બસ, આટલું જ.
સંવર ભાવના
૧૫
Page #176
--------------------------------------------------------------------------
________________
S
શિlloGીસરી
પ્રવચન ૩૯ ૩. સંવર ભાવના
: સંકલના : ૦ આત્મલક્ષી ચિંતન.
મોક્ષનું સ્વરૂપ. મોક્ષમાર્ગ. સંયમ - સત્તર પ્રકારનો. દંડ-વિરતિ.
ઉપશમ ભાવ. • વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશા.
શું તમે તત્ત્વના અર્થી છો? વિકલ્પોની જાળનો ઉચ્છેદ કરો. ઈષ્ટ વિયોગમાં સંકલ્પ-વિકલ્પ. અનિષ્ટના સંયોગોમાં વિકલ્પ. અનિષ્ટના વિયોગમાં સંકલ્પ. ઈષ્ટના સંયોગમાં વિકલ્પ.
Page #177
--------------------------------------------------------------------------
________________
પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજ “શાન્તસુધારસ” મહાકાવ્યમાં સંવર ભાવનાની પ્રસ્તાવના શ્લોકો દ્વારા પૂર્ણ કરીને ગેય કાવ્યનો પ્રારંભ કરે છે. ગેય કાવ્યનો પ્રારંભ કરતા પહેલાં તમારે “સંવર ભાવના'નું આત્મલક્ષી ચિંતન કેવી રીતે કરવું જોઈએ એ બતાવું છું. તમે ધ્યાનથી સાંભળજો. આત્મલક્ષી ચિંતનઃ
હું જાણું છું કે જ્યાં સુધી આ કર્મપ્રવાહ આત્મામાં પ્રવેશતો અટકશે નહીં, ત્યાં સુધી આત્માનું નિત્ય, અનંત અને અવ્યાબાધ સુખ મળશે નહીં. સુખદુઃખનાં દ્વન્દ્ર દૂર થશે નહીં. હર્ષ અને શોક, રાગ અને દ્વેષ, આનંદ અને અવસાદના ભાવદ્વન્ડો દૂર નહીં થાય.
હું સમજું છું કે શુભાશુભ કર્મોનો પ્રવાહ મારી મન, વચન, કાયાની પ્રવૃત્તિથી પ્રેરિત છે. હું જ્યાં સુધી મનમાં રાગદ્વેષમૂલક વિચારો કરતો રહીશ, ત્યાં સુધી હું બોલતો રહીશ; વાણીપ્રયોગ કરતો રહીશ અને વાણીપ્રયોગ કરતો રહીશ ત્યાં સુધી કર્મોનાં ઘોર વાદળો આત્માની ચારે તરફ ઘેરાયેલાં જ રહેશે... જ્યાં સુધી મારી શારીરિક સૂક્ષ્મ યા સ્થૂળ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મબંધ રોકાશે નહીં.
આ જાણવા છતાં કર્મોને આત્મામાં પ્રવેશતાં હું રોકી શકતો નથી. રોકવાનો કોઈ દ્રઢ સંકલ્પ પણ કરતો નથી. રોકવાનો કોઈ પુરુષાર્થ પણ કરતો નથી. “શા માટે મને એવો ભાવોલ્લાસ પેદા થતો નથી?” એવો પ્રશ્ન મારી અંદર ઊઠ્યો, હું વિચારતો જ રહ્યો અને એનું સાચું કારણ મને મળી ગયું. જે શુભ કર્મોનો પ્રવાહ આત્મામાં વહીને આવે છે એ શુભ કર્મો આત્માને સુખ આપે છે. એને એ શુભ કમ સુંદર નીરોગી શરીર આપે છે, ઇજજત - આબરું આપે છે અને આવી તો અનેક સુખ-સુવિધાઓ આ શુભ કર્મો આપે છે.
સુખનો રાગી જીવાત્મા શુભ કર્મોથી મળનારાં સુખોની લાલસામાં ફસાઈ જાય છે. એ સુખોની અનિત્યતાનો - વિનશ્વરતાનો વિચાર નથી કરતો, એ સુખોની પરાધીનતાને વિચારી નથી શકતો. એ સુખોની સાથે જોડાયેલા ઉપદ્રવોનો દૂરગામી વિચાર કરી શકતો નથી.
જ્યારે અશુભ કર્મો આત્મામાં પ્રવેશ કરીને દુઃખ, ત્રાસ અને યાતનાનું નર્ક ખડું કરી દે છે ત્યારે તો જીવાત્મા બૂમરાણ મચાવે છે. - “આવાં પાપકર્મો મારા આત્મામાં કેવી રીતે અને ક્યાંથી આવ્યાં? આવાં ઘોર કમોંમાંથી છુટકારો ક્યારે આવશે?” પરંતુ ફરી જ્યારે શુભ કર્મોનો ઉદય થાય ત્યારે એ બધું એ ભૂલી જાય છે. પુણ્યકર્મોના ઉદયથી મળનારાં સુખોમાં મન, વચન, કાયાથી લીન, તલ્લીન થઈ જાય છે!
[
સંવર ભાવના
.
૧૬૭ |
Page #178
--------------------------------------------------------------------------
________________
આ રીતે તો અનંત-અનંત જન્મો વીતી ગયા. વર્તમાન જિંદગીનાં કેટલાંય વર્ષો પણ અજ્ઞાન દશામાં વ્યતીત થઈ ગયાં. આત્મામાં કર્મોનો પ્રવેશ રોકવાનો કોઈ પ્રયત્ન, કોઈ પુરુષાર્થ મેં કર્યો નથી. અશુભ કર્મો મારે નથી જોઈતાં, શુભ કમાં જોઈએ છે.
અશુભ કર્મોનો આસ્રવ જેવી રીતે આત્માનું બંધન છે, એ જ રીતે શુભ કર્મોનો આસ્રવ પણ આત્માનું બંધન છે. હવે મારે આ બંધનો ન જોઈએ. હું સૌથી પહેલાં તો અશુભ કર્મભનિત આસવોને રોકીશ. મારા મનમાં પાપવિચારોને પ્રવેશ નહીં કરવા દઉં. અસત્ય, કર્કશ અને અહિતકર વાણી નહીં બોલું. શરીરથી, શરીરની પાંચે ઈન્દ્રિયોથી પણ કોઈ પણ પ્રકારની પાપવૃત્તિ નહીં કરું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ આદિ પાપોનો મન, વચન, કાયાથી ત્યાગ કરીશ અને આ રીતે અશુભ કર્મોને આત્મામાં પ્રવેશી જતાં રોકીશ. સમ્યગુદર્શન, સર્વવિરતિ, અપ્રમત્તતા, અકષાયિતા આદિ ધમનું અવલંબન લઈશ.
અશુભ કર્મોના પ્રવાહને સ્થિર-સ્થગિત કર્યા પછી શુભ કર્મોના પ્રવાહને પણ રોકવાનો સતત પ્રયત્ન કરીશ. શુભ પ્રવૃત્તિઓમાં પણ રાગ નહીં રાખું. મનને વધારેમાં વધારે તત્ત્વરમણતામાં લીન બનાવી દઈશ. રાગદ્વેષના કોઈ વિચારો ના આવે તેટલા માટે હરપળ જાગૃત રહીશ. વધારેમાં વધારે પ્રમાણમાં મૌન ધારણ કરીશ. વાણી-વ્યાપાર એકદમ ઓછા કરી દઈશ. કાયયોગને પાંચ ઇન્દ્રિયોને સ્થિર, નિશ્ચલ અને અવિકારી રાખવાના ઉપાયો કરીશ. યોગસાધના અને ધ્યાનસાધના દ્વારા અંતરાત્મદશા પ્રાપ્ત કરવા માટે અગ્રેસર રહીશ.
હું જાણું છું કે સર્વસંવર કરવામાં તો ઘણાં વર્ષો વીતી જશે. કદાચ બે-ચાર જન્મો પણ વીતી જાય. ભલે બે-ચાર ભવ થઈ જાય, પરંતુ હું મારી કોશિશ ચાલુ રાખીશ. હવે આત્મામાં આવતાં શુભાશુભ કર્મોને રોકવા માટે કટિબદ્ધ બનીશ. એ માટે જે કરવું પડે તે કરીશ. કરુણાવંત જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં એને માટે સમુચિત માર્ગદર્શન આપ્યું છે. એ માર્ગદર્શનને સહારે પુરુષાર્થ કરીને સુસંવૃત બનવાનો આદર્શ પૂર્ણ કરીશ.
આ રીતે ‘સંવર ભાવના'નું ચિંતન કરતા રહેજો. હવે ‘સંવર ભાવના'નાં ગેય કાવ્યોનો મંગલ પ્રારંભ કરું છું. શાંતિથી સાંભળજો. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે નટરાગમાં આની રચના કરી છે. શિવરંજની રાગમાં પણ આ ભાવના સારી રીતે ગાઈ શકાય છે. श्रृणु शिवसुखसाधनसदुपायम, . सदुपायं रे सदु०
श्रृणु शिवसुखसाधनसदुपायम् । ज्ञानादिकपावनरत्नत्रय-परमाराधनमनपायम्श्रृणु० ॥१॥ ૧૬૮
શાન્ત સુધારસઃ ભાગ ૨ |
Page #179
--------------------------------------------------------------------------
________________
આત્મનું, તું શિવસુખના સાધનરૂપ સદુપાયોને - સુંદર ઉપાયોને સાંભળ, એમનો આશ્રય કર. જ્ઞાન-દર્શન-ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનારૂપ એ ઉપાયો અવશ્યમેવ ફળ આપે છે. એ તું સારી રીતે સાંભળ.”
શિવસુખ એટલે કે મોક્ષસુખ. મોક્ષસુખની વાત કરતાં પહેલાં મોક્ષનું સ્વરૂપ સમજી લો. મોક્ષનું સ્વરૂપ
લોકાન્તરમાં સ્થિત ઇષતુ પ્રામ્ભારા' નામની ધરતીને મોક્ષ કહેવામાં આવી છે. વાસ્તવમાં એ મુક્ત આત્માઓનું વિશિષ્ટ સ્થાન છે. જે આત્માઓ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો ક્ષય કરી દે છે એ આત્માઓ ઇષત્ પ્રાગભારા’ પૃથ્વી ઉપર - જેને ‘સિદ્ધશિલા' પણ કહેવામાં આવે છે. ત્યાં પહોંચી જાય છે અને માત્ર આત્મસ્વરૂપમાં જ લીન બની જાય છે - આત્મગુણોની પૂર્ણતા પ્રકટ થઈ જાય છે. પછી પૂર્ણ આત્મા કદી પણ અપૂર્ણ બનતો નથી, દેહધારી બનતો નથી. . મોક્ષમાર્ગ:
सम्यकत्व-ज्ञान-चारित्र-संपदः साधनानि मोक्षस्य । - તાદ્વૈતરાડમાપ મોક્ષમાળોંડદ્ધિ છે (પ્રશમરતિ)
મોક્ષમાર્ગ એટલે કે આત્માની શુદ્ધિ. એ શુદ્ધિનાં અસાધારણ કારણો છે. સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સમ્યગદર્શન વગેરે ત્રણને મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે.
જ્ઞાન અને દર્શન વગર એકલું સમ્મચારિત્ર મોક્ષમાર્ગ બની શકે નહીં.
જ્ઞાન અને ચારિત્ર વગર એકલું સમ્યગુદર્શન મોક્ષમાર્ગ ન બની શકે. I દર્શન અને ચારિત્ર વગર એકલું જ્ઞાન મોક્ષમાર્ગ ન બની શકે. પ દર્શન અને જ્ઞાન હોય, પરંતુ ચારિત્ર ન હોય તો મોક્ષમાર્ગ નથી.
જ્ઞાન અને ચારિત્ર હોય, પરંતુ દર્શન ન હોય તો મોક્ષમાર્ગ નથી. i દર્શન અને ચારિત્ર હોય, પરંતુ જ્ઞાન ન હોય તો મોક્ષમાર્ગ નથી.
અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સમુદિત રૂપમાં એકઠા થઈને જ મોક્ષમાર્ગ બની શકે છે.
विषयविकारमपाकुरु दूरं क्रोधं मानं सह मायम् । लोभरिपुं च विजित्य सहेलम् भज संयमगुणमकषायम् ॥ २॥
[
સંવર ભાવના
|
_| ૧૭૯ ]
Page #180
--------------------------------------------------------------------------
________________
*વિષયના વિકારોને દૂર કર; ક્રોધ, માન, માયા અને લોભરૂપ શત્રુઓ ઉપર સહજતાથી વિજય પ્રાપ્ત કરીને, કષાયમુક્ત થઈને શીઘ્રતાથી સંયમગુણની
આરાધના કર.'
ગ્રંથકાર સંયમધર્મની આરાધના કરવા માટેનો ઉપદેશ આપે છે. સંયમધર્મના પાલનથી વિષયવિકારો દૂર થાય છે. કષાયો ઉપર વિજય પામી શકાય છે. સંયમ સત્તર પ્રકારનો :
સંયમ એટલે પાપસ્થાનેથી સાચા અર્થમાં વિરામ પામવો. મુનિજનને આવા સત્તર પ્રકારના પાપસ્થાનોમાંથી વિરામ પામવાનો હોય છે. એટલે કે એ સત્તર પાપસ્થાનોને ત્યજી દેવાનાં હોય છે.
પાંચ આસ્રવોથી વિરતિ :
જેને કારણે કર્મપ્રવાહ આત્મભૂમિ ઉપર વહી આવે છે એને આસ્રવ કહે છે. આમ તો આસ્રવો અસંખ્ય છે, પરંતુ મુખ્ય રૂપે પાંચ આસ્રવો બતાવવામાં આવ્યા
છે.
૧. પ્રાણાતિપાત : ‘પ્રાણ’ એટલે જીવ અને અતિપાત એટલે વિનાશ. જીવોનો નાશ ક૨વાથી પાપકર્મો આત્મામાં ચાલ્યાં આવે છે. એટલે કે જીવાત્મા પાપકર્મો બાંધે છે. એટલા માટે ‘હું ત્રિવિધ-ત્રિવિધતયા પ્રાણોનો નાશ નહીં કરું’ એવા પ્રકારની પ્રતિજ્ઞા કરવી એ પ્રથમ પ્રકારનો સંયમ છે.
૨. મૃષાવાદઃ મૃષા એટલે અસત્ય. અસત્ય બોલવાથી પાપકર્મો બંધાય છે. એટલા માટે ત્રિવિધ પ્રકારથી અસત્ય નહીં બોલું, એવી પ્રતિજ્ઞા કરવી એ બીજો સંયમ ધર્મ છે.
૩. અદત્ત દાન : અદત્ત એટલે કે ન આપેલું. ન આપેલું લેવામાં પાપ લાગે છે, ‘હું ત્રિવિધ- ત્રિવિધરૂપે અદત્ત દાનનો ત્યાગ કરું છું.' એવી પ્રતિજ્ઞા એ ત્રીજો સંયમ ધર્મ છે.
૪. મૈથુન : મૈથુન એટલે કે અબ્રહ્મ. ‘હું ત્રિવિધ-ત્રિવિધરૂપે મૈથુનનો ત્યાગ કરું છું.’ એવી પ્રતિજ્ઞા કરવી એ ચોથા પ્રકારનો સંયમ છે.
૫. પરિગ્રહ : પરિગ્રહ એટલે જડ-ચેતન પદાર્થોનો સંગ્રહ અને એની ઉ૫૨ મમત્વ કરવું. ‘હું ત્રિવિધ-ત્રિવિધરૂપે પરિગ્રહનો ત્યાગ કરું છું.’ એવી પ્રતિજ્ઞા ધારણ કરવી એ પાંચમો સંયમ છે.
૧૭૦
શાન્તસુધારસ : ભાગ ૨
Page #181
--------------------------------------------------------------------------
________________
પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહઃ
પાંચ ઈન્દ્રિયો ઉપર નિયમન રાખવું, નિરોધ કરવો એ પાંચમા પ્રકારનો સંયમ છે. તે તે ઇન્દ્રિયોની સાથે તે તે વિષયોનો સંબંધ થાય ત્યારે રાગદ્વેષ ન કરવો, માધ્યચ્ય ભાવ રાખવો, એનું નામ છે સંયમ. શ્રવણેન્દ્રિયની સાથે સારા-ખોટા શબ્દોનો સંયોગ થાય ત્યારે મનમાં રાગદ્વેષ ન થવા દેવો અને શ્રવણેન્દ્રિય સંયમ કહે છે. આંખોની સાથે કોઈ સુંદર-અસુંદર રૂપનો સંયોગ થયો એ સમયે રાગદ્વેષ ન કરવો એને ચક્ષુરિન્દ્રિય સંયમ કહેવામાં આવે છે. ધ્રાણેન્દ્રિયની સાથે સારી-ખોટી ગંધનો સંયોગ થયો એ સમયે રાગદ્વેષ ન થવો, એ ધ્રાણેન્દ્રિય સંયમ કહેવાય છે. જીભની સાથે સારા-ખોટા પદાર્થોનો - રસોનો સંયોગ થાય ત્યારે રાગદ્વેષ ન થવા દેવો એને રસનેન્દ્રિય સંયમ કહે છે. ચામડી સાથે કોઈ સારા-ખોટા સ્પર્શનો સંયોગ થાય ત્યારે રાગદ્વેષ ન કરવો એને સ્પર્શેન્દ્રિય સંયમ કહે છે. કષાય-જય :
કમ્ એટલે સંસાર, આય એટલે લાભ, જેનાથી સંસારમાં ભટકવાનો લાભ થાય એટલે કે જેને કારણે સંસારમાં ભટકાવું પડે, એને ‘કપાય' કહે છે. જેવા કષાયો અંદર ઊભા થાય કે તરત જ એમને દબાવી જ દો - શાન્ત કરી દો. નિષ્ફળ બનાવી દો એમને આને કહે છે - કષાય-સંયમ. કષાય ઉદયમાં આવવા છતાં ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતા દ્વારા એ કષાયોને ઉપશાંત કરવા. કષાય-સંયમ આરાધના માર્ગ ઉપર અનિવાર્ય છે. દંડ-વિરતિ :
મન, વચન અને કાયા જ્યારે શુભ હોય છે ત્યારે એમને ‘ગુપ્તિ' કહેવામાં આવે છે...જ્યારે અશુભ હોય છે ત્યારે “દંડ' કહેવામાં આવે છે. કારણ કે એના દ્વારા આત્મા દંડાય છે. કર્મોથી આત્મા બંધનમાં પડે છે. મનમાં ઈર્ષા, દ્રોહ, અભિમાન વગેરે કરવા એ મનોદંડ છે. અસત્ય, કૂર અને કઠોર વચનો બોલવાં એ વચનદંડ છે. દોડવું, કૂદવું, ભાગવું.... વગેરે કાયદંડ છે. આવી પ્રવૃત્તિઓ ન કરવાની પ્રતિજ્ઞા કરવી એને “દંડ-વિરતિ’ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં અન્ય રીતથી પણ સત્તર પ્રકારના સંયમ વર્ણિત છે. પૃથ્વી - પ્રાણી, વાયુ - અગ્નિ વનસ્પતિના જીવોની રક્ષા કરવી. . બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય જીવોની રક્ષા કરવી. I પુસ્તક વગેરેનો પરિગ્રહ ન રાખવો. એને “અજીવદાય સંયમ' કહે છે. 1 પ્રેક્ષા સંયમ, અપેક્ષા સંયમ, પ્રમાર્જન સંયમ અને પારિષ્ઠાપનિકા સંયમ સંવર ભાવના
૧૭૧ |
Page #182
--------------------------------------------------------------------------
________________
- મન-વચન-કાયાનો સંયમ.
આ રીતે સત્તર પ્રકારના સંયમનું પાલન મુનિ-સાધુએ કરવાનું હોય છે.
આ રીતે “સંયમથી કષાયમુક્તિ અને વિકારમુક્તિ પ્રાપ્ત થાય છે. આગળ વધીને ગ્રંથકાર કહે છે -
उपशमरसमनुशीलय मनसा रोषदहनजलदप्रायम् ।। कलय विरागं धृतपरभागं, हृदि विनयं नायं नायम् ॥ ક્રોધરૂપી આગને બુઝાવવા માટે લગભગ વાદળા જેવા ઉપશમ ભાવનું સારી રીતે ચિંતન કર. વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાને ઓળખવાની કોશિશ કર.
ગ્રંથકાર ક્રોધને આગ કહે છે. પ્રશમરતિ’માં ક્રોધ માટે કહ્યું છે કે ક્રોધ સર્વ જીવોને પરિતાપ કરનાર છે. - સર્વ જીવોને ઉગ કરનારો છે, - વેરનો અનુબંધ કરનારો છે અને | સદ્ગતિનો નાશ કરનારો છે.
એટલા માટે અહીં ગ્રંથકાર ક્રોધની આગને બુઝાવવા માટે ઉપશમ ભાવનાં વાદળોમાંથી પાણી વરસાવવા માટે પ્રેરણા આપે છે. ઉપશમ ભાવ :
જીવાત્મા શમ-ઉપશમની ભૂમિકા પર ત્યારે પહોંચી શકે છે કે જ્યારે તે અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગની આરાધનાથી પાર ઊતરે છે, અર્થાત્ તે ઉચિત વૃત્તિવાળો વ્રતધારી બન્યો હોય તેણે મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવથી ઓતપ્રોત બનીને તત્ત્વચિંતન કર્યું હોય, પરિશ્રમપૂર્વક શાસ્ત્ર પરિશીલન કર્યું હોય અને દિનપ્રતિદિન સ્વવૃત્તિઓનો વિરોધ કરતાં અધ્યાત્મનો નિરંતર અભ્યાસ કરીને કોઈ એક પ્રશસ્તવૃત્તિમાં તન્મય થઈ ગયો હોય.
સમતાયોગી શુભ વિષય પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ નથી રાખતો કે ન તો અશુભ વિષય પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ રાખતો. બલ્ક તેની દ્રષ્ટિમાં તો શુભ અને અશુભ બંને વિષયો સમાન જ હોય છે. તે સદેવ આત્માના પરમ શુદ્ધ સ્વરૂપમાં જ ડૂખ્યો રહે છે. બાહ્ય પદાર્થોની એને કદીય અપેક્ષા રહેતી નથી. કારણ કે બાહ્ય પદાર્થોની અપેક્ષા જ બંધનનું મૂળ કારણ છે. | કર્મકત વિવિધ ભેદોની ઈચ્છા ન રાખનાર અને બ્રહ્માંશ દ્વારા એક સ્વરૂપવાળા
જગતને આત્માથી અભિન્ન માનતો જીવાત્મા ઉપશમ ભાવવાળો હોય છે અને
૧૭૨
,
શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #183
--------------------------------------------------------------------------
________________
તે મોક્ષગામી હોય છે. I ધ્યાનરૂપ સતત વૃષ્ટિથી, દયારૂપ સરિતામાં જ્યારે ઉપશમરૂપ ઊંચાં તરંગો ઊછળવા લાગે છે ત્યારે તટ ઉપર આવેલાં વિકારવૃક્ષો જડમૂળમાંથી ઊખડી જાય છે. જે જગત સ્વભાવને જાણે છે, નિર્લિપ્ત છે, નિર્ભય છે, સ્પૃહારહિત છે અને વૈરાગ્ય ભાવનાથી ઓતપ્રોત છે, એ જ આત્મા ધ્યાનમાં નિશ્ચલ રહી શકે છે. એવો મહાન આત્મા જે વેગથી ધર્મધ્યાન તરફ અગ્રેસર થાય છે ત્યારે ઉપશમ રસનું પ્રલયકારી પૂર આવે છે અને તેમાં વિકાર-વાસનાનાં વૃક્ષો પળવારમાં
ધરાશાયી બની જાય છે. . જે ગુણ જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિતધારી સાધુ પણ પ્રાપ્ત નથી કરી
શકતો એ ગુણ ઉપશમયુક્ત સાધક સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
ચાર ચાર માસના નિર્જલ-નિરાહાર ઉપવાસની ઘોર તપશ્ચર્યા પછી ચાર મુનિવરોએ સંવત્સરીના દિને ખાનાર કુરગડુ મુનિના પ્રત્યે ધૃણાભાવ પ્રકટ કર્યો તો તે અનુપશાન્ત બન્યા. પરિણામ એ આવ્યું કે કેવળજ્ઞાનની મંજિલ તેમનાથી દૂર ચાલી ગઈ, જ્યારે ઉપશમરૂપ જલાશયમાં ડૂબકી મારનાર કુરગુડ મુનિ ખાતા ખાતા પણ કેવળજ્ઞાનના અધિકારી બની ગયા. . લગાતાર - અવિશ્રાન્ત તપશ્ચર્યા કરનારા અને ભયંકર જંગલમાં અનેક પ્રકારનાં
કષ્ટ-અનિષ્ટોનો સામનો કરનારા - સહન કરનારા બાહુબલી મુનિમાં કયા જ્ઞાનની ખામી હતી? શું ધર્મધ્યાન કર્યું ન હતું? શું તે તપશીલથી યુક્ત ન હતા? તેમનામાં બધું જ હતું, ન હતી માત્ર ઉપશમવૃત્તિ. ઉપશમ રસનો એમનામાં અભાવ હતો. ફળસ્વરૂપ કેવળજ્ઞાનની જ્યોતિ પ્રજ્જવલિત ન થઈ. પરંતુ ઉપશમવૃત્તિનો પ્રાદુર્ભાવ થતાંની સાથે જ કેવળજ્ઞાન પ્રદ્યોત પ્રકટ થઈ ગયો ! સ્વયંભૂરમણ સમુદ્ર સાથે સ્પર્ધા કરનાર અને નિરંતર વૃદ્ધિગત થનારા શમભાવથી જે યુક્ત છે એવા શ્રેષ્ઠ સાધકની તુલના આ ચરાચર જગતમાં કોઈનીય સાથે કરી શકાય નહીં. જેમ જેમ સમભાવમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાધક આત્મા અગમ-અગોચર સુખદાયી કૈવલ્યશ્રીની નજીક પહોંચવા ગતિશીલ થઈ જાય છે. એ આ વિશ્વના પાર્થિવ જગતમાં રહેતો હોવા
છતાં સ્વેચ્છાપૂર્વક મોક્ષસુખનો આસ્વાદ લેતો રહેતો હોય છે. 1 ઉપશમના સુભાષિતરૂપ અમૃતથી જેનું મન દિવસ-રાત સિંચિત રહે છે, તે
રાગરૂપી સર્પના ઝેરી ફૂંફાડાથી દાઝતો નથી - બળતો નથી.
સંવર ભાવના
૧૭૩
Page #184
--------------------------------------------------------------------------
________________
॥ જે દરરોજ ઉપશમથી ભરપૂર ગ્રંથોનું અધ્યયન-મનન કરે છે એના મનમાં ભૌતિક વિષયો પ્રત્યે આસક્તિ, રતિ અને સ્નેહની વિહ્વળતા ઊભરાતી નથી. મહામુનિ સ્થૂલભદ્રજી સમક્ષ એક જ કક્ષ અને એકાન્તમાં નગરવધૂ કોશા સોળે શણગાર સજીને નૃત્ય કરતી રહી. પોતાનાં નયનબાણ અને કમનીય કાયાની ભાવભંગિમાથી રીઝવતી રહી, પરંતુ સ્થૂલભદ્રજી ક્ષણભર પણ વિચલિત ન થયા. અંત સુધી ધ્યાનયોગમાં અચલ-અડગ રહ્યા. આ કેવી રીતે સંભવિત બન્યું ? કેવળ ઉપશમરસથી યુક્ત શાસ્ત્રપરિશીલનમાં એમની તલ્લીનતાને કારણે ! મહિનાઓ સુધી ષડ્રેસયુક્ત ભોજન ગ્રહણ કરવા છતાં પણ ઉન્મત્ત કામનું એક પણ બાણ એમને ભેદી શક્યું નહીં.
ઉપશમ ભાવથી માત્ર ક્રોધ જ નહીં સર્વ આંતરશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો. એટલા માટે ઉપશમ ભાવ પ્રાપ્ત કરીને એને સુરક્ષિત રાખવો જોઈએ. વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશા :
આમ તો ઉપશમ અને વૈરાગ્ય પર્યાયવાચી શબ્દો છે. છતાં પણ ગ્રંથકારે જુદી રીતે વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાની ઓળખાણ ક૨વા કહ્યું છે, તો પછી ઓળખાણ કરાવવી જ પડશે.
‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે -
दृढतामुपैति वैराग्यभावना येनयेन भावेन ।
तस्मिन् तस्मिन् कार्यः काय - मनोवाग्भिरभ्यासः ।। १६ ।। અંતઃકરણના જે જે વિશિષ્ટ પરિણામોના માધ્યમથી (જન્મ, જરા, મૃત્યુ, શરીર ઇત્યાદિની આલોચના-ચિંતન વગેરેથી) વૈરાગ્ય ભાવના સ્થિર બનતી હોય એ કાર્યમાં મન-વચન-કાયાથી અભ્યાસ પ્રયત્ન કરવો જોઈએ.
પ્રતિદિન એક જ કાર્ય કરો - વૈરાગ્યની ભાવનાને વાસના બનાવી દો. મનથી, વચનથી અને તનથી આ એક જ કામ કરવા જેવું છે. જ્યારે વૈરાગ્યની ભાવના વાસનાના રૂપમાં પરિવર્તિત થઈ જશે ત્યારે આપોઆપ વૈરાગ્ય સ્થિર થઈ જશે. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ થતો જશે તેમ તેમ રાગદ્વેષની વાસના નષ્ટ થતી જશે. રાગદ્વેષની અનાદિકાલીન વાસનાઓ ઉપર મન-વચન-કાયાથી પ્રહારો કરતા રહો. મનથી એવું જ ચિંતન કરો. વાણી પણ એવી જ ઉચ્ચારો અને પાંચ ઇન્દ્રિયોથી એવાં જ કાર્યો કરો કે જેથી રાગવાસનાનું વિસર્જન થાય અને દ્વેષની સળગતી આગ હોલવાઈ જાય.
આ સંકલ્પ કરો, મજબૂત - દૃઢ નિર્ણય કરો કે મારે વૈરાગ્યની ભાવનાને વાસનામાં પરિવર્તિત કરવી છે. મારે વૈરાગ્ય ભાવનાને સુદૃઢ બનાવવી છે. જ્યાં
૧૭૪
શાન્તસુધારસ : ભાગ ૨
Page #185
--------------------------------------------------------------------------
________________
સુધી આ સંકલ્પ નહીં થાય, ત્યાં સુધી એ દિશામાં તમે મન-વચન-કાયાથી પુરષાથી જ નહીં કરી શકી. પુરુષાર્થમાં જોશ, દ્રઢતા અને શીવ્રતા-ઝડપ આવી જ નહીં શકે. જો આપણે રાગદશાને ખરાબ સમજતા હોઈએ તો એનાં ભયંકર પરિણામોની કલ્પના પણ આપણને વિચલિત કરી દે તેવી છે. એની વિનાશલીલા આપણી નજરે જોઈ લીધી છે, તો પછી શા માટે એને સહારે સુખ લેવા-પામવા દોડયા? અટકી જાઓ, અનંત-અનંત જન્મોથી પીડા આપનારી અને આત્માનું નૂર-હીર ચૂસી લેનારી આ રાગદશાને હવે તો ખતમ કરવી જ પડશે. એને માટે જે કોઈ શસ્ત્ર, જે કોઈ અસ્ત્ર આપણી પાસે હોય એને લઈને આપણે રાગદશા ઉપર હુમલો કરવો જ પડેશે. હવે વિચારવાનો સમય નથી. આક્રમણ કરવાની ઘડી આવી ગઈ છે. જેથી આ રાગદશાને ખતમ કરી શકીએ. હથિયાર ઉપાડો અને પૂર્ણ શક્તિથી રાગદશા સામે મોરચો માંડો ગભરાશો નહીં. એક અદ્રશ્ય શક્તિ આપણી અંદર બેઠેલી જ છે. એ સદૈવ આપણી સાથે જ છે. વૈરાગ્ય ભાવનાને દ્રઢ બનાવવા માટે મનના વિચારો બદલવા જ પડશે.
દરેક પ્રસંગ અને દરેક ઘટનાનું ચિંતન સંવેગમય અને નિર્વેદમય વિચારોના માધ્યમથી કરવાનું રહેશે. સંવેગગર્ભિત અને વૈરાગ્યગર્ભિત વિચારોથી વૈરાગ્ય સુદ્રઢ બને છે. એટલા માટે વારંવાર સંવેગ-વૈરાગ્યગર્ભિત વિચારો કરતા રહો. મોક્ષપ્રીતિ અને ભવઉગ :
મોક્ષ પ્રત્યે રાગ અને સંસાર પ્રત્યે ઉદ્વેગ ! આ બે તત્ત્વોને તમારા વિચારોનું કેન્દ્ર બિંદુ બનાવો. જન્મ, જરા અને મૃત્યુ આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર એવા આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પુષ્ટ બનાવશે.
કોઈક વાર સંસારની ક્ષણભંગુરતાના ચિંતનમાં ડૂબી જાઓ, તો કોઈ વાર ભીષણ દુઃખદાયી સંસારમાં જીવાત્માની અશરણ દશાના વિચારોમાં ઊંડા ઊતરી જાઓ, તો વળી કોઈક વાર સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં ખોવાઈ જાઓ. કોઈ વાર હર જન્મમાં બદલાતા રહેતા જીવાત્માઓના પારસ્પરિક સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ડૂબી જાઓ. કો'ક સમયે ગોરાગોરા. આ સુંદર શરીરની ભીતરની કાળીકાળી અવસ્થાઓના વિચારોમાં મગ્ન થઈ જાઓ.
કોઈ કોઈ વાર દુઃખદ હિંસા વગેરે આસવોના કરૂણ અંજામ યાદ આવી જાય, તો કોઈ વાર આ આસ્રવોના આવેગશીલ પ્રવાહોને રોકવાના ઉપાયો મનમાં વહી આવે. કોઈક વાર કમની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને હલાવી દે, તો કોઈક વાર ચૌદ રાજલોક રૂપી વિરાટ વિશ્વની લાંબી સફર કરવા ચાલ્યા જાઓ, તો વળી કોઈક કાળે ધર્મના
[
સંવર ભાવના
.
૧૭૫]
Page #186
--------------------------------------------------------------------------
________________
અદ્ભુત પ્રભાવો ઉપર આપણો આત્મા મુગ્ધ બની જાય, તો કોઈ વાર ‘બોધિ’ની દુર્લભતા દિલને ડોલાવી દે !! કોઈ વાર મન સિદ્ધશિલાની સફરે ચાલ્યું જાય અને સિદ્ધશિલા પર શુદ્ધ, બુદ્ધ એવું મુક્ત બનીને બેઠેલા ૫૨મ-આત્માઓનો પરિચય કરવા લાગી જાય.
આવું કરતા રહો, આવું વિચારતા રહો, એવું જ બોલો, શરીરથી આવું જ આચરણ કરો. આખરે એક ને એક દિવસે તો સફળતા આપણા કદમોમાં ઝૂકી જશે જ. વૈરાગ્યનો રંગ, વસંતનો એવો સદાબહાર રંગ બની જશે કે જે ન તો કદી ફિક્કો પડી શકે કે ન કદી ઊતરી જાય. એવા જ વૈરાગ્યરંગથી આપણે આપણી જાતને રંગવાની છે !
‘ઉપશમ ભાવ’ અને ‘વૈરાગ્ય'નું આટલું વિવેચન કરીને આપણે હવે આગળ વધીએ છીએ.
आर्तं रौद्रं ध्यानं मार्जय, दह विकल्परचनाऽनायम् ।
यदियमरुद्धा मानसवीथी तत्त्वविदः पन्थानाऽयम् ॥ ४ ॥ વિકલ્પોની જાળને સળગાવીને આર્ત-રૌદ્રધ્યાનને પૂરી રીતે સાફ કરી દો. તત્ત્વના અર્થીજનો માટે માનસિક વિકલ્પોને જન્માવનાર રસ્તો યોગ્ય નથી.
શું તમે તત્ત્વના અર્થી છો ? :
આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મનને બચાવવાની વાત અહીં ૫૨મ તત્ત્વના ઇચ્છુક જીવાત્મા માટે છે. એક વાત સમજી લો કે તત્ત્વના અર્થી જીવો તત્ત્વદૃષ્ટિવાળા હોય છે અને તત્ત્વવૃષ્ટિ વાસનાઓને નિર્મૂળ કરનારી તીક્ષ્ણ હોય છે. આપણે આપણી સૃષ્ટિને તાત્ત્વિક બનાવવાની છે. અર્થાત્ વિશ્વના પદાર્થોનું દર્શન તાત્ત્વિક દૃષ્ટિથી કરવાનું છે. તાત્ત્વિક દૃષ્ટિથી કરવામાં આવેલા પદાર્થદર્શનમાં રાગદ્વેષ નથી હોતાં, અસત્ય નથી હોતું.
ચર્મચક્ષુવાળો જીવ પદાર્થનું બાહ્ય સૌન્દર્ય નિહાળીને મોહિત થઈ જાય છે, મુગ્ધ થઈ જાય છે. ચર્મચક્ષુ (બાહ્યદૃષ્ટિ) રાગદ્વેષના વિકલ્પોનું કારણ બની જાય છે અને આર્ત-રૌદ્રધ્યાન પણ ચર્મચક્ષુથી પેદા થાય છે. ચર્મચક્ષુથી સંસારમાર્ગનું દર્શન થાય છે, એનાથી મોક્ષમાર્ગનું દર્શન થઈ શકતું નથી. મોક્ષમાર્ગના દર્શન માટે તાત્ત્વિક દૃષ્ટિની આવશ્યકતા પડે છે.
અરૂપી તાત્ત્વિક દૃષ્ટિથી અરૂપી આત્માનાં દર્શન થાય છે. અરૂપીનું દર્શન અરૂપી અને ચર્મદૃષ્ટિથી પુદ્ગલનું દર્શન થાય છે. વિકલ્પોની જાળનું ઉચ્છેદન કરો :
વિકલ્પોની જાળ ભેદવી, એ સરળ કામ નથી. પ્રિય વ્યક્તિ યા પ્રિય વસ્તુનો
શાન્તસુધારસ : ભાગ ૨
૧૭૬
Page #187
--------------------------------------------------------------------------
________________
વિયોગ થતાં અપાર વિકલ્પો હૃદયમાં ઊભરાય છે. એ રીતે અપ્રિયનો સંયોગ થતાં પણ અસંખ્ય વિકલ્પો ઊભરાય છે. પ્રિયનો સંયોગ થતાં રતિ-હર્ષજન્ય વિકલ્પધારા વહે છે, તો અનિષ્ટનો વિયોગ થતાં પણ આનંદના વિકલ્પો ઊછળતા રહે છે. આ વિકલ્પોને દૂર કરવાના છે. માધ્યસ્થ ભાવ ધારણ કરવાનો છે. ઈષ્ટ વિયોગમાં સંકલ્પ-વિકલ્પ:
જ્યારે સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રો અષ્ટાપદજીની રક્ષા કરતાં મય - નાગદેવતાએ બાળી નાખ્યા, તો આ સમાચાર જ્યારે સગર ચક્રવર્તીને મળ્યા, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયા, મૂચ્છિત થઈ ગયા અને કરુણ વિલાપ કરવા લાગ્યા. ૬૦ હજાર પુત્રોની માતાઓની સ્થિતિ કેવી થઈ હશે? રડવું-કલ્પાંત કરવું અને છેવટે વારંવાર મૂચ્છિત થવું !
સગર ચક્રવર્તી રુદન અને આક્રોશ કરવા લાગ્યા. પોતાના પુત્રોને બાળનાર નાગેન્દ્ર વનપ્રભનો પણ તીવ્ર તિરસ્કાર કરવા લાગ્યા. પોતે ૧૪ રત્નોને પણ નિંદવા લાગ્યા. પોતાના સેનાપતિઓને યઠપકો આપવા લાગ્યા, “સર્વવિનાશ થઈ ગયો. હવે હું શું કરું? એ જ્વલનપ્રભ નાગને મારી નાખું તો પણ મારા પુત્રો તો જીવતા થવાના નથી. હવે આ પખંડ રાજ્યને પણ શું કરવાનું?”
પ્રિયના વિયોગમાં કંદન, રુદન, નિઃશ્વાસ વગેરે થાય છે, તો એ બધા જ વિકલ્પો છે. એ વિકલ્પોનો નાશ જ્ઞાની પુરુષો જ કરી શકે છે. એક વાર તો શાસ્ત્રજ્ઞ પુરુષ પણ પ્રિય વિયોગમાં વિહવળ અને વેદનાગ્રસ્ત બની જાય છે. પ્રિયાપ્રિયની કલ્પનાને નષ્ટ કરવી સરળ નથી. અનિષ્ટના સંયોગમાં સંકલ્પઃ
રાવણ જ્યારે સીતાનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો, તો એણે સીતાને દેવરમણ’ ઉદ્યાનમાં રાખ્યાં. કેટલાક દિવસો પછી રાવણના કહેવાથી મંદોદરીરાવણની પટરાણી સીતાની પાસે આવીને તેણે સીતાને કહ્યું: “હું મંદોદરી - રાવણની પટરાણી છું, પરંતુ હું તારી દાસી બનીને રહીશ. એટલા માટે દેવી, રાવણને પસંદ કરો. તને ધન્યવાદ છે કે વિશ્વ માટે સેવા યોગ્ય ચરણ કમળવાળા મારા બળવાન પતિએ તને પસંદ કરી છે - તને ચાહે છે. રાવણ જેવો પતિ મળી જાય તો રંક, પદયાત્રી જેવા તાપસ રામનું શું પ્રયોજન છે?”
મંદોદરીનાં વચનો સાંભળીને સીતાજી લાલઘૂમ થઈ ગયાં અને બોલ્યાં “સિંહ ક્યાં અને કૂતરા ક્યાં? ગરુડ ક્યાં અને કાકપક્ષી ક્યાં? એ રીતે તારો પતિ રાવણ ક્યાં અને મારા પતિ રામ ક્યાં?” સીતા મંદોદરીને ધિક્કારે છે. એટલામાં રાવણ આવે છે અને કહે છે, “તું શા માટે મંદોદરી ઉપર ક્રોધ કરે છે? મંદોદરી તારી દાસી
સંવર ભાવના.
૧૭૭
Page #188
--------------------------------------------------------------------------
________________
અને હું તારો દાસ છું, એટલા માટે તું મારા પર પ્રસન્ન થા.”
સીતાએ રાવણને ય ધૂત્કાર્યો, “અરે દુષ્ટ, રામની પત્ની સીતાનું અપહરણ કરવાથી યમરાજે તારા ઉપર કૂરદ્રષ્ટિ કરી છે. હે કાયર અને હતાશ રાવણ ! તારી આશાને ધિકકાર છે. શત્રુઓના કાળસ્વરૂપ લક્ષ્મણની સાથે રામ અહીં આવશે, તું કેટલું જીવીશ?”
રાવણ સીતાજીની સંમતિ વગર - અનુમતિ વગર તેમને સ્પર્શ કરી શકતો ન હતો. તે પ્રતિજ્ઞાબદ્ધ હતો છતાં પણ રાતભર તેણે સીતાજી ઉપર ઉપસગ કર્યો. તે કામ અને ક્રોધથી અંધ હતો ને ?
પરંતુ અનિષ્ટ સંયોગમાં સીતાજી અસંખ્ય વિકલ્પોની જાળમાં ફસાયાં હતાં, તો પણ તેમનું શીલ અને સત્ત્વ અદ્ભુત હતાં. તે બચી ગયાં. વિકલ્પોથી બચવા તેમણે નવકારનો સહારો લીધો હતો. અનિષ્ટના વિયોગમાં સંકલ્પ:
જ્યારે શ્રીરામ લંકા ગયા, યુદ્ધ કર્યું, લક્ષ્મણે રાવણનો વધ કર્યો. અને સીતાજી મુક્ત થયાં એ સમયે પણ સીતાજીનાં મનમાં ભવિષ્યના જીવન સંબંધી અનેક વિકલ્પો ઊડ્યા હશે. શ્રીરામનું મિલન, ઈષ્ટનો સંયોગ હતો. ઈષ્ટના સંયોગમાં પણ મનુષ્ય સુખના અનેક વિકલ્પો કરે છે. ઈષ્ટના સંયોગમાં સંકલ્પ :
જ્યારે શ્રીરામ લક્ષ્મણ આદિની સાથે સીતાને લઈને અયોધ્યામાં આવ્યા હતા ત્યારે અયોધ્યા-પ્રવેશ સમયે દિવ્ય - દેવી ઘોષણા થઈ હતી, “મહાસતી જયતુ’ - મહાસતી સીતાનો જય થાઓ. એટલે કે રાવણની લંકામાં રહેવા છતાં પણ સીતાનું સતીત્વ અખંડ રહ્યું હતું. દેવોએ પણ એ વાત અનુમોદિત કરી હતી. એ સમયે સીતાજીના મનમાં કેવાં કૅવાં સુખનાં સ્વપ્નો આવ્યાં હશે?
ઈષ્ટ પ્રાપ્તિમાં પ્રાયઃ હર્ષ થાય જ છે. હર્ષજનિત અનેક વિકલ્પો મનમાં ઉત્પન્ન થાય છે. લવ અને કુશ જેવાં પુત્રરત્નોની પ્રાપ્તિ થતાં સીતાજી કેવાં હર્ષવિભોર થયાં હશે? પરંતુ ઈષ્ટ સંયોગ સદેવ ટકતો નથી અને અનિષ્ટ સંયોગ પણ સદાકાળ ટકતો નથી. આ સંસાર પરિવર્તનશીલ છે. મનુષ્યના સુખદુઃખ પણ પરિવર્તનશીલ છે. એટલા માટે વિકલ્પોની જાળ ગૂંથવાની નથી, એમાં ગૂંચવાવાનું નથી.
તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિમાં સંસાર માત્ર એક નાટક જ છે. વાસ્તવિકતા કશું જ નથી, એટલા માટે આર્તધ્યાનજીનત વિકલ્પ અને રૌદ્રધ્યાનજનિત વિકલ્પોથી મનને બચાવી લેવું જોઈએ.
આજે બસ, આટલું જ.
૧૭૮
શાન્તસુધારસ : ભાગ ૨
Page #189
--------------------------------------------------------------------------
________________
નાગુચી
પ્રવચન ૪૦
૪. સંવર ભાવના
: સંકલના :
શુદ્ધ મોક્ષમાર્ગ નિશ્ચિત કરો. બ્રહ્મચર્ય : ૧૦ સમાધિસ્થાન.
શાસ્ત્રાધ્યયન.
મનને શાન્ત અને સંયમી રાખો.
શાસ્ત્રાધ્યયન આત્મલક્ષી હોવું જોઈએ. શાસ્ત્ર કોને કહે છે ?
આત્મસ્વરૂપની ઓળખાણ કરી લો.
ભેદજ્ઞાન દૃઢ થાઓ. જિનેશ્વર-ચરિત્રો ગાયા કરો.
સંવર ભાવનાની સજ્ઝાય (કાવ્ય). સજ્ઝાયનો અર્થ.
Page #190
--------------------------------------------------------------------------
________________
संयमयोगैरवहितमानस-शुद्धया चरितार्थय कायम् । नानामतरुचिगहने भुवने, निश्चिनु शुद्धपथं नायम् ॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસના ગેય કાવ્યમાં “સંવર ભાવનાના વિષયમાં કહે છે.
જાગૃતિ સાથે માનસિક શુદ્ધિથી યુક્ત સંયમયોગોથી તું તારા માનવદેહને સાર્થક કર. વિશ્વ તો મતમતાન્તર અને ભાતભાતની માન્યતાઓનું ભયાનક-ગીચ જંગલ જેવું છે. એમાં તું તારો શુદ્ધ માર્ગ નિશ્ચિત કર. શુદ્ધ મોક્ષમાર્ગ નિશ્ચિત કરો :
ઉપાધ્યાયજીના જીવનકાળમાં ભિન્ન ભિન્ન ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. ફરક એટલો જ છે કે પ્રાચીન કાળમાં રાજસભાઓમાં યા તો વિદ્વાનોના સમૂહમાં ધર્મ અને માન્યતાઓ સંબંધમાં વાદવિવાદ થતા હતા. હારજીતનું મોટું મહત્ત્વ રહેતું હતું. મારો ધર્મ - મારી માન્યતા મહાન’ સિદ્ધ કરવા કેટલાય દિવસો સુધી વાદ-વિવાદો ચાલતા હતા. વૈદિક ધર્મવાળા જૈન અને બૌદ્ધો સાથે વાદ-વિવાદ કરતા હતા. શાસ્ત્રો અને ઓજસ્વી વાણીનો ઉપયોગ વાદ-વિવાદમાં થતો હતો. એક પક્ષ વિજયયાત્રા કાઢતો, તો બીજે પક્ષ નિરાશ થઈને ગામ યા દેશ છોડી ચાલ્યો જતો. ભગવાન મહાવીરના સમયમાં પણ રાજગૃહીના ઉદ્યાનમાં ભિન્ન ભિન્ન મતાવલંબી રહેતા હતા અને શાસ્ત્ર, વિદ્વત્તા અને વિચક્ષણતાનો ઉપયોગ વાદ-વિવાદમાં કરતા હતા.
આ સમયમાં એવા વાદ-વિવાદો થતા નથી - ન બનારસમાં, ન દિલ્હીમાં.. ન મુંબઈમાં, નતો મદ્રાસમાં. આજે તો સમાજજકામપ્રધાન અને અર્થપ્રધાન બની ગયો છે. સમાજને આજે ધાર્મિક વાદ-વિવાદમાં રસ નથી. આમેય પણ તત્ત્વનો નિર્ણય - મોક્ષમાર્ગ નિર્ણય વાદ-વિવાદથી થઈ શકતો નથી. ‘જ્ઞાનસારમાં કહ્યું છે કે -
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा ।
तत्त्वांतं नैव गच्छन्ति तिलपिलकवत् गतौ ॥ નિરર્થક વાદ પ્રતિવાદમાં ફસાયેલો જીવ ઘાણીના બળદની જેમ તત્ત્વનો પાર પામવામાં અસમર્થ હોય છે.” એટલા માટે કોઈ ધર્મમતવાળાની સાથે વાદ-વિવાદ કર્યા વગર સ્વયં પોતાની બુદ્ધિથી ધમનો નિર્ણય કરો. જે લોકો અહીં હાજર છે, તેમને તો શુદ્ધ મોક્ષમાર્ગ મળેલો છે. ન તો તમારે વેદાન્તી પાસે જવાની જરૂર છે, ન તો બૌદ્ધધર્મીની પાસે જવાની જરૂર છે. નઈસાઈની પાસે કે ન તો ઇસ્લામની પાસે. ન કોઈ મઠમાં કે ન કોઈ આશ્રમમાં જવાની જરૂર છે. એટલા માટે તમને જે ધર્મ જન્મથી મળ્યો જ છે - જિનમાર્ગ મળ્યો જ છે, એ વિષયમાં શાસ્ત્રાધ્યયન કરવું [ ૧૮૦
શાન્તસુધારસ: ભાગ ૨ |
Page #191
--------------------------------------------------------------------------
________________
જોઈએ. મોક્ષમાર્ગ ઉત્સર્ગ અને અપવાદમાં છે. મોક્ષમાર્ગ નિશ્ચય અને વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ અનેકાન્તવાદમાં છે. મોક્ષમાર્ગ નવ તત્ત્વોમાં છે. મોક્ષમાર્ગ પાંચ અણુવ્રત અને પાંચ મહાવ્રતોમાં છે. આ બધાનું વિશુદ્ધ મન-વચનકાયાથી અધ્યયન કરવાનું છે. વિશુદ્ધ એટલે કે અનાગ્રહી. અનાગ્રહી - સરળ બનીને તમે તમારો મોક્ષમાર્ગ નિશ્ચિત કરો અને એ માર્ગ ઉપર ચાલવા તત્પર બનો.
આટલું કહીને ગ્રંથકારે મોક્ષમાર્ગથી સાધકને એક સર્વશ્રેષ્ઠ સાધના - બ્રહ્મચર્યવ્રતની સાધના બતાવે છે.
ब्रह्मव्रतमङ्गीकुरु विमलं, बिभ्राणं गुणसमवायम् ।
उदितं गुरुवदनादुपदेशं संगृहाण शुचिमिवरायम् ॥ ६ ॥ પવિત્ર -નિર્મળ બ્રહ્મચર્ય વ્રતને તું સહજ રીતે ધારણ ક૨. ગુણોના ખજાના રૂપ ગુરુદેવના શ્રીમુખેથી નીકળનાર વચનોને તું સારી રીતે ગ્રહણ કર. બ્રહ્મચર્ય - ૧૦ સમાધિસ્થાન :
-
‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર’માં કહેવામાં આવ્યું છે કે ભગવાને બ્રહ્મચર્યના ૧૦ સમાધિસ્થાનો કહ્યાં છે - પ્રરૂપિત કર્યાં છે, પરંતુ આ દશ સ્થાનનું પાલન કરનાર સંયમી જોઈએ. જેને સંયમ પ્રિય છે એ સંયમચુસ્ત રહે. જેને સમાધિ પ્રિય હોય તેણે ત્રણ ગુપ્તિના પાલક, ઇન્દ્રિયવિજેતા અને અપ્રમાદી રહેવું.
પ્રથમ સમાધિસ્થાનઃ સાધકે-બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય એવી જગાએ સૂવું જોઈએ, બેસવું જોઈએ. કારણ કે સ્ત્રી-પુરુષ-નપુંસક જ્યાં રહે ત્યાં રહેવાથી બ્રહ્મચારી-સાધકને મૈથુનદોષની શંકા, સ્ત્રીસેવનની અભિલાષા, બ્રહ્મચર્યના ફળમાં સંદેહ અને કોઈક વાર ચારિત્રનું પતન પણ થઈ શકે છે. ચિત્ત વિક્ષિપ્ત પણ થઈ શકે છે. ઉન્માદ પેદા થઈ શકે છે. દીર્ઘકાલીન રોગ અને શીઘ્રઘાતી હૃદયશૂળ વગેરે ઉપદ્રવો થઈ શકે છે. કોઈક વાર જિનધર્મમાંથી પતન પણ થઈ શકે છે. એટલા માટે સ્ત્રી-પશુ-નપુંસક જ્યાં હોય ત્યાં સાધકે રહેવું ન જોઈએ.
:
બીજું સમાધિસ્થાન ઃ બ્રહ્મચારીએ સ્ત્રીની કથાવાર્તા ન કરવી જોઈએ. સ્ત્રી સંબંધી પુરુષ સાધક, બ્રહ્મચર્યના વિષયમાં શંકા-અભિલાષા અને ફ્ળસંદેહ પામે છે. ઉન્માદી બને છે. દીર્ઘકાલીન રોગી બને છે. કોઈ વાર ધર્મભ્રષ્ટ પણ બની શકે
છે.
ત્રીજું સમાધિસ્થાન ઃ પુરુષ બ્રહ્મચારીએ મહિલાઓ સાથે એક આસન ઉપર ન બેસવું જોઈએ. કારણો’૧-૨ સમાધિસ્થાનમાં બતાવ્યાં જ છે.
સંવર ભાવના
૧૮૧
Page #192
--------------------------------------------------------------------------
________________
ચોથું સમાધિસ્થાન : સાધકે - બ્રહ્મચારીએ સ્ત્રીઓના મનોહર, આકર્ષક, મનોરમ તથા આહ્લાદકારી ઇન્દ્રિયોનાં દર્શન, સ્મરણ અને ચિંતન ન કરવાં
જોઈએ.
પાંચમું સમાધિસ્થાન પાષાણની ભીંતની પાછળ યા વસ્ત્રના પડદાની પાછળ યા તો પાકી ઈંટોની ભીંત પાછળ રહીને સ્ત્રીઓના પ્રેમસભર શબ્દો, સ્ત્રીઓના કલહજન્ય શબ્દો, રુદનના શબ્દો, સંગીતના શબ્દો, હાસ્યના શબ્દો, સંભોગસમયના અસ્પષ્ટ શબ્દો, વિલાપના શબ્દો જે સાંભળતો નથી તે બ્રહ્મચારી
છઠ્ઠું સમાધિસ્થાન : પૂર્વકાળમાં ગૃહસ્થ જીવનમાં સ્ત્રીની સાથે ભોગવેલા ભોગોનું સ્મરણ ન કરવું જોઈએ.
સાતમું સમાધિસ્થાન બ્રહ્મચારીએ ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થોથી ભરપૂર આહાર ન ખાવો જોઈએ.
આઠમું સમાધિસ્થાનઃ બ્રહ્મચારીએ પાણી અને ભોજનના માપનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
નવમું સમાધિસ્થાનઃ શરીરશોભાનાં સાધનો દ્વારા શરીરના સંસ્કાર કરવા નહીં - કારણ કે તે બ્રહ્મચારી છે. શરીરની શોભા કરનાર અને સ્નાનાદિથી શોભિત રહેનાર સાધક સ્ત્રીવર્ગને માટે ઇચ્છનીય અને અભિલક્ષિત રહે છે.
