________________
લાગી જશે. લોકો કહેશેઃ “શું આ જ્ઞાની છે? જ્ઞાની અને અભિમાનનું પૂતળું? જ્ઞાનથી તો ગર્વનો ત્યાગ કરવો જોઈએ. અભિમાન ત્યજી દેવું જોઈએ, એને બદલે જ્ઞાની બનીને અભિમાન અપનાવ્યું?”
અભિમાની જ્ઞાની પુરુષ જ્ઞાનને કલંકિત કરે છે. સ્વયં કલંકિત બને છે અને જનસમાજની નજરમાં પોતાના વ્યક્તિત્વને, પોતાની પ્રતિભાપૂર્ણ પ્રજ્ઞાને નીચે પાડે છે. જ્ઞાનના મહત્ત્વને પણ હાનિ પહોંચે છે. જ્ઞાનનું જે પરિણામ આવવું જોઈએ, જે ફળ મળવું જોઈએ, એ જ્યારે નથી મળતું તો જ્ઞાનનું અવમૂલ્યન સ્વયં
જણાઈ આવશે. . શું તમે શીલવાન છો? (શીલ એટલે કે જિનશાસનની પવિત્ર ધર્મક્રિયાઓ). તમે
શીલની ગરિમા, શીલની મહત્તા વધારવા માગો છો ? જો હા, તો અભિમાનનો ત્યાગ કરો. ગર્વને દફનાવી દો. અભિમાનથી ઉત્પન્ન થયેલો અવિનય તમારા શીલને દૂષિત બનાવી દેશે. પછી ભલેને તમે ઉચ્ચ કોટિની ધર્મક્રિયાઓ કરતા હો, ભલેને શાસ્ત્રવિહીન ધર્માનુષ્ઠાન કરતા હો, તમારું અભિમાન આ જિનધર્મભાષિત પવિત્ર ધર્મક્રિયા પ્રત્યે અંતઃકરણમાં બહુમાન અને પ્રીતિનો ભાવ પેદા થવા નહીં દે. અભિમાની મનુષ્ય વિનયશીલ તો હશે જ નહીં. વિનયહીન વ્યક્તિ માણસોના હૃદયમાં આદરભર્યું સ્થાન પામી શકતો નથી. તે વ્યક્તિ સર્વજનપ્રિય બની શકતી નથી.
તમે એવું વિચારી રહ્યા છો કે “અભિમાની બનીને પણ અમે તો ધર્મની કલ્યાણમયી આરાધના કરી શકીશું?” શું તમે એવું વિચારી રહ્યા છો કે “ગર્વિષ્ઠ બનીને ય અમે તો ધનવાન બની જઈશું?” શું એવી કલ્પનામાં તો નથી ખોવાઈ જતા ને કે “અભિમાની બનીનેય અમે તો રૂપવતી-લાવણ્યમતી નવયૌવનાઓની સાથે મીઠા સંબંધ બાંધી શકીશું?” ગૂંચવાશો નહીં, આ તો માયા-મૃગજળ જેવી ગૂંચવણો છે. ભ્રમણાઓની ભૂલભુલામણીઓ છે. આથી વધારે કશું નથી. શું તમે નથી જાણતા કે ધર્મનું મૂળ વિનય છે? વિયમૂળે ધો – વિનય નહીં, નમ્રતા નહીં, તો પછી ધર્મ કેવો? મૂરું નાતિ તો શાલા ? મૂળ વગરનું કોઈ વૃક્ષ જોયું છે ? અભિમાનીમાં નમ્રતા-વિનય ક્યાંથી? અભિમાન વિનયનું ઘાતક છે. વિનય નહીં તો ધર્મ નહીં સંસારના ક્ષેત્રમાં પણ અભિમાની નિષ્ફળ :
શું અર્થોપાર્જન કરવામાં અભિમાની મનુષ્ય સફળ બને છે ? શ્રીમંતોને
આસ્રવ ભાવના
૧૧૩