________________
બાહ્ય-આત્યંતર શત્રુઓ ઉપર વિજય સિદ્ધિઓ અને વૈભવની પ્રાપ્તિ | સ્વર્ગની પ્રાપ્તિ | મોક્ષની પ્રાપ્તિ
આવા તપને નમસ્કાર કરે છે ગ્રંથકાર. આપણે પણ નમસ્કાર કરીએ છીએ. ગ્રંથકારે ભરત ચક્રવર્તીનો નિર્દેશ કર્યો છે. આમ તો તેમણે બાહ્ય વિશેષ તપ કર્યું ન હતું, આત્યંતર ધ્યાનનું તપ કર્યું હતું. ધર્મધ્યાન કર્યું હતું. ધર્મધ્યાન'ની ચાર અનુપ્રેક્ષાઓ છે - અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ ભાવના અને સંસાર ભાવના. ભરતજીને અરીસા ભવનમાં - કાચના મહેલમાં જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એ કથા તમે જાણતા હશો.
એકદિવસે ભરતેશ્વર સ્નાન કરીને, વિલેપન કરીને શ્રેષ્ઠ વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને અંતઃપુરની શ્રેષ્ઠ રાણીઓ સાથે અરીસા ભવનમાં ગયા. શરીર પ્રમાણ એક અરીસામાં પોતાનું રૂપ નિહાળી રહ્યા હતા, એ સમયે એક આંગળી ઉપરથી એક મુદ્રિકા પડી ગઈ. જ્યારે એમણે મુદ્રિકા વગરની આંગળી જોઈ ત્યારે વિચાર કર્યો: ‘મારી આ આંગળી શોભારહિત કેમ છે? શું બીજાં અંગ પણ આભૂષણો વગર શોભાહીન લાગશે? એમણે અન્ય આભૂષણો નીચે ઉતારવાનો પ્રારંભ કર્યો અને તેઓ ધર્મધ્યાનની અનુપ્રેક્ષામાં ડૂબતા ગયા. ચિંતનની ધારા વહેવા લાગી, આમ પણ ભરતજી મનમાં તો વૈરાગી હતા જ. ભરત ચક્રવર્તીનું ચિંતનઃ
જ્યારે શરીર ઉપરથી તમામ આભૂષણો દૂર કર્યા અને ચક્રવર્તીએ શોભાહીન. બનેલા પોતાના શરીરને જોયું અને વિચાર કર્યો કે આ શરીર ધિકકારપાત્ર છે. જેવી રીતે દીવાલ ઉપર રંગ ચિત્રાદિ દ્વારા કૃત્રિમ શોભા કરવામાં આવે છે, એ રીતે શરીરની આભૂષણો દ્વારા શોભા કરવામાં આવે છે. આ શરીરની અંદર વિષ્ટા, ઈત્યાદિ મલિન પદાર્થો ભરેલા છે અને બહારથી પણ શરીર મલિન જ રહે છે. જેવી રીતે ક્ષારયુક્ત જમીન વર્ષના પાણીને દૂષિત કરે છે એ રીતે જ આ શરીર વિલેપનને - કપૂર, કસ્તુરી વગેરેને દૂષિત કરે છે. એટલે જે મનુષ્યો તપશ્ચર્યા કરે છે, એ તત્ત્વજ્ઞાની પુરુષો જ આ શરીરનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરે છે.
આ રીતે શરીરની અશુચિ, આત્માનું એકત્વ, જીવની સંસારમાં અશરણતા આદિનું ચિંતન કરતાં કરતાં તે કેવળજ્ઞાની બની ગયા. વીતરાગ બની ગયા. ધર્મધ્યાન એક મહાન તપ છે. ધર્મધ્યાનમાંથી એ શુક્લધ્યાનમાં ચાલ્યા ગયા. સર્વ ઘાતકમનો ક્ષય થયો અને તે કેવળજ્ઞાની બની ગયા, બાહ્ય-આત્યંતર શત્રુઓ પર [ ૨૦૬
શાન્ત સુધારસ ભાગ ૨)