________________
અભિમાની મનુષ્ય પ્રિય લાગે છે ? તે લોકો તો નમ્ર-વિનયી અને મધુરભાષી મનુષ્યને જ પસંદ કરે છે. જેઓ શ્રીમંતોના પ્રીતિપાત્ર બને છે, તેઓ સરળતાથી - સહજ રીતે ધનોપાર્જન કરી શકે છે. અરે વેશ્યા પણ અભિમાની માણસને નાપસંદ કરે છે ! ઘરની સ્ત્રી પણ અભિમાની માણસને ચાહતી નથી. વિનમ્ર અને વિનીત. વ્યક્તિ જ સંસારના ક્ષેત્રમાં સફળ બની શકે છે. અરે, એ તો જરા બતાવો કે અભિમાની બનીને કોના અંતઃકરણમાં તમે સ્થાન પ્રાપ્ત કર્યું? પછી જિંદગીમાં બાકી શું રહ્યું? ધર્મ નહીં ધન નહીં, ભોગસુખ નહીં! તો પછી અભિમાન શા માટે કરવું? ગર્વની ગંદી ગલીઓમાં શા માટે ભટકવું? નમ્રતાની સરિતા, વિનયનું નંદનવન:
નમ્રતાની સરિતાના કિનારા ઉપર વિનયનું નંદનવન મહેકે છે. પધારો, આ નિંદનવનની રમ્ય ધરા ઉપર આપના જીવનને પ્રતિક્ષણ પ્રસન્નતાનાં ફૂલોથી સજાવી દઈએ. શા માટે અભિમાનનો છેડો પકડીને બેઠા છો? જો તમે પ્રજ્ઞાવંત - બુદ્ધિમાન હો, ગુણદોષનો, સારા-ખોટાનો ખ્યાલ કરનારા હો, તો તમારે ગર્વને તિલાંજલિ આપવી જોઈએ. અભિમાનની આગથી તમારી જાતને બચાવવી જોઈએ. જો તમે વિનીત અને વિનમ્ર બનશો તો બીજાંના હૃદયમાં તમે અને તમારું જ્ઞાન સ્થાન પામી શકશો. તેમના હૃદયમાં જ્ઞાન અને જ્ઞાનીજનો માટે અનોખું સ્થાન પ્રાપ્ત થશે. તમારી પવિત્ર ધર્મક્રિયાનું ગૌરવ વધશે. તમારી નમ્રતા સાચા અર્થમાં ધાર્મિક બનાવશે. અર્થોપાર્જન, ભોગસુખની પ્રાપ્તિ ઈત્યાદિ ગૃહસ્થ જીવનના ક્ષેત્રમાં પણ નમ્રતા , સહાયક બનશે.
ગર્વ ત્યજો, અભિમાન ભૂલી જાઓ. ભલે સન્માન મળે યા અપમાન મળે. ભલે સુખની શીતળતા મળે કે દુઃખની અગનજાળ મળે, પરંતુ અભિમાનને તો તમારા આત્મમંદિરમાં ભૂલમાં પણ પ્રવેશ આપશો નહીં. ત્રીજો છે - માયા કષાયઃ
માયા માટે પ્રશમરતિ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે: “માયાવી મનુષ્ય ભલેને માયાજાનિત કોઈ પણ અપરાધ યા ગુનો ન કરતો હોય, પરંતુ માયાદોષથી ઉપહત. બનેલો એ જીવ સાપની જેમ અવિશ્વસનીય બને છે.”
સાપ ભલેને શાન્ત સૂતો હોય, પરંતુ એ વિશ્વસનીય નથી હોતો. એનો વિશ્વાસ કરીને એને સ્પર્શ કરવો એ કંઈ બુદ્ધિમત્તા નથી. જેવી રીતે સાપે સમગ્ર વિશ્વનો - આખી માનવજાતનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે, એનો કોઈ ભરોસો કરતું નથી, એ જ રીતે માયાવી, કપટી વ્યક્તિ પણ સમાજ માટે અવિશ્વસનીય બની ગયો છે. તમે માયા-કપટ કરીને, છલકપટ કરીને તમારા વ્યક્તિત્વને નીચે પાડ્યું હોય તો તમારી
[૧૧૪
. .
શાન્તસુધારસઃ ભાગ ૨