________________
હૃદય અકથ્ય વેદનાથી ભરાઈ ગયું. મારું શરીર આ રીતે રોગથી ઘેરાઈ જશે એવી તો મને સ્વપ્નમાં પણ કલ્પના ન હતી. આ સમયે મને એક પરમ સત્યનું કિરણ મળ્યું. મારા કાનોમાં એ ઝંકૃત થવા લાગ્યું -
अन्योऽहं स्वजनात्, परिजनात् विभवात्, शरीकाच्चेति । હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવથી અને શરીરથી જુદો છું. અન્ય છું.
આ ચાર તત્ત્વોની સાથે મારો સંબંધ કર્મજન્ય છે. આંખો બંધ કરીને, મનને સ્વસ્થ અને શાંત કરીને મેં આ પરમ સત્યને સમજવા કોશિશ કરી - સ્વજનપરિજનો પ્રત્યે મને દુઃખ હતું તે દૂર થઈ ગયું, રાગ તો પહેલેથી જ તૂટી ચૂક્યો હતો, હવે દ્વેષ પણ ન રહ્યો. વૈભવસંપત્તિની ચંચળતા/અસ્થિરતા અને દુઃખદાયિતા મારી સમજમાં આવી ગઈ. સંપત્તિનો રાગ ઊતરી ગયો. શરીર પ્રત્યેનો મારો અભિગમ બદલાઈ ગયો. શોક-ઉદ્વેગ દૂર થયો અને મારો આત્મા નિર્મળ બનવા લાગ્યો. નિઃસંગ અને નિરાકાંક્ષ બનો :
આ રીતે અન્યત્વ ભાવનાનું પ્રતિદિન ચિંતન કરતાં પરપદાર્થોની આકાંક્ષાઓઆશાઓ ઓછી કરવાની છે. જે વસ્તુ - પરપદાર્થ - આપણી સાથે પરલોકમાં આવવાનાં નથી, અહીં જ પડી રહેવાનાં છે, એમની આકાંક્ષા શા માટે કરવી ? એમની અપેક્ષા પણ શા માટે કરવી ? એમનો આ જીવનમાં વધારે ઉપયોગ પણ શા માટે કરવો ?
ઉપાધ્યાયશ્રી સકલચંદ્રજી ‘અન્યત્વ ભાવના'ની સજ્ઝાયમાં ગાય છે
મન-વચન તનુ સવિ ઇન્દ્રિયો, જીવથી જૂજુઆ હોય રે, અપર પરિવાર સબ જીવથી, તું સદા ચેતન ! જોય રે. ચેતના જાગી સહચારિણી
–
“હે ચેતના ! આ જીવથી મન, વચન, કાયા અન્ય છે. ‘ખૂનુ' એટલે કે જુદાં છે. અન્ય, આખો પરિવાર પણ જુદો છે. એવું વિચારવાનું છે.”
કહેવાનું તાત્પર્ય એ છે કે મનથી તું પણ જુદો છે, વચનથી પણ તું જુદો છે અને કાયાથી પણ તું જુદો જ છે ! કુટુંબ પરિવારથી તું જુદો છે. એવું વિચારીને નિઃસંગ, નિરાકાંક્ષ બનવાનું છે.
મનથી પણ તું જુદો છે :
મનથી પણ આસક્તિમાં જોડાવાનું નથી. મનથી પણ આત્મા ભિન્ન છે, એવું કદી વિચાર્યું છે ? તનથી જુદાઈનો વિચાર કર્યો હશે. પરિવારથી જુદાઈનો વિચાર
અન્યત્વ ભાવના
૩૩