દશમું સમાધિસ્થાન બ્રહ્મચારી સ્ત્રીઓના મનોહર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં આસક્ત થતો નથી. બ્રહ્મચારીને દેવ પણ નમસ્કાર કરે છે :
બ્રહ્મચારી સાધક ઘેર્યમૂર્તિ હોય છે. ધર્મસારથિ હોય છે. ધર્માધાનમાં વિચરનાર હોય છે. ઈન્દ્રિયો અને મનનો વિજેતા હોય છે. એવો મુનિ બ્રહ્મચર્ય - સમાધિસંપન્ન બનીને શ્રુતચારિત્રરૂપ ધમઘાનમાં વિચરણ કરે છે.
देवा-दानव-गन्धव्वा जक्ख-रक्खसकिन्नराः । बंभयारी नमसंति दुक्करं जो करति ते ॥ उत्तरा. જે માણસ દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરે છે તેને વૈમાનિક દેવ, જ્યોતિષી દેવ, ભવનપતિના દેવો અને ગંધર્વ-યક્ષ-વ્યંતર-વાણવ્યંતર દેવ નમસ્કાર કરે છે.
“બ્રહ્મચર્ય' નામનો આ ધર્મ ધ્રુવ, નિત્ય, શાશ્વત છે. આ ધર્મના પાલનથી ભૂતકાળમાં ભવ્ય જીવો સિદ્ધ થયા છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યકાળમાં પણ થશે. [ ૧૮૨
| શાન્તસુધારસ : ભાગ ૨ |
Page #193
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્યથી શુદ્ધ આત્માની પૂજા: ‘જ્ઞાનસારના ભાવપૂજા-અષ્ટકમાં કહેવામાં આવ્યું છે -
नवब्रह्मांगतो देवं शुद्धमात्मानमर्चय । શુદ્ધ આત્મારૂપ દેવની નવ પ્રકારના બ્રહ્મચર્યરૂપ નવ અંગોનું પૂજન કરવું. તમે શુદ્ધ આત્મસ્વરૂપ તરફ અભિમુખ થઈ ગયા છો. દયા, સંતોષ, વિવેક, ભક્તિ અને શ્રદ્ધાથી તરબતર થઈ ગયા છો; એટલા માટે તમારે માટે બ્રહ્મચર્યનું પાલન સરળ થઈ ગયું છે.
અબ્રહ્મની અસહ્ય દુર્ગધ તમે સહન નહીં કરી શકો. તમારી દ્રષ્ટિ રૂપ-પયયિમાં સ્થિર થવી સંભવ નથી. ન તો તમે શરીર-પર્યાયમાં લુબ્ધ બની શકશો. બલ્ક તમારી દ્રષ્ટિ સદા-સર્વદા વિશુદ્ધ આત્મદ્રવ્ય પર જ સ્થિર રહેશે. તો પછી ભલા ! નારીકથાઓ સાંભળવી અને સંભળાવવી, તેમની પાસે બેસવું અને નર-નારીની કામકથાઓ કાન માંડીને સાંભળવાનું તમે કરી જ નહીં શકો.
આ જ “જ્ઞાનસારમાં ‘સર્વસમૃદ્ધિ-અષ્ટક’માં બ્રહ્મચારીને શેષનાગ-નાગલોકનો અધિપતિ કહ્યો છે. સાચે જ મુનિ નાગેન્દ્ર છે. બ્રહ્મચર્યનો અગ્નિકુંડ એનું નિવાસસ્થાન છે. ક્ષમા-પૃથ્વીને તેણે પોતાની ઉપર ધારણ કરી છે. પૃથ્વી એને આધારે ટકી છે. હવે કહો - બ્રહ્મચારી મુનિ નાગેન્દ્ર છે કે નહીં?
વાસ્તવમાં તમે બ્રહ્મચર્યના નવનિયમોનું પાલન કરીને મન, વચન અને કાયાના યોગથી બ્રહ્મચર્યના અમૃતકુંડમાં રમણતા કરો છો. ત્યાં તમે કેવા અપૂર્વઆહૂલાદનો અનુભવ કરી રહ્યા છો - એ આહૂલાદનું વર્ણન કેવી રીતે કરવામાં આવે ? કયા શબ્દોમાં કરી શકાય? સાચે જ મુનિ બ્રહ્મચર્યના અમૃતકુંડનો અધિપતિ છે, સ્વામી છે. આ આનંદની તુલનામાં વિષયસુખની કેલિકીડાનો આનંદ તુચ્છ છે - નહીંવત્ છે, અસાર છે.
આ બ્રહ્મચર્યનું પાલન કરવા તમારે સદ્ગુરુ પાસેથી સદાય જિનવચનોનું શ્રવણ કરવું અતિ આવશ્યક છે. આ વ્રતવૃક્ષને જિનવાણીના પાણીથી સતત સિંચિત કરતા રહેવું જોઈએ. . संयमवाङ्मय कुसुमरसैरति-सुरभय निजमध्यवसायम् ।
चेतनमुपलक्षय कृतलक्षण-ज्ञानचरणगुणपर्यायम् ॥ ७ ॥ “સંયમ અને શાસ્ત્રરૂપ ફૂલોથી તું તારાં મનઃપરિણામોને મહેંકતાં રાખ. જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણોના પર્યાયરૂપ આત્માને સારી રીતે ઓળખી લે.”
ગ્રંથકાર સાતમી ગાથાના શ્લોકમાં બે મહત્ત્વપૂર્ણ વાતો કહે છે. સંયમ અને [ સંવર ભાવના
૧૮૩ |
Page #194
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રાધ્યયન, આત્માની સાચી ઓળખાણ. પહેલાં આપણે શાસ્ત્રની વાતો કરીએ. શાસ્ત્રાધ્યયન :
એક પ્રશ્ન પ્રાયઃ મુમુક્ષુ આત્મા પૂછતો રહે છે - “વિશુદ્ધ ધ્યાનમાં આપણા મનને કેવી રીતે જોડી રાખવું ?’ આ સવાલનો જવાબ ગ્રંથકાર મહર્ષિ સ્વયં જ આપી રહ્યા છે. તમે શાસ્ત્રોની દુનિયામાં વસી જાઓ ! આ દુનિયામાં રહેતા હોવા છતાં દુનિયાની ભીડમાંથી બહાર નીકળી જાઓ. રાગી અને દ્વેષી એવા સંક્રામક રોગવાળા જીવોથી સંપર્ક તોડી નાખો. હા, ધર્મશાસ્ત્રની પણ એક વિશાળ દુનિયા છે. સુંદર અને સરસ છે એ દુનિયા. આ દુનિયામાં શાસ્ત્રવેત્તા મહાપુરુષ દિનરાત જિજ્ઞાસુ જીવાત્માઓને શાસ્ત્રાધ્યયન કરાવતા રહે છે. એમના દિલમાં વાત્સલ્ય અને કરુણાના ઉચ્ચતમ ભાવ ભર્યા હોય છે અને અધ્યયન કરનારાઓના દિલમાં ભક્તિ, વિનય અને વિવેકના ભાવ ઉલ્લસિત થાય છે.
ગુરુશિષ્યના આ સંબંધ એવા લોકોત્તર સંબંધ હોય છે કે ત્યાં ન તો કોઈ સ્વાર્થની ખેંચાતાણી હોય છે કે ન તો થતા હોય છે ગુણદોષના ઝઘડાઓ ! વાણી-વ્યવહાર એટલો તો મધુર હોય છે, સાચો હોય છે કે ત્યાં કદીય કોઈને કશો ઉદ્વેગ જ ન હોય.
ન
મારે વૈરાગ્યમાર્ગ ઉપર ચાલવું છે અને વીતરાગતા પ્રાપ્ત કરવી છે.” આ ધ્યેયનું અનુસરણ કરતાં તમે શાસ્ત્રોનું અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરતા રહો. જિનશાસ્ત્રોનું તમે અધ્યયન - મનન - ચિંતન કર્યું હોય તે શાસ્ત્ર તમે બીજાંને ભણાવતા રહો. તમારા સહયાત્રીઓને તમે જ્ઞાન આપતા રહો. મનને શાન્ત અને સંયમી રાખો :
શાસ્ત્રોનું ચિંતન-મનન કરવા માટે, અનુપ્રેક્ષા કરવા માટે સાધકે પોતાની ચિત્તવૃત્તિઓને શાન્ત રાખવી જોઈએ. પ્રશાંત બનાવવી જોઈએ. વૈચારિક ઉગ્રતા છોડી દેવી જોઈએ. દુરાગ્રહોનો ત્યાગ કરવો જોઈએ. એ ચિંતનના પરિપાક રૂપે જે વિશિષ્ટ અર્થબોધ પ્રાપ્ત થાય એ અર્થબોધ જિજ્ઞાસુની યોગ્યતા - પાત્રતા અનુસાર આપવો જોઈએ.
શાસ્ત્રાધ્યયન આત્મલક્ષી હોવું જોઈએ ઃ
શાસ્ત્રોનું ચિંતન-મનન આત્મલક્ષી હોવું જોઈએ. એટલે કે માત્ર વિદ્વત્તા માટે શાસ્ત્રાધ્યયન કરવાનું નથી. શાસ્ત્રાધ્યયન આત્મસંશોધન માટે કરવાનું છે. એવું વિચારતા રહેવું કે “આજના દિવસે હું શાસ્ત્રોની આજ્ઞા અનુસાર કેટલું જીવન જીવ્યો ? અને શાસ્ત્રોની આજ્ઞાનું કેટલું ઉલ્લંઘન કર્યું ?
૧૮૪
શાન્તસુધારસ : ભાગ ૨
Page #195
--------------------------------------------------------------------------
________________
. મનનમાં શાસ્ત્રોની સ્મૃતિ અને ચિંતન-મનન કરો. I વચનથી એ ધર્મશાસ્ત્રોનો ઉપદેશ આપો. i કાયાથી એ શાસ્ત્રોને લખો અને જ્ઞાનભંડારોને સુવ્યવસ્થિત કરવામાં તમારું યોગદાન આપો.
આજના પ્રવર્તમાન સમયમાં આપણને આગમગ્રંથો મળ્યા છે તે આ રીતે મળ્યા છે : મહાપુરુષોએ જીવનભર શાસ્ત્રોનું અધ્યયન-પરિશીલન કર્યું અને એ અનુચિંતનની ટીકા રૂપે, ભાષ્યના રૂપમાં, નિયુક્તિનાં રૂપમાં વિવેચનના તાર ઉપર લખ્યું. આ ક્રમ ચાલતો જ રહે છે. આ પરંપરામાં આપણે પણ જામી જવાનું છે. આ ક્ષેત્રમાંથી જ આપણને જ્ઞાનાનંદ મળી શકશે, એ નિર્વિવાદ સત્ય છે.
શાસ્ત્રવચનની ઉપેક્ષા કરીને આત્માનુભૂતિની વાતો કરનારા પોતે તો ભ્રમણાની જાળમાં જીવે જ છે, સાથે સાથે બીજા સરળ, ભદ્રિક અને ભોળાભલા જીવોને ભ્રમણામાં ભેરવી પાડે છે. પોતે રચેલા ધર્મગ્રંથોનો પ્રચાર કરવા માટે પ્રાચીન ધાર્મિક આધ્યાત્મિક ગ્રંથોની નિંદા કરે છે અને આ શાસ્ત્રો નવાંચવાં જોઈએ એવો બકવાસ કરે છે.
શાસ્ત્રોના શાસ્ત્રોક્ત તત્ત્વોના સૂક્ષ્મ અને આત્મસ્પર્શી ચિંતન-મનનમાંથી કોઈ કોઈ વાર આત્માનુભૂતિ થઈ જાય છે, અને એ સાચી આત્માનુભૂતિ હોય છે. દંભ
અને દથિી મુક્ત શાસ્ત્રજ્ઞાની આત્માનુભૂતિ પામ્યા વગર રહેતો નથી. એટલા માટે -કહું છું : મન-વચન-કાયાને સતત ધર્મશાસ્ત્રોમાં, આધ્યાત્મિક શાસ્ત્રોમાં, યોગશાસ્ત્રોમાં ઓતપ્રોત રાખીને મુક્તિમાર્ગ ઉપર ગતિ-પ્રગતિ કરતા રહેવું. શાસ્ત્ર કોને કહે છે?
ચૌદ પૂર્વધરો “શાસ” ધાતુનો અર્થ અનુશાસન કરે છે અને “વૈ” ધાતુને સર્વ શબ્દવેત્તાઓ પાલન” અર્થમાં સુનિશ્ચિત કરે છે. એટલા માટે રાગદ્વેષથી જેનાં ચિત્ત વ્યાપ્ત છે એમને સદ્ધર્મમાં અનુશાસિત કરે છે શાસ્ત્ર. તે સુખદુઃખમાં પણ બચાવે છે એટલે સજ્જન લોકો એને શાસ્ત્ર કહે છે.
એનું નામ શાસ્ત્ર કે જે જીવોના મન-વચન અને કાયાને સદ્ધર્મમાં એટલે કે અહિંસા, સત્ય, અચૌર્ય, સદાચાર અને અપરિગ્રહમાં સ્થાપિત કરે છે. હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર અને પરિગ્રહમાં જતા મન-વચન-કાયાને રોકે.
શાસ્ત્રોના અધ્યયન અનુશીલનમાં, વાચન, મનનમાં પ્રવચનમાં ડૂળ્યા રહેનારા સાધક તન-મનના તમામ દુઃખ અને દ્વન્દથી છુટકારો પામે છે.
જે સાધકો માત્ર શબ્દોનું જ અધ્યયન કરે છે, એટલે કે અમુક હદ સુધી જ પઠન
[
સંવર ભાવના
૧૮૫]
૧૮૫
Page #196
--------------------------------------------------------------------------
________________
કરી લે છે અને એ સિવાયના સમયમાં પ્રમાદમાં ડૂબેલા રહે છે, તેઓ મનનાં દુઃખોથી અને ભીતરના ક્લેશથી મુક્ત થઈ શકતા નથી. શાસ્ત્રોને સર્વજ્ઞવચન જ માનો. દ્વાદશાંગ પ્રવચન જ માનો. આત્મસ્વરૂપની ઓળખાણ કરો:
સંયમ અને શાસ્ત્રરૂપ પુષ્પોથી મનપરિણામોને કેવી રીતે મહેંકતાં રાખવાં એ વાત જણાવીને હવે ગ્રંથકારના નિર્દેશ અનુસાર આત્માને - વિશુદ્ધ આત્મસ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આત્માના વિશુદ્ધ સ્વરૂપના વિષયમાં વિવેચન કરું છું.
ભેદજ્ઞાનની સર્વોત્તમ ભૂમિકા ઉપર વિપુલ પ્રમાણમાં કર્મક્ષય થાય છે. આત્મા સ્વ-સ્વભાવમાં અપૂર્વ સચિદાનંદનો અનુભવ કરે છે. સાથે જ પ્રશમરસમાં - શાન્તસુધામાં કેલિક્રીડા કરે છે. વિશુદ્ધ આત્મસ્વરૂપને સમજવા માટે આત્મામાં જ છ “કારક'નો સંબંધ પ્રસ્થાપિત કરવો જોઈએ. વ્યાકરણની દ્રષ્ટિથી કારકના છ પ્રકારો છે.
૧. કર્તા, ૨. કર્મ, ૩. કરણ, ૪. સંપ્રદાન, ૫. અપાદાન અને ૬. આધાર, જગતમાં વિદ્યમાન સર્વ સંબંધોનો સમાવેશ પ્રાયઃ આ છે કારકોમાં થાય છે. ઉક્ત છ કારકોનો સંબંધ આત્માની સાથે જોડી દેવાથી એક આત્માદ્વૈતની દુનિયાનું સર્જન થાય છે. જેમાં આત્મા કર્યા છે અને કર્મ પણ આત્મા જ છે. કારણરૂપથી આત્માનું દર્શન થાય છે અને સંપ્રદાનના રૂપમાં પણ આત્માનું જ દર્શન થાય છે. અપાદાનમાં પણ આત્મા નિહિત છે અને અધિકરણમાં પણ આત્મા! આ રીતે આત્મા સિવાય અન્ય કોઈનો પ્રતિભાસ થતો નથી. જ્યાં જુઓ ત્યાં આત્મા, ત્યારે કેવી આત્માનંદથી પરિપૂર્ણ અવસ્થા હોય છે ! પ આત્મા સ્વતંત્રરૂપે જ્ઞાન-દર્શનમાં કેલિક્રીડા કરે છે. જાણવાનું, સમજવાનું,
જોવાનું અને પરખવાનું કામ કરે છે. એટલા માટે સ્વયં આત્મા “કત છે.
જ્ઞાનસહિત પરિણામનું આત્મા આશ્રયસ્થાન છે, આથી આત્મા કમી છે. . ઉપભોગના માધ્યમથી શાપ્તિક્રિયા (જાણવાની ક્રિયા)માં ઉપકારક હોય છે,
એટલે આત્મા જ ‘કરણ છે. | આત્મા સ્વયમુ જ શુભ પરિણામનું દાનપાત્ર છે, એટલા માટે આત્મા સંપ્રદાન”
છે. એ જ જ્ઞાનાદિ પયયોમાં પૂર્વપર્યયોનો નાશ થવાથી અને આત્માથી એનો વિયોગ થઈ જવાને કારણે આત્મા જ ‘અપાદાન' છે. v સમસ્ત ગુણપર્યાયોના આશ્રયભૂત આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્ર હોવાને કારણે આત્મા જ ‘અધિકરણ' છે.
શાન્ત સુધારસ: ભાગ ૨
૧૮૬
Page #197
--------------------------------------------------------------------------
________________
આત્મચિંતનની આવી અણમોલ વૃષ્ટિ ખોલવામાં આવી છે કે જેમાં આત્મા આત્માના જ પ્રદેશમાં નિશ્ચિત થઈને પરિભ્રમણ કરતો રહે. પુદ્ગલ ભાવોની સાથે સંબંધ વિચ્છિન્ન થઈ જાય અને આત્માની સાથે અતૂટ સંબંધમાં જોડાઈ જાય. કતૃત્વ આત્મપરિણામનું દેખાય અને કાર્ય આત્મગુણોની નિષ્પત્તિનું થઈ જાય ! સર્વનો આધાર આત્મા જ લાગે.
જ્યાં સુધી ભેદજ્ઞાનનો અભાવ હોય છે, ત્યાં સુધી જડપુદ્ગલોના કતના રૂપમાં આત્માનો ભાસ થાય છે. કાર્યરૂપ જડપુદ્ગલ દેખાય છે. કારણરૂપ જડ ઇન્દ્રિયો અને મન તથા સંપ્રદાન, અપાદાન અને અધિકરણના રૂપમાં પણ જડપુદ્ગલ જ દેખાય છે. આત્મા અને પુદ્ગલોના અભેદની કલ્પના પર જ સમસ્ત સંબંધોને કાયમ કરવામાં આવે છે, એટલા માટે આખી દુનિયા વિષમતાઓથી ભરીભરી નજરે પડે છે.
જડ-ચેતનના અભેદનો અવિવેક અનંત યાતનાઓથી યુક્ત સંસારમાં જીવને ગુમરાહ કરી દે છે. તાત્પર્ય એ છે કે જગતમાં જે સંબંધો-સગપણો હોય છે એ બધાનો આત્માની સાથે વિનિયોગ કરી દેવો જોઈએ. આત્મા, આત્મગુણ અને આત્માના પર્યાયોની સૃષ્ટિમાં એમનામાં રહેલા પરસ્પરના સંબંધો અને સગપણોને સારી રીતે સમજવા જોઈએ અને તે પછી જ ભેદજ્ઞાન અધિકાધિક વૃઢ થાય છે. ભેદજ્ઞાન દૃઢ થાઓ :
શરીર ઉપરથી ચામડી ઊતરતી હોય, અસહ્ય વેદના અને કષ્ટ પડતું હોય, રૂધિરના ફુવારા છૂટતા હોય, છતાં પણ જરાકે હલનચલન ન હોય, થોડોક પણ, અસંયમ ન હોય, રજમાત્ર અધૃતિ ન હોય એ કેવી રીતે શક્ય છે ? આટલી સહનશીલતા, વૈર્ય અને વૃઢ મન ! એની પાછળ કેવી અભુત શકિત કામ કરતી હશે? કયું રહસ્ય છુપાયેલું પડ્યું હશે? જાણો છો કે એ અભુત શક્તિ અને રહસ્ય શું છે? એ હતું ભેદજ્ઞાન.
શરીરની આત્માથી આ પ્રકારે ભિન્નતા સમજમાં આવી જવી જોઈએ અને ફળસ્વરૂપ શરીરની વેદના, પીડા, વ્યાધિ, રોગાદિ વિકૃતિઓ આપણા ધૃતિભાવને વિચલિત ન કરી શકે. પછી ભલેને આપણી ઉપર તલવારનો કે છરીનો ઘા થાય! ભલે કોઈ “સ્ટેનગનાથી શરીરને ચારણી જેવું બનાવી દે. શરીર-આત્માના ભેદ જ્ઞાનની ભાવના જાગૃત થઈ ગઈ હોય, તો પછી આપણામાં અવૃતિ-અસંયમની ભાવના રજમાત્ર ઉત્પન નહીં થાય.
ઝાંઝરિયા મુનિવર ઉપર તલવારનો પ્રહાર કરવામાં આવ્યો. અંધક સૂરિજીના પાંચસો શિષ્યોને ઘાણીમાં પલવામાં આવ્યા. ગજસુકુમાલ મુનિના શિર ઉપર [ સંવર ભાવના
છે.
સુ ૧૮૭]
Page #198
--------------------------------------------------------------------------
________________
અંગારા ભરવામાં આવ્યા. અરે, અવંતી સુકુમાલ મુનિવરના શરીરને શિયાળે ફાડી ખાધું, તો પણ એ મહાત્માઓએ એનો કિંચિત્ પ્રતિકાર ન કર્યો. અદ્ભુત ધૈર્ય, સ્થિરતા, અપ્રમત્તતાનો પરિચય આપ્યો. ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં સ્થિર રહ્યા. સદ્ગતિ પ્રાપ્ત કરી ગયા. આ બધી ઘટનાઓની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ યા રહસ્ય હોય તો તે ભેદજ્ઞાન જ છે.
ભેદજ્ઞાનનો અભ્યાસ, ચિંતન, મનન અને પ્રયોગ જીવનમાં નિરંતર ચાલતો રહેશે; તો મૃત્યુ સમયે ભેદજ્ઞાન આપણી રક્ષા કરશે. સતત ચિંતન અને મનન દ્વારા ભેદજ્ઞાનને આત્મસાત્ કરવું જોઈએ. ભેદજ્ઞાન માત્ર વાતોમાં ન હોય, પણ વ્યવહારમાં પણ હોવું જોઈએ.
જીવમાત્રને એવા ભેદજ્ઞાનનો વિવેક પ્રાપ્ત થાઓ.
આ રીતે વિશુદ્ધ આત્મસ્વરૂપનું વિવેચન પૂર્ણ કરીને હવે આપણે ગેય કાવ્યના આઠમા શ્લોક ઉપર જઈએ છીએ.
જિનેશ્વર-ચરિત્રોનું ગાન કરો :
वदनमलंकुरु पावनरसनम्, जिनचरितं गायम् ।
सविनय शान्तसुधारसमेनम्, चिरं नन्द पायं पायम् ॥ ८ ॥ “પરમાત્મા જિનેશ્વર દેવોનાં જીવન-કવનને ગાઈ ગાઈને મુખને અલંકૃત કર. તારી જીભને પાવન ક૨. વિનયની સાથે શાન્તરસનું વારંવાર પાન ક૨. સુદીર્ઘ સમય સુધી તું પરમ આનંદને પ્રાપ્ત કર.”
યાદ રાખો કે આપણે ‘સંવર ભાવના’ ઉપર ચિંતન - વિવેચન કરી રહ્યા છીએ. આ ભાવનાના અનુસંધાનમાં ગ્રંથકાર જિનેશ્વર ભગવંતોના ચરિત્રોનું ગાન કરવાનું કહે છે. મુખ અને જીવાને પાવન કરવાની પ્રેરણા આપે છે. ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધી ૨૪ તીર્થંકરોના જીવનચરિત્રો તમે વાંચ્યાં છે ખરાં ? જરૂર વાંચો. વાંચીને બીજાંને, સ્વજન-પરિજનોને અને પરિચિત માણસોને સંભળાવતા રહો. ખૂબ જ ભાવપૂર્ણ, વિવિધતાપૂર્ણ છે એ જિનચરિત્રો. “શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર'માં આ બધાં જ જીવનચરિત્રો કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ લખેલાં છે.
જિનેશ્વરદેવના જીવનચરિત્રોના કવન-પઠન-પાઠન કરવાથી તમે શાન્તિ-સમતા - ઉપશમ રસનું પાન કરશો, તમે લાંબો સમય આનંદ પામશો. જીવનચરિત્ર સરળ છે – વાંચવામાં,વંચાવવામાંઅનેસાંભળવામાં. સ્ત્રીઓ પણ એ ચરિત્ર સરળતાથી વાંચીને પોતાનાં પુત્ર-પૌત્રાદિ સંતાનોને સંભળાવી શકે છે. જો સંભળાવવાની કળા હોય તો
શાન્તસુધારસ : ભાગ ૨
૧૮૮
Page #199
--------------------------------------------------------------------------
________________
બાળકો રસપૂર્વક સાંભળે છે. ફલતુ વાતો કરવાને બદલે જિનચરિત્રોનું પઠન-પાઠન કરવાથી શુભ કર્મોનો આસ્રવ થાય છે અને અશુભ કર્મોનો સંવર થાય છે.
આ રીતે ‘સંવર ભાવના ગેય કાવ્યનું વિવેચન કરીને હવે શ્રીમદ્ જયસોમમુનિવિરચિત સંવર ભાવનાની સક્ઝાય સંભળાવું છું. સંવર ભાવનાની સઝાય :
આઠમી સંવર ભાવનાજી, ઘરી ચિત્ત શું એક તાર સમિતિ-ગુપ્તિ સુધી ધરોજી - આપોઆપ વિચાર,
1 સલુણા! શાન્તસુધારસ ચાખ. વિરસ વિષયફળ ફૂલડેજી અટતો મન-અલિ રાખ,
સલુણા! શાન્તસુધારસ ચાખ. લાભ-અલાભે સુખદુઃખેજ, જીવિત-મરણ સમાન, શત્રુમિત્ર શમ ભાવતોજી - માન અને અપમાન સલુણા. કદી એ પરિગ્રહ છાંડ , લેશે સંયમ ભાર, શ્રાવક ચિતે હું કદાજી, કરીશ સંથારો સાર...સલુણા. સાધુ આશંસા ઈમ કરેજી, સૂત્ર ભણીશ ગુરુ પાસ, એકલમલ્લ પ્રતિમા રહીશ, કરીશ સંલેખણ ખાસસલુણા. સર્વજીવ હિત ચિંતવોજી, વયર મકર જગમિત્ત, સત્યવચન મુખ ભાખીએજી, પરિહર પરનું વિત્ત.સલુણા. કામ કટક ભેદણ ભણીજી, ધરત શીલ-સન્નાહ - નવવિધ પરિગ્રહ મૂક્તાજી, લહીએ સુખ અથાહસલુણા. દેવ-મણુએ ઉપસર્ગશે , નિશ્ચલ હોય સુધીર,
બાવશ પરીષહ જીતીએ જી, જીમ જીત્યા શ્રીવીરસલુણા. સઝાય કાવ્યનો અર્થ :
શ્રીમદ્ જયસોમ મુનિવરે કેટલું ભાવપૂર્ણ કાવ્ય રચ્યું છે સંવર ભાવનાના વિષયમાં! આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં છે, એટલા માટે સંક્ષેપમાં એનો અર્થ જણાવું છું.
‘સેવર ભાવનાને આત્મસાત કરજો અને ચિત્તમાં એનું વારંવાર ભાવન કરજો. ભાવના ભાવતાં ભાવતાં સહજતાથી સમિતિ અને ગુપ્તિનું પાલન કરવાના વિચારો આવશે. વીસ વિષયસુખનાં પુષ્પો પર જ્યાં સુધી મનભ્રમર ફરતો રહેશે ત્યાં સુધી તું શાન્તસુધારસનો આસ્વાદ પામી શકીશ નહીં. એટલા માટે મનને રોકી દે. વિષયોમાં જવા ન દે. [ સંવર ભાવના
૧૮૯]
Page #200
--------------------------------------------------------------------------
________________
સંવરના અભિલાષી જીવોએ નીચેના વિષયોમાં સમભાવ રાખવો - લાભ-અલાભમાં, પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં. સુખ અને દુઃખમાં. જીવન અને મૃત્યુમાં. શત્રુ અને મિત્રમાં. માન અને અપમાનમાં સમભાવ રાખવો, રાગદ્વેષ ન કરવો, હર્ષશોક ન કરવો. શ્રાવકે પ્રતિદિન ચિંતન કરવું કે હું મારો પરિગ્રહ ક્યારે છોડીશ? ક્યારે તેનો ત્યાગ કરીશ? ચારિત્રધર્મ ક્યારે ગ્રહણ કરીશ? અને ક્યારે અનશન કરીને શુભ ભાવનામાં દેહત્યાગ કરીશ? 1 ઉત્તમ જીવ સર્વ જીવોના હિતની ચિંતા કરે છે.
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं
सर्वत्र सुखीभवतु लोकः ॥ કવિએ કહ્યું છે, હે જગતના મિત્ર ! તારે કોઈની સાથે વેર ન બાંધવું. સદેવ સત્યવચન બોલવું, પરદ્રવ્ય ગ્રહણ ન કરવું અને કામદેવની સેનાને જીતવા માટે શીલરૂપ બખ્તર ધારણ કરવું. નવવિધ પરિગ્રહનો ત્યાગ કરવો. એનાથી તને, અપરંપાર શાન્તિ-સુખ મળશે. . દેવી, માનુષી અને પશુઓના ઉપસર્ગ - ઉપદ્રવ જો થાય તો સમતાથી, નિશ્ચલ
થઈને સહન કરવા. જે રીતે ભગવાન મહાવીરે ૨૨ પરીષહો સહન કર્યા હતા, એ રીતે તારે પણ પ્રયત્ન કરવાનો છે, આ શ્રેષ્ઠ ઉપાય છે. આજે બસ, આટલું જ.
[૧૯૦
'શાન્તસુધારસ ભાગ ૨
Page #201
--------------------------------------------------------------------------
________________
MAMTA
પ્રવચન ૪૧ ૧. નિર્જરા ભાવના
: સંક્લના : નિર્જરાના વિષયમાં આત્મચિંતન. નિર્જરાનો એક જ પ્રકારઃ તપશ્ચર્યા. નિકાચિત કર્મ. તપ કેવું હોય? તપ કરવામાં સાવધાની.
તપશ્ચર્યા દુખસ્વરૂપ નથી. • તપસ્વી જ્ઞાની હોવો જોઈએ.
कर्मणां तपनात् तपः । તપનો પ્રભાવ. સનત્કુમાર ચક્રવર્તી. ચક્રવર્તીનું શરીર રોગગ્રસ્ત. સનત્કુમાર ચારિત્ર લે છે.
ફરીથી બે દેવો પરીક્ષા લેવા આવે છે. • તપધર્મથી જિનશાસનની શોભા.
Page #202
--------------------------------------------------------------------------
________________
૫૨મોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ મહાકાવ્યમાં નવમી ‘નિર્જરા ભાવના’નું ગાન કરે છે. આ ભાવનાનો પ્રારંભ કરતાં સર્વપ્રથમ આપણે નિર્જરા ભાવનાના વિષયમાં આત્મલક્ષી ચિંતન કરીશું. ‘નિર્જરા’ના વિષયમાં આત્મચિંતન :
ક્યારે એવો ધન્ય અવસર આવશે કે જ્યારે મારો આત્મા સંવૃત્ત બની જશે ? આસ્રવ-દ્વારોને બંધ કરીને આત્મામાં પૂર્વ પ્રવિષ્ટ અનંત-અનંત કર્મોનો મારે નાશ ક૨વાનો છે. નવાં કર્મો બંધાય નહીં અને પૂર્વબદ્ધ કર્મ નષ્ટ થઈ જાય ત્યારે જ મારો આત્મા શુદ્ધ બનશે - શુદ્ધ થશે અને મુક્ત થશે.
હું જાણું છું કે સંવૃત્ત આત્માની તપશ્ચર્યા પૂર્વગૃહીત કર્મોની નિર્જરા કરવામાં, ક્ષય ક૨વામાં સમર્થ થાય છે, પરંતુ આસ્રવ-દ્વારોને બંધ કરીને સંવૃત્ત થવું કેટલું કઠણ કાર્ય છે, તે પણ હું સમજું છું. પણ અંતઃકરણની ચાહના છે કે એવો પુણ્ય અવસર મને મળે કે સર્વ સંવર કરવા હું સક્ષમ બનું.
સમગ્ર દર્શન પ્રાપ્ત કરીને મેં મિથ્યાત્વનાં દ્વાર બંધ કરી દીધાં છે. વ્રત-મહાવ્રતો ગ્રહણ કરીને અવિરતિનું આસ્રવ-દ્વાર પણ બંધ કરી દીધું છે. પણ પ્રમાદ અને કષાયનાં દ્વાર કંઈક ખુલ્લાં રહી ગયાં છે. મન-વચન-કાયાની શુભ અને અશુભ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે. એટલા માટે ત્રણ આસ્રવ-દ્વાર બંધ કરવાનું કાર્ય ચાલુ થાય ત્યારે જ એક સોનેરી સવાર એવી ઊગશે કે બધાં કર્મોનાં બંધનોથી મારો આત્મા મુક્ત થઈ જશે.
આત્માને સર્વ સંકલ્પોથી મુક્ત કરવાનો મેં સંકલ્પ કર્યો છે. એટલે કે એ કર્મોને નષ્ટ કરવા અલગ અલગ રસ્તાઓનો - ઉપાયોનો આધાર લઈશ. ગ્રંથકાર શ્રેષ્ઠ ઉપાય બતાવે છે - તપશ્ચર્યાનો. મને એમના આ કથન ઉપર વિશ્વાસ થઈ ગયો છે. જેવી રીતે શરીરમાં ઉત્પન્ન થયેલું અજીર્ણ કે અન્ય રોગો લંઘન યા ઉપવાસ વગેરેથી મટે છે, એ રીતે જ તપશ્ચર્યાથી કર્મો નષ્ટ થઈ જાય છે. હું બાહ્ય અને આત્યંતર તપ કરીશ. તપશ્ચર્યાથી મારા જીવનની એક-એક ક્ષણને નવપલ્લવિત કરીશ. નિર્જરાનો એક જ પ્રકાર - તપશ્ચર્યા :
‘નિર્જરા ભાવના’ ની પ્રસ્તાવનાના પ્રારંભમાં ગ્રંથકાર કહે છે -
यन्निर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेदः स्वातंत्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥ બાર પ્રકારના તપના ભેદોને કારણે નિર્જરા પણ બાર પ્રકારની બતાવી છે. ઉપાય અલગ અલગ હોવાથી જ અહીં ભેદ બતાવવામાં આવ્યા છે. નહીંતર
શાન્તસુધારસ : ભાગ ૨
૧૯૨
Page #203
--------------------------------------------------------------------------
________________
વાસ્તવમાં કાર્યરૂપ નિર્જરા તો એક જ પ્રકારની છે. આ વાતને સિદ્ધ કરવા માટે બીજા શ્લોકમાં કહે છે - काष्ठोपलादिस्पाणां निदानानां विभेदतः । वह्निर्यथैकस्पोऽपि पृथग्स्पो विवक्षते ॥ २ ॥
અગ્નિ એક જ પ્રકારનો હોવા છતાં પણ એને ઉત્પન્ન કરનારાં લાકડાં, કોલસા, ચકમક પથ્થર વગેરેને કારણે અગ્નિને અલગ અલગ નામથી જાણવામાં - ઓળખવામાં આવે છે.” નિર્જરાનો એક જ પ્રકાર છે - એ સિદ્ધ કરતાં ગ્રંથકાર કહે છે - निर्जरापि द्वादशधा तपोभेदैस्तथोदिता । कर्मनिर्जराणात्मा तु सैकस्पैव वस्तुतः ॥ ३ ॥
આ રીતે તપના ભેદોનું કારણ નિર્જરા પણ બાર પ્રકારની હોય છે. પરંતુ કર્મોને નષ્ટ કરવા માટે કાર્યરૂપમાં તો એક જ પ્રકારની છે.”
ગ્રંથકારે ત્રણ શ્લોકોમાં નિર્જરા’નો એક જ પ્રકાર છે એ વાત સિદ્ધ કરી છે. વાત મહત્ત્વની.છે - તપશ્ચર્યાની. એટલા માટે ચોથા શ્લોકમાં તપને નમસ્કાર કર્યા છે. निकाचितानामपि कर्मणां यद् गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वजमिवातितीव्रम्, नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ ४॥ 'અતિ મહાન પર્વતોને કાપવા માટે જેવી રીતે વજ સમર્થ હોય છે. એ જ રીતે તમને સહારે નિકાચિત પ્રાયકર્મ પણ વિનષ્ટ થઈ જાય છે. એવા અદ્ભુત પ્રભાવશાળી તપને નમસ્કાર હો. નિકાચિત કર્મઃ
કર્મબંધ બે પ્રકારે થાય છે - નિકાચિત કર્મબંધ અને અનિકાચિત કર્મબંધ. બાંધેલાં કર્મો ભોગવવાં જ પડે છે - આ જન્મમાં યા તો જન્માન્તરમાં. એને કહેવાય છે નિકાચિત કર્મબંધ. બીજા કોઈ ઉપાયો દ્વારા નિકાચિત કર્મબંધ તૂટતો નથી, ક્ષય પામતો નથી. આવા નિકાચિત કર્મને ઉગ્ર તપ દ્વારા મિટાવી શકાય છે. શ્રી નવપદજી-પૂજામાં જ્ઞાનવિમલસૂરિજીએ કહ્યું છે -
ત્રિકાલિકપણે કર્મ-કષાય ટાલે,
નિકાચિત બાંધિયા તેહ બાલે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ પણ “નવપદપૂજામાં કહ્યું છે -
[ નિર્જરા ભાવના
૧૭ |
Page #204
--------------------------------------------------------------------------
________________
કર્મ નિકાચિત પણ ક્ષય જાવે ક્ષમા સહિત જે કરતા. તે તપ નમિયે જેહ દીપાવે
જિનશાસન ઉજમતા... પંડિતશ્રી પદ્મવિજયજીએ પણ તપાદપૂજામાં કહ્યું છે -
જે તપ કર્મ નિકાચિત તપવે ક્ષમા સહિત મુનિરાયા.
તપસ્યા કરતાં હો, ડંકા જોર બજાયા હો. તપ કેવું હોય? ‘જ્ઞાનસારમાં કહેવામાં આવ્યું છે - यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः । । सानुबन्धाः जिनाज्ञा च तत्तपः शद्धमिष्यते ॥
જ્યાં બ્રહ્મચર્ય હોય, જિનપૂજા હોય, કષાયોનો ક્ષય હોય અને અનુબંધ સહિત જિનાજ્ઞા પ્રવર્તિત હોય એવું તપ શુદ્ધ માનવામાં આવે છે.”
સમજ્યા - વિચાર્યા વગર તપ કરવાથી કામ થતું નથી કે ન તો કોઈ લાભ થાય છે. એટલે કે તેનાં પરિણામ જાણવાં જોઈએ. એ પરિણામ આ જીવનમાં આવવું જોઈએ. માત્ર પરલોકમાં રમણીય સુખોની કલ્પનાસૃષ્ટિમાં ફસાઈને તપશ્ચર્યા કરવાનો કોઈ લાભ નથી. જેમ જેમ તમે તપશ્ચર્યા કરતા જાઓ તેમ તેમ એનાં ચાર પરિણામો આવવાં જોઈએ -
૧. બ્રહ્મચર્યમાં વૃઢતા. ૨. જિનપૂજામાં ભાવવૃદ્ધિ. ૩. કષાયોની અલ્પતા. ૪. સાનુબંધ જિનાજ્ઞાનું પાલન
તપશ્ચયનો પ્રારંભ કરતી વખતે આ ચાર આદર્શ દ્રષ્ટિ સમક્ષ રાખવા જોઈએ. જેવી રીતે તપશ્ચર્યા કરતા જઈએ એમ આ ચારે બાબતોમાં પ્રગતિ થતી જાય છે કે નહીં એનું નિરીક્ષણ કરતા રહો. આ જીવનમાં આ ચારે બાબતોમાં જ આપણી વિશિષ્ટ પ્રગતિ થવી જોઈએ.
જ્ઞાનમૂલક તપશ્ચર્યા બ્રહ્મચર્યપાલનમાં દ્રઢતા પ્રદાન કરે છે. એનાથી અબ્રહ્મમૈથુનની વાસના મંદ પડી જાય છે અને દિમાગમાં ભૂલમાં ય કામભોગના વિચારો
[૧૯૪
છે
શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #205
--------------------------------------------------------------------------
________________
આવતા નથી. મન-વચન-કાયાથી બ્રહ્મચર્યનું પાલન થાય છે. તપસ્વી માટે બ્રહ્મચર્યના પાલનમાં સુગમતા આવે છે. મૈથુનત્યાગ તપસ્વી માટે સહજ થઈ જાય છે. તપસ્વીનું એક જ લક્ષ્ય હોય છે - “મારે બ્રહ્મચર્યપાલનમાં નિર્મળતા, પવિત્રતા અને દ્રઢતા લાવવાં છે.”જિનપૂજામાં નિરંતર પ્રગતિ સધાતી જાય છે. જિનેશ્વર દેવ પ્રત્યે હૃદયમાં શ્રદ્ધાભાવ અને ભક્તિની અનોખી વૃદ્ધિ થતી રહે છે! શરણાગતિનો ભાવ દ્રઢતર થતો જાય છે. જિનેશ્વર દેવની દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં ઉત્સાહનાં તરંગો છલકાતાં રહે છે.
કષાયોનો ક્ષયોપશમ થતો રહે છે. ક્રોધ, માન, માયા અને લોભમાં ક્ષીણતા આવે છે. કષાયોને ઉદયમાં આવવા દેવાના નથી, સાથે સાથે ઉદિત કષાયોને સફળ થવા દેવાના નથી. “તપસ્વી માટે કષાય શોભાજનક નથી.” એ મુદ્રાલેખ બનાવવો જોઈએ, કારણ કે કષાયમાં ખોવાયેલો તપસ્વી તપશ્ચર્યાની નિંદામાં નિમિત્ત બની જાય છે. એના કારણે તપશ્ચર્યાનું મૂલ્ય ઘટી જાય છે. એટલા માટે કષાયોનો ક્ષયોપશમ, તપશ્ચર્યાનો મૂળ ઉદ્દેશ થવો જોઈએ.
ચોથી વાત છે - જિનાજ્ઞાનું પાલન. સાનુબંધ જિનાજ્ઞાનું પાલન કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પૂર્વે “આને માટે જિનાજ્ઞા શું છે? ક્યાંય જિનાજ્ઞાનો
ભંગ તો નથી થતો ને?” આવા વિચારોની જાગૃતિ આવશ્યક છે. - જિનાજ્ઞાની આરાધના આત્મકલ્યાણાર્થે હોય છે. જ્યારે એની વિરાધના સંસાર
ભ્રમણ માટે હોય છે. જિનાજ્ઞાની સાપેક્ષતા માટે તપસ્વી સદેવ જાગૃતિ-સાવધાન રહે. જો આ ચારે બાબતોની સાવધાની રાખીને તપશ્ચર્યા કરવામાં આવે તો તપનું કેટલું ઊંચું મૂલ્ય હોય ? ધ્યેયવિહીન દિશાશૂન્ય બનીને માત્ર પરલોકનાં ભૌતિક સુખો માટે શરીરને તપાવતા રહેવામાં કોઈ વિશેષ અર્થ નિષ્પન થશે નહીં. એટલા માટે આ ચારેય બાબતો હોવી અતિ આવશ્યક છે - બ્રહ્મચર્યનું પાલન, જિનેશ્વર દેવનું પૂજન, કષાયોનો ક્ષય અને જિનાજ્ઞાનું પાતંત્ર્ય. એ પણ એવું અલૌકિક પારતંત્ર જોઈએ કે ભવોભવ જિનચરણનું શરણ પ્રાપ્ત થાય અને ભવભ્રમણની પરંપરા તૂટી જાય, આ રીતે કરેલી તપશ્ચર્યા નિકાચિત કર્મોનો ક્ષય કરે છે. તપ કરવામાં સાવધાની :
તપ કરવા માટે જેવી વૃઢતા જોઈએ, ક્ષમતા જોઈએ એ રીતે થોડી સાવધાની પણ હોવી જોઈએ. | દુર્ગાન થવું ન જોઈએ. | મન-વચન-કાયાના યોગોને હાનિ થવી ન જોઈએઅને . ઈન્દ્રિયોને કોઈ પણ પ્રકારે નુકસાન ન થવું જોઈએ. [ નિર્જરા ભાવના
૧૯૫]
Page #206
--------------------------------------------------------------------------
________________
દુર્ગાન :
દુષ્યનિના કેટલાય પ્રકારો છે. દુર્બાન કરનારને એ કલ્પના પણ હોતી નથી કે તે દુર્બાન કરી રહ્યો છે. દુધ્ધનનો અર્થ છે - દુષ્ટ વિચાર, અનુપયુક્ત વિચાર, તપસ્વીએ કેવા વિચારો ન કરવા જોઈએ એ પણ શું કહેવાની વાત છે? “જો મેં તપ કર્યું ન હોત તો સારું થાત - મારા તપની કોઈ કદર કરતું નથી, તપ ક્યારે પૂર્ણ થશે?” આવા વિચારો દુર્બાન કહેવાય છે.
જો તપશ્ચર્યા કરતી વખતે શારીરિક અશક્તિ-કમજોરી આવી જાય તે વખતે કોઈ સેવા-ભક્તિ ન કરે, તો દુધ્ધન થતાં વાર લાગતી નથી, પરંતુ આમ થવું ન જોઈએ. સદાય આર્તધ્યાનથી બચવું જોઈએ. મન-વચન-કાયાના યોગો :
યોગોને કોઈ પણ પ્રકારની હાનિ ન થવી જોઈએ. દુષ્મનથી મનની, કષાયોથી. વચનની અને પ્રમાદથી કાયાની હાનિ થાય છે. પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, ગુરુસેવા, ગ્લાનિસેવા, શાસન પ્રભાવનાદિ સાધુજીવનના યોગો છે. આમાંથી કોઈને ય કોઈ પણ પ્રકારની હાનિ ન થવી જોઈએ. એવું તપ ભૂલમાં ય ન કરવું જોઈએ કે જેનાથી સાધના-આરાધનામાં કોઈ પણ પ્રકારનું વિબ આવે. પ્રાતઃકાલીન પ્રતિક્રમણના સમયે જ્યારે સાધુએ તપચિંતનનો કાયોત્સર્ગ કરવાનો હોય છે ત્યારે પણ નિરંતર એ ચિંતન કરવું જોઈએ કેઃ “આજનાં મારાં વિશિષ્ટ કર્તવ્યોમાં ક્યાંય તપ બાધક તો નહીં થાય ને? ‘આજે મારે ઉપવાસ છે, અઠ્ઠમ છે એટલા માટે આજે મારાથી સ્વાધ્યાય નહીં થાય, હું ગ્લાનસેવા- ગુરુસેવા આદિ નહીં કરી શકું આવું તપ કોઈ કામનું નથી.” ઈન્દ્રિયોની હાનિ :
ત્રીજી સાવધાની એ છે કે ઈન્દ્રિયોની શક્તિનો હ્રાસ થવો ન જોઈએ. જે ઇન્દ્રિયોના માધ્યમથી સંયમની આરાધના કરવી છે, એમનો નાશ થઈ જતાં સંયમની આરાધના ખંડિત થઈ જશે. આંખની જ્યોતિ ચાલી જાય તો? કાને સંભળાતું બંધ થઈ જાય તો? શરીરે લકવો પડી જાય તો, શું થશે? સાધુજીવન તો સ્વાશ્રયી જીવન છે. પોતાનાં કામ પોતે જ કરવાનાં હોય છે. પાદવિહાર કરવાનો હોય છે. ગોચરીથી જીવનનિર્વાહ કરવાનો હોય છે. જો ઇન્દ્રિયોને હાનિ પહોંચી જાય તો નિઃસંદેહ સાધુના આચારોને પણ ક્ષતિ પહોંચી જશે.
કર્તવ્યપાલન અને ઇન્દ્રિય સુરક્ષાનું લક્ષ્ય તપસ્વીએ ચૂકી જવાનું નથી. દુધ્યાનથી મનને બચાવવું જોઈએ. સાથે જ સાવધાનીના નામે ક્યાંય પ્રમાદનું પોષણ ન થઈ
દાદા
૧૯૬
શાન્ત સુધારસઃ ભાગ ૨ |
Page #207
--------------------------------------------------------------------------
________________
જાય એને માટે સાવધાની રાખવી જરૂરી છે. તપશ્ચર્યા દુઃખરૂપ નથી:
બૌદ્ધ દર્શન કહે છે બાપ શા માટે કરવું જોઈએ? પશુઓની જેમ દુઃખ સહન કરવાથી ભલા શું ફાયદો? આ તો ‘અશાતાવેદનીય કર્મના ઉદયસ્વરૂપ છે.” - આનો જવાબ યાકિની સૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ આપ્યો છે -
“विशिष्ट ज्ञान-संवेग शमसारमतस्तपः ।
क्षयोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकम् ॥ “વિશિષ્ટ જ્ઞાન-સંવેગ-ઉપશમગર્ભિત તપ ક્ષયોપથમિક અને અવ્યાબાધ સુખરૂપ છે. અર્થાત્ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી સંપન પરિણતિસ્વરૂપ
છે.”
તપથી આંતરિક આનંદની ધારા અખંડિત રહે છે. એનો નાશ થતો નથી. એટલા માટે તમને કષ્ટપ્રદ કહેવું ન જોઈએ. પશુપીડા સાથે માનવતાની તુલના કેટલે અંશે યોગ્ય છે? તપની આરાધના સ્વેચ્છાએ કરવાની છે. કોઈના ભયથી, બંધનથી યા તો પરાધીનતાથી નહીં. સ્વેચ્છાથી કષ્ટ સહન કરવામાં અંતરંગ આનંદ છલકાય છે. આ આનંદના પ્રવાહને દ્રષ્ટિગોચર ન કરનારો માત્ર બૌદ્ધધર્મી જૈન તપધમને દુઃખ રૂપ માને છે. તપસ્વીના દેહને નિહાળીને વિચાર્યું કે “બિચારો કેટલો દુઃખી છે? ન ખાવું, ન પીવું, સાચે જ શરીર સૂકાઈને કેવું કાંટા જેવું થઈ ગયું છે?”
ઘોર તપશ્ચર્યાના અનન્ય અને અદ્ભુત આત્મબળથી આરાધના કરનાર મહાપુરુષના આંતરિક આનંદનું યથોચિત મૂલ્યાંકન કરવા માટે તેનો ઘનિષ્ટ પરિચય હોવો જરૂરી છે.
મોગલ બાદશાહ અકબરના સમયમાં દિલ્હીમાં ચંપા નામની તપસ્વિની શ્રાવિકા થઈ ગઈ, તેણે છ માસના ઉપવાસ ક્યાં હતા !! સમતાસહિત તપ કર્યું હતું, એને કારણે અકબર હીરસૂરીશ્વરના સંપર્કમાં આવ્યો હતો અને તેના હૃદયમાં દયાભાવ ઉત્પન્ન થયો હતો. અકબરે જાતે જ ચંપાશ્રાવિકાનો પરિચય કર્યો હતો. તેની સમતા, સહનશીલતા અને પ્રસન્નતા જોઈને તે પ્રભાવિત થયો હતો. તપસ્વિની ચંપાના આંતરિક આનંદને નજીકથી જોયો અને સમજ્યો, એ બાદશાહનું હૃદય-પરિવર્તન ત્યારથી શરૂ થયું હતું. . તપસ્વી જ્ઞાની હોવો જોઈએ:
તપસ્વીનું એકમએવ સાધ્ય હોવું જોઈએ મોક્ષ-મુક્તિ. શિવરમણીના મધુર મિલનની કલ્પના માત્રથી માધુર્ય વરસે છે. આ માધુર્ય તપસ્વીને આનંદથી ભરી દે [ નિર્જરા ભાવના
૧૭.
Page #208
--------------------------------------------------------------------------
________________
છે. શિવરમણીને મળવા માટે તપસ્વજનોએ એક સુંદર ઉપાય શોધી કાઢ્યો છે તપશ્ચર્યાનો. દેહદમનનો અને વૃત્તિઓના શમનનો.
તપસ્વજનો પાસે જ્ઞાનવૃષ્ટિ હોવી જોઈએ. તેઓ જ્ઞાનવૃષ્ટિથી સાધ્યની નિકટતા પ્રાપ્ત કરી લે છે. જેમ જેમ સાધ્યનિકટ હશે તેમ તેમ માધુર્યની વૃદ્ધિ થશે અને તેઓ અપૂર્વ આનંદનો અનુભવ કરે છે. વૈરાગ્યરતિ” ગ્રંથમાં કહેવામાં આવ્યું છે -
रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीवास्वपि योगिनाम् स्यात् । अनाकुला वह्निकणाशनेऽपि
न किं सुधापानगुणाश्चकोराः ॥ યોગીઓને સમાધિમાં રતિ-પ્રીતિ હોવાથી અત્યંત તીવ્ર ક્રિયામાં પણ અરતિઅપ્રીતિ કદી થતી નથી. ચકોરપક્ષી સુધાપાન કરવાનું ઈચ્છુક હોવા છતાં અગ્નિકણ ભક્ષણ કરતાં તે વ્યાકુળતારહિત નથી થતું?”
મધુરતા વગર આનંદ નહીં અને આનંદ વગરની કઠોર ધમક્રિયા દીર્ઘકાળ સુધી ટકતી નથી. અહીં એ સ્પષ્ટ કરું છું કે તપસ્વીએ જ્ઞાની થવું નિતાન્ત આવશ્યક છે. જો તપસ્વી અજ્ઞાની અને ગમાર હશે, તો તેને કઠોર ધમક્રિયાઓમાં અપ્રીતિ થશે, અરતિ થશે. ભલેને તે ધર્મક્રિયા કરતો હોય, પરંતુ તે મધુરતાનો અનુભવ નહીં કરે. જ્ઞાન અને સાધ્ય -મોક્ષના સુખની કલ્પના આપે છે. એ કલ્પના અને મધુરતા પ્રદાન કરે છે અને એ એને આનંદથી ભરી દે છે. એ આનંદ એની કઠોર તપશ્ચર્યાને જીવન આપે છે. જ્ઞાનયુક્ત તપસ્વીની જીવનદશાનું આ અપૂર્વ દર્શન છે. આપણે એવા તપસ્વી બનવાનો આદર્શ રાખીએ અને એવા તપસ્વીને સદેવ નમસ્કાર કરીએ. कर्मणां तपनात् तपः :
તપ શબ્દથી કોણ અજાણ છે? તપ કરનાર તો તપથી પરિચિત છે જ, પરંતુ જે તપ નથી કરતા તેવા લોકો પણ તપથી પરિચિત છે. આમ તો સમાજમાં તપ’ શબ્દ ‘બાહ્યતપ'ના રૂપમાં જ પ્રસિદ્ધ છે.
“તપશ્ચર્યા શા માટે કરવી? તપ કેવું કરવું?તપ ક્યાં સુધી કરવું?” વગેરે ઘણી બાબતો છે કે જેની ઉપર વિચારવાનું બંધ થઈ ગયું છે. આ સંસારમાં સુખી લોકોની જેમ દુઃખી લોકો પણ મળી આવે છે. એમાં પણ સુખી ઓછા અને દુખી વધારે હોય છે. વાસ્તવિકતા એ પણ છે કે સુખી સદાને માટે સખી હોતા નથી, એ રીતે દુઃખી સદૈવ દુઃખી હોતા નથી. આ જ તો યક્ષપ્રશ્ન છે. તેમને થતું હશે કે આવું કેમ? શું ૧૯૮ી સુધારસઃ ભાગ ૨)
Page #209
--------------------------------------------------------------------------
________________
આત્માનો સ્વભાવ જ આવો હશે? ના, આત્માનો સ્વભાવ તો અનંત સુખ છે, શાશ્વતું સુખ છે. તો પછી આવું કેમ ?
