________________
કરે ન કરે એટલામાં તો ભયંકર દુઃખદર્દની જ્વાળાઓ એને ઘેરી લે છે. દુર્ગતિનાં ભયંકર દુઃખો વિનષ્ટ કરી નાખે છે.
ધ્યાન રાખો, સુખ પામવા માટે લોભની પાસે ન જાઓ. બનવા જોગ છે કે દૂરથી તમને સુખ દેખાતું હોય, પરંતુ તે માત્ર તમારી ભ્રમણાની માયાજાળ હોય. તમે વિચારી પણ ન શકો એવાં ભયંકર દુઃખો સુખની ઓટમાં છુપાઈને બેઠાં હોય છે. ક્યાંક એવું ન થાય કે “દુવિધા મેં દોનું ગયે માયા મિલી ન રામ'. સુખની શોધ આપણને દુખની ભયંકર ઊંડી ખાઈમાં ધકેલી ન દે. સંસારમાર્ગના નિર્માતા:
આ રીતે આ ક્રોધ, માન, માયા અને લોભ જીવાત્માઓના દુઃખના કારણભૂત હોવાથી નરક વગેરે સંસારનો ભયંકર માર્ગનું નિર્માણ કરનારાં છે.
ભીષણ સંસારનો રસ્તો ભયંકર છે. નરકગતિ અને તિર્યંચગતિ સંસારની ભયાનક ગતિઓ છે. નરકગતિ આપણા માટે પરોક્ષ છે, પરંતુ તિર્યંચગતિ તો પ્રત્યક્ષ છે. પશુ-પક્ષી અને કીડાઓનું જીવન તો આપણી સામે જ છે. એમની જિંદગીને ઘેરી વળેલાં દુઃખનાં ઘનઘોર વાદળો તમને નજરે નથી પડતાં ? કતલખાનામાં ક્રૂરતાથી કતલ થતાં આ નિદોંષ જાનવરોની કંપારી ઉત્પન્ન કરનારી ચીસ તમને સંભળાતી જ નથી? શિકારીની અગન ઓકતી બંદૂકોથી વીંધાયેલા, તીરથી ઘાયલ થયેલા અને જમીન ઉપર પડેલા તેમજ દદથી તડપતા કોઈ પંખીની વેદનામય અવસ્થા તમે નથી જોઈ?
કોઈ નદી યા સરોવરને કિનારે બેસીને માછીમાર જ્યારે તેની જાળમાં ફસાયેલી માછલીઓને પથ્થર ઉપર પટકી-પટકીને મોતને ઘાટ ઉતારે છે, એ વખતનું ધ્રુજાવી નાંખતું દ્રશ્ય શું તમે નથી જોયું?
જીવતાં માસૂમ વાછરડાંને ગરમાગરમ પાણીમાં ડૂબાડીને તેમની ચામડી ઉતારી લેનારાઓના કારનામાં શું તમે નથી સાંભળ્યાં ? તિર્યંચ યોનિની સંસારની ભીષણતાના તો આ બે-ચાર નમૂનાઓ છે. આમ તો માત્ર આટલી જ નહીં, પણ આનાથી ય વધારે યાતનાઓથી ભર્યો તિર્યંચોનો સંસાર છે!
નરકગતિનું વર્ણન સાંભળ્યું છે ને? ભલેને એ દર્દ-પીડા અને પરિતાપોથી ભરેલો સંસાર આજ આપણે આપણી નજરથી ન જોઈ શકીએ, પરંતુ પ્રત્યક્ષદર્શી જ્ઞાનવૃષ્ટિના માધ્યમથી જ્ઞાની પુરુષોએ આપણને બતાવ્યું છે. તમારે એ નજરે જોવું છે? આંખોથી જોવાનો આગ્રહ ન રાખો. આપણે એ ભયંકર વેદનાને જોઈ પણ નહીં શકીએ. આપણું માનવહૃદય એ ભયંકર નરકવાસની વેદનાઓને સહી શકશે નહીં. દિલ અને દિમાગ બેહોશ થઈ જશે. કદાચ આપણે ધરતી પર પટકાઈ પડીશું ! અરે, આપણે તો કતલખાનામાં થતી પશુઓની કતલને જોવાય શક્તિમાન નથી, તો પછી આટલાં ભાવુક હૃદયવાળાં આપણા માટે નરકવાસની કાતિલ વેદનાઓને અને [૧૧૮
સુધારસ : ભાગ ૨)