________________
વિચાર કરે છે -
સંયમ લેઈ સરુ કને શ્રુત ભણશું સુખકારી રે લોલ, સમતારસમાં ઝીલશું કામકષાયને વારી રે લોલ, ગુરુ વિનય નિત્ય સેવશું, તપ તપશું મનોહારી રે લોલ, દોષ બેતાલીસ ટાલશું, માયા-લોભ નિવારી રે લોલ, જીવિત મરણે સમપણું, સમ તૃણ મણિ ગણશે રે લોલ. સંયમ યોગે સ્થિર થઈ, મોહરિપુને હણશું રે લોલ. ગુણસાગર ગુણ શ્રેણિયે થયા કેવળજ્ઞાની રે લોલ. નારી પણ મન ચિંતવે, વરીએ અમે ગુણ ખાણી રે લોલ અમે પણ સંયમ સાધશું, નાથ નગીનાની સાથ રે લોલ.
એમ આઠે થઈ કેવલી. તે સવિ પિયુડા હાથે રે લોલ. લગ્નની ચોરીમાં ગુણસાગર વિચારે છેઃ “સદ્ગુરુની પાસે સંયમધર્મનો સ્વીકાર કરીને જ્ઞાન-ધ્યાનમાં લીન બનીશું. સમતા રસમાં નિમજ્જન કરીશું, કામકષાયની વાસનાઓને નષ્ટ કરીશું. સદૈવ ગુરુદેવનો વિનય કરીશું તપશ્ચર્યા કરીશું. માયા લોભ દૂર કરીને, ગોચરીના ૪ર દોષો દૂર કરીને ભિક્ષા લાવીશું. જીવન અને મૃત્યુને સમાન ગણીશું. તૃણ અને રત્નને પણ સમાન માનીશું. આ રીતે સંયમધર્મમાં સ્થિર બનીને મોહશત્રુ ઉપર વિજય પામીશું.”
આ રીતે વિશુદ્ધ ધર્મધ્યાન કરતાં કરતાં ગુણશ્રેણી પર આરુઢ બન્યા અને કેવળજ્ઞાની બની ગયા.
ગુણસાગરના હાથમાં જે કન્યાઓનો હાથ હતો, એ કન્યાઓ પણ ધર્મધ્યાન કરતાં કરતાં શુક્લધ્યાનમાં પહોંચીને કેવળજ્ઞાની બની ગઈ.
એ સમયે આકાશમાં દેવદુંદુભિ વાગવા લાગી અને જયજયકાર કરતા દેવો ત્યાં ઊતરી આવ્યા. દેવોએ ઘોષણા કરીઃ ‘ગુણસાગર અને એની આઠેય પત્નીઓને કેવળજ્ઞાન ઉત્પન થયું છે.' દેવોએ સાધુ-સાધ્વીવેશ પ્રદાન કર્યા. ગુણસાગર મુનિવરને સ્વર્ણકમળ ઉપર બિરાજિત કર્યા.
આ બધી આશ્ચર્ય-ઉલ્લાસકારી ઘટના જોઈને ગુણસાગરનાં માતા-પિતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ એમને પણ સાધુ-સાધ્વીવેશ પ્રદાન કર્યો.
આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ, રાજમહેલમાં પણ આ વાત પહોંચી ગઈ. રાજા ગુણસાગર મુનિને અને તેમની આઠ પત્નીઓને તથા તેમનાં માતા-પિતાને વંદન કરવા આવ્યો. કેવળજ્ઞાની ગુણસાગર મુનિવરે રાજા-પ્રજાની સામે ધર્મદેશના આપી. કેવળજ્ઞાનીએ પોતાનાં ૨૧ જન્મોની વાતો સંભળાવી.
[ ૨૯૦
સુધારસઃ ભાગ ૨ |