________________
આદિનાથને પ્રણામ કરીને મધુર સ્વરમાં પ્રાર્થના કરે છે. પ્રાર્થના-સ્તુતિના કેટલાક શ્લોકો સાંભળો -
त्वं मे मातापिता-भ्राता, बन्धु स्वामी सुहृद्गुरुः । गतिमतिर्जीवितव्यं, शरणं च नमोऽस्तु ते ॥ घोररोगार्दिता येऽत्र, ये च दुःखैः प्रपीडिताः । ते सर्वे सुखितां यान्ति, त्वत् पादाब्जप्रसादतः ॥ भवार्णवे जरा-मृत्युरोग दुःखोर्मिसंकुले । मज्जतां यानपात्राभस्त्वमेव जिन ! दृश्यते ॥ સરળ શ્લોકો છે. તમે ભાવાર્થ સમજી શકશો. આ સ્તુતિમાં ક્યાંય પણ મયણાસુંદરીએ પોતાના દુઃખની વાત કરી નથી. પોતાના દુઃખને દૂર કરવાની વાત કરી નથી. આ કેટલી મહાન નિર્લેપતા? શારીરિક સુખ અને સંબંધો પ્રત્યે નિર્લેપતા હોય તો જ પોતાના ભગવાનની સ્તુતિમાં દુઃખમુક્તિની યાચનાથી બચી શકાય છે, અન્યથા ભગવાનની સમક્ષ પોતાનાં દુઃખોનું રુદન થઈ જ જાય છે.
મંદિરમાંથી નીકળીને મયણા ઉંબર રાણા સાથે બાજુમાં આવેલા ઉપાશ્રયમાં - જાય છે. ત્યાં આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિજી ધર્મોપદેશ આપતા હતા. બંને જણાં ત્યાં બેસી જાય છે. ઉપદેશ પૂર્ણ થતાં ગુરુદેવે મયણાને પૂછ્યું : વત્યે ! નરોત્તમ ? આચાર્યદવ મયણાને ઓળખતા હતા. પૂછ્યું આ ઉત્તમ પુરુષ કોણ છે?” સાંભળીને મયણાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, મયણાનું હૃદય કોમળ હતું. રોતાં રોતાં તેણે સમગ્ર વૃત્તાંત ગુરુદેવને કહી સંભળાવ્યો. અંતમાં તેણે કહ્યું:
नान्यन्मम दुःखं हि किञ्चन ।
परं मिथ्यादृशो जैन धर्म निन्दन्ति तन्महत् ॥ હે ગુરુદેવ, મને બીજું કોઈ દુઃખ નથી, પરંતુ મિથ્યાવૃષ્ટિ લોકો જૈનધર્મની નિંદા કરે છે તે મોટું દુઃખ છે.” મયણાને ગુરુદેવ સમક્ષ રડવું આવ્યું તેનું કારણ આ હતું, નહીં કે તેને કુષ્ઠરોગી પતિ મળ્યો હતો તે. ગુરુદેવે મયણા અને ઉંબર રાણાની પાત્રતા જોઈને શ્રી સિદ્ધચક્ર મહામંત્રની આરાધના બતાવી હતી. દંપતીએ પોતાના હદયકમળમાંથી શ્રી નવપદની સ્થાપના કરીને એની આરાધના કરી હતી અને ઉંબર રાણાનો કુષ્ઠરોગ મટી ગયો હતો. નગરના લોકો જૈનધર્મની નિંદા કરતા બંધ થઈ ગયા હતા, પ્રશંસા કરતા થઈ ગયા હતા.
[ અશુચિ ભાવના
૭૭]