________________
તપ માયાથી પણ કરવામાં આવે છે, જેમ કે મલ્લિનાથનો પૂર્વભવ. તપ લોભથી પણ કરવામાં આવે છે, જેમ કે દ્રૌપદીનો પૂર્વભવ.
બાહુબલી મુનિને તેમની બે બહેનો - સાધ્વીજીઓ પ્રતિબોધિત કરવા માટે આવી પહોંચી, તો તે બચી ગયા અને ભવસાગર તરી ગયા. પરંતુ સમરાદિત્ય ચરિત્ર'નો અગ્નિશમી, જેણે ગુણસેન રાજાને જનમોજનમ મારવાનો સંકલ્પ કર્યો હતો, તે સંકલ્પથી લાખો માસખમણ કર્યા હતા, તે ભવસાગરમાં ડૂબી ગયો. દુગતિઓમાં ઘોર ત્રાસ અને વેદના ભોગવતો રહ્યો.
મલ્લિનાથ તીર્થંકરનો પૂર્વભવ જાણો છો ને?તપની બાબતમાં પોતાના મિત્રો જે સાધુઓ હતા તેમની સાથે માયા કરી હતી. પરિણામ સ્વરૂપ સ્ત્રીનો અવતાર મળ્યો ! પરંતુ તીર્થંકર નામકર્મ બાંધી લીધું હતું એટલે ભવસાગર તો તરી ગયા.
પરંતુ લક્ષ્મણા સાધ્વી તપ કરવા છતાં પણ માયાને કારણે હૃદયની ગૂઢતાને કારણે ભવસાગરમાં ભટકી પડી.
દ્રૌપદીનો પૂર્વભવ તમે જાણો છો? એ સાધ્વી હતી. એક દિવસે એના મનમાં વિચાર આવ્યો કે “સાધુઓની જેમ હું પણ રાત્રિના સમયે નગરના બાહ્ય પ્રદેશમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભી રહું.”તેણે પોતાની ગુરુણીને પૂછ્યું. ગુરુષીએમના કરી અને કહ્યું: સાધ્વીએ રાત્રિમાં એકલા આવા સમયે આકાશ તળે કાયોત્સર્ગ ધ્યાન ન કરવું જોઈએ. ધ્યાન કરવું જ હોય તો બંધ મકાનમાં જ કર.' પરંતુ તેણે ન માન્યું. ગુરુણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તે સંધ્યા સમયે નગર બહાર બાહ્ય પ્રદેશમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભી રહી. રાત પડી ગઈ. નગરમાં મકાનોમાં દીવાઓ બળવા લાગ્યા. સાધ્વી જ્યાં ઊભી હતી એની સામે થોડેક દૂર એક વેશ્યાનું ઘર હતું. ઘરની બહારની અગાશીના ભાગમાં વેશ્યા પાંચ પુરુષો સાથે કેલિકીડા કરી રહી હતી. તેઓ હસતાં હતાં, નાચતાં હતાં અને આનંદ કરતાં હતાં. એ શબ્દો સાધ્વીના કાને પડવા લાગ્યા. સાંભળવામાં એ શબ્દો સારા લાગ્યા. આંખો અવાજની દિશામાં ખૂલી, ધ્યાન ભંગ થયો. મન તો મર્કટ જેવું છે ને? ધ્યાનમાં એકાગ્રતા સરળ નથીઃ
એકમનોરંજક વાર્તા સંભળાવું. બાદશાહ અકબરે આઠ શ્વેત બિલાડીઓને સારું શિક્ષણ આપ્યું હતું. આઠેબિલાડીઓ બાદશાહની સામે ચૂપ બેસી રહેતી હતી. આ દુષ્કર કાર્ય બાદશાહે સિદ્ધ કર્યું છે એ બતાવવા માટે તેણે બિરબલને ભોજન માટે નિમંત્રણ આપ્યું.
બાદશાહ અને બિરબલ ભોજન કરવા બેઠા ત્યારે બાદશાહે તાળી પાડી, આઠેય બિલાડીઓ દોડીને આવી અને આવીને બાદશાહ સામે અર્ધચંદ્રાકારમાં બેસી ગઈ. ૨૦૮T
| શાન્ત સુધારસઃ ભાગ ૨)