________________
આ રીતે તો અનંત-અનંત જન્મો વીતી ગયા. વર્તમાન જિંદગીનાં કેટલાંય વર્ષો પણ અજ્ઞાન દશામાં વ્યતીત થઈ ગયાં. આત્મામાં કર્મોનો પ્રવેશ રોકવાનો કોઈ પ્રયત્ન, કોઈ પુરુષાર્થ મેં કર્યો નથી. અશુભ કર્મો મારે નથી જોઈતાં, શુભ કમાં જોઈએ છે.
અશુભ કર્મોનો આસ્રવ જેવી રીતે આત્માનું બંધન છે, એ જ રીતે શુભ કર્મોનો આસ્રવ પણ આત્માનું બંધન છે. હવે મારે આ બંધનો ન જોઈએ. હું સૌથી પહેલાં તો અશુભ કર્મભનિત આસવોને રોકીશ. મારા મનમાં પાપવિચારોને પ્રવેશ નહીં કરવા દઉં. અસત્ય, કર્કશ અને અહિતકર વાણી નહીં બોલું. શરીરથી, શરીરની પાંચે ઈન્દ્રિયોથી પણ કોઈ પણ પ્રકારની પાપવૃત્તિ નહીં કરું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ આદિ પાપોનો મન, વચન, કાયાથી ત્યાગ કરીશ અને આ રીતે અશુભ કર્મોને આત્મામાં પ્રવેશી જતાં રોકીશ. સમ્યગુદર્શન, સર્વવિરતિ, અપ્રમત્તતા, અકષાયિતા આદિ ધમનું અવલંબન લઈશ.
અશુભ કર્મોના પ્રવાહને સ્થિર-સ્થગિત કર્યા પછી શુભ કર્મોના પ્રવાહને પણ રોકવાનો સતત પ્રયત્ન કરીશ. શુભ પ્રવૃત્તિઓમાં પણ રાગ નહીં રાખું. મનને વધારેમાં વધારે તત્ત્વરમણતામાં લીન બનાવી દઈશ. રાગદ્વેષના કોઈ વિચારો ના આવે તેટલા માટે હરપળ જાગૃત રહીશ. વધારેમાં વધારે પ્રમાણમાં મૌન ધારણ કરીશ. વાણી-વ્યાપાર એકદમ ઓછા કરી દઈશ. કાયયોગને પાંચ ઇન્દ્રિયોને સ્થિર, નિશ્ચલ અને અવિકારી રાખવાના ઉપાયો કરીશ. યોગસાધના અને ધ્યાનસાધના દ્વારા અંતરાત્મદશા પ્રાપ્ત કરવા માટે અગ્રેસર રહીશ.
હું જાણું છું કે સર્વસંવર કરવામાં તો ઘણાં વર્ષો વીતી જશે. કદાચ બે-ચાર જન્મો પણ વીતી જાય. ભલે બે-ચાર ભવ થઈ જાય, પરંતુ હું મારી કોશિશ ચાલુ રાખીશ. હવે આત્મામાં આવતાં શુભાશુભ કર્મોને રોકવા માટે કટિબદ્ધ બનીશ. એ માટે જે કરવું પડે તે કરીશ. કરુણાવંત જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં એને માટે સમુચિત માર્ગદર્શન આપ્યું છે. એ માર્ગદર્શનને સહારે પુરુષાર્થ કરીને સુસંવૃત બનવાનો આદર્શ પૂર્ણ કરીશ.
આ રીતે ‘સંવર ભાવના'નું ચિંતન કરતા રહેજો. હવે ‘સંવર ભાવના'નાં ગેય કાવ્યોનો મંગલ પ્રારંભ કરું છું. શાંતિથી સાંભળજો. ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજે નટરાગમાં આની રચના કરી છે. શિવરંજની રાગમાં પણ આ ભાવના સારી રીતે ગાઈ શકાય છે. श्रृणु शिवसुखसाधनसदुपायम, . सदुपायं रे सदु०
श्रृणु शिवसुखसाधनसदुपायम् । ज्ञानादिकपावनरत्नत्रय-परमाराधनमनपायम्श्रृणु० ॥१॥ ૧૬૮
શાન્ત સુધારસઃ ભાગ ૨ |