________________
શ્રીપાલની કમળવત્ કોમળતા :
હવે ચાલો ઉંબર રાણાની પાસે. શ્રી નવપદની, સિદ્ધચક્રની આરાધનાના પ્રભાવે ઉંબર રાણા નીરોગી બની ગયો હતો. આ ઉંબર રાણા મૂળ તો રાજકુમાર જ હતો. અંગદેશની રાજધાની હતી ચંપાનગરી. ત્યાંનો રાજા હતો સિંહરથ અને રાણી હતી કમપ્રભા અને એમનો પુત્ર હતો શ્રીપાલકુમાર. જ્યારે કુમાર બે વર્ષનો હતો, ત્યારે રાજા સિંહરથનું અવસાન થયું હતું. રાજ્યભક્ત મહામંત્રી મતિસાગરે કુમારને રાજ્યસિંહાસન ઉપર બેસાડ્યો હતો, પરંતુ રાજકુમારના કાકા અજિતસેન રાજ્ય લોભી હતો. તેણે રાજકુમારનો વધ કરવાનું ષડયંત્ર રચ્યું. આ વાતની મહામંત્રીને ખબર પડી. તેણે રાજમાતા કમલપ્રભાને પયંત્રની વાત કરી, કમલપ્રભા પુત્રને લઈને રાત્રિના સમયે જંગલમાં ભાગી છૂટી. જંગલમાં ૭૦૦ કુષ્ઠરોગીઓનું ઝુંડ જોયું, રાણી તો ગભરાઈ ગઈ, રડવા લાગી, ત્યારે એ કુષ્ઠરોગીઓએ રાણીને “બહેન” કહીને આશ્વાસન આપ્યું અને કુમારની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારી લીધી. છે કે તેમની સાથે રહેવાથી કુમારને કુષ્ઠરોગ થઈ ગયો, પણ તે બચી ગયો. રાણી કમલપ્રભા બીજા રાજ્યમાં ચાલી ગઈ, તે પણ બચી ગઈ. આ બાજુ અવંતીનો રાજા બની ગયો અજિતસેન !
કોઢિયા લોકોએ કુમારને પોતાનો રાજા બનાવ્યો. રાજાનું નામ રાખ્યું - ઉંબર રાણા. જ્યારે તે યૌવનમાં આવ્યો, તો કોઢિયાઓએ એનું લગ્ન કરવાનું વિચાર્યું, અને ઉજ્જૈન નગરીમાં રાજકુમારી મયણાસુંદરી મળી ગઈ. રાણાને રાણી મળી ગઈ ! 900 કોઢિયાઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. એ લોકો ઉજ્જયિની નગરીની બહાર ડેરા નાખીને પડ્યા હતા. જ્યારે ઉંબર રાણા (શ્રીપાલ) નીરોગી બન્યો ત્યારે તેના મનમાં વિચાર આવ્યો - હું નીરોગી બન્યો, તો મારા પ્રાણરક્ષક, મારા ઉપકારી ૭૦૦ કુષ્ઠરોગીઓ પણ નીરોગી બનવા જોઈએ.”
તેણે મયણાસુંદરીને કહ્યું. મયણા અતિપ્રસન્ન થઈ. “ઉપકારીના ઉપકારને ન ભૂલવો એ કૃતજ્ઞતા’ નામનો મહાન ગુણ છે. અવસર આવતાં ઉપકારી ઉપર પ્રત્યુપકાર કરવો એ શ્રેષ્ઠ ગુણ છે.” શ્રીપાલમાં આ ગુણ જોઈને મયણા હર્ષવિભોર થઈ ગઈ.
સિદ્ધચક્ર મહામંત્રના પૂજનનું જળ લઈને તે બંને જણાં ૭૦૦ કોઢિયાઓના મુકામ ઉપર ગયાં અને બધાંની ઉપર એ જળ છાંટી દીધું. તે બધા નીરોગી થયા. ૭00 કોઢિયાઓને પણ નીરોગી જોઈને ઉંબર રાણા હર્ષથી ગદ્ગદિત થઈ ગયો. તેની આંખોમાંથી હર્ષનાં આંસું વહેવા લાગ્યાં. ૭૦૦ કોઢિયાઓએ કહ્યું "કુમાર! જિંદગીભર તમે જ અમારા રાજા રહેશો અને અમે તમારી સેવા કરીશું.” આ હતી
( ૭૮
શાન્ત સુધારસઃ ભાગ ૨)