શાસ્ત્રોનું કહેવું છે કે આત્મા ઉપર કર્મોનું આવરણ છવાયેલું છે. એટલે જીવને જે બાહ્યરૂપનાં દર્શન થયા છે તે કર્મજન્યરૂપ છે. આત્માના આ રૂપ-સ્વરૂપનો નિર્ણય કેવળજ્ઞાની વીતરાગ પરમાત્માએ કર્યો હોય છે. પરમ સુખ અને અક્ષય શાંતિ માટે આત્માને કર્મબંધનોથી મુક્ત કરવો પડે છે. કર્મબંધ તોડવાનું અપૂર્વ - એકમેવ સાધન છે - તપ. કહેવામાં આવ્યું છે - વર્મા તપના તપઃ | કમને જે તપાવે, નષ્ટ કરે, તે તપ. તપાવવાનો અર્થ છે નાશ કરવો. તપસ્વીનું લક્ષ્ય હંમેશાં કર્મક્ષય જ હોવું જોઈએ. તપનો આટલો પરિચય કરાવીને હવે આપણે આગળ વધીશું.
किमुच्यते सत्तपसः प्रभावः कठोरकर्मार्जित किल्बिषोऽपि । दृढप्रहारीव निहत्य पापं यतोऽपवर्ग लभतेऽचिरेण ॥ ५ ॥ સમીચીન તપના પ્રભાવ અંગે કહેવું જ શું? વૃઢપ્રહારી જેવા મહાપાપી - હત્યારાના પાપ પણ અલ્પ સમયમાં નષ્ટ થઈને એને મોક્ષમાં લઈ જાય છે, આ તપનો પ્રભાવ છે. તપનો પ્રભાવ:
તપના પ્રભાવનું વર્ણન કરતાં ગ્રંથકાર કહે છે - તપથી મોક્ષપ્રાપ્તિ થાય છે. નિષ્પાપ આત્મા તો તપથી મોક્ષપ્રાપ્તિ કરે જ છે, પરંતુ મહાપાપી - ઘોર હિંસા કરનારો જીવાત્મા પણ તપથી મોક્ષપ્રાપ્તિ કરી લે છે. આ વાત “શ્રી નવપદપૂજામાં કહેવામાં આવી છે -
દૃઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘોર
તો પણ તપના પ્રભાવથી. કાઢ્યાં કર્મ કઠોર દ્રઢપ્રહારીની કથા તમેં સાંભળી હશે. ગ્રંથકારના કહેવાનું તાત્પર્ય એ છે કે મહાપાપી જીવ પણ તપને સહારે સર્વ કર્મોનો નાશ કરી પરમ શાન્તિ, મુક્તિ પામી શકે છે - સદ્ગતિ પામી શકે છે. જોઈએ માત્ર સમતાયુક્ત તપ! વૈરાગ્યથી પરિપૂર્ણ અને ઘેર્યથી ભરપૂર ! આ વિષયમાં આજે હું તમને સનત્કુમાર ચક્રવર્તીની ઘોર તપશ્ચર્યાની બાબતમાં વાત કરીશ. સનત્કુમાર પંદરમા તીર્થંકર ધર્મનાથના શાસનમાં થયા હતા. ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર'માં એમની વાત વાંચવા મળે છે. સનત્કુમાર ચક્રવર્તી:
એક સમયની વાત છે. પહેલાં સુધમદેવલોકનો ઈન્દ્ર રાજસભામાં બેઠો હતો. નાટક ચાલતું હતું એ સમયે બીજા ઈશાન દેવલોકમાંથી ‘સંગમ' નામનો દેવ આવે નિર્જરા ભાવના E
૧૯૯]
Page #210
--------------------------------------------------------------------------
________________
છે. એના દેહની દિવ્ય પ્રભાથી રાજસભામાં બેઠેલા દેવો આશ્ચર્યચકિત થઈ જાય છે. દેવોએ ઈન્દ્રને પૂછ્યું “આ સંગમદેવને આવું લોકોત્તર રૂપ કેવી રીતે મળ્યું?' ઈન્દ્ર કહ્યું કે તેણે પૂર્વ જન્મમાં આયંબિલ વર્ધમાન તપ કર્યું હતું, એ તપના પ્રભાવે એને આવું અનુપમ રૂપ અને દિવ્ય તેજ પ્રાપ્ત થયાં છે. જે
દેવોએ પૂછ્યું - “આ દેવ જેવું રૂપ આ સમયે બીજા કોઈ પુરુષનું હશે?” ઇન્દ્ર જવાબ આપ્યો “મનુષ્યલોકમાં કુરુવંશીય સનકુમાર ચક્રવર્તીના જેવું રૂપ નથી દેવસૃષ્ટિમાં, નથી મનુષ્યલોકમાં.'
આ સાંભળીને રાજસભામાં બેઠેલા વિજય અને વૈજયન્ત નામના બે દેવોને ઈન્દ્રની વાત ઉપર શ્રદ્ધા ન બેઠી. તેમણે જાતે જ હસ્તિનાપુરમાં જઈને ચક્રવતી સનતુનું રૂપ જોવા માટે નિર્ણય કર્યો. તેમણે રૂપ-પરિવર્તન કર્યું. બંને બ્રાહ્મણ બની ગયા. હસ્તિનાપુર પહોંચ્યા. રાજમહેલમાં પ્રવેશ્યા. એ સમયે ચક્રવર્તી શરીર ઉપરથી અલંકારો ઉતારીને, વસ્ત્રો ઉતારીને સ્નાન કરવાનો આરંભ કરી રહ્યા હતા.
એ બે દેવો બ્રાહ્મણના રૂપમાં આવીને દ્વારપાળની પાસે ઊભા રહ્યા. દ્વારપાળે જઈને ચક્રવર્તીને કહ્યું: “હે નાથ ! દૂર દેશથી બે બ્રાહ્મણો આપનાં દર્શન કરવા આવ્યા છે.” ચક્રવર્તીએ આવવા અનુમતિ આપી. બંને બ્રાહ્મણો સ્નાનગૃહના દ્વારા પાસે આવ્યા. ચક્રવર્તીનાં દર્શન કર્યા. વિસ્મિત થઈને તેમણે મસ્તક હલાવ્યાં અને વિચાર કરવા લાગ્યા - “અહો કેવું રૂપ! એનું લલાટ અષ્ટમીના ચંદ્રનો તિરસ્કાર કરે છે. એનાં નેત્રો નીલકમલની કાન્તિને પરાજિત કરે છે. એના અધેર તો પક્વ બિંબફળ જેવી પ્રભા ધારણ કરે છે. છીપની શોભા જેવા કાન છે. પાંચજન્ય શંખ જેવો કંઠ છે. એની બંને ભુજાઓ હાથીની સૂંઢનો તિરસ્કાર કરે છે. એનો ઉરપ્રદેશ સુવર્ણગિરિની શોભાનેય લૂંટે છે. વધારે શું કહેવું?
એના શરીરનું રૂપ શબ્દો દ્વારા અવર્ણનીય છે. અરે, લાવણ્યસરિતાનું પૂર ઊમટે છે. વાસ્તવમાં કરેલી પ્રશંસા સાચી છે. ઉત્તમ પુરુષો મિથ્યા ભાષણ કરતા નથી.
એ સમયે સનકુમારે પૂછ્યું: હે ઉત્તમ બ્રાહ્મણો, આપ અહીં કયા પ્રયોજનથી પધાયા છો?” બ્રાહ્મણોએ કહ્યું, “હે ચક્રવર્તી ! આ સચરાચર વિશ્વમાં આપના લોકોત્તર ચમત્કારિક રૂપની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. હેનરપતિ, આપના રૂપની પ્રશંસા સાંભળીને અમે ઘણા દૂરથી આપનાં દર્શન કરવા માટે આવ્યા છીએ. જેવું અદ્ભુત રૂપ સાંભળ્યું હતું, એનાથી વધારે સુંદર રૂપ અમે અહીંયાં જોયું.'
ચક્રવર્તીએ પ્રસન્ન મુદ્રાથી કહ્યું, “હે દ્વિજશ્રેષ્ઠ, અત્યારે તો મારું શરીર શણગાર રહિત છે અને તૈલાદિ અત્યંગથી વ્યાપ્ત છે. આનાથી અત્યારે તો શરીર કાન્તિ
૨૦૦ લિ
| શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #211
--------------------------------------------------------------------------
________________
અલ્પ પ્રમાણમાં દેખાય છે. પરંતુ આપ રાજસભામાં બેસો હું સ્નાન કરીને, ઉત્તમ વસ્ત્રાલંકાર સજીને રાજસભામાં સિંહાસન ઉપર આરૂઢ થાઉં ત્યારે મારું રૂપ જોજો.'
રાજા એ જ રીતે સુંદર વસ્ત્રો-અલંકારોથી સુશોભિત થઈને રાજસભામાં જઈને સિંહાસન ઉપર બેઠી અને એ બે દેવ-બ્રાહ્મણો રાજસભામાં ચક્રવર્તીની સમીપ જઈને ઊભા રહ્યા. એમણે દિવ્યદ્રષ્ટિથી ચક્રવર્તીના શરીરને જોયું. તેઓ ખિન્ન થઈ ગયા. તેઓ વિચારમાં પડી ગયા- “અરે ક્ષણ વારમાં આ રૂપ, આ કાન્તિ, એ લાવણ્ય, ક્યાં ચાલ્યું ગયું? બ્રાહ્મણોના મુખ પર ગ્લાનિ અને ખેદ જોઈને ચક્રવર્તીએ પૂછ્યું : ‘પહેલાં તો મને જોઈને તમે બંને જણા ખૂબ પ્રસન્ન થયા હતા અને અત્યારે અહીં તમારા મુખો ઉપર ગ્લાનિ અને ખેદ કેમ વર્તાય છે? શું વાત છે?”
એ સમયે બ્રાહ્મણોએ તેમનું દેવસ્વરૂપ પ્રકટ કર્યું અને બોલ્યા “ચક્રવતી, અમે સૌધર્મ દેવલોકવાસી દેવો છીએ, દેવસભામાં ઈન્દ્ર આપના રૂપની પ્રશંસા કરી હતી! એ સાંભળીને અમને વિશ્વાસ બેસતો ન હતો, એટલા માટે મનુષ્ય રૂપમાં આપને પ્રત્યક્ષ જોવા માટે આવ્યા હતા. પહેલાં આપનું રૂપ એવું જ હતું, જેવું અમારા દેવેન્દ્ર બતાવ્યું હતું, પરંતુ હવે અત્યારે તો ન એ રૂ૫ રહ્યું ન એ લાવણ્ય રહ્યું. રાજેશ્વર, આપના શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થઈ ગયા છે. સાત રોગ ઉત્પન્ન થઈ ગયા છે (બીજા ગ્રંથોમાં સોળ મહારોગોની વાત આવે છે). આ રીતે બોલીને બંને દેવો અદ્રશ્ય થઈ ગયા. ચક્રવર્તીનું શરીર રોગગ્રસ્ત :
દેવોની વાત સાંભળીને ચક્રવર્તીએ પોતાના શરીર તરફ જોયું, નિસ્તેજ અને કાન્તિહીન !! ચક્રવર્તીએ વિચાર કર્યો: “રોગગ્રસ્ત - રોગોના ઘરરૂપ શરીરને ધિકાર છે. તુચ્છ બુદ્ધિવાળા મૂર્ખ લોકો વ્યર્થ જ શરીરનો મોહ રાખે છે. આ શરીરની અંદર જ્યારે અનેક રોગો થઈ જાય છે ત્યારે તે વિદીર્ણ થઈ જાય છે.'
શરીર રોગોથી શિથિલ થઈ જાય છે, પરંતુ વિષયોની આશા શિથિલ થતી નથી. રૂપ ચાલ્યું જાય છે, પરંતુ પાપબુદ્ધિ જતી નથી. વૃદ્ધાવસ્થા આવે છે, પરંતુ જ્ઞાનદશા આવતી નથી. આ સંસારમાં રૂપ, લાવણ્ય, કાન્તિદ્રવ્ય આદિ કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન ચંચળ છે.
હવે તો આ વિનાશી શરીરથી “સકામ નિર્જરા કરનાર ઘોર તપ જ કરવું જોઈએ. એને માટે મારે સંસારનો ત્યાગ કરીને સદ્ગુરુ પાસે જઈને ચારિત્ર લેવું જોઈએ. સનત્કુમાર ચારિત્ર લે છે :
ચકવતી તો વૈરાગ્યભાવથી ઓતપ્રોત થઈ ગયા. એમણે રાજસભામાં એ જ વખતે પોતાની ભાવના જાહેર કરી દીધી અને પોતાના પુત્ર-રાજકુમારનો
નિરા ભાવના
૨૦૧]
Page #212
--------------------------------------------------------------------------
________________
રાજ્યાભિષેક કરી દીધો.
એ સમયે હસ્તિનાપુરના ઉદ્યાનમાં આચાર્યશ્રી વિનયંધરસૂરિજી શિષ્ય પરિવારની સાથે બિરાજમાન હતા. ચક્રવર્તીએ એમની પાસે જઈને દીક્ષાચારિત્રધર્મ સ્વીકાર કર્યો અને ઉગ્ર તપ કરવાની પ્રતિજ્ઞા કરી.
ચક્રવર્તીએ સાધુ બનીને જ્યારે નગરમાંથી વિહાર કર્યો તો એક લાખ અનુચરો, હજારો રાણીઓ કલ્પાંત કરવા લાગી અને સમગ્ર પરિવાર એમની પાછળ ચાલ્યો અને પાછા ફરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો. આજ્ઞાંકિત હજારો રાજાઓ, ચક્રવર્તીનો જયજયકાર કરવા લાગ્યા. એમની ઉપર છત્ર ધારણ કરે છે અને ચામર ઢોળે છે. છ-છ માસ એમની પાછળ ચાલ્યા, પરંતુ સનત્કુમાર મહામુનિ તો કષાયરહિત હતા, વિરક્ત હતા. મમત્વરહિત હતા. અને પરિગ્રહ વિનાના હતા.
એમના શરીરમાં ઉદરપીડા, નેત્રપીડા આદિ સાત રોગો એકી સાથે ઉત્પન્ન થયા હતા. બીજા એક મત પ્રમાણે ૧૬ વ્યાધિ ઉત્પન્ન થયા હતા. પરંતુ સમતા ભાવથી એમણે વ્યાધિઓને સહન કર્યા. અન્ય પરીષહોને યં સહન કર્યા. કોઈ દવા નહીં, ઉપચાર નહીં કોઈ ફરિયાદ નહીં. ઘોર તપશ્ચર્યા કરતા રહ્યા. પારણામાં પણ લુખ્ખો આહાર જ ગ્રહણ કરતા.
પરિણામ સ્વરૂપ એ મહામુનિને સાત લબ્ધિઓ પ્રાપ્ત થઈ, તો પણ એમણે એક પણ લબ્ધિનો ઉપયોગ ન કર્યો. શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ ભાવે વિચરતા રહ્યા. આ રીતે ૭૦૦ વર્ષ વ્યતીત થઈ ગયાં. ચક્રવર્તીનું ત્રણ લાખ વર્ષનું આયુષ્ય હતું. બે લાખ વર્ષો સંસારમાં વીતી ગયાં, એક લાખ વર્ષ તેમણે સંયમ ધર્મના પાલનમાં ગાળ્યાં. ફરીથી બે દેવો પરીક્ષા કરવા આવે છે:
૭૦૦ વર્ષ પછી દેવરાજ ઈન્દ્ર પોતાના અવધિજ્ઞાનના પ્રકાશમાં સનત્કુમાર મહામુનિને જોયા. ઈન્દ્ર હર્ષવિભોર થઈને દેવસભામાં બોલ્યા, ‘ચક્રવર્તી સનતકુમાર કેવું ઘોર તપ કરે છે? તપના પ્રભાવે એમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ છે, છતાં પણ તે શરીરની ચિકિત્સા કરતા નથી. તે શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ છે.'
મહામુનિની આવી પ્રશંસા સાંભળીને એજબેદેવો વિજય અને વૈજયન્તવેદ્યનું રૂપ ધારણ કરીને મહામુનિની પાસે ગયા. તેમણે મહામુનિને પ્રણામ કર્યા અને બોલ્યા, “હે મહાપુરુષ, તમે શા માટે રોગોથી પરિતાપ સહન કરો છો? અમે બંને વૈદ્યો છીએ. અમે અમારાં ઔષધોથી રોગોમાં ઉત્તમ ચિકિત્સા કરીએ છીએ. આપનું શરીર રોગગ્રસ્ત છે. તમારી આજ્ઞા હોય તો અમે તમારા રોગોને નષ્ટ કરી દઈએ.”
ચક્રવર્તી મહામુનિએ કહ્યું: હે વૈદ્યરાજ, જીવોના શરીરમાં દ્રવ્યરોગ અને ભાવરોગ - બે પ્રકારના રોગો હોય છે. ક્રોધાદિ કષાય ભાવરોગ છે. એ ભાવરોગ ૨૦૨ -
શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #213
--------------------------------------------------------------------------
________________
ભવાન્તરમાં પણ જીવને અનંત અનંત દુઃખ આપનારા છે. એટલા માટે જે એ ભાવરોગોની ચિકિત્સા આપ કરી શકતા હો તો કરો. દ્રવ્યરોગની ચિકિત્સા તો હું જાતે જ કરી શકું છું.' આવું કહીને મુનિવરે પોતાની આંગળી પોતાના ઘૂંકથી પલાળી, આંગળી સોનાની થઈ ગઈ ! બંને વૈદ્યો-દેવો મહામુનિના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, ‘અમે બંને એ જ દેવો છીએ, જે હસ્તિનાપુરમાં આવ્યા હતા. ઈન્દ્ર દેવસભામાં આપના તપની ખૂબ જ પ્રશંસા કરી હતી. એ સાંભળીને આપની પરીક્ષા કરવા માટે વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યા છીએ.” બંને વૈદ્યોએ વંદના કરી અને અંતર્ધાન થઈ ગયા. ૭00 વર્ષ પછી સનત્કુમાર મહામુનિ રોગરહિત બની ગયા. તપથી જિનશાસનની શોભા :
સનત્કુમારની ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચયની દેવલોકમાં બન્ને પ્રશંસા કરી. જિનશાસનની કેટલી પ્રશંસા અને પ્રભાવના થઈ ? “શ્રી નવપદની પૂજામાં ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
આમોસહી પમુહા બહુ લઢિ, હોવે જાસ પ્રભાવે રે.
અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ પ્રકટે, નમિયે તે તપ ભાવે રે.. શ્રી સનકુમાર મહામુનિની તપશ્ચર્યાથી એમને સર્વ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, સર્વ રિદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. . આ પૂજામાં ઉપાધ્યાયજી કહે છે -
સર્વમંગલમાં પહેલું મંગળ વર્ણવીયું જે ગ્રંથ - તે તપપદ વિહું કાલ નમિજે વર સહાય શિવપંથ.
તપ સર્વમંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે, એટલા માટે ત્રણે કાળ - સવાર, બપોર અને સાંજતાપદને નમસ્કાર કરો. આ તપદ મોક્ષમાર્ગમાં શ્રેષ્ઠ સહાયક છે. તપસ્વીએ આત્મભાવમાં સ્થિર રહેવું જોઈએ અને પરભાવનો ત્યાગ કરવો જોઈએ. આત્મભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચા રેઃ
આત્મભાવ સ્થિર થવા માટે આત્મજ્ઞાન થવું જરૂરી છે. પરભાવો પ્રત્યે ઉદાસીનતા હોવી જોઈએ. મેં તપશ્ચર્યા કરી એટલા માટે મારો ફોટો છાપામાં આવવો જોઈએ. મારી શોભાયાત્રા નીકળવી જોઈએ. મારું સન્માન થવું જોઈએ....' ઈત્યાદિપરભાવોમાં નિનગ્ન આજના નાના મોટા તપસ્વીઓ શું કરી રહ્યા છે? ક્યાં છે કર્મનિર્જરાનો ભાવ? ક્યાં છે આત્મભાવની રમણતા?માત્ર દેખાવ, કીર્તિકામના અને વૈભવપ્રદર્શન! આજે બસ, આટલું જ.
[ નિર્જરા ભાવના
છે.
૨૦૩]
Page #214
--------------------------------------------------------------------------
________________
IિGીસુધારી
પ્રવચન ૪૨ ૨. નિર્જરા ભાવના
: સંકલના : તપથી આત્મસ્વરૂપ ઉજ્વળ બને છે.
ભરત ચક્રવર્તી. • ભરત ચક્રવર્તીનું ચિંતન.
ઔદાસીન્ય વગર તપ વ્યર્થ. • અગ્નિશમ, બાહુબલી, મલ્લિનાથના પૂર્વજન્મો
દ્રૌપદીનો પૂર્વજન્મ. ધ્યાનમાં એકાગ્રતા સરળ નથી. સાધ્વી - વેશ્યાની કેલિક્રીડાથી ચંચળ. કર્મનાશ અને મોક્ષપ્રાપ્તિ માટે તા. ઉદયરત્નજીનું એક કાવ્ય. ધના અણગાર. ૧૪ હજાર શ્રમણોમાં શ્રેષ્ઠ શ્રમણ. ગુણપ્રશંસાઃ શ્રેષ્ઠ ગુણ.
Page #215
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘નિર્જરા ભાવના'ની પ્રસ્તાવના કરતા કહે છે - यथा सुवर्णस्य शुचिस्वरूपं दीप्तः कृशानुः प्रकटीकरोति । तथात्मनः कर्मरजो निहत्य ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥ ६ ॥ જેવી રીતે અગ્નિ સોનાના વાસ્તવિક રૂપને - નિર્મળ રૂપને પ્રકટ કરે છે, એ જ રીતે તપ આત્મા પર જામેલા કર્મોના મેલને દૂર કરીને, એના શુદ્ધ સ્વરૂપને જાજ્વલ્યમાન બનાવે છે.
તપથી આત્મસ્વરૂપ ઉજ્વળ બને છે :
પહેલાં એ વિચારો કે આત્માનું સ્વરૂપ ઉજ્વળ બનાવવું છે ? હજુ આપણા આત્મામાં અનંત-અનંત કર્મ ભરેલાં પડ્યાં છે એ વાતનું હૃદયમાં દુઃખ છે ? એ કર્મોનો નાશ કરવાની હૃદયમાં તીવ્ર તમન્ના છે ? ઉપાય છે કર્મનાશ કરવાનો. મનુષ્યને સોનું પ્રિય છે, એને સોનું જોઈએ એટલા માટે ખાણમાંથી જે સોનું નીકળે છે, એને શુદ્ધ કરવા માટે અગ્નિમાં નાખવામાં આવે છે. તે પછી સોનું શુદ્ધ થાય છે.
એ રીતે આત્મા પ્રિય લાગવો જોઈએ ત્યારે કર્મોથી અશુદ્ધ આત્માને શુદ્ધ કરવા માટે તપશ્ચર્યાનો ઉપાય કરશો અને તપશ્ચર્યાથી આત્મા ઉજ્વળ બનશે. આત્મસ્વરૂપ જ્ઞાન અને દર્શન પરમ ઉજ્વળ બનશે. પ્રસ્તાવનાનો સાતમો શ્લોક છે -
बाह्येनाभ्यन्तरेण प्रथितबहुभिदा जीयते येन शत्रुश्रेणी बाह्यान्तरङ्गाभरतनृपतिवद् भावलब्धदृढिम्ना ॥ यस्मात्प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च । वन्दे स्वर्गापवर्गार्पणपटुसततं तत्तपो विश्ववन्द्यम् ॥ ७ ॥
જે તપના બાહ્ય અને આત્યંતર ભેદ છે, જે તપ બાહ્ય અને આંતરિક શત્રુસમૂહને ભરત ચક્રવર્તીની જેમ ભાવનાયુક્ત દૃઢતાથી જીતી લે છે અને જેને લોકો જોઈ શકે એવી સિદ્ધિઓ - વૈભવ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ અને મોક્ષ આપવામાં સક્ષમ તપ સમગ્ર વિશ્વ માટે વંદનીય છે, એવા તપને હું નમસ્કાર કરું છું. ભરત ચક્રવર્તી :
તપના પ્રકારો છે - ૬ બાહ્ય અને ૬ આપ્યંતર. એવાં બાહ્ય-આત્યંતર તપ બાહ્ય-આંતરિક શત્રુઓને જીતી લે છે. મનુષ્યના જીવનમાં અને દેવાદિના જીવનમાં પણ બહારના શત્રુઓ હોય છે અને આંતરિક શત્રુઓ પણ હોય છે. શત્રુઓ ઉપર વિજય પામવા માટે ‘તપ’ શ્રેષ્ઠ ઉપાય છે. ગ્રંથકારે તપની ઉપલબ્ધિઓ બતાવી છે.
નિર્જરા ભાવના
૨૦૫
Page #216
--------------------------------------------------------------------------
________________
બાહ્ય-આત્યંતર શત્રુઓ ઉપર વિજય સિદ્ધિઓ અને વૈભવની પ્રાપ્તિ | સ્વર્ગની પ્રાપ્તિ | મોક્ષની પ્રાપ્તિ
આવા તપને નમસ્કાર કરે છે ગ્રંથકાર. આપણે પણ નમસ્કાર કરીએ છીએ. ગ્રંથકારે ભરત ચક્રવર્તીનો નિર્દેશ કર્યો છે. આમ તો તેમણે બાહ્ય વિશેષ તપ કર્યું ન હતું, આત્યંતર ધ્યાનનું તપ કર્યું હતું. ધર્મધ્યાન કર્યું હતું. ધર્મધ્યાન'ની ચાર અનુપ્રેક્ષાઓ છે - અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ ભાવના અને સંસાર ભાવના. ભરતજીને અરીસા ભવનમાં - કાચના મહેલમાં જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ કથા તમે જાણતા હશો.
એકદિવસે ભરતેશ્વર સ્નાન કરીને, વિલેપન કરીને શ્રેષ્ઠ વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને અંતઃપુરની શ્રેષ્ઠ રાણીઓ સાથે અરીસા ભવનમાં ગયા. શરીર પ્રમાણ એક અરીસામાં પોતાનું રૂપ નિહાળી રહ્યા હતા, એ સમયે એક આંગળી ઉપરથી એક મુદ્રિકા પડી ગઈ. જ્યારે એમણે મુદ્રિકા વગરની આંગળી જોઈ ત્યારે વિચાર કર્યો: ‘મારી આ આંગળી શોભારહિત કેમ છે? શું બીજાં અંગ પણ આભૂષણો વગર શોભાહીન લાગશે? એમણે અન્ય આભૂષણો નીચે ઉતારવાનો પ્રારંભ કર્યો અને તેઓ ધર્મધ્યાનની અનુપ્રેક્ષામાં ડૂબતા ગયા. ચિંતનની ધારા વહેવા લાગી, આમ પણ ભરતજી મનમાં તો વૈરાગી હતા જ. ભરત ચક્રવર્તીનું ચિંતનઃ
જ્યારે શરીર ઉપરથી તમામ આભૂષણો દૂર કર્યા અને ચક્રવર્તીએ શોભાહીન. બનેલા પોતાના શરીરને જોયું અને વિચાર કર્યો કે આ શરીર ધિકકારપાત્ર છે. જેવી રીતે દીવાલ ઉપર રંગ ચિત્રાદિ દ્વારા કૃત્રિમ શોભા કરવામાં આવે છે, એ રીતે શરીરની આભૂષણો દ્વારા શોભા કરવામાં આવે છે. આ શરીરની અંદર વિષ્ટા, ઈત્યાદિ મલિન પદાર્થો ભરેલા છે અને બહારથી પણ શરીર મલિન જ રહે છે. જેવી રીતે ક્ષારયુક્ત જમીન વર્ષના પાણીને દૂષિત કરે છે એ રીતે જ આ શરીર વિલેપનને - કપૂર, કસ્તુરી વગેરેને દૂષિત કરે છે. એટલે જે મનુષ્યો તપશ્ચર્યા કરે છે, એ તત્ત્વજ્ઞાની પુરુષો જ આ શરીરનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરે છે.
આ રીતે શરીરની અશુચિ, આત્માનું એકત્વ, જીવની સંસારમાં અશરણતા આદિનું ચિંતન કરતાં કરતાં તે કેવળજ્ઞાની બની ગયા. વીતરાગ બની ગયા. ધર્મધ્યાન એક મહાન તપ છે. ધર્મધ્યાનમાંથી એ શુક્લધ્યાનમાં ચાલ્યા ગયા. સર્વ ઘાતકમનો ક્ષય થયો અને તે કેવળજ્ઞાની બની ગયા, બાહ્ય-આત્યંતર શત્રુઓ પર [ ૨૦૬
શાન્ત સુધારસ ભાગ ૨)
Page #217
--------------------------------------------------------------------------
________________
એમણે વિજય પ્રાપ્ત કયોં અને શેષ આયુષ્ય કર્મ ક્ષય થતાં એમનો મોક્ષ થયો.
સનત્કુમાર મહામુનિ આયુષ્ય કર્મ પૂર્ણ થતાં ત્રીજા દેવલોકમાં દેવ બન્યા હતા. તેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એટલે કે તપશ્ચર્યાથી ચારે ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ તપશ્ચર્યા સમતા સાથે થવી જોઈએ. ઉદાસીનતા ભાવ થવો જોઈએ. ભરત ચક્રવર્તીનો વૈરાગ્ય ભાવ, ઉદાસીન ભાવ ભગવાન ઋષભદેવના નિર્વાણ પછી વધારે તીવ્ર બન્યો હતો. શામ્યશતકમાં કહેવામાં આવ્યું છે કે - शीर्णपर्णाशनप्रायैयन्मुनिस्तप्यते तपः ।
औदासीन्य विना विद्धि तद् भस्मनिहुतोपमम् ॥ १० ॥ ઔદાસીન્ય વગર તપ વ્યર્થ :
તમને બે ચક્રવર્તીઓની બાહ્ય-આભ્યન્તર તપશ્ચર્યા અને તેમનાં ફળ બતાવ્યાં. બંને ચક્રવર્તીઓ વિરક્ત બન્યા હતા અને ઔદાસીન્ય એમની અંદર ભર્યું પડ્યું હતું. એટલા માટે બંનેની તપશ્ચય ફલવતી બની હતી. કોઈ મુનિ ઝાડનાં સૂકાં પાન ખાઈને તપશ્ચર્યા કરે છે.
કોઈ મુનિ વાયુનું ભક્ષણ કરીને તપશ્ચર્યા કરે છે. પણ કોઈ મુનિ વરસો સુધી આયંબિલ તપ કરે છે. | કોઈ મુનિ માસખમણ પર માસખમણ કરે છે.
પરંતુ જો સમતા - ઉદાસીનતા વગર, સમત્વ વગર, તપશ્ચર્યા કરતો હોય તો તેની કિંમત રજમાત્ર નથી. રાખમાં નાખેલા ઘી જેવી છે. ઠીક છે, તમે સમ્યગુદ્રષ્ટિ હો. જ્ઞાની-ધ્યાની હો કે મહાન તપસ્વી હો, પરંતુ ઉપશાન્ત નહોતો -પરભાવો પ્રત્યે ઉદાસીન ન હો, તો આ બધું જ વ્યર્થ છે, નિરર્થક છે, નકામું છે. શાન્ત, ઉપશાંત આત્માને જે આંતરિક સુખ હોય છે તે ન તો ચક્રવર્તીને મળે છે કે ન તો દેવેન્દ્રના નસીબમાં હોય છે. એટલા માટે ઉદાસીનતાની સાથે તપ કરવાનું કહ્યું છે.
તપથી સંસારસાગર તરી શકાય છે અને તપથી સંસારમાં ડૂબી પણ શકાય છે. જે તપ મોહનાં બંધનો તોડવા માટેના લક્ષ્યથી કરવામાં આવે છે, એ તપથી સંસાર તરી શકાય છે. જે તપ મોહપ્રેરિત થઈને કરવામાં આવે છે, એ તપ દ્વારા તો સંસારમાં ડૂબી જવાય છે.
તપ ક્રોધથી પણ કરવામાં આવે છે, જેમ કે અગ્નિશમ. તપ અભિમાનથી પણ કરવામાં આવે છે, જેમ કે બાહુબલી.
નિર્જરા ભાવના
૨૦૭]
Page #218
--------------------------------------------------------------------------
________________
તપ માયાથી પણ કરવામાં આવે છે, જેમ કે મલ્લિનાથનો પૂર્વભવ. તપ લોભથી પણ કરવામાં આવે છે, જેમ કે દ્રૌપદીનો પૂર્વભવ.
બાહુબલી મુનિને તેમની બે બહેનો - સાધ્વીજીઓ પ્રતિબોધિત કરવા માટે આવી પહોંચી, તો તે બચી ગયા અને ભવસાગર તરી ગયા. પરંતુ સમરાદિત્ય ચરિત્ર'નો અગ્નિશમી, જેણે ગુણસેન રાજાને જનમોજનમ મારવાનો સંકલ્પ કર્યો હતો, તે સંકલ્પથી લાખો માસખમણ કર્યા હતા, તે ભવસાગરમાં ડૂબી ગયો. દુગતિઓમાં ઘોર ત્રાસ અને વેદના ભોગવતો રહ્યો.
મલ્લિનાથ તીર્થંકરનો પૂર્વભવ જાણો છો ને?તપની બાબતમાં પોતાના મિત્રો જે સાધુઓ હતા તેમની સાથે માયા કરી હતી. પરિણામ સ્વરૂપ સ્ત્રીનો અવતાર મળ્યો ! પરંતુ તીર્થંકર નામકર્મ બાંધી લીધું હતું એટલે ભવસાગર તો તરી ગયા.
પરંતુ લક્ષ્મણા સાધ્વી તપ કરવા છતાં પણ માયાને કારણે હૃદયની ગૂઢતાને કારણે ભવસાગરમાં ભટકી પડી.
દ્રૌપદીનો પૂર્વભવ તમે જાણો છો? એ સાધ્વી હતી. એક દિવસે એના મનમાં વિચાર આવ્યો કે “સાધુઓની જેમ હું પણ રાત્રિના સમયે નગરના બાહ્ય પ્રદેશમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભી રહું.”તેણે પોતાની ગુરુણીને પૂછ્યું. ગુરુષીએમના કરી અને કહ્યું: સાધ્વીએ રાત્રિમાં એકલા આવા સમયે આકાશ તળે કાયોત્સર્ગ ધ્યાન ન કરવું જોઈએ. ધ્યાન કરવું જ હોય તો બંધ મકાનમાં જ કર.' પરંતુ તેણે ન માન્યું. ગુરુણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તે સંધ્યા સમયે નગર બહાર બાહ્ય પ્રદેશમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભી રહી. રાત પડી ગઈ. નગરમાં મકાનોમાં દીવાઓ બળવા લાગ્યા. સાધ્વી જ્યાં ઊભી હતી એની સામે થોડેક દૂર એક વેશ્યાનું ઘર હતું. ઘરની બહારની અગાશીના ભાગમાં વેશ્યા પાંચ પુરુષો સાથે કેલિકીડા કરી રહી હતી. તેઓ હસતાં હતાં, નાચતાં હતાં અને આનંદ કરતાં હતાં. એ શબ્દો સાધ્વીના કાને પડવા લાગ્યા. સાંભળવામાં એ શબ્દો સારા લાગ્યા. આંખો અવાજની દિશામાં ખૂલી, ધ્યાન ભંગ થયો. મન તો મર્કટ જેવું છે ને? ધ્યાનમાં એકાગ્રતા સરળ નથીઃ
એકમનોરંજક વાર્તા સંભળાવું. બાદશાહ અકબરે આઠ શ્વેત બિલાડીઓને સારું શિક્ષણ આપ્યું હતું. આઠેબિલાડીઓ બાદશાહની સામે ચૂપ બેસી રહેતી હતી. આ દુષ્કર કાર્ય બાદશાહે સિદ્ધ કર્યું છે એ બતાવવા માટે તેણે બિરબલને ભોજન માટે નિમંત્રણ આપ્યું.
બાદશાહ અને બિરબલ ભોજન કરવા બેઠા ત્યારે બાદશાહે તાળી પાડી, આઠેય બિલાડીઓ દોડીને આવી અને આવીને બાદશાહ સામે અર્ધચંદ્રાકારમાં બેસી ગઈ. ૨૦૮T
| શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #219
--------------------------------------------------------------------------
________________
બાદશાહે આઠેયના મસ્તક ઉપર દીવા મૂકી દીધા. બાદશાહ અને બિરબલ આ દીવાઓના પ્રકાશમાં ભોજન કરવા લાગ્યા. અડધા કલાક સુધી સ્થિરતાથી બિલાડીઓ બેસી રહી. દીવાઓ બળતા રહ્યા.
બાદશાહે ગર્વ સાથે બિરબલને કહ્યું: ‘જોયું? દરેક વાત પ્રયત્નસાધ્ય છે. બિલાડીઓ આમ તો ચંચળ હોય છે, છતાં તાલીમ આપીને એમને પણ ધ્યાનમાં બેસાડી શકાય છે. બિરબલે કહ્યું: “જહાંપનાહ! એક જ વાર જોવાથી કોઈ વાત માની શકાતી નથી. આ આકસ્મિક - પ્રાસંગિક પણ હોઈ શકે.” આ સાંભળીને બાદશાહે બીજે દિવસે પણ બિરબલને ભોજનનું નિમંત્રણ આપ્યું. બાદશાહ તો છે માસથી આ રીતે બિલાડીઓ સાથે ભોજન કરતો હતો. એટલે એને પોતાની તાલીમ પર વિશ્વાસ હતો.
બીજે દિવસે બિરબલ આવ્યો. બિલાડીઓ પણ આવી. બાદશાહ ગનત હતો. નોકરે બિલાડીઓના માથા ઉપર દીવા મૂકી દીધા. ભોજન વ્યવસ્થિત ચાલતું હતું, એવામાં બિરબલે તેના ગજવામાંથી એક ઉંદર કાઢ્યો અને જમીન ઉપર મૂકી દીધો! જેવો ઉંદર જોયો કે બધી બિલાડીઓ ઉંદરને પકડવા દોડી, દીવા નીચે પડી ગયા. પાણીના પ્યાલાઓ ઢળી ગયા. બિલાડીઓએ તોફાન મચાવી દીધું. - બાદશાહની આંખો શરમથી ઢળી ગઈ. બિરબલે કહ્યું: “જહાંપનાહ, બિલાડીઓ ઉંદરને જોઈને ચંચળ થઈ જાય છે.” સાધ્વી - વેશ્યાની કેલિક્રીડા જોઈ ચંચળ:
ગુરુ-આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સાધ્વી પોતાના ધ્યાનબળના અભિમાનમાં નગર બહારની પ્રદેશમાં આવી તો ખરી, કાયોત્સર્ગ ધ્યાન લગાવ્યુંય ખરું.... પરંતુ જેવા પુરુષના હાસ્યવિનોદ શબ્દો સાંભળ્યા કે ધ્યાન ભંગ થતાં વાર ન લાગી. એણે એ દૃશ્યને જોયું, પસંદ પડવું વિચાર્યું: “આ સ્ત્રી કેટલી સુખી છે? પાંચ-પાંચ પુરુષો એને પ્રેમ કરી રહ્યા છે. કેટલું સરસ છે એ જીવન !!” આ વિકલ્પમાં જ એણે એવું કર્મ બાંધી લીધું કે દ્રૌપદીના જન્મમાં એને પાંચ પતિ મળ્યા. તે પાંચ પતિઓની પત્ની બની.
પ્રશ્ન એ તો સાધ્વી હતીને? સાધ્વીને એવા વિચારો આવે ખરા? એને તો પાંચ મહાવ્રતો હોય છે! ઉત્તર પ્રશ્ન બરાબર છે. પરંતુ એક વાત સમજી લો.
तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । ભલેને સર્વવિરતિમય સાધુજીવન મળ્યું હોય, પરંતુ વૈરાગ્ય ભાવના દૃઢ કરવી અતિ મુશ્કેલ છે. ઉદાસીન ભાવ આવવો અતિ કઠિન છે. [ નિર્જરા ભાવના
૨૦૯ |
Page #220
--------------------------------------------------------------------------
________________
કારણ જાણો છો? ‘પ્રશમરતિમાં કહ્યું છે -
ન્દ્રિય-પાથ-વ-પર-સપવિથળ | સર્વવિરતિમય શ્રમણ જીવન અંગીકાર કર્યા પછી પણ ઇન્દ્રિયોની સ્વચ્છંદતા, કષાયોની પ્રબળતા, ગારવોની લોલુપતા અને પરીષહ સહન કરવાની કાયરતા એટલી તો વૃઢ થયેલી છે કે એને કારણે વૈરાગ્યની ભાવના સ્થિર થતી નથી.
દ્રૌપદી જે પૂર્વ જીવનમાં સાધ્વી હતી, કાયોત્સર્ગ ધ્યાનમાં હતી, પરંતુ જેવા મધુર પ્રિયઆલાપ સાંભળવામાં આવ્યા, તો શ્રવણેન્દ્રિય ચંચળ થઈ ગઈ, ઈન્દ્રિય પરવશતા આવી ગઈ અને મન એમાં વહેવા લાગ્યું. નવિચારવાનું વિચાર્યું, અનર્થ થઈ ગયો, જો કેદ્રવ્યદ્રષ્ટિથી મહાવ્રત અખંડ રહ્યા...પરંતુમન અબ્રહ્મપ્રત્યે આકર્ષિત થઈગયું.છતાં પણ દ્રૌપદીના જીવનમાં એણે મહાસતીત્વ બનાવી રાખ્યું, એટલામાટેતેભવભ્રમણથી બચી ગઈ. તપમાત્રનિર્જરાની ભાવનાથી કરવાનું છે, આત્મશુદ્ધિ માટે કરવાનું છે. કોઈ પણ ભૌતિક આશંસાયાઆકાંક્ષાથી કરવાનું નથી.' કર્મનાશ અને મોક્ષપ્રાપ્તિ માટે તપઃ
આ વાત એક ગુજરાતી કાવ્ય (સઝાય)માં મહાકવિ ઉદયરત્નજી મુનિવરે કહી છે, સાંભળો -
કીધાં કર્મ નિકંદવા રે, લેવા મુક્તિનું દાન, હત્યા પાતિક છૂટવા રે, નહીં કોઈ તપ સમાન.
ભવિકજન! તપ કરજો મન શુદ્ધ. ૧ ઉત્તમ તપના યોગથી રે. સેવે સુરનર પાય લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે રે. મનવાંચ્છિત ફલ થાય. ભવિક ર તીર્થંકરપદ પામીએ રે. નાસે સઘળા રોગ રૂપલીલા સુખ સાહેબી રે. લહિયે તપ સંયોગ.... ભવિક. ૩ તે શું છે સંસારમાં રે, તપથી ન હોવે જેહ જે જે મનમાં કામીએ રે. સફળ હોવે સહી તેહ. ભવિક. ૪ અષ્ટકમના ઓઘને રે, તપ ટાળે તત્કાળ, અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ, ભવિક. ૫ બાહ્ય-અભ્યતર જે કહ્યાં રે, તપના બાર પ્રકાર હોજો તેહની ચાલમાં રે જિમ ધનો અણગાર... ભવિક, ફ "ઉદયરત્ન' કહે તપ થકી રે, વાઘે સુજન સમૂર સ્વર્ગ હુએ ઘરઆંગણું રે. દુર્ગતિ જાવે દૂર... ભવિક ૭
૨૧૦
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #221
--------------------------------------------------------------------------
________________
હવે આ કાવ્યનો સંક્ષેપમાં અર્થ બતાવું છું - ૧. આપણે જનમજનમથી જે કર્મ બાંધ્યાં છે, એમને નષ્ટ કરવા અને મુક્તિ પામવા
માટે, હિંસા આદિ પાપોમાંથી મુક્ત થવા માટે, તપ જેવો બીજો કોઈ ઉપાય નથી.
એટલા માટે હે ભવ્ય જીવ ! શુદ્ધ મનથી તપ કરવું. ૨. જો મનુષ્ય સર્વશ્રેષ્ઠ તપશ્ચર્યા કરે, તો રાજરાજેશ્વર અને દેવ-દેવેન્દ્ર એનું
સાન્નિધ્ય કરે છે. તપસ્વી ઉપર અત્યંત કરુણાવંત બને છે. તપસ્વીને ૨૮ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ૩. વિશુદ્ધ અને વર્ધમાન પરિણામવાળો તપસ્વી તીર્થકર નામકર્મ પણ બાંધે છે.
તપસ્વીના સર્વરોગ પણ નષ્ટ થઈ જાય છે. રૂપલાવણ્ય અને સુખવૈભવ પામે છે. ૪. સંસારમાં તપથી ન મેળવી શકાય તેવું કશું નથી. તપસ્વી પોતાના મનમાં જે જે
ઈચ્છાઓ કરે તે સફળ થઈ જાય છે. પ. આઠ કર્મોના સમૂહને પણ તપસ્વીની તપશ્ચર્યા તત્કાલ નષ્ટ કરે છે. એટલા માટે
જ્યારે પણ તપ કરવાનો અવસર પ્રાપ્ત થાય ત્યારે અવશ્ય તપનો આદર કરો. ૬. તપના બાર પ્રકારો છેઃ ૬ બાહ્ય અને ૬ આત્યંતર. આમાંથી જે જે તપ કરી • શકો તે કરતા રહો, જેમ કે કાકંદીના ધના અણગારે કર્યું હતું. ૭. મહાકવિ ઉદયરત્નજી કહે છે: “તપથી યશ અને કાન્તિ વધે છે અને દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે.”
સમજી ગયા ને આ કાવ્યનો અર્થ?ગમ્યો ને? યાદ કરી શકો તો કરી લેજો. કોઈ કોઈ વાર ગાતા રહેજો. ભાવશુદ્ધિ થશે. ધન્ના અણગાર :
આ કાવ્યમાં કવિએ ધન્ના અણગારનો ઉલ્લેખ કર્યો છે. એ રીતે નવપદની પૂજામાં પણ પદ્મવિજયજીએ કહ્યું છે -
વિબ ટલે તપગુણ થકી તપથી જાય વિકાર,
પ્રશસ્યો તપગુણ થકી વીરે ધનો અણગાર. તપથી તમામ વિઘ્નો દૂર થઈ જાય છે. મન વિકારહીન બની જાય છે. ભગવાન મહાવીરે આ તપગુણના માધ્યમથી તેમના ૧૪ હજાર શિષ્યોમાં શ્રેષ્ઠ શિષ્ય બતાવ્યો ધન્ના અણગારને.
શ્રમણ ભગવાન મહાવીર વિહાર કરતાં કાકંદી નગરીમાં પધાર્યા. કાકંદીનો રાજા જિતશત્રુ પરિવાર સહિત ભગવાનનો ઉપદેશ સાંભળવા ઉધાનમાં ગયો. નગરવાસીઓ પણ હતા. એ નગરનો શ્રેષ્ઠી સાર્થવાહ પુત્ર ધન્યકુમાર પણ તેની ૩ર [ નિર્જરા ભાવના |
૨૧૧]
Page #222
--------------------------------------------------------------------------
________________
પત્નીઓ સાથે ભગવાનનો ઉપદેશ સાંભળવા ગયો હતો. ભગવંતનો ઉપદેશ સાંભળતાં જ તે વૈરાગી બની ગયો હતો. કવિએ કહ્યું છે -
પરિવાર શું પાળો ધનો આવ્યો તે વંદન એક મનો..
સુણી દેશના અમીય સમાણી, વૈરાગી થયો ગુણ ખાણી. પ્રભુની અમૃત સમાન દેશના સાંભળીને એ દ્રઢ વૈરાગી બની ગયો. ઘેર આવીને તેણે પોતાની માતાની ચારિત્રધર્મ સ્વીકાર કરવા માટે રજા માગી. પુત્રની વાત સાંભળીને જ માતા ભદ્રા બેહોશ થઈ ગઈ. બેહોશી દૂર થતાં તે રડવા લાગી. કરુણા રુદન કરવા લાગી. જ્યારે એની ૩ર પત્નીઓને વાતની ખબર પડી, તો તે પણ કરુણ કલ્પાંત કરવા લાગી, ત્યારે ધન્યકુમારે માતા-પત્નીઓને વિરક્ત ભાવે કહ્યું -
કહે ધનો કામિની પ્રત્યે કાજ ન આવે કોય રે, પરભવ જાતાં જીવને, મેં વાત વિચારી જય રે.. માતા-પિતા બાંધવ સહુ પુત્ર કલત્ર પરિવાર રે,
સ્વારથના સહુ કો સગા, મલિયા છે સંસાર રે. ધન્યકુમારે કહ્યું પરભવ - પરલોક જતી વખતે કોઈ પણ સ્વજન સાથે નથી આવતું, કામ નથી આવતું. માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની આદિ પરિવારમાં સ્વાર્થની સગાઈનાં છે, એટલા માટે હું ભગવાન મહાવીરનાં ચરણોમાં મારું જીવન સમર્પિત કરીશ. મને પ્રભુચરણોમાં સુખ મળશે. કવિએ કહ્યું છે કે -
“સુખ પામીશ સંયમ થકી અરિહંતની આણા વહત રે..” જ્યારે ધન્યકુમારે માતાને અને પોતાની ૩૨ પત્નીઓને પોતાનો વિરક્ત ભાવ વૃઢતાથી સંભળાવ્યો તો સમજદાર માતા અને પત્નીઓ સમજી ગઈ.
ધન્યકુમારે ભગવાન મહાવીરના હસ્તે ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો. એ દિવસે એણે ભગવાન પાસે તપશ્ચયની પ્રતિજ્ઞા લીધી.
પંચ મહાવ્રત ઉચરી રે કહે ધનો અણગાર, આજ થકી કહ્યું હવે રે, સુણો પ્રભુ જગદાધાર, છઠ્ઠ તપ આંબિલ પારણે રે, કરવો યાવજીવ,
ઈણ માંહે ઓછો નહીં રે, એ તપ કરવો સદેવ. તમે લોકો વાત સમજ્યા? દીક્ષા ગ્રહણ કરતાં જ ધન્યભાગી મુનિવરે પ્રતિજ્ઞા કરી - “જીવનપર્યત છઠ્ઠ તપ - બે ઉપવાસ કરીશ અને પારણાં આયંબિલથી કરીશ!” આયંબિલ પણ કેવું? એ સમયે આજના જેવું આયંબિલમાં લોકો ખાતા ન હતા. કેવો શુષ્ક અને નીરસ આહાર કરતા હતા એ મુનિ? કવિએ કહ્યું છે -
૨૧૨
શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #223
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠ તપ આંબિલ પારણે. લિયો નીરસ હો વિરસ આહાર કે, માખી ન વાંછે એહવો, દિયે આણી હો દેહને આધાર કે...
તે મુનિ જગ વંદીએ. આંબિલનો એવો આહાર એ મુનિ ગોચરીમાં લાવતા હતા કે જેની ઉપર માખી પણ બેસવાનું પસંદ કરતી ન હતી !! ૧૪ હજાર શ્રમણોમાં શ્રેષ્ઠ શ્રમણ :
જ્યારે ભગવાન મહાવીર કાકંદીમાંથી વિહાર કરતા કરતા રાજગૃહી પધાર્યા, ત્યારે મહારાજા શ્રેણિક સમગ્ર પરિવારની સાથે ભગવાનને વંદન કરવા અને દેશના સાંભળવા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. દેશના સાંભળીને શ્રેણિકે વિનયથી ભગવંતને
પૂછ્યું :
ચૌદ સહસ અણગારમાં રે, કુણ ચઢતે પરિણામ?
કહો પ્રભુજી કરુણા કરી રે. નિરૂપમ તેહનું નામ “હે પ્રભુ, આપના ૧૪ હજાર શિષ્યોમાં પ્રતિક્ષણ વર્ધમાન -શુભ પરિણામ કયા મુનિનાં છે? મારી ઉપર કરુણા કરીને એ મહામુનિનું નામ બતાવવાની કૃપા કરો.” . ભગવાને કહ્યું ઃ શ્રેણિક એ ધન્યનામ છે. ધનો અણગાર સર્વ તપસ્વીઓમાં શ્રેષ્ઠ અને પ્રતિપલ વર્ધમાન પરિણામવાળો ! “અનુત્તરોપપાતિક સૂત્ર'માં ધના અણગારના વિષયમાં ભગવાન મહાવીરે જે પ્રશંસા કરી છે - એ સાંભળીને શ્રેણિક સ્વયે વૈભારગિરિ ઉપર જાય છે અને તે મહામુનિને ધ્યાનસ્થ દશામાં ઊભેલા જુએ છે. માત્ર અસ્થિપિંજર જ જુએ છે. મુખ પર શાન્તિ, ઉપશમ અને પ્રસન્નતા જ, દેખાય છે. રાજા શ્રેણિકે ભાવપૂર્વક વંદના કરી અને કહ્યું: “જે રીતનું ભગવાને મુનિનું વર્ણન કર્યું હતું એવું જ રૂપ દેખાય છે.”
‘દીક્ષા લીધાને આઠ માસથયા હતા. છઠ્ઠ તપને પારણે આયંબિલનું તપ કરતાં એમણે શરીરનું માંસ, રધિર બાળી નાખ્યું હતું. તપની આગમાં શરીર બળી ગયું હતું. જાણે કે બળેલું બાવળવૃક્ષ જેણે ગૃહસ્થજીવનમાં એક પણ આયંબિલયાતો એકાસણું પણ કર્યું ન હતું, જે મહેલ જેવી હવેલીમાં જન્મ્યો હતો, ૩ર કરોડ સુવર્ણમુદ્રાઓનો માલિક હતો, ભદ્રાનો એકનો એકપુત્ર હતો, ખૂબલાડકોડમાં ઊછરીને મોટો થયો હતો, ૩ર પનીઓનો સ્વામી હતો, ભોગોપભોગની વિપુલ સામગ્રી હતી, એવો ધન્યકુમાર દીક્ષા લઈને શરીર પ્રત્યેનિસ્પૃહઅને અનાસક્ત બનીને ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરે છે. કેવું એનું મનોબળ હશે?” આત્મશુદ્ધિની કેવી તમન્ના હશે ? વૈભારગિરિના પહાડી વિસ્તારમાં દિવસો સુધી ધ્યાનસ્થ ઊભા રહેવું -નિર્ભય અને નિશ્ચલ ઊભા રહેવું, મામુલી વાત તો નથી જ. કવિએ કહ્યું છે -
નિરા ભાવના
૨૧૩
Page #224
--------------------------------------------------------------------------
________________
વાંદી સ્તવી રાજા વળ્યો, ૠષિ કીધું અનશન તિહાં હેવ. વૈભારિગિર એક માસનું પાળી હો તે ઉપન્યો દેવ...
જ્યારે મુનિને લાગ્યું કે મારો અંત નજીક છે, આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે, એટલે તેણે એક માસનું અનશન ગ્રહણ કરી લીધું. એટલે કે એક માસના ઉપવાસ ! એવા મુનિવર જેવું આપણે તપ નથી કરી શકતા, નથી તો જંગલમાં ધ્યાન લગાવી શકીએ છીએ. પરંતુ ભાવભક્તિપૂર્વક એમનું નામ સ્મરણ કરવામાં આવે, તો પણ પાપોનો નાશ થઈ જાય અને ભવસાગરને તરી જઈએ ! કવિએ કહ્યું છે - ધનધન ધન્નો ઋષિવર તપસી, ગુણ તણો ભંડાર જી, નામ લિયેતાં પાપ પણાસે, લહિયે ભવનો પાર જી...
અનશન તપ પૂર્ણ થતાં ધન્ના અણગારનો સ્વર્ગવાસ થયો. તેમનો આત્મા અનુત્તર દેવલોકમાં ‘સર્વાર્થસિદ્ધ' નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ભગવાન મહાવીર સ્વામીએ સમવસરણમાં કહ્યું ઃ ‘સર્વાર્થસિદ્ધ દેવલોકમાં એ ૩૩ સાગરોપમ એટલે કે અસંખ્ય વર્ષનું આયુષ્ય ભોગવશે. તે પછી એનો જન્મ ‘મહાવિદેહ’ ક્ષેત્રમાં થશે. તે દીક્ષા લેશે. સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામશે.
અંતમાં કવિ ‘જ્ઞાનસાગરજી’ કહે છે -
એહવા સાધુ તણા પાય વંદી, કરીએ જન્મ પ્રમાણ જી, જિહ્વા સફળ હોવે ગુણ ગાતાં, પામીજે કલ્યાણ જી.
