________________
પાસે રહેનારાંને પણ દુખી બનાવે છે. ક્રોધમાંથી પેદા થાય છે વેર. એક વ્યક્તિ પ્રત્યે વારંવાર ક્રોધ, ગુસ્સો કરવાથી વેરની ગાંઠ બંધાઈ જાય છે. આ વેરની ગાંઠ કેન્સરની ગાંઠ કરતાં પણ ભયંકર હોય છે. કેન્સરની ગાંઠ એક વાર પ્રાણ હરે છે, પરંતુ વેરની ગાંઠતો જનમજનમ ભાવપ્રાણોને હરી લે છે. ' ક્રોધી માણસ મોક્ષમાર્ગ ઉપર ચાલી શકતો નથી. કારણ કે મોક્ષમાર્ગ સમતાધારીનો માર્ગ છે. ક્રોધી કેવી રીતે શમ-સાગરને પાર કરી શકે ? તીવ્ર ક્રોધથી અભિભૂત વ્યક્તિ ક્ષમાદિ ધમની આરાધના કરવામાં સમર્થ બની શકતી નથી. તે તો હિંસા વગેરે પાપોમાં પ્રવૃત્ત થઈને દુર્ગતિની ગહન ખીણમાં પડે છે. તમે શું સુભૂમ ચક્રવર્તીનું નરક પતન નથી સાંભળ્યું? પરશુરામની અધોગતિ નથી સાંભળી? મોક્ષપ્રાપ્તિ એ જ આત્મા કરી શકે કે જેમાં સમતાનું સામર્થ્ય હોય, જેમાં ક્ષમાભાવની ક્ષમતા હોય વાતવાતમાં ક્રોધ. ગુસ્સો....રોષરીષ કરનારો જીવાત્મા મોક્ષપ્રાપ્તિ ન કરી શકે. મોક્ષાદિ તો દૂર રહ્યાં, સંસારનાં ભૌતિક સુખ પણ એને માટે અપ્રાપ્ય જેવાં બની જાય છે. 1 તો પછી જીવન જીવવા માટે ક્રોધનો સહારો લેવો? જે ક્રોધ આત્માની અધોગતિ
કરે છે, આત્માનું બધી રીતે પતન કરે છે, તેનો સંગ શા માટે કરવો ? જે ધખધખતા અંગારાઓ કરતાં પણ વધારે ભયંકર છે એનો સ્પર્શ પણ શા માટે ? કરવો? પોતે બળવું અને બીજાંનેય બાળવાં?સ્વયં અશાન્ત બનવું અને બીજાંને પણ અશાંતિ આપવી? ક્રોધમાં જો હોશ ગુમાવીને વેરની ગાંઠ બાંધી લીધી તો બધું જ લુંટાઈ ગયું સમજવું. આટલું જાણ્યા-સમજ્યા પછી પણ જો તમે ક્રોધનો ત્યાગ નહીં કરો તો સમજી લેજો કે તમે જિંદગી સંપૂર્ણ રીતે હારી ગયા. બની શકે કે તમારી અજ્ઞાનમૂલક માન્યતા તમને ક્રોધ કરવા પ્રેરિત કરે યા મજબૂર કરે, ક્રોધનાં કેટલાંક સારાં પરિણામ પણ બતાવે, પરંતુ અંતતોગત્વા એનાં પરિણામ
ભયાનક અને દુખદ જ સિદ્ધ થશે. બીજો છે - માન કષાય: -
જો તમે જ્ઞાની હો, શાસ્ત્રજ્ઞ હો, તો તમારે ગર્વ ન કરવો જોઈએ. જ્ઞાની પાસે દુનિયા નમ્રતાની અપેક્ષા રાખે છે. પ્રજા શાસ્ત્રજ્ઞ પાસે પણ વિનમ્રતાની અપેક્ષા રાખે છે. શિષ્ટ, સજ્જન પુરુષ, સમજદાર વ્યક્તિ તમને નમ્રતાની મૂર્તિ અને કોમળતાથી ભય ભય જોવા ઈચ્છશે. જો તમે અભિમાન કરશો તો તમારા વ્યક્તિત્વ પર કલંક
૧૧૨
શાન્તસુધારસ: ભાગ ૨