________________
બાદશાહે આઠેયના મસ્તક ઉપર દીવા મૂકી દીધા. બાદશાહ અને બિરબલ આ દીવાઓના પ્રકાશમાં ભોજન કરવા લાગ્યા. અડધા કલાક સુધી સ્થિરતાથી બિલાડીઓ બેસી રહી. દીવાઓ બળતા રહ્યા.
બાદશાહે ગર્વ સાથે બિરબલને કહ્યું: ‘જોયું? દરેક વાત પ્રયત્નસાધ્ય છે. બિલાડીઓ આમ તો ચંચળ હોય છે, છતાં તાલીમ આપીને એમને પણ ધ્યાનમાં બેસાડી શકાય છે. બિરબલે કહ્યું: “જહાંપનાહ! એક જ વાર જોવાથી કોઈ વાત માની શકાતી નથી. આ આકસ્મિક - પ્રાસંગિક પણ હોઈ શકે.” આ સાંભળીને બાદશાહે બીજે દિવસે પણ બિરબલને ભોજનનું નિમંત્રણ આપ્યું. બાદશાહ તો છે માસથી આ રીતે બિલાડીઓ સાથે ભોજન કરતો હતો. એટલે એને પોતાની તાલીમ પર વિશ્વાસ હતો.
બીજે દિવસે બિરબલ આવ્યો. બિલાડીઓ પણ આવી. બાદશાહ ગનત હતો. નોકરે બિલાડીઓના માથા ઉપર દીવા મૂકી દીધા. ભોજન વ્યવસ્થિત ચાલતું હતું, એવામાં બિરબલે તેના ગજવામાંથી એક ઉંદર કાઢ્યો અને જમીન ઉપર મૂકી દીધો! જેવો ઉંદર જોયો કે બધી બિલાડીઓ ઉંદરને પકડવા દોડી, દીવા નીચે પડી ગયા. પાણીના પ્યાલાઓ ઢળી ગયા. બિલાડીઓએ તોફાન મચાવી દીધું. - બાદશાહની આંખો શરમથી ઢળી ગઈ. બિરબલે કહ્યું: “જહાંપનાહ, બિલાડીઓ ઉંદરને જોઈને ચંચળ થઈ જાય છે.” સાધ્વી - વેશ્યાની કેલિક્રીડા જોઈ ચંચળ:
ગુરુ-આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સાધ્વી પોતાના ધ્યાનબળના અભિમાનમાં નગર બહારની પ્રદેશમાં આવી તો ખરી, કાયોત્સર્ગ ધ્યાન લગાવ્યુંય ખરું.... પરંતુ જેવા પુરુષના હાસ્યવિનોદ શબ્દો સાંભળ્યા કે ધ્યાન ભંગ થતાં વાર ન લાગી. એણે એ દૃશ્યને જોયું, પસંદ પડવું વિચાર્યું: “આ સ્ત્રી કેટલી સુખી છે? પાંચ-પાંચ પુરુષો એને પ્રેમ કરી રહ્યા છે. કેટલું સરસ છે એ જીવન !!” આ વિકલ્પમાં જ એણે એવું કર્મ બાંધી લીધું કે દ્રૌપદીના જન્મમાં એને પાંચ પતિ મળ્યા. તે પાંચ પતિઓની પત્ની બની.
પ્રશ્ન એ તો સાધ્વી હતીને? સાધ્વીને એવા વિચારો આવે ખરા? એને તો પાંચ મહાવ્રતો હોય છે! ઉત્તર પ્રશ્ન બરાબર છે. પરંતુ એક વાત સમજી લો.
तत्प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । ભલેને સર્વવિરતિમય સાધુજીવન મળ્યું હોય, પરંતુ વૈરાગ્ય ભાવના દૃઢ કરવી અતિ મુશ્કેલ છે. ઉદાસીન ભાવ આવવો અતિ કઠિન છે. [ નિર્જરા ભાવના
૨૦૯ |