એવા સાધુપુરુષના ચરણોમાં વંદના કરીને જીવનને સફળ બનાવીએ અને જિહ્વાને ય સફળ બનાવીએ મુનિગુણગાનથી. આ રીતે આત્મકલ્યાણ કરીએ. ગુણપ્રશંસા - શ્રેષ્ઠ ગુણ :
ગુણવાન પુરુષોની પ્રશંસા કરતા રહો. ગુણોનું કીર્તન કરતા રહો. કહેવામાં આવ્યું છે કે -
૨૧૪
ગુણરયણ મંડિયાણું બહુમાણે જો કરેઈ સુદ્ધમણો । સુલહા, અન્નજન્મમ્મિ, તસ્ય ગુણા હોતિ નિયમેણ
ગુણરત્નોથી સુશોભિત સત્પુરુષોનું શુદ્ધ મનથી બહુમાન કરનારાઓને બીજા જન્મમાં એ ગુણ અવશ્ય પ્રાપ્ત થાય છે. જે પુરુષના હૃદયમાં ઉત્તમ-શ્રેષ્ઠ ગુણો પ્રત્યે અનુરાગ હોય છે, તે તીર્થંકરપદ’ પણ પ્રાપ્ત કરી શકે છે. તપશ્ચર્યા... સમતા, ઉદાસીનતા સહિત કરેલી તપશ્ચર્યા એક મહાન ગુણ છે. એ ગુણવાળા તપસ્વીને સદૈવ આપણા નમસ્કાર હો... નમસ્કાર હો.
આજે બસ, આટલું જ.
શાન્તસુધારસ : ભાગ ૨
Page #225
--------------------------------------------------------------------------
________________
વીરાં
પ્રવચન ૪૩
૩. નિર્જરા ભાવના • સંકલના :
તપના મહિમાનું ચિંતન કરો. તપની આંધી, કર્મોનાં વાદળો. અર્જુનમાળી હત્યારો કેવી રીતે બન્યો ? અર્જુનમાળીને લોકો મારે છે. તપથી વાંચ્છિત ફળની પ્રાપ્તિ. તપથી શત્રુ મિત્ર બને છે. તપ જિનાગમોનું પરમ રહસ્ય. બાહ્ય ૬ પ્રકારનું તપ. અનશન તપ.
:
એક અજીબ અનુભવ. ઊણોદરી તપ.
વૃત્તિસંક્ષેપ વ્રત.
રસત્યાગ તપ.
રસમૃદ્ધિ જીવનું પતન કરાવે છે. સંલીનતા તપ.
કાયક્લેશ તપ ઃ સાધુજીવનમાં વિશેષ.
Page #226
--------------------------------------------------------------------------
________________
પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ' મહાકાવ્યમાં ‘નિર્જરા ભાવનાને સારંગ રાગમાં નિબદ્ધ કરે છે.
विभावय विनय तपोमहिमानम् बहुभवसञ्चितदुष्कृतममुना, लभते लघु लधिमानम् । विभा. १ याति घनाऽपि घनाघनपटली, खरपवनेनविरामम् । भवति तथा तपसा दुरिताली, क्षणभंगुर परिणामम् । विभा. २ वाञ्छितमाकर्षति दूरादपि रिपुमपि व्रजति वयस्यम् । ' तप इदमाश्रय निर्मलभावादागम परमरहस्यम् । विभा. ३ अनशनमूनोदरतां वृत्ति-हासं रसपरिहारम् । भज सांलीन्यं कायक्लेशम्, तप इति बाह्यमुदारम् । विभा. ४ प्रायच्चित्तं वैयावृत्यं स्वाध्यायं विनयं च । कायोत्सर्ग शुभध्यानं आभ्यन्तरमिदमं च । विभा. ५ આજે આપણે આ કાવ્યના પાંચ શ્લોકો પર વિવેચન કરીશું. બાકીના ત્રણ ઉપર આવતી કાલે. પહેલાં પાંચ શ્લોકોનો અર્થ સાંભળી લો. ૧. ઓ વિનય, તું તપના મહિમાનું સારી રીતે ચિંતન કર. એના પ્રભાવે
જનમોજનમનાં એકત્ર થયેલાં પાપો એકદમ ઓછાં થઈ જાય છે. . ૨. વાદળોનો કાફલો ગમે તેટલો ઘનઘોર બનીને છવાયો હોય, પરંતુ ધીરૂપે
આવતી હવાના હાથે તે વેરવિખેર થઈને છૂટો પડી જાય છે. એ જ રીતે તપશ્ચર્યાના અપ્રતિમ તેજથી પાપોની હારમાળાઓ પણ બળીને રાખ થઈ જાય
૩. તપનો પ્રભાવ દૂર રહેલા મનોવાંચ્છિત પદાર્થોને પાસે ખેંચી લાવે છે. દુશ્મનને દોસ્ત બનાવી દે છે. તપ તો જિનાગમોના પરમ રહસ્યરૂપ છે. તું એ તમને
નિર્મળ મનથી, સ્વચ્છ અંતઃકરણથી અપનાવી લે. ૪. અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સંલીનતા અને કાયાક્લેશ - આ
તપના છ પ્રકારો છે અને તે બાહ્ય પ્રકારો છે. ૫. પ્રાયશ્ચિત્ત, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વિનય, કાયોત્સર્ગ અને શુભ ધ્યાન - આ છે
પ્રકારો આત્યંતર તપના છે. તપના મહિમાનું ચિંતન કરો:
કાવ્યના પ્રારંભમાં ઉપાધ્યાયજી કહે છે - પોતાની જાતને સંબોધિત કરતાં કહે ૨૧૬
સુધારસઃ ભાગ ૨
Page #227
--------------------------------------------------------------------------
________________
છે ઃ “વિનય, તું તપના મહિમાનું સારી રીતે ચિંતન કર.” કારણ - પ્રયોજન બતાવ્યું - ભવોભવનાં સંચિત પાપકર્મોનું ઓછું થવું ! હા, માત્ર તપના મહિમાનું ચિંતન કરો અને પાપકર્મો ઓછાં કરો ! આ તો મનની ક્રિયા માત્ર છે. જો કે ચિંતન કરવા માટે જુદા જુદા વિષય જોઈએ. આવા કેટલાક વિષય બતાવું છું. આ બધા ઉપર તમે વિસ્તારથી ચિંતન કરી શકશો. હું તો માત્ર નિર્દેશ કરું છું.
૧. એક વર્ષ સુધી તપ કરતાં (ઉપવાસમાં) કાયોત્સર્ગ ધ્યાનમાં અડગ ઊભા રહ્યા હતા તે મહાત્મા બાહુબલીને યાદ કરો. એમનું સ્મરણ આપણાં પાપોનો નાશ કરે છે.
૨. તપના પ્રભાવે અસ્થિર સ્થિર થઈ જાય છે. વક્ર હોય તે સરળ બની જાય છે. દુર્ગમ હોય છે તે સુગમ થઈ જાય છે અને દુઃસાધ્ય હોય છે તે સુસાધ્ય બની જાય
૩. શ્રમણ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ જીવનપર્યંત છઠ્ઠને પારણે છઠ્ઠનું તપ કર્યું અને તેમને ‘અક્ષીણ મહાનસી’નામની મહાલબ્ધિ પ્રાપ્ત થઈ હતી - એ ગૌતમ સ્વામી આપણું કલ્યાણ કરો.
૪. ગૌહત્યા, ગર્ભહત્યા, ગર્ભવતી બ્રાહ્મણીની હત્યા... વગેરે ઉગ્ર પાપો કરનાર દૃઢ પ્રહારી મહામુનિ બનીને તપશ્ચર્યા શરૂ કરીને શુદ્ધ પવિત્ર બન્યા. એમનું સ્મરણ આપણા આત્મભાવને શુદ્ધ કરે છે.
પ. નંદીષેણ મહર્ષિએ પૂર્વભવમાં તીવ્ર તપ કર્યું હતું. એના પ્રભાવે એ વસુદેવ બન્યા અને હજારો વિદ્યાધર કન્યાઓના પતિ બન્યા.
૬. હરિશી મુનિ ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિના ન હતા, પરંતુ તીવ્ર તપ અને મંત્રના પ્રભાવે દેવ અને અસુરો એમની સેવા કરતા હતા ! આવા મહામુનિ સર્વનું કલ્યાણ કરો.
૭. જે તપથી નિકાચિત કર્મોનો પણ નાશ કરી શકાય છે, એવું વિધિપૂર્વક અને નિયાણારહિતપણે કરવામાં આવતું તપ - એ તપની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
૮. શ્રીકૃષ્ણે ભગવાન નેમિનાથને પૂછ્યું હતું : “ભગવંત, આપના ૧૮ હજાર સાધુઓમાં અતિદુષ્કર તપ કરનાર કોણ મુનિ છે ?” નેમનાથ ભગવાને જવાબ આપ્યો ઃ એવા તો ઢંઢણ મુનિ છે. આવા મુનિરાજનું સ્મરણ આપણાં કર્મોનો નાશ કરો.
૯. ભૂતાવેશને કારણે પ્રતિદિન જે સાત સાત જીવોનો વધ કરતો હતો એ અર્જુનમાળી ચારિત્રધર્મ લઈને દુષ્કર તપશ્ચર્યા કરીને સિદ્ધિ પામ્યો - એનું
નિર્જરા ભાવના
૨૧૭
15
Page #228
--------------------------------------------------------------------------
________________
સ્મરણ આપણાં કર્મોનો નાશ કરો.
આ રીતે તપના મહિમાનું ચિંતન-મનન કરતા રહો. તપની આંધી, કર્મોનાં વાદળોઃ
વાદળોનો કાફલો ભલેને ગમે તેટલો ઘનઘોર બનીને છવાયો હોય, પરંતુ આંધીથી તે વેરવિખેર થઈ જાય છે. એ રીતે તપની આંધી દ્વારા કર્મવાદળોનો સમૂહ વિખરાઈ જાય છે. આ બાબતમાં આજે હું તમને અર્જુન માળીની વાર્તા સંભળાવું છું. વાર્તા ભગવાન મહાવીરના યુગની છે.
રાજગૃહી નગરીના બાહ્ય પ્રદેશમાં એક સુંદર ઉપવન હતું. ત્યાં “મુદુગર યક્ષનું મંદિર હતું. એ મંદિરની પૂજા અર્જુન નામનો માળી કરતો હતો. અર્જુન માળી તેની પત્ની બંધુમતી સાથે રાજગૃહીમાં રહેતો હતો. બંધુમતી અત્યંત રૂપવતી હતી. રંભા, ઉર્વશી જેવું એનું સૌન્દર્ય હતું.
એક દિવસે અર્જુન તેની પત્ની સાથે ઉપવનમાં ગયો. મુદ્ગર યક્ષની તેણે પૂજા -સ્તવના કરી. આમ તો અર્જુન ઉપર યક્ષની મોટી કૃપા હતી. પતિ-પત્ની આનંદથી ઉપવનમાં ફરતાં હતાં. એટલામાં ત્યાં છ ચરિત્રહીન - દુરાચારી પુરુષો આવ્યા. તેમણે બંધુમતીને જોઈ અને તે લોકો કામવશ બની ગયા. તેમણે અર્જુનને એક વૃક્ષ સાથે બાંધી દીધો અને બંધુમતી સાથે સંભોગ કર્યો. બળાત્કાર કર્યો.
અર્જુન માલી અત્યંત કોપાયમાન થયો. તેણે પોતાના આરાધ્ય મુદ્ગર યક્ષને પ્રાર્થના કરીઃ “મારા દેવ આજે મને સહાય કરજો.' તરત જ યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ કર્યો. એ છએ જણા તો નગરમાં ભાગી જવા લાગ્યા. અર્જુન માળીએ પીછો કરીને એ છએ પુરુષોને મુદ્ગરથી મારી નાખ્યા, એક સ્ત્રીને પણ મારી નાખી. એ રીતે છ માસ સુધી પ્રતિદિન છ પુરુષોને અને એક સ્ત્રીને મારતો રહ્યો. નગરમાં ભય...આતંક છવાઈ ગયો. અર્જુન માળીમાં યક્ષની શક્તિ હતી ને?.
જે સમયે રાજગૃહીમાં અર્જુનમાળીનો આતંક છવાયેલો હતો. એ સમયે રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. વાત નગરમાં ફેલાઈ ગઈ. નગરનો શ્રીમંત અને સદાચારી શેઠ સુદર્શન ભગવાન મહાવીરને વંદન કરવા પોતાની હવેલીમાંથી નીકળ્યો. સુદર્શનને રાજમાર્ગ ઉપર જોઈને અર્જુન માળી એને મારવા દોડ્યો, એ સમયે સુદર્શન સાવધાન બની ગયો. “જો હું આ ઉપસર્ગમાંથી બચી જઈશ, તો જીવનપર્યત ચોવિહાર કરીશ” અને એણે ત્યાં ઊભા રહીને જ નમુત્થણ સૂત્રનો પાઠ કરીને ધ્યાન લગાવી દીધું.
જેવો અર્જુનમાળીએ શેઠને મારવા મુદુગર ઉઠાવ્યો, તો તેનો હાથ આકાશમાં જ ખંભિત થઈ ગયો. એ શેઠને મારી ન શક્યો અને એના શરીરમાંથી યક્ષ બહાર ૨૧૮
શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #229
--------------------------------------------------------------------------
________________
નીકળીને ભાગી ગયો.
જેવો યક્ષ શરીરમાંથી નીકળ્યો, તેવો જ અર્જુનમાળી જમીન ઉપર ઢળી પડ્યો. થોડી ક્ષણો પછી એની મૂચ્છ દૂર થઈ. તે ઊભો થયો. તેણે સુદર્શનને પૂછ્યું તમે
ક્યાં જઈ રહ્યા છો ?” શેઠે કહ્યું: ‘ગુણશીલ ચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા છે, હું એમને વંદન કરવા જાઉં છું.અર્જુનમાળીએ કહ્યું “શું હું પણ તમારી સાથે આવી શકું?” શેઠે પ્રત્યુત્તર આપ્યો, અવશ્ય, પ્રભુ તો સર્વ જીવો પર કરુણાવંત છે.' અર્જુનમાળી શેઠની સાથે ભગવાનની પાસે ગયો.
ભગવાનની દેશના સાંભળીને અર્જુનમાળી વિરક્ત બન્યો અને ભગવાન પાસે દિક્ષા લીધી-ચારિત્રધર્મનો સ્વીકાર કર્યો. એનું મન કરેલાં પાપો માટે બળી રહ્યું હતું. ભગવાનની આજ્ઞા લઈને અર્જુન મુનિ રાજગૃહીના પ્રવેશદ્વાર પાસે જ કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેવા લાગ્યા. કવિએ કહ્યું છે કે -
કિધારે કર્મ ખપાવવા કાજ રાજગૃહી પાસે રહ્યા અષિરાજ, યક્ષરૂપે હણીયા જે જીવ, તેહનું વેર વાળી મારે રે સદેવ ભવિ સાંભલો. થપાટ, પાટું ને મુષ્ટિપ્રહાર, નિવિડ જેડા ને પથ્થર પ્રહાર ઝાપટ કોરડા નહીં પાર હણે લાઠી કેઈ નર હજર... ભવિ સાંભલો. શુભ ભાવે સાધુ સહે સદેવ તેરા કીધા તે ભોગવ જીવ, અભ્યાસ માણી શુભ ધ્યાન
કેવલ લહી પામ્યા શિવસ્થાન. ભવિ સાંભલો. અર્જુન માલીને લોકો મારે છે :
આખા નગરમાં વાત ફેલાઈ ગઈ છે કે “પેલો હત્યારો અર્જુનમાળી સાધુ બનવાનો ઢોંગ રચીને નગરની બહાર ઊભો છે. ધીમે ધીમે લોકો એ તરફ જવા લાગ્યા. અર્જુન માળીએ કોઈના ભાઈને માર્યો હતો, તો કોઈના પિતાને, કોઈના પુત્રને તો વળી કોઈની માતા યા પત્નીને માયાં હતાં. આમ આખું નગર એનું શત્રુ હતું. સૌના મનમાં વેરની આગ સળગી રહી હતી. એટલા માટે લોકોએ અર્જુન માળીને મારવાની શરૂઆત કરી. લોકોમાંથી કોઈ લાકડીથી મારે છે. તો કોઈ મુષ્ટિપ્રહાર કરે છે... આમ વિવિધ રીતે મુનિને લોકો મારે છે. શરીર લોહીથી. નિર્જરા ભાવના
(૨૧૯
Page #230
--------------------------------------------------------------------------
________________
ભીંજાઈ ગયું. મુનિવરે તો વિચાર કર્યોમેં જે કુકમ - હત્યાઓ કરી હતી એનું ફળ મારે સમભાવથી ભોગવવું પડશે. લોકો દુષ્ટ નથી. હું દુષ્ટ છું. આમ મુનિ ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે. પ્રહાર સહન કરે છે અને ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પહોંચી જાય છે. કેવળજ્ઞાની બન્યા અને મોક્ષ સુધી પહોંચી ગયા.
ઘોર ઉપસર્ગોના સમયે સમતા રાખવી, તપને અખંડ રાખવું, સામાન્ય ઘટના નથી. અપૂર્વ-અભુત ઘટના છે. તપથી વાંચ્છિત ફળની પ્રાપ્તિ:
હવે આપણે ૩જા શ્લોક પર વિવેચન કરીશું. એમાં પહેલી વાત એ છે કે “તપથી દૂર રહેલાં વાંચ્છિત ફળોની પ્રાપ્તિ થાય છે.” તમે જંબૂકુમારના જીવનચરિત્રની વાત સાંભળી હશે તો ખબર હશે કે જંબૂકુમાર પૂર્વજીવનમાં શિવકુમાર નામના રાજકુમાર હતા. યુવાવસ્થામાં એ વિરક્ત બન્યા હતા. ચારિત્ર લેવાની તીવ્ર ભાવના હતી, પરંતુ રાજારાણી રજા આપતાં ન હતાં. આયંબિલ કર્યા અને ઘરમાં રહીને જ ભાવસાધુતાનું પાલન કર્યું. જંબૂસ્વામીના જન્મમાં ૧૬ વર્ષની ઉંમરે તેમને ચારિત્ર મળ્યું. વાંચ્છિત ફળની પ્રાપ્તિ થઈ.
બીજું ઉદાહરણ સંભળાવું છું- કૃષ્ણ મહારાજાનું. જરાસંધ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. એ સમયે જરાસંઘે શ્રીકૃષ્ણની સેના ઉપર જરાવિદ્યાનો પ્રયોગ કર્યો હતો. કૃષ્ણની સેના મૂચ્છિત થઈ ગઈ હતી. શ્રીકૃષ્ણ ચિંતાતુર બન્યા. એ સમયે નેમિકુમાર શ્રીકૃષ્ણના રથના સારથિ હતા. તેમણે શ્રીકૃષ્ણને કહ્યું: ‘ચિંતા ન કરો, અમનું તપ કરો. દેવી પદ્માવતીનું ધ્યાન ધરો. દેવી પ્રકટ થશે. ત્યારે તેમની પાસે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા માગજો. દેવી પ્રતિમા લાવી આપશે. એ પ્રતિમા ઉપર જલાભિષેક કરજો અને એ પાણી સેના ઉપર છાંટો. ‘જરાવિદ્યા' ભાગી જશે અને આપણો જરાસંધ ઉપર વિજય થશે. ત્રણ દિવસ તમે તપ અને ધ્યાનમાં રહેશો તો સેનાની રક્ષા હું કરીશ. , શ્રીકૃષ્ણ અઠ્ઠમ તપ કર્યું. દેવી પદ્માવતી પ્રસન્ન થયાં. શ્રી પાર્શ્વનાથની પ્રતિમા જે પદ્માવતીની પાસે હતી તે લાવીને કૃષ્ણને આપી દીધી. શ્રીકૃષ્ણ જલાભિષેક કર્યો અને તે જળ સેના ઉપર છાંટ્યું. સેના જાગૃત થઈ ગઈ, યુદ્ધ થયું, શ્રીકૃષ્ણનો વિજય થયો. તપથી મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
બીજી વાત ગ્રંથકાર કહે છે રિપુષિ વૃતિ વયમ્ I શત્રુ મિત્ર બની જાય છે. તપથી શત્રુ મિત્ર બને છે :
આવિષયમાં બલભદ્ર મુનિનું દ્રષ્ટાંત આદર્શરૂપ ગણાય છે. તે પ્રાયઃ જંગલમાં જ | ૨૨૦
શાન્તસુધારસ: ભાગ ૨
Page #231
--------------------------------------------------------------------------
________________
રહેતા હતા. અતિ રૂપવાન હતા. કોઈ વાર તે પંદર દિવસના ઉપવાસ કરતા, તો કોઈ વાર મહિનાના ઉપવાસ કરતા. જંગલના માર્ગથી જે કોઈ સાથે નીકળે તો પારણાના દિવસે એમને કોફલાથી ભિક્ષા મળી જતી હતી. જંગલનાં પશઓ એમનાં મિત્ર બની ગયાં હતાં ! હિંસક પશુ પણ બલભદ્ર મુનિની પાસે પોતાનો હિંસક ભાવ ભૂલી જતાં હતાં અને તેમના ચરણોમાં બેસતાં હતાં.
કોઈને - શત્રુને મિત્ર બનાવવાનો અસાધારણ ઉપાય છે - તપ. એટલા માટે તપનું આચરણ કરતા રહો. ગ્રંથકાર ત્રીજી વાત કરે છે - “તપ જિનાગમોમાં પરમ રહસ્યભૂત છે.” તપ - જિનાગમોનું પરમ રહસ્ય : - જિનેશ્વર તીર્થકર ભગવાનનાં વચનોને જિનાગમ' કહે છે. જિનેશ્વર અર્થ કહે છે. ગણધર સૂત્રની રચના કરે છે. સૂત્રની રચનાનું પ્રયોજન મોક્ષમાર્ગ પ્રદર્શિત કરવાનું હોય છે. જિનાગમોના સ્વાધ્યાયથી કર્મોની નિર્જરા થાય છે. આ દ્રષ્ટિથી તપ જિનાગમોનું પરમ રહસ્ય છે. તપથીય કર્મોની નિર્જરા થાય છે. જિનાગમોનું અને તપનું એક જ લક્ષ્ય છે - કર્મનિર્જરા.
એટલા માટે નિર્મળ ચિત્તથી તપની નિર્મળ આરાધના થાય છે. આવું તપ બાહ્ય અને આત્યંતર બે પ્રકારનું છે. 'બાહ્ય તપ : ' જેતપ બીજાની નજરે પડી શકે તેને બાહ્ય તપ કહે છે અને જેતપને મનુષ્ય જોઈ ન શકે તે આત્યંતર તપ કહેવાય છે. પહેલાં બાહ્ય તપના ૬ પ્રકારોનું વિવેચન કરીશું.
વિવેચનની પૂર્વે ભાવનાત્મક રૂપથી છ પ્રકારો બતાવું છું. ૧. અનશન હું ઉપવાસ કરીશ, એક દિવસનો, બે દિવસના, ત્રણ દિવસના....
આઠ દિવસના મહિનાના ઉપવાસ કરીશ. આખો વષકાળ ઉપવાસમાં પસાર કરીશ. સમતાભાવમાં નિમગ્ન બનીશ. મૌન રહીને સમય નિર્ગમન
કરીશ. ૨. ઊણોદરીઃ જ્યારે ઉપવાસ નહીં કરું ત્યારે અલ્પ ભોજન કરીશ. પેટ ભરીને નહીં - ખાઉં. શરીર ધમરાધનામાં અને આવશ્યક કર્તવ્યોમાં સહાયક થઈ શકે એટલું
જ ભોજન કરીશ. ૩. વૃત્તિક્ષેપ ઃ જે ભોજન કરીશ તેમાં પરિમિત વસ્તુઓ જ લઈશ. જો બે જ વસ્તુઓથી ચાલી તો ત્રીજી વસ્તુ નહીં લઉં. ભલેને ખાવાપીવાની ગમે તેટલી નિર્જરા ભાવના
. ૨૨૧ |
Page #232
--------------------------------------------------------------------------
________________
વસ્તુઓ મળતી હોય, પરંતુ હું તો માત્ર બે-ચાર વસ્તુઓ દ્વારા જ મારું ભોજન
પૂર્ણ કરીશ. ૪. રસત્યાગઃ રસોનો ત્યાગ કરીશ- દૂધ, દહીં, ઘી, ગોળ, મિઠાઈ વગેરે રસપ્રચર દ્રવ્યોનું સેવન નહીં કરું. અત્યંત આવશ્યકતા આવી પડતાં અલ્પમાત્રામાં જ
સેવન કરીશ. ૫. કાયક્લેશ શરીરને સાચવીશ નહીં. કેટલાંક કષ્ટ સહન કરવાની આદત
પાડીશ. કલાકો સુધી કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહીશ. ઊભડક આસને બેસીશ. ગરમીના દિવસોમાં ગરમી અને ઠંડીના દિવસોમાં ઠંડી સહન કરવાની
આદત પાડીશ. ૬. સંલીનતા : કાચબાની જેમ મારી ઇન્દ્રિયોને સંગોપિત રાખીશ. ઇન્દ્રિયોને
આત્મભાવમાં - આત્મચિંતનમાં લીન રાખીશ. મનને પણ આર્તધ્યાન - રૌદ્રધ્યાનમાં નહીં જવા દઉં. ક્રોધાદિ કષાયોનો નિગ્રહ કરીશ. આમ તો સંલીનતાના બે પ્રકારો છે - ઇન્દ્રિય સંલીનતા અને નોઈદ્રિય સંલીનતા..
જે રીતે કાચબો પોતાનાં અંગોને છુપાવી રાખે છે. એ રીતે સાધુ પોતાનાં અંગ -ઉપાંગોને છુપાવી રાખી - ગોપિત રાખી શરીરને નિરર્થક હાલવા-ચાલવા ન દે. ઈન્દ્રિયોને નિરર્થક ગમન-અગમન કરવા ન દે; ચંચળ ન બનવા દે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને વિષયોમાં જતી ઈન્દ્રિયોને રોકે અને ઇન્દ્રિયોને શુભ ભાવમાં જોડી રાખે.
નોઈદ્રિય એટલે કે મન. જે રીતે ઇન્દ્રિયોની સંલીનતાને તપ કર્યું છે, એ રીતે મનની સંસીનતાને પણ તપ કહ્યું છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત મન સંલીન કહેવાય છે. જ્યારે મનમાં ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, એ વખતે મન સંલીન નથી રહી શકતું. ઉદ્વિગ્ન રહે છે, સંતપ્ત રહે છે. એટલા માટે ક્રોધાદિ કષાયો મનમાં આવે જ નહીં એ રીતે મનને જ્ઞાનોપાસનામાં - ધ્યાનસાધનામાં અને ચરિત્રની ક્રિયામાં જોડાયેલું રાખો. ઉપવાસ અને તપઃ
ઉપવાસ અને આયંબિલ આ યુગમાં પણ વધતાં રહ્યાં છે. જે સમયમાં વિષયોનો ભોગ-ઉપભોગ જ જીવનનો પર્યાય બની ગયો છે, દુરાચાર અને વ્યસન જ સર્વવ્યાપી બન્યા છે, એ સમયમાં આપણા જૈન સમાજમાં મહિનાના ઉપવાસ, ૧૫૧૬ દિવસના ઉપવાસ, આઠ દિવસના...ચાર..ત્રણ, બે એક દિવસના ઉપવાસો પણ વધતા જાય છે. સારું છે. પરંતુ આવી તપશ્ચર્યા કરનારાઓના જીવનમાં જ્યારે વધારે પડતી રસગૃદ્ધિ જોવા મળે છે, વ્યસનોનો દાનવ જોવા મળે છે, દુરાચારોની
| ૨૨૨
આ શોન્તસુધારસઃ ભાગ ૨ |
Page #233
--------------------------------------------------------------------------
________________
પામરતા નિહાળવા મળે છે ત્યારે દુઃખ થાય છે.
તપ પૂર્ણ થયા પછી રાત્રિભોજન, અભક્ષ્ય કંદમૂળ આદિનું ભક્ષણ, ક્રોધલોભાદિનું યથાવત્ રહેવું. ઈત્યાદિ સહજ થઈ ગયું છે. તપશ્ચયથી સર્વ પ્રથમ તો મનુષ્યનું જીવન સદાચારી, નિર્વ્યસની, શાન્ત-પ્રશાંત અને સંયમી હોવું જરૂરી છે. તપ કરનારાઓની પાસે પરિવારની, સમાજની થોડીક સારી અપેક્ષાઓ હોય છે. તપસ્વીએ પોતાના વ્યક્તિત્વને નિષ્કલંક અને ગુણમય બનાવવું જોઈએ. એક અજીબ અનુભવઃ
છ વર્ષ પૂર્વેની આ ઘટના છે. અમે વિહાર કરતા કરતા ગુજરાતના એક ગામમાં ગયા. એ ગામમાં એક સાથે સાત સ્ત્રીઓ - જે શ્રાવિકાઓ હતી તે વંદન કરવા માટે આવી. વંદન કરીને તેમણે ઉપવાસનું પચ્ચખાણ માગ્યું. મેં આપ્યું. સાતને વરસીતપ ચાલતું હતું. મેં કહ્યું હવે એક બીજી પ્રતિજ્ઞા લઈ લો. તેમણે પૂછ્યું: “કઈ પ્રતિજ્ઞા ?” કહ્યું "ઉપવાસને દિવસે ક્રોધ ન કરવો, કોઈની સાથે ઝઘડો ન કરવો.’ તેમણે કહ્યું: ‘આ પ્રતિજ્ઞા તો ન લઈ શકીએ.’
મેં કહ્યું: ‘જો ૩૬ કલાક ભોજન વગર રહી શકો છો, ઉપવાસ કરી શકો છો તો પછી ક્રોધનો ત્યાગ શા માટે કરી શકતાં નથી?
તેમણે પ્રતિજ્ઞા ન લીધી, બધી ચાલી ગઈ. વિચારો. ઉપવાસમાં તમે ક્રોધ કરો તો તમે કેવા લાગો?તમારા વ્યક્તિત્વને દાગ લાગે છે કે નહીં? એ રીતે ઉપવાસના પારણે તમારી અપેક્ષા પ્રમાણે ખાવ ન બને કે એક-બે વસ્તુઓ ન બની તો સમતાપૂર્વક તમે પારણાં કરી શકશો? તમે તપસ્વી હો તો તમારે તપનું ગૌરવ વધારવું જોઈએ. મોટી તપશ્ચર્યા કરનારાઓએ પોતાના તપની પ્રસિદ્ધિથી દૂર રહેવું જોઈએ. તમે તપશ્ચય જેટલી ગુપ્ત રાખશો એટલી કર્મનિર્જરા વધારે થશે. તપનું વિશિષ્ટ ફળ પ્રાપ્ત થશે. તપની સિદ્ધિથી તપનું ફળ નાશ પામે છે. ઓછું મળે છે.
મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કેઃ - એક છોકરો એટલા માટે તપ કરતો ન હતો કે એના પિતા ખૂબ તપ કરતા હતા.
સાથે ખૂબ ક્રોધી સ્વભાવના હતા. - એક છોકરો એટલા માટે સામાયિક કરતો ન હતો કે તેની માતા સામાયિકમાં
ખૂબ ગુસ્સો કરતી હતી. - એક મહાનુભાવ સારું દાન આપતા હતા, છતાં પણ એમની પ્રશંસા થતી ન
હતી, કારણ કે તે પહેલાં ગુસ્સો કરતા અને પછીથી દાન આપતા.
[ નિર્જરા ભાવના
૨૨૩ |
Page #234
--------------------------------------------------------------------------
________________
ઊણોદરી તપ ઃ
જો તમારાથી ઉપવાસ આદિ તપ ન થઈ શકતાં હોય તો તમારે પ્રતિદિન ‘ઊણોદરી’ તપ કરતાં રહેવું. આ તપ ખાતાં પીતાં થાય છે. જ્ઞાની પુરુષોએ કેવા જાતજાતનાં તપ બતાવ્યાં છે ? તમે સ્વેચ્છાએ તમારી ભૂખ કરતાં ઓછું ભોજન કરો. પેટ ભરીને કદીય ભોજન ન કરો. ભોજન ભલેને તમારું પ્રિય હોય, પરંતુ કંઈક ઓછું ખાવ. આ પણ એક જાતનો તપ છે. ભૂખ હોય ૩૨ કોળિયાની, તો તમે ૨૮ યા તો ૨૫ કોળિયા જ ખાઓ. એનાથી શારીરિક સ્વાસ્થ્યનો લાભ તો થાય જ છે, આહા૨સંજ્ઞા પણ ઓછી થઈ જાય છે. તમે કદાચ જાણતા જ હશો કે સર્વ રોગોનું મૂળ તો પેટ જ છે.
તમે આયંબિલ કરો, એકાસણાં કરો, તો પેટ ભરીને ન ખાઓ. નહીંતર તમને . પેટનો રોગ થવામાં વાર નહીં લાગે. એનાથી બીજા રોગો ઉત્પન્ન થવા માંડશે. રોગોથી બચતા રહેશો તો દીર્ઘ કાળ સુધી તપ કરી શકશો. જો તમે ‘ઊણોદરી’ તપ કરતા હો તો મનમાં વિચારો કે હું તપ કરું છું. ઓછું ખાવું એ પણ એક તપ છે. આ સરળ તપ તો હું કરતો જ રહીશ.
વૃત્તિસંક્ષેપ તપ :
આ
આ તપમાં નથી ઉપવાસ કરવાનો કે નથી છઠ્ઠ-અઠ્ઠમ તપ કરવાનું છે. તપમાં તો ખાવાની વસ્તુની મર્યાદા બાંધવાની છે. તમે ભોજનમાં ૨-૩-૪-૫ યા ૧૦ વસ્તુઓ ખાવાનો સંકલ્પ કરો. ઓછામાં ઓછા ખાદ્ય પદાર્થો ખાઓ. જો દાળરોટીથી તમારું મન માની જાય, તો શાકભાજી લેવી નહીં. રોટલી યા દૂધથી ચાલી જાય, તો દાળ-શાક વગેરે ન લેવાં. ભલે તમે આયંબિલ કરો કે એકાસણું કરો. વૃત્તિસંક્ષેપ જરૂર કરો.
અમારા મોટા ગુરુદેવ આચાર્ય ભગવંત વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજે તેમના સાધુજીવનમાં ૫૦.થી વધારે વર્ષો સુધી એકાસણાં કર્યાં હતાં. એકાસણામાં ૫ દ્રવ્યોથી વધારે દ્રવ્યો લેતા ન હતા. કેટલાક ચાતુમસમાં માત્ર દાળ-રોટી - બે જ દ્રવ્યોથી એકાસણું કરતા હતા.
અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્યદેવ વિજય ભુવનભાનુસૂરીશ્વરજીએ આયંબિલ તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરી હતી. એ એવા મોટા તપમાં પણ આયંબિલમાં દ્રવ્યસંક્ષેપ કરતા હતા. કોઈ કોઈ વાર તો રોટલી પાણી સાથે ખાઈ લેતા હતા. ‘વૃત્તિસંક્ષેપ’ તપ પણ મહાન લાભદાયી હોય છે.
એક ભિક્ષુકની વાર્તા છે. તે અત્યંત રોગી હતો. એક વાર એને એક જ્ઞાની મુનિ
શાન્તસુધારસ : ભાગ ૨
૨૨૪
Page #235
--------------------------------------------------------------------------
________________
મળી ગયા. મુનિરાજે ભોજનમાં એને માત્ર ત્રણ દ્રવ્યો જ ખાવા માટેની પ્રતિજ્ઞા આપી. ભિક્ષુકે વૃઢતાપૂર્વક પ્રતિજ્ઞાનું પાલન કર્યું. કાલક્રમે તે નીરોગી બની ગયો. તેની ભિક્ષુકતા પણ દૂર થઈ. તે શ્રીમંત બન્યો, પરંતુ તે તેના ભોજનમાં ત્રણ જદ્રવ્યો લેતો હતો. ભૌતિક દ્રષ્ટિએ તો સુખી થયો જ, પરંતુ દેવગુરુનો પણ તે પરમ ઉપાસક બન્યો. એની સદ્ગતિ થાય છે. રસત્યાગ તપ:
આ તમામ તપશ્ચર્યાઓ તમે સરળતાથી કરી શકો છો. ખાવું પીવું. છતાં પણ તપ કહેવાય છે. રસત્યાગનું પણ મહાન તપ છે. દૂધ, દહીં, ઘી, ગોળ, સાકર, મિઠાઈ. મેવા... આઇસક્રીમ... શરબત ઇત્યાદિ પ્રિય રસોનો ધીરેધીરે ત્યાગ કરતા રહો. એક દિવસ દૂધ-દહીં છોડી દો. એક દિવસ ઘી છોડી દો. એટલે કે પ્રિય રસોની આસક્તિ છોડવાની છે. એક દિવસ તળેલા પદાર્થો છોડી દો, તો એક દિવસ ગોળ-સાકર છોડી દો. જ્યારે આસક્તિ તૂટી જશે, તો રસત્યાગ સરળ બની જશે. આમ તો આ તપ શરીર-સ્વાથ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. દૂધ, દહીં, ઘી વગેરે પદાર્થોના ત્યાગથી સ્વાથ્ય સારું રહે છે. ઘી-તેલમાં તળેલા પદાર્થો ન ખાવાથી કફવાયુના વિકારો મટી જાય છે. રસગૃદ્ધિ જીવનમાં પતન કરાવે છે:
શ્રી રામચંદ્રજીના પૂર્વજોના ઇતિહાસમાં અયોધ્યાના રાજા સોદાસનું વૃત્તાંત વાંચવા મળે છે. તે એક એવા મિત્રના કુસંગમાં આવી ગયા હતા કે એમની રસવૃત્તિ
અતિ પ્રબળ બની હતી અને તે મનુષ્યમાંસનું ભક્ષણ કરવા લાગ્યા હતા. દરરોજ નગરમાંથી એક બચ્ચાનું અપહરણ કરાવતો અને એને મારીને એનું માંસ રાંધીને તે ખાતો હતો. મંત્રીવર્ગે એને પદભ્રષ્ટ કર્યો હતો. એ જંગલમાં ભટકતો રહેતો હતો. અત્યંત દરિક અને માનવભક્ષી પશુ જેવો બની ગયો હતો. જૈન રામાયણ'માં આ વાત છે, તમે જરૂર વાંચજો. રસવૃત્તિની પ્રબળતા આજે પણ મનુષ્યને શરાબીમાંસાહારી બનાવી રહી છે. એટલા માટે રસવૃત્તિનો નિગ્રહ કરો.
ભૂતકાળમાં મંગુ નામના મહાન આચાર્ય થઈ ગયા. આમ તો એ જ્ઞાની હતા. એમની વાણીમાં જાદુ હતો. મથુરાની પ્રજાએ એમને મથુરામાંથી જવા ન દીધા. આચાર્યની વિભિન્ન રસોથી ભક્તિ કરતા રહ્યા. આચાર્ય પણ પડુરસભોજી બન્યા, રસગૃદ્ધિ દ્રઢ બની ગઈ. મૃત્યુ પછી મથુરાના બાહ્ય પ્રદેશમાં જે ગટર વહેતી હતી એ ગટરના અધિષ્ઠાયક દેવતા બન્યા, દેવોની ગતિ પામ્યા, પણ નિમ્નસ્તરની. એટલા માટે રસવૃત્તિનો પરિહાર કરવાનો છે.
[ નિર્જરા ભાવના
૨૨૫ |
Page #236
--------------------------------------------------------------------------
________________
સંલીનતા તપ ઃ
પ્રયત્નપૂર્વક કાયાને સ્થિર રાખવાની છે. એટલે કે ઇન્દ્રિયોની દોડધામને રોકવાની છે. ફાલતું આવાગમન અને શરીરની ચંચળતાને રોકવાનાં છે. શરીરને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આ પ્રયત્નથી ધ્યાનમાં અને જાળમાં સ્થિરતા આવશે. મનની સંલીનતા ઇન્દ્રિયોની સંલીનતા ઉપર આધારિત છે. જ્યાં સુધી શરીર ચંચળ રહેશે ત્યાં સુધી મન પણ ચંચળ રહેશે. એટલા માટે આપણે ત્યાં જૈન ધર્મમાં ‘કાઉસગ્ગ’ ધ્યાનનું મોટું મહત્ત્વ છે. કાઉસગ્ગ - કાયોત્સર્ગમાં શરીરની સ્થિરતા રાખીને ઊભા રહેવાનું છે. દૃષ્ટિ પણ સ્થિર રાખવાની હોય છે. થોડુંક પણ હલનચલન કરવાનું હોતું નથી. આસપાસની દુનિયાથી સંબંધ કાપી નાખવાનો હોય છે. ન તો આસપાસ જોવાનું હોય છે, ન તો કશું સાંભળવાનું, ન સૂંઘવાનું, ન કશું ખાવાનું કે ન તો કોઈને સ્પર્શ કરવાનો.
સંલીનતા તપનો અભ્યાસ ‘કાઉસગ્ગ ધ્યાન’માં તમે તમારા ઘરમાં એકાન્ત ખૂણે પણ કરી શકો છો. નિર્જન પ્રદેશમાં કરી શકો છો. આપત્તિ યા ઉપસર્ગના સમયે ‘કાઉસગ્ગ ધ્યાન’ અવશ્ય કરવું જોઈએ. એનાથી આપત્તિ દૂર થાય છે. ઉપસર્ગ શાન્ત થઈ જાય છે.
ન
મહાસતી મનોરમાના પતિ સુદર્શનને રાજાએ જ્યારે શૂળી પર ચડાવવાની સજા આપી હતી ત્યારે તે કાયોત્સર્ગ ધ્યાનમાં ઘરમાં જ ઊભી રહી હતી. “જ્યાં સુધી મારો પતિ કલંકમુક્ત થઈને ઘેર ન આવે ત્યાં સુધી હું કાયોત્સર્ગ ધ્યાનમાં જ રહીશ.” - જ્યારે શૂળીનું સિંહાસન થયું, સુદર્શન નિષ્કલંક સાબિત થઈને ઘેર આવ્યો, તો મનોરમાએ ‘કાયોત્સર્ગ’ પૂર્ણ કર્યું. કાયાની અને ઇન્દ્રિયોની કેવી સંલીનતા મનોરમાએ સિદ્ધ કરી હશે ?
પહેલાં કાય સંલીનતાનો - ઇન્દ્રિય સંલીનતાનો અભ્યાસ કરો. થોડો થોડો સમય અભ્યાસ કરતા રહો. ધીરે ધીરે સમયને વધારતા રહો. રાત્રિના સમયે અંધકારમાં કાયોત્સર્ગ ધ્યાન સારી રીતે થાય છે. ‘લોગસ્સ સૂત્ર’નું ધ્યાન કરો, નવકાર મંત્રનું ધ્યાન કરો. ઉવસગ્ગહરં સ્તોત્રનું ધ્યાન કરો. સમવસરણનું ધ્યાન કરો. આત્માનું મૂળરૂપ-સ્વરૂપનું ધ્યાન કરો. પરમાત્માનું ધ્યાન કરો.
આ રીતે સ્થિરતાથી બેસવાનો પણ અભ્યાસ કરવો જોઈએ. પદ્માસનમાં બેસો, સુખાસનમાં બેસો... સિદ્ધાસનમાં બેસો. આમ તો બેસવાના ભિન્ન ભિન્ન પ્રકારો છે. સ્થિરતાથી બેસવાનું છે. જરા પણ ચંચળતા ન હોવી જોઈએ.
કાયક્લેશ તપ :
જાણી-વિચારીને કાયાને ક્લેશ આપવો એ તપ છે. તડકામાં ઊભા રહેવું, તીવ્ર
શાન્તસુધારસ : ભાગ ૨
૨૨૬
Page #237
--------------------------------------------------------------------------
________________
ઠંડી સહન કરવી, કેશલુંચન કરવું, પગે ચાલવું. શારીરિક કષ્ટ સહન કરવાની શક્તિ મેળવવી જોઈએ. તરસ લાગે ત્યારે તરત જ પાણી પીવું ન જોઈએ. આ બધું સ્વેચ્છાએ કરવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે.
આપણું આ જીવને વિચિત્ર છે. કોઈ પણ સમયે કષ્ટ આવી પડે છે. કષ્ટ સહન કરવાનો અભ્યાસ હશે તો વાસ્તવિક કષ્ટ આવતાં તમે ગભરાઈ નહીં જાઓ. વિચલિત નહીં બનો. સ્વસ્થ અને બેચેન નહીં બનો. • કોઈ વાર મજબૂરીથી તડકામાં ચાલવું પડ્યું. - કોઈક વાર ભારે ઠંડીમાં રાત વિતાવવી પડી. - કોઈ વાત તીવ્ર ગરમીમાં રહેવું પડ્યું. - કોઈ વાર તરસ લાગવા છતાં પાણી ન મળ્યું.
આ બધાં કષ્ટો સહન કરવાનો અભ્યાસ હશે, તો દીનતા નહીં થાય. કાયક્લેશ તપ - સાધુજીવનમાં વિશેષઃ
સાધુજીવનમાં કાયક્લેશ તપ વિશેષ રૂપે થાય છે. મુખ્ય રૂપે તો કેશલુંચન અને પાદવિહાર. આ તપમાં વિશિષ્ટ કર્મનિર્જરા થાય છે અને કષ્ટો સહન કરવાની શક્તિ વધે છે. સાધુજીવનમાં આમેય વિશિષ્ટ કો આવે છે. એ કોને સમતાભાવે સહન કરવાનાં હોય છે. મુખ પર પ્રસન્નતાને અખંડ રાખીને સહન કરવાનાં હોય છે. .
ગૃહસ્થ જીવનમાં તમે લોકો કષ્ટોથી દૂર ભાગવાનું વિચારી રહ્યા છો. કષ્ટ, આવતાં ભયભીત થઈ જાઓ છો. કોઈ વાર શોક, રૂદન અને આનંદ પણ કરો છો. આ કાયરતા છે. નિઃસત્ત્વતા છે. તમે ભગવાન મહાવીરના ૧૦ મહાશ્રાવકોનું જીવનચરિત્ર વાંચજો, કંઈક પ્રેરણા મળશે. કંઈક સાત્ત્વિકતા પ્રાપ્ત થશે, તો જીવન સંગ્રામમાં હારશો નહીં. યાદ રાખજો કે જાણી બૂઝીને કષ્ટ સહન કરવાથી કર્મનિર્જરા થાય છે. જેમ જેમ કમનિર્જરા થતી જાય તેમ તેમ આત્મા નિર્મળ, પવિત્ર અને પ્રસન્ન થતો જશે.
આ રીતે બાહ્ય છ તપ બતાવ્યાં. હવે પછી આત્યંતર - આંતરિક છ તપ અંગે વિવેચન કરશું. -
આજે બસ, આટલું જ.
નિર્જરા ભાવના
૨૨૭
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૪ ૪. નિર્જરા ભાવના
: સંકલનાઃ ૦ આત્યંતર તપના 9 પ્રકાર.
પ્રાયશ્ચિત્ત તપ. માયા – મોટી અશુદ્ધિ. પ્રાયશ્ચિત્ત કોની પાસેથી લેવું? વૈયાવૃત્ય તપ. બીમારની વૈયાવચ્ચ - મહત્ત્વપૂર્ણ સ્વાધ્યાય તપ કોશાના ઘરમાં સ્થૂલભદ્રજી. • વિનય - એક વિશિષ્ટ તપ. • માષતષ મુનિ.
અવિનીતનું પતન.
ઉત્તરાધ્યયન સૂત્ર - પહેલો અધ્યાય • કાયોત્સર્ગ તપ• શુભધ્યાન તપ..
નિરાશંસ ભાવથી તપ કરો. • તપ - સંયમલક્ષ્મીનું વશીકરણ.
તપ -મોક્ષપ્રાપ્તિનું વચન આપે છે. તપ - ચિંતામણિ રત્ન છે. કર્મરોગ: તપ ઔષધઃ જિનાજ્ઞા અનુપાન.
Page #239
--------------------------------------------------------------------------
________________
પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્તસુધારસ’ મહાકાવ્યમાં તપના. ૬ આભ્યતર પ્રકાર બતાવતાં ગાય છે -
प्रायश्चित्तं वैयावृत्यं, स्वाध्यायं विनयं च ।
कायोत्सर्ग, शुभध्यानं आभ्यंतरमिदं च ॥ ५ ॥ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વૈયાવૃત્ય, ૩. સ્વાધ્યાય, ૪. વિનય, ૫. કાયોત્સર્ગ, ૬. શુભધ્યાન - આ છ પ્રકાર આવ્યંતર તપના છે.
સર્વ પ્રથમ ભાવનાનાં રૂપમાં ૬ પ્રકારના તપનું ચિંતન કરીએ. ૧. પ્રાયશ્ચિત્ત તપઃ મારાં વ્રત અને મહાવ્રતોમાં દોષ લાગ્યા હોય, તેમને દૂર કરવા સદ્ગુરુની પાસે સરળ હૃદયથી આલોચના કરીશ અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત
આપશે, તેનું વહન કરીશ. ૨. વૈયાવત્ય પૂજનીય પુરુષોની, ગુણવાન પુરુષોની, બીમારોની સેવાભક્તિ કરીશ - - શરીર શુશ્રુષા કરીશ. ૩. સ્વાધ્યાયઃ શાસ્ત્રસ્વાધ્યાય કરીશ. સરુના ચરણોમાં વિનયપૂર્વક બેસીને
વાચના ગ્રહણ કરીશ. શંકાનું સમાધાન શોધીશ. તત્ત્વોને યાદ રાખીશ. ૪. વિનયઃ પૂજ્યોનો, મોટાઓનો. ગુણવાનોનો વિનય કરીશ. એ આવશે ત્યારે ઊભો થઈશ. નમન કરીશ. બેસવા માટે એમને આસન આપીશ. એમને વિદાય
આપવા પણ જઈશ. ૫. કાયોત્સર્ગઃ મિથ્યા માન્યતાઓનો ઉત્સર્ગ-ત્યાગ કરીશ. ક્રોધ વગેરે કષાયોનો
ત્યાગ કરીશ. મમતા-આસક્તિ વધારનારા પદાર્થોનો ત્યાગ કરીશ. કાયાના મમત્વનો ત્યાગ કરીશ. ૬. શુભધ્યાન ચિત્તનો નિરોધ કરીશ, મનમાં આર્તધ્યાન ન પેસી જાય એટલા માટે ધર્મધ્યાનમાં મારી જાતને પરોવી રાખીશ.
આ રીતે પ્રતિદિન તપોભાવના કરતા રહેવું. એનાથી મનમાં આવ્યંતર તપ પ્રત્યે પ્રીતિ જાગશે, તપ કરવાની ઇચ્છા પેદા થશે અને યથાશક્ય તપ કરીને શક્તિમાન પણ બનશો. પ્રાયશ્ચિત્ત તપ:
જેનાથી આપણું ચિત્ત શુદ્ધ થાય તેને કહેવાય પ્રાયશ્ચિત્ત. જ્ઞાની સદ્ગુરુના ચરણોમાં બેસીને વિનયપૂર્વક સરળ હૃદયથી આપણે કરેલાં પાપો પ્રકટ કરવા, દોષોની આલોચના કરવી, ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત આપે એનો સ્વીકાર કરવો, એ પ્રાયશ્ચિત્ત તપ છે. [ નિર્જરા ભાવના
| ૨૨૯|
Page #240
--------------------------------------------------------------------------
________________
આ તપમાં મહત્ત્વપૂર્ણ વાત છે -માયાનો ત્યાગ કરીને પોતાના દોષોને ગુરુદેવની સામે પ્રકટ કરવા. માયા છોડવા વિશે પ્રશમરતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે -
नानार्जवो विशुद्धयति, न धर्ममाराधयति अशुद्धात्मा । धर्मादृते न मोक्षो, मोक्षात्परं परं सुखं नान्यत् ॥ १७० ॥ આર્જવ એટલે સરળતા. સરળતા વગર આત્મશુદ્ધિ થતી નથી. અશુદ્ધ આત્મા ધર્માચરણ નથી કરી શકતો. ધર્મ વગર મોક્ષપ્રાપ્તિ થતી નથી. મોક્ષથી મહાન કોઈ સુખ નથી. એટલા માટે કહું છું - સરળ બનો. ભવસાગરમાંથી પાર ઉતારનાર સદ્ગુરુની આગળ તો અચૂક સરળ બનો. જે સત્પરુષોને સહારે, જે મહાત્માઓના માર્ગદર્શન નીચે તમારે સંસારની કેદમાંથી છુટકારો મેળવવો છે, આત્માને વિશુદ્ધ બનાવવો છે, એમનાથી તમે તમારી અંદરની પરિસ્થિતિ છુપાવવાનો પ્રયત્ન ન કરો. તમારી શારીરિક અને વાચિક પ્રવૃત્તિઓથી તેમને વાકેફ રાખો જ, સાથે તમારી માનસિક પ્રવૃત્તિથી વાકેફ રાખો. :
મહાપવિત્ર આગમગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે “જીવાત્માએ જે રૂપમાં, જે રીતે જેવું પાપાચરણ કર્યું હોય - અપરાધ કર્યો હોય, બરાબર તે જ રીતે વિશિષ્ટ જ્ઞાની પુરુષની સમક્ષ કહી બતાવવો અને એ ગુરુદેવ જે પ્રાયશ્ચિત્ત કહે એને ભાવથી ગ્રહણ કરવું. આવું કરનારો જીવાત્મા શુદ્ધવિશુદ્ધ થઈ જાય છે. જે વ્યક્તિ એકાદ દોષનેય છૂપો રાખવા મથે છે - જાહેર કરતો નથી, એની શુદ્ધિ થતી નથી. આંતરશુદ્ધિ વગર ધર્મઆરાધના શક્ય બનતી નથી. ધર્મપુરુષાર્થ વગર એની શુદ્ધિ થતી નથી અને મોક્ષ વગર પરમ સુખ મળતું નથી.
તમને ડર લાગે છે ને કે હું મારી મનોવૃત્તિઓથી, મારાં પાપોથી એમને પરિચિત કરાવી દઈશ, તો તેઓ મારા માટે કેવો ખ્યાલ બાંધશે? મારા માટે એમના દિલમાં હલકી ધારણા બંધાઈ જશે ને? મારું છૂપું પાપ ખૂલી જશે તો?” પરંતુ હું કહું છું કે તમારે એવો ડર ન રાખવો જોઈએ. તમે એવા સત્પરષો ઉપર શ્રદ્ધાવાળા બનો કે તમે એમની સમક્ષ જે કંઈ નિવેદન કરો તે તેમના સાગર જેવા પેટમાં સમાઈ જશે. એ કદીય તમારી ગુપ્ત વાતો બીજાને કહેશે નહીં.
એ સપુરુષ હંમેશાં સરળ-નિમયી જીવોને સ્નેહભરી દ્રષ્ટિથી જ જોતા હોય છે - ઉત્તમતાની દ્રષ્ટિથી જ જોતા હોય છે. એટલે કે હું ગરદેવની નજરમાંથી ઊતરી જઈશ, નિમ્ન સ્તરનો કહેવાઈશ’ એવો ભય તમારે ન રાખવો જોઈએ. જે સાધક પોતાના સાધનાપથમાં માર્ગદર્શક એવા ગુરુદેવને પોતાનાં મન-વચન-કાયાની એકએક વૃત્તિ-પ્રવૃત્તિથી પરિચિત રાખે છે, તે સાધક નિરંતર સાધનાપથ પર પ્રગતિ કરતો રહે છે. નિરંતર આંતર પ્રસન્નતાની અનુભૂતિ કરતો રહે છે.
૨૩૦
તસુધારસ: ભાગ ૨
Page #241
--------------------------------------------------------------------------
________________
માયા - મોટી અશુદ્ધિઃ
માયા સ્વયં એક મોટી અશુદ્ધિ છે. માયા એક પ્રચંડ આગ છે. માયાની આગમાં આખીય આંતરગુણની સંપત્તિ બળીને રાખ થઈ જાય છે. સર્વનાશ થઈ જાય છે. આંતરવિકાસનું દ્વાર બંધ થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ર ઘર્મના પતિ શુદ્ધાત્મા ! અશુદ્ધ આત્મા ધર્મની આરાધના કરી શકતો નથી.
માયા આચરીને, કપટ કરીને તમે સુખ પામવા ઇચ્છો છો? કોઈને કોઈ સુખની કલ્પનાથી પ્રેરાઈને માયા કરવા માટે તૈયાર છો ને? શું એ સુખ અક્ષય હશે? એ સુખ અનંત હશે? નહીં જ ને? તે હશૈક્ષણિક અને કલ્પના માત્રનું, તે હોય છે માત્ર બાહ્ય દેખાવનું. માયાવી મનુષ્ય - કપટી મનુષ્ય કદીય આંતરિક સુખ પામી શકતો નથી. માયાની સાથે અશાન્તિ જોડાયેલી જ છે. ચિત્તની ચંચળતા જોડાયેલી જ છે. પ્રાયશ્ચિત્ત કોની પાસેથી લેવું??
