________________
ગુણસાગરનો વૃત્તાંતઃ
ગજપુર નગરમાં રત્નસંચય' નામનો એક મોટો શેઠ રહેતો હતો. ખૂબ મોટો શ્રીમંત-શાહુકાર હતો. એની પત્નીનું નામ હતું સુમંગલા. એનો પુત્ર છે ગુણસાગરા ગુણવાન અને જ્ઞાની છોકરો છે. તે યુવાન છે, સ્વરૂપવાન છે.
એક દિવસે તેણે રાજમાર્ગ ઉપરથી પસાર થતા એક શમરસથી છલકતી મુખાકૃતિવાળા મુનિરાજને જોયા. તે તો જોઈ જ રહ્યો... અને જોતાં જોતાં એને પોતાનો પૂર્વભવ યાદ આવી ગયો. તેણે પોતાના માતા-પિતા પાસે સંયમ લેવાની અનુજ્ઞા માગી. પુત્રની વાત સાંભળીને માતા-પિતાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે કહ્યું: 'વત્સ, અમે તારું મન દુઃખવવા માગતા નથી. પણ પહેલાં તું આઠ કન્યાઓ સાથે લગ્ન કરીને અમારી ઇચ્છા પૂર્ણ કર. પછી તું સંયમધર્મ સ્વીકારજે, અમે મના કરીશું નહીં - અંતરાય ઊભો નહીં કરીએ.’
ગુણસાગરે પિતાની વાત માની લીધી. બીજી બાજુ રત્નસંચય શ્રેષ્ઠીએ ગુણસાગરની આઠ વાગ્દત્તાઓના માતા-પિતાને સૂચિત કરી દીધું, ‘અમારો પુત્ર લગ્ન પછી સંયમધર્મ ગ્રહણ કરશે, એટલા માટે તમે તમારી કન્યાઓને પૂછો.”
આઠેય વેવાઈઓ રત્નસંચયની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પરસ્પર વિચાર-વિનિમય કરતાં વિચાર્યું ઃ બીજો કોઈ સુયોગ્ય વર શોધીશું.' પરંતુ, પોતપોતાને ઘેર જઈને છોકરીઓને પૂછવું - વાત કરી, ગુણસાગર લગ્ન પછી તરત જ દીક્ષા લેવાનો છે. તમારી શું ઈચ્છા છે? આઠેય કન્યાઓએ કહ્યું - * કન્યા કહે નિજ તાતને, આ ભવ અવર નવરશું રે લોલ.
જે કરશે એ ગુણનિધિ. અમે પણ તેહ આદરશું રે લોલ.
રાગી-વૈરાગી દોય મેં તસ આણા શિર ધરશું રે લોલ. ' ' કન્યા આઠના વચનથી હરખ્યા તે વ્યવહારી રે લોલ.
આઠેય કન્યાઓએ પોતપોતાના માતા-પિતાઓને કહી દીધું કે આ જનમમાં અમે બીજા વરને વરીશું નહીં. જે ગુણસાગર કરશે, એ જ અમે કરીશું. એ રાગી તો અમે રાગી, એ વૈરાગી તો અમેય વૈરાગી - અમે એની જ આજ્ઞા શિરોધાર્ય કરીશું. વિવાહ મંડપમાં જ કેવળજ્ઞાન: - રાજા પૃથ્વીચંદ્ર રાજસભામાં બેસીને સુધન સાર્થવાહ પાસેથી ગુણસાગરની વાત એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યો છે. ગુણસાગરનો વિવાહમહોત્સવ શરૂ થઈ ગયો. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી. વરયાત્રા નીકળી અને વરકન્યા ચોરીમાં આવીને બેઠાં. હસ્તમેળાપની ક્રિયા શરૂ થઈ એ સમયે ગુણસાગર ધ્યાનમાં લીન થાય છે. તે
ધર્મપ્રભાવ ભાવના,
૨૮૯