________________
પ્રતિષ્ઠાને ડાઘ લગાડ્યો છે. દુનિયાની નજરોમાં તમે માયાવી-કપટી બનીને આવ્યા, સમાજની નજરોમાં છેતરપિંડી કરનાર બની ગયા, તો પછી કોણ તમારો વિશ્વાસ કરશે? .
ભલે તમે બે યા ત્રણ વાર માયા કરી હશે, કપટ કર્યું હશે અને એનાથી તમે ધનસંપત્તિ પણ કમાઈ લીધી હશે. તમારો કોઈ સ્વાર્થ સિદ્ધ કરી લીધો હશે, પરંતુ તમારાં કરતૂતો દુનિયાની સામે આવી ગયાં હશે, તો દુનિયા તમને બેઈમાન જ માનશે. પછી ભલેને તમે છલકપટ છોડી દો, પરંતુ તમારા વિકૃત બનેલા વ્યક્તિત્વને બદલવું કદાચ મુશ્કેલ બની જશે. લોકો વિચાર કરશે - આ ભલે અત્યારે સરળ હોવાનો દેખાવ કરતો હોય, પરંતુ એની સરળતામાં પણ દંભ છુપાયો છે. સરળતાનો દેખાવ કરીને, દુનિયાના ભોળા માણસોને વિશ્વાસમાં લઈને એ એક દિવસે બધાંને દગો દેશે. એનો કપટી સ્વભાવ સુધરશે નહીં. આ તો સો ઉંદર મારીને બિલ્લી હજ કરવા નીકળી છે.' આમ અનેક વિચારો તમારે માટે લોકોમાં ફેલાશે.
તમે દુનિયાની ઉપેક્ષા - અવગણના કરી શકતા નથી. “મારે દુનિયા સાથે શું લેવાદેવા? મને કોઈની ય પરવા નથી; લોકોનો વિશ્વાસ હોય યા ન હોય આ બધાં સાથે મારે શું સંબંધ?” બની શકે કે ગુસ્સામાં તમે આવા શબ્દો બોલી નાખો. પરંતુ સંસારમાં અન્ય મનુષ્યોનો વિશ્વાસ સંપાદન કર્યા સિવાય ચાલી શકતું નથી. હા, અવિશ્વાસની કાલિમાથી કલંકિત જીવન જીવનારા માણસો પણ તમને મળી જશે. પરંતુ જ્યારે તમે એમના જીવનની ગહનતામાં - એમના અંતસ્તલમાં નજર કરશો, તો અશાન્તિ, ક્લેશ અને પ્રવચના સિવાય તમને કશું મળશે નહીં. આવું જીવન જો તમને પસંદ હોય તો ચાલતા રહો માયા-કપટના માર્ગ ઉપર; પરંતુ ધ્યાન રાખજો - અત્યંત અશાંતિની આગમાં બળતા રહેશો!
તમે તમારા પારિવારિક જીવનમાં, પરિવારના સદસ્યો સાથે માયા-કપટની જાળ બિછાવશો, અને જો તેમને તમારી આ માયાજાળની ખબર પડી ગઈ, તો તમે તમારા જ પરિવારનો વિશ્વાસ ખોઈ બેસશો. પત્ની, પુત્ર, પુત્રી વગેરે તમામ સ્વજનો તમારા પ્રત્યે શંકાની નજરથી જોવા લાગશે. પરિવારના પ્રેમ-સ્નેહમાં ઓટ આવી જશે. અરે, તમારો જ પરિવાર તમને નફરત કરવા લાગશે.
સમાજની સાથે તમે દગાબાજી કરી વ્યાપાર અને ધાર્મિક સંસ્થાઓના હિસાબકિતાબમાં ગોલમાલ કરી, તમારી આ દગાબાજીનો પડદો ઊપડી ગયો; સમાજની નજરમાં તમે દગાબાજ-મકકાર બની ગયાં; તો તમારા પ્રત્યે હજારો લોકોની નફરત, વરસશે. તમને ગાળો બોલશે, કદાચ તમારે માટે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જશે. પછી ભલેને તમે માયા-દંભ કરવાનું છોડી દેશો, તો પણ દુનિયાની નજરમાં તો તમે અવિશ્વાસપાત્ર જ બની જશો.
તમે તમારી જ ભૂલનો શિકાર બની જશો. બનવાજોગ છે કે બીજાં ઉપર દોષારોપણ કરીને તમે તમારા મનને સમજાવતા રહેશો; પરંતુ એટલા માત્રથી જ [ આસ્રવ ભાવના છે
૧૧૫