પ્રાયશ્ચિત્ત ગીતાર્થ ગુરુઓ પાસેથી લેવાનું હોય છે. ગીતાર્થ એટલે જેમણે પ્રાયશ્ચિત્તના આગમગ્રંથોનું અધ્યયન કર્યું હોય અને ગુરુપરંપરાથી પ્રાયશ્ચિત્ત વિધિના જાણકાર હોય. પ્રવચન સારોદ્ધાર' નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે એવા ગીતાર્થ ગુરુની શોધ ૭00 યોજન ક્ષેત્રાવધિમાં કરવી જોઈએ. જો નજીકમાં એવા ગુરુન મળે તો બાર વર્ષ સુધી રાહ જોવી જોઈએ. જો આ રીતે શોધતાં શોધતાં ગુરુ ન મળે અને મૃત્યુ થઈ જાય તો પણ વિશુદ્ધ અધ્યવસાયને કારણે, એ તો આરાધક' જ ગણાય છે. આરાધનાનું પુણ્ય એને મળે જ છે.
શોધવા છતાં સકલ ગુણસંપન્ન ગુરુ-ગીતાર્થ પ્રાપ્ત ન થાય તો - જે સંવિગ્ન ગીતાર્થ હોય એમની પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. - એ પણ ન મળે તો સંવિગ્ન ગીતાર્થ પાક્ષિક ગુરુની પાસે આલોચના કરીને
પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. - એ પણ ન મળે તો સિદ્ધ ભગવંતની સમક્ષ આલોચના કરીને ય પાપ આલોચના
તો કરવાની જ હોય છે. તૈયાવૃત્ય તપઃ
આમ બીજું આત્યંતર તપ વૈયાવૃત્ય' નામથી પ્રસિદ્ધ છે. એનો અર્થ છે - સેવા, શુશ્રષા. વૈયાવચ્ચ ૧૦ પ્રકારની છે. એટલે કે દશ પ્રકારના ગુણીજનોની સેવા કરવાની છે. વિશેષ રૂપે સાધુ માટે એ બતાવવામાં આવી છે.
નિર્જરા ભાવના
૨૩૧]
Page #242
--------------------------------------------------------------------------
________________
આચાર્યની વૈયાવચ્ચ.
- ઉપાધ્યાયની વૈયાવચ્ચ.
-
વિશિષ્ટ તપવાળા તપસ્વીની વૈયાવચ્ચ.
શૈક્ષ (નૂતન) સાધુની વૈયાવચ્ચ. બીમાર સાધુની વૈયાવચ્ચ.
સ્થવિર એટલે કે વૃદ્ધ સાધુની વૈયાવચ્ચ. ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ.
એક જ આચાર-વિચારવાળા (સમનોજ્ઞ) સાધુઓની વૈયાવચ્ચ.
સમાન કુળ (ચાન્દ્રકુલાદિ)વાળા સાધુઓની વૈયાવચ્ચ.
કોટિગણ આદિ સમાન ગણવાળા સાધુઓની વૈયાવચ્ચ.
આ વિશેષ રૂપે વૈયાવચ્ચ-સેવા બતાવવામાં આવી છે. એમાં જે ચતુર્વિધ સંઘની વાત કરી છે એ મહત્ત્વપૂર્ણ છે. ચતુર્વિધ સંઘમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો સમાવેશ થાય છે. કુલ ગણ આદિ બતાવીને સેવાનું ક્ષેત્ર કેટલું વિશાળ છે એ બતાવવામાં આવ્યું છે. આ વાત ઉપર ગંભીરતાથી વિચાર-વિમર્શ કરવો જોઈએ. બીમારની વૈયાવચ્ચ - મહત્ત્વપૂર્ણ :
-
-
-
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે - નો શિાળ ડિવપ્નદ્ સો માં પડિવપ્નદ્ । જે ગ્લાનની - બીમારની સેવા કરે છે, તે મારી સેવા કરે છે. આ કથનનું તાત્પર્ય સમજવું જોઈએ. બીમારની સેવા કેટલી મહત્ત્વપૂર્ણ છે એ વાત મનમાં ઉતા૨વી જોઈએ. બીમાર સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની તન-મન-ધનથી સેવા કરો; એ રીતે બીજાં મનુષ્યની, પશુપક્ષીનીય સેવા કરો. પાંજરાપોળમાં જઈને જુઓ. બીમાર પશુપક્ષીઓની સેવા માટે આર્થિક સહયોગ આપો. હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં જતા રહો અને જે નિર્ધન, અપંગ દરદી હોય તેમને વચનથી આશ્વાસન આપો. દવા વગેરે જે જરૂરી હોય તે આપો. જો તમે આર્થિક દૃષ્ટિથી સંપન્ન હો તો વધારેમાં વધારે ખર્ચ બીમારની સેવામાં કરો.
જો તમે સાધુ હો, સાધ્વી હો, તો તમારી સાથે રહેનાર સાધુ-સાધ્વી જો બીમાર હોય તો સર્વ કામ છોડીને એમની સેવા કરો એવી જિનાજ્ઞા છે. સેવા - ગ્લાનની વૈયાવચ્ચ ‘અપ્રતિપાતી ગુણ’ છે. એટલે કે એ ગુણ માનવને મુક્તિ સુદ્ધાં અપાવે છે. આ ગુણને અખંડ રાખવાનો છે. જીવનનું મહત્ત્વપૂર્ણ કાર્ય સમજવાનું છે. વૈયાવચ્ચથી તમે નિકાચિત પુણ્યકર્મ બાંધી લો છો.
૨૩૨
શાન્તસુધારસ : ભાગ ૨
Page #243
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય તપ :
આપ્યંતર તપમાં શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે - ‘સ્વાધ્યાય’ તપને. સત્ત્તાય समो तवो नत्थ સ્વાધ્યાય સમાન બીજું કોઈ તપ નથી. એનું કારણ છે ‘કર્મનિર્જરા.’ વધારેમાં વધારે કર્મનિર્જરા સ્વાધ્યાયથી થાય છે. એટલા માટે જ્ઞાની પુરુષો કહે છે ‘સ્વાધ્યાય’ કરતા રહો. સ્વાધ્યાયની પરિભાષા કરતાં કહ્યું છે કે अध्ययनं = आध्यायः सुष्ठु आध्यायः स्वाध्यायः ।
જો તમે સાધુ-સાધ્વી હો તો તમારે દિવસ-રાતના આઠ પ્રહર (૨૪ કલાક)માં પાંચ સ્વાધ્યાય કરવાના હોય છે. એટલે કે ૧૫ કલાક સ્વાધ્યાય માટે હોય છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર હોય છે,
૧. વાચના : ગુરુદેવ પાસેથી વિનયપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવું. .
૨. પૃચ્છના ઃ જે ભણ્યા હો તેમાં શંકા ઊઠે અગર જિજ્ઞાસા પેદા થાય, તો પ્રશ્ન પૂછવો.
૩. પરાવર્તના જે સૂત્ર અને શંકારહિત થઈ ગયા તેમનું રોજ પુનરાવર્તન – રીવીઝન કરતા રહેવું.
૪. અનુપ્રેક્ષા : પુનરાવર્તન કરતાં કરતાં એ વિષય (Subject)માં ચિંતન-મનન કરીને તાત્પયર્થિ સમજવો.
૫. ધર્મકથા : પછી એ તત્ત્વજ્ઞાન, બીજાંને, જિજ્ઞાસુઓને સમજાવવું, ઉપદેશ આપવો.
આ રીતે જો સાધુ-સાધ્વી સ્વાધ્યાયમાં નિરત રહે, તો તે માનસરોવરના રાજહંસની જેમ આનંદ પામી શકે છે. એમનાં મન પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફ જઈ શકતાં નથી.
કોશાના ઘરમાં સ્થૂલભદ્રજી :
કોશા મગધદેશની રાજધાની પાટલીપુત્રની પ્રસિદ્ધ નૃત્યાંગના હતી. મગધનરેશ નંદના મહામંત્રી શકડાલના જ્યેષ્ઠ પુત્ર હતા સ્થૂલભદ્રજી. એમને સાત બહેનો અને એક નાનો ભાઈ હતો. સ્થૂલભદ્રજી કોશાના મોહમાં ફસાયા હતા. બાર વર્ષ વીતી જાય છે. રાજકીય ષડ્યુંત્રમાં શકડાલનું મોત થઈ જાય છે. પછી સ્થૂલભદ્રજી વિરક્ત થઈ જાય છે અને દીક્ષા-ચારિત્ર લઈ લે છે. ગુરુદેવ પાસે તે ટૂંક સમયમાં સારું જ્ઞાન પામે છે. ઇન્દ્રિયનિગ્રહ અને મનોજય કરે છે. પછી કોશાને શ્રાવિકા બનાવવા માટે કોશાની ચિત્રશાળામાં ચાતુમસ કરવા જાય છે.
નિર્જરા ભાવના
૨૩૩
Page #244
--------------------------------------------------------------------------
________________
કોશા સામાન્ય વેશ્યા ન હતી. તે શ્રેષ્ઠ નર્તકી હતી. એનું રૂપ અદ્ભુત હતું. અનેક કળાઓમાં તે પ્રવીણ હતી. સાધુના વેશમાં તેણે સ્થૂલભદ્રને જોયા કે જેને એ પતિની જેમ પ્રેમ કરતી હતી, તો એના મનમાં દુઃખ થયું, પણ એણે વિચાર્યું કે “હું એને ફરીથી રાગી બનાવી દઈશ, સાધુવેશ છોડાવી દઈશ.” અને એણે એ દિશામાં પોતાનો પ્રયત્ન શરૂ કરી દીધો. - કોશા દરરોજ ષડ્રરસનાં ભોજન બનાવે છે અને રોજ સ્થૂલભદ્રજીને વહોરાવે છે. - સોળ શણગાર સજીને એ સ્થૂલભદ્રજી સામે નૃત્ય કરતી હતી. - શૃંગાપ્રધાન ગીત સંગીતથી મુનિવરને પ્રસન્ન કરવાનો વિશિષ્ટ પ્રયત્ન કરતી
હતી. કોઈ વાર હસવું, કોઈ વાર રોવું, કોઈ વાર રીસાવું - રીઝવું.... વગેરે નાટક કર્યા કરતી હતી.
પરંતુ સ્થૂલભદ્રજી તો તત્ત્વચિંતનમાં જ મગ્ન રહેતા હતા. એમના મનમાં ન તો વિકાર ઉત્પન્ન થતા હતા કે ન તો રાગ જન્મતો હતો. એક કવિએ આ ઘટનાને સરસ રીતે કાવ્યબદ્ધ કરી છે. સાંભળો -
આવી ઊતય ચિત્રશાલી, રૂડી રતને જડી રઢીયાલી, માંહે શોભે મોતીની જાલી રે, સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૧ પકવાન તિહાં બહુભાત ઉપર ચોસઠ શાકની જાત, તો ય ન ગમે વિષયની વાત.... સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે ૨ કોશા સજી સોળ શણગાર - કાજલ કુમકુમ ને ગલે હાર, અણવઢ અંગુલી વિછિયા સારે.. સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે.. ૩ દ્વાદશ ધપમપ માદલ બાજે ભેદી, મંગલી વીણા ગાજે એમ રૂપે અપચ્છરા રાજે રે સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે.. ૪ કોશાએ વાત વિષયની વખાણી, ચૂલિભદ્ર હૃદય ન આણી, હું તો પરણ્યો સંયમ પટરાણી રે, સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૫ એહવા બહુવિધ નાટક કરિયા, યૂલિભદ્ર હૃદય ન ધરિયા, સાધુ સમતા રસના દરિયા રે સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૬ સુખ રેવો જીવે અનુભવીઓ ૨. કાલ અનંતો એમ જ ગમીયો તોયે તૃપ્તિ જીવ ન પામ્યો છે. સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે. ૭ વેશ્યાને કીધી સમકિત ધારી, વિષય સુખ-રસ નિવારી એહવા સાધુને જાઉં બલિહારી. સ્થૂલિભદ્ર મુનિ ઘર આવે... ૮
(ખુશાલવિજયજી કૃત).
શાન્તસુધારસ : ભાગ ૨
૨૩૪
Page #245
--------------------------------------------------------------------------
________________
મહત્ત્વની વાત તો એ છે કે જે સ્ત્રી સાથે ૧૨ વર્ષ સુધી રંગરાગ અને ભોગવિલાસમાં ડૂળ્યા હતા, પત્ની કરતાંય વિશેષ પ્રેમ કર્યો હતો. જે સ્ત્રી ઉપર, એની સામે ચાર-ચાર માસ સુધી નિર્વિકાર રહેવું - આત્મભાવમાં રહેવું, શું સરળ કામ છે? પરંતુ સ્વાધ્યાયમાં, તત્ત્વચિંતન-મનનમાં નિરત મુનિ માટે એ સરળ થઈ ગયું! એટલું જ નહીં, સ્થૂલભદ્રજીએ કોશાને બારવ્રતધારી શ્રાવિકા બનાવી હૃદયમાં સુદેવ ગુરુ અને સધર્મની શ્રદ્ધા જગાવી.
જિનશાસનમાં મહામુનિ દુબલિકા - પુષ્યમિત્રનું વર્ણન પણ આવે છે. એ એટલા તો સ્વાધ્યાયનિરત રહેતા હતા કે ખાધુપીધું બધું જ જ્ઞાનાગ્નિમાં બળી જતું હતું અને તે દુર્બળ શરીરવાળા જ રહેતા હતા. જ્યારે એક સાથે હજાર આયંબિલ કરનારાઓનાં શરીર ભારે બની જતાં હતાં. તે માત્ર આયંબિલ કરીને સંતોષ માની લેતા હતા. ન સ્વાધ્યાય, ન ધ્યાન, ન વૈયાવચ્ચ, ન પરિશ્રમ.
સ્વાધ્યાય શ્રેષ્ઠ તપ છે. એ કર્મોને બાળી નાખે છે અને શરીરને વધવા પણ દેતું નથી. મનને વિકારી બનવા દેતું નથી. વિનય - એક વિશિષ્ટ તપઃ
ચોથું આત્યંતર તપ છે વિનય. પ્રશમરતિમાં કહ્યું છે - વિનાયત્તા ગુમ સર્વે | સર્વે ગુણ વિનયને આધીન છે. વિનય આવે છે તો તમામ ગુણો આવી જાય
Lછે.
विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिकलं चावनिरोधः ॥ ७२ ॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात्क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥ ७३ ॥ योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः।
तत्स्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः ॥ ७४ ॥ વિનયનું ફળ શ્રવણ, (ગુરુની પાસે કરેલું) શ્રવણનું ફળ આગમજ્ઞાન, આગમજ્ઞાનનું ફળ વિરતિ, વિરતિનું ફળ સંવર, સંવરનું ફળ તપશક્તિ, તપનું ફળ નિર્જરા, નિર્જરાનું ફળ ક્રિયાનિવૃત્તિ, ક્રિયાનિવૃત્તિથી નિરોધ, નિરોધથી ભવપરંપરાનો ક્ષય થાય છે. જન્મ-મૃત્યુની પરંપરા ક્ષય હોવાથી મોક્ષપ્રાપ્તિ થાય છે. એટલા માટે સર્વ કલ્યાણોનું ભાજન વિનય છે.
એક પછી એક સર્વ કલ્યાણોની પ્રાપ્તિ કરાવનાર વિનય છે. ગુરુમુખથી તત્ત્વશ્રવણ, આગમજ્ઞાન, સર્વ પાપોથી વિરતિ, આસવોનો નિરોધ, તપશક્તિ, નિર્જરા ભાવના છે.
૨૩૫ |
Page #246
--------------------------------------------------------------------------
________________
કર્મનિર્જરા, ક્રિયાનિવૃત્ત, યોગનિરોધ અને ભવપરંપરાનો અંત... મોક્ષપ્રાપ્તિ - સર્વ કલ્યાણોનું ભાજન વિનય છે. માષતુષ મુનિ:
માષતષ મુનિવરને બે પદ પણ યાદ રહેતાં ન હતાં. એમને કેવળજ્ઞાન મળી ગયું હતું, એ વાત તો તમે જાણો છો ને? શું હતું એમની પાસે? એકમાત્રવિનય! બારબાર વર્ષ સુધી ગુરુદેવે એને મારુષ, મા તુષ બે પદો ગોખાવ્યા હતાં. ભૂલ સુધારતા રહ્યા. એ મુનિ કદી પણ અકળામણનો શિકાર ન બન્યા, વારંવાર ભૂલ બતાવનાર ગુરુ પ્રત્યે કોઈ અરુચિ યા દ્વેષ નહીં. “મને યાદ નથી રહેતું, હું યાદ નહીં કરે. મને વારંવાર કહેવું નહીં” એવી સ્પષ્ટ વાત કરવાનો અવિનય પણ એ મહામુનિએ કર્યો ન હતો. ભલેને બે પદ યાદ ન રહ્યાં, પરંતુ સમગ્ર ગ્રંથોનો સાર ‘રાગ ન કરવો, દ્વેષ ન કરવો’ એ ભાવાત્મક જ્ઞાન એવું તો પ્રાપ્ત કરી લીધું હતું કે એમણે કદીય દ્વેષ ન કર્યો, કદીય રાગ ન કર્યો. પાપોથી એ નિવૃત્ત બની ગયા. આસવ-દ્વારોને તેમણે બંધ કરી દીધાં. તપ શક્તિ પ્રકટ થઈ. કર્મોની વિપુલ નિર્જરા કરવા લાગ્યા. ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ શ્રેષ્ઠ કલ્યાણની પ્રાપ્તિનું મૂળ હતું વિનયમાં. અવિનીતનું પતન?
વિનયરહિત, બહુમાનરહિત જીવાત્મા મોક્ષમાર્ગપ્રદર્શક આચાર્યની અવગણના કરે છે. ચૌદ પૂર્વધર મહર્ષિ અને એવા બહુશ્રુત પુરુષોનું અપમાન કરે છે. મોક્ષમાર્ગની આરાધનામાં નિરંતર યત્નશીલ સાધુ પુરુષોનું અપમાન કરે છે. ન તો એ મહાત્માઓના ચરણોમાં વંદના કરે છે, ન તેમનું સ્વાગત કરે છે. એમની સેવાભક્તિ કરતો નથી. ઉત્તમ પુરુષોની અવગણના અને અવહેલના કરવી માનો એનો સ્વભાવ બની ગયો છે. એવા ઉન્મત્ત, મિથ્યાભિમાની, અવિનીત પુરષોનું દુર્ગતિમાં પતન થતું હોય છે. ઉત્તરાધ્યયન સૂત્ર - પ્રથમ અધ્યયન વિનયનુંઃ
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાની અંતિમ દેશનામાં પ્રથમ વાત વિનયની કહી છે. વાચક રામ વિજયજી નામના કવિએ વિનય-અધ્યયનની વાત એક કાવ્યમાં બતાવી છે. ખૂબ સુંદર અને સરળ કાવ્ય છે.
ગુરૂઆશા નિત્ય ઘારવી રે, પાલવ ગુરુની શીખ નિજ છંદે નવિ વર્તવુંરે તો હોય સકલી દીક્ષરે
પ્રાણી, વિનય ધરા ગુણ અંગ ૧ ૨૩૬
શાન્તસુધારસઃ ભાગ ૨
Page #247
--------------------------------------------------------------------------
________________
શિષ્ય વિનીતની ઉપરે રે, ગુરુ મન હોય સુપ્રસન્ન, આપે તેહને ઉજળું રે, આગમ-વચન રતન રે... પ્રાણી...૨ ગુરુદ્રોહી મત્સરભર્યા રે, ન કરે ગુરુ બહુમાન, તે અપમાન લહે ઘણું રે, જિમ કોહ્યા કાનનો શ્વાન રે... પ્રાણી...૩ શુકર જેમ ત્યજી શાલી રે, અશુચિ કરે આહાર,
તેમ અવિનીતને વાલહો રે, અવિનયનો આચાર રે... પ્રાણી...૪ ગુરુ અવિનય કુલ બાલુઓ રે, પડીઓ ગણિકા પાસ, ભવમાં હું મળશે ઘણું રે, બાંધી કર્મ નિરાશ રે... પ્રાણી...૫ ગુરુવચને રૂપે નહીં રે, જાણે આપણો વાંક,
તે નવદીક્ષિતની પરે રે, સાથે સાધ્ય નિઃશંક રે... પ્રાણી...૬ વિનયથી ગુણ વધે ઘણા રે, જગમાં લહે જસવાદ, ધર્મનું મૂળ વિનય કહ્યો રે, સેવો ત્યજી પ્રમાદ રે... પ્રાણી...૭ વિનયથી રીઝે દેવતા રે, વિનયથી દાનવ વશ થાય, વિનયથી ઈહભવ-૫૨ભવે રે, કાર્ય સિદ્ધિ સવિ થાય. પ્રાણી...૮ વિનયને વશ છે ગુણ સર્વ રે, તે માર્દવથી થાય,
માટે વિનીત સરલાશયી રે, પામે સુયશ સવાઈ રે... પ્રાણી...૯
વાચક રામવિજય કહે રે, વિનય કરે તે ધન્ય,
અધ્યયને પહેલે કહ્યાં રે, સાચાં વીરનાં વચન રે... માણી...૧૦
આ કાવ્યરચના ગુજરાતી ભાષામાં જ છે. એટલા માટે આ કાવ્યમાં બતાવેલી
વાતો તમે સરળતાથી સમજી શકશો.
૧. ગુરુ આજ્ઞાનો સ્વીકાર કરો.
૨. ગુરુનો ઉપદેશ શ્રદ્ધાથી સાંભળતા રહો.
૩. સ્વચ્છંદનો ત્યાગ કરો.
૪. વિનીત શિષ્ય ઉપર ગુરુપ્રેમની વર્ષા.
૫. વિનીત શિષ્યોને ગુરુ શાસ્ત્રજ્ઞાન આપે છે.
૬. જે (શિષ્યો) ગુરુદ્રોહી, ગુરુઈર્ષાથી ભરેલા હોય છે, ગુરુનું બહુમાન કરતા નથી, અપમાન કરે છે, એ સડેલા કાનવાળા કૂતરા જેવા હોય છે.
૭. જેવી રીતે ભૂંડ ભાત છોડીને વિષ્ટા ખાય છે, એ રીતે અવિનીતને અવિનય પ્રિય હોય છે.
નિર્જરા ભાવના
૨૩૭
Page #248
--------------------------------------------------------------------------
________________
૮. અવિનયી કુલવાલુકમુનિનું પતન થયું હતું. એ વેશ્યાગામી બન્યો હતો, એ
દીર્ઘકાળ સંસાર ભ્રમણ કરશે. ૯. વિનીત શિષ્ય ગુરુ પ્રત્યે રોષ કરતો નથી. ૧૦. વિનીત શિષ્ય પોતાના દોષોનું નિરીક્ષણ કરે છે. જેમ નૂતન દીક્ષિત મુનિ
પોતાની ભૂલ તરત જ માની લે છે, એ રીતે. ૧૧. વિનયથી ગુણવૃદ્ધિ થાય છે. ૧૨. વિનયથી યશ વધે છે. ૧૩. ધર્મનું મૂળ વિનય છે. ૧૪. વિનયી ઉપર દેવ અસુર પ્રસન્ન રહે છે. ૧૫. વિનયથી ભવ - પરભવમાં કાર્યોની સિદ્ધિ થાય છે. ૧૬. સર્વે ગુણો વિનયને આધીન છે. ૧૭. વિનીત સરળ આશયવાળો હોય છે.
આ રીતે વિનયતપની આરાધના કરવી જોઈએ. પાંચમું આત્યંતર તપ છે - કાયોત્સર્ગઃ
કાયોત્સર્ગની વ્યાખ્યા કરતાં પ્રવચનસારોદ્વારમાં કહ્યું છે કે કાયોત્સર્ગમાં સ્થાન, મૌન અને ધ્યાન મહત્ત્વપૂર્ણ છે. શ્વાસોચ્છવાસ સિવાય તમામ ક્રિયાઓનો. ત્યાગ કરવાનો હોય છે. કાયોત્સર્ગમાં ૧૯ દોષોનો ત્યાગ કરવાનો હોય છે. એ સિવાય પણ છ દોષો દૂર કરવા જોઈએ? ૧. કાયોત્સર્ગ એના નિયત સમય દરમ્યાન જ કરવું જોઈએ. ૨. વ્યાક્ષેપ - ચંચળતામાં મન હોય ત્યારે, આસક્ત હોય ત્યારે નહીં ૩. લોભાસક્ત ચિત્તથી ન કરવું. ૪. પાપકાર્યમાં મન ઉદ્યત હોય ત્યારે ન કરવું. ૫. વિમુખ ચિત્તથી કાયોત્સર્ગ ન કરવું. ૬. આસન આદિ ઉપર ઊભા રહીને ન કરવું. કાયોત્સર્ગ કરવાનાં મુખ્ય કારણો: ૧. આમ તો કાયક્લેશના ધ્યેય સાથે ૨. કોઈ વાર પરાજય થતાં
[૨૩૮
૨૩૮
| શાનસુધારસ : ભાગ ૨)
Page #249
--------------------------------------------------------------------------
________________
૩. પ્રતિક્રમણ આદિ ક્રિયાઓમાં ૪. ઉપસર્ગ દિવાદિના) આવતાં, એ પર વિજય પામવા
દોષરહિત કાયોત્સર્ગ કરવા પૂર્વે અપૂર્વ કર્મનિર્જરા થાય છે. છઠ્ઠ આત્યંતર તપ છે - શુભધ્યાનઃ
શુભધ્યાન એટલે ધર્મધ્યાન “શ્રીહારિભદ્રી અષ્ટક' ગ્રંથમાં ધર્મધ્યાનની યથાર્થ અને સુંદર સ્તુતિ કરવામાં આવી છે. શુભધ્યાન: ૧. હજારો ભવોમાં ઉપાર્જિત કરેલાં અનંત કર્મોના ગહન વન માટે અગ્નિ સમાન
૨. સર્વ તપભેદોમાં શ્રેષ્ઠ છે. ૩. આંતર તપ ક્રિયારૂપ છે. ધર્મધ્યાનનાં ચાર લક્ષણો છે: ૧. આજ્ઞારુચિઃ શ્રી જિનેશ્વરદેવના વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સર્વ
સતુતત્ત્વોની પ્રતિપાદકતા વગેરે જોઈને એની ઉપર શ્રદ્ધા રાખવાની છે. ૨. નિસગરુચિ જ્ઞાન-દર્શનચારિત્રમય આત્મપરિણામ. ૩. ઉપદેશરુચિ જિનવચનો - ઉપદેશ સાંભળવાની ભાવના. ૪. સૂત્રરુચિઃ ૧૨ અંગ આગમોનું અધ્યયન અને અધ્યાપન - તેના અધ્યયનની
ભાવના. ધર્મધ્યાનનાં ચાર આલંબનો છે:
(૧) વાચના (૨) પૃચ્છના (૩) પરાવર્તન અને (૪) ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છેઃ
(૧) અનિત્ય ભાવના (૨) અશરણ ભાવના (૩) એકત્વ ભાવના (૪) સંસાર ભાવના
એ રીતે શુભધ્યાનની ક્રમશઃ ચાર ચિંતનધારાઓ બતાવવામાં આવી છે? ૧. આજ્ઞાવિચય જિનવચન જ પ્રવચન છે. આ છે આજ્ઞા. આજ્ઞાના અર્થનો નિર્ણય
કરવો વિચય છે. ૨. અપાય-વિચય આસ્રવ,વિકથા, ગારવ, પરીષહ આદિ અપાયોનું ચિંતન કરવું.
નિરા ભાવના
૨૩૯
Page #250
--------------------------------------------------------------------------
________________
૩. વિપાક વિચય શુભાશુભ કર્મોના અપાયોનું વિપાકોનું ચિંતન. ૪. સંસ્થાન વિચય-પદ્રવ્ય, ત્રણ લોકનું ક્ષેત્ર, ૧૪ રાજલોકની આકૃતિ વગેરેનું ચિંતન કરીને વિશ્વવ્યવસ્થાનો નિર્ણય કરવો.
शमयति तापं गमयति पापं रमयति मानसहंसम् । हरति विमोहं दूरारोह, तप इति विगताशंसम् ॥ ६ ॥ ગેયકાવ્યની આ છઠ્ઠી કારિકા છે. પહેલાં એનો અર્થ સાંભળો “તપના તેજથી તાપ-સંતાપ શાન્ત થઈ જાય છે. પાપ વિરામ પામે છે. તપમનહંસને ક્રીડા કરાવે છે. અરે, અજેય માનવામાં આવતા મોહનો પણ તપ નાશ કરી નાખે છે. હા, તપ આશંસારહિત હોવું જોઈએ.” નિરાશ ભાવથી તપ કરો:
નિરાશંસ - કોઈ પણ પ્રકારની આશંસા, કામના તૃષ્ણા કર્યા વગર કરવામાં આવેલું તપ આત્મામાં કેવું અદ્ભુત પરિવર્તન લાવે છે, એનું વર્ણન અહીં ગ્રંથકારે કર્યું છે. તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે. પછી શું થાય છે? u વિષયતૃષ્ણા અને કષાયોના આકરા તાપ શાન્ત થાય છે. | જીવન નિષ્પાપ બનતું જાય છે. | મન હંસ આત્મભાવમાં રમમાણ રહે છે. in મિથ્યા વ્યામોહ દૂર થઈ જાય છે.
આત્મા ઉપર ભલેને અનંત-અનંત કમોનાં પડ ચડ્યાં હોય, પરંતુ તમે ઘોર, વીર તપ, ઉગ્રતપનો સહારો લીધો; તો કર્મોનાં તમામ પડ કપાઈ જશે. એને કહે છે. નિર્જરા. તપના બાર પ્રકાર છે. આ બાર પ્રકારોને ટીમપાવરથી સામુહિક રૂપે કાર્યમાં લગાડી દો. કર્મોના મૂળિયાંને આત્મભૂમિમાંથી ઉખાડીને ફેંકી દેશે આ તપ. બાહ્ય-આત્યંતર તપમાંથી જે સમયે જેને મેદાનમાં ઉતારવું હોય તેને ઉતારી દો. તમારી પાસે એક વેધક દ્રષ્ટિ હોવી જોઈએ કે કયા તપને ક્યારે અને ક્યાં સુધી ઉપયોગમાં લેવાનું છે. લક્ષ્મ જોઈએ - કર્મોના મૂળિયાંને કાઢી-ઉખાડીને ફેંકી દેવાનું. હવે આપણે નિર્જરા ભાવનાની સાતમી કડી ગાઈશું.
संयमकमलाकार्मणमुज्ज्वल-शिवसुखसत्यंकारम् । चिन्तितचिन्तामणिमाराधय तप इह वारंवारम् ॥ ७ ॥ તપ સંયમલક્ષ્મીનું સાચું વશીકરણ છે. નિર્મળ મોક્ષસુખ માટે વચનરૂપ છે. મનોકામના પૂર્ણ કરનાર ચિંતામણિ રત્ન છે. એટલા માટે તું વારંવાર એની આરાધના કર. ૨૪૦
સુધારસ ભાગ ૨)
Page #251
--------------------------------------------------------------------------
________________
તપ - સંયમલક્ષ્મીનું વશીકરણ :
કેટલાક લોકો કહે છે : “અમારે સંયમ તો લેવો છે, પરંતુ ભાવના એટલી પ્રબળ નથી થતી.” એવા લોકોને ગ્રંથકાર કહે છે - તપ કરો, તમંને સંયમલક્ષ્મી વશ થશે; એટલે કે તપને સંયમધર્મની પ્રાપ્તિ થશે. બાહ્ય-આત્યંતર તપની આરાધના વારંવાર કરવી પડશે.
તપ - મોક્ષપ્રાપ્તિ કરાવવાનું વચન આપે છે :
નિરાશંસ ભાવથી તપ કરતા રહો. તપ તમને વચન આપે છે કે “હું તમને મોક્ષપ્રાપ્તિ કરાવીશ. વારંવાર મારું આલંબન લેતા રહો.” તપ ખાતરી આપે છે. જોઈએ છે તમારે મોક્ષ ? જોઈએ છે તમારે મુક્તિ ? તો તમે તપ કરો. તપ કરો - આત્યંતર તપ કરો. કષાયમુક્ત તપ કરો. વિચારોથી મુક્ત તપ કરો. તપ - ચિંતામણિ રત્ન છે ઃ
ત્રીજી વાત તમને લોકોને ખૂબ જ ગમશે. તપથી મનુષ્યની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમારી જે જે ઇચ્છાઓ થાય છે તે માટે તમે તપઃ ચિંતામણિરત્નની આરાધના કરતા રહો. તમારી પ્રત્યેક ઇચ્છા પૂર્ણ થશે.... છે ને સારી વાત ? ઇચ્છાપૂર્તિ માટે અહીંતહીં ભટકવાનું છોડી દો. તપ કરતા રહો. આયંબિલનું તપ કરો. ઉપવાસ - બે ઉપવાસ...ત્રણ ઉપવાસ... કરતા રહો. ઇચ્છાઓ પૂર્ણ થતી જશે. પરંતુ એક સાવંધાની રાખજો....તપ શરીરથી થાય છે. જો ખરાબ ઇચ્છાઓ પૂર્ણ ક૨વા જશો, તો શરીર બગડશે. તપ નહીં થાય. ઇચ્છાઓ પૂર્ણ નહીં થાય. તપ કરતાં શરીર થાકવું ન જોઈએ.
તપ શુભ ઇચ્છાઓ માટે જ કરો. અંતિમ લક્ષ્ય આત્મશુદ્ધિનું જ રાખો. દેવગુરુ-ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધા રાખો.
તપના અભિમાનથી દૂર રહો.
. कर्मगदौषधमिदमिदमस्य च जिनपतिमतमनुपानम् । विनय समाचार सौरव्यनिधानम् - शान्तसुधारसपानम् ॥ ८ ॥ આ આઠમી અને અંતિમ કડી છે. પહેલાં એનો શબ્દાર્થ સમજી લો.
“આ તપ કર્મરૂપ રોગો માટે ઔષધ સમાન છે અને જિનેશ્વરોની આજ્ઞા એ ઔષધનું અનુપાન છે. તમામ સુખોના નિધાનરૂપ શાન્તસુધાના રસનું તું પાન કર્યા
કર.”
નિર્જરા ભાવના
૨૪૧
Page #252
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારે અહીં ત્રણ વાતો બતાવી છે - - કર્મ રોગ છે - તપ ઔષધ છે. in જિનાજ્ઞા અનુપાન છે. 1 શાન્ત સુધારસ સર્વ સુખોનું નિધાન છે.
પ્રથમ વાત તો એ છે કે કર્મરોગ જેવા લાગવા જોઈએ. જેમ કે કેન્સર, ટી.બી., ડાયાબીટીસ...વગેરે રોગો થાય છે એમ કર્મરોગ જેવા લાગવા જોઈએ. હા, ત્યાર પછી જ ઔષધ-ઉપચાર કરવાની ઇચ્છા જાગશે. કેન્સર જેવા રોગોની દુનિયામાં દવા નથી, પરંતુ કર્મરોગની તો દવા ઉપલબ્ધ છે. તે છે તપ. અમોઘ દવા છે. આ જીવનમાં આ દવા કરી લો.
દવાની સાથે અનુપાન પણ જોઈએ. પથ્ય ભોજન જોઈએ. એ છે જિનાજ્ઞાનું પાલન. તમે શ્રાવક-શ્રાવિકાઓ છો, તમારે માટે કઈ કઈ જિનાજ્ઞાઓ છે તે જાણીને તેમનું પાલન કરવું પડશે. એટલે કે તપની સાથે સમતાં, જિનપૂજા, બ્રહ્મચર્યપાલન, રાત્રિભોજનનો ત્યાગ અને કંદમૂળનો ત્યાગ વગેરેનું પાલન કરવું જ પડશે.
અને આ રીતે તપ કરતા જ રહેશો તો પ્રશમ-અમૃતનું પાન કરી શકશો - પ્રશમામૃતનું પાન સર્વ સુખોનો ખજાનો છે. એ ખજાનો પ્રાપ્ત કરવો હોય, તો જીવનમાં તપ અને જિનાજ્ઞાનું પાલન કરતા રહો. આ રીતે નિર્જરા ભાવનાનું વિવેચન પૂર્ણ થાય છે.
આજે બસ, આટલું જ.
[૨૪૨ |
૨૪૨
નો શાન્તસુધારસ : ભાગ ૨)
| શાન્તસુધારસ : ભાગ ૨
Page #253
--------------------------------------------------------------------------
________________
GIGરૂ@િારી
પ્રવચન ૪૫ ૧. ઘર્મપ્રભાવ ભાવના
: સંકલના : • ધર્મપ્રભાવ ચિંતન. • દાનધર્મ.
ભગવાન ઋષભદેવનો પૂર્વજન્મ.
બોધિબીજની પ્રાપ્તિ. • શીલધર્મ.
શીલવંતોની સ્મૃતિ રાખો. • ઉદયરત્નજીનું ‘શીલ' પર એક કાવ્ય. • તપધ”.
ભાવધર્મ. મરુદેવા માતાઃ ભાવથી મુક્તિ. શ્રી જ્ઞાનવિમલસૂરિજીનું એક કાવ્ય.
કવિ રિખવ'નું એક કાવ્ય. • ધર્મનો પ્રભાવ.
Page #254
--------------------------------------------------------------------------
________________
પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ધર્મપ્રભાવ ભાવનાનો પ્રારંભ કરતાં સ્વાગતા” છંદમાં ગાય છે -
दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबान्धवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे, रमतामजनम् ॥ જગતના હિત અને કલ્યાણ માટે જિનેશ્વર ભગવંતોએદાન-શીલ-તપ અને ભાવ - એ રીતે ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્મનું મારા મનમાં નિરંતર સ્થાન રહો.
આ ચતુર્વિધ ધર્મનું વિવેચન કરવા પૂર્વે ધમપ્રભાવ ભાવનાનું એક ચિંતન બતાવું છું. ભાવના ભાવવી સરળ બનશે એનાથી. ધર્મપ્રભાવ ચિંતન : | સર્વ જીવોના આત્મહિત માટે, સર્વ જીવોના આત્મકલ્યાણ માટે પરમ કૃપાનિધિ જિનેશ્વર ભગવંતોએ કેટલો યથાર્થધર્મ બતાવ્યો છે! તીર્થકરોનું આત્મતત્ત્વ જ કેટલું ' ઉત્તમ હોય છે? પરહિતરસિકતા એમના એક-એક આત્મપ્રદેશને આર્ટ બનાવે છે.
જ્યારે જ્ઞાનદ્રષ્ટિથી તેઓ વિશ્વના અનંત અનંત જીવોને દુખ, ત્રાસ અને સંતાપોથી. પરેશાન થતા જુએ છે ત્યારે તેમનો આત્મા અનુકંપાથી - કરુણાથી ઊભરાઈ જાય છે. ‘મારામાં એવી અપૂર્વ શક્તિ આવે છે જેથી સમગ્ર જીવસૃષ્ટિને સંસારનાં દુખોથી મુક્ત કરીને પરમ સુખ - શાશ્વ સુખ પ્રાપ્ત કરાવું.”
સર્વ જીવોના કલ્યાણની આ ભાવનાને ફલવતી બનાવવા કેવી ઘોર તપશ્ચર્યા તેઓ કરે છે! એ કેવી ભવ્ય આરાધના કરે છે ચારિત્રધર્મની, શ્રતધર્મની અને શ્રદ્ધા ધર્મની ! આ બધું જ્યારે શાસ્ત્રોમાં વાંચ્યું, તો મારી આંખો ખુશીનાં આંસુઓથી છલકાઈ ગઈ.
આ ભાવના અને આરાધનાના સંયોજનથી તીર્થકરત્વનો જન્મ થયો; તેઓ તીર્થંકર બન્યા. જન્મજાતવૈરાગી પ્રભુ સંસારનો ત્યાગ કરીને ઘાતી કર્મોને દૂર કરવા માટે વીરતાપૂર્વક તપશ્ચર્યા કરે છે. ઘાતી કર્મ નષ્ટ થાય છે અને તેઓ સર્વજ્ઞસર્વદર્શી-સર્વશક્તિમાન વીતરાગ પરમાત્મા બની જાય છે. ઘાતી કર્મોનો નાશ થતાં રાગદ્વેષ, મોહ વગેરે તમામ દોષો આમૂલ નાશ પામે છે. તેઓ આંતરશત્રુઓના વિજેતા બની જાય છે અને એની પછી તેઓ પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાનથી જગતને ધર્મનો પ્રકાશ આપે છે.
વીતરાગ પ્રભુએ કેટલો નિર્દોષ ધર્મ બતાવ્યો છે? કેટલો કલ્યાણકારી ધર્મ કહ્યો છે? આચારમાર્ગ અને વિચારમાર્ગ - બંને માર્ગનું કેવું નિર્દોષ પ્રતિપાદન કર્યું ! માગનુસારી જીવનની આચારસંહિતાથી શરૂ કરીને છઠ્ઠા ગુણસ્થાન પર સ્થિત સાધુની આચારસંહિતાનું સુરેખ, સુસંગત અને ક્રમિક પ્રતિપાદન વાંચીને સાચે જ
શાન્તસુધારસઃ ભાગ ૨)
૨૪૪
Page #255
--------------------------------------------------------------------------
________________
હૃદય ગદ્ગદિત થઈ ગયું ! કોઈ પણ પ્રકારનો પૂર્વાપર વિરોધ નથી ! સિદ્ધાંતો વિરુદ્ધ કોઈ આચારવ્યવસ્થા નહીં!
જ્યારે ધમસિદ્ધાંતોનું અધ્યયન-ચિંતન-પરિશીલન કરું છું ત્યારે જ્ઞાનાનંદની કેટલી પ્રેમળ અનુભૂતિ થાય છે! સ્યાદ્વાદ તથા અનેકાન્તવાદનો સિદ્ધાંત, સાત નય અને સપ્તભંગીના સિદ્ધાંતોનું મનન કરતાં તો આ સિદ્ધાંતો બનાવનારા પૂર્ણજ્ઞાની જિનેશ્વર ભગવંતોને વારંવાર વંદન કરું છું.
પૂર્વીય તત્ત્વજ્ઞાનમાં યા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ક્યાંય પણ એવા યથાર્થ સિદ્ધાંત વાંચવા મળતા નથી. પ્રત્યેક પદાર્થનું આટલું સુસ્પષ્ટ અને યથાર્થ વિશ્લેષણ કરનારી વિચારપદ્ધતિ અન્યત્ર શોધતાં ય મળે તેમ નથી.
*ઉપશ્રમ શ્રેણી’ અને ‘ક્ષપણક શ્રેણી'માં સાધક આત્મા કેટલી અદ્ભુત શુદ્ધિ પ્રાપ્ત કરતો આગળ વધે છે, ક્રમશઃ કેવા કેવા દોષોનો નાશ કરે છે, અલ્પ સમયમાં આત્મશુદ્ધિ કેટલી અપૂર્વ અને અભુત થઈ જાય છે, એ બધું અગમ-અગોચરની વાતો વાંચીને વિચારીને જિનેશ્વરના ધર્મશાસન પ્રત્યે મારી શ્રદ્ધા, મારો વિશ્વાસ વૃઢ થતો જાય છે.
સમ્યગુ દર્શનરૂપ, સમ્યગુ જ્ઞાનરૂપ અને સમ્યફ ચારિત્રરૂપ આ ધર્મની સાધના - આરાધનામાં જે જીવાત્મા અનુરક્ત થઈ જાય, તો સાહસિક રીતે તે પૂર્ણતાને પામે જ - અચૂક પ્રાપ્ત કરી જાય. પરંતુ ધર્મમાં આસક્ત થઈ જવું જોઈએ, અનુરક્તિ હોવી જોઈએ, તો જ બેડો પાર થઈ જાય છે. - પામવો તો છે મોક્ષ, ઈચ્છું મોક્ષ-મુક્તિ, પરંતુ ધર્મમાં લીન થતો નથી. હજુ ધર્મમાં મારી આસક્તિ થઈ નથી. ધર્મ સિવાયની વાતોમાં મારી આસક્તિ છે. ધર્મથી ભિન્ન વસ્તુઓમાં મારી આસક્તિ છે. ધર્મ - ભિન્ન વસ્તુઓમાં અનુરક્તિ છે. હું પામું ય કેવી રીતે? કેવી રીતે આંતરશત્રુઓ ઉપર વિજય પામી શકું? સંસારની આસક્તિમાંથી છૂટવા માટે મારે ધમસક્તિ પેદા કરવી પડશે. હવે હું શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં આસક્ત બનીશ.
કેટલો મહાન, કેટલો દુર્લભ ધર્મ મને પ્રાપ્ત થયો છે?મારો કેવો મોટો પુણ્યોદય છે? મને કેવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે ધર્મસાધનાનો? માનવજીવન મળ્યું છે. પાંચેય ઈન્દ્રિયો પરિપૂર્ણ મળી છે. સારું મન મળ્યું છે. સારા સંજોગો મળ્યા છે. કોઈ પણ વાતની કમી નથી. તો હવે હું ધર્મપુરુષાર્થમાં જરાયે પ્રમાદ નહીં રાખું. મનવચન-કાયાથી ધર્મપુરુષાર્થ કરીશ. ધર્મમાં લીન બનીશ.”
આ રીતે પ્રતિદિન ચિંતન કરતા રહેવાથી ધર્મશ્રદ્ધા, ધર્મપ્રીતિ વૃઢથતી જશે. હવે આપણે ગ્રંથકારે જે ચતુર્વિધ ધર્મ બતાવ્યો છે - દાન, શીલ, તપ અને ભાવ - એ
[ ધમપ્રભાવ ભાવના
]
Page #256
--------------------------------------------------------------------------
________________
વિષય ઉપર વિવેચન કરીશું. સૌથી પહેલાં દાનધર્મની વાત કરું છું. દાનધર્મ :
દાનની પરિભાષા છે - સ્વચ ૩૯ રનમ્ ! જે પોતાનું છે એનો ત્યાગ કરવો એ દાન છે. જેને ભૌતિક પદાર્થો ઉપર આસક્તિ ઓછી થાય છે અને ભક્તિ, અનુકંપા, દયા, કરુણા આદિ ગુણો જેવાં હોય છે એ પુણ્યશાળી લોકો ધર્મની, દાનધર્મની આરાધના કરી શકે છે. દાનધર્મ એવો છે કે જેન હોય કે જેનેતર હોય - કોઈ પણ હોય, તે સહુ દાન કરી શકે છે. દાનનો મહિમા બતાવતાં કહેવામાં આવ્યું છે કે दाणं सोहग्गकरं, दाणं आरूग्गकारणं परमम् ।
दाणं भोग निहाणं, दाणं ढाणं गुणगणानाम् ॥ દાન સુખ-સૌભાગ્યકારી છે. ધન પરમ આરોગ્યકારી છે. દાન પુણ્યનિધાન છે. અને દાન અનેક ગુણોનું સ્થાન છે.
दाणेण फुरइ कित्ती, दाणेण होइ निम्मला कंति । . दाणायज्जिअहिअओ वेरी वि हु पाणियं वहइ ॥ દાનથી કીર્તિ વધે છે, દાનથી નિર્મળ શરીરકાન્તિ વધે છે અને દાનથી વશ થયેલો શત્રુ પણ દાતાને ઘેર પાણી ભરે છે. धणसत्थवाहजम्मे जं घयदाणं कयं सुसाहूणं ।
। तक्कारणमुसभ-जिणो तेलुकपियामहो जाओ ॥ .. ધન સાર્થવાહના ભવમાં સાધુપુરુષોને જે ઘીનું દાન દીધું હતું, એના પુણ્યના પ્રભાવે ઋષભદેવ ત્રણે લોકના પિતામહ - નાથ બન્યા. ભગવાન ઋષભદેવનો પૂર્વજન્મઃ
ભગવાન ઋષભદેવનો આત્મા જે ભવમાં સમકિત પામ્યો, એ ભવ હતો ધન સાર્થવાહનો. ધન શ્રેષ્ઠીનો મહાવિદેહ ક્ષેત્રની આ વાત છે. ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠ' નામનું નગર હતું, ત્યાંનો રાજા હતો પ્રસન્નચંદ્ર અને એના નગરમાં ધન સાર્થવાહ હતો. આમ તો એ જેવો મોટો શ્રીમંત હતો એવો જ ઔદાર્ય, ગાંભીર્ય આદિ ગુણોથી સુશોભિત હતો.
એક દિવસ પોતાનો કાફલો લઈને તેને વસંતપુર જવાની ઈચ્છા થઈ. તેણે નગરમાં ઘોષણા કરાવી કે “ધન સાર્થવાહ વસંતપુર જવાનો છે. જેને વસંતપુર જવું હોય તે ધન સાર્થવાહની સાથે આવી શકે છે. જેની પાસે વાસણો નહીં હોય તેને
૨૪૬
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #257
--------------------------------------------------------------------------
________________
સાર્થવાહ વાસણો આપશે. જેની પાસે વાહન ન હોય તેને તે વાહન આપશે. જેને સહાયની જરૂર હશે એને એ સહાય આપશે. જેને ભાથું જોઈએ એને ભાથું મળશે. માર્ગમાં ચોરોથી, હિંસક પશુઓથી એ રક્ષા કરશે. કોઈ અશક્ત હશે તો સાર્થવાહ એનું ભાઈની જેમ પાલન કરશે.”
ઘોષણા સાંભળીને અનેક નગરવાસીઓ સાથે સાથે જોડાયાં. પ્રયાણ સમયે સાર્થવાહની પાસે જેનાચાર્યધર્મઘોષ આવ્યા. આચાર્યને જોઈને સાર્થવાહ ઊભો થઈ ગયો. તપની કાંતિથી ઉજ્જવળ ધર્મસ્વરૂપ આચાર્યને તેને ભાવપૂર્વક વંદના કરી. ધને આચાર્યદિવને આવવાનું પ્રયોજન પૂછ્યું. આચાર્યે કહ્યું: “અમે પણ આપની સાથે વસંતપુર આવીશું.”
સાર્થવાહ હર્ષિત થઈ ગયો. તેણે કહ્યું: “આજે હું ધન્ય બની ગયો. આપ જેવા મહાપુરુષ મારી સાથે ચાલશે એ મારું સૌભાગ્ય હશે. આપ નિશ્ચિત થઈને પધારો.” એ સમયે રસોઈયાને બોલાવીને કહ્યું: ‘આ આચાર્યદેવ માટે તારે જ અન્નપાનાદિ ભોજન તૈયાર કરવું. એ સમયે આચાદિકે કહ્યું: “મહાનુભાવ, સાધુના નિમિત્તે કરેલું અન-આહાર સાધુને કલ્પતો નથી. જે ભોજન એના નિમિત્તે ન બન્યું હોય એને તેઓ ગ્રહણ કરે છે. એ રીતે હે સાર્થપતિ, વાવડીનું, કૂવાનું, તળાવનું પાણી પણ ઉકાળેલું હોય ત્યારે જ અમે લઈએ છીએ - એવી જિનાજ્ઞા છે.'
સાથેનું પ્રયાણ થયું. કેટલાક દિવસો પછી ગ્રીખકાળ આવ્યો. તીવ્ર તાપથી યાત્રિકો પરેશાન થવા લાગ્યા. પરંતુ જ્યારે વર્ષાકાળ આવ્યો તો સાર્થને એક સ્થળે રોકાવું પડ્યું. સાર્થવાહના મિત્ર મણિભદ્ર આચાર્ય માટે જંતુરહિત ભૂમિ ઉપર ઘાસ વગેરેની ઝુંપડી બનાવડાવી - એ જ ઉપાશ્રય! અનેક સાધુઓની સાથે આચાર્યદિવે ત્યાં નિવાસ કર્યો. તેઓ તો પોતાની ધર્મક્રિયાઓમાં લીન રહેવા લાગ્યા.
આ બાજુ ધન સાર્થવાહને અચાનક આચાદવની સ્મૃતિ આવી, “અરે, મારી સાથે ધર્મઘોષ આચાર્ય આવેલા છે; તેઓ તો પ્રાસુક ભિક્ષા દ્વારા જ ઉદરપોષણ કરનારા છે. તેઓ તો કંદમૂળ અને ફલાદિને સ્પર્શ પણ કરતા નથી ! અત્યારે આ વષકાળમાં એ કેવી રીતે રહેતા હશે? મારી સાથે તેઓ આવ્યા અને મેં એમને વચન આપ્યું હતું કે હું આપની સેવામાં તત્પર રહીશ. પરંતુ હું મૂર્ખ એ ભૂલી જ ગયો. મેં એમની સુખશાતાય ન પૂછી. હવે હું એમને મારું મુખ કેવી રીતે બતાવી શકીશ? છતાં પણ આજે તો એમનાં દર્શન કરીને મારાં પાપોનું પ્રક્ષાલન કરું.’ બોધિબીજની પ્રાપ્તિઃ
પશ્ચાત્તાપ કરતાં કરતાં રાત વીતી ગઈ. પ્રભાતમાં ઉજજવળ વસ્ત્ર અને અલંકારો પહેરીને સાર્થવાહ પોતાના પરિવાર સાથે આચાર્યદેવની પાસે પહોંચ્યો.
ધર્મપ્રભાવ ભાવના
૨૪૭
Page #258
--------------------------------------------------------------------------
________________
પલાશપત્રના આચ્છાદનથી આચ્છાદિત ઘાસની ભીંતવાળા અને નિર્જીવ ભૂમિ ઉપર બનેલા ઉપાશ્રયમાં તેણે પ્રવેશ કર્યો. તેણે ધર્મઘોષ સૂરિજીનાં દર્શન કર્યાં. જેમ કે આચાર્ય પાપસમુદ્રનું મંથન કરતા હોય, જાણે સ્વયં મોક્ષમાર્ગ હોય... ધર્મની સાક્ષાત્ મૂર્તિ હોય, સૂર્યના તેજથી વધારે તેજસ્વી હોય... ધન સાર્થવાહ હર્ષથી ગદિત થઈ ગયો. સાર્થવાહે પોતાના મિત્ર મણિભદ્રને કહ્યું : ‘મિત્ર, આચાર્યદેવ તો મને સાક્ષાત્ કલ્પવૃક્ષ જેવા લાગે છે. મહાન તપસ્વી લાગે છે.’
તેણે બે હાથ જોડીને આચાર્યદેવને નતમસ્તકે વંદન કર્યાં. આચાર્યદેવને કહ્યું : ‘હે ભગવન્, મેં આપની સાથે દ્રોહ કર્યો છે. વર્ષાઋતુના પ્રારંભથી મેં આપનાં દર્શન નથી કર્યાં, વંદન નથી કર્યાં, ન ભોજન આપ્યું, ન વસ્ત્રો આપ્યાં.....આપનો કોઈ પણ પ્રકારે સત્કાર નથી કર્યો... આપની અવજ્ઞા કરી... મેં વચનભંગ કર્યો. હે ગુરુદેવ, મારા આ પ્રમાદ-આચરણ માટે મને ક્ષમા કરો. આપ તો પૃથ્વી જેવા ક્ષમાશીલ છો.’
સાર્થવાહનાં વિનમ્ર અને પશ્ચાત્તાપપૂર્ણ વચન સાંભળીને ચંદન કરતાંય વધારે શીતળ વચનોમાં આચાર્યદેવે કહ્યું : “સાર્થવાહ, માર્ગમાં હિંસક પશુઓથી અમારી રક્ષા તેં જ કરી છે. ચોરોથી ય રક્ષા તેં જ કરી છે. એ દૃષ્ટિએ તે અમારો સર્વ પ્રકારે સત્કાર કર્યો જ છે અને સાથેના માણસો અમને યોગ્ય ભોજન પણ આપે છે. એટલા માટે અમને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. મહાનુભાવ, તું કોઈ પણ પ્રકારે ખેદ કરીશ નહીં."
સાર્થવાહે કહ્યું : “સંત પુરુષો સદૈવ ગુણ જ જુએ છે. આપ મારી ઉપર પ્રસન્ન છો, તો આહાર ગ્રહણ કરતા સાધુઓને મારી સાથે મોકલો. મારી ઇચ્છા અનુસાર આહાર આપીને કૃતાર્થ બનું.”
આચાર્યદેવે બે સાધુઓને મોકલ્યા. સાર્થવાહે ઘરમાં જોયું કે સાધુઓને યોગ્ય ભોજન છે કે નહીં. તેણે તાજા ઘીથી ભરેલું પાત્ર જોયું. પાત્ર ઊપાડ્યું. સાધુએ પાત્ર ધર્યું, સાર્થવાહે સાધુના પાત્રમાં ઘી ભરી દીધું, આનંદથી નાચી ઊઠ્યો. બોલ્યો : “હું ધન્ય થઈ ગયો. કૃતાર્થ થઈ ગયો. હું પુણ્યશાળી બની ગયો.” તેનાં રોમેરોમ વિકસ્વર થઈ ગયાં. તેણે બંને મુનિવરોને વંદના કરી. મુનિવરો “ધર્મલાભ’નો આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. સાર્થવાહે દાનધર્મના પ્રભાવથી મોક્ષવૃક્ષનાં બી સ્વરૂપ ‘બોધિબીજ’ પ્રાપ્ત કરી લીધાં.
