________________
જામી જશે.
લોભ માત્ર ધન યા સંપત્તિનો જ નથી હોતો, પરંતુ સુખ માત્રનો લોભ હોય છે. પાંચ ઈન્દ્રિયોના તમામ વિષયોના સુખનો લોભ હોય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના પ્રિય - મનપસંદ સુખોનો લોભ હોય છે. સુખોને પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત સુખોનો ઉપભોગ કરવાની તીવ્ર વાસના હોય છે. આ વાસના જ જીવોને વ્યસનોનો ગુલામ બનાવી દે છે. પરંતુ આવો લોભી જીવ - વ્યસનોનો ગુલામ બનેલો જીવ સુખશાન્તિ પ્રાપ્ત કરી શકે ? પ્રસન્નતા અને પ્રીતિ પ્રાપ્ત કરી શકે? ના, જરા પણ નહીં.
જે લોભદશાને પનારે પડ્યો, એ નતો કોઈ સુખ પામી શકે છે કે ન કોઈ શાન્તિપ્રસન્નતાનો અનુભવ કરી શકે છે. એનું સમગ્ર જીવન દુઃખદર્દ અને વેદનાથી ભરાઈ જાય છે. પીડા અને પરિતાપ સિવાય એને કશું મળતું નથી. શું તમે જાણો છો? "વિપાકસૂત્ર'ના પેલા શ્રેષ્ઠીપુત્ર ઉજિઝતકને? વૈષયિક સુખોની તીવ્ર લાલસાએ એને વ્યસનોનો ગુલામ બનાવી દીધો હતો. એ શરાબી બન્યો, જુગારી બન્યો, માંસભક્ષી અને વેશ્યાગામી પણ બન્યો હતો. કામધ્વજા નામની વેશ્યાની સાથે ભોગસુખમાં ડૂબી ગયો, પરિણામ શું આવ્યું? ફળ શું પ્રાપ્ત થયું? “
નગરના રાજાએ વેશ્યાને પોતાના ઉપભોગ માટે પસંદ કરી. ઉક્ઝિતકને એની પાસે ન આવવા કડક સૂચના આપવામાં આવી. પરંતુ વેશ્યાના સુખનો ગુલામ બનેલો એ વેશ્યા પાસે ગયા સિવાય કેવી રીતે રહી શકે ? ચોરીછૂપીથી એ ગયો. રાજાના સૈનિકોએ એને પકડી લીધો. રાજાના આદેશથી એના સૈનિકોએ -ઉક્ઝિતકને ઘોર યાતના આપી અને અંતમાં શૂળી ઉપર ચડાવી દીધો. કેટલું કરુણ અને યાતનાપૂર્ણ એનું મોત થયું? - પચ્ચીસ વર્ષનો એ અતિસુંદર નવયુવક હતો; સુખોપભોગની તીવ્ર લાલસાને કારણે શૂળી ઉપર મોત મળ્યું. મરીને એ પહેલી નરકમાં ગયો. વિચાર કરો. આવા દારુણ લોભને જિંદગીમાં સ્થાન આપવું, એનો સહારો લેવો શું યોગ્ય છે? આવા લોભને પનારે પડીને શું સુખશાન્તિ પામી પણ શકાય? લોભ સમસ્ત પાપોની જડ છે:
અજ્ઞાની જીવ સુખ પામવા માટે લોભનો સહારો લે છે. જાણે કે એ જીવવા માટે ઝેરનો પ્યાલો પી રહ્યો છે. પોતાની જાતને સુરક્ષિત કરવા માટે સિંહની ગુફામાં સ્થાન મેળવી રહ્યો છે. શીતળતા પામવા માટે તે ધખધખતા અંગારાઓ ઉપર ડગ માંડી રહ્યો છે. એને કોણ સમજાવે?વિનાશકારી તત્ત્વોને એ પોતાના પરમ હિતકારી સમજી બેઠો છે. દગાબાજને એ વિશ્વાસપાત્ર સમજે છે, એને કોણ બચાવે?
લોભ તમામ પાપોની જડ છે. લોભી કયું પાપ નથી કરતો? એ તો કોઈ પણ પાપાચરણ માટે તૈયાર હોય છે. એ તો પાપને પાપ માને છે જ ક્યાં? એને તો બસ ઈન્દ્રિયોનાં વિષયસુખ જ નજરમાં આવે છે. પરંતુ બિચારો જીવ સુખોનો ઉપભોગ [ આસ્રવ ભાવના
૧૧૭]