________________
માર્ગદર્શન આપે છે -
संयमेन विषयाविरतत्त्वे, दर्शनेन वितथाभिनिवेशम् । ध्यानमार्तमथ रौद्रमजलं चेतसः स्थिरतया च निरुंध्याः ॥
ઈન્દ્રિયો વિષય અને અસંયમના આવેગોને સંયમથી દબાવી દે. સમ્યકત્વથી મિથ્યાત્વને એટલે કે ખોટા આગ્રહોને અવરુદ્ધ કર. આર્ત અને રોદ્ર ધ્યાનને સ્થિર ચિત્તથી નિયંત્રિત કરી દે.” ઇન્દ્રિયનિગ્રહ - વિષય પરવશતા - અસંયમઃ |
પાંચ ઇન્દ્રિયોની પરવશતાથી મનુષ્ય વિવેકશૂન્ય બનીને જે જે વિચારો અને ભાવનાઓ આચરે છે તેનાથી તીવ્ર પાપકર્મનું બંધન થાય છે. ધ્યાનથી સાંભળો. પંચેન્દ્રિયની પરવશતા કેટલી દુઃખદાયિની છે !
પેલું ભોળું હરણ, પેલું પાગલપતંગિયું, મુગ્ધ ભમરો, પેલું માછલું અને હાથી શા માટે મોતના ખોળામાં જઈને બેસે છે? સ્વચ્છંદી ઇન્દ્રિયોની વિષયમાં આસક્તિ ! વિષયરોગ જીવાત્માઓને વિષય તરફ લઈ જાય છે. જીવ એમાં ફસાઈ જાય છે અને ખરાબ મોતે મરી જાય છે. વિચાર કરો, આત્માને સાક્ષી બનાવીને પોતાની જાતને જુઓ - તપાસો. એક-એક વિષયની પરાધીનતા એમના પ્રાણ હરી લે છે. એમને ભયંકર પીડાઓ આપે છે. તો પછી મનુષ્યની તો દશા જ કેવી થાય?! આની કદી ય કલ્પના પણ કરી છે?
પાંચ-પાંચ ઇન્દ્રિયોને પરવશ માનવી, જો તમે તમારા આત્માને વશમાં રાખી ન શકતા હો, તમે તમારા મનને ઇન્દ્રિયજન્ય સુખોમાં આસક્ત થતું રોકી ન શકો, તો એનો કેવો અને કેટલો વિનાશ થઈ શકે એ વાત ગંભીરતાથી વિચારી લેવી જોઈએ. આત્મા, મન અને ઇન્દ્રિયો એકમેક બનીને પારસ્પરિક ગાઢ સહકારથી જ્યારે વિષયોની ભૂલોમાં રંગરેલીઓ મનાવે છે ત્યારે જીવાત્મા એટલો મૂઢ બની જાય છે, એટલો લુબ્ધ અને ક્ષુબ્ધ બની બેસે છે. એને એ વિચારવાનો સમય જ રહેતો નથી કે “મારા ભાવપ્રાણોનું નિકંદન નીકળી રહ્યાં છે! એટલા માટે ગ્રંથકાર કહી રહ્યા છે કે ઈન્દ્રિયોનો સંયમથી નિગ્રહ કર, વિષયોની આસક્તિ સંયમથી તોડ અને અસંયમને સંયમથી અનુશાસિત કર. સંયમ :
સંયમનો આ સંદર્ભમાં અર્થ છે - અનુશાસન. ‘ઇન્દ્રિયોનું અનુશાસન કરવું પડશે. વિષયલોલુપતાનું અનુશાસન કરવું પડશે. અસંયમી આચાર-વિચારોનું અનુશાસન કરવું પડશે. કામ સરળ તો નથી જ. ખૂબ જ મુશ્કેલ છે. તો પણ કરવું
[૧૫ર
શાન્તસુધારસઃ ભાગ ૨