શીલધર્મ :
ચાર પ્રકારના ધર્મોમાં બીજો છે શીલધર્મ. શીલધર્મનો અદ્ભુત મહિમા બતાવતાં કહેવામાં આવ્યું છે કે
૨૪૮
શાન્તસુધારસ : ભાગ ૨
Page #259
--------------------------------------------------------------------------
________________
सीलं उत्तमं वित्तं, सीलं जीवाण मंगलं परमं ।
'
सीलं दोहग्गहरं, सीलं सुक्खाण कुलभवनम् ॥
શીલ જ જીવોનું ઉત્તમ ધન છે, શીલ જ પરમ મંગલ છે, શીલ જ દુઃખ-દારિદ્રચ દૂર કરનાર છે અને શીલ જ સર્વ સુખોનું ધામ છે.
सीलं धम्मनिहाणं, सीलं पावाणखंडणंभणियं ।
सीलं जंतूण जए अकित्तिमंमंडणं परमं ॥ જ્ઞાની પુરુષોએ કહ્યું છે ઃ શીલ જ ધર્મનું નિધાન છે, શીલ જ પાપોનો નાશ કરે છે અને જગતમાં શીલ જ મનુષ્યનો શ્રેષ્ઠ શૃંગાર છે.
नरयदुवारनिरूभेण - कवाडसंपुड सहो अरच्छायं । पवरनिस्सोणिं ॥
सुरलोअधवल मंदिर - आरुहणे
-
નરકનાં દ્વાર બંધ કરવા માટે શીલ જ મજબૂત કમાડ છે અને તે દેવલોકનાં ઉજ્જ્વળ વિમાન ઉપર આરુઢ થવા માટે શ્રેષ્ઠ સીડી છે.
શીલવંતોની સ્મૃતિ રાખો :
જ્યારે શીલધર્મની વાત કરીએ છીએ ત્યારે અનેક શીલવતી મહિલાઓ અને શીલવાન પુરુષો સ્મૃતિપટ ઉપર આવે છે.
સાધ્વી રાજીમતીજીની શીલવૃઢતાએ ગિરનારની ગુફામાં મુનિ રથમિ કામવિકારથી વિચલિત બન્યા હતા, એમને સંયમમાં લાવી સ્થિર કરી દીધા
હતા.
દેવરમણ ઉદ્યાનમાં મહાસતી સીતાએ રાવણ જેવા પ્રતિવાસુદેવ સામે શીલની
રક્ષા કરી હતી.
# સતી સુભદ્રાએ પોતાના શીલના પ્રભાવથી અંજલીમાં જળ ભરીને ચંપાનગરીનાં ત્રણ દ્વાર ખોલી નાખ્યાં હતાં.
# સતી નર્મદાસુંદરી - જેણે અનેક કષ્ટો સહન કર્યાં, પાગલનો અભિનય કરીને પોતાના શીલની રક્ષા કરી હતી.
# સતી કલાવતીને એના પતિએ જંગલમાં છોડી દીધી હતી. એના શરીરનાં અંગો કપાઈ ગયાં હતાં; પરંતુ શીલધર્મના પ્રભાવથી વિચ્છિન્ન અંગો સારાં થઈ ગયાં હતાં. શરીર પૂર્વવત્ સારું થઈ ગયું હતું.
સતી શીલવતીએ રાજાના ચાર-ચાર મંત્રીઓને મૂર્ખ બનાવીને પાછા ધકેલ્યા હતા અને પોતાના શીલની રક્ષા કરી હતી.
ધર્મપ્રભાવ ભાવના
૨૪૯
Page #260
--------------------------------------------------------------------------
________________
v સતી સુલસા- જેને સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ ધર્મલાભ' કહેવડાવ્યા
હતા. શ્રેષ્ઠ સુદર્શન - રાણી અભયાએ એને કામવિકારવશ કરવા ભરપૂર પ્રયત્નો કર્યા હતા, છતાં તે નિર્વિકારી રહ્યા. એમના શીલપ્રભાવથી શૂળી સિંહાસન બની ગઈ હતી! | સતી સુરસુંદરી - એને એના પતિ અમરકુમારે રાક્ષસદ્વીપ ઉપર છોડી દીધી હતી, પરંતુ રાક્ષદ્વીપનો દુષ્ટ અધિષ્ઠાયક દેવ સતીના શીલપ્રભાવથી અને
નવકારમંત્રના પ્રભાવથી વાત્સલ્યપૂર્ણ બન્યો હતો. I સતી અંજન હનુમાનજીની માતા ! ૨૨-૨૨ વર્ષ સુધી પતિ પવનંજયનો વિરહ
થયો. છતાં પણ શીલધર્મનું શ્રેષ્ઠ પાલન કર્યું હતું.
એવાં તો અનેક શીલવંત સ્ત્રીપુરુષો થઈ ગયાં. જેમણે જીવન કરતાં ય અધિક શીલધર્મને તીવ્રતાથી ચાહ્યો હતો. આ દેશની આ એક મહાન પરંપરા છે. એવા શીલધર્મના પ્રભાવથી આપણો દેશ મહાન છે અને મોક્ષમાર્ગની આરાધના થઈ રહી છે. એને માટે પુરુષ અને સ્ત્રીએ શીલધર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ. પરસ્ત્રી અને પરપુરુષનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ.. હવે શીલની બાબતમાં એક કાવ્ય સંભળાવીને આ વિષય બંધ કરીશ -
શીયલ સમું વ્રત કો નહીં શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વત, દુર્ગતિ પડતા રાખે રેશીયલ. ૧ વત પચ્ચશ્માણ વિના જુઓ, નવ નારદ જેહરે. એક જ શીલ તણે બળે. ગયા મુગતે તેહ રે....શીયલ. ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે શીયલ વિના વ્રત જાણજો. કુસકા સમ ભાઈ રેશીયલ. ૩ તરુવર મૂલવિના જિત્યો, ગુણવિણ લાલ કમાન રે, શીયલ વિના વ્રત એહવું કહે વીર ભગવાન રેશીયલ. ૪ નવ વાડ કરી નિમેલું, પહેલું શીયલ જ ધરજો રે.
ઉદયરત્ન કહે તે પછી, વતનો ખપ કરજે રે... શીયલ. ૫ હવે આ કાવ્યનો અર્થ બતાવું છું - શ્રી જિનેશ્વરે કહ્યું છે કે શીલ સમાન કોઈ વ્રત નથી, શીલથી શાશ્વતું સુખ મળે છે અને શીલવાન દુર્ગતિમાં જતો નથી. આ અવસર્પિણી કાળમાં જે નવ નારદ થયા, તેમણે કોઈ વ્રત યા પચ્ચકખાણ
૨૫૦
| શાન્તસુધારસઃ ભાગ ૨]
Page #261
--------------------------------------------------------------------------
________________
કર્યાં ન હતાં, છતાં બ્રહ્મચર્ય શીલધર્મના પ્રભાવથી એ મોક્ષમાં ગયા હતા. સાધુ અને શ્રાવકનાં અનેક વ્રતો છે. સુખદાયી છે, છતાં પણ શીલ વગર તે તમામ વ્રતો-નિયમો ધાન્યના ફોતરાં બરાબર છે.
॥ મૂળ વગરનું વૃક્ષ કેવું હોય છે ? ગુણો વગર મનુષ્ય કેવો હોય છે ? એવા જ શીલ વગરનાં વ્રતો હોય છે એમ ભગવાન મહાવીરે કહ્યું છે.
એટલા માટે શીલધર્મનું પાલન કરો. બ્રહ્મચર્યની નવ વાતોનું પાલન કરો. પછી બીજાં વ્રતો ધારણ કરો.
આ રચના કવિ ઉદયરત્નની છે.
તપધર્મ :
ચતુર્વિધ ધર્મમાં ત્રીજો ધર્મ છે - તપધર્મ. તપના વિષયમાં નિર્જરા ભાવનામાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. છતાં પણ તપના મહિમા અંગે કંઈક નિવેદન કરું છું.
यत्पूर्वार्जितकर्मशैलकुलिशं, यद् कामदावानलज्वालाज्वालजलं यदुग्रकरणग्रामादि मंत्राक्षरम् । यत्प्रत्यूहतमः समूह दिवसं, यल्लब्धि लक्ष्मीलतामूलं तद्विविधं यथाविधि, तपः कुर्वीत वीतस्पृहः ॥ પૂર્વ ઉપાર્જિત કર્મરૂપ પર્વતને તોડવા માટે તપ વજ સમાન છે. કામવાસનાની અગ્નિજ્વાળાને શાન્ત કરવા માટે - હોલવી નાખવા માટે જળ સમાન છે. ઇન્દ્રિયરૂપ સર્પનું ઝેર ઉતારવા માટે મંત્રસ્વરૂપ છે. વિઘ્નરૂપ અંધકારને મટાડનાર પ્રભાત સ્વરૂપ છે. લબ્ધિ અને લક્ષ્મીરૂપ લતાનું મૂળ છે - તપ. વિવિધ પ્રકારનું તપ નિઃસ્પૃહ ભાવે કરવું જોઈએ.
यस्माद्विघ्न परंपरा विघटते, दास्यं सुराः कुर्वते, कामः शाम्यति दाम्यतीन्द्रियगणः कल्याणमुत्सर्पति । उन्मीलन्ति महर्द्धयः कलयति ध्वंसं च यः कर्मणां,
स्वाधीनं त्रिदिवं शिवंच भवति, श्लाघ्यं तपस्तन्न किम् ? ॥ १ ॥
તપશ્ચર્યાથી વિઘ્નોની પરંપરા ઓછી થાય છે. દેવ અસુરો સેવા કરે છે. કામવાસના શાન્ત થાય છે. ઇન્દ્રિયોનું દમન થાય છે. કલ્યાણ વ્યાપક બને છે. મોટી મોટી સંપત્તિઓ વૃદ્ધિ પામે છે. કર્મ નાશ પામે છે. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવું તપ પ્રશંસનીય નથી ? અવશ્ય પ્રશંસનીય છે !
ધર્મપ્રભાવ ભાવના
.
૨૫૧
Page #262
--------------------------------------------------------------------------
________________
कान्तारं न यथेतरो ज्वलयितुं, दक्षो दावाग्निं विना दावाग्निं न यथापरः शमयितुं शक्यो विनाम्भोधरम् । निष्णातः पवनं विना निरसितुं नान्यो यथाम्भोधरं,
कौघं तपसा विना किमपरो हन्तुं समर्थस्तथा ॥ જેમ જંગલને સળગાવવા-બાળવા માટે દાવાનળ સિવાય બીજો કોઈ ઉપાય નથી, દાવાનળને બુઝાવવા માટે વર્ષા સિવાય અન્ય ઉપાય નથી, વાદળોને વિખેરવા માટે પવન વગર અન્ય ઉપાય નથી, એ રીતે કર્મોનો ક્ષય કરવા માટે તપ વગર બીજો કોઈ ઉપાય નથી.
सन्तोष स्थूलमूलः प्रशमपरिकरस्कंधबन्धप्रपंच, पञ्चाक्षीरोधशाखः स्फुरदभयदलः शीलसंपत्प्रवालः । श्रद्धाम्भःपूरसेकाद्विपुलकुलबलैश्वर्य सौन्दर्यभोगस्वर्गादिप्राप्तिपुष्पः शिवपदफलदः स्यात्तपः कल्पवृक्षः ॥ તપ કલ્પવૃક્ષ છે, તેનું દ્રઢમૂળ છે સંતોષ, એની વિસ્તૃત ઘટા છે શાંતિ, એની શાખાઓ છે ઈન્દ્રિયનિરોધ, એનાં સુંદર પાન છે અભયદાન; એના પલ્લવ છે શીલસંપત્તિ, તેનાં પુષ્પો છે શ્રદ્ધારૂપ જલસિંચનથી પ્રફુલ્લિત વિસ્તીર્ણ કુલ, બલ, ઐશ્વર્ય, સૌન્દર્યથી ભરપૂર સ્વર્ગ. આવું તપ કલ્પવૃક્ષ-મોક્ષસુખ આપનાર છે.
તમે લોકો તપધર્મના વિષયમાં આ ચારે શ્લોકોના અર્થ-ચિંતન-મનન કરતા રહેજો. હવે ભાવધર્મની બાબતમાં ચિંતન કરું છું. ભાવધર્મ: ચાર પ્રકારના ધમમાં ભાવધર્મની શ્રેષ્ઠતા બતાવી છે. भावच्चिय परमत्थो भावो धम्मस्स साहगो भणियो । सम्मत्तस्य वि बीअं. भावच्चिय बिंति जगगुरुणो ॥ ભાવ જ સાચો પરમાર્થ છે. ભાવ જ ધર્મસાધનામાં સહાયક છે. ભાવથી જ સમ્યક્ત ઉત્પન્ન થાય છે. એવું ત્રિભુવનગુરુ શ્રી તીર્થકર ભગવાન કહે છે.
मुक्खसुहबीयभूओ जीवाण सुहावहो भावो । ભાવ મોક્ષસુખના બીજ સ્વરૂપ છે અને ભાવ જ જીવોને માટે સુખદાયી છે. મરૂદેવા માતા - ભાવથી મુક્તિઃ
દુનિયામાં કોઈને ય માટે ભાવ વગર આમ તો મંત્ર, તંત્ર, ઔષધ અને દેવી સાધના પણ સફળ થતી નથી. ભાવથી જ મુક્તિ પામનારા ઉત્તમ જીવોની યાદી
૨૫૨
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #263
--------------------------------------------------------------------------
________________
સૂચિ લાંબી છે. છતાં પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિ, સાધ્વી મૃગાવતી, ઈલાચિપુત્ર, કપિલ કેવલી, કુરગડુ મુનિ, માષતુષ મુનિ, સાધ્વી પુણ્યચૂલા, અષ્ટાપદ પર્વત ઉપર ૧૫૦૦ તાપસો, સ્કંધકસૂરિના ૫૦૦ શિષ્ય, ચંડરુદ્રાચાર્યનો શિષ્ય - કેટલાયને મોક્ષ મળ્યો. કેટલાયને સ્વર્ગ મળ્યું. અને પેલો દેડકો - જે ભગવાન મહાવીરને વંદના કરવા જતો હતો અને ઘોડાના પગ નીચે કચડાઈને મૃત્યુ પામ્યો - તો શુભ ભાવમાં મરીને દેવ થયો. ભગવાન ઋષભદેવની માતા મરુદેવાને હાથી ઉપર બેઠાં બેઠાં જ ભાવધર્મથી જ કેવળજ્ઞાન મળ્યું અને મોક્ષ મળ્યો. આજે હું મરુદેવા માતાનો વૃત્તાંત કહીશ.
ભગવાન ઋષભદેવ ચારિત્ર લઈને ચાલ્યા ગયા. ભરત, બાહુબલી વગેરે ૧૦૦ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. મરુદેવાને ઋષભદેવ ઉપર અત્યંત સ્નેહ હતો. ૠષભદેવની દીક્ષા પછી મરુદેવા માતા પ્રતિદિન કલ્પાંત કરતી હતી, ભરતને ઠપકો આપતી રહી. આ પ્રસંગ શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ લખેલાં કાવ્યમાં સાંભળો - એક દિન મરુદેવા આઈ, કહે ભરતને અવસર પાઈ રે, સુણો પ્રેમ ધરી. મારો રીખવ ગયો કેઈ દેશે, કેઈ વારે મુજને મળશે ?...સુણો. તું તો ષટ્યૂડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ ન જાણે...સુણો. તું ચામર છત્ર ધરાવે, મારો રીખવ પંથે જાવે રે...સુણો, તું તો સ૨સ ભોજન આસી, મારો રીખવ નિત્ય ઉપવાસી...સુણો. તું તો મહેલોમાં સુખ વિલસે, મારો અંગજ ધરતી ફરસે...સુણો. તું તો સ્વજન-કુટુંબમાં મ્હાલે, મારો રીખવ એકલડો ચાલે...સુણો, તું તો વિષય તણાં સુખ સોર્ચ, મારા સૂતની વાત ન પૂછે .. સુણો એમ કહેતાં મરુદેવા વયણે સુજલ લાવ્યાં નયણે...સુણો. એમ સહસ વરસને અંતે લહ્યું કેવલ શ્રી ભગવંતે...સુણો. આ રીતે તે એક હજાર વર્ષ વિલાપ કરતાં રહ્યાં. એમની આંખો ઉપર ઝાંખ પડી ગઈ. જાળાં બાઝી ગયાં. ભરત પણ દાદીનો વિલાપ સાંભળી શૂન્યમનસ્ક થઈ જાય છે. તેની આંખો પણ ભરાઈ આવી અને તેણે દાદીને આશ્વાસન આપતાં કહ્યું કે “દાદી, આપનો ઋષભ અહીં અવશ્ય આવશે.” પરંતુ રોજરોજ આ પ્રકારનાં આશ્વાસન મનુષ્યની શ્રદ્ધાને હલાવી નાખે છે.
એક હજાર વર્ષ પછી ભગવાન ઋષભદેવને કેવળજ્ઞાન થયું અને તે વિનીતા નગરીમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ભરતે મરુદેવા માતાને કહ્યું ઃ
:
હવે ભરત ભણે સુણો આઈ, સુત દેખી કરો વધાઈ રે...સુણો. આઈ ગજ ખંધે બેસાડ્યાં, સુત મલવાને પાઉ પધાર્યા...સુણો. ‘મા, આપનો પુત્રવિનીંતા નગરીમાં પધાર્યા છે, એમને જુઓ અને સ્વાગત કરો.’ ધર્મપ્રભાવ ભાવના
૨૫૩
Page #264
--------------------------------------------------------------------------
________________
હાથી ઉપર પાલખી સજાવી અને માને બેસાડીને ભરત સમવસરણમાં આવ્યા. મા પૂછે છે -
કહે એ અપૂરવ વાજાં કિહાં વાગે છે એહ તાજો રે સુણો. તવ ભરત કહે સુણો આઈ, એ તુમ સુતની ઠકુરાઈ રે...સુણો.
તુમ સુતરી સિદ્ધિ આગે. તૃણ તોલે સુરનર બેહની રે.સુણો. ભરતને માએ પૂછ્યું: ‘આવાં અપૂર્વ વાજાં ક્યાં વાગી રહ્યાં છે? ભરતે જવાબ આપ્યો: ‘મા, આ જ તો આપના પુત્રનું પુણ્ય સામ્રાજ્ય છે! આપના પુત્રની રિદ્ધિસિદ્ધિ આગળ દેવ, દેવેન્દ્ર અને ચક્રવર્તીની રિદ્ધિ તૃણ સમાન છે.' આ સાંભળીને મદેવા માતા હર્ષવિભોર થઈ ગયાં અને હર્ષના આંસુથી આંખ ઉપર જે પડળ પડી ગયાં હતાં તે દૂર થઈ ગયાં. તેમણે સમવસરણને જોયો, તેમાં પોતાના પુત્રને જોયો...પુત્ર-ઋષભદેવે માતાને બોલાવી પણ નહીં. કુશળ - સમાચાર પણ ન * પૂછ્યા. માતાને પારાવાર દુઃખ થયું. કવિ રિખવે આ પ્રસંગને પોતાના કાવ્યમાં હૃદયસ્પર્શી ભાષામાં ગાયો છે - તુજ સાથે નહીં બોલું રે રિખવજી
તેં મુજને વિસારી જી. અનંત જ્ઞાનની તું રિદ્ધિ પામ્યો
તો જનની નસંભાલી જી તુજ સાથે. “હે રિખવ તું મને ભૂલી ગયો, હું તારી સાથે નહીં બોલું. પુત્ર, તેં અનંત જ્ઞાનની રિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. પરંતુ તેં જનનીને યાદ પણ ન કરી. હું તારી સાથે નહીં બોલું.' મુજને મોહ હતો, તુજ ઉપરે.
ઋષભ ઋષભ કરી જપતી'તી. અન્ન ઉદક મુજને નવિ રુચતું
તુજ મુખ જોવા તલપતી'તી...તુજ સાથે. “હે વત્સ, મને તારા ઉપર મોહ હતો. તારું નામ જપતી રહેતી હતી. મને અન્ન અને પાણીય ભાવતાં ન હતાં. તારું મુખ જોવા માટે હું તડપતી હતી. તું બેઠો શિર છત્ર ધરાવે
સેવે સુરનર કોડી છે તો જનનીને કેમ સંભારે
જોઈ જોઈ પ્રીતિ તારી જી તુજ સાથે. - “હે પુત્ર, તું શિર ઉપર છત્ર ધારણ કરીને બેઠો છે. કરોડો દેવો અને મનુષ્યો તારી સેવા કરે છે. તો પછી તને તારી જનની કેવી રીતે યાદ આવે? જોઈ લીધી તારી પ્રીતિ, મારા પ્રત્યે તારી કોઈ પ્રીતિ નથી.”
શાન્ત સુધારસઃ ભાગ ૨ |
૨૫૪
Page #265
--------------------------------------------------------------------------
________________
તું નથી કેનો ને હું નથી કેની રે
***ઈહ નથી કોઈ કેનું જી. ' મમતા-મોહ ધરે જે મનમાં
મૂર્ણપણું સવિ તેહનું જી... તુજ સાથે હે પુત્ર, સંસારમાં કોઈ કોઈનું નથી. તું કોઈનો નથી, તો હું પણ કોઈની નથી. જે જીવ પોતાના મનમાં મોહ-મમતા રાખે છે, તે તેની મૂર્ખતા છે. અનિત્યભાવે ચડ્યાં મરુદેવા
બેઠાં ગજવર બંધ રે. અંતગડ કેવલી થઈ ગયો મુગતે
રિખવને મન આણંદજી તુજ સાથે. અનિત્ય ભાવનાના ચિંતનમાં મરૂદેવા માતા નિમગ્ન બન્યા. હાથી ઉપર બેઠાં બેઠાં ધર્મધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં ચાલ્યાં ગયાં. કેવળજ્ઞાની બન્યાં અને એ સમયે આયુષ્ય પૂર્ણ થયું. તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બની ગયાં. ધર્મનો પ્રભાવ : " ... इय दाणसीलतवभावणाओ जो कुणइ सत्तिभत्तिपरो ।
देविंद विंदमहियं अइरा सो लहइ सिद्धि सुहं ॥ શક્તિ અને ભક્તિ-ઉલ્લાસથી જે દાન-શીલતા અને ભાવ સ્વરૂપ ધર્મ કરે છે, તે અલ્પ સમયમાં દેવેન્દ્ર દ્વારા પૂજિત મોક્ષસુખ પ્રાપ્ત કરે છે.
ભાવધર્મ દાન, શીલ અને તપમાં અનુસૂત હોવો જોઈએ. ભાવ વગર દાન, શીલ, તપ વ્યર્થ છે. કહેવામાં આવ્યું છે.
धनं दत्तं वित्तं जिनवचनमभ्यस्तमखिलं क्रियाकांडं चण्डं रचितमवनौ सुप्तमसकृत् । तपस्तीवं तप्तं, चरणमपि जीर्णं चिरतरं, न चेत् चित्ते भावः तुषवपनवत् सर्वमफलम् ॥ હે આત્મનું, તેં ઘણા ધનનું દાન કર્યું. સમગ્ર જિનાગમોનું અધ્યયન કર્યું, ઉગ્ર ક્રિીડાકાંડ કર્યા, વારંવાર પૃથ્વી ઉપર શયન કર્યું, તીવ્ર તપ કર્યું, દીર્ઘ સમય સુધી ચારિત્ર પાળ્યું. પરંતુ જો આ બધામાં ભાવ ન આવ્યો, હૃદય ઉલ્લસિત ન થયું, આત્મા પ્રસન્ન ન થયો; તો સર્વ દાન, શીલ, તપનાં અનુષ્ઠાનો જમીનમાં ફોતરાં વાવ્યા બરાબર છે. એટલે કે નિષ્ફળ છે.
ગ્રંથકાર કહે છે એવો ધર્મ મારા મનમાં નિરંતર રહો, એનાથી જ આત્મહિત અને આત્મકલ્યાણ થાય છે.
આજે બસ, આટલું જ. [ ધર્મપ્રભાવ ભાવના જ
. ૨૫૫ |
ધર્મપ્રભાવ ભાવના
૨૫૫
Page #266
--------------------------------------------------------------------------
________________
શાનીધારી
પ્રવચન ૪૬
૨. ધર્મપ્રભાવ ભાવના : સંકલના :
દવિધ ધર્મ.
ધર્મનો પ્રભાવ.
સર્વનો રક્ષક ધર્મ.
ધર્મવૈભવને પ્રણામ.
ધર્મ કલ્પવૃક્ષ છે.
ધર્મની દુર્લભતા ઃ એક કાવ્ય. જો ધર્મ ન હોય તો ?
એક કથા : જિનપાલિત-જિનરક્ષિતની.
માતા-પિતા પ્રથમ ગુરુ
રત્નદ્વીપ ૫૨ રત્નાદેવી.
દક્ષિણ દિશાના બગીચામાં.
બંને ભાઈ શેલક યક્ષની પાસે.
Page #267
--------------------------------------------------------------------------
________________
સત્ય-ક્ષમા-પર્વવ-શૌર–સંાત્યા ડડવા –વિવિયુવાઃ. यः संयमः किं च तपोऽवगूढश्चारित्रधर्मो दशधाऽयमुक्तः ॥ २ ॥ ૧. સત્ય, ૨. ક્ષમા, ૩. માર્દવ, ૪. શૌચ, ૫. સંગત્યાગ, ૬. આર્જવ, ૭. બ્રહ્મચર્ય, ૮. મુક્તિ, ૯. સંયમ, ૧૦. તપ. આ રીતે દશ પ્રકારનો ચારિત્રધર્મ બતાવ્યો છે.
પરમોપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્તસુધારસ કાવ્યગ્રંથમાં “ધર્મપ્રભાવ ભાવનામાં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો ધર્મ બતાવીને બીજા શ્લોકમાં દશ પ્રકારનો ચારિત્રધર્મ બતાવ્યો છે. નિશ્ચયથી ધર્મ :
આ ચારિત્રધર્મની કેવળ બાહ્યક્રિયાઓ કરીને મેં ચારિત્રધર્મની આરાધના કરી લીધી,' એમ મનનો સંતોષ નથી માનવાનો. દશવિધ ધર્મ તો રસાયણ છે. એ રસાયણ જો તમે પીઓ તો તમારા મનમાં આનંદ ઉછળશે. જન્મ, જરા, મૃત્યુનાં દુઃખોનો ક્ષય થશે. આ લોક અને પરલોકમાં આત્માનું હિત થશે. આ વર્તમાન જીવનમાં પરમાનંદ પામશો અને પરલોકમાં અક્ષય સુખ, અનંત સુખ પામશો.
જે ધર્મથી આત્મા જન્મ, જરા અને મૃત્યુનાં દુઃખોનો તથા કર્મોનો ક્ષય કરે તે આત્માસ્વાભાવિક દશા પામીને અજર-અમર થાય છે. આ ધર્મનો પોતાનો સ્વભાવ છે. જે આત્મા પરપદાર્થોથી વિરક્ત બને છે, પોતાના આત્માના શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા અને એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ શુદ્ધ સ્વભાવી આત્માના ધ્યાનમાં એકાગ્ર થાય છે. તે નિશ્ચયરૂપે ચારિત્રધર્મનો સ્વાનુભવ પ્રાપ્ત કરે છે અને શુદ્ધોપયોગની ભૂમિકાને સ્પર્શે છે. આત્મસ્થ થવું ધર્મ છે
राग-रोस वे परिहरिवि जो अप्पाणि वसइ । सो थम्मु वि जिण-उत्तियढ जो पंचम गइ णेई ॥
- યોગાસરે ધર્મ આત્માનો પોતાનો સ્વભાવ છે. જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય આત્માનું યથાર્થ શ્રદ્ધાન, જ્ઞાન તથા એમાં જસ્થિરતા, આ જ સ્વાત્માનુભવ ધર્મ છે. રાગ-દ્વેષના તીવ્ર પવનના ઝાપટાથી ઉપયોગ ચંચલ થાય છે, ત્યારે સ્વભાવ વિકારી બને છે. તે માટે રાગ-દ્વેષનો ત્યાગ કરીને પોતાના આત્મામાં જ વિશ્રામ કરો. તેમાં જ મગન રહો. આત્માના જ ઉપવનમાં રમંણ કરો. આત્મામાં જ પરમાનન્દદાયક મોક્ષપ્રાપક ધર્મ સ્વયં મળી જશે. સંસાર પ્રત્યે ઉદાસીન બનો. વિરક્ત બનો. સમભાવી બનો. ધર્મપ્રભાવ ભાવના
૨૫૭ |
Page #268
--------------------------------------------------------------------------
________________
આત્મામાં જ ધર્મદેખાશે.
રાગ-દ્વેષનો નાશ કરવાનો એક ઉપાય આ છે કે જગતને નિશ્ચયવૃષ્ટિથી જોવાનું શરૂ કરો. ધમસ્તિકાયાદિ છયે દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં દેખાશે. સર્વ જીવો એક સમાન શુદ્ધ સ્વરૂપી દેખાશે. ત્યાર પછી કોઈ જીવ પ્રત્યે રાગ-દ્વેષ કરવાનું કારણ જ નહીં રહે.
શુદ્ધ નિશ્ચયવૃષ્ટિ, રાગ-દ્વેષના વિકાર દૂર કરવામાં પરમ સહાયક બને છે. દશવિધ સાધુધર્મની આરાધના આ માટે જ કરવાની છે કે જેથી રાગ-દ્વેષના વિકાર શાન્ત થાય. વિષયભોગોની ઉપાદેયબુદ્ધિ નષ્ટ થાય. આત્માનન્દના પ્રેમી બનો. એ માટે આપણા આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવવી જોઈએ. કર્મોના ઉદયથી સુખ-દુખ તો આવવાનાં જ, ત્યારે સમભાવથી, અનાસક્તિથી ભોગવી લેવાં જોઈએ.
દશવિધ સાધુધર્મનું સમ્યગુપાલન ત્યારે જ તમે કરી શકશો કે જ્યારે તમે રાગાદિક વિભાવોનો અને બાહ્ય-અત્યંતર બંને પ્રકારના વિકલ્પોનો ત્યાગ કરી, એકાગ્ર મનથી સર્વ કર્મમલરહિત આત્માનું ધ્યાન કરશો. જ્યાં સુધી ભાવોમાં શુદ્ધ પરિણમન નથી થતું ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ નથી થતી. ધર્મ કરવો, ધર્મની ક્રિયાઓ કરવી, એક વાત છે અને ધર્મ પામવો બીજી વાત છે. જે આત્મા ધર્મ પામે છે, તે જન્મ-મરણની પરંપરાને તોડે છે.
આ ભાવનાની પ્રસ્તાવનામાં આગળ વધતાં ગ્રંથકાર કહે છે - यस्य प्रभावादिह पुष्पदत्तौ विश्वोपकाराय सदोदयेते । ग्रीष्मोष्मभीष्मामुदितस्तडित्वान्, काले समाश्वासयति क्षितिं च ॥३॥
ધર્મના પ્રભાવથી સૂર્ય અને ચંદ્ર આ વિશ્વ ઉપર ઉપકાર કરવાને માટે પ્રતિદિન ઉદિત થાય છે અને બળબળતા, સળગાવી મારતા તાપથી તપ્ત બની ગયેલી ધરતી ઉપર સમુચિત સમયે વીજળીની ચમક દમકની સાથે ગર્જના કરતો મેઘ પણ ધર્મના પ્રભાવથી વરસીને શીતળતા અર્પે છે.” ધર્મનો પ્રભાવ:
ગ્રંથકારે અદ્ભુત વાત કરી છે. સૂર્ય અને ચંદ્ર ધર્મના પ્રભાવથી દરરોજ ઊગે છે, ધર્મના જ પ્રભાવથી મેઘ પાણી વરસાવે છે. વિશ્વ ઉપર ઉપકાર કરવાને માટે ધર્મનું આ અપૂર્વ કાર્ય છે.
- જ્યારે પણ પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થતો હોય ત્યારે એ ઊગેલા સૂર્યની સામે જોઈ પ્રણામ કરીને વિચારો કે હે સૂવિતા, આપનો ઉદય ધર્મના પ્રભાવે થયો છે.
૨૫૮
શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #269
--------------------------------------------------------------------------
________________
આપ આ વિશ્વને પ્રકાશ આપો, તાપ આપો અને વિશ્વનું હિત કરો.” એ જ રીતે ચંદ્રોદયને નિહાળીને પ્રાર્થના કરો ઃ “હે ચંદ્રદેવતા, આપનો ઉદય ધર્મના પ્રભાવે જ થયો છે. આપ વિશ્વના જીવોને શાન્તિ અને શક્તિ આપો.”
::
જ્યારે પણ વર્ષા થતી હોય, ત્યારે આકાશ તરફ જોઈને બોલો : આ ધર્મનો પ્રભાવ છે. મેઘ વરસો અને જગતના જીવોને શીતલતા પ્રદાન કરો, ધરતીને ફલપ્રદા બનાવો.'
ધર્મના પ્રભાવને પુષ્ટ કરતાં ગ્રંથકાર લખે છે ઃ उल्लोलकल्लोलकलाविलासैर्न प्लावयत्यम्बुनिधिः क्षितिं यत् ।
न घ्नन्तियद्व्याघ्रमरुर्दवाद्या, धर्मस्य सर्वोऽप्यनुभाव एषः ।। ४ ।।
ઊછળતો, કૂદતો સાગર બધી ધરતીને પોતાના પેટાળમાં ડૂબાડી દેતો નથી. કેમ ? વાઘ, સિંહ વગેરે હિંસક પશુઓ અને તોફાન-આંધી-દાવાનળ મનુષ્યજાતિનો સર્વનાશ નથી કરતાં, કેમ ? આ બધો ધર્મનો પ્રભાવ છે. સમુદ્રને કિનારે ઊભા રહીને આવું કદી જીવનમાં વિચાર્યું છે કે ઊછળતો સાગર સમગ્ર ધરતીને પોતાની અંદર વિલીન કેમ કરી દેતો નથી ? સાગરમાં શક્તિ છે, સામર્થ્ય છે, છતાં પણ તે પોતાની મર્યાદા કોના પ્રભાવે નભાવે છે ? જ્ઞાની પુરુષો કહે છે - ધર્મના પ્રભાવથી સમુદ્ર પોતાની મર્યાદાનો ત્યાગ નથી કરતો.
વાઘ, સિંહ આદિ હિંસક પશુઓ કે જે લાખોની સંખ્યામાં હોય છે, તે બધાં શા માટે મનુષ્યસૃષ્ટિ ઉપર હુમલો નથી કરતાં ? કેમ માનવદેહોને ભક્ષ્ય નથી. બનાવતાં ? માનવસૃષ્ટિના અસ્તિત્વને કેમ દૂર કરી દેતાં નથી ? જ્ઞાની પુરુષોનું કહેવું છે કે એ ધર્મનો પ્રભાવ છે.
આંધી, ચક્રવાત કેમ નગરો-ગામોને ઉખેડી નાખતાં નથી ? શા માટે સર્વનાશ વેરતાં નથી ? શા માટે જંગલી પશુ-પક્ષીઓ મનુષ્યોને ચૂંથી નાખતાં નથી ? જ્ઞાની મહાત્માઓ કહે છે કે આ ધર્મનો પ્રભાવ છે.
સર્વનો રક્ષક ધર્મ :
ધર્મના અચિન્ત્ય પ્રભાવને બતાવતાં કહે છે -
यस्मिन्नैव पिताहिताययतते, भ्राता च माता सुतः
सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राऽफलं दोर्बलम् । तस्मिन् कष्टदशा विपाकसमये धर्मस्तु संवर्मितः सज्जः सज्जन एष सर्वजगतः स्त्राणाय बद्धोद्यमः ॥ ५ ॥
ધર્મપ્રભાવ ભાવના
૨૫૯
Page #270
--------------------------------------------------------------------------
________________
જ્યારે માતા, પિતા, ભાઈ, બહેન સૌ મુખ ફેરવી લે છે, પોતાના જ માણસો - સૈનિકો દીન-હીન થઈ જાય છે, ધનુષ્યબાણ સજાવનારા હાથોને લકવો થઈ જાય છે; એવા ખરાબ સમયમાં આપત્તિ-વિપત્તિની વેળાએ પણ સજ્જ-સન્સદ્ધ થઈને ધર્મ આખી દુનિયાની રક્ષા કરવા માટે તૈયાર થઈ જાય છે.' - જ્યારે પણ પિતા અને માતા તમારો તિરસ્કાર કરી દે, એ સમયે નિરાશા-હતાશ
ન બનતાં ધર્મનું શરણું લઈ લો. ધર્મ તમારી રક્ષા કરશે. ધર્મ તમને સાચો માર્ગ
બતાવશે. - જ્યારે પણ ભાઈ-બહેન તમારાથી મુખ ફેરવી નાખે ત્યારે ખિન્ન-ઉદ્વિગ્ન-સંતપ્ત
ન થવું, ધર્મનું શરણ લેજો. ધર્મ તમને શાન્તિ-સમતા અને પ્રસન્નતા આપશે. સુખ-સુવિધા આપશે.
જ્યારે તમારા સાથીદારો, સંરક્ષક આદિ અસહાય થઈ જાય, ત્યારે તેમના પ્રત્યે તમે કરુણાભાવ રાખો. તમે ધર્મશ્રદ્ધા ઉપર વૃઢ રહો, આપત્તિ-વિપત્તિમાં પણ પ્રસન્ન રહો, તમારી તમામ ચિંતાઓ ધર્મને સોંપી દઈને નિર્ભય નિશ્ચિત બની જાઓ.
ધર્મમાં શ્રદ્ધા, ધર્મનું શરણ અને ધર્મમાં સમર્પણ એટલે કે પરમાત્માના ચરણોમાં, સદ્ગુરુના ચરણોમાં અને અહિંસાદિ ધર્મોની આરાધનામાં આપણી જાતને સોંપી દેવી. આવાં અનેક દ્રષ્ટાંતો ભૂતકાળમાં જાણવા મળે છે અને વર્તમાનમાં પણ સાંભળવા-જાણવા મળે છે. જે ધર્મને શરણે જાય તે સુખ, શાન્તિ અને સંપન્નતા. પામે છે. ધર્મની ઘોષણા છે વિશ્વમાં: “તમે લોકો મારે શરણે આવો અને મન-વચનકાયાથી સમર્પિત બનીને મારી પાસે રહો, હું તમારું યોગક્ષેમ કરીશ, તમારી રક્ષા કરીશ, આપત્તિઓથી બચાવી લઈશ.” ઘર્મવૈભવને પ્રણામઃ
त्रैलोक्यं सचराचरं विजयते यस्य प्रसादादिदम् योऽत्राऽमुत्र हितावहस्तनुभृतां सर्वार्थसिद्धिप्रदः । येनानर्थकदर्थना निजमहः सामर्थ्यतो व्यर्थिता तस्मै कारुणिकाय धर्मविभवे भक्तिप्रणामोऽस्तु ते ॥६॥ જે ધર્મના પ્રભાવથી ચલ-અચલ વસ્તુઓથી યુક્ત ત્રણે લોકને જીતી શકાય છે. જે ધર્મ પ્રાણીઓને આ ભવમાં, પરભવમાં હિતકારી બનીને તમામ કાર્યોની સિદ્ધિ પ્રદાન કરે છે અને જે ધર્મ પોતાના પ્રભાવથી અનેક અનર્થોની પીડાને ભગાડી મૂકે છે, એ મહાકરુણામય ધર્મવૈભવને મારા ભક્તિભર્યા - ભાવસભર નમસ્કાર છે.
| ૨૦
| શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #271
--------------------------------------------------------------------------
________________
ધર્મનો અચિંત્ય પ્રભાવ બતાવતાં ગ્રંથકાર ઉપાધ્યાયજી કહે છેઃ ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક -ત્રણે લોક પર વિજય પામી શકો છો. ત્રણે
લોક ઉપર વિજય પામવો એટલે મોક્ષ પામવો. સિદ્ધશિલા પર આરુઢ થવું. - ધર્મનો બીજો પ્રભાવ બતાવ્યો છે - તમામ કાર્યોની સિદ્ધિ પામવી. આ ભવમાં
અને પરભવમાં ધર્મ જ હિતકારી બનીને તમામ કાર્યોની સિદ્ધિ પ્રદાન કરે છે. - ધર્મનો ત્રીજો પ્રભાવ બતાવ્યો છે - અનેક અનર્થોની પીડાનો નાશ થવો. ધર્મને
શરણે જાઓ, તમામ પીડાઓ નષ્ટ થઈ જશે. કેવો કરૂણામય છે ધર્મ !! ધર્મની અપરંપાર કરૂણા સમજીને એ ધર્મવિભવને ભક્તિપૂર્ણ હૃદયથી પ્રણામ કરવાના છે. પ્રતિદિન પ્રણામ કરવાના છે. સર્વ પ્રકારના વૈભવોમાં ધર્મવૈભવ શ્રેષ્ઠ છે. જો તમારી પાસે ધર્મવૈભવ હોય, એટલે કે દાન-શીલતપ ભાવરૂપ ધર્મ હોય, ક્ષમાદિ ૧૦ પ્રકારનો ધર્મ હોય તો સમજવું કે તમારી પાસે ધર્મનો વૈભવ છે. તમે તમારી જાતને વૈભવશાળી માનો. તમારી જાતને રંક, દરિદ્ર ન માનો. પામર ન માનો. સાચો વૈભવ ધર્મવૈભવ જ છે. એ વૈભવને વધારતા જ રહો. . ધર્મ કલ્પવૃક્ષ છેઃ . प्राज्यं राज्यं सुभगदयिता, नन्दना नन्दनानाम्,
. रम्यं स्पं सरसकविता-चातुरी सुस्वरत्वम् । - नीरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सबुद्धिम्
किं नु ब्रूमः फलपरिणति, धर्मकल्पदुमस्य ॥ ७ ॥ ધર્મ તો કલ્પદ્રુમ છે! એ બધું જ અર્પે છે. મહાન સામ્રાજ્ય, સૌભાગ્યવતી પત્ની, પુત્ર-પૌત્રોથી ભયભર્યો પરિવાર, જનપ્રિય સૌન્દર્ય, કાવ્યશક્તિ, ચતુરાઈ, વસ્તૃત્વ કલા, નીરોગિતા, ગુણગ્રાહકતા, સજ્જનતા, ઋતંભરા પ્રજ્ઞા આવાં તો કેટલાં ફળ બતાવીએ?
કલ્પવૃક્ષ તો કદાચ તમે લોકોએ જોયું નહીં હોય, એવું કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જે કંઈ માગે તે કલ્પવૃક્ષ આપે છે. તેની નીચે ઊભા રહીને મનુષ્ય પોતાના મનમાં જે જે વિચારે તે તમામ એને મળે છે. પરંતુ આ ધર્મવૃક્ષ તો વગર માગે જ આપે છે. વગર વિચાર્યું આપે છે. તમે કલ્પના ન કરી શકો તેટલાં ભવ્ય - અપૂર્વ અને અપાર સુખ-સાધનો આપે છે! અહીં ગ્રંથકારે થોડાંક ફળ કલ્પવૃક્ષનાં બતાવ્યાં છે ! મહાન સામ્રાજ્ય, સુશીલ પત્ની, વિશાળ પરિવાર, જનપ્રિયતા, સૌન્દર્ય, કાવ્યશક્તિ, ચતુરાઈ, વકતૃત્વ કલા, શારીરિક નીરોગિતા, ગુણગ્રાહકતા,
ધમપ્રભાવ ભાવના
૨૬૧
Page #272
--------------------------------------------------------------------------
________________
સજ્જનતા અને વિશુદ્ધ બુદ્ધિ!
અન્ય શું જોઈએ? તમે કલ્પવૃક્ષની પાસે રહો. તમને એ તમામ ફળ મળવાનાં છે. અહીં વર્તમાન કાળમાં જેની પાસે આ ફળો છે, જેટલાં ફળો છે, તે તમામ ધર્મના પ્રભાવે જ છે. પૂર્વજન્મમાં કરેલી ધર્મઆરાધનાનાં એ ફળો છે. ધર્મનાં આ તમામ ફળો પ્રાપ્ત કરીને જો મનુષ્ય ધર્મપરાયણ બને - ધાર્મિકતાને જીવનમાં ઉતારે, તો. આગામી જન્મમાં પણ એ એવાં જ ફળ પ્રાપ્ત કરે. એનાથીય સારાં ફળો મેળવે છે. પરંતુ જો તે ધર્મથી પ્રાપ્ત થયેલાં સુખોમાં ઉન્મત્ત થઈને પાપાચરણ કરતો રહે, તો ફરીથી ધર્મના ફળસ્વરૂપ ભૌતિક સુખો એને નહીં મળે. એ દુઃખોના નરકમાં પડશે. એટલા માટે દાન-શીલ આદિ ધર્મ અને ક્ષમા-નમ્રતા આદિ ધર્મનો કદીય ત્યાગ ન કરો. ઘર્મની દુર્લભતા - એક કાવ્યઃ શ્રી જયસોમ મુનિરાજે ધર્મની દુર્લભતા ગાતાં કહ્યું છે -
ધન ધન ધર્મ જગહિતકર, ભાખીયો ભલો જિનદેવ રે. ઈહ પરભવ સુખદાયકો, જીવડા જનમ લગે સેવ રે... ભાવના સરસ સુખલડી, રોળ તું હૃદય આરામ રે સુકત-તરુ લહિય બહુ પસરતી, સફળ ફલશે અભિરામ રે..૧ ખેત્ર શુદ્ધિ કરીય કરણારસે કાઢી મિથ્યાદિક સાલ રે ગુપ્તિ ત્રિહ ગુપ્તિ રુડી કરે નીક તું સુમતિની વાત રે..૨ સીંચજે સુગુરુ વચનામૃત, કુમતિ કંધેર તજી સંગ રે ક્રોધ માનાદિક સ્કરા, વાનરા વાર અનંગ રે.૩ સેવતાં એહને કેવલી, પનરચય તીન અણગાર રે ગૌતમ શિષ્ય શિવપુર ગયા. ભાવતા દેવગુરુ સાર રે..૪ શુક પરિવ્રાજક સીધલો, અર્જુનમાલી શિવવાસ રે. રાય પરદેશી અપાવીઓ, કાપીઓ તાસ દુઃખ પાસ ૨.૫ દુસમ સમય “દુખસહ” લગે, અવિચલ શાસન એહ રે.
ભાવશ્ય ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે...૦ આ પ્રાચીન ગુજરાતી ભાષાનું કાવ્ય છે. આનો સંક્ષેપમાં તમને અર્થ બતાવું છું. ૧. ધન્ય હો ધન્ય હો ધર્મને - જે ધર્મ જિનેશ્વર દેવોએ કહ્યો છે. આ શ્રેષ્ઠ ધર્મ છે,
આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે. એટલા માટે હે જીવ! તું
જીવનપર્યત આ ધર્મની આરાધના કર. ( ૨૬૨
શાન્તસુધારસઃ ભાગ ૨)
Page #273
--------------------------------------------------------------------------
________________
આ ભાવના સુરલતા છે. કલ્પલતા છે. તું તારા હૃદયઉદ્યાનમાં એ સુરલતાને રોપી દે. એ સુરલતા તારાં સુકૃતોના વૃક્ષને સહારે ઉપર ચડશે, વિસ્તૃત થશે. એની ઉપર શ્રેષ્ઠ ફળ બેસશે.
૨. એ ભાવના - સુરલતાને પામવા માટે સર્વ પ્રથમ તું ક્ષેત્રશુદ્ધિ કરજે. પછી એ ખેતરમાં કરુણાનું પાણી નાખજે. ખેતરમાંથી મિથ્યાત્વ વગેરે કાંટા દૂર કરી દેજે. ખેતરની સુરક્ષા માટે ત્રણ ગુપ્તિરૂપ વાડ ચારે કોર કરી દેજે. પછી સુ-મતિ (સબુદ્ધિ) રૂપ નીક - નાળ દ્વારા એમાં કરુણાનું પાણી વહેવડાવજે. ૩. એ નીક - નાળ દ્વારા સદ્ગુરુનાં વચનામૃત એ ખેતરમાં વહેવડાવવાં. ખેતરમાં અહીંતહીં ફેલાયેલા કુમતિરૂપ બાવળો જેવાં વૃક્ષો દૂર કરી દેવાં. કુમતિનો સંગ ન કરવો. એ ભાવનારૂપ સુરલતાને ક્ષત-વિક્ષત કરનારા ક્રોધમાનાદિક સુકરોને - ભૂંડોને અને કામવિકારરૂપ વાંદરાઓને દૂર કાઢી મૂકવા.
૪. આ ભાવના, સુરલતાની આરાધનાથી ૧૫૦૩ તાપસ શ્રમણો બની ગયા હતા અને ગૌતમ સ્વામીના શિષ્ય બનીને મોક્ષમાં ગયા હતા. આ બધો દેવ-ગુરુ ધર્મનો જ પ્રભાવ છે.
૫. આ ધર્મની આરાધનાથી શુક-પરિવ્રાજક મુક્તિ પામ્યા હતા. અર્જુન માલીએ મોક્ષ મેળવ્યો હતો. પ્રદેશી રાજા નિષ્પાપ બન્યા હતા. એમના તમામ દુઃખનાં બંધનો તૂટી ગયાં હતાં.
૬. આ દુષમ કાળમાં પાંચમા આરાના અંતમાં શ્રી દુપ્પસહસૂરિ હશે, ત્યાં સુધી જિનશાસન અવિચળ રહેશે; એટલા માટે જે ભવ્ય જીવ ભાવપૂર્વક ધર્મની આરાધના કરે છે, તે ગુણભંડાર બને છે અને એની બુદ્ધિ નિર્મળ બને છે. જો ધર્મ ન હોય તો :
આવો મહાન ધર્મ જ્યાં સુધી જીવનમાં હોતો નથી ત્યાં સુધી ભાગ્ય, ગ્રહદોષ, સમયનો ફેર... વક્રદૃષ્ટિ વગેરેમાં માનવી ગુંચવાતો જ રહે છે. મનમાં અનેક પ્રકારનાં તોફાનો ઊમટે છે. વૈભવ-સંપત્તિ હોવાં છતાં પણ મનુષ્ય ઉદાસી, સંતાપ અને વ્યથાનો બોજ ઊઠાવીને જીવે છે અને મનુષ્યનું જીવન વ્યર્થ વહી જાય છે. એટલું સદાય યાદ રાખો કે સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. તમે મનુષ્ય છો. ધર્મમય ચિંતન, ધર્મમય ચારિત્ર અને ધર્મમય વ્યવહારની ઉત્કૃષ્ટતા ટકાવી રાખો. એમાં ભલેને ગમે તેટલું નુકસાન ભોગવવું પડે. ધર્મના આદર્શો પ્રત્યે દૃઢતા અને એ માર્ગ ઉપર ચાલતાં મુશ્કેલીઓ સામે લડવું પડે એ તપશ્ચર્યા છે. એમાં જ તમારું શૌર્ય અને સાહસ છે. વિલાસ, વ્યામોહ, અહંકાર અને પૂર્વગ્રહોનાં સ્વપ્નોમાં ફસાઓ નહીં. જો ફસાયા તો સર્વનાશ થઈ જશે.
ધર્મપ્રભાવ ભાવના
૨૦૩
Page #274
--------------------------------------------------------------------------
________________
એક કથા - જિનપાલિત-જિનરક્ષિતની :
જિનરક્ષિતનો કેવો સર્વનાશ થયો અને જિનપાલિત કેવી રીતે ધર્મપથ ઉપર ચાલતાં સુખી થયો, એ વાત આજે તમને કહું છું. અતિ રોમાંચક વાર્તા છે. શાસ્ત્રોમાં કહેલી વાર્તા છે.
‘ચંપા’ નામે નગરી હતી. એ નગરીમાં માકંદી' નામનો ધનાઢ્ય શ્રેષ્ઠી રહેતો હતો. કુબેર સમાન એની ઋદ્ધિ હતી અને એ દાન પણ એટલા જ ઉદાર દિલથી ખુલ્લા હાથે આપતો હતો. સર્વત્ર એ ‘દાનેશ્વરી’ના રૂપમાં પ્રશંસા પામતો હતો. એને બે પુત્રો હતા - જિનપાલિત અને જિનરક્ષિત. બંને ભાઈઓ કાર્યદક્ષ હતા. વ્યવહારકુશળ અને બુદ્ધિશાળી હતા. વેપારમાં તેઓ ખૂબ જ સાહસિક હતા. એમનો વેપા૨ સમુદ્રમાર્ગે થતો હતો. તેઓ સમુદ્રમાર્ગેથી ૧૧ વા૨ વિદેશયાત્રા કરી ચૂક્યા હતા. બંને ધન કમાવામાં આસક્ત હતા. તેઓ બારમી વાર વિદેશયાત્રા કરવા તત્પર બન્યા. શ્રેષ્ઠી માકંદીએ ના પાડી; પરંતુ બંને પુત્રોએ વાત ન માની. માતાએ પણ ના પાડી, તો પણ તેઓ માન્યા નહીં. ધનાર્જન માટે તેઓ પાગલ બન્યા હતા. ૧૧-૧૧ વાર તેમણે સફળતાનાં શિખરો સર કર્યાં હતાં. તેમણે જહાજ તૈયાર કર્યાં. માલ ભર્યો અને ચાલી નીકળ્યા વિદેશયાત્રાએ.
પરંતુ આ વખતે દુર્ભાગ્યે હુમલો કરી દીધો. સાગરમાં ભયાનક તોફાન આવ્યું. જહાજ ઊછળવા લાગ્યું અને એમાં અવ્યવસ્થા ફેલાઈ ગઈ. બંને ભાઈઓ બળવાન હતા, બુદ્ધિશાળી હતા. વહાણને બચાવવા જીવ પર આવીને પ્રયત્નો કર્યા. જહાજ ઉપ૨ જળતરંગોના પ્રહારો થવા લાગ્યા. તૂટીને એ જહાજ સાગરમાં ડૂબવા લાગ્યું. બંને ભાઈઓએ જહાજનું એક તૂટેલું પાટિયું પકડી લીધું. સર્વસ્વ લુપ્ત-નષ્ટ થઈ ગયું. પરંતુ બે ભાઈઓ વિક્ષુબ્ધ ન થયા. પૂર્ણ સાહસથી તેઓ લાકડાના પાટિયાને વળગી રહ્યા. થોડી વાર પછી સમુદ્ર શાન્ત થઈ ગયો. પાટિયું તરતું રહ્યું. બે દિવસ અને બે રાત સુધી ભૂખ્યાતરસ્યા જિનપાલિત-જ઼િનરક્ષિત પાટિયાના સહારે તરતા રહ્યા. ત્રીજે દિવસે તેઓ એક નિર્જન બેટને કિનારે પહોંચ્યા.
તેઓ દ્વીપ ઉપર આવ્યા. દ્વીપ વિવિધ પ્રકારનાં વૃક્ષોથી હર્યોભર્યો હતો. સ્વાદિષ્ટ જળનાં ઝરણાં પણ વહેતાં હતાં. બંને ભાઈઓએ પેટ ભરીને ફળ ખાધાં, પાણી પીધું અને નારિયેળના વૃક્ષ નીચે બેસીને વાતો કરવા લાગ્યા.
માતા-પિતા પ્રથમ ગુરુ :
જિનપાલિતે જિનરક્ષિતને કહ્યું : “જો આપણે માતા-પિતાની વાત માની હોત તો આપણી આ દુર્દશા ન થાત.” જિનરક્ષિતે કહ્યું : ‘૧૧ વાર સફળતા મળી છે, તો એક વાર નિષ્ફળતા પણ અનુભવવી પડે.’
૨૬૪
શાન્તસુધારસ : ભાગ ૨
Page #275
--------------------------------------------------------------------------
________________
તારી વાત ઠીક છે રક્ષિત, પરંતુ મને તો ચિંતા છે કે આપણે પાછા ઘેર જઈ શકીશું કે નહીં? જહાજ ડૂબી ગયું એની મને ચિંતા નથી. ધન નહીં કમાઈએ એની ય મને ચિંતા નથી. પરંતુ જીવનરક્ષા થઈ જાય, તો પણ ઘણું છે.” “મોટાભાઈ, ચિંતા કરવાથી શું વળે? જે થવાનું હશે તે થશે. આપણું કિસ્મત તો આપણી સાથે જ છે.”
માતા-પિતાને આપણી ચિંતા સતાવશે. તે દુઃખી થશે.” જિનપાલિત મૌન રહ્યો. તે પોતાના શરીરને.. ફાટેલાં કપડાંને જોવા લાગ્યો. બે દિવસ અને બે રાત સમુદ્રના પાણીમાં તરતા રહેવાથી શરીર ઉપર ઘા પડ્યા હતા અને વસ્ત્ર જર્જરિત થઈ ગયાં હતાં.
