________________
૨૫. ઇપિથિકી ક્રિયા : કેવળજ્ઞાનીને માત્ર કાયયોગથી જે કર્મબંધ થાય છે તે ક્રિયા. આ ક્રિયા સાંપરાયિકી કર્મના આસ્રવનું કારણ નથી. બાકીની બધી ૨૪ ક્રિયાઓ કષાયપ્રેરિત હોવાને કારણે સાંપ૨ાયિક કર્મના બંધનું કારણ છે. અહીં આ સર્વ ક્રિયાઓનો નિર્દેશ સાંપાયિકી કર્મસ્રવ બાહુલ્યની દૃષ્ટિથી કરવામાં આવ્યો છે.
·
પ્રમુખ આસ્રવ - કષાય :
હવે આજે ચાર કષાયોનું જ વિવેચન કરવું છે. કષાયોના ભયંકર વિષાકો બતાવવા છે. કષાય-આસ્રવ દ્વારા જીવ અનંત કર્મોનું બંધન તો કરે જ છે, પરંતુ આ જીવનમાં કષાયોથી પરસ્પરની પ્રીતિનો, વિનયનો, વિશ્વાસનો અને ગુણસમૃદ્ધિનો નાશ થાય છે. પ્રથમ છે - ક્રોધ કષાય ઃ
દાહજ્વરની અતિ ભયંકર પીડાનો કદી તમે અનુભવ કર્યો છે ? અગર તો દાહજ્વરથી પીડિત કોઈ વ્યક્તિને તમે જોઈ છે ? અસહ્ય પીડા અને ભયંકર પરિતાપથી તડપતા મનુષ્યને જોઈને કોઈ અંતઃસ્પર્શી વિચાર આવ્યો છે કદી ?
ક્રોધની વેદના અતિ ભયંકર અને અસહ્ય હોય છે. ક્રોધી મનુષ્યનું જીવન અશાંતિની આગમાં શેકાતું હોય છે. એ અશાંતિની આગ ન તો ચંદનનાં શીતળ વિલેપનથી શાન્ત થઈ શકે કે ન તો ચંદ્રની શીળી ચાંદનીથી. એટલું જ નહીં, પરંતુ ક્રોધી પોતે જ અગનગોળા જેવો હોય છે. જેને એ સ્પર્શે છે, તેને ય સળગાવે છે. જેને એણે સ્પર્શ કર્યો તો સમજી લેવાનું કે તે પણ સળગી ગયો જ !
# એટલા માટે તો ક્રોધીનો કોઈ મિત્ર હોતો નથી, એ જાતે ય કોઈનો મિત્ર બની શકતો નથી ને ! એની સાથે મૈત્રી - દોસ્તી રાખે પણ કોણ ? ક્રોધીનો કોઈ ચાહક હોતો નથી. એ પોતે જ કોઈને ચાહતો નથી. ક્રોધી મનુષ્ય પોતાના પરિવાર માટે સદાય સંતાપકારી રહે છે. મિત્રો માટે પરિતાપ કરનારો બને છે.
॥ ક્રોધી મનુષ્યની આસપાસ સદાય ઉદ્વેગભર્યું વાતાવરણ જ રહે છે. સૌનાં દિલ દિમાગ ભારે ભારે લાગે છે. જ્યાં સુધી ક્રોધી મનુષ્ય ઘરમાં રહેશે ત્યાં સુધી ઘરવાળાંનાં મન ઉદ્વિગ્ન રહેશે, એ જ્યાં સુધી દુકાનમાં હશે ત્યાં સુધી દુકાનના માણસો અશાન્ત - ઉદાસ નજરે પડશે.
# ક્રોધી માણસ ન તો સ્વયં સુખી રહે છે, ન તો બીજાંને સુખ આપી શકે છે. એ આપી પણ કેવી રીતે શકે ? કારણ એની પોતાની પાસે જ જ્યારે સુખ નથી તો પછી અન્ય માણસોને તો આપી પણ કેવી રીતે શકે ? તે જાતે દુઃખી રહે છે અને
આસવ ભાવના
૧૧૧