________________
એમણે વિજય પ્રાપ્ત કયોં અને શેષ આયુષ્ય કર્મ ક્ષય થતાં એમનો મોક્ષ થયો.
સનત્કુમાર મહામુનિ આયુષ્ય કર્મ પૂર્ણ થતાં ત્રીજા દેવલોકમાં દેવ બન્યા હતા. તેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એટલે કે તપશ્ચર્યાથી ચારે ફળની પ્રાપ્તિ થાય છે, પરંતુ તપશ્ચર્યા સમતા સાથે થવી જોઈએ. ઉદાસીનતા ભાવ થવો જોઈએ. ભરત ચક્રવર્તીનો વૈરાગ્ય ભાવ, ઉદાસીન ભાવ ભગવાન ઋષભદેવના નિર્વાણ પછી વધારે તીવ્ર બન્યો હતો. શામ્યશતકમાં કહેવામાં આવ્યું છે કે - शीर्णपर्णाशनप्रायैयन्मुनिस्तप्यते तपः ।
औदासीन्य विना विद्धि तद् भस्मनिहुतोपमम् ॥ १० ॥ ઔદાસીન્ય વગર તપ વ્યર્થ :
તમને બે ચક્રવર્તીઓની બાહ્ય-આભ્યન્તર તપશ્ચર્યા અને તેમનાં ફળ બતાવ્યાં. બંને ચક્રવર્તીઓ વિરક્ત બન્યા હતા અને ઔદાસીન્ય એમની અંદર ભર્યું પડ્યું હતું. એટલા માટે બંનેની તપશ્ચય ફલવતી બની હતી. કોઈ મુનિ ઝાડનાં સૂકાં પાન ખાઈને તપશ્ચર્યા કરે છે.
કોઈ મુનિ વાયુનું ભક્ષણ કરીને તપશ્ચર્યા કરે છે. પણ કોઈ મુનિ વરસો સુધી આયંબિલ તપ કરે છે. | કોઈ મુનિ માસખમણ પર માસખમણ કરે છે.
પરંતુ જો સમતા - ઉદાસીનતા વગર, સમત્વ વગર, તપશ્ચર્યા કરતો હોય તો તેની કિંમત રજમાત્ર નથી. રાખમાં નાખેલા ઘી જેવી છે. ઠીક છે, તમે સમ્યગુદ્રષ્ટિ હો. જ્ઞાની-ધ્યાની હો કે મહાન તપસ્વી હો, પરંતુ ઉપશાન્ત નહોતો -પરભાવો પ્રત્યે ઉદાસીન ન હો, તો આ બધું જ વ્યર્થ છે, નિરર્થક છે, નકામું છે. શાન્ત, ઉપશાંત આત્માને જે આંતરિક સુખ હોય છે તે ન તો ચક્રવર્તીને મળે છે કે ન તો દેવેન્દ્રના નસીબમાં હોય છે. એટલા માટે ઉદાસીનતાની સાથે તપ કરવાનું કહ્યું છે.
તપથી સંસારસાગર તરી શકાય છે અને તપથી સંસારમાં ડૂબી પણ શકાય છે. જે તપ મોહનાં બંધનો તોડવા માટેના લક્ષ્યથી કરવામાં આવે છે, એ તપથી સંસાર તરી શકાય છે. જે તપ મોહપ્રેરિત થઈને કરવામાં આવે છે, એ તપ દ્વારા તો સંસારમાં ડૂબી જવાય છે.
તપ ક્રોધથી પણ કરવામાં આવે છે, જેમ કે અગ્નિશમ. તપ અભિમાનથી પણ કરવામાં આવે છે, જેમ કે બાહુબલી.
નિર્જરા ભાવના
૨૦૭]