________________
જન્મોની કથા છે, પરંતુ હું તમને માત્ર એકવીસમા ભવની જ વાત સંભળાવું છું.
અયોધ્યા નગરીમાં એ સમયે હરિસિંહ નામનો રાજા રાજ્ય કરતો હતો. એની રાણી હતી પદ્માવતી. એની કુક્ષિમાં “સવર્થસિદ્ધ' નામનો અનુત્તર દેવ અવન પામીને પુત્ર રૂપે આવ્યો. પુત્ર રૂપવાન, ગુણવાન, શૂરવીર અને કલાનો ભંડાર હતો. એનું નામ રાખ્યું પૃથ્વીચંદ્ર. સર્વ ભૌતિક સુખો હોવા છતાં તે એ જન્મથી જ વિરાગી હતો, પ્રશાન્ત હતો, મુનિ જેવું એનું વ્યક્તિત્વ હતું, તો પણ માતા-પિતાના આગ્રહથી આઠ કન્યાઓ સાથે તેનાં લગ્ન થયાં. લગ્ન પછી પણ એની વિચારધારા સાંભળો
ગીતવિલાપને સમ ગણે. નાટક કાયાક્લેશ, આભૂષણ તનભાર છે, ભોગને રોગ ગણેશ. હું નિજ તાતના આગ્રહે સંકટ પડિયો જેમ પણ પ્રતિબોધું એ પ્રિયા, માતા-પિતા પણ તેમ. જે સવી સંયમ આદરે, તો થાયે ઉપકાર,
એ શુભ ધ્યાને ગુણનીલો, પહોંચ્યો ભવન મઝાર ! લગ્ન પછી આઠ પત્નીઓની પાસે જવા પહેલાં પૃથ્વીચંદ્રના વિચારોને સાંભળ્યા? એને ગીતોથી અનુરાગ ન હતો, વિલાપથી દુઃખ ન હતું. નાટક એની દ્રષ્ટિમાં માત્ર શરીરનો ક્લેશ માત્ર હતો. સોના-ચાંદી અને રત્ન-મણિનાં આભૂષણો તેને માત્ર કનુભાર જેવાં હતાં. વિષયભોગ એને માટે રોગ સમાન હતા. એ ઇચ્છતો. હતો કે હું મારી આઠ પત્નીઓને અને માતા-પિતાને સંસારમાંથી વિરક્ત બનાવું. અમે બધાં સંયમધર્મ સ્વીકારી લઈએ તો કેવું સરસ! ધર્મના પ્રભાવથી રાજ્ય આદિ સર્વ સુખ મળ્યાં હતાં, છતાં પણ એ વિરક્ત હતો. પત્નીઓને પણ હિતકારી અને પ્રિય વચનોથી ઉપદેશ આપીને વિરક્ત બનાવી દીધી!.
માતા-પિતાએ વિચાર્યું : “આપણા પુત્રે તો આઠ-આઠ પત્નીઓને ય વિરાગી બનાવી દીધી. આ પુત્રને સંસારમાં રાખવા માટે રાજ્યસિંહાસને બેસાડી દેવો જોઈએ. તેથી રાજકાજમાં એનું મન લાગી જશે.”
પૃથ્વીચંદ્રનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. કુમાર રાજ્યનું પાલન કરે છે. પરંતુ એના મનમાં તો પૂર્ણ વિરક્તિ જ છે, ક્યારે, સદ્ગુરુ અહીં પધારે અને એમની પાસે હું સંયમ લઈ લઉં?” કેટલાક દિવસો પછી પૃથ્વીચંદ્રની સભામાં સુધન નામનો સાર્થવાહ આવે છે. પૃથ્વીચંદ્ર એને પૂછ્યું: “હે શ્રેષ્ઠી ! આપે કયા કયા દેશો જોયા છે? અને કઈ આશ્ચર્યમય વાત આપે જોઈ છે એ બતાવો.”
શ્રેષ્ઠીએ કહ્યું: “મહારાજ ! એક અતિ આશ્ચર્યની વાત બતાવું છું. સાંભળીને આપનું મન પ્રસન્ન થશે. આમ તો દેશદેશની અનેક વાતો હોય છે, પરંતુ ગજપુરની વાત ખૂબ જ રોમાંચક છે.” [૨૮૮
શાન્તસુધારસ ભાગ ૨)