એ વખતે એક દિવ્ય સ્ત્રી અચાનક ત્યાં આવી ચડી. તેના હાથમાં તલવાર હતી, આંખો એની લાલ હતી. એનો દેખાવ વિકરાળ અને વિરૂપ હતો. એ આમની પાસે આવી અને બોલી, ‘હેમાકંદી શ્રેષ્ઠીના પુત્રો, આ રત્નદ્વીપ છે અને હું આ રત્નદ્વીપની અધિષ્ઠાયિકા રત્નાદેવી છું.' રત્નદ્વીપ પર રત્નાદેવી:
રત્નાદેવીએ કહ્યું “તમે બંને ભાઈઓ મારી સાથે મારા મહેલમાં ચાલો. હું કહું એમ જો તમે કરશો, તો સુખભોગ પામશો અને કહ્યું નહીં માનો, તો બેય જણને મારીને સમુદ્રમાં ફેંકી દઈશ. સમજ્યા?” બે ભાઈઓએ રત્નાદેવીની વાત માની અને એના મહેલમાં ગયા. દેવીએ બંનેને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. અશુચિ પુદ્ગલ દૂર કરીને રત્નાદેવીએ બંનેની સાથે ભોગવિલાસ કર્યો.
ઉત્તમ નિવાસ, ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ આભૂષણો અને એવું જ ઉત્તમ ભોજન અને દેવી સાથે શ્રેષ્ઠ ભોગવિલાસ! ભૌતિક દૃષ્ટિથી તો બંને ભાઈઓને સર્વ પ્રકારનું સુખ મળ્યું. જિનરક્ષિત દેવીને વધારે ચાહવા લાગ્યો. જિનપાલિત પોતાના મનમાં વિચારવા લાગ્યો - “આ દેવી સાથે અમારો કોઈ પૂર્વપરિચય નથી, તો પણ અમને આટલું બધું સુખ શા માટે આપી રહી છે? આ દેવી છે, એની પાસે દિવ્ય શક્તિ પણ છે. અમારાથી વધારે સ્વરૂપવાન અને બળવાન પુરુષો એને મળી શકે તેમ છે સુખ ભોગો માટે, તો પણ એ મારી સાથે આટલો પ્રેમ શા માટે કરે છે? મારી સમજમાં કશું આવતું નથી. પણ મારા હૃદયમાં એક અવ્યક્ત ભય ઉત્પન્ન થયો છે. જિનરક્ષિત તો દેવીના મોહમાં ડૂબી ગયા જેવો જ છે. કોઈ વાત વિચારવા જ તૈયાર નથી. ખેર, જોઈએ. આગળ શું થાય છે?”
રત્નાદેવીનો મહેલ ભવ્ય મહેલ છે. સર્વ સુવિધાઓથી પરિપૂર્ણ છે. મહેલની ચારે દિશાઓમાં ચાર મોટા સુંદર ઉદ્યાનો છે. પુષ્પો, વેલીઓ છે. ખાધ ફળોનાં
ધમપ્રભાવ ભાવના
૨૫
Page #276
--------------------------------------------------------------------------
________________
વૃક્ષોય છે. સ્નાનાગાર પણ છે, લતામંડપ છે, સુગંધિત પુષ્પોની બહાર સતત વહેતી. રહે છે. દેવી રત્ના પોતાના બંને પ્રેમીઓ - જિનપાલિત અને જિનરક્ષિતને દિનરાત પ્રસન્ન રાખે છે. એમની હર ઇચ્છાને પૂર્ણ કરે છે. મનુષ્ય હોવા છતાં બંને ભાઈઓ દૈવી સુખો પામે છે, પરંતુ સુખોમાં મગ્ન મનુષ્ય આવનાર દુઃખોની કલ્પના કરી શક્તો નથી - જો તેના હૃદયમાં ધર્મન હોય તો. કેટલાક મહિનાઓ વીતી ગયા.
એક દિવસે રત્નાદેવીએ બંને ભાઈઓને કહ્યું: દેવેન્દ્રની આજ્ઞા આવી છે. મારે એમની આજ્ઞા અનુસાર કેટલાક દિવસ માટે જવું પડશે. હું કામ પતાવીને જલદી આવી જઈશ. જો મહેલમાં મન ન લાગે તો ઉદ્યાનમાં જો, ત્યાં મને રાજી કરજો. પણ દક્ષિણ દિશાના ઉધાન તરફ ભૂલેચૂકેય જતા નહીં. પગ મૂકતા નહીં!' ચારે ઉદ્યાનોનું વર્ણન એક કવિ શાન્તિવિજયજીએ કર્યું છે. સાંભળો -
જો ઈહાં અરતિ ઉપજે રે લાલ, તો જાજ્યો પૂરવ બાગ રે, દોય ઋતુનાં ફળ ખાવો રે લાલ, જાગશે વિષયવિકાર રે, એ ફળને ખાધો થકાં રે લોલ, કરજો મનમાન્યા રંગરાગ રે, કામ દીપાવણ એહ છે રે લાલ મન ઈચ્છા પૂરણહાર રે. વાવ ઘણી છે એ બાગમાં રે લાલ, સરોવર ઘણાં તિણ ઠામ રે મોર બપૈયા કોયલ લવે રે લાલ, જેહની મીઠી વાણ રે... તિહાં કદા અરતિ ઉપજે રે લાલ, તો બાગ ઉત્તરમાં જાય રે, દોયતનાં સુખ ભોગવો રે લાલ જિહાં ચકવચકવો શબ્દ થાય રે. તિમ હી જ પશ્ચિમ ભાગમાં રે લોલ, દોય તનાં ફળ ખાઓ રે કીડા કર જે મનગમી રે લાલ, પણ દક્ષિણ બાગ મત જાઓ રે. તેહમાં સર્પ છે મોટકો રે લાલ, ચંડ રોદ્ર કાલિનાગ રે રખે પીડા તુમને કરે રે લાલ, મુખ તુજ પર રાગ રે. દાંત છે લોહ જ સરિખા રે લોલ, જીભ તડતડ જાણ રે, તિણ કારણ વજુ અછું રે લાલ, રખે લિયે તુજ પ્રાણ રે.. એમ એ ત્રણે બાગમાં રે લાલ, સર્વ કાલ ગહઘાટ રે, સુખશાતા ઘણી પામશો રે લાલ, જોજ્યો મારી વાટ રે.. આટલું કહીને રત્નાદેવી ચાલી ગઈ. જિનપાલિત અને જિનરક્ષિત ગહન વિચારમાં ખોવાઈ ગયા. ત્રણ દિશાઓના બાગમાં જવા કહ્યું, પરંતુ દક્ષિણ દિશાના બાગમાં જવાનો નિષેધ કર્યો! નિષેધનું કારણ પણ બતાવ્યું, છતાં પણ બંને ભાઈઓ એ બગીચામાં જવા માટે ઉત્કંઠિત થયા. રોકનાર તો કોઈ હતું નહીં. તેઓ બાગમાં પહોંચ્યા ય નથી ને પાસેથી જ ભયંકર દુર્ગધ આવવા લાગી. તેમણે બગીચામાં પ્રવેશ કર્યો તો સૌ પ્રથમ એમણે શૂળી પર ચડાવેલા એક પુરુષને જોયો. બાગમાં [૨૬૬
શાન્ત સુધારસ ભાગ ૨)
Page #277
--------------------------------------------------------------------------
________________
સર્વત્ર હાડકાં, માંસ અને રક્ત દેખાતાં હતાં. બંને ભાઈઓ ભયથી વ્યાકુળ થઈ ગયા, શરીરમાંથી પરસેવો છૂટી ગયો. તેઓ શૂળી પાસે પહોંચ્યા અને એ પુરુષને પૂછ્યું : “તું કયા નગરનો રહેવાસી છે ? તેં કયો અપરાધ કર્યો કે તને શૂળીએ ચડાવી દેવામાં આવ્યો ?”
એ પુરુષે પ્રત્યુત્તર આપ્યો : “હું કાકંદી નગરનો રહેવાસી છું. સમુદ્રમાં મારું જહાજ ડૂબી ગયું અને હું એક પાટિયાના સહારે અહીં રત્નદ્વીપમાં આવ્યો. રત્નાદેવીએ મને પકડ્યો. કેટલોક સમય સંસારનાં સુખ ભોગવ્યાં, પણ એક દિવસે મારી એક નાનીશી ભૂલ થઈ અને મને શૂળીએ ચડાવી દેવામાં આવ્યો. હું તો હવે મરવાનો છું, પરંતુ તમે બંને ક્યાંથી આવ્યા ?”
જિનપાલિતે તેમની વાર્તા કહી સંભળાવી. બધી વાત સાંભળી એ પુરુષે કહ્યું : “જો તમારે ચંપાનગરી પહોંચવું હોય, તો પૂર્વ દિશાના બગીચામાં ચાલ્યા જાઓ, ત્યાં ‘શેલક’ યક્ષનું મંદિર છે. તમે એ યક્ષની પૂજા કરો. વિનમ્ર થઈ વિનંતી કરજો. એ તમને ચંપાનગરી પહોંચાડશે. નહીંતર આ દેવી એક દિવસ તમને બંનેને ય શૂળી પર ચડાવી દેશે.”
બંને ભાઈઓ શેલક યક્ષની પાસે ઃ
બંને ભાઈઓ એ બગીચાની બહાર આવ્યા. ઊંડા વિચારમાં પડી ગયા. જિનપાલિતે જિનરક્ષિતને કહ્યું : ‘ભાઈ, વિલંબ કર્યા વગર ચાલો શેલક યક્ષની પાસે. જો એ દેવી આવી ગઈ અને એને ખબર પડી કે આપણે દક્ષિણના બગીચામાં ગયા છીએ, તો એ આપણને બંનેને મારી નાખશે. અતિ ક્રૂર નારી છે એ. તેં જોયું ને બગીચામાં કેટલાં અસ્થિપિંજરો છે ? કેટલું માંસ અને રુધિર પડ્યાં હતાં ? કેટલા પુરુષોને ભોગવીને એણે એમને મારી નાખ્યા છે ?”
બંને ભાઈઓ તરત જ પૂર્વદિશાનાં બાગમાં પહોંચ્યા. શેલક યક્ષનું મંદિર જોઈ એમાં પ્રવેશ્યા. મંદિરમાં યક્ષની મૂર્તિ હતી. બંનેએ હૃદયથી યક્ષની પ્રાર્થના કરી, પુષ્પોથી પૂજા કરી. યક્ષ પ્રકટ થયો. બન્ને ભાઈઓ યક્ષનાં ચરણોમાં પડ્યા. “અમે બંને દુઃખી છીએ ભગવન્ ! અમારી ઉપર કૃપા કરો. અમને ચંપાનગરી પહોંચાડીને અમારી રક્ષા કરો.”
બંને ભાઈઓ દીન-હીન બનીને યક્ષની સામે હાથ જોડી ઊભા રહ્યા. યક્ષે કહ્યું : “હું તમને બંનેને ચંપાનગરી પહોંચાડી દઈશ. પરંતુ હવે તમે દેવીનો મોહ ન રાખતા. મારી પીઠ ઉપર બેસી જો. હું તમને આકાશમાર્ગે ચંપા લઈ જઈશ, પરંતુ દેવીને ખબર પડી જશે, તો તે તરત જ તમારી પાછળ આવશે. મારી પીઠ ઉપર જ્યાં સુધી તમે રહેશો અને એની સામે નહીં જુઓ, ત્યાં સુધી દેવી કશું નહીં કરી શકે. તમે ધર્મપ્રભાત ભાવના
૨૭
Page #278
--------------------------------------------------------------------------
________________
નિર્ભય બનીને બેસજો. દેવી તમને લલચાવશે, ડરાવશે, ભય દેખાડશે.... પરંતુ તમારે એની સામે નહીં જોવાનું. જો તમે એની સામે જોશો, તો તમને મારી પીઠ ઉપરથી સમુદ્રમાં ફેંકી દઈશ અને એ ક્રૂર દેવી તમારા હજાર હજાર ટુકડા કરી નાખશે.”
બંને જણાએ કહ્યું: ‘અમને આપની વાત માન્ય છે. હવે અમારા મનમાં દેવી માટે મોહ રહ્યો નથી અને અમને આપની ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે દેવી અમારું કશુંય અહિત નહીં કરી શકે.”
શેલક યક્ષે જિનપાલિત અને જિનરક્ષિતને પોતાની પીઠ ઉપર બેસાડી દીધા અને આકાશમાર્ગે પ્રયાણ કર્યું. બંને ભાઈઓ નિશ્ચિત અને નિર્ભય બન્યા. તેમણે શૂળી ઉપર ચડેલા પુરુષનો ઉપકાર માન્યો જો તેણે અહીંથી ભાગવાનો રસ્તો બતાવ્યો ન હોત તો એક દિવસે એમને પણ શૂળી પર ચડવું પડત. તેમણે શેલક યક્ષનો ખૂબ ખૂબ આભાર માન્યો.
હજુ તો એ લોકો આકાશમાર્ગેથી જઈ રહ્યા હતા ત્યાં તો રત્નાદેવી પોતાનું વિકરાળ-ભયાનક રૂપ ધરીને, હાથમાં લાંબી તલવાર લઈને પાછળ આવી પહોંચી.
જ્યારે તે પોતાના મહેલમાં પહોંચી, તો તેણે બે ભાઈઓને ન જોયા. તરત જ તેણે પોતાના જ્ઞાન દ્વારા જાણી લીધું કે બંને જણા શેલક યક્ષની મદદથી ભાગી ગયા છે. તે ક્રોધમાં સળગી ઊઠી. એની આંખો અંગારા જેવી થઈ ગઈ. પ્રબળ અટ્ટહાસ્ય કરતી શેલક યક્ષની પાછળ દોડી. તે પાગલ જેવી બની ગઈ. હાથમાં રહેલી તલવારથી તે નિરર્થક પ્રહારની ચેષ્ટા કરવા લાગી. દંભી... વિશ્વાસઘાતી હું તમને જવા નહીં દઉં. તમારા ટુકડેટુકડા કરીને સમુદ્રમાં નાખી દઈશ. હું સમજી હતી. કે તમે સરળ અને સાચા પ્રેમી છો. પરંતુ તમે તો પ્રપંચી. દંભી અને દગાબાજ નીકળ્યા.'
જિનપાલિત-જિનરક્ષિત નિર્ભય હતા. એક શબ્દ પણ તેઓ ન બોલ્યા, દેવીની સામે જોયું પણ નહીં. યક્ષરાજ ઉપર એમને પૂર્ણ શ્રદ્ધા હતી - “જ્યાં સુધી અમે યક્ષરાજની પીઠ ઉપર છીએ ત્યાં સુધી દેવી અમારું કશું જ બગાડી શકશે નહીં.'
આજે બસ, આટલું જ.
[૨૪૮
૨૬૮]
| શાન્તસુધારસ : ભાગ ૨)
શાન્ત સુધારસ : ભાગ ૨
Page #279
--------------------------------------------------------------------------
________________
ક
શીલાસ્ટિી
પ્રવચન ૪૦ ૩. ધર્મપ્રભાવ ભાવના
: સંકલના : હે જિનધર્મ, તું મારું પાલન કર. ૦ ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. . ધર્મ કરુણાસભર છે. ધર્મ ઘેર્યવાન છે. ધર્મ મુક્તિસુખનું સાધન. ધર્મ સંસારભયનાશક. ધર્મ : જગતનો આધાર. ધર્મ: ધીર અને ગંભીર. ધર્મને સવિનય નમસ્કાર. ધર્મથી ભય અને શોક દૂર. રત્નાદેવીની પ્રપંચજાળ. જિનરક્ષિતની ચંચળતા. જિનરક્ષિતનો સર્વનાશ. જિનપાલિતનું ચિંતન. ભગવાન મહાવીરસ્વામી ચંપામાં. ધર્મઃ જન્મ-પરંપરાને તોડનારો. ધર્મ: અસહાયનો સહાયક. જિનપાલિત મુનિ બન્યો. સાધુજીવનમાં મુખ્ય જ્ઞાનોપાસના. સાધુજીવનમાં તપશ્ચર્યા. ધર્મની શ્રેષ્ઠતા કેટલીક સૂક્તિઓ.
Page #280
--------------------------------------------------------------------------
________________
પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથમાં દશમી ભાવનાનું વસંત રાગમાં ગાન કરે છે. સોહિણી રાગમાં પણ આ ભાવના સુંદર રીતે ગાઈ શકાય છે.
पालय पालय रे, पालय मां जिनधर्म । मंगलकमलाकेलिनिकेतन, करुणाकेतन धीर । शिवसुखसाधन भवभयबाधन जगदाधार गम्भीर ॥ पालय. હે જિનધર્મ! તું મારું પાલન કર. ઓ જિનકથિત ધર્મ! તું મારું પાલન કર, તું મારી રક્ષા કર, તું મારો ઉદ્ધાર કર. ઓ જિનકથિત ધર્મ ! તું મંગલમયી ક્રીડાઓના સ્થાનરૂપ છે. " તું કરુણાસભર છે. : તું ઘેર્યવાન છે. - તું મુક્તિસુખના સાધનરૂપ છે. . સંસારના ભયોને દૂર કરનાર છે. - જગતના આધારરૂપ છે. i તું ધીર છે.. ગંભીર છે.
એ રીતે હે ધર્મ! તું મારું પાલન કર. ઘર્મ ઉત્કૃષ્ટ મંગલ છેઃ
ગ્રંથકારે કહ્યું છે કે ધર્મમંગલમયી ક્રીડાઓનું સ્થાન છે, એટલે કે જેના જીવનમાં ધર્મ હોય છે, જેના મનમાં સદૈવ ધર્મ હોય છે, એનાં તમામ કાર્યો મંગલમય હોય છે. દેવલોકના દેવો પણ એની સામે નતમસ્તક થાય છે. “દશવૈકાલિક સૂત્ર”ના પ્રારંભમાં જ કહ્યું છે કે -
धम्मो मंगलमुक्किळं अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो ॥ અહિંસા, સંયમ અને પરૂપ ધર્મ ઉત્કૃષ્ટ-શ્રેષ્ઠ મંગલ છે. સવા ધર્મમાં જેનું મન સદેવ રમણ કરતું હોય, એને દેવો પણ વંદન કરે છે. એનાં તમામ દુઃખો દૂર થાય છે, સર્વ સુખો પ્રાપ્ત થાય છે.
૨૭૦
Sિ
શાન્તસુધારસ: ભાગ ૨
Page #281
--------------------------------------------------------------------------
________________
ધર્મ કરુણાસભર છે :
ધર્મ જેવી રીતે ઉત્કૃષ્ટ મંગલ છે એ રીતે ધર્મ કરુણામય છે. ધર્મની પાસે જનાર પાપી હોય, દુઃખી હોય યા અનાચારી હોય, ગમે તેવો ભલેને ન હોય, ધર્મ એને કરુણામય દૃષ્ટિથી જુએ છે. કાલે જ મેં તમને જિનપાલિત-જિનરક્ષિતની વાર્તા સંભળાવી હતી ને ? તે બંને ભાઈઓ રત્નાદેવીના મોહમાં મૂઢ બન્યા હતા. ભક્ષ્યઅભક્ષ્યનો વિવેક રહ્યો ન હતો. રંગરાગ અને ભોગવિલાસમાં એ લોકો ધર્મને ભૂલી ગયા હતા. પરંતુ જ્યારે વાસ્તવિકતાનું ભાન થયું, પ્રાણ સંકટમાં આવી પડ્યા, ત્યારે તેઓ શેલક યક્ષની પાસે ગયા હતા ! યક્ષરાજે એમને કરુણાભાવથી શરણું આપ્યું હતું અને પોતાની પીઠ ઉપર બેસાડીને રત્નદ્વીપમાંથી ભગાડ્યા હતા. ધર્મ કોઈનો તિરસ્કાર કરતો નથી. હા, ધર્મની પોતાની કેટલીક શરતો હોય છે - શ્રદ્ધાની ! ધર્મ પ્રત્યે શ્રદ્ધા ટકાવી રાખો, બસ, ધર્મ તમારું શુભ - મંગલ - કલ્યાણ ક૨શે જ. ધર્મની કરુણાને સદા યાદ રાખો. ધર્મ ધૈર્યવાન છે :
ધર્મનો ત્રીજો પરિચય છે - ધૈર્યવાનના રૂપમાં એટલે કે ધર્મપથ ઉપર ચાલનારાઓએ ધૈર્યવાન બનવું પડે છે. અડગ રહેવું પડે છે. દૃઢ રહેવું પડે છે. શાન્ત રહેવું પડે છે. જેમ રત્નાદેવીએ પાછળથી આવીને બે ભાઈઓને ભય બતાવ્યો, મારી નાખવાની ધમકી આપી, પરંતુ બંને ભાઈઓને યક્ષરાજ ઉપર વિશ્વાસ હતો - ભરોસો હતો એટલા માટે દેવીથી ડર્યા નહીં. તમે ધર્મમાર્ગ ઉપર ધૈર્ય ધારણ કરીને ચાલતા રહો, ધર્મ તમારી રક્ષા કરશે જ.
ધર્મ - મુક્તિસુખનું સાધન ઃ
જો તમારે મુક્તિનું - મોક્ષનું સુખ જોઈતું હોય તો તે ધર્મથી જ મળશે. ક્ષમા, નમ્રતા આદિ દશ પ્રકારનો ધર્મ, અહિંસા, સંયમ અને તપનો ધર્મ તમને મુક્તિનું સુખ આપશે. પરંતુ મુક્તિસુખ પામવાની તમારી તીવ્ર અભિલાષા હોવી જોઈએ. સંસારનાં ભૌતિક સુખો પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય હોવો જોઈએ.
ધર્મ - સંસારના ભયોનો નાશક :
સંસારમાં - વિશ્વમાં અનેક પ્રકારના ભયો હોય છે. જીવ ભયાક્રાન્ત હોય છે. ભયમાંથી મુક્ત થવા મનમાન્યા ઉપાયો કરતા રહે છે અને વિશેષ રૂપે ભયોમાં ફસાતા જાય છે. સૌથી મોટો ભય મૃત્યુનો છે. જિનપાલિત અને જિનરક્ષિતની સામે જ્યારે મોત નાચવા લાગ્યું ત્યારે તેઓ ‘શૈલક યક્ષ’ને શરણે ગયા હતા. એટલે કે ધર્મને શરણે ગયા હતા. ભયોથી બચવા માટે ધર્મનું જ શરણું લેવું જોઈએ. ધૈર્ય
ધર્મપ્રભાવ ભાવના
૨૭૧
Page #282
--------------------------------------------------------------------------
________________
રાખવું પડશે. ધર્મ - જગતનો આધાર ઃ
મહાભારતના શાન્તિપર્વમાં કહેવામાં આવ્યું છે કે -
धारणाद् धर्ममित्याहुः धर्मेण विधृता प्रजा ।
यः स्याद् धारणसंयुक्तः स धर्म इति निश्चितः ॥ સૌને ધારણ કરે છે એટલા માટે ધર્મ કહેવામાં આવે છે. ધર્મે જ તમામ પ્રજાઓને ધારણ કરી રાખી છે. એ જે ધારણયુક્ત હોય તે જ ધર્મ છે. આ રીતે ધર્મની બીજી પરિભાષા પણ છે -
दुर्गतौ प्रपतन्प्राणिनं धारयति इति धर्मः ।
દુર્ગતિમાં પડતા જીવને જે પડવા ન દે - પકડી રાખે-તે ધર્મ છે. ક્ષમાદિ અને અહિંસાદિ ધર્મને જે જીવનમાં ઉતારે છે એ દુર્ગતિમાં જતો નથી. ઘોર હિંસા કરનાર અર્જુન માલી દુર્ગતિમાં કેમ ન ગયો ? કારણ કે એણે સંયમધર્મની શરણાગતિ લઈ લીધી હતી. ધર્મ એનો આધાર બની ગયો હતો. એનો આત્મા ઊર્ધ્વગામી બની ગયો હતો.
ધર્મ - ધીર અને ગંભીર :
ધર્મને જીવનમાં ઉતારનાર મનુષ્ય ધીર જોઈએ, એટલે કે દૃઢ મનોબળવાળો જોઈએ. કારણ કે ધર્મ ગંભીર તત્ત્વ છે. કહેવામાં આવ્યું છે કે 'સૂક્ષ્મા ગતિધર્મસ્ય !' ધર્મની ગતિ અતિશય સૂક્ષ્મ છે. બીજી જગાએ પણ કહ્યું છે કે ‘ધર્મસ્ય તત્ત્વ નિહિત મુહાયામ્ ।' ધર્મનું તત્ત્વ કોઈ ગુફામાં છુપાયેલું પડ્યું છે. એટલે જ ધર્મ ગંભી૨ તત્ત્વ છે. ધર્મતત્ત્વને સમજવા માટે ગહન ચિંતન, મનન અને અનુપ્રેક્ષા કરતા રહેવું જોઈએ. ધર્મની સ્થૂળ વ્યાખ્યામાં ફસાવું ન જોઈએ. ધર્મનો વિશિષ્ટ પ્રભાવ બતાવતાં ગ્રંથકાર કહે છે -
सिञ्चति पयसा जलधरपटली, भूतलममृतमयेन । सूर्याच्चन्द्रमसावुदयेते, तव महिमातिशयेन, निरालम्बमियमसदाधारा, तिष्ठति वसुधा येन । तं विश्वस्थितिमूलस्तम्भम् त्वां सेवे विनयेन पालय. તારા પ્રભાવથી પાણી ભરેલી વાદળીઓ પૃથ્વીને સિંચે છે, આપ્લાવિત રાખે છે. સૂર્ય અને ચંદ્ર ઉદિત થાય છે, પ્રકાશે છે. કોઈ પણ પ્રકારના આધાર વગર આ પૃથ્વી
શાન્તસુધારસ : ભાગ ૨
૨૭૨
पालय.
Page #283
--------------------------------------------------------------------------
________________
તારા જ પ્રભાવે સ્થિર રહે છે. વિશ્વની સ્થિતિના મૂળ સ્તંભરૂપ ધર્મને હું સવિનય નમસ્કાર કરું છું. ધર્મને સવિનય નમસ્કાર :
ગ્રંથકાર કહે છેઃ ધર્મના પ્રભાવથી જ વર્ષા થાય છે અને સૂર્ય-ચંદ્રનો ઉદય થાય છે. પૃથ્વીની સ્થિરતા પણ ધર્મના પ્રભાવથી જ છે. આ રીતે વિશ્વની સ્થિતિનો મૂળાધાર ધર્મ જ છે. એનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી વિશ્વમાં અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ રહેશે; દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ રહેશે, ક્ષમા, નમ્રતા આદિ ૧૦ પ્રકારના ચારિત્રધર્મ રહેશે, ત્યાં સુધી પૃથ્વી સ્થિર રહેવાની છે. ત્યાં સુધી પાણીની વર્ષા થવાની છે અને સૂર્ય-ચંદ્રનો ઉદય થવાનો છે. આવા ધર્મને પ્રતિદિન નમસ્કાર કરતા રહો. ધર્મનો આ અપૂર્વ ઉપકાર છે આપણી ઉપર - સમગ્ર વિશ્વની પ્રજા ઉપર. ધર્મના ઉપકારને કદી ભૂલવો ન જોઈએ. ધર્મથી ભય-શોક દૂર :
ગ્રંથકાર કહે છે - ___ दानशीलशुभभावतपोमुख-चरितार्थीकृतलोक । - शरणस्मरणकृतामिह भविनां, दूरीकृतभयशोक, पालय.
ધર્મનું શરણ લેવું એટલે કે દાન, શીલ, તપ અને શુભ ભાવથી જીવનને કૃતાર્થ કરવું અને આપણા જીવનમાં જો ધર્મ આવી ગયો, તો સમજવું કે સર્વ ભય અને શોક દૂર થઈ ગયા! જ્યાં પ્રકાશ હોય છે ત્યાં અંધકાર રહેતો નથી. એ રીતે જ્યાં ધર્મ રહે છે ત્યાં ભય અને શોક રહેતા નથી.
જિનપાલિત અને જિનરક્ષિતને દેવી રત્નાદેવી કેટલા ભય બતાવે છે? પરંતુ એ બે ભાઈઓ યક્ષરાજને શરણે હતા, એમના મનમાં શુભ ભાવો હતા એટલે તેઓ ભયભીત ન થયા. તેમનાં મન વ્યાકુળ બન્યા નહીં. તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે પોતાના વતન ચંપાનગરી પહોંચી જઈશું. રત્નાદેવીની પ્રપંચજાળ:
રત્નાદેવીએ વિચાર્યું - આ બે ભાઈઓ યક્ષની શરણાગતિમાં છે એટલા માટે ભયભીત થતા નથી. ભય બતાવવો વ્યર્થ છે. હવે હું સ્ત્રીચરિત્ર દેખાડું. તેણે પોતાની દૈવીશક્તિથી સોળ શણગાર સજી દીધા. અનુપમ રૂપ-સૌન્દર્ય બનાવી દીધું અને કરુણ સ્વરમાં બોલીઃ “હે નાથ ! મારા જીવન આધાર, આપ મને આમ દગો દઈને ક્યાં જાઓ છો? આપણા સુખભોગોને, આપણી ગાઢ પ્રીતિને યાદ કરો. તમારા વિયોગમાં હું કેટલી દુઃખી છુંએ તો જુઓ.” ધર્મપ્રભાવ ભાવના |
| ૨૭૩]
Page #284
--------------------------------------------------------------------------
________________
પરંતુ એ બે ભાઈઓએ એની સામે ન જોયું. ત્યારે તેણે પોતાના જ્ઞાનથી બે ભાઈઓના મનના ભાવ જાણવા પ્રયત્ન કર્યો. તેને લાગ્યું કે જિનપાલિત તો વિરક્ત જ છે, પરંતુ જિનરક્ષિતના મનમાં મારા શબ્દોની અસર થઈ છે. તે માટે વશ થશે.” તેણે જિનરક્ષિતને લક્ષ્ય બનાવીને કહ્યુંઃ હે જિનરક્ષિત, તારો ભાઈ જિનપાલિત તો દયાહીન છે, નિષ્ફર છે, પરંતુ તું તો મારો પ્રાણાધાર છે. મારા જેવી દુઃખી, વિરહિણીની સામે તો જો, મેં તમારી બંનેની ઉપર ઉપકાર નથી કર્યા? કેમ ભૂલી જાઓ છો? હા, જો મારી કોઈ ભૂલ થઈ હોય, કોઈ અપરાધ થયો હોય, તો બતાવો. નિર્લજ્જ ન બનો' અને એ કરુણ રુદન-કલ્પાંત કરવા લાગી.
અંદર તો દ્વેષ છે. દ્વેષની ભયાનક આગ સળગી રહી છે, પણ તે બહારથી પ્રેમ બતાવી રહી છે. રૂદન કરે છે. બે ભાઈઓ ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. સુગંધી ચૂર્ણ ફેંકે છે. ઘંટનાદ કરે છે.
તમે મારાથી નિર્લેપ કેમ થયા? મારું તો હૃદય ફાટી રહ્યું છે. તમે મારી સામે જુઓ તો ખરા! હું તો તમારા પદકમળની પૂજારણ છું. આ દ્વીપ ઉપર. આ અગાધ સમુદ્રમાં મને એકલી છોડીને ન જાઓ મારા સ્વામી! તમારા સિવાય મારે માટે કોણ આધાર છે? તમે ઇચ્છો તો તમારે માટે મારા પ્રાણ અર્પી દઉં...! એક વાત સાંભળી લો, તમારા વગર હું જીવિત નહીં રહી શકું, એટલા માટે વારંવાર કહું છું કે તમે પાછા ફરો.” જિનરક્ષિતની ચંચળતાઃ
જિનરક્ષિતની ઇચ્છા થઈ કે એ દેવીને સ્પર્શી લે, એને પોતાનામાં સમાવી દે, એનાં આંસુ લૂછી નાખે. દેવીનાં હિબકાં તો વધતાં જ ચાલ્યાં અનેજિનરક્ષિત બેચેન બની ગયો. કેટલીક વાર તો દેવીના દેહની કલ્પનામાં ડૂબી ગયો. તેના વાળ, સુપુષ્ટ પ્રદેશ અને ઉન્નત કટિપ્રદેશ... એના મનમાં અતૃપ્ત વાસનાઓનો, આકાંક્ષાઓનો. સ્ત્રોત ફૂટી નીકળ્યો. પ્રેમની ઊંડી લાગણીઓ એની આંખોમાં ઊતરી આવી. તે વિવશ બની ગયો. કરુણ બની ગયો. તેણે વિચાર્યું - જ્યારે અમારું જહાજ સાગરમાં ડૂબી ગયું.... અમે તરતા તરતા રત્નદ્વીપને કિનારે આવ્યા. અમે ભૂખ્યા-તરસ્યા હતા. થાકેલા-હારેલા હતા. અમારી ઉપર આકાશ અને નીચે ધરતી હતી. એ સંકટપૂર્ણ સ્થિતિમાં આ દેવીએ અમને સહારો આપ્યો હતો. સુખ આપ્યું. અને અમને બે ભાઈઓને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. કદીય અમારાં દિલ દુઃખાવ્યાં ન હતાં. કદી રોષ કર્યો નહીં. પેલું ઈન્દ્રની પાસે એનું નવું...અમારું દક્ષિણ તરફના બગીચામાં જવું... અને શૂળી ઉપર ચડેલા માણસને જોવો... એની વાતો સાંભળવી... અને આખું ચક્ર બદલાઈ ગયું. એ મનુષ્યની વાતો અમે માની લીધી, અમે ગભરાઈ ગયા અને દેવીનો પ્રેમ. એનું આકર્ષણ ભૂલી ગયા. ૨૭૪
શાન્ત સુધારસ ભાગ ૨
Page #285
--------------------------------------------------------------------------
________________
યક્ષરાજના સહારે અમે ભાગ્યા. શું એ અમારો વિશ્વાસઘાત નથી? એક સમર્પિત નારી પ્રત્યે અન્યાય નથી?”
દેવીના આ ભારે રુદને અને એના વિલાપે એને વિચિત્ર દ્વિઘામાં મૂકી દીધો. એક તીક્ષ્ણ અને કડવાશભર્યું વાતાવરણ સમુદ્રમાં આકાર લેવા માંડ્યું. જિનરક્ષિતનો સર્વનાશઃ
જિનરક્ષિત યક્ષરાજની વાત ભૂલી ગયો. મોહાસક્તિએ એને દેવી તરફ જોવા માટે મજબૂર કરી દીધો. જેવું એણે દેવી તરફ જોયું કે તરત જ યક્ષરાજે તેને પીઠ ઉપરથી નીચે ફેંકી દીધો. જેવો એ નીચે પડ્યો કે તરત રત્નાદેવીએ તીવ્ર આક્રોશ કર્યો અને નિર્દયતાથી પોતાના ત્રિશૂળ વડે તેના અસંખ્ય ટૂકડા કરી દીધા અને ચારે કોર ઊછાળી નાખ્યા. જિનરક્ષિતને મારીને તે અટ્ટહાસ્ય કરતી રત્નદ્વીપ તરફ પાછી ફરી ગઈ. જિનપાલિતનું ચિંતનઃ
જિનપાલિતે જિનરક્ષિતની ક્રૂર હત્યા જોઈને દેવીનું સાચું સ્વરૂપ જાણી લીધું. સ્ત્રીનો સ્નેહે સાચો નથી હોતો. એ તો મોહવિકાર હોય છે. અમારી નાનકડી ભૂલ થઈ જાય, તો તે સદાય શૂળી ઉપર જ ચડાવી દે. અથવા આપણા કરતાં વધારે સ્વરૂપવાન, બળવાન પુરુષ મળી જાય તો ય તે અમારી હત્યા જ કરી દેત. જિનરક્ષિત આ વાત ન સમજી શક્યો. એણે મોહવિકારને સાચો પ્રેમ માની લીધો. દેવીની કપટલીલાને એ સમજી ન શક્યો. તે કરુણ રુદનથી, તીવ્ર વિલાપથી અને દુઃખપૂર્ણ શબ્દોથી મોહવિવશ થઈ ગયો, અસત્યને તેણે સત્ય માની લીધું. દંભી પ્રતારણાને તેણે સાચી માની લીધી અને તે ખરાબ મોતે મર્યો.
જિનપાલિત જિનવચનોના માધ્યમથી વિચારી રહ્યો હતો. એણે પોતાના હૃદયને યક્ષરાજનાં વચનોથી ભાવિત કરી દીધું હતું. એટલે રત્નાદેવીનાં વચનોની એના હૃદય ઉપર કોઈ અસર ન પડી. યક્ષરાજે એને ચંપાનગરીના ઉધાનમાં ઉતારી દીધો. યક્ષે કહ્યું: “તું તારે ઘેર જા, તને પરમ સુખનો માર્ગ મળશે.’ યક્ષ ચાલ્યો ગયો. જિનપાલિત પોતાને ઘેર ગયો. માતાપિતાને - સ્વજનોને જિનરક્ષિતના મોતની વાત કરી. રત્નદ્વીપ અને રત્નાદેવીની વાત કરી. પરિવાર જિનરક્ષિતના મૃત્યુથી શોકાકુલ બન્યો. કેટલોક સમય ઘરમાં શોકનું વાતાવરણ રહ્યું. પરંતુ એક દિવસે ચંપાનગરીમાં ઘોષણા થઈ કે ભગવાન મહાવીર ચંપાના ઉદ્યાનમાં પધાર્યા છે.” ભગવાન મહાવીર સ્વામી ચંપામાં :
ઘોષણા સાંભળીને રાજા અને પ્રજા બધા લોકો ભગવાનનાં દર્શન કરવા અને
ધર્મપ્રભાવ ભાવના
૨૭૫
Page #286
--------------------------------------------------------------------------
________________
દેશના સાંભળવા ઉદ્યાન તરફ જવા લાગ્યા. શેઠ માકંદી, જિનપાલિત આદિ પરિવારની સાથે ઉદ્યાનમાં ગયા. દેવોએ સમવસરણની રચના કરી હતી. અષ્ટ પ્રાતિહાર્યની શોભાથી ભગવાનની શોભામાં વૃદ્ધિ થઈ હતી. દેવ, દેવેન્દ્ર, મનુષ્ય, પશુ અને પક્ષી.... બધાં જ પોતપોતાના સ્થાને બેસી ગયાં હતાં. ભગવાને દેશના શરૂ કરી.
क्षमा - सत्य - संतोष दयादिक सुभगसकलपरिवार । देवासुरनरपूजितशासन - कृतबहुभवपरिहार ॥ ५ ॥ ધર્મનો પરિવાર - ક્ષમા, સત્ય, સંતોષથી સમૃદ્ધ છે. ધર્મશાસન દેવ, દાનવ અને માનવોથી પૂજિત છે. આ ધર્મ અનેક જન્મોની પરંપરાને તોડી નાખનારો છે.
बन्धुरबन्धुजनस्य दिवानिशिमसहायस्य સહાયઃ ।
भ्राम्यति भीमे भवगहनेऽङ्गी त्वां बान्धवमपहाय ॥ ६ ॥ જેનું કોઈ નથી, એનો સહાયક ધર્મ છે. રાતદિવસ સૌને આશ્રય આપનાર છે અને ધર્મ, તારા સમાન સહાયકને છોડીને પ્રાણી ભીષણ ભવવનમાં ભટકાઈ જાય છે.
ધર્મ - જન્મ-પરંપરાને તોડનાર :
ભગવાન મહાવીરે કહ્યું – ક્ષમા, સંતોષાદિ ચારિત્રધર્મ જન્મ-પરંપરાને તોડનારો છે. તમને ખબર હશે કે સર્વ દુઃખોનું મૂળ ‘જન્મ’ છે. જ્યાં સુધી સંસારમાં જીવ જન્મ લેતો રહેશે, ત્યાં સુધી એનાં દુઃખોનો અંત નહીં આવે. એટલા માટે એવી ધર્મ આરાધના કરો કે પુનઃ જન્મ લેવો જ ન પડે. એ ધર્મઆરાધના છે - ૧૦ પ્રકારનો ચારિત્રધર્મ. આમ તો ધર્મશાસન દેવ-દાનવો -માનવોથી પૂજિત છે. જીવનમાં ધર્મનું પાલન કરતા રહો. ધર્મથી ધન મળે છે. સર્વ ભોગસુખ ધર્મથી મળે છે, સ્વર્ગ ધર્મથી મળે છે અને મોક્ષ પણ ધર્મથી જ મળે છે. જ્યારે જન્મ-પરંપરા તૂટી જાય છે ત્યારે જીવનો મોક્ષ થાય છે.
ધર્મ - અસહાયનો સહાયક :
બીજી વાત છે - ધર્મ અસહાયનો સહાયક છે. આ દુનિયામાં જેનું કોઈ ન હોય, એનો સહાયક ધર્મ છે. એનું દૃષ્ટાંત તમારી સામે છે. એ જિનપાલિત અહીં બેઠો છે. જ્યારે રત્નદ્વીપ ઉપર બંને ભાઈઓ અસહાય બની ગયા હતા ત્યારે યક્ષના રૂપમાં ધર્મે જ એમને સહાય કરી હતી. જિનરક્ષિત ધર્મ ઉપર પોતાની શ્રદ્ધા ન રાખી શક્યો, તો મરીને નરકમાં ગયો. જિનપાલિતે શ્રદ્ધા દૃઢ રાખી તો એ સુખરૂપ ચંપામાં પહોંચી ગયો. જિનરક્ષિત ભયાનક ભવવનમાં ભટકાઈ ગયો.
૨૭૬
શાન્તસુધારસ : ભાગ ૨
Page #287
--------------------------------------------------------------------------
________________
દિવસે યા રાત્રે-ગમે ત્યારે તમે ધર્મનું શરણું લઈ શકો છો. પૂર્ણ વિશ્વાસની સાથે તમારે શરણું લેવાનું છે. શંકા ન થવી જોઈએ. અધિરતા ન હોવી જોઈએ. કંઈક સહનશીલતા હોવી જોઈએ ગમે ત્યારે કડક પરીક્ષા પણ થઈ શકે છે. સંકટનાં વાદળો મંડરાય પણ ખરાં. આપત્તિની હિમવર્ષા થઈ શકે છે. એ સમયે ધર્મને કહો ત્વમેવ શરણં મમ' - તું જ મારું શરણ છે. ભવસાગરને તરવા માટે એવી શરણાગતિ હોવી જ જોઈએ.'
ભગવાને એક પ્રહર સુધી દેશના આપી. સર્વ શ્રોતાઓનાં મન પ્રફુલ્લિત થયાં. જિનપાલિતનું મન સંસારથી વિરક્ત થયું. તેણે ભગવાનને વંદના કરીને કહ્યું “હે ત્રિભુવનનાથ, આપનો ઉપદેશ સાંભળીને મારું મન સંસારનાં સુખો પ્રત્યે વિરક્ત થયું છે. હું આપના ચરણોમાં ચારિત્રધર્મ સ્વીકાર કરવા ઈચ્છા રાખું છું. હું ઘેર જઈને માતા-પિતાની અનુમતિ લઈને આવું છું.”ભગવંતે કહ્યું “વત્સ, શુભ કાર્યમાં વિલંબ ન કરવો. જિનપાલિતે માતા-પિતાની અનુમતિ લઈ લીધી અને પ્રભુની પાસે જઈને સાધુધર્મ સ્વીકારી લીધો. જિનપાલિત મુનિ બન્યોઃ - એક કવિએ કહ્યું છે -
પાલિત દેશના સુણવા લાગ્યો, ઘર થકી મન ભાગ્યો મન શિવરમણીશું લાગ્યો, સંયમ લઈ થયો વૈરાગિયો. અંગ અંગિયાર તે ભણિયો, પહેલે દેવલોકે અવતરિયો. એણે તપ કરી કાયા ગાલી, મહાવિદેહે મનુષ્ય હોશે મ્હાલી.
તિહાં દીક્ષા લઈ કેવળ પાશે, સહુ દોષ ટાલી મોક્ષે જાશે. જિનપાલિતે દીક્ષા લઈ લીધી - ચારિત્રધર્મ સ્વીકારી લીધો. ચારિત્રધર્મ લીધા પછી એણે બે કામ કર્યા. - અગિયાર અંગો - આગમગ્રંથો -નું અધ્યયન કર્યું. - ઘોર-વીર-ઉગ્ર તપશ્ચર્યા કરીને દેહમમત્વનો ત્યાગ કર્યો. સાધુજીવનમાં મુખ્ય જ્ઞાનોપાસના:
સાધુજીવનમાં મહત્ત્વપૂર્ણ હોય છે - જ્ઞાનોપાસના. દિનરાતના ૨૪ કલાકોમાંથી ૧૫ કલાક જ્ઞાનારાધના માટે જ છે. કલાકનિદ્રા લીધી અને ૩ કલાક ગોચરી-પાણીવિહાર અને નિહાર માટે હોય છે. સાધુ-સાધ્વીનું મન જ્ઞાનાર્જનમાં ઉધત હોવું જોઈએ. જ્ઞાન પામવાની લાલસી હોવી જોઈએ. થાક્યા વગર જ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. સાધુવૈરાગ્યથી પરિપૂર્ણ હોયતો જતે શક્ય બને છે. વૈરાગ્યની પરિણતિ આવવી સરળ
ધર્મપ્રભાવ ભાવના
૨૭૭
Page #288
--------------------------------------------------------------------------
________________
નથી. ઇન્દ્રિયોની પરવશતા, કષાયોની પરાધીનતા અને પરીષહ સહન કરવામાં કાયરતા વૈરાગ્યને દૃઢ થવા દેતાં નથી. ‘પ્રશમરતિ’માં કહ્યું છે -
तत्प्राप्य विरतिरलं विरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रिय- कषाय - गारव - परीसहसपत्नविधुरेण
11
સાધુ જો ઇન્દ્રિયોના વિષયમાં વિલુબ્ધ બને, જો તે કષાયોની આગમાં ફસાય, ૨સ-મૃદ્ધિ અને શાતા ગારવમાં લુપ્ત હોય, તો પરીષહ સહન કરવામાં કાયર બને છે. અને તો તે વિરાગમાર્ગ ઉપર વિજય પામી શકતો નથી. વૈરાગ્ય દૃઢ ન બની શકે, જ્ઞાનોપાસનામાં આનંદ પામતો નથી.
જિનપાલિતે દીક્ષા લઈને ૧૧ અંગોનું અધ્યયન કર્યું હતું - ‘આચારાંગસૂત્ર’, ‘સૂત્રકૃતાંગ’, ‘સ્થાનાંગસૂત્ર’, ‘સમવાયાંગ’, ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ', ‘જ્ઞાતાધર્મકથા’, ‘ઉપાસકદશા’, ‘અંતકૃત્ દશા', ‘અનુત્તરોપાતિકસૂત્ર’, “પાવણાસૂત્ર’, ‘વિપાકસૂત્ર’ - આ સૂત્રો ઉપર ચૂર્ણી, નિયુક્તિ-ભાષ્ય, ટીકા આદિ હોય છે - એ દ્વારા આગમોના અર્થ-ભાવાર્થ અને રહસ્યાર્થ પરિસ્ફૂટ થાય છે.
જ્ઞાનોપાસના - સ્વાધ્યાય શુદ્ધ કર્મનિર્જરાનો માર્ગ છે. સર્વ તપ-પ્રકારોમાં શ્રેષ્ઠ તપ છે. સાધુજીવનમાં સ્વાધ્યાય જ પ્રાણ છે. સ્વાધ્યાયથી (વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા) મન વિશુદ્ધ રહે છે, સ્થિર રહે છે. એટલા માટે સાધુસાધ્વીએ પોતાનો વધારેમાં વધારે સમય સ્વાધ્યાયમાં વ્યતીત કરવો. સાધુજીવનમાં તપશ્ચર્યા :
તીવ્ર તપ વૈરાગ્ય સાધકને તપશ્ચર્યાના માર્ગ ઉપર લઈ આવે છે. સ્વજનોનું, પરિજનોનું, વૈભવ-સંપત્તિનું મમત્વ છૂટી જાય છે. તે પછી એક મમત્વ શરીરનું રહે છે. શરીરનું મમત્વ તોડવા માટે તપશ્ચર્યા શ્રેષ્ઠ ઉપાય છે. એટલા માટે જિનપાલિત મુનિએ અઠ્ઠમ, અઠ્ઠાઈ, માસખમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા શરીરને કૃશ કરી દીધું. શરીરનું મમત્વ તોડી નાખ્યું. આવાં તો અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં અને વર્તમાનકાળમાં મળે છે. પાંચ મહાવ્રતોની સાથે સાથે તપશ્ચર્યા પણ કરતા રહેવાનું છે. તપશ્ચર્યામાં પણ જ્ઞાન-ધ્યાન અને મૌનની આરાધના કરવાની હોય છે.
પૂર્વકાળના તપસ્વી સાધુપુરુષોના જીવનચરિત્રોમાં આપણે વાંચીએ છીએ કે તેઓ દીર્ઘકાળ તપ કરતાં, પહાડોમાં, ગુફાઓમાં, શૂન્ય ઘરોમાં, ખંડેરોમાં ધ્યાન કરતા હતા - કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહેતા હતા. સૂતાં સૂતાં યા રોતાં રોતાં તપ કરતા ન હતા. વીરતા અને પરાક્રમથી તપ કરવામાં આવે છે. એ તપ-ધર્મ સ્વર્ગ અને અપવર્ગ મોક્ષ અપાવે છે.
જિનપાલિત મુનિ સમાધિમૃત્યુ પામીને પહેલા દેવલોકમાં ગયા; ત્યાંથી શાન્તસુધારસ : ભાગ ૨
૨૭૮
Page #289
--------------------------------------------------------------------------
________________
મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામીને મુક્તિ પામી જશે. ધર્મની શ્રેષ્ઠતા - કેટલીક સૂક્તિઓઃ
ધર્મરત્ન પ્રકરણ” ગ્રંથમાં કહ્યું છે કે - भवजलहिम्मि अपारे दुलहं मणुयत्तणं पि जंतूणं । तत्थ वि अणत्थहरणं, दुलहं सद्धधम्मवररयणं ॥ १६ ॥
જેનો પાર પામી શકાતો નથી એવો ભવસાગર છે, જીવો માટે મનુષ્યજન્મ પણ દુર્લભ છે. એમાં પણ અનર્થોને નષ્ટ કરનાર સદ્ધર્મરૂપ શ્રેષ્ઠ રત્ન અતિદુર્લભ છે.”
સદ્ધર્મ શ્રેષ્ઠ રત્ન છે. એ પામવું અતિ દુર્લભ છે. કેમ કે સર્વમનુષ્ય આ ધર્મરત્ન પામી શકતો નથી; જેમની પાસે ગુણોનો વૈભવ હોય છે, તે જ ધર્મરત્ન પામી શકે છે ! એટલે કે ગુણવાન વ્યક્તિ જ સદ્ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. ‘ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે -
जरामरणवेगेणं बुज्झमाणाणं पाणिणं ।
धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ તીવ્ર ગતિથી ધસતાં પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, શરણ છે અને સહારો છે.
ભગવાન મહાવીર સ્વામીએ કેટલી સુંદર વાત બતાવી છે! મનુષ્યનો જન્મ થાય છે, તે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ ગતિ કરે છે. વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જીવની અસહાય સ્થિતિ છે. એવી કરણ સ્થિતિમાં, ભવસાગરમાં ધર્મ જ દ્વીપના સ્વરૂપે છે. એ દ્વીપ ઉપર જીવાત્મા રહી શકે છે અને શ્રેષ્ઠ જિનધર્મનો સહારો લઈને પોતાના જીવનને સફળ બનાવી શકે છે.
યાદ રાખો કે વૃદ્ધાવસ્થા પ્રબળ પુણ્યોદય વગર અતિ દુઃખદાયક બને છે. જે તમારા હૃદયમાં ધર્મ હશે તો બહારથી દુઃખરૂપ અવસ્થા હોવા છતાં પણ તમે ભીતરથી સુખી અને આનંદી હશો. આમ મૃત્યુના સમયે જો તમારી અંદર ધર્મનો દીપ પ્રકાશતો હશે, તો તમારું મોત સદ્ગતિમાં પહોંચાડનારું થશે, માટે મનને ધર્મમાં જ રમમાણ રાખો. ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ધર્મોના ચિંતન-મનનમાં મનને યુક્ત રાખો. - વૈરાગ્યશતકમાં કહેવામાં આવ્યું છે કે -
अथिरेण थिरो- समलेण, निम्मलो परवसेण साहिणो । देहेण जइ विढप्पइ धम्मो ता किं न पज्जत्तं ?॥
[ ધર્મપ્રભાવ ભાવના
| ૨૭૯]
Page #290
--------------------------------------------------------------------------
________________
અસ્થિર, મલિન અને પરાધીન શરીરથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે, તો શું તે પર્યાપ્ત નથી? આપણું શરીર અસ્થિર, મલિન અને પરાધીન છે. જ્યારે જ્યારે શરીરના રૂપથી, શક્તિથી, સૌન્દર્યથી અભિમાન પેદા થાય ત્યારે આ વાત યાદ કરવી કે ‘આ શરીર અસ્થિર છે, ચંચળ છે. રૂપ, શક્તિ અને સૌન્દર્ય પણ ચંચળ છે. સદેવસ્થિર રહેનારું નથી. આમ જોતાં શરીરમાં જે કંઈ માંસ, રૂધિર આદિ ભરેલાં છે તે બધાં જ મલિન છે, ગંદાં છે અને આપણે આપણી ઇન્દ્રિયોને પરાધીન છીએ. સાંભળવું, જોવું, સુંઘવું, સ્વાદ લેવો, પ્રિય સ્પર્શ કરવો. આ બધું ઇન્દ્રિયોને આધીન છે.
આવા શરીરથી ધર્મ કરી લેવાનો છે. એક-એક ઈન્દ્રિયને ધર્મમાં જોડવાની છે. કાનથી જિનવાણી સાંભળતા રહો. આંખોથી પરમાત્માનો યા સદ્દગુરુનાં દર્શન કરતા રહો. જીભથી પ્રિય અને સત્ય વચન બોલતા રહો. હાથ અને પગથી સત્કાર્ય કરતા રહો. જીવનમાં વિવિધ તપ કરતા રહો. કરેલો ધર્મ સ્થિર હશે, તો. જન્મજન્માન્તર સાથે રહેશે. ધર્મનિર્મળ હશે તો આત્માને નિર્મળ કરશે અને ધર્મજ આત્માની સ્વાધીનતા તરફ લઈ જાય છે. કર્મોનાં બંધન તૂટતાં આત્મા સ્વતંત્ર બની જાય છે. આ કાર્ય આ નાશવંત શરીરથી કરવાનું છે - કરી લેવાનું છે. આ વૈરાગ્યશતક'માં કહેવામાં આવ્યું છે - धम्मो बंधु सुमित्तोय, धम्मो य परमोगुरु । मुक्खमग्ग पयट्टाणं, धम्मो परमसंदणो ॥
ધર્મ આપણો બંધુ છે, સારો મિત્ર છે, શ્રેષ્ઠ ગુરુ છે અને મોક્ષમાર્ગ ઉપર ચાલનારાઓ માટે ઉત્તમ રથ છે.”
તમારે સાચો સહૃદયી ભાઈ જોઈએ? તમને સુખદુઃખમાં સાથી એવો મિત્ર જોઈએ? તમારે મોક્ષમાર્ગપ્રદર્શક ગુરુ જોઈએ? એ ધર્મ છે! મોક્ષમાર્ગ ઉપર તીવ્ર ગતિથી ચાલનારો રથ પણ ધર્મ છે. હૃદયમાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મને સ્થાપિત કરો. હૃદયમાં ક્ષમા, નમ્રતા, સરળતા, સત્ય આદિ દશવિધ ધર્મને સ્થાન આપો. હૃદયમાં અહિંસા, સંયમ અને પરૂપ ધર્મને વસાવો. નહીં રહે દુઃખ, નહીં રહે અશાન્તિ.
જો હૃદયમાં - જીવનમાં ધર્મને સ્થાન ન આપ્યું અને અધર્મનો આશ્રય લીધો, તો નર્ક સિવાય કોઈ અન્ય સ્થાન નહીં મળે.
