________________
જોઈએ. મોક્ષમાર્ગ ઉત્સર્ગ અને અપવાદમાં છે. મોક્ષમાર્ગ નિશ્ચય અને વ્યવહારમાર્ગમાં છે. મોક્ષમાર્ગ અનેકાન્તવાદમાં છે. મોક્ષમાર્ગ નવ તત્ત્વોમાં છે. મોક્ષમાર્ગ પાંચ અણુવ્રત અને પાંચ મહાવ્રતોમાં છે. આ બધાનું વિશુદ્ધ મન-વચનકાયાથી અધ્યયન કરવાનું છે. વિશુદ્ધ એટલે કે અનાગ્રહી. અનાગ્રહી - સરળ બનીને તમે તમારો મોક્ષમાર્ગ નિશ્ચિત કરો અને એ માર્ગ ઉપર ચાલવા તત્પર બનો.
આટલું કહીને ગ્રંથકારે મોક્ષમાર્ગથી સાધકને એક સર્વશ્રેષ્ઠ સાધના - બ્રહ્મચર્યવ્રતની સાધના બતાવે છે.
ब्रह्मव्रतमङ्गीकुरु विमलं, बिभ्राणं गुणसमवायम् ।
उदितं गुरुवदनादुपदेशं संगृहाण शुचिमिवरायम् ॥ ६ ॥ પવિત્ર -નિર્મળ બ્રહ્મચર્ય વ્રતને તું સહજ રીતે ધારણ ક૨. ગુણોના ખજાના રૂપ ગુરુદેવના શ્રીમુખેથી નીકળનાર વચનોને તું સારી રીતે ગ્રહણ કર. બ્રહ્મચર્ય - ૧૦ સમાધિસ્થાન :
-
‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર’માં કહેવામાં આવ્યું છે કે ભગવાને બ્રહ્મચર્યના ૧૦ સમાધિસ્થાનો કહ્યાં છે - પ્રરૂપિત કર્યાં છે, પરંતુ આ દશ સ્થાનનું પાલન કરનાર સંયમી જોઈએ. જેને સંયમ પ્રિય છે એ સંયમચુસ્ત રહે. જેને સમાધિ પ્રિય હોય તેણે ત્રણ ગુપ્તિના પાલક, ઇન્દ્રિયવિજેતા અને અપ્રમાદી રહેવું.
પ્રથમ સમાધિસ્થાનઃ સાધકે-બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય એવી જગાએ સૂવું જોઈએ, બેસવું જોઈએ. કારણ કે સ્ત્રી-પુરુષ-નપુંસક જ્યાં રહે ત્યાં રહેવાથી બ્રહ્મચારી-સાધકને મૈથુનદોષની શંકા, સ્ત્રીસેવનની અભિલાષા, બ્રહ્મચર્યના ફળમાં સંદેહ અને કોઈક વાર ચારિત્રનું પતન પણ થઈ શકે છે. ચિત્ત વિક્ષિપ્ત પણ થઈ શકે છે. ઉન્માદ પેદા થઈ શકે છે. દીર્ઘકાલીન રોગ અને શીઘ્રઘાતી હૃદયશૂળ વગેરે ઉપદ્રવો થઈ શકે છે. કોઈક વાર જિનધર્મમાંથી પતન પણ થઈ શકે છે. એટલા માટે સ્ત્રી-પશુ-નપુંસક જ્યાં હોય ત્યાં સાધકે રહેવું ન જોઈએ.
:
બીજું સમાધિસ્થાન ઃ બ્રહ્મચારીએ સ્ત્રીની કથાવાર્તા ન કરવી જોઈએ. સ્ત્રી સંબંધી પુરુષ સાધક, બ્રહ્મચર્યના વિષયમાં શંકા-અભિલાષા અને ફ્ળસંદેહ પામે છે. ઉન્માદી બને છે. દીર્ઘકાલીન રોગી બને છે. કોઈ વાર ધર્મભ્રષ્ટ પણ બની શકે
છે.
ત્રીજું સમાધિસ્થાન ઃ પુરુષ બ્રહ્મચારીએ મહિલાઓ સાથે એક આસન ઉપર ન બેસવું જોઈએ. કારણો’૧-૨ સમાધિસ્થાનમાં બતાવ્યાં જ છે.
સંવર ભાવના
૧૮૧