________________
તમારી અવિશ્વાસની “ઈમેજ” દૂર નહીં થાય. માયા-કપટ અને દંભથી ભરેલા તમારા ભૂતકાળને દુનિયા નહીં ભૂલૈ. માયાવી ગૃહસ્થ હોય યા સાધુ હોય - કોઈ પણ હોય - માયાનું આવરણ સૌના મનમાં માત્ર અશાંતિ જ ઉત્પન્ન કરશે. અશાંત મનુષ્ય ધર્મની કલ્યાણમયી આરાધના પણ સાચા અર્થમાં કરી શકતો નથી. મનુષ્ય પોતાનાં પાપાચરણોને આવૃત્ત કરવા માટે ભલે માયાનો સહારો લે, પરંતુ એનું પાપાચરણ એના આત્માને આખરે તો ચંચળ અને અશાંત જ બનાવશે, એટલું જ નહીં, માયાવીના માથે અનેક આપત્તિઓ ઘેરાયેલી રહે છે. ક્યારે એ કઈ આપત્તિના પંજામાં ફસાઈ જાય એ કહી શકાય નહીં.
આટલી ભયાનક માયાને કયો બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના જીવનમાં સ્થાન આપશે ? માયાનો સહારો કોણ લેશે? એટલા માટે તમને લોકોને કહું છું કે માયા છોડી દો. સરળતા અને નિર્મળતા સ્વીકારો. સરળતાની છાયા, નિર્મળતાનો સાથ તમને અનંત સંપત્તિનાં એ શિખરો પર સ્થાપિત કરશે કે જે સુખશાન્તિના સદાસ્થાયી નિધાનરૂપ છે. ચોથો છે - લોભ કષાય :
હવે તમને ચોથા લોભ કષાય અંગે બતાવું છું. લોભનો વિપાક બતાવતાં પ્રશમરતિ'માં કહ્યું છે -
सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ॥ તમામ વિનાશોનું આશ્રયસ્થાન લોભ છે. તમામ કષાયોનું નિવાસસ્થાન લોભ છે.
જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં નુકસાન કરનારાં તત્ત્વો છે, તે તમામે તમામ લોભના આશ્રયસ્થાનમાં આરામ કરી રહ્યાં છે. અન્યત્ર ક્યાંય પણ આ તત્ત્વોને આશ્રયસ્થાન મળતું નથી. ચોરોનું, પરસ્ત્રી લંપટોનું અને વેરની ગાંઠ બાંધનારાઓનું આશ્રયસ્થાન લોભ છે. લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર મળી જશે, પરસ્ત્રી લંપટોને અન્ય સ્થળે શોધવાની જરૂર નથી. લોભના વિશ્રામગૃહમાં જ મળી જશે. ક્રૂરતાને ભલા, ક્યાં શોધશો? લોભની સાથે જ એ તમને મળી જશે. બધાં જ દુઃખ-દર્દ અને પીડાઓની પાસે પહોંચવાનો સીધો અને ખૂબ સારો રસ્તો, પછી બધાં જ વ્યસનો તમને લોભના રાજમાર્ગ ઉપર જ મળશે. રાજમાર્ગ છે ને? એટલે સૌને એ રાજમાર્ગ ઉપર ચાલવાની રજા છે, સૌને હકક છે. કોઈની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી, નિયંત્રણ નથી. પરસ્ત્રી-ગમન, ચોરી, જુગાર, શિકાર, મદ્યપાન, વચનવિકાર, કપટલીલા - આ બધાં જ દુર્બસનો લોભના મુખ્ય માર્ગ ઉપર મજાથી ચાલી રહ્યાં છે. લોભદશા આત્મામાં પ્રબળ બનતાં જ મહાવિનાશકારી પાપોનું આગમન થઈ જશે. ભયંકર વ્યસનોનો અડ્ડો - ડેરાતંબૂ તમારી આત્મભૂમિ [૧૧૬
સુધારસ ભાગ ૨