ते चेव जोणिलक्रवा भमियव्वा पुण वि जीव ! संसारे । लहिऊण माणुसत्तं जइ न कुणसि न उज्जमं धम्मे ॥
[૨૮૦
શાન્તસુધારસઃ ભાગ ૨
Page #291
--------------------------------------------------------------------------
________________
અરે જીવ ! મનુષ્યજન્મ પામીને જો ધમધમ ન કર્યો, તો સંસારની લાખો યોનિઓમાં ભટકાવું પડશે. એટલે કે સંસારમાં લાખો વાર જન્મ લેવો પડશે -મરવું પડશે. •
માત્ર આ વર્તમાન જીવનનો જ વિચાર ન કરો, મૃત્યુ પછી ક્યાં જઈશ? કઈ ગતિમાં મારો જન્મ થશે?” આ વિચાર ગંભીરતાપૂર્વક કરવાની જરૂર છે. કારણ કે મોત ગમે ત્યારે આવી શકે છે. પરલોક્યાત્રા ગમે ત્યારે શરૂ કરવી પડે છે. સાથે ધર્મ હશે તો પરલોક યાત્રા સુખદ બનશે. અધર્મ સાથે હશે તો દુઃખદ બનશે. અધર્મ તિર્યંચગતિ અને નર્કગતિમાં લઈ જાય છે. એટલા માટે ક્ષણિક સુખોમાં મુગ્ધ થઈને પાપાચરણ ન કરો. અટકી જાઓ. દુર્ગતિની દિશા છોડીને સદ્ગતિ તરફ જુઓ. ધર્મપ્રભાવ : - ભાવના એટલા માટે બતાવવામાં આવી છે કે આપણે વારંવાર ધર્મના પ્રભાવને જાણી શકીએ - સમજી શકીએ. ધર્મ પ્રત્યે આપણા હૃદયમાં શ્રદ્ધા અને પ્રીતિ થાય. જીવનમાં ધર્મ આચરવાની અભિલાષા પ્રકટે. ધર્મપુરુષાર્થ કરવાનો વીયલ્લાસ પ્રકટે. - “હવે મારે સંસારની યોનિઓમાં જન્મ-મરણ નથી પામવાં” - આ નિર્ણયની સાથે તમે “ધર્મપ્રભાવ' ભાવનાને આત્મસાત્ કરતા રહો.
આજે બસ, આટલું જ.
ધમપ્રભાવ ભાવના.
૨૮૧
19
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૪૮ ૪. ધર્મપ્રભાવ ભાવના
I : સંકલના : • ધર્મના પ્રભાવે જંગલ નગર બની ગયું !
ધર્મના પ્રભાવે આગ પાણી બની ગયું! સીતાજીની અગ્નિપરીક્ષા. ધર્મના પ્રભાવથી સમુદ્રમાં પૃથ્વી બની ! ધર્મ વિવિધ સુખ આપે છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. ગુણસાગરનો વૃત્તાંત વિવાહ મંડપમાં જ કેવળજ્ઞાન. પૃથ્વીચંદ્રને કૈવલ્યપ્રાપ્તિ. ધર્મ શાન્ત સુધાનું પાન. વિનયગુણથી અનંત ગુણોની યાત્રા. પરદોષદર્શન ન કરો.
Page #293
--------------------------------------------------------------------------
________________
પરમ ઉપકારી ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘શાન્ત સુધારસ ગ્રંથમાં ધમપ્રભાવ ભાવના ગાતાં કહે છે
दंगति गहनं जलति कृशानुः स्थलति जलधिरचिरेण । तव कृपयाखिलकामितसिद्धिर्बहुना किं नु परेण - पालय. ધર્મ ! તારી કૃપાથી ભયાનક જંગલ નગરમાં પરિવર્તિત થઈ જાય છે. આગ પાણી બની જાય છે. વિશાળ સમુદ્ર સમતલ ધરતી થઈ જાય છે. તારી કૃપાથી સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ થઈ જાય છે. હવે તારા સિવાય અન્ય કોઈ સાથે મતલબ જ શું છે? ઘર્મના પ્રભાવથી જંગલ નગર બની ગયું :
આજે તો પ્રવચનનો પ્રારંભ જ કથાથી કરું છું. ગ્રંથકારે ધર્મના પ્રભાવ બતાવ્યા છે તે વાસ્તવિક છે. સર્વ પ્રથમ ધર્મ અને ધમત્મિાઓના પ્રભાવથી જંગલ નગરમાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે, તે જૈન રામાયણમાંથી પ્રાસંગિક ઘટના બતાવું છું.
શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનમાં ગયા હતા. શ્રીરામ અને લક્ષ્મણ વનમાં | ફરતાં ફરતાં એક મોટા વનમાં પહોંચ્યા. ત્યાં ઘનઘોર વાદળો વરસવા લાગ્યાં. તીવ્ર વિષ થવા લાગી. એ ત્રણે જણાં એક મોટા વૃક્ષની નીચે ઊભાં રહ્યાં. શ્રીરામ બોલ્યાઃ “આપણે આ વૃક્ષની નીચે જ વષકાળ વ્યતીત કરીશું.”
આ વટવૃક્ષનો અધિષ્ઠાતા દેવતા ઈભકર્ણ' એ વૃક્ષ ઉપર જ નિવાસ કરતો હતો. શ્રીરામની વાતો સાંભળી તેણે રામ, લક્ષ્મણ અને સીતા તરફ જોયું. ત્રણેની તેજસ્વિતા જોઈને એ ગભરાઈ ગયો. તેણે વિચાર કર્યો: “જો આ તેજસ્વી પુરુષ અહીં રહેશે, તો હું અહીં નહીં રહી શકું.” તે પોતાના સ્વામી ગોકર્ણ પક્ષની પાસે ગયો અને આખી વાત કરી. ગોકણે પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણીને કહ્યું : ઈભકર્ણ, જે પુરુષો તારે સ્થાને આવ્યા છે, તે તો બલદેવ અને વાસુદેવ છે. તે તો પૂજનીય છે. તું ચિંતા ન કર. હું તારી સાથે આવું છું.”
રાત્રિના સમયે બંને પક્ષો જ્યાં શ્રીરામ, લક્ષ્મણ અને સીતા રોકાયાં હતાં ત્યાં આવ્યાં. ગોકર્ણ યક્ષે એ જ જગાએ “રામપુરી' નામે એક સુંદર નગરી બનાવી દીધી. બાર યોજન લાંબી, નવ યોજન પહોળી, એ નગરીમાં અતિ વિશાળ મહેલો બનાવ્યા. ધનધાન્યાદિથી બજાર બનાવી દીધાં. વિશાળ રસ્તાઓ બનાવ્યા અને પોતાના પરિવાર સાથે એ નગરીની રક્ષા કરવા માટે આવી ગયો. પ્રાતઃકાળે ગોકર્ણ વીણાવાદન કર્યું. વીણાના મધુર શબ્દોથી શ્રીરામ વગેરે જાગૃત થયા. જાગતાં જ તેમણે નગર જોયું ! સામે જ વણાધારી ગોકર્ણ યક્ષને ઊભેલો જોયો. શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વિસ્મિત નજરથી આસપાસ જોવા લાગ્યાં. યક્ષે વિનયથી ધર્મપ્રભાવ ભાવના ,
છે. આ
૨૮૩]
Page #294
--------------------------------------------------------------------------
________________
શ્રીરામને કહ્યું હે નાથ, આપ મારા અતિથિ છો. હું ગોકર્ણ નામનો યક્ષ છું. આપને માટે જ મેં નગરી બનાવી છે. આપ જ્યાં સુધી અહીં રહેશો ત્યાં સુધી હું રાતદિન મારા પરિવાર સાથે આપની સેવા કરીશ. એટલા માટે આપની ઈચ્છા અનુસાર આપ અહીં સુખપૂર્વક રહો.'
આ શું હતું? ધર્મનો જ પ્રભાવ હતો. શ્રીરામ મોક્ષગામી આત્મા હતા. સીતાજી મહાસતી હતા - તે ધર્મમૂર્તિ હતાં. ધર્મના પ્રભાવથી જ જંગલ નગરમાં પરિવર્તિત થઈ ગયું ! ધર્મના પ્રભાવથી આગ પાણી બની ગયું:
હવે બીજો પ્રભાવ સાંભળી લો. અયોધ્યામાં એક દિવસ લક્ષ્મણ, સુગ્રીવ, વિભિષણ, હનુમાન અને અંગદ વગેરે મળીને શ્રીરામને વિનંતી કરી હે પૂજ્ય, દેવી સીતા દૂર દેશમાં છે, લવકુશ અહીં છે. પતિ અને પુત્રોના વિરહમાં એ ખૂબ જ પરેશાનીમાં પોતાનો સમય વ્યતીત કરતાં હશે. જો આપ આજ્ઞા કરો તો અમે એમને અહીં લઈ આવીએ. નહીંતર પતિ અને પુત્રોના વિરહમાં અતિવ્યથિત થઈને જીવન સમાપ્ત પણ કરી દે. એમનું મૃત્યુ થઈ શકે છે.
રામચંદ્ર કંઈક વિચાર કરીને કહ્યું : “જાનકીને એમ તો કેવી રીતે અહીં લાવી શકાય? એના શિરે લોકાપવાદ છે. તે ખોટો સાબિત થાય તો પણ ખૂબ વિઘ્નકર્તા છે. હું માનું છું કે સીતા મહાસતી છે. એ પણ પોતાને નિર્મળ સમજે છે. હું ઈચ્છું છું કે સર્વ લોકોની સામે એ દિવ્ય કરે અને એની સાથે મારો ગૃહવાસ થાય.” સૌએ શ્રીરામની વાત માની લીધી. સૌએ મળીને સુગ્રીવને સીતાજીને લઈ આવવા પુંડરીકપુર મોકલ્યા.
સુગ્રીવ પુષ્પક વિમાનમાં બેસીને પુંડરીકપુર પહોંચ્યા. સીતાને પ્રણામ કરીને નિવેદન કર્યું, હે દેવી! શ્રીરામચંદ્રજીએ આપને માટે પુષ્પક વિમાન મોકલ્યું છે. આપ અયોધ્યા પધારો.' સીતાજીએ દુઃખી અને પ્લાન અને કહ્યું: ‘રાજનું! હજુ પણ મને કપટથી અરણ્યમાં મોકલી તેનું દુઃખ છે. તો પછી ફરી દુઃખ આપનાર શ્રીરામ પાસે કેવી રીતે આવું?”
સુગ્રીવે નમન કરીને નમ્રભાવે કહ્યું “હે મહાસતી આપનો કોપ શાન્ત થાઓ. આપને દિવ્ય' કરીને તે દ્વારા શુદ્ધિ સિદ્ધ કરવા શ્રીરામ અને સર્વ નગરજનો અયોધ્યાના બાહ્ય પ્રદેશમાં મંડપમાં રાહ જોઈ રહ્યા છે.”
સીતાજી દિવ્ય કરીને, વિશુદ્ધ ચારિત્ર સિદ્ધ કરી દેવા તત્પર હતાં જ. તે પુષ્પક વિમાનમાં બેસી ગયાં અને અયોધ્યાની બહારના પ્રદેશમાં મહેન્દ્રોદય’ ઉદ્યાનમાં ઊતર્યા. ત્યાં લક્ષ્મણજી આદિ સર્વ રાજાઓએ સીતાજીને અધ્યે સમર્પિત કરીને
૨૮૪
શાન્તસુધારસ: ભાગ ૨
Page #295
--------------------------------------------------------------------------
________________
નમસ્કાર કર્યો. લક્ષ્મણ, વિભિષણ આદિ સર્વે સીતાજીની સામે બેસી ગયા. લક્ષ્મણે કહ્યું : “હે દેવી, આપ આપની નગરીમાં અને આપના ગૃહમાં પ્રવેશ કરીને એને પવિત્ર કરો.”
સીતાજીએ કહ્યું હે વત્સ, શુદ્ધિ પ્રાપ્તિ કર્યા વગર હું નગરમાં - ગૃહમાં પ્રવેશ નહીં કરું. જનાપવાદ મટાડવા - દૂર કરવા શુદ્ધ થવું અતિ આવશ્યક છે. લક્ષ્મણ, વગેરેએ જઈને શ્રીરામને સીતાજીનો સંકલ્પ કહી સંભળાવ્યો. શ્રીરામ સીતાજી પાસે આવ્યા અને બોલ્યાઃ “તું રાવણને ત્યાં રહી અને રાવણનો સ્પર્શ સુદ્ધાં થયો નથી; તો પ્રજાની સામે શુદ્ધિ સિદ્ધ કરવા માટે દિવ્ય કર.”
સીતાજીના મુખ ઉપર હસવું આવ્યું. તેમણે કહ્યું: “હે આર્યપુત્ર, આપ જેવો બુદ્ધિમાન પુરુષ બીજો કોઈ નથી કે જે દોષ જાણ્યા વગર પોતાની પત્નીને અરણ્યમાં છોડી દે - ત્યાગ કરે. પહેલાં તો વનવાસનો દંડ મને આપી જ દીધો. હવે મારી પરીક્ષા કરવી છે? દિવ્ય કરાવવું છે? શું આપની વિલક્ષણતા છે ! ઠીક છે, હું તો દિવ્ય કરીને મારી શુદ્ધિ કરવા ઇચ્છું જ છું.”
શ્રીરામનું મુખ કરમાઈ ગયું. તે વિકળ થઈ ગયા. તેમણે કહ્યું: “હે ભદ્ર! હું જાણું છું કે તું નિર્દોષ છે. છતાં પણ લોકોએ તારી ઉપર જે કલંક લગાડ્યું છે, એ કલંક દૂર કરવા માટે દિવ્ય કરવાની વાત કરું છું.”
સીતાજીએ ગંભીરતાથી કહ્યું: “હું પાંચ પ્રકારનાં દિવ્ય કરવા તૈયાર છું.” એ સમયે આકાશમાં રહેલા નારદજી અને સિદ્ધપુત્ર સિદ્ધાર્થે કહ્યું: ‘હે રામ! સીતાજી સતી છે. મહાસતી છે એટલે બીજો કોઈ વિચાર ન કરો.” ઉપસ્થિત હજારો લોકોએ પણ દિવ્ય માટે ના...ના...પાડી. પરંતુ શ્રીરામે બધાની વાત સાંભળી ન સાંભળી કરી નાખી, એ ક્રોધાવેશમાં આવી ગયા અને બોલ્યા: “હે પ્રજાજનો, તમારામાં કોઈ મર્યાદા નથી. જાનકી ઉમ્પર કલંક તમે જ લગાવ્યું અને અત્યારે કહો છો કે સીતા મહાસતી છે! તમે લોકો ફરી કલંક લગાડી શકો છો ! તમારી ઉપર કોઈ પ્રતિબંધ તો છે નહીં. એટલા માટે હું કહું છું કે જાનકી પ્રજાની પ્રતીતિ માટે પ્રજ્વલિત આગમાં પ્રવેશ કરે.”
શ્રીરામે ત્રણસો હાથ લાંબો-પહોળો અને બે પુરુષ પ્રમાણ ઊંડો ખાડો કરાવ્યો અને એમાં ચંદનનાં લાકડાં ભરાવ્યાં. ચારે કોર મોટા મોટા મંચ બનાવડાવ્યા હતા. શ્રીરામ સાથે લવકુશ, લક્ષ્મણ અને અન્ય રાજાઓનો સમૂહ બેઠો છે. આખી અયોધ્યાના પ્રજાજનો બેઠાં છે.
એ સમયે થોડેક દૂર જયભૂષણ મુનિરાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કેવળજ્ઞાનનો ઉત્સવ કરવા દેવ-દેવેન્દ્ર ત્યાં આવ્યા હતા. દેવોએ સીતાજીના અગ્નિ[ ધર્મપ્રભાવ ભાવના
| ૨૮૫ |
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રવેશની વાત ઈન્દ્રને કરી. ઈન્દ્ર સેનાપતિને સીતાજીનું સાંનિધ્ય કરવાની આજ્ઞા આપી અને તેણે કેવળજ્ઞાનનો મહોત્સવ મનાવ્યો. આ બાજુ ખાડામાં અગ્નિ પ્રજ્વલિત થયો.
જેવાં સીતાજી આગમાં પડ્યાં કે તરત જ અગ્નિ હોલવાઈ ગયો! અને ત્યાં સ્વચ્છ જળનું સરોવર બન્યું. દેવેન્દ્રના સેનાપતિએ સીતાજીને લક્ષ્મીદેવીની જેમ જળ ઉપર કમળ રચીને એની ઉપર સિંહાસન રાખીને બેસાડી દીધાં. સરોવરનું પાણી સમુદ્રના તરંગોની જેમ ઊછળવા લાગ્યું. જ્યાં લોકો તમાશો જોવા બેઠાં હતાં ત્યાં પાણીના તરંગો પહોંચ્યા અને લોકો ડૂબવા લાગ્યાં. લોકો બૂમો પાડવા લાગ્યાંઃ “હે મહાસતી સીતા, અમારી રક્ષા કરો.... રક્ષા કરો.”
સીતાજીએ પાણી ઉપર પોતાના બે હાથ દબાવ્યા અને પાણી શાન્ત થઈ ગયું. સરોવરમાં હંસ તરવા લાગ્યા. ઉત્પલ, કુમુદ, પુંડરીક કમળો ખીલવા લાગ્યાં. ભ્રમરો ગુંજારવ કરવા લાગ્યા. નારદજી અને વિદ્યાધરો આકાશમાં નૃત્ય કરવા લાગ્યા, દેવોએ સીતાજી ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને ઘોષણા કરી કે “અહો, રામપત્ની સીતાનું કેવું યશસ્વી શીલ છે !'
શીલ ધર્મ છે. શીલધર્મના પ્રભાવે દેવોએ સાનિધ્ય કર્યું અને અગ્નિને પાણી બનાવી દીધું. આ બધો પ્રભાવ ધર્મનો જ છે. એટલા માટે ધર્મને જીવનમાં જીવવાનો - ઉતારવાનો પ્રયત્ન કરો.
આ રીતે ધર્મના પ્રભાવે વિશાળ સમુદ્ર સમતલ પૃથ્વી બની શકે છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે. તો પછી બીજું શું જોઈએ? ધર્મથી સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય છે, તો પછી ધર્મને જ શરણે રહેવું જોઈએ. ઘર્મના પ્રભાવથી સમુદ્રમાં પૃથ્વીઃ
વાત પ્રાચીન છે. કૃષ્ણ અને પાંડવોના સમયની છે. ઘટના આવી છે - ઘાતકી ખંડમાં જે ભરતક્ષેત્ર છે ત્યાં પદ્મનાભ નામનો રાજા રાજ્ય કરતો હતો. અમરકંકા નગરીનો એ સ્વામી હતી, પરંતુ ચરિત્રહીન હતો. એણે નારદના મુખેથી દ્રૌપદીના સૌન્દર્યની પ્રશંસા સાંભળી. તેણે પોતાના મિત્ર દેવની આરાધના કરીને એ દેવ દ્વારા દ્રૌપદીનું અપહરણ કરાવ્યું હતું. નારદ દ્વારા જ કૃષ્ણ અને પાંડવોને ખબર પડી કે પદ્મનાભ રાજાએ દ્રૌપદીનું અપહરણ કર્યું છે.
શ્રીકૃષ્ણ ‘માગધ' નામના પૂર્વસાગરને કિનારે જઈને ‘સુસ્થિત’ નામના દેવની આરાધના કરી. દેવ પ્રસન્ન થયો. શ્રીકૃષ્ણે કહ્યું: ‘અમને સમુદ્રમાં માર્ગ આપો. અમારો રથ એ માર્ગેથી અમરકંકા જઈ શકે. રથમાં હું અને પાંચ પાંડવો જ હશે. અમે જઈને પદ્મનાભનું દમન કરીને દ્રૌપદીને લઈને પાછા ફરીશું.' ધર્મના પ્રભાવે ૨૮૬
શાન્ત સુધારસઃ ભાગ ૨)
Page #297
--------------------------------------------------------------------------
________________
સમુદ્રમાં ભૂમિમાર્ગ મળી ગયો.
દ્રૌપદીને લઈને પાછા વળતા સમુદ્ર પાર કરીને કૃષ્ણ પાંડવોને કહ્યું હું સુસ્થિત દેવની અનુજ્ઞા લેવા રથમાં બેસીને જાઉં છું. અનુજ્ઞા લઈને હું આવું છું. તમે લોકો દ્રૌપદીને લઈને ગંગા પાર કરી દો.” પાંડવો નૌકામાં બેસીને ગંગાના ભયંકર પ્રવાહને તરી ગયા. તેમણે નાવ પાછી નમોકલી. શ્રીકૃષ્ણે એક હાથ પર અશ્વસહિત રથ ઉઠાવ્યો અને એક હાથે તરવા લાગ્યા. ગંગાની મધ્યમાં આવતાં તો કૃષ્ણ થાકી ગયા. એ સમયે ગંગા નદીની અધિષ્ઠાત્રી દેવી ગંગાદેવીએ કષ્ણ માટે સમતલ ભૂમિ બનાવી દીધી. શ્રીકૃષ્ણ ત્યાં વિશ્રામ કર્યો અને તે ગંગાનદી તરી ગયા.
વાત તો લાંબી છે, પરંતુ મારે તો આટલી વાત જ જણાવવી છે કે ધર્મના પ્રભાવથી સમુદ્ર પણ સમતલ ભૂમિ બની જાય છે, એટલા માટે ધર્મની આરાધના કરવામાં તમે તત્પર રહો. ધર્મના પ્રભાવોનું વર્ણન કરતાં ગ્રંથકાર આગળ કહે છે
इह यच्छसि सुखमुदितदशांगं प्रेत्येन्द्रादिपदानि । . क्रमतो ज्ञानादीनि च वितरसि निःश्रेयससुखदानि ॥ पालय. ८ - “હે ધર્મ, તું આ સંસારમાં દશ પ્રકારનું સુખ આપે છે. આગળના જન્મમાં ઇન્દ્ર વગેરે પદવીઓ આપે છે અને પરંપરયા મોક્ષસુખના સાધન, સમાન જ્ઞાન વગેરે ગુણોનો ભંડાર પ્રદાન કરે છે.” ધર્મ વિવિધ સુખ આપે છેઃ
એક વાત સારી રીતે સમજી લો કે સુખ ધર્મથી જ મળે છે. સર્વ પ્રકારનાં સુખ મળે છે. સુખમુક્તાવલીમાં કહ્યું છે કે -
रज्जं सुसंपया भोगा कुले जम्मो सुरुवया ।
पडिच्चमाउमारोग्गं, धम्मस्सेयं फलं विज्ज ॥ રાજ્ય, સંપત્તિ, ભોગનાં સાધન, ઉત્તમ કુળમાં જન્મ, સારું રૂ૫, વિદ્વત્તા, દીઘ આયુષ્ય અને આરોગ્ય ધર્મનાં આ ફળ છે. તમે ધર્મ કરતા રહો, વિના માગે ધર્મ આ તમામ ભૌતિક સુખો આપે છે. ભૌતિક સુખ પામવાના ઇરાદાથી ધર્મ કરવાનો નથી, પરંતુ ધર્મથી જ સુખ મળે છે. એ શ્રદ્ધા તમારા હૃદયમાં હોવી જોઈએ. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર:
એક શાસ્ત્રીય કથા કહું છું. કદાચ તમે લોકોએ સાંભળી હશે, પરંતુ ધર્મપ્રભાવ'ના સંદર્ભમાં આ કથા સમજવાની છે. આમ તો આ કથા એકવીસ
ધર્મપ્રભાવ ભાવના
૨૮૭
Page #298
--------------------------------------------------------------------------
________________
જન્મોની કથા છે, પરંતુ હું તમને માત્ર એકવીસમા ભવની જ વાત સંભળાવું છું.
અયોધ્યા નગરીમાં એ સમયે હરિસિંહ નામનો રાજા રાજ્ય કરતો હતો. એની રાણી હતી પદ્માવતી. એની કુક્ષિમાં “સવર્થસિદ્ધ' નામનો અનુત્તર દેવ અવન પામીને પુત્ર રૂપે આવ્યો. પુત્ર રૂપવાન, ગુણવાન, શૂરવીર અને કલાનો ભંડાર હતો. એનું નામ રાખ્યું પૃથ્વીચંદ્ર. સર્વ ભૌતિક સુખો હોવા છતાં તે એ જન્મથી જ વિરાગી હતો, પ્રશાન્ત હતો, મુનિ જેવું એનું વ્યક્તિત્વ હતું, તો પણ માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે તેનાં લગ્ન થયાં. લગ્ન પછી પણ એની વિચારધારા સાંભળો
ગીતવિલાપને સમ ગણે. નાટક કાયાક્લેશ, આભૂષણ તનભાર છે, ભોગને રોગ ગણેશ. હું નિજ તાતના આગ્રહે સંકટ પડિયો જેમ પણ પ્રતિબોધું એ પ્રિયા, માતા-પિતા પણ તેમ. જે સવી સંયમ આદરે, તો થાયે ઉપકાર,
એ શુભ ધ્યાને ગુણનીલો, પહોંચ્યો ભવન મઝાર ! લગ્ન પછી આઠ પત્નીઓની પાસે જવા પહેલાં પૃથ્વીચંદ્રના વિચારોને સાંભળ્યા? એને ગીતોથી અનુરાગ ન હતો, વિલાપથી દુઃખ ન હતું. નાટક એની દ્રષ્ટિમાં માત્ર શરીરનો ક્લેશ માત્ર હતો. સોના-ચાંદી અને રત્ન-મણિનાં આભૂષણો તેને માત્ર કનુભાર જેવાં હતાં. વિષયભોગ એને માટે રોગ સમાન હતા. એ ઇચ્છતો. હતો કે હું મારી આઠ પત્નીઓને અને માતા-પિતાને સંસારમાંથી વિરક્ત બનાવું. અમે બધાં સંયમધર્મ સ્વીકારી લઈએ તો કેવું સરસ! ધર્મના પ્રભાવથી રાજ્ય આદિ સર્વ સુખ મળ્યાં હતાં, છતાં પણ એ વિરક્ત હતો. પત્નીઓને પણ હિતકારી અને પ્રિય વચનોથી ઉપદેશ આપીને વિરક્ત બનાવી દીધી!.
માતા-પિતાએ વિચાર્યું : “આપણા પુત્રે તો આઠ-આઠ પત્નીઓને ય વિરાગી બનાવી દીધી. આ પુત્રને સંસારમાં રાખવા માટે રાજ્યસિંહાસને બેસાડી દેવો જોઈએ. તેથી રાજકાજમાં એનું મન લાગી જશે.”
પૃથ્વીચંદ્રનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. કુમાર રાજ્યનું પાલન કરે છે. પરંતુ એના મનમાં તો પૂર્ણ વિરક્તિ જ છે, ક્યારે, સદ્ગુરુ અહીં પધારે અને એમની પાસે હું સંયમ લઈ લઉં?” કેટલાક દિવસો પછી પૃથ્વીચંદ્રની સભામાં સુધન નામનો સાર્થવાહ આવે છે. પૃથ્વીચંદ્ર એને પૂછ્યું: “હે શ્રેષ્ઠી ! આપે કયા કયા દેશો જોયા છે? અને કઈ આશ્ચર્યમય વાત આપે જોઈ છે એ બતાવો.”
શ્રેષ્ઠીએ કહ્યું: “મહારાજ ! એક અતિ આશ્ચર્યની વાત બતાવું છું. સાંભળીને આપનું મન પ્રસન્ન થશે. આમ તો દેશદેશની અનેક વાતો હોય છે, પરંતુ ગજપુરની વાત ખૂબ જ રોમાંચક છે.” [૨૮૮
શાન્તસુધારસ ભાગ ૨)
Page #299
--------------------------------------------------------------------------
________________
ગુણસાગરનો વૃત્તાંતઃ
ગજપુર નગરમાં રત્નસંચય' નામનો એક મોટો શેઠ રહેતો હતો. ખૂબ મોટો શ્રીમંત-શાહુકાર હતો. એની પત્નીનું નામ હતું સુમંગલા. એનો પુત્ર છે ગુણસાગરા ગુણવાન અને જ્ઞાની છોકરો છે. તે યુવાન છે, સ્વરૂપવાન છે.
એક દિવસે તેણે રાજમાર્ગ ઉપરથી પસાર થતા એક શમરસથી છલકતી મુખાકૃતિવાળા મુનિરાજને જોયા. તે તો જોઈ જ રહ્યો... અને જોતાં જોતાં એને પોતાનો પૂર્વભવ યાદ આવી ગયો. તેણે પોતાના માતા-પિતા પાસે સંયમ લેવાની અનુજ્ઞા માગી. પુત્રની વાત સાંભળીને માતા-પિતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે કહ્યું: 'વત્સ, અમે તારું મન દુઃખવવા માગતા નથી. પણ પહેલાં તું આઠ કન્યાઓ સાથે લગ્ન કરીને અમારી ઇચ્છા પૂર્ણ કર. પછી તું સંયમધર્મ સ્વીકારજે, અમે મના કરીશું નહીં - અંતરાય ઊભો નહીં કરીએ.’
ગુણસાગરે પિતાની વાત માની લીધી. બીજી બાજુ રત્નસંચય શ્રેષ્ઠીએ ગુણસાગરની આઠ વાગ્દત્તાઓના માતા-પિતાને સૂચિત કરી દીધું, ‘અમારો પુત્ર લગ્ન પછી સંયમધર્મ ગ્રહણ કરશે, એટલા માટે તમે તમારી કન્યાઓને પૂછો.”
આઠેય વેવાઈઓ રત્નસંચયની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પરસ્પર વિચાર-વિનિમય કરતાં વિચાર્યું ઃ બીજો કોઈ સુયોગ્ય વર શોધીશું.' પરંતુ, પોતપોતાને ઘેર જઈને છોકરીઓને પૂછવું - વાત કરી, ગુણસાગર લગ્ન પછી તરત જ દીક્ષા લેવાનો છે. તમારી શું ઈચ્છા છે? આઠેય કન્યાઓએ કહ્યું - * કન્યા કહે નિજ તાતને, આ ભવ અવર નવરશું રે લોલ.
જે કરશે એ ગુણનિધિ. અમે પણ તેહ આદરશું રે લોલ.
રાગી-વૈરાગી દોય મેં તસ આણા શિર ધરશું રે લોલ. ' ' કન્યા આઠના વચનથી હરખ્યા તે વ્યવહારી રે લોલ.
આઠેય કન્યાઓએ પોતપોતાના માતા-પિતાઓને કહી દીધું કે આ જનમમાં અમે બીજા વરને વરીશું નહીં. જે ગુણસાગર કરશે, એ જ અમે કરીશું. એ રાગી તો અમે રાગી, એ વૈરાગી તો અમેય વૈરાગી - અમે એની જ આજ્ઞા શિરોધાર્ય કરીશું. વિવાહ મંડપમાં જ કેવળજ્ઞાન: - રાજા પૃથ્વીચંદ્ર રાજસભામાં બેસીને સુધન સાર્થવાહ પાસેથી ગુણસાગરની વાત એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યો છે. ગુણસાગરનો વિવાહમહોત્સવ શરૂ થઈ ગયો. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી. વરયાત્રા નીકળી અને વરકન્યા ચોરીમાં આવીને બેઠાં. હસ્તમેળાપની ક્રિયા શરૂ થઈ એ સમયે ગુણસાગર ધ્યાનમાં લીન થાય છે. તે
ધર્મપ્રભાવ ભાવના,
૨૮૯
Page #300
--------------------------------------------------------------------------
________________
વિચાર કરે છે -
સંયમ લેઈ સરુ કને શ્રુત ભણશું સુખકારી રે લોલ, સમતારસમાં ઝીલશું કામકષાયને વારી રે લોલ, ગુરુ વિનય નિત્ય સેવશું, તપ તપશું મનોહારી રે લોલ, દોષ બેતાલીસ ટાલશું, માયા-લોભ નિવારી રે લોલ, જીવિત મરણે સમપણું, સમ તૃણ મણિ ગણશે રે લોલ. સંયમ યોગે સ્થિર થઈ, મોહરિપુને હણશું રે લોલ. ગુણસાગર ગુણ શ્રેણિયે થયા કેવળજ્ઞાની રે લોલ. નારી પણ મન ચિંતવે, વરીએ અમે ગુણ ખાણી રે લોલ અમે પણ સંયમ સાધશું, નાથ નગીનાની સાથ રે લોલ.
એમ આઠે થઈ કેવલી. તે સવિ પિયુડા હાથે રે લોલ. લગ્નની ચોરીમાં ગુણસાગર વિચારે છેઃ “સદ્ગુરુની પાસે સંયમધર્મનો સ્વીકાર કરીને જ્ઞાન-ધ્યાનમાં લીન બનીશું. સમતા રસમાં નિમજ્જન કરીશું, કામકષાયની વાસનાઓને નષ્ટ કરીશું. સદૈવ ગુરુદેવનો વિનય કરીશું તપશ્ચર્યા કરીશું. માયા લોભ દૂર કરીને, ગોચરીના ૪ર દોષો દૂર કરીને ભિક્ષા લાવીશું. જીવન અને મૃત્યુને સમાન ગણીશું. તૃણ અને રત્નને પણ સમાન માનીશું. આ રીતે સંયમધર્મમાં સ્થિર બનીને મોહશત્રુ ઉપર વિજય પામીશું.”
આ રીતે વિશુદ્ધ ધર્મધ્યાન કરતાં કરતાં ગુણશ્રેણી પર આરુઢ બન્યા અને કેવળજ્ઞાની બની ગયા.
ગુણસાગરના હાથમાં જે કન્યાઓનો હાથ હતો, એ કન્યાઓ પણ ધર્મધ્યાન કરતાં કરતાં શુક્લધ્યાનમાં પહોંચીને કેવળજ્ઞાની બની ગઈ.
એ સમયે આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી અને જયજયકાર કરતા દેવો ત્યાં ઊતરી આવ્યા. દેવોએ ઘોષણા કરીઃ ‘ગુણસાગર અને એની આઠેય પત્નીઓને કેવળજ્ઞાન ઉત્પન થયું છે.' દેવોએ સાધુ-સાધ્વીવેશ પ્રદાન કર્યા. ગુણસાગર મુનિવરને સ્વર્ણકમળ ઉપર બિરાજિત કર્યા.
આ બધી આશ્ચર્ય-ઉલ્લાસકારી ઘટના જોઈને ગુણસાગરનાં માતા-પિતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ એમને પણ સાધુ-સાધ્વીવેશ પ્રદાન કર્યો.
આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ, રાજમહેલમાં પણ આ વાત પહોંચી ગઈ. રાજા ગુણસાગર મુનિને અને તેમની આઠ પત્નીઓને તથા તેમનાં માતા-પિતાને વંદન કરવા આવ્યો. કેવળજ્ઞાની ગુણસાગર મુનિવરે રાજા-પ્રજાની સામે ધર્મદેશના આપી. કેવળજ્ઞાનીએ પોતાનાં ૨૧ જન્મોની વાતો સંભળાવી.
[ ૨૯૦
સુધારસઃ ભાગ ૨ |
Page #301
--------------------------------------------------------------------------
________________
સુધને કહ્યું: “હે રાજેશ્વર! મેં કેવળજ્ઞાની ગુણસાગર મુનિની સામે મારો અતિ હર્ષ-ઉલ્લાસ પ્રકટ કર્યો, ત્યારે કેવળજ્ઞાનીએ કહ્યું: હે સાર્થવાહ, તું અહીં શું આશ્ચર્ય પામે છે?મહાન આશ્ચર્ય તો તું અયોધ્યામાં પામીશ.” આ સાંભળી હે મહારાજા, હું અહીં અયોધ્યામાં આવ્યો છું. હવે આપની કૃપાથી અહીં મહત્તમ આશ્ચર્ય જોવા મળશે.” પૃથ્વીચંદ્રને રાજસિંહાસન પર કૈવલ્યપ્રાપ્તિઃ
સુધન સાર્થવાહ પાસેથી ગુણસાગર અને એના પરિવારની સઘળી વિગત સાંભળીને રાજા પૃથ્વીચંદ્ર પોતાના મનમાં તીવ્ર વિરક્ત બન્યો. તે વિચારવા લાગ્યો
ધન ધન તે ગુણસાગર, પામ્યો ભવજલ પાર, હું નિજ તાતને આગ્રહે, પડીયો રાજ્ય મોઝાર
પણ હવે નીસરનું કદા, થાશું કબ અણગાર. ગુણસાગરને ખૂબ ધન્યવાદ આપે છે- “એ તો ભવસાગર તરી ગયો. હું પિતાના આગ્રહથી રાજકાજમાં પડી ગયો, પરંતુ હવે મારે અણગાર બનવું પડશે.”
શુભધ્યાનની શ્રેણી લાગી ગઈ. શુક્લધ્યાન આવી ગયું. ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો અને કેવળજ્ઞાની બની ગયા. એ સમયે દેવેન્દ્ર ત્યાં આવ્યો અને પૃથ્વીચંદ્રને સાધુવેશ સમર્પિત કર્યો. આ વાત સાંભળીને પૃથ્વીચંદ્રના પિતા હરિચંદ્રસિંહ ત્યાં આવ્યા. પૃથ્વીચંદ્રની આઠેય રાણીઓ ત્યાં આવી. તે પણ ત્યાં ધર્મધ્યાનશુક્લધ્યાનમાં નિમગ્ન બની ગઈ, તેમને પણ ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું !
પૃથ્વીચંદ્રના માતા-પિતા પણ પોતાના પૂર્વજન્મોની વાત સાંભળીને કેવળજ્ઞાની બની ગયાં. સુધન સાર્થવાહ વ્રત ધારણ કરીને શ્રાવક બની ગયો. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને કયાં ભૌતિક અને આધ્યાત્મિક સુખ ન મળ્યાં? બધું જ મળ્યું ધર્મના પ્રભાવથી. મોક્ષ પણ મળી ગયો, એટલા માટે ધર્મનો આદર કરતા રહો. ધર્મ - શાન્તસુધાનું પાન ગ્રંથકાર આ ભાવનાની સમાપ્તિ કરતાં કહે છે - सर्वतंत्रनवनीत सनातन, सिद्धिसदनसोपान ।
जयजय विनयवतां प्रतिलम्भित-शान्तसुधारसपान, पालय. ९ સર્વ તંત્રોના નવનીતરૂપ, માખણસ્વરૂપ, સારભૂત મુક્તિમંદિર સુધી પહોંચવા માટે સોપાન - સીડીરૂપ અને વિનીત વ્યક્તિઓને સહજરૂપે પ્રાપ્ય - શાન્ત અમૃતરસના પાનરૂપ છે ધર્મ! તારો જય થાઓ, તારો વિજય થાઓ.
[ ધમપ્રભાવ ભાવના
૨૯૧]
Page #302
--------------------------------------------------------------------------
________________
ખૂબ જ મહત્ત્વની વાત કરી છે ગ્રંથકારે. વિનીત વ્યક્તિને સહજરૂપે શાન્તસુધારસનું પાન મળે છે. એ મુક્તિમંદિર ઉપર પહોંચી શકે છે. સારભૂત તત્ત્વ એકમાત્ર મોક્ષ જ છે અને તે વિનીત આત્મા પામે જ છે. પૃથ્વીચંદ્ર પિતાનો વિનય કર્યો. આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યો, પરંતુ એક વિનયગુણમાંથી અનંત ગુણ પેદા કર્યા ને તે કેવળજ્ઞાની બન્યા, મોક્ષમાં ગયા.
ગુણસાગરની પત્નીઓ પણ કેવી વિનીત હતી? “પતિ રાગી તો અમે રાગી, પતિ વિરાગી તો અમે પણ વિરાગી ! તે જેવું કહેશે એવું કરીશું.” કેટલો સરસ પ્રત્યુત્તર હતો એ કુમારી-કન્યાઓનો ? છે એવો માતા-પિતાનો વિનય? છે આવી પતિપરાયણતા? મોક્ષની વાત કરવી સરળ છે, વિનયગુણને આત્મસાત્ કરવો સરળ નથી. વિનયગુણથી અનંત ગુણોની યાત્રા :
જો તમે વાસ્તવમાં મોક્ષ ઇચ્છતા હો તો તમારે વિનયી બનવું જ પડશે. વિનીત બનવા માટે સરળ-મૃદુ બનવું પડશે. કઠોર હૃદયવાળો મનુષ્ય વિનીત બની શકતો નથી. હૃદયની મૃદુતા-કોમળતા મહત્ત્વપૂર્ણ વાત છે. કારણ કે મૃદુતાને આધારે વિનયગુણ ટકે છે. પૃથ્વીચંદ્રનું હૃદય કેટલું કોમળ હતું? ગુણસાગરના કેવળજ્ઞાનની ઘટના સાંભળતાં સાંભળતા એનું હૃદય પ્રફુલ્લિત થઈ ઊડ્યું અને અનુમોદના કરવા લાગ્યું. એનું હૃદય ઉપશાંત થયું, ધર્મધ્યાનમાં નિમગ્ન થયું અને શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. રાજસિંહાસન ઉપર બેઠાં બેઠાં જ કેવળજ્ઞાની બની ગયો. આત્માના અનંત ગુણ પ્રકટ થઈ ગયા.
એ જ રીતે ગુણસાગર અને એની આઠ પત્નીઓએ લગ્નમંડપમાં હસ્તમેળાપ કરતાં કરતાં જ ધર્મધ્યાન - શુક્લધ્યાન કર્યું અને કેવળજ્ઞાની બની ગયાં. ગૃહસ્થવેશમાં કેવળજ્ઞાન પામી ગયાં, દેવેન્દ્ર આવીને સાધુવેશ પ્રદાન કર્યો. તમે તમારા હૃદયને મૃદુ - કોમળ બનાવો, એ હૃદયમાં વિનય રહેશે. વિનય આત્માને અનંત ગુણો તરફ લઈ જશે. પરદોષદર્શન ન કરોઃ
મૃદુતાને ખંડિત કરનાર તત્ત્વ છે - પરદોષદર્શન. પરદોષદર્શન એક પ્રકારની ક્રૂરતા છે. ક્રૂરતા મૃદુતાની ઘાતક છે. એટલા માટે એવી તત્તવૃષ્ટિ બનાવો કે બીજાંના દોષ દોષરૂપ દેખાય જ નહીં દુઃખ આપનારને ય દુશ્મન માનવાનો નથી. ક્રૂરતા માટે તમારે તમારાં હદય-દ્વાર બંધ રાખવાનાં છે. એવું તત્ત્વચિંતન યાદ કરી લો કે કોઈ પણ જીવાત્મા માટે દ્વેષ રોષ જાગે જ નહીં. ઘરમાં હો કે બહાર હો, દુકાનમાં હો. કે બજારમાં હો, બીજાં માણસોના દોષ જુઓ નહીં અને બોલો પણ નહીં. ( ૨૯ર
શાન્ત સુધારસઃ ભાગ ૨
Page #303
--------------------------------------------------------------------------
________________
ગુણવાન વ્યક્તિ જ શાન્તસુધાનું પાન કરી શકે છે. હૃદયમાં પરમ શક્તિનો અનુભવ ગુણવાન અને જ્ઞાની વ્યક્તિ જ કરી શકે છે. શમરસનું પાન કરવાના વિષયમાં એક કવિએ કહ્યું છે -
શમરસ-અમૃત ચાટો, કુવ્યસન મૂકો. મનનો આંટો, સદોષનપિંડે મ ભરો ઠાઠો, પરસુખ દેખી મમ વાંટો રે,
ભવિકા! શમરસ-અમૃત ચાટો. શમરસનું પાન કરવા દુર્લસનોનો ત્યાગ કરો. મનના કદાગ્રહો છોડી દો. દોષિત આહારથી શરીર-પોષણ ન કરો અને બીજાંનાં સુખ જોઈને મનમાં દુઃખી ન થાઓ.
રોગ શમે જેમ અમૃત છાંટે, હૃદય પડે નવિ આંટે, ધર્મ કરત ભવિક જીવને શિવસુખ આવે અટે રે.
ભવિકા! શમરસ-અમૃત ચાટો. જે રીતે અમૃતના બુંદ માત્રથી સર્વ રોગો શાન્ત થઈ જાય છે અને એ હૃદયમાં સરળ ભાવે આવે છે, એ રીતે ભવ્ય જીવને ધર્મની આરાધના વખતે શિવસુખની પ્રાપ્તિ થાય છે. * ગુણ વિણ કિમ શિવ ગિરિ પર ચડિયે, હીણ પુણ્ય જન રોટે, બેસે જો જિનગુણમણિ સાટે, તો સબ ભવદુઃખ કાટ રે.
ભવિકા! શમરસ-અમૃત ચાટો.... હે આત્મન્! ગુણો પ્રાપ્ત કર્યા વગર મોક્ષરૂપ પર્વતની ઉપર કેવી રીતે ચડાશે? ગુણહીન, પુણ્યહીન જીવ ચડી શકતો જ નથી. જે મોક્ષ પર્વત ઉપર ચડવું હોય તો જિનેશ્વરોએ જે ગુણ પ્રાપ્ત કર્યા છે એ ગુણોને ક્રમશઃ પ્રાપ્ત કરવાના છે. ગુણશ્રેણિ ઉપર ચડતા રહો, તો આઠ કર્મોનો ક્ષય કરીને, સંસાર-દુઃખોનો નાશ કરીને તું મોક્ષ પર્વત ઉપર પહોંચી જઈશ
સૌ પ્રથમ કવિએ જે ચાર વાતો કહી છે, તે વાતો શમરસનું પાન કરનારાઓ માટે અતિ મહત્ત્વપૂર્ણ છે – ૧. દુર્વ્યસનોનો ત્યાગ. ૨. મનના કદાગ્રહોનો ત્યાગ. ૩. દોષિત આહારનો ત્યાગ. ૪. બીજાંનાં સુખ જોઈને દુઃખી ન થવું. : દુર્લસનોનો ત્યાગ તી તમે કર્યો જ હશે! I શું મનના દુરાગ્રહો છૂટ્યા છે? આ અતિ મહત્ત્વની વાત છે. જો મનમાં કોઈ [ ધમપ્રભાવ ભાવના ,
૨૯૩
Page #304
--------------------------------------------------------------------------
________________
દુરાગ્રહ હશે, તો તમે શાન્તસુધારસનું પાન નહીં કરી શકો. આગ્રહ, દુરાગ્રહ, હઠાગ્રહ - એ બધાં આગ્રહ બાધક બને છે. શાન્તસુધા૨સના પાનમાં એટલા માટે અનાગ્રહી બનવાનું છે.
અભક્ષ્ય - દોષપૂર્ણ આહાર પણ ત્યજવાનો છે. આહારની અસર મન ઉપર પડે છે. ‘જેવું અન્ન એવું મન.' એવું કહેવામાં આવે છે.
,
ચોથી વાત પણ ખૂબ મહત્ત્વની છે. બીજાંનાં સુખવૈભવ જોઈને મનમાં ઈર્ષ્યા તો નથી થતી ને ? દુઃખ તો નથી થતું ને ? એટલે કે ભૌતિક સુખોનું આકર્ષણ છૂટી જવું જોઈએ. આપણા પોતાનાં સુખોમાં રાગ નહીં, બીજાંનાં સુખ જોઈને દ્વેષ નહીં !
‘શાન્તસુધારસ’નું પાન કરવું હોય તો આ બધી વાતો તમારે સમજવી પડશે. હું ઇચ્છું છું કે આ ભાવનાઓથી તમે ભાવિત બનો. આ ભાવનાઓને અનુરૂપ વિચારો બનાવો, તમે જરૂરથી શાન્તિ પામશો. “ધર્મપ્રાપ્તિ’ ભાવનાનું વિવેચન આજે પૂર્ણ થાય છે. તમે આ ભાવનાને આત્મસાત્ કરતાં અનંત ગુણોને પ્રાપ્ત કરો, એ જ
મંગલ કામના.
આજે બસ, આટલું જ.
૨૯૪
શાન્તસુધારસ : ભાગ ૨
Page #305
--------------------------------------------------------------------------
________________
માટુંગા.
શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના સ્થાયી સહયોગીઓ ૧. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ
મુંબઈ ૨. શ્રી જૈન જે. મૂર્તિ સંઘ એન્ડ ચેરીટીઝ પાલ (ઇસ્ટ), મુંબઈ ૩. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ
લાલજ મુંબઈ. ૪. શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ
ગાંધીનગર, બેંગલોર ૫. શ્રી મહાવીર સ્વામી જૈન સંઘ દસખાલેન,
બેંગલોર ૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ આર. એસ. પૂરમ, કોઈમ્બતૂર ૭. શ્રી સુવિધિનાથ જૈન સંઘ
તીરુપુર (T.N.) ૮. શ્રી સુધમસ્વિામી જૈન સંઘ
બુધવાર પેઠ, ૯. શ્રી પ્રાણલાલ કાનજી દોશી
ગોવાલિયા ટેંક,
મુંબઈ ૧૦. પદ્માબેન ચીનુભાઈ શાહ (પાટણવાળા) ગોવાલિયા ટેંક, મુંબઈ ૧૧. માણેકલાલ વૈ. સવાણી
સાયન, ૧૨. ભરતકુમાર પાનાચંદ શાહ
સાયન, ૧૩. એક સંગૃહસ્થ
સાયન, ૧૪. નિર્મળાબેન પ્રવીણચંદ્ર ઝવેરી
સાયન, ૧૫. શ્રી કિરીટ આર. શાહ
સાયન ૧૬. લીલાધર પાસુ શાહ - ૧૭. નટવરલાલ મનસુખલાલ શાહ માહેંગા, ૧૮. મીઠુભાઈ માવજી શાહ
પાર્લા (ઈસ્ટ), ૧૯. મહાસુખલાલ લક્ષ્મીચંદ શેઠ પાલી (ઇસ્ટ), ૨૦. જયંતિલાલ ધરમચંદ શાહ
પાલ (ઇસ્ટ) ૨૧. ગિરીશભાઈ ચંદુલાલ શાહ પાલ (ઇસ્ટ), ૨૨. નયનાબેન ગિરીશભાઈ શાહ પાલ (ઇસ્ટ), ૨૩. સવિતાબેન રમણલાલ ડી. શાહ પાલી (ઇસ્ટ), ૨૪. અરવિંદભાઈ ભોગીલાલ શાહ
પાલ (ઈસ્ટ), ૨૫. પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ
પાલી (ઇસ્ટ), ૨૬. જયંતિલાલ એચ. લોઢા
પાલી (વેસ્ટ), ૨૭. શ્રી પ્રકાશભાઈ સી. શાહ
વિલે પાર્લા (ઈસ્ટ) મુંબઈ ૨૮. શ્રી કિશોરભાઈ ધરમશી મહેતા વિલે પાર્લા (ઈસ્ટ) મુંબઈ ૨૯. નાગરદાસ કાનજી શાહ
ભાયખલા, ૩૦. જયંતિલાલ મોતીલાલ લાપસીયા મુલુંડ, ૩૧. શાંતિલાલ ચત્રભૂજ બાબરીયા ૩૨. શ્રી ઉમરશી ખીયશી પોલડીયા. ૩૩. રતિલાલ જેઠાલાલ સલોત ૩૪. ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી એધેરી (વેસ્ટ), ૩૫. કાન્તિલાલ એલ. વસા
વાલકેશ્વર, ૩૬. શ્રી હસમુખભાઈ રતિલાલ વોરા વાલકેશ્વર ૩૭. મુગટલાલ સી. શાહ
ઘાટકોપર, ૩૮. રાજેશભાઈ પી. મોતા,
ઘાટકોપર, ૩૯. પદ્માબેન વસંતભાઈ શાહ
સાન્તાક્રૂઝ, ૪૦. પોપટલાલ બાદરચંદ શાહ
ઘાટકોપરે,
Page #306
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ બિદડા-કેચ્છ બિદડા-કચ્છ વડાવલી. ચવેલી ધાનેરા. સૂરત સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા વાપી વાપી
સૂરત સુરત,
૪૧. અમિતભાઈ સારાભાઈ મહેતા ૪૨. અશોકભાઈ રતિલાલ કાપડિયા ૪૩. માયાભાઈ મણીલાલ કાપડિયા ૪૪. ધીરજલાલ હાલાણી ૪. રાજેન્દ્રભાઈ કે. શાહ ૪૬. ગંગાબેન બાલાભાઈ ઝવેરી ૪૭. આણંદજી નાનજી દેઢીયા ૪૮. રતનબાઈ આણંદજી દેઢીયા ૪૯. ચંદુલાલ અંબાલાલ શાહ ૫૦. મણીલાલ મગનલાલ શાહ ૫૧. રામચંદ સવરાજભાઈ પર. મંજુલાબેન રમણીકલાલ જોગાણી પ૩. અરવિંદભાઈ રતિલાલ શાહ ૫૪. કલાવતીબેન રસિકલાલ વોરા પપ. હર્ષદભાઈ અમૃતલાલ શાહ ૫૬. વિદ્યાબેન સરદારમલ નાહર ૫૭. શકરચંદ નાથાલાલ શાહ (સૂરજવાળા) ૫૮. રસિકલાલ વિઠ્ઠલદાસ શાહ (ચાણસ્માવાળા) પ૯. દિલીપ વ્રજલાલ શાહ (ચાણસ્માવાળા) ૬૦. જગજીવનદાસ ન્યાલચંદ શાહ (ચાણસ્માવાળા) ૬૧. વિનેરા ઈન્ડસ્ટ્રીઝ રવિભાઈ દોશી ૬૨. હંસાબેન મૂળજીભાઈ શાહ
૩. ઝવેરબેન જેઠુભાઈ મોમાયા ૬૪. વ્રજલાલ રતનચંદ શાહ ૫. પદ્માબેન શશિકાન્ત પારેખ ૬. સંઘવી જે. વીરચંદ એન્ડ સન્સ ૬૭. ભરતભાઈ હીરાચંદ શાહ ૬૮. પુનમચંદ શિવલાલ શાહ
& રમાબેન વસંતભાઈ શાહ ૭૦. પોપટલાલ ચત્રભૂજ બાબરીયા ૭૧. સુભાષભાઈ ભાયચંદ શાહ ૭૨. સર્વોદય કમર્શિયલ બેંક લિ. ૭૩. બાબુલાલ મણીલાલ શ્રોફ ૭૪. રઈબેન શાન્તિલાલ ગો. વકીલ ૭૫. શા. કેશવજી ખીમજી ગાલા દિશલપુરવાળા) ૭૬. શ્રી દેવેન્દ્રભાઈ રતિલાલ વોરા ૭૭. બિપીનચંદ્ર ચીમનલાલ શાહ નંદરબાર ૭૮. સ્વ. ચંપાબેન રતીલાલ શેઠ (ધાનેરાવાલા) ૭૯. શ્રી હીરાચંદ દેવચંદ શાહ ૮૦. શ્રી કલ્યદીપ મશીનરી (બાબુલાલ રાયચંદ શાહ) ૮૧. શાહ તારાચંદ ભગાજી પરિવાર ૮૨. શ્રી કાંતિલાલ જે. શાહ ચેરિટી ટ્રસ્ટ
ભીવંડીં ભીવંડી. મદ્રાસ મદ્રાસ તિરુપુર
પૂના.
પૂના પૂના. સેલવાસ સોલાપુર સોલાપુર શ્રીરામપુર ઈસ્લામપુર મહેસાણા મહેસાણા મહેસાણા કોરેગામ ભાવનગર સુરત નવસારી કિલ્લા પારડી વાપી કોપરલી. આણંદ
Page #307
--------------------------------------------------------------------------
________________
कचंद महेता निर्मित काशन ट्रस्टभ UW
સર્જનનાં માઈલસ્ટોન” [ઉપલબ્ધ સાહિત્ય] • ધર્મ સરણે પવન્જામિ – ૧-૨-૩-૪ • પ્રશમરતિ (સંપૂર્ણ) • સમરાદિત્ય મહાકથા - ભા. ૧-૨-૩ • જૈન રામાયણ - ભા. ૧-૨-૩
પર્વ પ્રવચનમાળા મારગ સાચો કૌન બતાવે પ્રીત કિયે દુ:ખ હોય. પાંપણે બાંધ્યું પાણિયારું
નીલ ગગનનાં પંખેરું • વિજ્ઞાન સેટ (૩ પુસ્તકો) • તારા દુ:ખને ખંખેરી નાંખ • સર્વજ્ઞ જેવા સૂરિદેવા • શાંત સુધારસ (અનુવાદ) વિચારપંખી જેનધર્મ દેતી. ૯ શ્રદ્ધાની સરગમ
વાર્તાદીપ • અંજના
ન મિયતે રીસાયેલો રાજકુમાર જિન દર્શન ફૂલપાંદડી
માંગલિક છે સુવાસ સેટ (૩ પુસ્તકો) • પ્રાર્થના • ગુણવૈભવ
વ્રત ધરે ભવ તરે • શ્રાવક જીવન - ભા. ૧-૨-૩-૪
જ્ઞાનસાર શોધ પ્રતિશોધ સંયમ સાધના શાંત સુધારસ (પ્રવચનો) સ્વાધ્યાય પીઓ અનુભવ રસ પ્યાલા મનને બચાવો. Jain Ramayana - 1-2-3 The Way of Life - 1-2-3-4 Guidelines of Jainism A Code of Conduct Treasure of Mind Science of Children - 1-2-3 (Atma-Karma-Dharma) Bury Your Worry Rising Sun Story Story અરિહંત (હિન્દી માસિક પત્ર) અન્ય હિન્દી સાહિત્ય
Page #308
--------------------------------------------------------------------------
________________ अहसाए. 3916 618Kily श्री विश्