________________
સુધને કહ્યું: “હે રાજેશ્વર! મેં કેવળજ્ઞાની ગુણસાગર મુનિની સામે મારો અતિ હર્ષ-ઉલ્લાસ પ્રકટ કર્યો, ત્યારે કેવળજ્ઞાનીએ કહ્યું: હે સાર્થવાહ, તું અહીં શું આશ્ચર્ય પામે છે?મહાન આશ્ચર્ય તો તું અયોધ્યામાં પામીશ.” આ સાંભળી હે મહારાજા, હું અહીં અયોધ્યામાં આવ્યો છું. હવે આપની કૃપાથી અહીં મહત્તમ આશ્ચર્ય જોવા મળશે.” પૃથ્વીચંદ્રને રાજસિંહાસન પર કૈવલ્યપ્રાપ્તિઃ
સુધન સાર્થવાહ પાસેથી ગુણસાગર અને એના પરિવારની સઘળી વિગત સાંભળીને રાજા પૃથ્વીચંદ્ર પોતાના મનમાં તીવ્ર વિરક્ત બન્યો. તે વિચારવા લાગ્યો
ધન ધન તે ગુણસાગર, પામ્યો ભવજલ પાર, હું નિજ તાતને આગ્રહે, પડીયો રાજ્ય મોઝાર
પણ હવે નીસરનું કદા, થાશું કબ અણગાર. ગુણસાગરને ખૂબ ધન્યવાદ આપે છે- “એ તો ભવસાગર તરી ગયો. હું પિતાના આગ્રહથી રાજકાજમાં પડી ગયો, પરંતુ હવે મારે અણગાર બનવું પડશે.”
શુભધ્યાનની શ્રેણી લાગી ગઈ. શુક્લધ્યાન આવી ગયું. ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો અને કેવળજ્ઞાની બની ગયા. એ સમયે દેવેન્દ્ર ત્યાં આવ્યો અને પૃથ્વીચંદ્રને સાધુવેશ સમર્પિત કર્યો. આ વાત સાંભળીને પૃથ્વીચંદ્રના પિતા હરિચંદ્રસિંહ ત્યાં આવ્યા. પૃથ્વીચંદ્રની આઠેય રાણીઓ ત્યાં આવી. તે પણ ત્યાં ધર્મધ્યાનશુક્લધ્યાનમાં નિમગ્ન બની ગઈ, તેમને પણ ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું !
પૃથ્વીચંદ્રના માતા-પિતા પણ પોતાના પૂર્વજન્મોની વાત સાંભળીને કેવળજ્ઞાની બની ગયાં. સુધન સાર્થવાહ વ્રત ધારણ કરીને શ્રાવક બની ગયો. પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને કયાં ભૌતિક અને આધ્યાત્મિક સુખ ન મળ્યાં? બધું જ મળ્યું ધર્મના પ્રભાવથી. મોક્ષ પણ મળી ગયો, એટલા માટે ધર્મનો આદર કરતા રહો. ધર્મ - શાન્તસુધાનું પાન ગ્રંથકાર આ ભાવનાની સમાપ્તિ કરતાં કહે છે - सर्वतंत्रनवनीत सनातन, सिद्धिसदनसोपान ।
जयजय विनयवतां प्रतिलम्भित-शान्तसुधारसपान, पालय. ९ સર્વ તંત્રોના નવનીતરૂપ, માખણસ્વરૂપ, સારભૂત મુક્તિમંદિર સુધી પહોંચવા માટે સોપાન - સીડીરૂપ અને વિનીત વ્યક્તિઓને સહજરૂપે પ્રાપ્ય - શાન્ત અમૃતરસના પાનરૂપ છે ધર્મ! તારો જય થાઓ, તારો વિજય થાઓ.
[ ધમપ્રભાવ ભાવના
૨૯૧]